________________
૧૦૦
શારદા સરિતા નમસકાર કરું છું “રિ” એટલે જેમણે રિપુ એટલે શત્રુઓને હરાવ્યા છે. અહીં શત્રુઓ કોણ છે? જે તમારું અહિત કરે તેને તમે શત્રુ કહે છે. એ તો બાહ્ય શત્રુઓ છે પણ અનાદિકાળથી કોધમાન-માયા-લભ-રાગ-દ્વેષ આદિ શત્રુઓ આત્માનું અહિત કરે છે તે શત્રુઓને હરાવ્યા છે-દૂર કર્યા છે, ત્રીજો અક્ષર છે હં-હુંકાર-અહંભાવ. હું કંઈક છું ત્યાં આત્માની હાની છે. અહં ઓગળે તે અરિહંત થવાય ને મમ ગળે તે મોક્ષ મળે. આ જીવને હું ને મારું છૂટતું નથી. ઉપાશ્રયે આવે તો ય મારું હૈયેથી ન છૂટે. એક તમાકુની ડબ્બી ખોવાઈ જાય તે પણ કેટલી શોધાશોધ કરી મૂકે. એકેક પદાર્થો ઉપરની જે મૂછ છે તે દુર્ગતિના દરવાજા ખુલ્લા કરનારી છે. માટે અહં ને અમને તિલાંજલી આપી દે. હનો બીજો અર્થ એ પણ છે કે હું એટલે હંસ. જેમ હંસ દૂધ પી જાય છે ને પાણી રહેવા દે છે તેમ અરિહંત ભગવતો ઉપદેશ આપી ભવ્ય જીવોને તેમના આત્મા સાથે ક્ષીર નીરના સબંધે રહેલા કર્મો સમૂહને તોડી નંખાવે છે ને મેક્ષમાં પહોંચાડે છે. “તઃ' એટલે તિન્નાણું તારયાણું – પિતે સમુદ્રથી તર્યા છે ને ભવ્ય જીને સંસારરૂપી સમુદ્રથી તારી મોક્ષમાં જવાને માર્ગ બતાવે છે. આવા અરિહંત પ્રભુને જાપ એકાગ્ર ચિત્ત કરતાં સંસારસમુદ્રને પાર પામી જવાય.
જમાલિકુમાર પૂર્વના પુણ્યોદયે મહાન સુખ ભોગવે છે. દેવાનુપ્રિયો! આજે પૈસો મેળવવા જીવો કાળાબજાર કરે છે. અન્યાય, અનીતિ કરે છે પણ આને તે કંઈ ન કરવું પડયું. એની પત્નીઓ પતિના સુખે સુખી ને પતિના દુઃખે દુઃખી થવાવાળી હતી. પુણ્યને ઉદય હોય તો આવી પત્ની મળે છે. સાચી પત્ની એના પતિને દુર્ગતિમાં જતાં સદુમાર્ગે વાળી ગતિ સુધરાવે છે. સાંભળો, મણિરથને યુગબાહુ ભાઈઓ હતા. મયણરેહાનું રૂપ જોઈને મોટા ભાઈની દષ્ટિ બગડી અને નાનો ભાઈ બગીચામાં ફરવા ગયા ત્યારે પાછળથી છાને માન આપીને મોટાભાઈએ નાનાભાઈના પેટમાં છરો ભોંકી દીધે. ચીસ પડીગઈ. મયણરેહા દોડતી આવી પતિને કહે છે સ્વામીનાથ! તમને ભાઈએ રે માર્યો તેથી તે મારો દુશમન છે એમ ન માનશે. એના પ્રત્યે વૈરભાવ ન રાખશે. એમ વિચાર કરો કે પૂર્વ ભવમાં મેં એને ભાલા માર્યા હશે. મેં એવા એની સાથે વૈર બાંધ્યા હશે. તે આ ભવમાં ઉદય આવ્યા છે. સમતાભાવે સહન કરી લઉં તો મને સદ્ગતિ મળશે. મારી પત્નીનું શું થશે તેની જરા પણ ચિંતા ન કરશે. મારે મોહ ન રાખશે. હું ઘણી વખત તમને મળી છું. અત્યારે તે પ્રભુનું શરણું સાચું છે. ભગવાન જેવા ભગવાનને કર્મે છેડયા નથી. પ્રભુની સેવામાં દેવે હાજર રહેતા હતા પણ જ્યારે પ્રભુના ગાઢ કર્મને ઉદય થયો ત્યારે દેવો ઉપગ ચૂકી ગયા. માટે કર્મની સજા સહુને ભેગવવી પડે છે. એ મારો દુશ્મન છે એ વાત આપ ભૂલી જજો. સતી મયણરેહાએ એના પતિના મનના માઠા પરિણામ સધ આપીને દૂર કર્યા અને તેના આત્માને વિશુદ્ધ બનાવ્યા.