________________
૯૮
શારદા સરિતા
સાહેબ, પૂ. શ્રી ભાણજી રખજી મહારાજ તથા પૂ. શ્રી ગીરધરલાલજી મહારાજ સાથે વિચર્યા અને સંવત ૧૯૮૩માં પૂજ્ય પદવીને ભાર પૂજ્યશ્રીના માથે આવી પડે. પૂ. છગનલાલજી મહારાજની ગંભીરતા, વિદ્વતા, કાર્યકુશળતા તથા પ્રભાવશાળી વ્યકિતત્વના પ્રભાવે જેમ ચંદ્ર-સૂર્ય પ્રકાશે છે તેમ ભવ્ય જીએ તેમની છત્રછાયા નીચે આશ્રય લીધે. અને અનેક જીવો ધર્મ પામ્યા. પૂ. ગુરૂદેવની પ્રભાવશાળી ઓજસભરી વાણીથી તેમને મહાન વિભૂતિરત્ન પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ, તપસ્વી પૂ. છોટાલાલજી મહારાજ, મહાન વિભૂતિ પૂ. આત્મારામજી મહારાજ, સેવાભાવી (ખેડાજી) ખીમચંદજી મહારાજ તથા મહાન તપસ્વી પુલચંદ્રજી મહારાજ જેવા મહાન શિષ્ય થયા. મહાન પૂજ્યશ્રીના શિષ્ય પણ મહાન થયા. અત્યારે વિદ્યમાન વિચરતાં મહાન વૈરાગી પૂ. કાંતિઋષિજી મહારાજ આદિ ઠાણાઓ પણ પૂ. છગન વાલજી મહારાજ સાહેબના શિષ્ય છે. પૂ. ગુરૂદેવને જેવો પ્રભાવ હતો તેવો પ્રભાવ આજે તેઓ શાસન પર પાડી રહ્યા છે.
પૂજ્યશ્રીએ જીવનમાં ઘણું મહાન કાર્યો કર્યા છે. જૈનશાળા, શ્રાવિકાશાળા, આદિ સંસ્થાઓ જ્યાં ન હતી ત્યાં ઉભી કરાવી અને તેને વિકસાવવાને ઉપદેશ આપી સેવાનું મૂલ્ય સમજાવતા. તે ઉપરાંત તેઓએ ડગમગતા જેનોને સ્થિર કરાવવાનું તથા જૈનેત્તરોને પ્રેમથી જૈનધર્મી બનાવવાનું ઉમદા કામ કર્યું છે. પૂજ્યશ્રીએ મુંબઈમાં ચાર ચાતુર્માસ કર્યા છે. સૌથી પ્રથમ ૧૯૭૫નું ચાતુર્માસ કાંદાવાડીમાં કર્યું હતું. સંવત ૧૯૭૮ની સાલમાં અજમેરના બૃહદ સાધુ સંમેલનમાં તેમને આમંત્રણ મળેલું. પોતાના શિષ્ય સાથે જઈને તેમણે પોતાનું સ્થાન શોભાવ્યું. તેમના જેવી મહાન વિભૂતિને તેમને સમાગમ થયે તે પૂજ્ય શ્રી અલખ ઋષિજી મહારાજ. તેમની પાસેથી શ્રી લવજી સ્વામીના જીવનને ઇતિહાસ જાણી લીધું. અહીં તેમની જિજ્ઞાસાવૃત્તિ પ્રકાશે છે. તેમને ગંડલ સંપ્રદાયના પૂજ્ય શ્રી જશાજી મહારાજને સમાગમ થયે. આ વયેવૃદ્ધ જ્ઞાની પાસેથી આપણું પૂજ્યશ્રીએ પિતાની જિજ્ઞાસાવૃત્તિ દાખવી ઘણું ઘણું મેળવી લીધું.
પૂજ્યશ્રીના શિષ્ય સમુદાયમાં મહાન વિભૂતિ અને પહેલા શિષ્ય બા. બ્ર. પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ થયા. જેઓ રત્ન સમાન હતા. તેઓ હંમેશા દેદિપ્યમાન રહ્યા. ગુરૂ અને શિષ્ય બને રજપૂત પછી પૂછવું જ શું? એ મહાન જીવન જીવી આપણને સૌને એક પ્રેરણા આપી ગયા છે. પૂજ્યશ્રી વયેવૃદ્ધ, અનુભવી, બાહોશ, વિચક્ષણ, વિદ્વાન, શાંત, ગંભીર હતા. પિતાના સુચારિત્રની જ્યોત પ્રસરાવી ૫૧ વર્ષની દીક્ષા પર્યાય પછી આશરે ૭૫ વર્ષની ઉંમરે સંવત ૧૫ના વૈશાખ વદી ૧૦ ને શનિવારના ઉમદા પ્રભાતે પિતાનું આત્મકલ્યાણ કરતા કરતા આપણને સૌને છેડી આ ફાની દુનિયામાંથી વિદાય લઈને ચાલી નીકળ્યા.