Book Title: Prem Pank
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005194/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - અલૅકઝાન્ડર ડૂમા ફત. 07 ATM 0િ2 VJI 01 TO યાને પ્રેમ-પંક સંપાદક ગોપાળદાસ પટેલ PIDE “પરિવાર પ્રકાશન સહકારી મંદિર લિ. અમદાવાદ ૧૩. Jajn Education International T Page #2 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તક વિષે ' ખ્યાત ફ્રેંચ નવલકથાકાર અલેકઝાન્ડર ડૂમાકૃત “ શ્રી મસ્કેટિયર્સ” શ્રેણીની સત્તરમી સદીના કેન્ય રાજદરબારના બરકંદાજેની પ્રેમ-શૌર્યે ભરી ગાથાને સાકાર કરતી પાંચ નવલકથાઓમાંથી પ્રેમશૌર્યને રાહે !” “વીસ વરસ બાદ ” તથા “ કામિની અને કાંચન !” એ ત્રણ નવલકથાઓ એક પછી એક બહાર પડી ચૂક્યા પછી આ ચેાથી નવલકથા બહાર પડે છે. આ નવલકથાનાં પાત્રો મુખ્યત્વે કાન્સના રાજદરબારના ઉમરાવ ખાનદાનનાં અર્થાત્ ક્ષત્રિય વર્ગના છે. બીજા રાજદરબારની જેમ એ પાત્રો હજી વિલાસવૈભવમાં સડીને ગંધાઈ ઊઠયાં નથી. હજી પ્રેમના અને શૌચેના ખેલ સાથે જ ખેલી શકે તેવાં તેજસ્વી છે. આ વાર્તાના ચાર ભાગ પૂરા કરીને બહાર નીકળીએ છીએ, ત્યારે જાણે છેવટના પાંચમા ભાગમાં જે નતીજે નીકળવાનું છે, તેના ઓળા સામેથી ઘેરાતા નજરે પડે છે. પાંચમા ભાગમાં નવલકથાનું કાર્ય તેની ચરમ કોટીએ પહોંચે છે; સાથે સાથે નવલકથાકારના કસબ પણ ! * દગા કિસીકા સગા નહિ' એ નામે પાંચમો ભાગ પણ આ ચોથા ભાગની સાથે જ બહાર પડવાને હેઈ, ભારતીય ભાષાઓમાં કદાચ પહેલી વાર આટલા વિસ્તારથી ઊતરેલી આ પાંચ બહત નવલકથાઓ પ્રકાશિત કરવાનું પ્રકાશન સંસ્થાનું એક ગૌરવવંતું કાર્ય પૂરું થાય છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પંક [“શ્રી મસ્કેટિયર્સ-૪”] [ અલેકઝાન્ડર ડૂમા કૃત વિખ્યાત નવલકથા “લુઈઝા દ લા વાલિયેર”] સંપાદક ગોપાળદાસ જીવાભાઈ પટેલ - પરિવાર પ્રકાશન સહકારી મંદિર લિ૦ અમદાવાદ-૬ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક ૫૦ ૦ પટેલ વ્યવસ્થાપક, પરિવાર પ્રકાશન સહકારી મં૦ લિ૦ અમદાવાદ-૬ મુદ્રક શાંતિલાલ હરજીવન શાહ જીવન મુદ્રણાલય, અમદાવાદ-૧૪ © પરિવાર પ્રકાશન સ મ લિ પહેલી આવૃત્તિ : પ્રત ૧૦૦૦ કિં. ૧૫ રૂપિયા ગરટ, ૧૯૭૫ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન પ્રેમ-શૌર્યના રાહે માથાં હથેળીમાં લઈને ઘૂમનાર ડ્રાંસના શૂરવીર બરકંદાજોની જશ-ગાથા તે ‘શ્રી મસ્કેટિયર્સ.' આ જાણીતી નવલકથા મૂળ પાંચ સ્વતંત્ર પુસ્તકો રૂપે બહાર પડી છે. પરિવાર સંસ્થાએ એ પુસ્તકોને “થ્રી મસ્કેટિયર્સ” નવલકથાના પાંચ ભાગ રૂપે પ્રસિદ્ધ કરવાનું નક્કી કર્યું હાઈ, પ્રથમ ત્રણ ભાગ (‘પ્રેમશૌર્યના રાહે!', ‘વીસ વરસ બાદ !’, ‘કામિની અને કાંચન !') વિસ્તૃત સંક્ષેપ રૂપે એક પછી એક પ્રસિદ્ધ કર્યા હતા. બાકીના બે ભાગ હવે પાંચ-છ વર્ષ પછી બહાર પડે છે. અલબત્ત, સંપાદકશ્રીએ તે પાંચે ભાગ પ્રેસ માટે આઠ વર્ષ પહેલાં તૈયાર કરી આપ્યા હતા; પરંતુ ન ધારીએ ત્યાંથી આસમાની-સુલતાની આવીને ઊભી રહે છે, અને માનવીનું ધાર્યું પાર પડતું નથી. એ આસમાની-સુલતાનીની વિગતામાં વાચકોને ઉતારવાના ન હોય. ઉત્સાહી વાચકો જે બે બાકી ભાગા માટે આગ્રહભરી ઉઘરાણી કર્યા કરતા હતા, તે હવે વાચકના હાથમાં મૂકી શકીએ છીએ, એ બદલ સૌના ભાગ્યવિધાતાના આભાર માનવા રહ્યો. અમારાં ટાંચાં સાધના માટે ‘ભગીરથ કહી શકાય એવા આ કાર્યમાં સતત પ્રેરણા અને ઉત્સાહ આપવાનું કામ તે અમારાં પુસ્તકોના વાચકોએ જ કરેલું છે. તેમને અહીં યાદ કરવા ઘટે. ગુજરાતી વાચકના હાથમાં આ નવલકથાઓ પહોંચાડવાની મૂળ પ્રેરણા આપનાર સ્વ૦ મગનભાઈ દેસાઈને, તથા તે કામમાં ચાલુ ઉત્સાહ પૂરનાર સ્વ0 મણિભાઈ વાઘજીભાઈ પટેલ, તથા સ્વ0 ઠાકોરભાઈ દેસાઈને અને અંતે તેના વિદ્રાન સંપાદક શ્રી. ગેાપાળદાસ જીવાભાઈ પટેલને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તા. ૧૫-૮-૭૫ પુ પહેલ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક એ મેાલ ૧ ‘થ્રી મસ્કેટિયર્સ’ નવલકથાના આ ચોથા ભાગનું નામ ‘પ્રેમ-પંક’ રાખેલું છે. સહેજે પ્રશ્ન થાય કે, એક રીતે માનવીની ઉત્તમ કહી શકાય તેવી લાગણી કે વૃત્તિને ‘કાદવ’ શબ્દ સાથે શું કામ સાંકળવી જોઈએ ? પરંતુ માનવીએ જ એ બાબતમાં પૂરતા અનુભવ કરી, એ સમાસ નથી યોજ્યા ? અલબત્ત, વસ્તુતાએ સાહિત્ય કે કાવ્યમાત્ર, પ્રેમની સરાહના – સ્તુતિ અર્થે જ હોય છે. પરંતુ માનવનું ઉત્તમમાં ઉત્તમ મનાતું કે ગણાતું સાહિત્ય કે કાવ્ય પણ પ્રેમના પરિણામે અચૂક પ્રાપ્ત થતાં શેક-ઉદ્વેગના નિરૂપણરૂપે હોય છે, એ વાત પણ સ્વીકારવી રહી ! તે માનવજીવનમાં રંગ પૂરનારી – અરે તેની પ્રવૃત્તિના મૂળ સ્રોત રૂપ આ લાગણી કેમ એકીસાથે આકર્ષક તેમ જ આઘાતક છે? બીજી રીતે આ પ્રશ્ન પૂછીએ, તો જે સ્ત્રી માતૃરૂપે – ભગિનીરૂપે – પુત્રીરૂપે આત્મબલિદાન અને સેવાને મંગળ પ્રવાહ વહાવી પુરુષને ધન્ય કરી મૂકે છે, તે જ સ્ત્રી મેાહિની-કામિની-રમણીરૂપે કેમ આટલા ઉત્પાત કે અધ:પાત સરજાવે છે? સ્ત્રીનું મંગળા રૂપ સાચું છે કે, માહિની રૂપ ? પણ એ સવાલ ખોટી રીતે ઉપાડયો ન કહેવાય ? જગતની પ્રબળમાં પ્રબળ વિદ્યુત્-શક્તિ ધન અને ઋણ એ બે છેડા વચ્ચે ખેંચાણ ઊભું કરીને જ કારગત બને છે. એ શક્તિ જ્યાં એવું ‘ટેન્શન’ કે આકર્ષણ નથી ઊભું કરી શકતી, ત્યાં એ ક્રિયાશીલ કે અસરકારક પણ નથી બનતી. એટલે સ્ત્રી પણ જગતમાં મંગળા શક્તિરૂપે કામ કરવાની હાય તા પણ તે આ રીતે આકર્ષણ-ખેંચાણ અર્થાત્ ‘ટેન્શન’ ઊભું કરીને જ કરી શકે. અને દરેક મંથન-ક્રિયામાંથી છેવટે હળાહળ ઝેર પણ ઉત્પન્ન થાય કે પછી જીવનદાયી અમૃત ! તેમજ સ્ત્રી-પુરુષ વચ્ચેના આ ‘ટેન્શન ’માંથી ૪ Page #7 -------------------------------------------------------------------------- ________________ પણ કાદવ ઊભો થાય કે કમળ! પણ દરેક જણ માટે એ વસ્તુ ઘટ સાથે જડેલી છે, એ નક્કી ! પ્રેમ કરો અને પસ્તાઓ, કે તરી જાઓ! આપણી આ નવલકથાનાં પાત્રો મુખ્યત્વે ફ્રાંસના રાજદરબારનાં ઉમરાવ ખાનદાનનાં અર્થાત્ ક્ષત્રિાયવર્ગનાં છે. બીજા રાજદરબારોની જેમ એ પાત્રો હજુ વિલાસ-વૈભવમાં સડીને ગંધાઈ ઊઠયાં નથી. હજ પ્રેમના અને શૌર્યના ખેલ સાથે જ ખેલી શકે તેવાં તેજસ્વી છે. પ્રેમની સાથેનો શુરાતનનો અંશ તેમના પ્રેમને ગંધાઈ ઊઠત બચાવી લે છે. બાકી “મેડમ’ અને દ ગીશના ગેરકાયદે પ્રેમમાં શું વખાણવા લાયક તત્ત્વ છે? પરંતુ પુરુષ દ ગીશ છે, અને પ્રેમ-પાત્ર સ્ત્રી “મૅડમ’ છે, તેથી જ એ કાદવમાંથી પણ અમુક જાતની ઉદાત્તતારૂપી કમળ ઊભું થાય છે. અલબત્ત, એમાંથી બને સુખી થાય છે કે યશસ્વી નીવડે છે, એવું કાંઈ નથી, – બંને જણ મૃત્યુને આરે જ ઊભેલાં રહે છે. પરંતુ એ બેના પ્રેમની અલ૫-અતિઅલ્પ-તુચ્છ કથા પણ કળાકારે આલેખવા જેવી અવશ્ય બની રહે છે. બીજો કાળો કાદવ છે યુવાન રાજા લૂઈ-૧૪ અને લુઇઝા વચ્ચેના પ્રેમને. આ નવલકથામાં તેને શરૂઆતને આકર્ષક ભાગ જ આવે છે, પણ ઇતિહાસ ઉપરથી જાણી શકીએ છીએ તેમ, આ જ લુઇઝા રાજા લૂઈ૧૪નાં સંતાનોની માતા બન્યા પછી પાછી અવગણાય છે અને તૉનેશાત – મૅડમ તસ્પા રાજાની નવી પ્રેમપાત્ર બને છે. પરંતુ તેથી કરીને જે પ્રેમપ્રસંગ વાર્તામાં વાર્તાકારે સંઘરવા લાયક ગણ્યો છે, તે ફેંકી દેવા જેવો નથી! એમ તો સમગ્રની દૃષ્ટિએ જોતાં સરવાળે કર્યું જીવન ફેંકી દેવા જેવું નથી હોતું? છતાં એવા જીવનમાં પણ કયાંક ને કયાંક અમુક તણખાઓ એવા પ્રગટયા હોય છે, જે કાવ્ય અને સાહિત્યનું વસ્તુ બનવા યોગ્ય હોય છે અને બને છે. ૩ જેમણે “શ્રી મસ્કેટિયર્સ' વાર્તાના પ્રથમ ત્રણ ભાગ વાંચ્યા છે, તે આ ચોથા ભાગને વિશેષ આસ્વાદ લઈ શકશે. પરંતુ આ પાંચે Page #8 -------------------------------------------------------------------------- ________________ ભાગે મૂળ સ્વતંત્ર નવલકથાઓ જ છે; માત્ર વસ્તુના ક્રમની રીતે અમુક ક્રમમાં વાંચવી જોઈએ એટલું જ. ગુજરાતીમાં એ પાંચે સ્વતંત્ર નવલકથાઓને “શ્રી મસ્કેટિયર્સ' એ નામની નવલકથાના પાંચ ભાગ રૂપે દર્શાવી છે, પણ તેથી તે દરેક સ્વતંત્ર નવલકથા મટી જતી નથી. દરેક નવલકથાની શરૂઆતમાં “મંડાણ” નામથી પાત્રોની કે વસ્તુની ઓળખરૂપે એક ઉપદ્યાત તૈયાર કરીને મૂકેલો છે. તે તેમ જ પાત્રસૂચિ, એ બેની મદદથી એ પાંચમાંથી કોઈ પણ એક નવલકથા સ્વતંત્રપણે વાંચી શકાય એમ છે – મૂળે એમ જ વંચાતી આવી છે. આ વાર્તાના ચાર ભાગ પૂરા કરીને બહાર નીકળીએ છીએ, ત્યારે જાણે છેવટના ભાગમાં જે નતીજો નીકળવાનો છે, તેના ળા સામેથી ઘેરાતા નજરે પડે છે. સાચા વાર્તાકારે બધી બાબતેને