________________
શારદા સરિતા
૧૫૭ દેહ તે દુર્બળ હોય છે. ત્યારે બ્રાહ્મણ કહે છે આપની વાત સાચી છે. આપને હીરામાણેક, મોતી ને પૈસાની સ્પૃહા ન હોય પણ આપના જેવા તપસ્વી ગુરૂદેવને પારણું કરાવનાર આ ગામમાં કેઈ નથી? આ અમારી નગરી તે મહાપુણ્યવાન છે. આપ શત્રુમિત્ર અને કંચન-કથીર ઉપર સમભાવ રાખનાર અને સંસારસમુદ્રથી ભવપાર કરવા માટે વહાણ સમાન એવા આપને કેઈ આહાર–પાણી આપે એવું આ નગરીમાં કઈ નથી? તમારી નગરી ઘણું ધર્મિષ્ઠ.ને પુણ્યવાન છે. એક ગુણસેન રાજા સિવાય બધી પ્રજા ભાવ ભક્તિવાળી છે, ત્યારે પુરોહિત કહે છે ગુરૂદેવ! અમારા ગુણસેન રાજા પણ એવા નથી. એ આપના જેવા તપસ્વી મહાત્માઓ પ્રત્યે ખૂબ ભક્તિભાવ રાખે તેવા છે. એમનું નામ ગુણસેન છે તેવા ગુણવાન છે. એમણે આપને શું કર્યું છે? ત્યારે કહે છે ગુણસેન રાજા જેવો બીજે ધર્મિષ્ઠ કોણ હોય? કે જેણે પિતાના મંડળને જીત્યું છે, મોટે રાજા બન્યું છે પણ તારવીને બળાત્કારે મારી નાંખે છે. આ શબ્દો સાંભળી સોમદેવ પુરોહિત સમજી ગયા કે નક્કી તાપસ કોપાયમાન થયા છે. હવે અહીં વધુ બેસવામાં સાર નથી. જે હું બેસીશ ને બીજું કંઈ પૂછીશ તે એ રાજાના અવગુણ બોલશે. માટે મારે રાજાનાં અવગુણ સાંભળવા નથી. બીજા પાસેથી વધુ માહિતી મેળવી લઈશ. એમ વિચાર કરી તાપસને પ્રણામ કરી પુરેહિત ચાલતા થયા. નદી કિનારે તેમના બીજા તાપસ કુમારે સ્નાન કરવા માટે જઈ રહ્યા હતા તેમને પુરોહિતે પૂછયું કે અગ્નિશમ તાપસે શું વ્રત અંગીકાર કર્યું છે? તે વખતે બીજા તાપસે એ બધે વૃતાંત પુરોહિતને કહી સંભળાવ્યું. બધી વિગત જાણ પુરોહિતે ત્યાંથી રવાના થઈ રાજા પાસે આવી બધી વાત કહી સંભળાવી.
ગુણુસેન રાજા તે ગુણગુણના ભંડાર હતા. તેમને ખૂબ દુઃખ થયું. એમણે એક જ વિચાર કર્યો કે એ મારા ઉપર કોપાયમાન થયા છે. એ મને ક્ષમા આપે કે ન આપે પણ મારો ગુન્હો છે. હું એમના ચરણમાં નમીને માફી માંગી લઉં. એમ રાજા વિચાર કરે છે. હવે પોતાના અંતેઉર ને પરિવાર સહિત ગુણસેન રાજા તપોવનમાં આવશે અને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
આજે ખંભાત સંપ્રદાયના પૂ. આચાર્ય સ્વ. શ્રી હરખચંદ્રજી મહારાજ સાહેબની પૂણ્યતિથિ હોવાથી પૂ. મહાસતીજીએ તેમના તપ ત્યાગ ને સંયમમય જીવનનું ખૂબ સારી રીતે વર્ણન કર્યું હતું. સાંભળીને શ્રોતાજનેની આંખમાં આસું આવી ગયા હતા.