________________
૧૩૨
શારદા સરિતા
બનાવીને પ્રભુના સમોસરણમાં જતા અને પ્રભુને વંદન કરતા, ઉપદેશ સાંભળતા હતા તેની કેવી સુંદર અસર થતી હતી અને સંસાર ખારે લાગતા પલવારમાં છોડી દેતા. પણ આજે જીવ આટલું સાંભળવા છતાં તેને સંસાર ખાર નથી લાગતે તેનું કારણ સંસારના સુખને રાગ છે. સારું મળવા છતાં ખરાબ નથી છૂટતું એ જીવનું અજ્ઞાન છે.
એક વખત એક રાજા જંગલમાં ફરવા ગયે અને સુંદર સ્વરૂપવાન ભીલડીને છાણા વીણતી દેખી મેહ પામે ને એને રાજ મહેલમાં લઈ આવ્યો. એને સારું સારું ખાવાનું આપે છે, હીરા-માણેક ને મોતીના દાગીના પહેરાવે છે, ભારે મૂલા વસ્ત્રો પહેરાવે છે. છતાં એ ભીલડી સૂકાતી જાય છે. એને મહેલમાં ગમતું નથી. રાજા પ્રધાનને કહે છે આ નવી રાણી કોણ જાણે સૂકાતી જાય છે. પ્રધાન કહે છે તે દવા કરાવીએ. સારા ડોકટરોની દવા લેવડાવે છે પણ એનું શરીર સારું થતું નથી. અંદરનો રોગ પરખાતું નથી. અમને પણ વિચાર થાય કે ચાર ચાર મહિના સુધી શ્રાવકો વીતરાગ વાણી સાંભળે, સામયિક-પ્રતિક્રમણ કરે છતાં એમને સંસાર કેમ ભૂલાતો નથી? ખરેખર ભૌતિક સુખની ભૂખ છે માટે. ધર્મ કરે છે અને સંસારના રંગરાગ છેડવા નથી. આવા જીવોને આત્માની ગમે તેટલી સારી વાત સમજાવીએ તે પણ કયાંથી ગમે?
રાજાની રાણી ખૂબ સૂકાતી ગઈ. કિંમતી દવાઓએ અસર ન કરી. ત્યારે પ્રધાન કહે છે સાહેબ! મને રાણી મેંપી દે. એના રોગનું કારણ હું સમજી ગયે છું. પ્રધાન વિચિક્ષણ હતો. સમજી ગયે કે આ કોઈ રાજકુમારી નથી. ઘરઘરમાં ટુકડા માંગતી અને જંગલમાં વસતી ભીલડી છે. જિંદગીમાં ચણોઠીના હાર સિવાય બીજો દાગીને પહેર્યો નથી. એને આ મહેલ જેલ જેવો જ લાગેને ? એને અહીં ક્યાંથી ગમે? આ રાણની કેવી દશા છે!
એક ભિખારણને રાજ્ય મળ્યું તું દાસી અમર ઢળાવે, બારીબારણે ટુકડા મૂકે, ભીખ વિના નવ ભાવે,
જેને ટેવ પડી નવ જાવે.
પ્રધાન એક ઓરડામાં રાણીને રાખે. ચારે બાજુ ગોખલા બનાવી તેમાં રોટલાના બટકા મૂકાવીને રાણીને કહે છે તમને ભૂખ લાગે ત્યારે ખાઈ લેજે. હવે રાણીને ભૂખ લાગે ત્યારે પિલા ગોખલા પાસે જઈને બેલે- “આપ માબાપ” અને એમાંથી ટુકડા લઈને ખાય. આ રીતે કરવાથી ભીલડી સારી થઈ ગઈ. એને માંગીને ટુકડા ખાવાનું અને ચણોઠીના હાર પહેરવાનું ગમતું હતું અને રાજાને રાજરાણીનું પદ આપી મહેલમાં રાખવી હતી. એ કયાંથી બને? તેમ દેવાનુપ્રિયે ! અમારે તમને ધર્મ પમાડીને સાચા સુખ અપાવવા છે પણ સંસારી અને ભૌતિક સુખના ટુકડાની ટેવ પડી છે. ગમે તેટલી લક્ષમી મળે તે પણ ભૂખ મટતી નથી પછી મોક્ષના સુખ ક્યાંથી મળે? કેવા મોહના