________________
શારદા સરિતા
૧૩૫
બંધુઓ! તમને સંસારના સુખ મોક્ષમાં નહિ પહોંચાડે. સંતને સમાગમ કરશે તે ધર્મ પામશો. સાધુ તમને માર્ગ બતાવશે પણ મોક્ષમાં જવાને પુરૂષાર્થ તમારે કરવાનો છે. સતી પ્રભૂજનાની માફક સાંભળીને પામી જાવ. જમાલિકુમારને પ્રભુ મહાવીર સ્વામી પધાર્યા છે તે જાણી અપૂર્વ આનંદ થયેલ છે. પ્રભુના દર્શન કરવાની લગની લાગી છે. અંતરમાં ઉત્કૃષ્ટ ભાવ જાગ્યા છે.
હવે ગયા રવિવારે એક દષ્ટાંત કહ્યું હતું તે અધૂરું છે. તેમાં પણ સંસારની અસારતા ભારોભાર ભરી છે. માતા-પિતાએ એમના પુત્રના જીવનનું ઘડતર સારી રીતે ઘડયું હતું. પેટે પાટા બાંધીને ઘણી મોટી આશાએ દીકરાને ભણજો. પણ એ છેક ભણેલી સુધરેલી કન્યા સાથે પરણી ગયે અને માબાપની આશાના મિનારા તૂટી ગયા. છોકરે તે ખૂબ સદ્દગુણી હતો, મા-આપના પગ ધોઈને પીતે હતે. આ છોકરે કદી મા-બાપને ભૂલે? એના બાપ હાલી ચાલીને એને ઘેર ગયો. બાપને જે. એના પિતા પ્રત્યે તિરસ્કાર ન હતું, પૂજ્યભાવ હતે પણ એના મનમાં બાપને જોઈને એમ થયું કે આ સુધરેલી સ્ત્રીને આ બાપ ગમશે? એને બાપ ન ગમે તે બાપને ઘરમાં કેમ રખાય? એટલે બાપને પટાવાળા પાસે ધકકે મરાવ્યું. આજના છોકરાઓ જ્યારથી બાપને ફાધર કહેતા થઈ ગયા ત્યારથી બાપને અદ્ધર ઉડાવતા થઈ ગયા. માતાને મધર કહેતા થયા ત્યારથી ખબર લેતા બંધ થયા. નાના હોય ત્યારે કહે છે આ મારા મા-બાપ છે અને માટે થાય ત્યારે કહે કે આ મા-બાપને રાખવા એ મહાપાપ છે. પહેલા કહે મા ને પછી કરે ઘા. બાપ તે પરલોકમાં ચાલ્યા ગયે.
એની માતા એના ઘરમાં નોકરડી બનીને રહી છે. ડોશીમા ઘરનું બધું કામ કરે છે. વહુને ખૂબ પ્રિય થઈ પડી છે. દીકરો બહારથી આવે ને માતાના હૈયામાં વાત્સલ્ય ઉછળે છે. દીકરાને પણ આ ડેશીને જોઈને પ્રેમ આવે છે. માતાના મનમાં થાય કે હું દીકરાને બાથમાં લઈ લઉં એવી ગાંડીઘેલી બની જતી.
માતાને સ્નેહ - ભગવતી સૂત્રમાં દેવાનંદાને ઋષભદત્તને અધિકાર આવે છે. આપણે ચાલુ જમાલિકુમારના અધિકાર પહેલાં એ વાત છે કે ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા માતા પ્રભુના દર્શન કરવા ગયા, અનિમેષ દૃષ્ટિથી પ્રભુના સામું જોઈ રહ્યા અને પ્રભુના દર્શન કરતાં એવું વાત્સલ્ય ઉછળ્યું કે સાડાત્રણ કેડ રેમરાય ખીલી ઉઠયા. કંચુકી ખેંચાવા લાગી. માતાના વાત્સલ્યના બળથી દૂધની ધાર છૂટી ને પ્રભુના મુખ ઉપર છંટાઈ. શૈતમસ્વામી આદિ સંતે આશ્ચર્ય પામી ગયા કે અહ! ઘણી માતાઓ પ્રભુ તારા દર્શન કરવા આવી પણ આતે કઈ જુદી જ માતા છે. પ્રભુ કહે ગૌતમ! એમાં આશ્ચર્ય પામવા જેવું નથી. એ સંસાર પક્ષની મારી માતા છે. ત્યારે કહે છે પ્રભુ! આપના માતાજી તે ત્રિશલા દેવી છે. પ્રભુ કહે મૈતમ! ત્રિશલા માતા પહેલાં