________________
૧૩૮
શારદા સરિતા
પારણું કરવા પધારશે. રાજા આ વખતે ખૂબ સાવધાની રાખે છે ને દિવસો ગણે છે.
બંધુઓ ! આ વાત ખૂબ સમજવા જેવી છે. કેટલા પૂર્વ સુધી આવી ઉગ્ર તપશ્ચર્યા કરી છે. ત્રીજું મા ખમણ આવી ગયું છે. અત્યારે તે સમભાવ છે. પણ એ સમભાવ કાયમ માટે ટકી ન રહે તો વર્ષોની સાધના ખાખ થઈ જાય છે. સમય થઈ ગયે છે પણ આજે તો રવિવારનો દિવસ છે. બહુ સમય નહિ લઉં. આજે શાંતિથી બેસે. એક ભકતે રવિવારનું ગીત બનાવ્યું છે.
હું તને ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. આમ તે હંમેશા સ્થાનકે આવું, આવું તે પાછે સિધાવું, બે ઘડી બેસું છું રવિવારે, બાકી કયાં છે સમય પ્રભુ મારે,
અહીં આવીને બે ઘડી રવિવારે બેસે છે. તમને બધા કામમાં રવિવાર બહુ ગમે છે. તે ધર્મના કાર્યમાં પણ શા માટે ઉતાવળ કરે છે? અહીં બેઠા છે એટલે સમય સંસારની પ્રવૃત્તિ અટકી જશે.
અહીં ગુણસેન રાજાને અગ્નિશમાં પ્રત્યે ખૂબ ભક્તિભાવ છે. રેજ એમની પાસે જતા હતા ને ધર્મચર્ચા કરતા હતા. જ્યારે પારણાને દિવસ આવે ને મારા ઘેર તપસ્વીના પુનીત પગલા થાય. આમ રાહ જોતાં ત્રીજું મા ખમણ પૂરું થયું. અગ્નિશમને ૯૦ ઉપવાસ પૂરા થયા છે. પારણું કરવા જવાના છે. તે દિવસે પ્રભાતના પહોરમાં ગુણસેન રાજાની પટ્ટરાણી વસંતસેનાએ પુત્રને જન્મ આપે. એટલે દાસીઓ રાજાને વધામણી દેવા આવી. રાજાએ તેમને ખૂબ દાન આપી સંતુષ્ટ કરી. રાજાએ પુત્રને જન્મ મહોત્સવ ઉજવવાની તૈયારીઓ કરાવી માણસોને કહે છે કેદમાંથી કેદીઓને છૂટા કરે, ગરીબોને દાન આપો, આખા ગામમાં વજાપતાકા ને તેરણ બંધાવે. રાજા આ પુત્રના જન્મઉત્સવની ધમાલમાં પડ્યા હતા. આટલા દિવસથી પારણાની રાહ જોતા હતા. બધાને ચેતાવી દીધા હતા. બધી તૈયારીઓ કરાવી હતી. પણ કર્મોદય શું કામ કરે છે? રાજા ધમાલમાં હતા તે વખતે અગ્નિશર્મા તાપસ ત્યાં આવ્યા. આ વખતે તે એમને પણ એમ હતું કે મારું પારણું રાજાને ત્યાં જરૂર થશે અને તેના મનમાં જે દુઃખ છે તે ચાલ્યું જશે. પણ બન્યું જુદું જ. અગ્નિશમાં આવ્યા તે વખતે તે રાજા ગાનતાન ને નૃત્યમાં પડયા છે. મંગલ ગીત ગવાય છે. પુત્રજન્મ ઉત્સવ ચાલે છે. તપસ્વી ત્યાં જઈને ઉભા રહ્યા, પણ કેઈએ તેને સત્કાર કર્યો નહિ. થોડીવાર ઉભા રહીને પાછા ફરી ગયા. હવે તપસ્વીના મનમાં કેવા ભાવ આવશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.