________________
શારદા સરિતા પરિગ્રહ એ પાપનું મૂળ છે આવું તમને સમજાશે ત્યારે ધર્મની રૂચી જાગશે. જે રૂચીપૂર્વક સમજણપૂર્વક ધર્મ થતો હોય તો સંસાર કેવો લાગે? (સભાઃ ખારો ઝેર) (હસાહસ) અંદરથી બોલો છે કે ઉપરથી? વિચાર કરીને જવાબ આપે. જ્યાં સુધી સંસાર હેય નથી લાગે ત્યાં સુધી આ બધે મેહ છે. જ્ઞાનીની વાત સમજાય તે સંસાર સોનેરી જાળ છે.
:જંગલમાં પારધીઓ પક્ષીઓને પકડવા માટે અનાજના કણ નાંખીને જાળ બિછાવે છે. અનાજના કણ ખાવાની લાલચે પક્ષીઓ આવે છે ને જાળમાં ફસાય છે. અનાજ ખાવા આવે છે ત્યારે એને ભાન નથી હતું કે અહીં કેઈ માણસ નથી દેખાતું તે અનાજ કોણે નાંખ્યું? તો એ જાળમાં ફસાઈ ગયા. પછી પસ્તાવાને પાર ન રહ્યો. ખેર, એ તે બિચારા અજ્ઞાન પક્ષીઓ હતા એટલે તેમને ખ્યાલ ન આવ્યું પણ તમે તે માનવ છે ને? તોય સંસારસુખની લુપતાથી કેવા સપડાઈ ગયા છે! પત્ની, માતા, સંતાનો બધા સોનેરી જાળ છે. અહીં તમે વીતરાગવાણી સાંભળીને ગયા, સહજ ભાવ આવ્યા પણ તમને જેતા બાળકે કહે પપ્પા આવ્યા, પપ્પા આવ્યા કહીને વળગી પડે એટલે મનમાં એમ થાય કે આવું સુખ છેડીને ત્યાગમાર્ગના કષ્ટ વેઠવા ક્યાં જવું? ભાઈ, આ સુખ નથી પણ સંસારમાં ફસાવવા માટેની સોનેરી જાળ છે. થોડું સુખ ભોગવવા જતાં અનંતકાળનું દુઃખ મળે છે. બ્રહ્મદત્ત ચક્રવતીએ સાતસો (૭૦૦) વર્ષ સંસારનું સુખ ભોગવ્યું તેની પાછળ તેત્રીસ સાગરેપમ સુધી નરકની રે ર વેદના ભેગવવા સાતમી નરકે ચાલ્યા ગયા, માટે કંઈક સમજે. આયુષ્ય અલ્પ છે તેથી સંસારને મોહ છોડે.
આ ભારતમાં કેટલા મહાન પુરુષો અને કેટલી મહાન સતીઓ થઈ ગઈ. તેમણે દુઃખમાં પણ ધર્મ છોડે નથી. જ્યારે સીતાજીને રાવણ પાસેથી રામચંદ્રજી અયોધ્યામાં લઈ આવ્યા તે વખતે અધ્યામાં વસતા અજ્ઞાની માણસો બોલવા લાગ્યા કે છ છ મહિના રાવણને ઘેર રહી તે સીતા શું સતી રહી હશે? એને રામલો ઘરમાં રાખે, આપણે ન રાખીએ. આ વાત રામચંદ્રજીના કાને પહોંચી, પ્રજાજનોની શંકા ટાળવા રામચંદ્રજીએ સીતાને જંગલમાં મોકલી દીધા. સીતા ગર્ભવંતી હતી. સ્ત્રી ગર્ભવતી હોય તે લોકો એની દયા ખાય. જ્યારે પ્રજાજનોના આક્ષેપના કારણે રામે સીતાજીની દયા ન કરી. રથમાં બેસી સીતાજી જંગલમાં આવ્યા. ગાઢ જંગલમાં રથમાંથી ઉતર્યા. સીતાજીને એવા જંગલમાં મૂકતા સારથીનું હૈયું કંપી ગયું. આંખમાં આંસુ ભરાઈ આવ્યા. દુખિત હૃદયે સારથી સીતાજીને પૂછે છે માતાજી! રામચંદ્રજીને કંઈ સંદેશો આપવો છે? ત્યારે સીતાજી શું બોલ્યા - રામચંદ્રને કહેજો કે અજ્ઞાન પ્રજાના વેણથી મને ગર્ભવતીને વનમાં મોકલી દીધી. મારા જેવી અનેક સીતાઓ તમને મળશે. મને છેડી તો ભલે છેડી પણ આવો ઉત્તમ ધર્મ