અનુરૂપ ફેજ દર્શાવવો જ રહ્યો; અને આપણને લાગ્યા વિના રહેતું નથી કે, આપણે આ વાર્તાકાર આપણને એ સાચા ફેજ તરફ જ લઈ જવાની દૃષ્ટિ, હિંમત તથા કસબવાળો છે. કારણકે, માનવમાં રહેલી અનંતની – ભૂમાની – પૂર્ણની તમન્ના ભલે મર્યાદિત ક્ષેત્રમાં ગમે તેટલો રંગ દેખાડે, પરંતુ છેવટે પૂર્ણતાનો પોકાર જ તે બધામાં તેને ગોઠવાવા દેતો નથી; – જગતની રચના જ માનવને પૂર્ણતા તરફ લઈ જવા માટે હોઈ, અલપમાં રાચવા જતાં તેને ઠોક જ પડયા કરે છે. સાચા લેખકોએ પિતાનાં પાત્રોને અચૂક પડતા એ ઠોક બતાવવા જ જોઈએ, તો જ તેમની વાર્તા વાસ્તવિક બને. અંતે, નવજીવન ટ્રસ્ટના જે કાર્યકરો, તથા ટેકનિશિયને તેમજ ચિત્રકાર શ્રી. રજની વ્યાસે આગળના ત્રણ ભાગોની જેમ આ ભાગને ચિત્રો અને સુંદર કલેવર પૂરું પાડવામાં ઉત્સાહથી મદદ કરી છે, તેમને સૌને સહર્ષ યાદ કરીને વિરમું છું. તા. ૧-૮-૭૫ ગેપાળદાસ જીવાભાઈ પટેલ Page #9 -------------------------------------------------------------------------- ________________ એ જ છે. » જ જ છે પ3 ૬૧ અનુક્રમણિકા પ્રકાશકનું નિવેદન પ્રાસ્તાવિક બે બેલ ગે પાળદાસ પટેલ પાત્રસૂચિ ૧. લુઈઝા રાઓલને યોગ્ય નથી ! ૨. તેને દ વાર્દને હિસાબ લે છે ૩. બાસ્તિલને ગવર્નર ૪. રાજાજી પત્તાની બાજી રમે છે ૫. બેઇઝમેના હિસાબો ૬. બરતાદિયેર નં. ૨ ૭. બે સખીઓ ૮. દાયજે ૯. રેતીના ટાપુઓ ઉપર શું બન્યું ૧૦. મૅડમ મજા કરે છે. ૧૧. લૅરેઈનની અદેખાઈ ૧૨. મધ્યસ્થી ! ૧૩. સલાહકારો ૧૪. ફેબ્લે ૧૫. ઋતુમહોત્સવ ૧૬. “રૉયલ એક’ નીચે ૧૭. રાજાજીની મૂંઝવણ ૧૮. રાજાજીનું રહસ્ય ૧૯. મધ્યરાત્રીનું પરિભ્રમણ ૨૦. છુપાઈને સાંભળનાર સાંભળી શકે ૨૧. એરેમીસને પત્રવ્યવહાર ૨૨. હિસાબી કારકુન ૨૩. રાતના બે વાગ્યે ( છે ઇ ૧૧૪ ૧૨૧ ૧૨૬ ૧૩૪ ૧૪૦ ૧૪૭ ૧૫૪ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ ૧૭૨ ૧૭) ૧૮૮ ૨૦૧ ૨૧૧ ૨૧૫ ૨૨૨ ૨૨૯ ૨૪૫ ૨૫૨ ૨૬. ૨૪. બાપાએ હોટેલમાંથી જાકારો ૨૫. ખરેખર બે પા હોટેલમાં શું બન્યું હતું ૨૬. અગિયાર વર્ષથી દીક્ષિત ૨૭. ખાસ કામ ૨૮. ખુશખુશાલ ૨૯. વનદેવતા અને જળપરી ૩૦. રાજવી માનસ ૩૧. વનદેવતા કે જળદેવીએ ન ધારેલું તેવું ૩ર. નવા જનરલ ૩૩. આંધી ૩૪. લેટરી કપ, ત્રણ કોકડાં ૩૬. પસનું બળ ઓછું થયું નથી! ૩૭. પ્લાંશતનું બીજું ઘર ૩૮. રાજાજીની મુલાકાત ૩૯. દ ગીશ ૪૦. જાસૂસેના કોલકરાર ૪૧. દ વાદ ૪૨. યુદ્ધ, ૪૩. દાનની કામગીરી ૪૪. મુકાબલે ૪૫. ધનુષ્યને બે પણછ રાખવાના ફાયદા ૪૬. બે મુલાકાતી બાનુએ ૪૭. કેલ અને કરાર ૪૮. સ્ત્રીઓની દાઝ ૪૯. જાકારે ! ૫૦. છુટકારે! ૫૧. મૅડમ પર. સંજોગ-વિજોગ ૫૩. પ્રેમ-પંક ૫૪. કારમી ચીસ ૨૭૯ ૨૮૫ ૨૮૯ ૨૯૬ ૩૦૧. ૩૦૬ ૩૧૩ ૩૧૮ ૩૨૦ ૩૨૫ ૩૩૧ ૩૩૯ ૩૪૮ ૩૫૪ ૩૫૮ ३७० Page #11 -------------------------------------------------------------------------- ________________ પાત્રસૂચિ સ ઃ કાઉંટ દ લા ફેર. પિસ-એમીસ-દાતે નેનો પ્રસિદ્ધ બરકંદાજ મિત્ર. રાઓલનો પિતા. એન, રાણી : રાજા લઈ-૧૩ ની પત્ની. રાજા લઈ-૧૪ની મા. ઇંગ્લેન્ડના મરહુમ ડ્યૂક ઑફ બકિંગહામની પ્રેમિકા. વિધવા થયા બાદ પોતાના મહાઅમાત્ય માઝારેની રખાત બની રહી, અને પિતાના પુત્ર ઈ-૧૪ ને સંભાળીને ઉછેરવા લાગી. કાર્ડિનલ રિશલ્થ તેના પ્રેમનો ઈર્ષાળુ ઉમેદવાર હતા. એમીસઃ ચાર બરકંદાજ મિત્રોમાંને એક. આબ દખ્યું. જે સ્યુઇટના પંથનો એક-સત્તાધીશ બન્યા હોય છે. ક્રાંસના નાણાંપ્રધાન ફુકેને મળતિયો. કુકે તેને પોતાની જાગીર વનનો બિશપ બનાવે છે. તેને કાર્ડિનલ બનવું હોય છે. ભલા પૈસને તે પિતાની યોજનાઓમાં ભેળવે છે – તેને ઉપયોગ કરી લેવા પૂરતો. એલિવેઃ રાઓલ વિશ્વાસુ નોકર. કેલબેરઃ માઝારેને વિશ્વાસુ મુનીમ; પછી લુઈ-૧૪ ના વખતમાં કુકેની જગાએ નાણાંમંત્રી બને છે. કેદ, પ્રિન્સ: ક્રાંસનો રાજવંશી; બહાદુર સેનાપતિ; રૉકોય, લે વગેરે યુદ્ધોનો વિજેતા. પહેલાં રાઓલ તેની નોકરીમાં હોય છે. ગાસ્ત ડચક દ એરલેઃ રાજા લૂઈ-૧૩ ને નાનો ભાઈ. હુવા મુકામે રહે છે. ઐસ તેના પડોશમાં જ રહેતો હોય છે. ગેશર, મેડમ: જુઓ ગુશન. ગ્રાફટન, મૈરીઃ ઇંગ્લેન્ડના દરબારની યુવાન ઉમરાવબાનું. રાજા ચાલ્સ-૨, ડથક ઓફ બકિંગહામ વગેરેના પ્રેમનો અસ્વીકાર કરી છેવટે રાઓલ (બ્રાજજૈન) ઉપર નિષ્ફળ પ્રેમ ઢાળે છે. મૅડમ બેલિયેરની નાની બહેન. ચિઝાત: એક જેસ્યુઈટ વૈદ્ય. ચિદઃ ઐસનો વફાદાર, એ છાબેલે હજૂરિયે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ચાસ-૨ઃ જેનો શિરચ્છેદ ક્રોમવેલે કરાવ્યો હતો તે રાજા ચાર્લ્સ૧ નો પુત્ર. હવે તે ઇંગ્લેન્ડના રાજા બન્યા હોય છે. એસ વગેરે બરકંદાજ મિત્રોએ એની પુનઃ રાજ્ય પ્રાપ્તિમાં સારે હિંમતભર્યો ભાગ ભજવ્યો હોય છે. તેની બહેન હેવિયેટાનું લગ્ન રાજા લૂઈ-૧૪ ના નાના ભાઈ ફિલિપ – “મૌર” – ડચક દાંજૂ સાથે થયું હોય છે. ક્રાંસના રાજદરબારમાં તે મૈડમ” નામે ઓળખાય છે અને બહુ ધમાલિયો ભાગ ભજવે છે. ડચક દ ોરલે : ક્રાંસના રાજાના નાના ભાઈને ઇલકાબ. રાજા લૂઈ-૧૪ના વખતમાં તેને નાના ભાઈ ફિલિપ (“ મર) એ ઇલકાબ ધરાવતા હોય છે. તેને શારેત, માદમુળ દઃ રાજકુમારી હેત્રિયેટાની રાજ-સખી તરીકે નિમાયેલી એક રૂપવતી બાનું. પછી મેં દ મેંતસ્પા સાથે પરણે છે. ત્રાંબલે : બાતિલનું ગવર્નર-પદ વેચી નાખનાર માછ ગવર્નર. ઝશન પ્લાં શેતની રખાત. દ ગીશ, કાઉંટ માર્શલ ગ્રામેને પુત્ર. ફિલિપને તથા રાઓલ મિત્ર. મૅડમ ને પ્રેમી. દસ્તે, માં : જુઓ ઐરેમીસ. દાતે રાજા ઈ-૧૩ તથા લૂઈ-૧૪ના વખતમાં કામગીરી બજાવનાર મુખ્ય બરકંદાજ. એસ-એરેમીસ-ચેંસ એ ત્રણ બરકંદાજેને ચાલાક, ચપળ અને બહાદુર મિત્ર. પિયેરફેદ, મોર દઃ જુઓ પેટ. પોર્યોસઃ ચાર બરકંદાજ મિત્રોમાંને એક – પડછંદ શરીરવાળે, હિંમતવાન, તથા ભલે-ભોળો. જુદી જુદી જાગીરોના માલિક તરીકે મૈ૦ ૬ વાલે, – દ બ્રાસીય, દ પિયેરફેદ. હાંશતઃ દાર્લેનાંને વિશ્વાસુ હજૂરિયે. પછીથી પેરીસમાં કરિયાણાને વેપારી. ફિલિપ ડથક દાંજૂઃ રાજા લઈ-૧૪ને નાનો ભાઈ ડચક ઓફ એરલે. ઇંગ્લેન્ડના રાજા ચાર્લ્સ-૨ની બહેન રાજકુમારી હેત્રિયેટા સાથે તેનું લગ્ન થાય છે. હેત્રિયેટાને પ્રેમ પ્રાપ્ત કરી શકે એવી કશી લાયકાત વિનાનો, સુકુમાર અને કાચા કાનને હોય છે. તેના મિત્રો તેને હેત્રિયેટાના પ્રેમીઓ વિરુદ્ધ ઉશ્કેરી, પિતાનું કામ કઢાવ્યે જાય છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ુકે *ાંસના સુરીટેડ ટ –– નાણાંપ્રધાન. માઝારે સાથે મળીને તેણે ક્રાંસની તિજોરી લગભગ ખાલી કરી હોય છે. અરેમીસ તેને મળતિયા બને છે. ફૅર, ફાઉટ દેં લા: જીએ અથેાસ. બકિંગ્ઝામ ચક આફ ઃ ઇંગ્લૅન્ડના મરહૂમ ચક ઓફ બિકામને પુત્ર; ચાર્લ્સ-૨ની અહેન રાજકુમારી હેત્રિયેટાના પ્રેમી : તેના લગ્ન બાદ તેને ક્રાંસ વળાવવા જાય છે અને દરખારમાં વટાળ ઊભેા કરે છે. બેઈઝમા ઃ માંતનું ઃ ખાસ્તિલને ગવર; જેસ્યુઈંટ પંથને હાઈ અરેમીસ તેને પેાતાની યાજનામાં ઉપયાગ કરે છે. એલિયેર મૅડમ દુઃ ક્રાંસના માર્કિવસની મહા સ્વરૂપવતી વિધવા, નાણાંપ્રધાન ફુંકે તેનેા પ્રેમ જીતવા પ્રાણપણે કેશિશ કરતા હાચ છે. છાજલીત વાઈફાઉટ ૪ઃ જીએ રાએલ. માઝારે, કાર્ડિનલ : વિધવા બનેલી રાણી અનનેા મહામાત્ય અને પ્રેમી. રાજા લૂઈ-૧૪ના સગીરપણા દરમ્યાન સ`સત્તાધીશ. માતિકાં, મોં, દુ: ૬ ગીશને ખાળપણના મિત્ર, માર્શલ ગ્રામેાંના કુટુંબી. મારિયા થેરેસાઃ રાજા સૂર્ય-૧૪ની તુચ્છકારાયેલી રાણી. સ્પેનની રાજકુમારી. માલિકાત : બ્લુવાના શાહુકારને યુવાન પુત્ર. માનિકમાંંને મિત્ર, માંતાલને પ્રેમી. સાશિયાલી : ખાસ્તિલમાં પુરાયેલા એક ભેદી કેદી. છેલ્લા અને પાંચમા ભાગનું મંડાણ એ કેદી ઉપર જ થયેલું છે. ઐરેમીસની યોજનાની શેતરંજનું એક મુખ્ય પ્યાદુ. મિશેોં, મૅરી : મૅડમ ૬ શેત્રુજીનું બીજું નામ. જીએ શેત્રુજી. મૈડમ : જીઆ હેત્રિયેટા, માંતસ્પા, ૦૪: તાને-શારાંતના પ્રેમી. પછી તેને પરણે છે, માંતાલે, ઓર ૬: બ્લુવાના દરખાર-ગઢમાં રાજસખી કે તહેનાતાનુ તરીકે કામ કરતી યુવતી. માલિકૌનની મળતિયણ; લુઇઝાની સખી, હવે ક્સુવા છે।