________________
શારદા સરિતા
૧૩૭
ન માને આ મારી માતા છે. મારી માતા મને આ હાથ ફેરવતી હતી, પણ હજુ અંતરાયને ઉદય છે, એટલે દીકરાને માતાની પૂરી પિછાણ થતી નથી. માતા પૂછે છે બેટા! તું કેમ આમ કરે છે? શા માટે રડે છે? પુત્ર કહે છે માતા ! હું પાપી છું, કૃતજ્ઞી છું, તું મને એ વાત ન પૂછીશ.
માતાના મનમાં પણ એમ થાય છે કે મારે અમર તે અમર છે. એ મા-બાપને ભૂલ્યો પણ દિલમાં પસ્તાવો ખૂબ છે. એના બાપની સાથે પૂર્વનું વેર હશે એટલે આવું બન્યું છે. એકવાર માજી મધુર સ્વરે હાલરડું ગાઈ રહ્યા છે. બહારથી અવાજ સાંભળે ને થંભી ગયે, અહો ! આવું હાલરડું મને મારી માતા સંભળાવતી હતી, એનેજ આ અવાજ છે. ત્યાં પત્ની પણ આવી પહોંચી. પતિની આંખમાં આંસુ છે. પત્ની પૂછે છે કે શું થાય છે? ત્યારે કહે છે તું આ માજીને પૂછી જો કે તમે આવું હાલરડું ક્યાંથી શીખી લાવ્યા? મને મારી માતા આવું હાલરડું ગાતી હતી. હું પાંચ વર્ષને થયે ત્યાં સુધી ગાતી હતી. મને સતીઓની, સંતપુરૂષની વાર્તા કહેતી હતી. તું જલ્દી જા ને માડીને પૂછી જે. પત્ની આવીને પૂછે છે હે માજી! તમે આવું મીઠું હાલરડું રોજ ગાવ છે તો કયાંથી શીખી લાવ્યા છે ? અને તમારું નામ વિગેરે કહે. દીકરી નામ તે દેહનું છે, આત્માનું નામ ન હોય. આત્મા તે અનામી છે. ખૂબ પૂછયું પણ માજીએ નામ કે ગામ કંઈ ન કહ્યું. દીકરાનું હૈયું હાથ ન રહ્યું ત્યારે એક વિચાર કર્યો કે જ્યારે પત્ની બહાર ગઈ હશે તે વખતે હું ઓફિસેથી આવીને આ વાત માડીને પૂછી જોઉં ને પડદો ખુલ્લો કરું. તે સિવાય મને શાંતિ નહિ વળે. હવે એજીનીયરને માતાને ઓળખવાની લગની લાગી છે. આ તરફ જમાલિકુમારને પ્રભુના વંદન કરવા જવાની લગની લાગી છે કે જ્યારે પ્રભુના વંદન કરું ! સંતના દર્શન કરવાની જિજ્ઞાસા ઉપડે તે પગલે પગલે પાપ ધોવાઈ જાય અને સંસારની જિજ્ઞાસાથી પાપકર્મનું બંધન થાય છે. જમાલિકુમારે ચાર ઘંટવાળો રથ તૈયાર કરવાની કૌટુંબિક પુરૂષને આજ્ઞા આપી છે. અમરને માતાને ઓળખવાની અધીરાઈ આવી છે કે હવે કયારે એકાંતમાં મળું ને આ ગુપ્ત રહસ્યનો પડદો ખુલે કરું તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર - ગુણસેન રાજાને ત્યાંથી બે વખત અગ્નિશમાં પાછા ફર્યા. તેથી ગુણુસેન રાજાના દિલમાં ખૂબ દુઃખ થયું હતું. એની અત્યંત ભાવનાને વશ થઈને અગ્નિશર્માએ ત્રીજી વખત તેમને ત્યાં પારણું કરવાનું આમંત્રણ સ્વીકાર્યું.
“ત્રીજી વખત અગ્નિશર્મા પારણું કર્યા વિના પાછા ફર્યા”
પારણા માટે આમંત્રણ આપીને પાછા ફર્યા પછી ગુણસેન રાજાને ખૂબ દુઃખ થાય છે કે હું કેવો પાપી છું, હતભાગી છું! મારી બેકાળજીના કારણે મારા ગુરૂને ત્રણ ત્રણ માસના ઉપવાસ થશે. છતાં તેઓની કેટલી કૃપાદ્રષ્ટિ છે કે ત્રીજીવાર મારે ત્યાં