________________
શારદા સરિતા
૧૫૧
પ્ર. હે ભગવાન! સંવેગથી જીવને ક્યા ગુણની પ્રાપ્તિ થાય છે?
ઉ. સંવેગથી ઉત્તમ ધર્મશ્રદ્ધા જાગૃત થાય છે. ધર્મની ઉત્કૃષ્ટ શ્રદ્ધા કરવાથી સંવેગ મેક્ષાભિલાષાની શીધ્ર પ્રાપ્તિ થાય છે. અનંતાનુબંધી ફેધ-માન-માયાને લેભને ક્ષય થાય છે. નવા કર્મોનું બંધન થતું નથી. આથી મિથ્યાત્વની વિશુદ્ધિ કરીને દર્શનની આરાધના થાય છે. દર્શનવિશુદ્ધિથી શુદ્ધ થયા પછી કોઈ તે એ ભવમાં સિદ્ધ થઈ જાય છે અને જે એ ભવમાં સિદ્ધ થતા નથી તેઓ મોડામાં મેડા ત્રીજા ભવે સિદ્ધ થાય છે.
સંવેગવાન આત્મા કેટલે લાભ મેળવી શકે છે. પુંડરીક સંસારમાં રહેવા છતાં રાજ્યને વહીવટ કરવા છતાં એમાં ગળાબૂડ ખંચેલો હોત રહે. કુંડરીક કહે છે મોટા ભાઈ તમે રાજ્યમાં રહેશે તે પણ અલિપ્ત ભાવથી રહેશે. વૈરાગ્ય ટકાવી શકશે અને ગમે ત્યારે ચારિત્ર લઈ શકશે પણ હું જે રાજ્યનો ભાર લઈશ તે રાજ્યના સુખમાં એ ખંચી જઈશ કે મને એમાંથી કાઢવો મુશ્કેલ થઈ પડશે. માટે તમે રાજ્ય સંભાળ ને મને દીક્ષાની આજ્ઞા આપે. આજે તમારી કઈ દશા છે? આ લોકોને રાજ્ય હેવા છતાં મેહ નથી અને તમારે ત્યાં બે ભાઈના મછીયારા વહેંચાય તેમાં એકાદ વસ્તુ જે ઓછી આવી જાય તો કોટે ચઢે અને માતાનું વાંકું બોલવા લાગશે કે મારી માતાએ મોટાને વધુ આપ્યું ને મને ઓછું આપ્યું. પિતાના સુખની ખાતર સામાને એક અવગુણ હશે તે પણ એના લાખ અવગુણ બોલશે અને પિતામાં લાખ અવગુણ હશે તે નહિ જુવે. આ જીવની અનાદિની પરિણતી છે.
અહીં કુંડરીક કહે છે મોટા ભાઈ ! મારે રાજ્ય નથી જોઈતું. મને દીક્ષા લેવા દે. અહો ! કેવી એ જીવોની જાગૃતિ, કેવી દીર્ઘદ્રષ્ટિ ! મહાન પુરૂષેના પગલે ચાલવાથી ભવ્ય જી તરી જાય છે. નાના ભાઈની ઉત્કૃષ્ટ ભાવના જોઈ પુંડરીકે રજા આપી અને કુંડરીકે સિંહની જેમ શુરવીર બનીને સંયમ લીધે. ગુરુના સાનિધ્યમાં રહી જ્ઞાન-ધ્યાન સ્વાધ્યાય અને તપમાં રત રહેવા લાગ્યા. એક હજાર વર્ષો સુધી સુંદર રીતે તપ કરતા હતા દીક્ષા લીધાને એક હજાર વર્ષ થયા પણ હજુ ભાઈના ગામમાં આવ્યા. ન હતા. એક વખત કુંડરીક મુનિના અશાતા વેદનીય કર્મનો ઉદય થયો. ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા કુદરતી તે વખતે પોતાના ગુરૂની સાથે પુંડરીક રાજાના ગામમાં પધાર્યા. પુંડરીકને ખબર પડી કે ઘણુ વર્ષે મારા ભાઈ કુંડરીક મુનિ ગુરૂદેવની સાથે પધાર્યા છે. તરત વંદન કરવા ગયા. કુંડરીક મુનિ બિમાર છે એ જાણીને ગુરુદેવને વિનંતી કરી કે કુંડરીક મુનિના રોગની ચિકિત્સા જે રીતે કપે તે રીતે અહીં કરાવો અને એમને જે ઔષધાદિ કલ્પે તેને મને લાભ આપે. મારે ત્યાં રસોડું મોટું છે. એટલે બધું નિર્દોષ મળશે. ગુરૂએ રાજાની વિનંતી સ્વીકારી અને ત્યાં રહ્યા. ઔષધને કલ્પતી નિર્દોષ જે ચી જોઈએ તે નિર્દોષ મળી જતી એટલે કુંડરીક મુનિ જલ્દી સાજા થઈ ગયા. પણ