ડી ફિલિપની પત્ની હેત્રિયેટાની રાજસખી તરીકે રાજદરખારમાં આવી હાય છે. ‘સાંશ્યાર’: જીએ ફિલિપ. ११ Page #14 -------------------------------------------------------------------------- ________________ રાએલ ? એ થાસને પુત્ર – મૅડમ શેડ્યૂઝથી થયેલો. રાણે ઍનની સખી મૅડમ શેવ્ઝ જ્યારે રાજદરબારમાં અણમાનીતી થઈને પેન તરફ નાસી ટી, ત્યારે રસ્તામાં જુદા નામે મુસાફરી કરતા એશાસન તેને ભેટે થયે હતા. રાઓલનું દરબારી નામ વાઇકાઉંટ દ બ્રા જૉન છે. રિશલ્ય, કેડિનલ મશહુર રાજા લઈ-૧૩નો મહાપ્રતાપી મહામાન્ય. લુઈઝા દ લા વાલિયેરઃ જ્વવાના મરહુમ ડયૂક ઑફ એરલેની પત્નીની રાજસખી તરીકે રહેતી યુવતી. તેના પિતા માકિવંસ દ લા વાલિચેરના મૃત્યુ પછી તેની માતા ડથકના ઘર-કારભારી સેરેમી સાથે પરણી હોય છે. પડોશમાં રહેતા ઐાસને પુત્ર રાઓલ બચપણથી લુઈઝાના પ્રેમમાં હોય છે. પ: પુખ્ત ઉંમરે લુઈઝ ફિલિપની પત્ની – ઇંગ્લેન્ડની હેબ્રિયેટા – મૅડમની રાજ-સંખી તરીકે જોડાઈ ક્રાંસના રાજદરબારમાં આવે છે. લઈ-૧૩ : “શ્રી મસ્કેટિયર્સ' વાર્તાની શરૂઆતના ભાગમાં કાંસનો રાજા. પેનની ઐનનો પતિ. કાર્ડિનલ રિશલ્યું તેને મહામાત્ય. રાજા લઈ ૧૪નો પિતા. લઈ-૧૪ : સદ્ગત રાજા લઈ-૧૩નો પુત્ર. તેની સગીર વચમાં તેની માતા રાણી એન મહામાત્ય માઝા સાથે મળી રાજકારભાર સંભાળતી હોય છે. માઝારેના મૃત્યુ પછી અને પુખ્ત ઉંમરનો થતાં, વાર્તાના આ ચોથા ભાગમાં તો તે ક્રાંસના મનસ્વી રાજવી તરીકે ભાગ ભજવતો હોય છે. લવિયેર : બાસ્તિલનું ગવર્નર-પદ વેચી નાખનાર માજી ગવર્નર. લૅરેઈન શવાલિયર દઃ ફિલિપ “મૈશેરને ઈર્ષાળુ મિત્ર. ઘૂસી ટુઅર્ટઃ ઇંગ્લેન્ડના દરબારની યુવાન ઉમરાવજાનુ. વાનેલ, મૅડમઃ ક્રાંસની પાર્લામેન્ટના કાઉન્સિલર મેં. વાલની પત્ની. પહેલાં કુકેની પ્રેમિકા હોય છે; પછી કેલબેરની પ્રેમિકા બને છે. વાનેલ, મોં મૅડમ વાવેલનો પતિઃ પાર્લમેન્ટનો કાઉંસિલર. પિતાની પત્નીના પ્રેમીઓને જેણે પોતાની પ્રગતિ સાધનાર ક્ષુદ્ર માણસ. વાદ, દ. મરહમ દ વાને પુત્ર, દ ગીશને મિત્ર. બહુ અદેખા સ્વભાવને તુચ્છ માનવી. વાલ મૌર દ: જુઓ પસ. १२ Page #15 -------------------------------------------------------------------------- ________________ વિન્ટર, લેંડ : રાજા ચાર્લ્સ-૧નો વફાદાર મિત્ર. મશહૂર વ્યક એફ બકિંગહામને મિત્ર. લેડી સાહેબાને દિયર. વિલિયસ જુઓ ડ્યૂક ઑફ બકિંગહામ. શેત્રુઝ, મૅડમઃ રાણુ ઐન (લઈ૧૩ની પત્ની)ની વિશ્વાસુ અને ખટપટી સખી. કાર્ડિનલ રિશલ્યુના બેફમાંથી બચવા તે મેરી મિશ નામે પેન તરફ નાસી છૂટે છે. પહેલાં ઍરેમીસ સાથે રાજખટપટમાં હોય છે. હવે તેનાથી પણ વિખૂટી પડી હોય છે. સેલઃ જેસ્યુઈટ વિષે જોડકણાં રચવા બદલ બાસ્તિલમાં પુરાયેલ એક કવિ. સે તેને ? રાજા ઈ-૧૪ને ખુશામતી દરબારી. સેં-રેમીઃ હુવા મુકામે રાજા લઈ-૧૩ના નાના ભાઈ ગાસ્તે, ડયૂક દે એ રલેને ઘર-કારભારી. લુઈઝાની માએ વિધવા થતાં તેની સાથે લગ્ન કર્યું હોય છે. હત્રિયેટા: ઇંગ્લેન્ડના રાજા ચાલ્સ-રની બહેન, ‘મૅડમ'; ક્રાંસના રાજા લઈ-૧૪ના નાના ભાઈ ફિલિપ “મેં ર” સાથે લગ્ન થાય છે. જુવાન ડયૂક ઑફ બકિંગહામ. દ ગીશ, અને પછી રાજા ઈ-૧૪ સાથે પ્રેમપ્રસંગ પાડે છે, અને પોતાના પતિ “મેંશ્યોર'ને અવગણ્યા કરે છે. ૪૪ ૮૫ ચિત્રસૂચિ ૧. બેઇઝમે એરેમીસને માશિયાલીના ટાવર તરફ લઈ જાય છે ૨. રાજા મેડમના રીસ-ભવનમાં મનાવવા જાય છે ......... ૩. લા વાલિયેર ફ્રેંસ આગળ જમીન ઉપર એકલી પડી હતી ૪. વરસાદના તોફાનમાં રાજા અને લા વાલિયેર .. ૫. દ વાઈ અને દગીશનું કંઠયુદ્ધ ........... .. •• ૬. તાલે ઢાંકણ બંધ કરવા તે તરફ વળી, તે જ રાજા ઉપર આવી પહોંચ્યો ......... ૧૪૩ ૨૩૨ ૨૯૮ ૩૭૧ Page #16 -------------------------------------------------------------------------- ________________ લીટી ૨૧ ૧૦૨ શુદ્ધિપત્ર [નીચે દર્શાવેલી ભૂલ પુસ્તક વાંચતા પહેલાં વાચક સુધારી લે તે સારું; પરંતુ ન સુધારે, તો વાંચતાં વાંચતાં જ્યાં કંઈક ન સમજાયા જેવું લાગે, તે પાન ઉપર કંઈ સુધારો અહીં સૂચવ્યો છે કે નહિ તેની ખાતરી કરી લે. લીટીની સંખ્યામાં પાનનું મથાળું ગણું લીધું છે.] અશુદ્ધ શુદ્ધ આ શક્તિ સૂક્ષમ આ સૂક્ષમ શક્તિ તેને તે દરરોજ તેને તે દરરોજ અરજી સરજી અંખે આંખે જાણું જઈને જાણી જોઈને ૧૦૩ તમારાં આપનાં ૧૦૮ ખ્યાલ જ ન ખ્યાલ જ કોઈને ન ૧૧૩ તમારે બીજું તમારે માટે બીજું ૧૧૮ કરતાં પણ બંને બંને કરતાં પણ ૧૧૯ બેલી. “રાજાજી!” બેલી, “રાજાજી?” માદમુઝોલ, દ તને માદમઆલ તોને ૧૩૦ માંતાબેને મેતાલેને ૧૩૦ પરાક્રમ ને પરાક્રમ સૌને પહેલે મજલે નીચેને મજલે ૧૭૭ બીજા મજલે ઉપરને મજલે ૧૮૬ પાછું પ્રાપ્ત કરવું પાછાં પ્રાપ્ત કરવાં ૧૮૬ તેને નાબૂદ કરવું.” તેમને નાબૂદ કરવાં.” ૧૮૭ કરવાની કરાવવાની ૧૯૨ સના કરવી.” વાર ન કરવી.” ૧૯૪ વિનંતી કરે.” વિનંતી કરશે.” ૧૭૭ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૧૧૦ ૨૧૯ ૨૨૨ ૨૨૨ ૨૩૨ ૨૩૨ ફરવાનો હુકમ ઉમેર્યો. મેં તેને ! બેશમ હતે; તે લશ્કરી ટુકડીઓ હઈ તો બે કુકેએ ગુફાને ગુફા થયે એવું જાણે, છે કાંતે હાથ ઉપર. અપાના ચીંચકારી ચાલ્લે જ ૨૩૨. ફરવા દેવાનું જણાવ્યું. સેંતેશ્નોને ! બેશરમ હતો તે લશ્કરી ટુકડીઓ હાઈ તે ગુફાને બે - ફુકેએ ગુફા થયે છે એવું જાણે, કાં તે આપના હાથ ઉપર. મીંચકારી ચાલ્યો દેખા તું એક વાર પોતાનાં ૨૩૪ ૨૪૦ ૨૪૦ ૨૪૭ ૨૪૯ દેખાયું ૨૫૦ ૨૫૪ ૨૬૧. બેલી ૨૭૦ ૩૦૪ ૩૨૨ ૩૫૬ એક વાત પિતાનું ખેલી હરેજ” ઘેડો કે; કમરામાંથી થતી હશે જ.” ઘડે છે; કમરામાં થતી Page #18 -------------------------------------------------------------------------- ________________ Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પક [‘શ્રી મસ્કેટિયર્સ ’–૪: ‘લુઇઝા ૪ લા વાલિચેર’] Page #20 -------------------------------------------------------------------------- ________________ Page #21 -------------------------------------------------------------------------- ________________ મંડાણ શ્રી મસ્કેટિયર્સ' નવલકથાના ત્રીજા ભાગમાં “કામિની’ અને ‘કાંચન’ એ બંને બાબતો અંગેનું ફ્રાંસના રાજદરબારનું કોકડું સારી પેઠે ગૂંચવાયું છે. મહામાત્ય માઝારેના મૃત્યુ પછી રાજા લૂઈ-૧૪ કોલબેરને પોતાનો નાણાંકીય સલાહકાર બનાવી, નાણાંપ્રધાન ફુકેની સત્તા તોડવા પ્રયત્ન કરે છે. કુકેએ પોતાના મિત્રો અને સાગરીતોની ઓથે આખા ફ્રાંસ રાજ્યની મહેસૂલનાં અઢળક નાણાં ભેગાં કરી લીધેલાં છે. આપણા ચાર બરકંદાજ મિત્રોમાંનો એરેમીસ, જે કામિની અને કાંચન બંને બાબતોની ખટપટોમાં પહેલેથી હંમેશ રસ ધરાવતો આવ્યો છે, તે કકેનો મદદનીશ-સલાહકાર બને છે. તેની સલાહથી કુકે પોતાના બેલ-ઇલ--મેર ટાપુને ભારે મોટા ખર્ચે કિલ્લેબંદ કરાવે છે. પૉર્થોનની ભલમનસાઈ અને રાક્ષસી કાંડાબળને મદદમાં લઈ, એ નવી જ જાતની કિલ્લેબંદીનું કામકાજ, તદ્દન ગુપ્ત રીતે ઝપાટાબંધ ચલાવાતું હોય છે. એક વખતે એ કિલ્લેબંદી પૂરી થઈ જાય. અને તેના ઉપર તોપો ચડી જાય, પછી તેનો માલિક ગમે ત્યારે રાજા લૂઈને ડારી શકે કે તેની આગળ મન-ફાવતી શરતો રજૂ કરી શકે. દરમ્યાન, ઈગ્લેંડનો રાજા ચા-૨ ફ્રાંસના રાજા ઈ-૧૪ના નાના ભાઈ ફિલિપ સાથે પોતાની બહેન હેબ્રિયેટાનું લગ્ન ગોઠવી, એથોસ સાથે તે બાબતનું કહેણ મોકલે છે. તે કહેણ સ્વીકારાય છે, અને રાજકુમારી હેબ્રિયેટા ઈગ્લેંડથી પોતાના જુવાન દરબારી મિત્રો સાથે ફ્રાંસ આવવા નીકળે છે. એ અનુસંધાનમાં ચાર્લ્સ-૨ રાજા ઈ-૧૪ને પુછાવે છે કે, આપણે બે ભાઈઓ કદી કોઈ કારણે લડવાના છીએ નહિ, તો પછી તમે શા માટે બેલ-ઇલ-ઓ-મેરને મારી સામે આટલા મોટે ખર્ચો કિલ્લેબંદ કરાવો છો? રાજા લૂઈ-૧૪ આ સમાચારથી ચોંકે છે, અને દાનેને એ ટાપુ ઉપર Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પંક છૂપી રીતે જઈ, બધી માહિતી જાણી લાવવા મોકલે છે. દાઓંનાં કુકે એરેમીસ-પૉર્થોનની બધી કામગીરીનો ભેદ એવી ચાલાકીથી તથા ઉતાવળથી ઉકેલી લાવે છે કે, ઍરેમીસને કુકે પાસે તરત તેનાથી વધુ ઉતાવળે દોડી આવીને કહેવું પડે છે કે, તમે અબઘડી જઈને એ ટાપુ રાજાને ભેટ કરી આવો; નહીં તો રાજદ્રોહના ગુનાસર માર્યા ગયા જાણો! ઇંગ્લંડની રાજકુમારી હેત્રિયેટા ફ્રાંસ આવે છે, પણ ફિલિપ તેની વિલાસપ્રિયતાને ઝીલી શકે તેવો રંગીલો નથી. એટલે હેબ્રિયેટા ફિલિપના જુવાન મિત્ર દ ગીશ, ઈગ્લેંડના ડયૂફ ઑફ બકિંગહામ વગેરેને પોતાની આસપાસ ફેરવતી ફેરવતી છેવટે રાજા જૂઈ-૧૪ને જ પોતાની મોહિનીમાં ખેંચે છે; અને એ બે વચ્ચે એવું વિચિત્ર પ્રેમ-પ્રકરણ શરૂ થાય છે, જે આ પ્રેમ-પંક નવલકથાનું આકર્ષક વસ્તુ બને છે. આ નવલકથાની નાયિકા લુઇઝા દ લા વાલિયેર છેવટે વિચિત્ર રીતે તે પ્રેમ-પ્રકરણમાં હોમાય છે. લુઇઝા દ લા વાલિયર _વા મુકામે રહેતા, મરહૂમ રાજા લૂઈ-૧૩ના નાના ભાઈ ગાસ્તો (તે વખતે ડયૂક દ ઓરલેઓ)ના ઘર-કારભારી સેં-રેમીની પુનર્લગ્નની પત્નીની આંગળિયાત પુત્રી છે. તે વીસ વર્ષ બાદ’ નવલકથામાં ઍયોસના પુત્ર રાઓલની બાલ-સખી તરીકે દાખલ થઈ હોય છે. તેનું મુગ્ધ મીઠું સૌંદર્ય પહેલેથી જ સૌ કોઈને આકર્ષતું હોય છે. રાઓલ તેને પરણવા ઇચ્છતો હોય છે, પણ એથોસ ભાવીના ઓળા પિછાનતો હોય તેમ, એ લગ્ન મંજૂર રાખવા ઇચ્છતો નથી. લાઇઝા છેવટે પોતાની સખી મતાલેની ખટપટથી રાજકુમારી હેબ્રિટાની રાજસખી તરીકે નિમાઈને પૅરીસ આવે છે. રાઓલ તેને તે સમુદાયમાં જોઈ નવાઈ પામે છે, તથા તેની સાથે લગ્ન કરી, રાજદરબારની ભ્રષ્ટતામાંથી તેને ઉગારી લેવા ઇચ્છે છે. તે અર્થે પોતાના પિતા ઍથોસને છેવટના સમજાવી લેવાનો પ્રયત્ન તે કરે છે. રાઓલને એ અંગે બહુ દુ:ખી થતો જોઈ, ઍથોસ છેવટે રાજા પાસે આ લગ્નની પરવાનગી માગવા પૅરીસ આવવા કબૂલ થાય છે. ત્યાંથી આ નવલકથા ઊઘડે છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ લઈઝા રાઓલને ગ્ય નથી! રાઓલ અને કાઉન્ટ દ લા ફેર (ઍથોસ) તે જ દિવસે સાંજે પૅરીસ આવી પહોંચ્યા, જે દિવસે રાણીમાતા ને જુવાન બકિંગહામને ઝટ ઇગ્લેંડ પાછા ફરવા આગ્રહ કર્યો હતો. શાહી ભોજન બાદ પત્તાની રમત પૂરી કરી, રિવાજ મુજબ, રાજા લાઈ-૧૪ કોલબેર અને કુકે સાથે મંત્રણા કરવા પોતાના કમરામાં ચાલ્યો ગયો હતો. પેલા બંને મંત્રણાઓ પૂરી કરીને જવા નીકળ્યા, તે વખતે રાઓલ બારણા પાસે આવી હાજર થયો. રાજાએ તેને અધખૂલા બારણામાંથી જોયો કે તરત જ પૂછયું – “મેં૦ દ બ્રાજલોન, શું કામ છે?” “સરકાર, લુવાથી હમણાં જ આવેલા કાઉન્ટ દ લા ફેર આપની મુલાકાત તેમને બક્ષવામાં આવે, તે માટે બહુ આતુર છે.” “વાળુના વખત સુધીમાં મને કલાક મળે તેમ છે; તો કાઉંટ દ લા ફેર હમણાં જ આવી શકશે?” “આપ નામદારના હુકમની રાહ જોતા તે નીચે જ ઊભા છે.” “તો તેમને એકદમ આવવા કહો,” રાજાએ કહ્યું, અને પાંચ મિનિટ બાદ થોસ રાજા લૂઈ-૧૪ની સમક્ષ આવીને ઊભો રહ્યો. રાજાએ ઉમળકાપૂર્વક કહ્યું, “હું આશા રાખું છું, કાઉંટ, કે તમે મારી પાસે કશી માગણી કરવા આવ્યા છો.” “નામદાર, એવા ઇરાદાથી આવ્યો છું, એ વાત હું છુપાવવા નથી માગતો.” “તો તો બહુ સારું,” રાજા રાજી થતો બોલ્યો. Page #24 -------------------------------------------------------------------------- ________________ w પ્રેમ-પંક “પણ, સરકાર, મારે પોતાને માટે એ માગણી નથી.” “એટલું વળી ખરાબ, છતાં તમારે પોતાને માટે જે નહિ કરવા દો, તે તમારા પાલિત પુત્ર માટે કરતાં પણ મને સરખો જ આનંદ થશે.” “આપ નામદારના એ વચનથી મને બહુ હિંમત આવે છે; હું વાઇકાઉંટ દ બ્રાજલૉન (રાઓલ) માટે જે કાંઈ કહેવા આવ્યો છું – તે પરણવા માગે છે, સરકાર.” તે હજ બહુ નાના છે, છતાં તેનો કંઈ વાંધો નહિ. હું તેમને માટે સારી પત્ની પસંદ કરીશ.” તેણે ક્યારની પસંદ કરી લીધી છે, હવે માત્ર આપ નામદારની મંજૂરીની રાહ એ જુએ છે.” તો, તે પત્ની તમારા પોતાના અભિપ્રાય મુજબનાં પ્રતિષ્ઠા-કુળમિલકત વગેરે ધરાવે છે?” ઍથોસ થોડુંક ખમચાયો. “તેની વરેલી પત્ની સારા કુળની છે, પણ મિલકતવાળી નથી, નામદાર.” એ ઊણપ તો આપણે ભરપાઈ કરી લઈશું.” આપ નામદારની એ જાતની કૃપાદૃષ્ટિથી હું ખરેખર આભારી છું; પરંતુ, આપ મને એક વાત કહેવાની પરવાનગી આપશો : આપ પોતે તેને લગ્નના દાયજા તરીકે કંઈ કાઢી આપો, એવું મારી આ મુલાકાતનું પરિણામ આવે, તો મને ખરેખર ખેદ થાય.” એવો ખોટો વિવેક બતાવવાની જરૂર નથી, કાઉંટ; એ છોકરીનું નામ શું છે?” “માદમુઝોલ લો બૉમ લ બ્લોક દ લા વાલિયેર,” ઍથોસે ટાઢાશથી જવાબ વાળ્યો. “મને એ નામ પરિચિત લાગે છે; એક મા વસ દ લા વાલિયર હતા ખરા.” રાજાએ વિચારમાં પડી જઈ કહ્યું. હા, સરકાર તેમની જ પુત્રી.” Page #25 -------------------------------------------------------------------------- ________________ લુઇઝા રાઓલને યોગ્ય નથી! “પરંતુ તે તો ગુજરી ગયા છે, અને તેમની વિધવાએ પછી મારી કાકીના ઘર-કારભારી મ૦ દ સેં-રેમી સાથે પુનર્લગ્ન કર્યું હતું, એમ મને યાદ આવે છે.” “આપ નામદારની માહિતી તદ્દન ખરી છે.” “ઉપરાંત, મને એવી પણ ખબર છે કે, એ યુવાન બાનું હવે મારા નાના ભાઈનાં મહોરદાર પ્રિન્સેસ હેવિયેટાની તહેનાત-બાનુ પણ બની છે.” મારા કરતાં પણ એ છોકરીના ઇતિહાસ વિશે આપ નામદાર વધુ પરિચિત હો, એમ લાગે છે.” રાજા ફરી વિચારમાં પડી ગયો તથા કાઉંટના ચિંતાગ્રસ્ત ચહેરા તરફ જોઈને બોલ્યો, “એ યુવાન બાનુ ખાસ કંઈ સુંદર હોય એવી છાપ મારા ઉપર પડી નથી.” “સરકાર, એ ભલી તથા નમ છોકરી છે; ખાસ કંઈ સુંદર તો ન જ કહેવાય.” તો સુંદરતની બાબતમાં તો આ પસંદગી સામાન્ય જ કહેવાય; હવે મfથવા બાબત અંગે વિચારીએ.” “પંદરથી વીસ હજાર ફ્રાંકનો દાયજો બહુ બહુ તો લાવશે, સરકાર; પરંતુ એ બંને પ્રેમીઓને એ બાબતની દરકાર નથી; અને હું પોતે તો પૈસાને ખાસ ગણતરીમાં લેતો જ નથી.” હા, હા, વધારે પડતા હોય કે ન હોય તે વાત જાદી છે; પરંતુ આવશ્યક રકમ તો જોઈએ જ ને? કશી જાગીરબાગીર ન હોય, તો પંદર હજાર ફૂાંક વડે કોઈ સ્ત્રી રાજદરબારમાં રહી ન શકે. એ ઊણપ તો હું ભરપાઈ કરી આપીશ; પરંતુ હવે આપણે કુલ-ખાનદાનની વાત ઉપર આવીએ. માઈકવસ દ લા વાલિયેરની પુત્રી – એ તો બરાબર છે; પરંતુ ભલા સે-રમી વચ્ચે દાખલ થયા એટલે એ કુળની પ્રતિષ્ઠા ઓછી તો થઈ જ. અને કાઉંટ, તમે પોતે તો તમારા ખાનદાન બાબત આગ્રહી છો જ, એમ હું માનું છું.” Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પક “સરકાર, હું હવે આપ નામદાર તરફની વફાદારી સિવાય બીજી કોઈ બાબતનો આગ્રહી રહ્યો નથી.” રાજા ફરી થોભ્યો. “જુઓ કાઉંટ, તમે આ વાતચીત શરૂ કરી ત્યારથી મને અચંબામાં નાંખતા આવ્યા છો. મૂળે, તમે આ લગ્નને હું મંજૂરી આપું એમ કહેવા આવ્યા હતા, પરંતુ આ જાતની વિનંતી કરતાં તમને કંઈક દુ:ખ થતું હોય એમ હું જોઈ શકું છું. કેટલાક લોકો સાથે વાતચીત કરવામાં મારી મિત્રતાને હું મારી સમજશક્તિની મદદમાં લાવી દઉં છું, ત્યારે બીજાઓની બાબતમાં હું મારા અવિશ્વાસને કામે લઉં છું, જેથી મારી વિવેકશક્તિ વધી જાય છે. હું ફરીથી કહું છું કે, તમે આ વિનંતી એવી રીતે કરો છો કે, જાણે એ સફળ નીવડે એવું જરા પણ ઇચ્છતા ન હો!” “સરકાર, આપની આગળ હું જૂઠું નહિ બોલું; મને આ લગ્ન ગમતું તો નથી જ.” “તો પછી, ના પાડી દો!” “ના, સકાર; હું દ બ્રાજલોનને મારા પૂરા અંતરથી ચાહું છું; અને તે આ લગ્નને એટલું બધું ઇચ્છે છે કે, તેને ના પાડી હું દુ:ખી કરવા ઇચ્છતો નથી. મને, અલબત્ત, આ લગ્ન પસંદ નથી, પરંતુ આપ નામદારને હું આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે, આપ તેને મંજૂર રાખો, જેથી રાઓલ રાજી થાય.” કાઉંટ, મને એટલું કહી દો કે, એ છોકરી ખરેખર એને ચાહે છે?” જો આપ નામદાર મારો સ્પષ્ટ અભિપ્રાય પૂછતા હો, તો મને એ છોકરીના પ્રેમમાં જરાય વિશ્વાસ નથી; તેના અંતરમાં પ્રેમનો છટો કદાચ ઊભો થયો હશે, તો પણ, હવે રાજદરબારમાં આવવાના આનંદથી, તથા મેડમની તહેનાત બનાવવાની મળેલી પ્રતિષ્ઠાથી તેનો તે છાંટો ક્યાંય ઊડી જશે. રાજદરબારનાં બીજાં લગ્ન જેવું જ એ લગ્ન Page #27 -------------------------------------------------------------------------- ________________ લુઇઝા રાઓલને યોગ્ય નથી! બની રહેવાનું છે, એ હું જોઈ શકું છું; પરંતુ બાજલૉન તે જ લગ્ન પસંદ કરે છે, અને ભલે તે ખુશી થાય.” અને છતાં, પોતાનાં છોકરાંના ગુલામ બની રહેતા લાડ-ઘેલા પિતાઓ જેવા નબળા મનના તમે દેખાતા તો નથી જ, એટલું મને કહી લેવા દો,” રાજાએ કહ્યું. સરકાર, દુરાચારી અને સ્વચ્છંદી સંતાન પ્રત્યે તો હુંય એવો જ કઠોર થઈ રહું તેવો છું. પરંતુ રાઓલ બીજી રીતે બહુ સીધો જુવાનિયો છે, અને તેનું દુ:ખ અને હતાશા મારાથી જોયાં જતાં નથી; કારણ કે, તેને ખિન્ન કરી મૂકવો એટલે આપ નામદારનો એક વફાદાર અને શક્તિશાળી સેવક ઓછો કરવો, એમ હું તો માનું છું.” “હું તમારી વાત સમજું છું; અને તમારા અંતરને પણ બરાબર સમજી શક્યો છું. હું મૉ૦ દ બ્રાજલૉન સુખી થાય એ માટે તમારા જેટલો જ ઇંતેજાર છું, એમ માનો.” તો પછી, નામદાર આ૫ દસ્તખત કરી આપો; જેથી રાઓલ પોતે હાજર થઈ આપ નામદારની સંમતિ આપને શ્રીમુખે સાંભળવા ભાગ્યશાળી બને.” કાઉંટ, તમે ભૂલો છો; મેં હમણાં જ કહ્યું કે, હું મૈ૦ દ બ્રાજલૉન સુખી થાય તેમ ઇચ્છું છું; એટલે અત્યારની ઘડીથી હું આ લગ્નનો વિરોધ કરું છું.” “પરંતુ સરકાર, આપે વચન આપ્યું છે; દ બાજલૉન માટે એ ફટકો અસહ્ય બનશે.” એ ફટકો મારે હાથે પડશે; હું પોતે જ વાઇકાઉટ સાથે વાત કરી લઈશ.” “સરકાર, પ્રેમનું ઘમસાણ બહુ કારમું હોય છે.” “અરે ગમે તેવો પ્રેમ હોય તો પણ તેના ઘમસાણમાંથી બચી નીકળાય છે.” Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૦. પ્રેમ-પંક સરકાર, તે માટે આપ નામદાર જેવું રાજેશરી હૃદય હોવું જોઈએ.” “કાઉંટ, આ બાબતની તમે કશી ચિંતા ન કરશો; મારા મનમાં દ બ્રાજલૉનના ભાવી બાબત અમુક કલ્પના છે. હું એમ નથી કહેતો કે, તેને હું માદમઆઝોલ દ લા વાલિયેર સાથે પરણવા નહિ દઉં, પરંતુ તે આટલી નાની ઉંમરે પરણી જાય એમ પણ હું નથી ઇચ્છતો. વળી પેલી કંઈક માલમિલકતવાળી બને નહિ, ત્યાં સુધી એ તેને પરણે એવું પણ ન બને. અને હું વાઇકાઉંટને જે કાંઈ પદે પહોંચાડવા માગું છું, તે માટે તેણે પોતાની લાયકાત પ્રથમ પુરવાર કરી આપવી જોઈશે – અર્થાત્ કાઉંટ, બંનેને હું થોડી રાહ જોવરાવવા માગું છું.” “છતાં સરકાર મને એક વખત —” “કાઉંટ, તમે કહ્યું હતું કે, તમે એક “વિનંતી કરવા આવ્યા છો.” “ખરી વાત, સરકાર.” તો બદલામાં હું એક વિનંતી તમને કરું છું. આ વાત વિષે હવે આપણે કશી જ ચર્ચા ન કરવી. થોડા જ વખતમાં એક લડાઈ જાહેર થવાની છે. અને તે માટે મારી પાસે બંધન વિનાના માણસો મારે જોઈશે. કોઈ પરણેલા કે કુટુંબી માણસને તોપમારાના ઘમસાણમાં ધસી જવાનું કહેતાં મને વિચાર થાય. ઉપરાંત, બાજલૉન કશું પરાક્રમ કરી ન બતાવે, તે પહેલાં તેને કારણે એક જવાન છોકરીને – છેક જ અજાણી છોકરીને હું કંઈક જાગીર ઊભી કરી આપું, તો મારા બીજા ઉમરાવોમાં નાહક ઈર્ષ્યા અને અદેખાઈ ઊભાં થાય.” થોસે જવાબમાં બોલ્યા વિના નમન કર્યું. “બસ તો આટલું જ કામ હતું ને?” રાજાએ પૂછયું. “બસ સરકાર, એટલું જ હતું. હવે હું આપ નામદારની રજા માગું છું. પણ રાઓલને મારે શું કહેવું?” તમારે પોતાને કશું કહેવાનું નથી; એટલું જ વાઇકાઉંટને કહેજો કે, કાલે સવારે તે મને દરબાર વખતે મળે. અને તમને પોતાને વિદાય Page #29 -------------------------------------------------------------------------- ________________ દાન દ વાઈનો હિસાબ લે છે આપવાની બાબતમાં તો મારે એટલું જ કહેવાનું છે કે, થોડા જ દિવસમાં હું મારી રાજસત્તા એવી રીતે સ્થાપિત કરી દેવા માગું છું કે, જેથી તમારા જેવા ગુણવાન અને શક્તિશાળી માણસોનો હું યોગ્ય સત્કાર કરી શકું.” નામદાર, સાચા રાજાની સત્તા તેના રાજદરબારમાં નહિ, પણ પ્રજાનાં હૃદયમાં સ્થાપિત થાય છે.” એટલું કહી ઑથોસ બહાર ચાલ્યો ગયો. દાદ્વૈને દવાઈને હિસાબ લે છે થોસ રાજાજીના કમરામાંથી બહાર આવતાં જ ત્યાં ઊભેલા રાઓલ ઈંતેજારીથી પૂછયું, “શું થયું, મેંશ્યોર?” રાજાજી આપણા બંને પ્રત્યે સદ્ભાવ ધરાવે છે, તે આ લગ્નની વિગતો જાતે ગોઠવવા માગે છે, અર્થાત્ તેમને એ બધું એવું સારી રીતે કરવું છે કે, તે માટે તેમને થોડો વખત જોઈશે. પરંતુ એ મોડું થવામાં રાજાજીની ભલી લાગણીઓનો વાંક ગણવાને બદલે તારી અધીરાઈનો જ વાંક ગણજે.” રાઓલનું મોં પડી ગયું. “અહીં આવ્યો છું, તો મેં૦ દાનને મળતો જાઉં; મને તેમનો કમરો બતાવ જોઉં.” “બીજા દાદર આગળ છે,” એમ કહી રાઓલ સાથે થયો. પરંતુ તેઓ મુખ્ય દાદરના પગથારે પહોંચ્યા તેટલામાં કાઉન્ટ દ ગીશની વર્દી પહેરેલો એક નોકર સામે દોડી આવ્યો. “શું છે?” રાઓલે પૂછયું. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રેમ-પંક આ ચિઠ્ઠી આપને આપવાની છે, મારા માલિકે આપને જલદી પહોંચાડવા ફરમાવ્યું છે. પણ છેલ્લા કલાકથી હું આપને બધું જ શોધી રહ્યો છું.” રાઓલે ઑથોસના માં સામું જોઈ, તેની સંમતિથી એ ચિઠ્ઠી ત્યાં - જ ઉઘાડીને વાંચી– “પ્રિય રાઓલ, મારે તમારું કામ પડયું છે. જેમ બને તેમ આવીને જલદી મને મળો. કાઉટ દ ગીશ.” પરંતુ રાઓલ આ ચિઠ્ઠી વાંચી રહે તેટલામાં તો ડયૂક ઑફ બર્કિહામની વર્દી પહેરેલો બીજો નોકર આસપાસ શોધતો ફરતો હતો, તે રાઓલને જોઈ, તરત રાજી થતો ત્યાં દોડી આવ્યો અને “નામદાર ડયૂકે મોકલાવી છે,” એમ કહી તેણે એક ચિઠ્ઠી તેના હાથમાં પકડાવી દીધી. ઍથોસે તરત જ રાઓલને કહ્યું, “ભાઈ, તું અત્યારે ધમાલમાં છે, તો હું જ હવે મેં૦ દા નેને એકલો જ મળી લઈશ. રાજાજી તને સવારના દરબાર વખતે મળવાના છે, એટલું યાદ રાખજે; અને હું કાલે બપોર પછી _વા જવા ઊપડી જઈશ, તે પહેલાં મને મળવું હોય તો મારે ઉતારે તું આવી પહોંચજે.” હું કાલે સવારે તમારે ઉતારે આવી જઈશ, મશ્યોર,” રાઓલ કહ્યું. ઑથોસ જતાં જ રાઓલે બકિંગ્ડામની ચિઠ્ઠી ઉઘાડી– “મશ્યોર દ બાજલૉન, મારા ઓળખીતા સૌ ચ સગૃહસ્થોમાં મને તમારા તરફ વધુ ભાવ છે. હું તમારી મિત્રતાને કસોટીએ ચડાવવા ઇચ્છું છું. મને સારી ફ્રેંચ ભાષામાં લખેલો એક કાગળ મળ્યો છે, તેની નીચે કોઈ સારું નામ લખેલું છે. એ કાગળમાં શું લખ્યું છે, તે કદાચ મારાથી બરાબર સમજાયું ન હોય; માટે તમે આવીને તરત મને મળી જાઓ. મને કહેવામાં આવ્યું છે કે, તમે બ્લવાથી પાછા આવી ગયા છો. તમારો, વિલિયર્સ ડયૂક ઑફ બકિંગહામ.” Page #31 -------------------------------------------------------------------------- ________________ દાને દ વાઈનો હિસાબ લે છે રાઓલે દ ગીશના નોકરને કહ્યું, “હું હમણાં જ તારા માલિક પાસે આવું છું;” અને ડયૂકના નોકરને તેણે કહ્યું, “એક કલાકમાં જ હું ડયૂક સાહેબ પાસે આવી પહોંચું છું.” રાઓલ દ ગીશ પાસે ગયો ત્યારે તે દ વાર્દ અને માનિક સાથે વાતો કરતો બેઠો હતો. દ ગીશ તરત રાઓલને પાસેના કમરામાં લઈ ગયો; તેણે તરત કહેવા માંડ્યું, “ભાઈ, ત્રણ દિવસથી હું સળગી રહ્યો છું, મારા પ્રેમની આડે એક બીજો ઘેરો પડછાયો ફરી વળ્યો છે, અને તે પડછાયો દૂર નહિ થાય, તો હું ગાંડો થઈ જઈશ.” રાઓલ ખિન્ન થઈને એટલું જ બોલ્યો, “ભાઈ, તમારી આંખ આગળથી એ પડછાયો દૂર થાય, તે કરતાં ન થાય તેમાં જ હું તમારું વધુ હિત જોઉં છું.” “ભાઈ, તમે મૅડમનો પ્રેમ મારા અંતરમાંથી દૂર કરવા જેમ જેમ વધુ સલાહ આપો છો, તેમ તેમ મારા અંતરમાં એ વધુ દૃઢ થતો જાય છે.” પણ ભાઈ તમે એમ માનો છો કે, મૅડમ કદી તમારા પ્રેમનો યથોચિત જવાબ વાળશે? તમને એમ માનવાને કશું કારણ મળ્યું છે?” “ભાઈ, તમને કેમ કરીને સમજાવું કે, એ બાબતમાં કશાં હિસાબી લેખાં માંડી ન શકાય ! અને માણસ મરતાં લગી આશા પણ છોડી શકે નહિ.” તો તમે મૅડમના પતિની જ અદેખાઈ કરી રહ્યા છો?” “ના, ના, મને મૅડમના પતિની અદેખાઈ નથી સતાવતી, પણ મૅડમના પ્રેમીની અદેખાઈ સતાવે છે.” “મેડમના પ્રેમીની?” Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પંક (( ‘તમે નથી જાણતા એમ હું માનવા તૈયાર નથી; ડડ્યૂક ઑફ કિવ્હામની વાત હું કરું છું. મેં તેની સાથે આખરી ફેંસલો કરી નાંખવાનું નક્કી કર્યું છે, અને તેને ચિઠ્ઠી પણ લખી મોકલી છે.” << ‘તો શું, તમે ડણૂકને એ કાગળ લખ્યો છે?” એમ કહી, રાઓલે દ ગીશને બકિંગ્લામના નોકરે આપેલી ચિઠ્ઠી ખીસામાંથી કાઢીને બતાવી. દ ગીશે તે ચિઠ્ઠી વાંચી અને સંતોષ સાથે કહ્યું, “વાહ, એ ખરેખર બહાદુર માણસ છે. તમે તેમને મળવા જાઓ ત્યારે સાથે એટલું કહી દેજો કે, આજે, કાલે, પરમ દિવસે કે ચોથે દિવસે, તે નક્કી કરે ત્યારે હું તેમને વિંસની આગળ મળવા તૈયાર છું.” “ પણ ચૂક અત્યારે રાજાજી સાથે પત્તાં રમે છે, એમ તેમનો નોકર કહેતો હતો; તો આપણે બંને ત્યાં જઈએ; હું તેમને ગૅલરીમાં બાજુએ બોલાવીશ અને તમારો સંદેશો કહીશ. તે માણસને બે શબ્દો જ બસ થશે.” ૧૪ "C “એ તો બહુ સારું; મને ધારણ રહે માટે હું સાથે દ વાર્દને લઈ લઉં છું.” “માનિકોં શું ખોટો છે? ૬ વાર્દને અહીં જ રહેવા દો ને!” ‘તો શું તમારે હજુ તેની સાથે અણબનાવ જ ચાલ્યા કરે છે?” “મને એ માણસ ગમતો નથી; મને કદી એ માણસ ગમ્યો નથી. એટલે ગઈ કાલે જેટલો નહોતો ગમતો, તેટલો આજે પણ નથી ગમતો. એમાં ‘હજુ ’ની કંઈ વાત જ નથી. "5 “તો ચાલો બધા જ સાથે જઈએ,” દ ગીશે કહ્યું. તેઓ પૅલે રૉયાલ પહોંચ્યા ત્યારે ભપકાબંધ પોશાકવાળી બાનુઓ અને ઉમરાવજાદીઓ આમથી તેમ ફરતી હતી, અને રાજાની આસપાસ પણ સુંદર પોશાકોનું એક કુંડાળું થઈ રહ્યું હતું. બકિંગ્સામ કુકે સાથે વાતો કરતો હતો. રાઓલને તે વખતે તેની પાસે જવું ઠીક ન લાગ્યું. પણ એટલામાં દાતે નાં બરકંદાજોના કપ્તાનની નવી વર્દી પહેરી ઠસ્સાભેર ત્યાં આવતો દેખાયો, એટલે રાઓલે તેની પાસે જઈને કહ્યું, “કાકા, Page #33 -------------------------------------------------------------------------- ________________ દાન દ વાઈનો હિસાબ લે છે ૧૫ ડયૂક ઑફ બકિંગહામને મારે મળવું છે; તે અત્યારે કુકે સાથે વાતો કરે છે, ત્યાં મારાથી જવાય નહિ, પણ તમે તો તમારા પદની હેસિયતથી જઈ શકો.” દાતેન કુકે સામું જાએ તે પહેલાં તો તેણે જ દાન તરફ નજર કરી; એટલે દાડૅનાં સીધો તે તરફ પહોંચી ગયો. કુકેએ કહ્યું, “આવો, આવો, મેં૦ દાઓં ને; અમે બેલ-ઇલ-- મેર ટાપુ વિશે વાત કરતા હતા.” બેલ-ઇલ-આમેર વિષે? હાં, હાં, એ તો તમારી પોતાની માલિકીનો છે, નહીં વારુ?” બકિંગહામ બોલી ઊઠયો, “પણ મેં૦ કુકેએ મને હમણાં જ જણાવ્યું કે, તેમણે તે ટાપુ રાજાજીને બક્ષિસ આપી દીધો છે.” તમે તો બેલ-ઇલ જોયો છે ને, શવાલિયર?” કુકેએ માં ઠાવકું રાખીને પૂછયું. “જિંદગીમાં એક વખત જ તે તરફ હું ગયો છું;” દાતું એ સામાન્ય વાત કરતો હોય તેમ જવાબ આપ્યો. “ત્યાં તમે ઘણો વખત રોકાયા હતા?” “ભાગ્યે એક દિવસ.” “ત્યાં હતા તે દરમ્યાન તમે બધું ઝીણવટથી જોયું તો હશે?” “એકાદ દિવસમાં જોવાય તેટલું.” “પણ તમારા જેવાની તીવ્ર નજરે ઘણું ઘણું જોવાઈ જાય, એમ પણ ખરું ને?” કુકેએ કહ્યું; જવાબમાં દાઓં નોંએ ઝટ નીચા વળી નમન દરમ્યાન રાઓલે બકિંગહામને નિશાની કરી પોતાની પાસે બોલાવ્યો હતો. પણ બકિંગહામ મૅડમ પાસે જઈને પાસે આવે તે દરમ્યાન વચ્ચે જ મેંશ્યોર' (મેડમના પતિ, રાજાના નાના ભાઈ ફિલિપ) તેને ભેટી ગયા. તેમણે મોં ઉપર સંતોષનું સ્મિત ધારણ કરી ચૂકને પૂછયું – Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પ્રેમ-પંક “વહાલા ડયૂક, મેં સાંભળ્યું છે તે શું સાચું છે? કહે છે કે, ઇંગ્લેંડના રાજા ચાર્લ્સ–એ તમને જલદી ઇંગ્લેંડ પાછા બોલાવ્યા છે, અને તમે તરત ઇંગ્લેંડ પાછા ફરો છો?” ગીશના કાન તરત સરવા થઈ ગયા. “હાજી, મને સ્પષ્ટ હુકમો મળ્યા છે. મને અહીં બહુ થોડા દિવસ રોકાવાની જ પરવાનગી હતી. છતાં રાજાજી ગુસ્સે થાય તેવું કરીને હું વધુ રોકાયો,- પણ હવે તો મારે જવું જ પડશે.” અરેરે, તમારા જેવી ખુશનુમા વ્યકિતનો અભાવ અમારા રાજદરબારને બહુ સાલશે અમારું જો ચાલે એવું હોય તો અમે જરૂર નામદાર રાજા ચાર્લ્સ–રને વિનંતી તથા આગ્રહ પણ કરીએ કે જેથી તમને થોડું વધુ રોકાવા પરવાનગી આપે.” “નામદાર, આપના સભાવ બદલ આભાર; પરંતુ આ રાજદરબાર માણસને ભલે ગમે તેવા ઘેનમાં નાંખી દે તેવો હોય, તો પણ છેવટે તો એ ઘેનમાં બહુ વખત પડી ન જ રહેવાય.” “તો તમે કયારે જાઓ છો?” આવતી કાલે જ; મારી ઘોડાગાડી તો ત્રણ દિવસ થયાં તૈયાર થઈને ઊભી છે.” ફિલિપ જાણે “હવે થાય?' એવો ભાવ બતાવી ચાલતો થયો, એટલે દ ગીશ તરત ડયૂક ઑફ બકિંગહામ પાસે ધસી ગયો. રાઓલ ઝટપટ ત્યાં પહોંચી ગયો, પણ દ ગીશે તેને કહ્યું, “હવે કશું કરવાનું બાકી રહેતું નથી.” અને પછી તરત જ મૂકના બંને હાથ પકડી તેણે તેમને કહ્યું, “ડયૂક મને માફ કરો; હું ગાંડો થઈ ગયો હતો; મને મારી ચિઠ્ઠી પાછી આપી દો.” હા, હા, હવે હું આ દેશ અને તેમને છોડીને જાઉં છું, એટલે હવે તમને મારા પ્રત્યે કશો બીજો ભાવ દાખવવાનો શા સારુ રહે?” રાઓલ તરત ત્યાંથી દૂર ખસી ગયો. પણ તેમ કરવા જતાં તે દ લૉરેઈન અને દ વાર્દ વાતો કરતા હતા તેમની વધુ નજીક પહોંચી ગયો. Page #35 -------------------------------------------------------------------------- ________________ દાન દ વાઈનો હિસાબ લે છે ૧૭ દ વાર્દ હસીને કહેતો હતો, “બહુ ડહાપણભરી પીછેહઠ!” “કેમ?” “કારણ કે, વહાલા ડભૂકને એમ કરવાથી તરવારના એક-બે ઘા થતા રહી ગયા, વળી!” બંને જણ ખડખડાટ હસી પડ્યા. રાઓલ એ સાંભળી ખૂબ ગુસ્સે થઈ ત્યાં ઊભો રહ્યો અને બોલ્યો, “દ વાર્દ, તમારી કુટેવ તમે નહીં ભૂલવાના કેમ?” લૉરેઈન તરત ત્યાંથી સરકી ગયો. દ વાર્દ તુમાખીથી પૂછયું, “કઈ કુટેવ વારુ?” “જેઓ ગેરહાજર હોય તેમનું અપમાન કરવાની, ગઈ કાલે તમે મેં દાર્લેનનું કર્યું હતું, આજે ડયૂક ઑફ બકિંગહામનો વારો છે.” “પણ કોઈ કોઈ વાર હું હાજર રહેલાઓનું પણ અપમાન કરું જ છું, એ તમે તો બરાબર જાણો જ છો, મોંશ્યોર.”દ વાર્થો વળતો જવાબ આપ્યો. રાઓલ અને દ વાર્દના ગરમાગરમ ફૂંફાડા એકબીજા સાથે અફળાવા લાગ્યા, એટલામાં પાછળથી કોઈ બોલ્યું, “મને લાગે છે કે, મારા નામનો અહીં ઉલ્લેખ થયો કંઈ !” બંનેએ પાછા વળી જોયું તો, દાનાં હસતે મોંએ ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે પાસે આવી દ વાર્દના ખભા ઉપર હાથ મૂક્યો એટલે રાઓલ જરા દૂર ખસ્યો. દાઓં નોંએ દ વાર્દને કહ્યું, “ઘણા વખતથી હું તમારી સાથે વાત કરવાની તક શોધતો હતો; આજે જ એ તક મળી છે. તો તમે જરા મારા કમરામાં આવવાની મહેરબાની કરશો? તમે તમારી સાથે લવાય તેટલા તમારા દોસ્તો લાવી શકો છો.” “શી વાત છે?” દ વાર્દ કંઈક હસવાનો પ્રયત્ન કરીને બોલ્યો, - “તમારા કોઈ મિત્રો આસપાસ છે કે નહિ?” “હા, હા, મેં૦ માનિકો, મૈ૦ દ ગીશ –" પ્રે-૨ Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પંક “રાઓલ તું પણ ચાલ, અને ડયૂક ઑફ બકિંગહામને પણ લેતો આવ.” દાનના કમરામાં દાખલ થતાં જ દ વાઘેં જોયું કે કાઉંટ દ લા ફેર પણ ત્યાં એક બાજુ બેઠેલા હતા. રાઓલ તેમની પાસે જઈને બેસી ગયો. દાઓં એ હવે દ વાર્દ તરફ ફરીને કહ્યું, “મેં તમને તથા આ બધા સગૃહસ્થોને અહીં આવવાની તસદી આપી છે, તેનું કારણ એ છે કે, મારા મિત્ર, કાઉંટ દ લા ફેરે મને એવા સમાચાર આપ્યા છે કે, તમે મારે વિષે કંઈ આપાત્મક વાતો બહાર કહ્યા કરો છો. તમે એમ પણ કહો છો કે, મને તમે તમારો કટ્ટર દુશ્મન ગણો છો, જેમ, તમારા પિતા મને ગણતા હતા.” “સાચી વાત છે,” દ વાર્થે જવાબ આપ્યો. “અર્થાત્ તમે મારા ઉપર કોઈ ગુનો, કોઈ દોષ કે કોઈ હલકટ કામ કર્યાનો આક્ષેપ મૂકો છો, તો તમે ભલા થઈ એ બધું સ્પષ્ટ શબ્દોમાં કહી બતાવશો?” આ બધા સાક્ષીઓ સમક્ષ? મેં ગમે ત્યાં તે વાત કરી હશે, પણ સમજીને મારા એ આક્ષેપની વિગત કોઈ સમક્ષ પ્રગટ કરી નથી. તો તમે તમારી સમજબુદ્ધિ જતી કરી, એ બધું જાહેર કરાવવા ઇચ્છો છો, ખરું?” દાઓં નો જોરથી મૂછના છેડા દાંત વડે કાતરવા લાગી ગયો. તેણે પછી ગુસ્સો દબાવીને કહ્યું, “મેં તમને તમારા આક્ષેપોની વિગતો સ સમક્ષ જણાવવા કહ્યું તે તમે સાંભળ્યું તો ખરું ને?” તો હું મોટેથી કહું?” “હા, હા, અમે સૌ સાંભળવા આતુર છીએ.” તો, મારા બાપુ એક ખાનદાન ઉમરાવ-બાનુને ચાહતા હતા. અને તે બા પણ તેમને ચાહતાં હતાં. તે બાનુએ મિલનનું સંકેતસ્થાન Page #37 -------------------------------------------------------------------------- ________________ દાતેને દ વાઈનો હિસાબ લે છે ૧૯ જણાવતા પ્રેમપત્રો મારા બાપુને લખેલા, તે વચ્ચેથી મૌ૦ દાનના હાથમાં આવતાં, તે મારા પિતાને બદલે અંધારાનો લાભ લઈ પેલી ઉમરાવ-બાનુના શયનખંડમાં ઘૂસી ગયા અને એ રીતે એક નીચ હલકટ માણસ જેવું કામ કર્યું.” ખરી વાત છે,”દાઓંનેએ કહ્યું, “મને પણ એ બદ-ઈજજતીભર્યું કામ કરવા બદલ આ પાછલી ઉંમરે પસ્તાવો થાય છે. પરંતુ, એ દેશકાળ અત્યાર કરતાં જુદા હતા; હું તે વખતે માંડ એકવીસ વરસનો છોકરડો હોઈશ, અને ત્યારે હરહંમેશ મોત હાથમાં લઈને જ ચાલવું પડતું. કાર્ડિનલ રિશલ્યુ અને તેના માણસો હરઘડી અમારી પ્રત્યે દુશ્મનાવટ આદરી રહ્યા હતા. ઉપરાંત, તે ઘડીએ આવી બધી બાબતો અંગે વધુ ચોખલિયાપણું લોકોમાં ન હતું. માથું લેવું કે આપવું એ વધુ સહેલી વસ્તુ હતી; અત્યારે તો માત્ર અંતરમાં વેર-ઝેર ભરીને જ લોકો વર્તતા હોય છે. તેઓ ઇ વસ્તુને હલકટ નથી ગણતા – પણ તે વખતની જુવાનીની ગદ્ધાપચ્ચીસીને વધુ કડક ધોરણે તપાસવા નીકળી પડે છે. ઉપરાંત, ‘લડાઈમાં અને પ્રેમમાં બધું ન્યાયી ગણાય’– એ ન્યાયે તે બાનુ અમારા દુશ્મન પક્ષની હતી, જેમ અત્યારના દ વાઈના પિતા પણ; અને શરૂઆતમાં એ રીતે તેમના પિતાની જગાએ ઘૂસવાનું મન મને થયું હતું તે કેવળ મારી પ્રિય પત્ની-પ્રેમિકાની ભાળ મેળવવા જ. છતાં એ કૃત્ય કરવા બદલ હું ખરેખર દિલગીર છું, અને તમો સૌ દેખતાં અત્યારના દ વાર્દની માફી માગું છું. જોકે, તેના બાપની પ્રેમિકા બાજુ કોઈ ખાનદાન ઉમરાવજાદી ન હતી, પણ એક બદચલન હલકટ દુષ્ટા હતી – એટલું હું ઉમેરતો જાઉં.” “ના, ના, તે ખાનદાન હતી અને પરિણીત કુલીન સ્ત્રી હતી. ફ્રાંસમાં તેના પર આદરવામાં આવેલા આ અત્યાચારથી શરમિંદી બની તે ફ્રાંસ છોડીને કયાંક ચાલી ગઈ,” દ વાર્થે ભારપૂર્વક જણાવ્યું. * “શ્રી મસ્કેટિયર્સ' પ્રથમ ભાગમાં તે વાત આવે છે, પૃ૦૩૫૧ ૪૦. