________________
શારદા સરિતા માયા, લેભ ને ઈષ્યની ગોળીઓ છૂટી રહી છે તેને ઝીલવા માટે તપ, બ્રહાચર્ય, ક્ષમા આદિ વ્રત પ્રત્યાખ્યાનનું લેખંડી બખ્તર ધારણ કરી લે. જૂના કર્મોને બાળવા માટે તપ લોખંડી બખ્તર છે. પ્રભુ મહાવીર નિયમ મોક્ષમાં જવાના હતા છતાં કે સંગ્રામ ખેલ્યો! દીક્ષા લઈને નિર્ણય કર્યો કે જ્યાં સુધી કેવળજ્યતિ ન પ્રગટે ત્યાં સુધી જંપીને બેસું નહિ. આ નિર્ણય કરીને આત્મસમાધિમાં સ્થિર બન્યા અને કેવળ જ્ઞાન પ્રગટાવીને જ જંપ્યા. આવા પ્રભુની આપણે જ પ્રાર્થના કરવી જોઈએ. પ્રભુનું સ્તવન કરવાથી શું લાભ થાય છે -
ત્વત્સસ્તન ભવસંતતિ સનિબદ્ધ, પાપં ક્ષણાત્ ક્ષયમુપૈતિ શરીર ભાજામ આકાત લેક મલિનીલમ શેષમાશુ, સુર્યાશું ભિન્નમિવ શાર્વરમંધકારમ્
ભકતમાર સ્તોત્ર શ્લોક-૭ ભગવાનની પ્રાર્થના કરતાં ભકત પવિત્ર બને છે. માનતુંગાચાર્યે હૃદયના ભાવથી અષભદેવ ભગવાનની પ્રાર્થના કરી છે. એની પાસે શબ્દકેષ ન હતા. પાટી ને પેન ન હતાં. બસ, એના હૈયામાં વેગ ઉપડે ને ભકતામર સ્તોત્રની રચના કરી. ભકતામર તેત્રના એકેક થકમાં પ્રભુની પ્રાર્થનાના કેવા સુંદર ભાવભર્યા છે. આવું સુંદર સ્તોત્ર રચનારે પુરૂષ કહે છે કે નાથ! તારી પ્રાર્થના કરવાનું સામર્થ્ય મારામાં નથી છતાં કરી રહ્યો છું. હું કેવો છું? “ચુતવત રિસધાન્ હું અલ્પકૃત છું. મહાન જ્ઞાનીઓની આગળ તો હાંસીને પાત્ર છું. છતાં જેમ આંબે મહાર આવે છે ત્યારે કેવના ગળામાં સળવળાટ ઉપડે છે અને એ બેલ્યા વગર રહી શકતી નથી તેમ છે પ્રભુ! તારી ભકિતનું મારા દિલમાં એવું આકર્ષણ થાય છે કે હું બોલ્યા વિના રહી શકતો નથી. પ્રભુની પ્રાર્થના કરવાથી, સ્તવન કરવાથી, મનુષ્યના પાપ ક્ષણવારમાં નષ્ટ થઈ જાય છે. પ્રભુની, પ્રાર્થના જ કરવી જોઈએ. પણ કઈક સૂર્યવંશીઓ સૂર્યોદય થતાં સુધી ઉઠયા નથી હોતા તે પ્રાર્થના ક્યાંથી કરે?
જમાલિકુમારને ઘેર ઘણી સંપત્તિ હતી. એનું શરીર નિરોગી હતું. લક્ષમીનો ભોગવટે કરે છે પણ એને કમાવાની ચિંતા નથી. મહેલમાં છએ ઋતુઓ અનુકૂળ હતી. જે વખતે જે જોઈએ તે મળતું હતું. દાસ-દાસીઓ સેવામાં હાજર રહેતા હતા. ઘણીવાર એવું બને છે કે બધું સુખ હોય પણ પત્ની અનુકૂળ ન હોય તે શું સુખ? એક મોટો વકીલ સુરત શહેરમાં વસતે હતે. એણે મોટું મકાન બંધાવ્યું. મુંબઈમાં એક એને જીગરજાન મિત્ર વસતે હતે. એ એનજીનીયર હતો. એણે મિત્રને સમાચાર આપ્યા કે મેં મોટું બિલ્ડીંગ બંધાવ્યું છે. તમે મોટા એજીનીયર છે તે એક વખત આવીને