________________
૧૫૬
શારદા સરિતા
મહિને ખાવાની છૂટ રાખી ત્યારે આ બન્યું ને? એને ઘેર ખાવા માટે મારે જવું પડયું ને? જે ખાવાનું ન હોત તો આવું બનત! માટે ગુરૂદેવ મેં જીવું ત્યાં સુધી આહાર ન કરો એવી પ્રતિજ્ઞા લઈ લીધી છે તેથી હવે આપ એ બાબતમાં મને કંઈ કહેશે નહિ. ત્યારે ગુરૂ કહે છે જે તે આહારત્યાગની પ્રતિજ્ઞા જીવનભર માટે કરી લીધી હોય તે પછી હવે મારે તને કહેવાનું કયાં રહે છે? કારણ કે તપસ્વીઓ હંમેશા સત્ય દઠ પ્રતિજ્ઞાવાળા હોય છે એટલે એમાં ફેરફાર ન થાય પણ એક વાત તું ધ્યાનમાં રાખ કે તેં જેના નિમિત્તે આહારનો ત્યાગ કર્યો છે તે ગુણસેન રાજા ઉપર કેપ ન કરે.
હે દેવાનુપ્રિયા એ ગુણસેન રાજા એ નથી પણ કેણ જાણે એના અશુભ કર્મને ઉદય છે કે કોઈ ને કોઈ કારણ આવી જવાથી તારું પારણું કરાવી શકતો નથી. બાકી એના ભાવમાં કોઈ કમી નથી. માટે તું એના ઉપર ધ ન કરીશ. કારણ કે સર્વ છે પિતાના પૂર્વના કર્મના અનુસારે સુખ- દુઃખ પામે છે. બીજા તે નિમિત્ત માત્ર છે. ગુરૂદેવકી શિક્ષા પર ઉસને, નહિ ધ્યાન લગાયા અબ રાજા આવે તે કહના, આયે ન મેરે પાસ હે. શ્રોતા તુમ મુજે
ગુરૂદેવે એને ખૂબ હિત શીખામણ આપી પણ એ અગ્નિશર્મા ન સમજે અને ગુરૂને કહે છે ગુરૂદેવ એને મીઠું મીઠું બોલતા ખૂબ આવડે છે. એ તે અહીં આવીને રડશે, કરગરશે અને લળીલળીને પગમાં પડશે. એ પાપી અવગુણસેન આવે તો કહી દેજે કે ભૂલે ચૂકે મારી પાસે આવે નહિ એનું કાળું મેટું મારે જેવું નથી. ગુરૂ તે બીજા તાપસને એની સેવામાં રહેવાની વ્યવસ્થા કરી ચાલ્યા ગયા. ગુરૂને પણ ખૂબ દુઃખ થયું કે આ ઘોર તપસ્વી આવી ભૂલ કરી બેઠે? એની દુર્ગતિ થશે. સમજાવવામાં બાકી ન રાખ્યું. શિષ્ય ન સમજે તે તેમાં ગુરૂને શું દેષ? આ તરફ રાજા ગુણસેનને ચિંતાને પાર નથી. આ વખતે તપોવનમાં આવતા પગ ઉપડતો નથી એનાં મનમાં અનેક પ્રકારની શંકાઓ થવા લાગી. એટલે એણે પિતાના સમદેવ નામના પુરોહિતને બોલાવીને કહ્યું. તમે મારા માણસ છો એવી એમને જાણ ન થાય તેમ ગુપ્ત રીતે તપોવનમાં જાવ અને તપસ્વીની શું સ્થિતિ છે તે સમાચાર લઈ આવો. અત્યારે ત્યાં જવા માટે મારું મન માનતું નથી.
એમદેવે મેળવેલ વૃતાંત - ગુણસેન રાજાની આજ્ઞા થવાથી તરત સોમદેવ પુરોહિત ત્યાં આવ્યા. ઘણું તાપસોથી વીંટળાએલા પર્વત ઉપરથી વહેતી નદીના કિનારાની નજીકમાં ઘાસના સંથારા ઉપર બેઠેલા અગ્નિશર્મા તાપસને જોયા. એના મુખ ઉપર કેની છાયા દેખાતી હતી. ત્યાં જઈને પુરોહિત નમન કરીને બેઠા ને પૂછયું. ભગવંત! આપનું શરીર આટલું બધુ દુર્બળ કેમ દેખાય છે? આપને કંઈ થયું છે? ત્યારે અગ્નિશમ કહે છે કે નિઃસ્પૃહ હોવા છતાં બીજા પાસેથી આજીવિકા કરનાર તપસ્વીઓના