________________
શારદા સરિતા
૯૫
ત્યાં લક્ષ્મીજી સામા મળ્યા ને કહ્યું. કેમ હવે ખાત્રી થઇને? કે દુનિયામાં કેાના ભકતા વધારે છે? ત્યારે કૃષ્ણજી કહે તમારી વાત સાચી છે. પણ જે હ્રયપૂર્વક ધર્મ સમજ્યા છે તે તારી માયામાં ફંસાયા નથી, પણ જે ઉપરથી ધર્મને! ડોળ કરે છે અને અંદરથી લક્ષ્મીને ચાહે છે તે આવા હાય છે.
આ દ્રષ્ટાંત ઉપરથી એ વાત સમજવાની છે કે દુનિયામાં આજે પૈસાની પૂજા થાય છે. પૈસા મળે તે ધર્મને બાજુમાં મૂકી દે છે. અહીં ક્ષત્રિયકુંડ નગરમાં મહાવીર ભગવાન પધારવાના ખબર સાંભળી નગરજનેાના હૈયા હરખાઇ ગયા છે. એમને પ્રભુદર્શનની કિ ંમત છે. રોડ ઉપર બધા પરસ્પર વાતા કરતાં પ્રભુના દર્શને જઇ રહ્યા છે. જમાલિકુમાર તેા નાટક જોવામાં મસ્ત છે. હવે આ ારત્રકાર સાંભળશે ત્યારે જોશે ને પૂછશે કે આટલે અવાજ કેમ થાય છે ને આ બધા કયાં જઇ રહ્યા. છે? ત્યાં જાગૃત બની જશે. જેનુ ઉપાદાન શુદ્ધ હેાય તેને સહેજ નિમિત્ત મળતાં જાગી જાય છે. જમાલિકુમાર કેવી રીતે વૈરાગ્ય પામશે. તેમના વૈરાગ્ય કેવા ઉત્કૃષ્ટ હતા તે વાત અવસરે લઈશું. આજથી વ્યાખ્યાન ખાદ પાંચ મિનિટ એક ચરિત્ર શરૂ કરીએ છીએ.
· ચરિત્ર’:- આરિત્રમાં મુખ્ય એ પાત્રા છે. એક ગુણુસેન ને બીજો છે અગ્નિશમાં. ગુણુસૈન રાજકુમાર છે અને અગ્નિશમાં રાજપુરાહિતનેા પુત્ર છે. ગુણુસેનની નાનીશી ભૂલના ક!રણે કેવી વૈરની પરંપરા સર્જાય છે અને અગ્નિશમના ક્રોધના કેવા કટુ વિપાક ભેગવવા પડે છે તે આ ચરિત્રમાં ખૂબ સુંદર વાત આવશે. આ ચરિત્ર જો રસપૂર્વક સાંભળે તે કષાયે મઢ થઈ જાય ને લિમાં વૈરાગ્ય આવી જાય. એવું આ ચરિત્ર છે. ખરાખર રસપૂર્વક તમે સાંભળજો.
આ જંબુદ્વીપના પશ્ચિમ વિદેહ ક્ષેત્રમાં અલ્કાપુરી જેવું સુશોભિત ને પવિત્ર ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર હતું. ત્યાં સર્વ ગુણાથી સંપન્ન, ન્યાય-નીતિવન, લેાકેાના મનને આનă આપનાર પૂર્ણચંદ્ર નામના રાજા હતા અને કુમુદિની નામની પટરાણી હતી. તેમને ગુસેન નામના એક પુત્ર હતા. પુત્રમાં અનેક ગુણ હતા. સાથે એક અવગુણુ હતા. તેને વ્યંતરદેવાની જેમ ક્રિડા કરવી ખૂબ ગમતી. દેવાનુપ્રિયા ! એક નાનકડા અવગુણુ કેટલી ખરાખી કરશે તે જોજો. આ પૂર્ણચંદ્ર રાજાને યજ્ઞદત્ત નામને પુરાહિત હતા. તેને સેામદેવા નામની પત્ની હતી. એ પુરેાહિતને અગ્નિશમાં નામને એક પુત્ર હતા. તેનુ માથું ત્રિકાળુ હતુ, આંખે ગે!ળ હતી. નાક ચપટુ હતુ. ગાળી જેવુ પેટ, ડાક વાંકી, હાથ ટૂંકા, કાન સુપડા જેવા ને વાળ પીળા હતા. ક્રાંત મેટા ને હાઠ લાંબા હતા. અગ્નિશમાં આવે બેડોળ શરીરવાળા હતા. પૂર્વભવમાં કાઇનું એડાળ રૂપ જોઇને તેની મજાક ઉડાવી હોય તે આ ભવમાં જીવની આવી દ્દશા થાય છે.