________________
૧૬૪
શારદા સરિતા જરૂર નથી. તેમણે તમારા નિવેદથી અનશન કર્યું નથી. એ તે અમારા તપસ્વીજનોને આચાર છે કે આયુષ્યના અંત સમયે અનશન વ્રત અંગીકાર કરીને દેહનો ત્યાગ કરે. ગુરૂએ કેવી સુંદર વાત કરી. એમણે એ વિચાર કર્યો કે આ રાજા કે પવિત્ર ને સરળ છે! એમના દિલમાં અગ્નિશર્મા પ્રત્યે સહેજ પણ દુર્ભાવ નથી. હવે એને એમ કહીશ કે તાપસ કે પાયમાન થયા છે તે કેટલું દુઃખ થશે? એટલે આ રીતે કહ્યું પણ રાજાનું ચિત્ત અગ્નિશમ પાસે છે. ગુરૂને વારંવાર પૂછે છે તપસ્વી કયાં છે? મને એમની પાસે આપ લઈ જાવ. હું જલ્દી જઈને મારા અપરાધની ક્ષમા માંગું, મારા પાપનું પ્રાયશ્ચિત કરવા એ મને જે દંડ આપશે તે સહર્ષ સ્વીકારી લઈશ. એમ કહેતાં તે રાજાની આંખમાં આંસુ આવી ગયા. હવે ગુરૂ શું કહે છે.
હે રાજન વહ ધ્યાનમગ્ન હૈ, ફેર કભી તુમ આના, નહીં ભગવાન, અગ્નિશર્માકે, માફી માંગ મનાના શ્રોતા તુમ..
રાજાને દુખ ન લાગે અને પોતાના શિષ્યનું ખરાબ ન લાગે એટલા માટે વચલો રસ્તો કાઢીને કહ્યું હે રાજન! એ તપસ્વી અત્યારે ધ્યાનમાં બેઠા છે. એમના ધ્યાનમાં આપે અંતરાય શા માટે પાડવી જોઈએ? માટે તમે અત્યારે મહેલમાં જાવ. ફરીને કયારેક આવજે. પણ રાજા તે કહે છે નહિ ગુરૂદેવ! ગમે તેમ થાય પણ તમે મને ત્યાં લઈ જાવ. હું તેમના ચરણમાં આળોટી પડીશ. મારી ભૂલની માફી માંગીશ. કદાચ કેધથી મને બે શબ્દો કહી દેશે તે હું સમતાભાવે સહન કરી લઈશ. પણ મારે મારી ભૂલની માફી માંગવી છે. રાજાના અત્યંત કમળ વચન સાંભળી ગુરૂ પણ ગળગળા થઈ ગયા ને રાજાને કહ્યું તમે અહીં બેસે. હું હમણું તમને ત્યાં લઈ જાઉં છું એમ કહી ગુરૂ જાતે તાપસની પાસે ગયા અને રાજા માફી માંગવા આવ્યા છે, ખૂબ રડે છે અને તમારી પાસે આવવા ઈચ્છે છે. તમે હજુ સમજી જાવ તો સારું છે. ત્યારે તાપસ શું કહે છે –
રાજકી સબ થથા સુનાઈ કપાયા ભરપૂર ઉસ પાપીકા મુખ નહિ દેખું, દયાહીન મહાક્રૂર કહ દો જાવે નિકલ યહાંસે, રહે મેરે સે દૂર, શ્રોતા તુમ
જ્યાં ગુરૂએ રાજા આવ્યા છે એવી વાત કરી ત્યાં તો જેમ અગ્નિમાં કેરોસીન નાંખે ને ભડકે થાય તેમ તેના કેની જવાળા એર ભભૂકી ઉઠી. એણે એમ પણ વિચાર ન કર્યો કે મને કહેવા કેણ આવ્યું છે. ગુરૂની આજ્ઞા ન માની ને ઉપરથી ગુરૂને કહે છે એ ગમે તે નમ્ર બનીને આવે પણ મારે એ પાપીનું મુખ જેવું નથી. એના દિલમાં દયાને છાંટ નથી. માટે એને કહી દો કે જલ્દી આ તપોવનમાંથી વિદાય થઈ જાય. મારે એનું મોટું જેવું નથી. મારી પાસે એને મોકલશે નહિ. ગુરૂ હતાશ થઈને