________________
શારદા સરિતા
, ૧૩૧ હવે અગ્નિશમાં તેમના તપમાં રકત છે અને રાજા પારણાના દિવસે ગણે છે. ત્રીજું પારણું આવશે ત્યારે તપસ્વી ત્યાં પારણું કરવા જશે ને શું બનશે તેના ભાવ અવસરે
કહેવાશે,
વ્યાખ્યાન નં. ૨૦ અષાઢ વદ અમાસ ને રવિવાર
તા. ૨૯-૭-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો!
અનંત કરૂણાનીધિ શાસ્ત્રકાર ભગવતે આ જગતના જીવોના કલ્યાણને માટે સાચો રાહ બતાવતાં પડકાર કરીને કહ્યું હે ભવ્ય જીવો ! જાગે, જાગે ને જાગે. કયાં સુધી મેહનિદ્રામાં પડી રહેશે. આ મનુષ્યભવમાં નહિ જાગે તે ક્યારે જાગશે અને કયારે આત્મસ્વરૂપનું ભાન થશે? અનાદિકાળથી આ જીવ પરને સ્વમાની સુખની આશામાં ભટકી રહ્યો છે. આપણે આત્મા ઘણી વખત તીર્થંકર પ્રભુની પાસે ગયો હશે પણ ભવના ફેરા ટળ્યા નહિ તેનું કારણ એ છે કે પ્રભુના દર્શન જે ભાવથી જે રીતે કરવા જોઈએ તે રીતે કર્યા નથી. ત્યાં જઈને પણ પુદ્દગલના પૂજારીએ પુદગલની આશા કરી કે પ્રભુના જેવું સિંહાસન, છત્ર, ચામર આ બધી ઋદ્ધિ મને કયારે મળશે? એવી આશા કરી. પણ હે પ્રભુ, હું તારા જેવો અરિહંત કયારે બને એવી ભાવના ન કરી. ગયે તારક પ્રભુ પાસે પણ આ ખાલી હાથે. તમે અહીં આવીને ખાલી હાથે જાવ છે કે સાથે લઈને જાવ છે? સામાયિક કરે, પિષધ કરે, વ્યાખ્યાન સાંભળે કે પ્રતિક્રમણ કરે, આ સમયમાં સંસારના કાર્યને ફારગતિ આપી દેવી જોઈએ. સંસારના બધા કાર્યને ભૂલી જવા જોઈએ. જેમ કેઈ માણસ પેઢી ઉપરથી છૂટ થયે હોય પછી પેઢીમાં લાભ થાય કે બેટ આવે તે તેને કંઈ લાગતુંવળગતું નથી, તેમ તમે પણ સંસારના કામકાજથી ઉપાશ્રયમાં આવે ત્યારે નિવૃત્ત થઈને આવે છે. ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં શું બોલે છે- નિસિહી-નિસિહી બોલે છે ને? તે શા માટે બોલે છે? હે પ્રભુ! એટલે સમય હું પાપથી નિવત્ છું. અહીં અશુભ પ્રવૃત્તિને વિચાર ન કરાય. ખિસ્સામાં બીડીના ભૂંગળા લઈને અવાય નહિ. કદાચ લાવ્યા હો તો ઉપાશ્રયના કંપાઉન્ડની બહાર ફેંકીને આવવું. આગળના શ્રાવકે પ્રભુને વાંદવા કેવી રીતે જતા હતા! આપણે અહીં જમાલિકુમારને અધિકાર ચાલે છે. તે પ્રભુને વંદના કરવા જશે ત્યારે કેવી રીતે જશે ! પિતાની પાસે સચેત અચેત વસ્તુઓ હોય તે બધું પાલખીમાં મૂકીને જતા અને પ્રભુનું સમોસરણ દેખે ત્યાંથી પાલખીમાંથી નીચે ઉતરી જતા અને મન-વચન ને કાયાને પવિત્ર