________________
શારદા સરિતા
૭૧ જે સુખ મળે છે તે કેઈના માંગી લાવેલા ઉછીના ઘરેણાં જેવું છે. જેમ કેઈના ઘેર લગ્નનો પ્રસંગ આવ્યું, જેને ઘેર લગ્ન છે તે વ્યકિત ખૂબ શ્રીમંત હતી પણ અંદરથી ખલાસ થઈ ગઈ છે; બહારથી શ્રીમંતાઈ દેખાય છે તે સમયે તેને લગ્નમાં જવાનું છે. ભપકે તે કરવો પડે. જે કંઈ ન કરે તે લોકે માને કે ગરીબ થઈ ગયો છે. એટલે વેપારી પાસેથી મૂલ્યવાન દાગીના ભાડે લઈ આવ્યા તે પહેરીને લગ્નમાં હાલે છે. પણ અંદરથી ખુથી કે આનંદ ન હોય. કારણ કે સમજે છે કે આ બે લાખ રૂપિયાને હીરાનો હાર છે. જે ખોવાઈ જશે તે એના મૂલ્ય ચૂકવવા જિંદગીભર કાળી મજુરી કરવી પડશે. તે રીતે શુભ કર્મના ઉદયથી મળતી અનુકૂળતાઓ, ઋદ્ધિ, યૌવન–રૂપ, વૈભવવિલાસ બધું પુણ્યરૂપી સ્નેહી સજજન પાસેથી માંગી લાવ્યા છે. જ્યાં એ ખલાસ થશે ત્યાં તમારી પાસેથી બધું છીનવી લેશે. એ સામેથી છીનવીને લઈ લે તેના કરતાં માનભેર સામાં પગલે જઈને એનું પાછું આપી દે તે ઈજજત ને આબરૂ જળવાઈ રહેશે. સામેથી ત્યાગ નહીં કરે તે સમજી લેજે કરમને શરમ નથી. એ ગમે ત્યારે તમારું સુખ છીનવી લેશે. એ કર્મ એમ નહિ જુવે કે આ કેટલે શ્રીમંત હતું, એણે કેવી સાહાબી ભોગવી છે, મેટી મહેલાતેમાં વસનારો ઝૂંપડામાં કેવી રીતે રહેશે? ચાર-ચાર દીકરા છે બધા શું ખાશે? ગમે તેટલું રૂદન કરશે તે પણ એ શરમ નહિ ભરે. માટે જ્યાં સુધી બધા અંગો છે ત્યાં સુધી ધર્મની આરાધના કરી લે. શાશ્વત સુખ મેળવી લે. જે કદી આવેલું જાય નહિ. મોક્ષમાં અનંત અવ્યાબાધ સુખ રહેલું છે. (સભા - એ સુખ તે બધાને બહુ ગમે છે) એ તમારે માટે રેઢું પડ્યું છે? હસાહસ) એ સુખ મત મળે છે? બજારમાં દાતણ લેવા જાવ છો ત્યાં પણ બે આના હોય તે દાતણ મળે છે. પૈસા આપે તો કાછીયે શાકભાજી આપે છે. માટીની માટલી પણ મત મળતી નથી. તે આ સુખ મફત કયાંથી મળે? માટે એક વાત જરૂર સમજી લેજે કે કર્મ કેઈને છેડનાર નથી. જેવા કર્મ કરશે તેવા તેના ફળ ભેગવવા પડશે.
છે કાયદે કર્મરાજને, હિસાબ પાઈ પાઈને,
વેરંટ વગડે આવશે, રાજ્ય નથી પોપાબાઈનું કર્મરાજાનો કાયદે અટલ છે. પછી ચાહે વકીલ હોય, અસીલ હોય, બેરિસ્ટર હોય કે સોલિસિટર હોય. દરેકને કર્મ ભોગવવા પડે છે. અહીં કદાચ વકીલ કે બેરિસ્ટરને હાથમાં રાખશો. ખિસ્સા ભરીને કદાચ છૂટી જશો પણ કર્મરાજાની કોર્ટમાંથી છૂટકારો નહિ થાય. ત્યાં તમારા વકીલે ને બેરિસ્ટરો સાથે નહિ રહે. આજે તો એવા માણસે પાક્યા છે કે બધાને તો હાથમાં રાખે છે પણ ભેગા સાધુનેય હાથમાં રાખવા મથે છે. શું સાધુ તમારા હાથમાં રહેવા મુંડાયા છે? હું કહું તેમ સાધુ કેમ ન કરે? ભાઈ, સાધુ તે વીતરાગના કાયદાને વફાદાર રહેશે, એની આજ્ઞામાં રહેશે. તમારી આજ્ઞામાં નહિ રહે. ટૂંકમાં કમને