________________
શારદા સરિતા
તારા ભેગો આવીશ. તુ ગમે ત્યાં જા. ચાહે અમેરિકા જા, વિલાયત, કે લંડન કે યુરોપમાં પીછે નહિ છેઠું. ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કહ્યું છે કે कत्तार
66
જા, પણ હું તારે મેવ-અનુખાફ વર્માં”
૮ કર્મ કરનારની પાછળ જાય છે. હજારા ગાયામાં વાછરડી તેની માતા પાસે જાય છે તેમ ક કરનારને પકડે છે, કર્મી એમ નહિ જુવે કે એણે એની સ્ત્રી કે પુત્રપરિવાર માટે પાપ કર્યુંં છે. દુકાનમાં બેસીને ધંધા કરતા સરકારનેા ગુન્હા કર્યા તે ઘરના સજા નથી ભેાગવતા પણ ગુન્હા કરનારને સજા ભાગવવી પડે છે. માટે સમજી જાવ. નહિ સમજો તે પૂરા હાલ થશે. હવે ચાલુ વાત વિચારીએ.
૭૩
જમાલિકુમાર ક્ષત્રિયકુંડ નગરમાં વસતા હતા. જેની જાતિ ક્ષત્રિય ને એમનું ગામ પણ ક્ષત્રિયકુંડ. એમના આત્મા પણ ક્ષત્રિય હતા. આગળ કેવી સુંદર વાત આવશે કે જેના ઘેર કેવા વૈભવ હતા. તે બુદ્ધિથી—ખળથી ને વૈભવથી કોઇનાથી પરાભવ પામે તેવા ન હતા. આગળ સૂત્રકાર શું કહે છે.
" उप्पिंपासाय वरगए फुटट्माणेहिं भुयंगमत्थ एहिं बत्तीसइ वध्धेहिं नाडएहिं णाणाविहवरतरुणी संपउत्तेहि उवणच्चिज्जमाणे उवणच्चिज्जमाणे, उवगिज्जमाणे उवगिज्जमाणे उवला लिज्जमाणे उवलालिज्जमाणे पाउसवासारत सरद हेमंतससिर वसंत गिम्हपज्जते छप्पिउऊ जहा विभवेणं माणमाणे कालं गासे माले इट्ठे सद्दे फरिस रस रुवगंधे पंचविहे माणुस्सए कामभोगे पच्चणुब्भवमाणे विहरइ ।। "
તે જમાલિકુમાર ઉત્તમ પ્રકારના મહેલના ઉપરની ભૂમિ જયાં મૃદંગા વાગે છે અને અનેક પ્રકારની સુંદર યુવતિઓ વડે ભજવાતા ખત્રીસ પ્રકારના નાટકો વડે હાથપગ વિગેરે અવયવાને નમાવતા, સ્તુતિ કરાતા, અત્યંત ખુશ કરાતા, કરાવતા અતિ રસભર નૃત્ય-ગાયન કરાવતા, વર્ષા-શરદ-હેમ ંતશિશિર-વસંત અને ગ્રીષ્મ એ છ ઋતુએમાં પેાતાના વૈભવ પ્રમાણે સુખને અનુભવ કરતા, સમય ગાળતા મનુષ્ય સબંધી પાંચ પ્રકારના ઇષ્ટ શબ્દરૂપ—રસ—ગંધ-સ્પર્શ એ પાંચ પ્રકારના મનુષ્ય સબંધી કામભાગે ભાગવતા વિચરતા હતા.
જમાલિકુમારના જમ્મર પુણ્યના ઉદય હતેા. સાત માળના મહેલમાં સાતમે માળે તેની સ્ત્રીઓથી ઘેરાયેલા રહેતા હતા અને વિવિધ પ્રકારના સુખા ભાગવતા હતા. જગતમાં પુણ્યની અલિહારી છે. કંઇક માનવીને રહેવા ઘર નથી, ખાવા અન્ન નથી તે પહેરવા કપડા નથી ને કઇંકને ઘેર સુખની રેલમછેલ છે. કંઇક પુત્રાના પિતા ખાવા કણુ મૂકીને ગયા નથી. તેના પુત્રા પુણ્યાય થતાં કરાડોની સંપત્તિ મેળવે છે અને કંઇકના પિતા કરોડોની સંપત્તિ મૂકીને ગયા હૈાવા છતાં એના છોકરા ભીખ માગતા હૈાય છે. કંઈકના ઘેર પુત્રના જન્મ પછી સંપત્તિ આવે છે અને કંઇક જન્મે ત્યારથી સુખની સાહ્યખી