________________
શારદા સરિતા
ગાઢમધને બધાઈ ગયા છે? ભગવાન કહે છેઃ
-
बुज्झिज्जत्ति तिउट्टिज्जा, बंधणं परिजाणिया । किमाह बंधणं वीरो, किंवा जाणं तिउट्टइ ॥
૧૩૩
ચ. સૂ. અ. ૧, ૩. ૧, ગાથા ૧
હું ચેતન! તું પહેલા અંધનને જાણી લે. એ બંધન કર્યુ છે અને પછી એને તાડવાની કળા શીખી લે. જીવને બંધન એ બંધનરૂપ લાગે તેા અંધન તેાડી શકે. પોપટને પાંજરૂ બંધનરૂપ લાગે તે પાંજરૂ છોડીને ઉડી જાય પણ એને બંધનરૂપ ન લાગે તે પાંજરામાંથી ઉડાડી મૂકે તે પણ પાછે ત્યાં આવીને બેસે. જેમ બળદને એને માલિક પાણી પીવડાવવા લઇ જતા હાય તે પણ વચમા ગાડું દેખે એટલે ડાક નમાવીને ઉભું રહી જાય. તેમ જેને સંસારને અતિરાગ છે તેને કેાઈ ગમે તેટલા નિવૃત્ત કરવા ઈચ્છે તેા પણ એને સંસારમાં બંધાવાનું ગમે. પણ જેના આત્મા સુત્રભખાધી છે તેવા જમાલિકુમારે પ્રભુ પધાર્યાની વધામણી સાંભળી અને તેને આનંદ આનંદ થઇ ગયા. કાંદાવાડી સંઘ રાજગૃહી નગરી જેવા છે! એમાં વસનારા શ્રાવકા પવિત્ર હાવા જોઇએ. સંત સતીજી પધાર્યા છે તેની વધામણી સાભળી રૂંવાડા ખડા થઈ જવા જોઈએ. ધન મળે ને જે આનંદ થાય તેના કરતાં વધુ આનă સતાના દર્શન કરતાં અને વીતરાગ વાણી સાંભળતા આવવેા જોઇએ. જ્યાં જશેા ત્યાં સસારને ભેગે! લઈ જશેા તેા ત્રણ કાળમાં ઉદ્ધાર થવાના નથી. સંસારમાં રહેવા છતાં તમારૂ મન મેાક્ષ તરફ હાવુ જોઈએ. આગળના જીવે. સંસારમાં રહેતા હતા પણ જેનું મન મેાક્ષ તરફ હતુ તેવા આત્માઓ પરણવા બેઠા અને ચારીમાં ફેરા ફરતાં કેવળજ્ઞાન પામી ગયા. આ સભામાં મેાટા ભાગના પરણેલા બેઠા છે. કુંવારા બહુ ઓછા હશે. તમે બધાય ફેરા ફર્યા હશે પણ કાઈને કેવળજ્ઞાન થયું ? તમે તે ચોથા ફેરા ફરીને ચાર ગતિના ફેરાને મજમ્મુત બનાવ્યા અને એ મહાન આત્માઓએ ચાર ગતિના ફેરા ટાળી દીધા. કેવા હશે એ આત્માએ ! એમની પૂની તૈયારીઓ કેવી હશે ? કેાઈ દિવસ વિચાર આવે છે? આ રીતે સતી પ્રભજનાના લગ્ન છે તે સમયે માંગલીક સાંભળવા જાય છે અને શું અને છે તે આપને તે દૃષ્ટાંત આપીને સમજાવુ.
સતી પ્રભજના હૅજાર સખીએ સાથે સુત્રતા સાધ્વીજીને વન કરવા આવી અને મર્ત્યાં વંવામિ કહ્યું ત્યારે આ તેજસ્વી સાધ્વીજીએ પૂછ્યું–પ્રભજના કેમ આજે આટલી બધી હર્ષઘેલી અને અતિઆનંદમાં છે ? ત્યારે પ્રભજનાને તેા શરમ આવી તેથી તે કંઈ ન ખાલી પણ તેની સખીએ કહ્યું કે સતીજી! આ નગરમાં શું થાય છે તેની આપને ખબર નથી ? ત્યારે સાધ્વીજીએ કહ્યુંઃ અમારે શા માટે ખબર રાખવી જોઈએ ?