________________
શારદા સરિતા
૧૨૫
લઈ ગયે. તેને માટે બધી વ્યવસ્થા કરી આપી અને ત્યાં લવ અને કુશ એ બે પુત્રોને જન્મ આપ્યો. ત્યાં કે પુણ્યને ઉદય થયે. સુખપૂર્વક પ્રસૂતિનું કાર્ય પૂર્ણ થયું. બંને પુત્રને ઉછેરે છે પણ મનમાં નામકલેશ કે કષાયનો કણીયે નથી આવતો. એ એમ વિચારતા હતાં કે હે જીવ! સુખ અને દુઃખ એ તે તારા શુભાશુભ કર્મને ઉદય છે એમાં અકળાવાનું શું? આવી તાત્વિક દષ્ટિ આવી જાય તો જીવને અકળામણ થાય! ત્યારે એ તે સમજે છે કે જેટલું મને દુઃખ આવે છે તેટલો મારા કર્મને કચરે સાફ થાય છે. આવી તત્વદષ્ટિ આવે તે અશુભ ધ્યાન અટકી જાય. જીવનમાં આવા પ્રસંગે તે વારંવાર આવ્યા કરશે તેમાં સમજીને શુભભાવમાં ટકી જઈશ તે કર્મ નહિ બંધાય અને અશુભ ભાવમાં જઈશ તે કર્મના પહાડ ખડકાઈ જશે. આ સીતાજીનું તત્ત્વજ્ઞાન હતું. “સીતાજીના કમેં ફરી અગ્નિપરીક્ષા અને તેમાં મેળવેલે વિજય”
ફરીને એક વખત એ પ્રસંગ આવ્યું કે સીતાજીની રામે અગ્નિપરીક્ષા કરી. સીતાજી અગ્નિના કુંડમાં પડ્યા ત્યારે અગ્નિને કુંડ એના સતીત્વના પ્રભાવથી પાણીથી ભરાઈ ગયે અને સીતાજી સ્નાન કરવા લાગ્યા અને કુંડ દેવનું વિમાન બની ગયું. સીતાજી અને તેના પુત્ર લવ-કુશ તે વિમાનમાં બેસી ગયા. તે વખતે રામ કહે છે
સીતાજી! તમે મહાન સતી છે. હવે અયોધ્યાની મહેલાતોને પાવન કરે. ત્યારે સીતાજી " કહે છે હવે મારે મહેલમાં નથી આવવું. મને મહેલ જેલ જેવો લાગે છે અને જે કર્મો
મને ત્રણ ત્રણ વાર ઠગી છે તેની સામે મારે યુદ્ધ કરવું છે. દેવાનુપ્રિયે! સીતાજીને એક ભવમાં ત્રણ ત્રણ વાર દુઃખ આવ્યું. છેલ્લે સુખનો સમય આવ્યો અને રામચંદ્રજી માનભેર મહેલમાં આવવાનું કહે છે ત્યારે આનંદ ન થયે. પણ શું બોલ્યા. શુભ કર્મ મને પ્રલોભન આપે છે પણ સ્વામીનાથ! આ કમેં મને ત્રણ ત્રણ વાર છેતરી છે. મારા ભાગ્યદયે મને રામ જેવા પતિ મળ્યા પણ કમેં મને વનમાં વળાવી દીધી. ત્યાં પતિની સાથે રહી આનંદ કરવા ન દીધે પણ રાવણ ઉઠાવી ગયો. ત્યાંથી છૂટી અયોધ્યામાં આવી પટ્ટરાણીનું પદ મળ્યું પણ ત્યાંથી અચાનક મારા કર્મે મને વનમાં મોકલી દીધી અને પાછી ફરીને અગ્નિપરીક્ષા થઈ. આ રીતે વારંવાર કમેં મને છેતરી છે. હવે તો હું સાવધાન બની ગઈ છું. મારે છેતરાવું નથી અને કર્મની કેદમાંથી મુક્ત બનવા અને શાશ્વત સુખ મેળવવા માટે ચારિત્ર અંગીકાર કરીશ. રામ કરગરે છે. અયોધ્યાની પ્રજા ઝૂરે છે, રડે છે ને કહે છે કે મહાન સતી! અમારી માતા. તમે અમને છોડીને કયાં જાઓ છો? બધા પગમાં પડે છે પણ સીતાજી લલચાતા નથી! જે દુઃખમાં દીક્ષા લીધી હોત તો કઈ એમ કહેત કે દુઃખ પડયું એટલે દીક્ષા લીધી પણ હવે તો ખમ્મા ખમ્મા છે છતાં કેવા સારા ભાવ છે ! બેલ દેવાનુપ્રિયે ! તમે હો તે શું કરે? તમે હો તે એમ કહે ને કે પછી દીક્ષા લેવાશે. અત્યારે આવા માન-પાન મળે તો કેણ છોડે ! સીતાજી કહે છે હે રામ! હવે મારે ને તમારો