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પ્રેમ-પંક કાઉંટ દ લા કૅર હવે બોલી ઊઠયા, “ભાઈ, એ બધી વાત રહેવા દે; કારણ કે, તું એ સ્ત્રી વિષે કશું જાણતો નથી. એ સ્ત્રી ફ્રાંસની રાજમુદ્રાના ડામથી લાંછિત કરેલી ગુનેગાર બાઈ હતી. ફ્રાંસમાં પણ છેતરીને કોઈને તે પરણી હતી અને પછી છતે ધણીએ ઇંગ્લેંડ જઈ ત્યાં બીજા કોઈને પરણી ગઈ હતી. ઇંગ્લેંડમાં પણ તે પતિને ઝેર દઈ, તેની મિલકત પડાવી લઈ, ફ્રાંસમાં પાછી દ વાર્દ જેવા પ્રેમીઓ ઊભા કરીને પોતાનું સ્વચ્છંદી જીવન તે જીવતી હતી. ઇંગ્લેંડમાં હતી ત્યારે પણ તેણે લૉર્ડ વિન્ટરના એક અફસરને લોભાવી ભ્રષ્ટ કરી, તેને હાથે ડયૂક ઑફ બકિંગ્સામ- અત્યારના આ લૂકના પિતાશ્રીનું ખૂન કરાવ્યું હતું, તથા છેવટે ફ્રાંસ ભાગી આવીને દાનની પ્રિયતમાને ઝેર દઈ મારી નાંખી હતી. આ બધા અપરાધો કરનાર બાઈને ખાનદાન-કુલીન-પરણેતર વગેરે વિશેષણોથી દ વાર્દને શણગારવી હોય તો ભલે; બાકી એ બાઈનું નામ મોએ આણતાં પણ કમકમાં આવી જાય.” ઘૂફ ઑફ બકિંગહામ તો પોતાના પિતાના ખૂન સાથે સંકળાયેલો આ બધો પ્રસંગ સાંભળતાં કપાળેથી પરસેવો લૂછવા લાગી ગયો. દાર્લેનએ દ વાર્દ તરફ ફરીને કહ્યું, “જુઓ ભાઈ, એ બાઈના આત્માને મેં અધોગતિએ પહોંચાડ્યો કે ભ્રષ્ટ કર્યો એવું કાંઈ જ નથી; અને છતાં મેં જે છેતરપિંડી ચલાવી હતી, તે બદલ હું ખરા અંતરથી પરમાત્મા પાસે માફી માગતો આવ્યો છું, અને તમો સૌ આગળ પણ અત્યારે માગું છું. એટલે હવે હું માનું છું કે, દ વાઈને એ બાબતમાં મારી સામે કશો આક્ષેપ કરવાપણું રહેતું નથી.” દ વાર્થે કંઈક ગણગણતાં સ્વીકારસૂચક નમન કર્યું. દાસ્તે નએ હવે તેની વધુ નજીક જઈને કહ્યું, “અને હું માનું છું કે, મારી જેમ બીજાઓની ઉપર પણ આક્ષેપ મૂકતાં તમે હવે જરા વિચાર કરશો. કારણ કે, તમને એવા આક્ષેપો મૂક્યા કરવાની કુટેવ જ પડી લાગે છે. હમણાં જ તમે ૩૫ વર્ષ પહેલાં બનેલી ઘટના બદલ એક ઘરડા સૈનિકની ટીકા કરવા જેટલું ચોખલિયાપણું બતાવ્યું, તો તમે પોતે પણ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧ દાતનાં દ વાઈનો હિસાબ લે છે બીજાઓની ઇજ્જત અને સ્વમાનનો ઘાત થાય એવું કરતાં ખચકાશો, એવું હું માનું છું. એટલે, જુઓ, મોં૦ દ વાઈ, તમે હું કહું છું તે બરાબર ધ્યાનપૂર્વક સાંભળી લો—હવેથી જો તમારા નામ સાથે સંકળાયેલી એવી કોઈ નિદાની વાત મારે કાને આવી, તો તમારી ખેર નથી.” “મોંશ્યોર, કશા મુદ્દા વગર આવી ધમકી આપવાનો કંઈ અર્થ નથી,” દ વાદે જણાવ્યું. “જુઓ મા૦ ૬ વાર્દ, હજુ મેં મારે કહેવાનું પૂરું કર્યું નથી. હમણાં જ તમે એક બાનુની અને તમારા પિતાની ઇજ્જતની વાત કરી. તમને લોકોની અને ખાસ કરીને સ્ત્રીઓની ઇજ્જત વિષે આવો ઊંચો ખ્યાલ છે, એ ખુશી થવા જેવી બાબત છે. તો પછી તમે મોં૦ બ્રાજલૉનને એમ કેમ કહ્યું હતું કે, તેમની મા કોણ છે એ તે જાણતા નથી? એ કોઈની ઇજ્જત અને સ્વમાનનો સવાલ ન થયો વારુ?” રાઓલની આંખો ચમકી ઊઠી. તેણે તરત જ કહ્યું, “શવાલિયેર દાતૅનાં, એ મારી અંગત બાબત છે, અને તે હું જ પતવી લઈશ.” દાતે નાંએ તેને એક બાજુએ ખસેડીને કહ્યું, “જુવાન, મને વચ્ચે દખલ ન કરીશ.” અને પછી દ વાર્દ તરફ જોઈને કહ્યું, “જુઓ આ બાબતનો ફેંસલો તરવાર વડે લાવી શકાય તેવો નથી; તેથી હું આ બધા ઇજ્જતદાર સદ્ગૃહસ્થોની સામે તે વસ્તુ ચર્ચા લેવા માગું છું. તો બોલો, માઁ દ વાઈ, આ જુવાન માણસ તથા સાથે તેનાં માતા અને પિતાને લાંછન લાગે એવું કહેવા માટે તમારી પાસે શા પુરાવા છે?” “હું માનું છું કે, દરેક માણસ પોતાને મનફાવતું બોલવાને સ્વતંત્ર છે, અને ખાસ કરીને પોતાની વાતની સાબિતી તરવારથી આપી શકે તેમ હોય ત્યારે.” “એ કંઈ દલીલ ન થઈ; તમારા જેવા તુચ્છ પ્રાણીનું જીવન ભલે ફેંકી દેવા જેવું હોય, કારણ કે આમેય તે સારી પેઠે ગૂંચવાયેલું જ હોય છે; પણ તેથી બીજાં માણસોની જિંદગી અને ઇજજત તમે ખતરામાં મૂકી શકો નહિ. ઉપરાંત, તરવારથી પોતાની વાતની સચ્ચાઈ પુરવાર કર Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૨. પ્રેમ-પંક વાના દિવસ અને ફેશન હવે ભૂતકાળની વાત બની ગયાં છે. અને રાજાએ એની સખત મનાઈ ફરમાવી છે. એટલે તમારા પ્રેમશૌર્યના અને ઇજજતના ખ્યાલો સાથે સુસંગત થવાય તે માટે તમે મૅ૦ દ બ્રાજલૉનની સૌ સમક્ષ ક્ષમા માગો અને એ વાતનો અહીં જ અંત લાવો. તમારી એક છોકરડાની મૂછની માફી મેં એક ઘરડા અફસરે હમણાં જ માગી, તે પ્રમાણે !” “અને જો હું તેમ કરવાની ના પાડે તો?” “તો પછી પરિણામ એ આવશે કે—” “કે, તમારી આ મીઠી મીઠી વાતોને બદલે રાજાની ધ્વંદ્વયુદ્ધ બાબતની મનાઈનો ભંગ આવીને ઊભો રહેશે એમ જ ને?” ના, ના, હું રાજાજી પાસે જ સીધી પહોંચી જઈશ. મેં બજાવેલી કેટલીક સેવાઓના બદલામાં રાજાજીનો સદ્ભાવ મેં પ્રાપ્ત કર્યો છે. તેમણે મારી વિનંતીથી હમણાં જ મને બાતિલના ગવર્નર બેઇઝમો દ માંતરું ઉપર નામ ભર્યા વિનાનો હુકમ લખી આપ્યો છે. હું રાજાજીને જઈને કહીશ કે, એક કાયર નાપાક માણસે મેં૦ દ બાજલૉનને તેમની માની બાબતમાં ગંદો આક્ષેપ કરીને અપમાનિત કર્યા છે; તો આપે મને આપેલા હુકમમાં હું નામ ભરી આપું એટલે મેં૦ દ વાર્દને તમે બાસ્તિલમાં ત્રણ વર્ષ માટે મોકલી આપો.” આટલું કહી, તરત દાઓં નોંએ એ હુકમ કાઢીને ટેબલ ઉપર બિછાવ્યો અને કલમ હાથમાં લીધી. દ વાર્દ એકદમ ફીકો પડી ગયો. તે તરત રાઓલ પાસે જઈને બોલ્યો, “હું મૅ૦ દાઓંનોએ હમણાં વાપરેલા શબ્દોમાં તમારી માફી માગું છું, કારણ કે તેમ કરવાની મને ફરજ પાડવામાં આવે છે.” “એમ નહીં,” દાતેં ન બોલી ઊઠ્યો, “ “મને ફરજ પાડવામાં આવે છે' એમ નહીં, પણ “મારો અંતરાત્મા ડંખતો હોવાથી’ એવા શબ્દો વાપરીને માફી માગો. કારણ કે, એમ કહો, તો જ તમે સાચું બોલ્યા કહેવાઓ.” Page #41 -------------------------------------------------------------------------- ________________ દાતેને દ વાઈનો હિસાબ લે છે “હું કબૂલ રાખું છું, પરંતુ આવા જોરજુલમ કરતાં પહેલાંના જમાનાનો તરવારનો ઘા સારો, એમ કહ્યા વિના મને ચાલતું નથી.” ના, ના, મેંશ્યોર,” બકિંગહામ બોલી ઊઠ્યો; “તરવારની ઘા કરાય કે થાય, તેથી તે કરનાર કે ખાનારની સચ્ચાઈ-જૂઠાઈ શી રીતે નક્કી થઈ શકે? એનાથી તો એટલું જ નક્કી થઈ શકે છે, એ ઘા કરનારના હાથ કુશળ છે – જેમ એ હાથ બીજાં ઘણાંય સારાં-ખોટાં કામો કરવાના કસબી હોય!” સૌ હવે આ બધું પ્રકરણ પતી ગયું એટલે વિદાય થવા તત્પર થઈ ગયા. દાતેએ સૌનો ત્યાં આવવાની તસ્દી લેવા બદલ આભાર માન્યો. સૌએ દાઓંનાં સાથે હાથ મિલાવી જવા માંડ્યું પણ કોઈએ દ વાર્દ સાથે હાથ મિલાવ્યો નહીં. તે ગુસ્સાથી સળગી જવા લાગ્યો અને ગણગણ્યો, “અહા, જેના ઉપર મારી દાઝ કાઢું, એવું કોઈ મને નહીં મળે શું?” તમે મારી ઉપર તમારી દાઝ કાઢી શકશો, મશ્યોર, કારણ કે હું અહીં હાજર છું.” તેના કાનમાં એક ધમકીભર્યો અવાજ આવ્યો. દ વાર્થે પાછા ફરીને જોયું તો ડયૂક ઑફ બકિંગહામ ત્યાં ઊભો હતો. “તમે, મોંશ્યોર?” દ વાર્દ બોલી ઊઠ્યો. હા, હું! હું કંઈ ફ્રાંસના રાજાનો પ્રજાજન નથી; તેમ જ હું હવે આ ભૂમિ ઉપર રહેવાનો પણ નથી, કારણ કે હું ઇંગ્લેંડ પાછો જાઉં છું. મારા હૃદયમાં પણ હતાશા અને ગુસ્સાનો એટલો બધો ભાર એકઠો થયો છે કે, તમારી પેઠે મારે પણ મારી દાઝ કાઢવા કોઈ માણસ જોઈએ છે. મેં દાનના સિદ્ધાંતોની હું ભારે કદર કરું છું, પરંતુ, તમારી પ્રત્યે તે સિદ્ધાંતો લાગુ કરવા હું બંધાયેલો નથી. હું અંગ્રેજ છું; એટલે ઊંચો પાસેથી ન મેળવી શકાય તે મારી પાસેથી તમે જરૂર મેળવી શકશો. ચોત્રીસ કલાકમાં તો હું કૅલે બંદરે પહોંચી ગયો હોઈશ. તમે મારી સાથે જ આવી શકો છો. ત્યાંને કિનારે ભરતી ચડવા લાગે ત્યારે પાણી ફરી વળવાથી રેતીના અમુક ઢગલા મુખ્ય ભૂમિથી છૂટા પડી જાય Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રેમ-પંક છે. તેમના ઉપર જઈ આપણે સ્વંદ્વયુદ્ધ ખેલી લઈએ, તો ફ્રાંસના રાજાની ભૂમિના કાયદાઓનો અનાદર કર્યો પણ નહીં કહેવાય. કેમ ખરું ને? કારણ કે, એ ઢગલા દિવસના છ કલાક ફ્રાંસની ભૂમિ સાથે જોડાયેલા રહે છે, પણ ભરતી વખતે બીજા છ કલાક સુધી તે મહાસાગરની અને તેના માલિક ઈશ્વરની હકૂમતમાં આવી જાય છે!” “હું ઘણી ખુશીથી તમારો પ્રસ્તાવ સ્વીકારું છું,” દ વાદે કહ્યું. “અને તમે જો મને મારી નાંખવામાં સફળ થાઓ, તો તમે મારી ઉત્તમોત્તમ સેવા બજાવી, એમ હું ગણીશ.” “તમારી ઇચ્છા પૂરી કરવા મારાથી બનતું હું કરી છૂટીશ.” દ વાર્થે જણાવ્યું. બાસ્તિલને ગવર્નર બધા ચાલ્યા ગયા એટલે ઍવોસ અને દાતેં નાં પણ દાદરે થઈ નીચે ઊતર્યા. ઍયોસે દાર્લેનને કહ્યું, “ભાઈ, તું જોઈ શકે છે કે, રાઓલને મોડા યા વહેલા દ વાર્દ સાથે દ્વંદ્વયુદ્ધમાં ઊતરવું પડશે. દ વાર્દ જેટલો બહાદુર છે, તેટલો જ હલકટ છે.” હા મોટાભાઈ; પણ રાઓલ શાંત પ્રકૃતિનો છે, એટલે જ્યાં સુધી તેને કોઈ ખામુખા સતાવશે નહિ, ત્યાં સુધી તે લડાઈમાં નહિ ઊતરે. પોતાનો મુદ્દો સાફ હોવો, અને જાતે શાંત હોવું, એ વસ્તુ આવાં યુદ્ધોમાં ઓછી નિર્ણાયક નીવડતી નથી. પરંતુ, મોટાભાઈ, તમે કંઈ ચિંતામાં પડી ગયા લાગો છો, એમ કેમ?” “વાત એમ છે કે, કાલે જ રાઓલ રાજાજીને મળવાનો છે. રાજાજી તેના લગ્નની બાબતમાં ચુકાદો સંભળાવવાના છે. એનાથી રાઓલના મિજાજનું ઠેકાણું નહિ રહે, એમ હું માનું છું. તે વખતે જો દ વાર્દનો ભેટો તેને થશે, તો પછી એ એટલો શાંત નહિ રહ્યો હોય.” Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૫ બાતિલનો ગવર્નર પણ આપણે બધું જાળવી લઈશું.” “હું તો બ્લાવા પાછો ફરું છું. અહીં રાજદરબારના બધા ઉપર ઉપરના ડોળદમામની મને ધૃણા આવે છે. પેરીસમાં તો તું મારી સાથે હોય એટલો જ વખત મારાથી રહી શકાય છે. અને હું કંઈ તારી સાથે હરહંમેશ રહી શકે નહિ.” પણ તો પછી મોટાભાઈ, અહીં રહી જ જાઓ ને! તમારા જેવા માણસની રાજાને હંમેશ જરૂર રહેવાની અને કુકે કંઈ હવે વધુ ટકી રહેવાનો નથી.” “તો શું ભાઈ, મને મારી મોટાઈને કારણે આસમાને ચડાવ્યા પછી, હવે પાછી આવી નોકરી જ મારી પાસે તારે કરાવવી છે?” “ઠીક, ઠીક, તમે ફાવે તેમ કરજો; રાઓલ ઉપર તમે નજર રાખવા હાજર નહીં રહો, તો પણ હું પેરીસમાં જ છું ને.” “બસ, હવે હું નિરાંતે લુવા પાછો ફરી શકીશ.” “પણ તમે અત્યારે સાથે ગ્રિમોદને લેતા કેમ ન આવ્યા? તમે એકલા તમારે ઉતારે જશો?” ગ્રિમૉદ હવે બિયારો ઘરડો થયો છે, અને મારે બ્લqવા તરત જ પાછું ફરવાનું હોવાથી મેં તેને આરામ કરવા ઉતારે જ રહેવા દીધો છે.” તો ઠીક હું મશાલ લઈને મારા એકાદ બરકંદાજને સાથે મોકલું છું.” એમ કહી દાતે નએ જરા બાજુએ વળી બૂમ પાડી : “અરે તમે સદ્ગૃહસ્થોમાંના કોણ કાઉંટ દ લા ફેરને તેમને ઉતારે લઈ જઈ શકશો?” • “અરે, મારે મેંશ્યોર દાર્લેન સાથે વાત કરવાની ન હોત, તો હું પોતે કાઉંટ દ લા ફેરને મારી સાથે જરૂર લઈ જાત.” દાર્લેનની પાછળથી કોઈ બો. “કોણ છે, એ?” દાતેનએ અંધારા તરફ નજર કરીને પૂછયું. “હું છું, મોંશ્યોર દાનાં.” “અરે, એ તો મેંશ્યોર બેઇઝમૉનો અવાજ છે.” હા, હા, મશ્યોર.” Page #44 -------------------------------------------------------------------------- ________________ જ પ્રેમ-પંક ભલા બેઇઝમૉ તમે અહીં અંધારામાં કોને પકડવા આવ્યા છો? અને જેને પકડવાનો હોય તેને પકડવા તમારા અફસરને મોકલવાને બદલે તમે જાતે શા માટે પધાર્યા છો?” “મારે તમને જ મળવું હતું, એટલે.” ઍથોસે હવે જવાની રજા માગી. દાઓંનોએ તરત ઍથોસને બાસ્તિલના ગવર્નર તરીકે બેઇઝમૉ દ માંતરુંની ઓળખ કરાવી. બંનેએ અરસપરસ સલામ કરી; પછી ઍથોસ વિદાય થયો. ઠીક, તો ભલા બેઇઝ હવે તમારે જે વાત કરવાની હોય તે શરૂ કરો; જોકે, રાજાજીએ કોઈને પકડવાના હુકમો કાઢ્યા હોય એમ મારી જાણમાં નથી.” એ તો કમનસીબીની વાત કહેવાય.” “વાહ, “કમનસીબીની વાત” એટલે?” દાતેનએ હસતાં હસતાં પૂછ્યું. કેમ, મારા કેદીઓ એ જ મારી જાગીર છે ને?” વાહ, તમારી જાગીર વધારવા લોકોએ મોટી સંખ્યામાં બાતિલમાં પુરાવું કેમ?” “તો વસ્તુસ્થિતિ કહી બતાવું છું, મેંશ્યોર; બરકંદાજોના કૅપ્ટનના પદ જેવી રોકડ પગારની તો મારી નોકરી ન જ કહેવાય ને?” પણ, તમે ફ્રાંસના પ્રથમ કોટીના કિલ્લાના – એટલે કે બાતિલના ગવાર તો કહેવાઓ ને!” “મૂઓ છે જ ને!” “કેમ, કેમ, એ ગવર્નર-પદ મળવા બદલ મરવા પડ્યા હો એમ નિરાશ થઈને કેમ વાત કરો છો?” આસપાસ કોઈ સાંભળે તેમ તો નથી ને? મારે જરા ખાનગી વાત કરવી છે.” Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૭ બાતિલનો ગવર્નર “તો જરા ચાંદનીમાં બહાર આવો.” એમ કહી દાન તેને બહાર લઈ ગયો. પછી તેણે તેને પૂછયું, “હવે ગડગડવા માંડો – શી વાત છે?” “બહુ લાંબી વાત છે.” “પણ આમ રડતા રડતા શાને બોલો છો? હું શરત મારવા તૈયાર છે કે, તમારી બાસ્તિલની આવક વર્ષે પચાસ હજાર ફાંકની તો ઓછામાં ઓછી છે જ.” “તો તો ભગવાનની દયા જ કહેવાય ને!” અરે જુઓ, સારું વર્ષ હોય કે ખરાબ, ત્યાં પચાસેક કેદીઓ તો એવા કાયમ હોય જ છે, જેમના દરેકના કારભારમાંથી તમને વર્ષે દહાડે હજાર ફ્રાન્કની ઊપજ થાય. તમારી મર્ઝની જાગીરમાંથી બીજી આવક થતી હશે તે જદી.” પણ મોટાભાઈ, તમને તમારી નોકરી સીધી રાજાજી પાસેથી મળી છે; પણ મેં તો મારું ગવર્નર-પદ ત્રાંબલે અને વિયેર પાસેથી ખરીદ્ય છે, જેઓ મારી પહેલાં બાસ્તિલના ગવર્નર હતા.” ખરી વાત ! અને ત્રાંબલે માણસ એવો નહોતો કે જે બાસ્તિલનું ગવર્નર-પદ તમારા હાથમાં મફત જ આવવા દે.” “અને એવા જ લુવિયર પણ એટલે, મારે ત્રાંબલેને ૭૫ હજાર ફ્રાંત પાઘડીના કબૂલવા પડ્યા અને તેટલા જ લુવિયેરને.” “ખણખણતા?” અરે, ખણખણતા! પણ એટલાથી જ પત્યું હોત તો ઠીક જ થાત ને! ઉપરાંત, બાતિલની શરૂઆતની ત્રણ વર્ષની કુલ આવક વર્ષે પચાસ હજાર ફાંકા લેખે પણ તેમને જ પધરાવવાની !” “આ તો ભારે સખત શરતો કહેવાય.” “અરે એટલું જ નહિ, ત્રણ વર્ષ સુધી દર વર્ષે પચાસ હજારનો હપતો હું ચૂકતે ન કરું, તો આ સોદો ફોક થાય, અને તેઓ ફરી પાછા આપોઆપ ગવર્નરપદે આવી જાય! રાજાજીએ પણ એ શરતો મંજૂર Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પ્રેમ-પંક રાખી છે, કારણ કે, રાજાજી ગમે તે રીતે પેલા બે નિવૃત્ત થાય એમ ઇચ્છતા હતા.” “પણ માઝારેના સંરક્ષકોની ટુકડીનું કપ્તાન-પદ છોડીને આવા કડદામાં હાથ ઘાલવાની તમારે જરૂર થી પડી, ભલાદમી? ત્યાં પણ તમને વર્ષે બાર હજાર ફૂાંક પગાર મળતો જ હતો ને?” અરે ભગવાન ભગવાન કરો! એ બુઢો પાજી મને વર્ષે માત્ર છ હજાર જ આપતો અને તે જગાનું ખર્ચ જ વર્ષે ૬,૫૦૦ જેટલું હતું. એ તો મારી જાગીરની આવક ન હોત, તો હું દેવાળિયો જ થઈ જાત ! પણ ભલું થજો તમારા મિત્ર મ0 દઓંનું, કે તેમણે લુવિયેર અને ત્રાંબલેની પાસે આ કડદા ઉપર સહીઓ કરાવી, એટલું જ નહિ, પણ તેમણે ત્રણે હપ્તા ચૂકવવા માટે જામીન થવાનું પણ કબૂલ્યું!” “શી વાત છે? મોં૦ દઓં –ઍરેમીસ તમારા જામીન? અને તે પણ આટલી મોટી રકમ માટે?” હા, હા, તેમની મારી ઉપર ભારે કૃપા છે. દર વર્ષે ૩૧મી મેનો દિવસ પૂરો થતાં મારે પેલા બંને જણને જે પચીસ-પચીસ હજાર ફ્રાંક આપવાના હોય છે, તે રોકડા મેં૦ દË પોતે જ લાવી આપે છે. આમ બે વર્ષના બે હપતાના એક લાખ ફ્રાંત તેમણે જ ચૂકવ્યા છે. અને આજે ૩૧મી મે છે અને છેલ્લો હપ્તો ચૂકવવાનો થયો છે. કાલ સુધીમાં તે હપતો હું ન ચૂકવું, તો તરત જ પેલા લોકો આખો સોદો ફોક કરી નાંખે, અને મેં ભરેલી બધી રકમ પણ જાય !” “આ તો બધું બહુ વિચિત્ર લાગે છે! પણ આ બધામાં મારી મદદ તમારે શી લેવાની છે, તે હજુ મને ન સમજાયું.” “તમે મૌ૦ દર્બોને ઓળખો છો, એટલે તેમનું સરનામું જાણતા હશો એમ માનીને હું પૂછવા આવ્યો છું. તેમના જૂના સરનામે હું જઈ આવ્યો પણ તે ત્યાં ન મળ્યા. હવે મારે ગમે તેમ કરીને આખી રાત રખડીને પણ તેમને ખોળી કાઢવા રહ્યા. મારે માટે આ જીવન-મરણનો પ્રશ્ન છે.” Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૯ બાસ્તિલનો ગવર્નર એ તો વૈનના બિશપ છે.” “શું બ્રેતાનના વૅનમાં? તો તો મારું આવી જ બન્યું; કારણ કે, હું કેમ કરીને કાલે બપોર પહેલાં વૅન પહોંચી શકું?” પણ સાંભળો, બિશપ કંઈ પોતાને ઠેકાણે જ સ્થિર થઈને બેસી રહેતા નથી. તમે માનો છો એટલા દૂર તે કદાચ ન પણ હોય !” “તો તે જ્યાં હોય ત્યાંનું ઠામઠેકાણું મહેરબાની કરીને બતાવોને.” “મને ખબર નથી, પરંતુ જો કોઈ દિવસ મારું નામ કોઈને ન કહો તો એક જગા બતાવું, જ્યાં તમને તેમના ઠામ-ઠેકાણાની સાચી ભાળ મળે ખરી.” “હું કદી કોઈને નહિ કહું.” “તો શું તમારે ઑરેમીસને શોધી જ કાઢવો છે?” “ગમે તેમ કરીને.” “તો મ0 કુકે જ્યાં હોય ત્યાં જઈ પહોંચો, એટલે ઍમીસ તમને મળશે.” “પણ એ બેને શી લેવા–?” ભલાદમી, વૅન બેલ-ઇલ કસબામાં આવ્યું; અને બેલ-ઇલ મે૦ ફુકેનું છે, અને મેં૦ ફુકેએ મેં૦ દળંને ત્યાંના બિશપ બનાવ્યા છે.” “સમજયો, સમજ્યો; તમે મને ખરેખર જીવતદાન દીધું છે.” પણ મારું નામ નહિ દેવાનું હોં !” “જરૂર, જરૂર.” “તો હવે તમે ક્યાં જાઓ છો?” દાનએ પેલાને ઊપડતો જોઈને પૂછયું. માં” ફકને ઘેર.” “અત્યારે મ૦ ફુકે રાજાજી સાથે પત્તાં રમે છે. માટે કાલે વહેલી સવારે મ૦ ફુકેને મળજો.” “એમ જ કરીશ; આભાર !” Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પ્રેમ-પંક બેઇઝમૉ જતાં દાનાં દાદર ચડતાં ચડતાં ગણગણ્યો, “ભારે વિચિત્ર વાત! ઑરેમીસ આ રીતે બેઇઝમૉને પોતાના હાથમાં લે તે શા માટે? જાઃ તો પડશે જ. ઍરેમીસ ભારે ઊંડો માણસ છે!” રાજાજી પત્તાંની બાજી રમે છે દાનએ કહ્યું તેમ ફુકે રાજાજી સાથે પત્તાં રમવા જ બેઠો હતો. રાજાજી સાથે મોટું મંડળ ત્યાં એકઠું થયું હતું. તેમાંથી પહેલ પ્રથમ રાજાજીનાં રાણી મારિયા થેરેસા પોતાના કમરા તરફ જવા ઊભાં થયાં. તે રાણી-માતા ઍનનાં ભત્રીજી થતાં હતાં અને રાજાજીને મુગ્ધ ભાવે ખરેખર ચાહતાં હતાં. રાજાજી તેમને મૂકવા જવા ઊભા ન થયા. રાજાજીના નાના ભાઈ ફિલિપની પત્ની ઇંગ્લંડની પ્રિન્સેસ હેનિપેટા ‘મૅડમ’નો રાજદમ્બારમાં પ્રવેશ થયો, ત્યારથી તેણે સૌ કોઈને પાછળ પાડી દીધાં હતાં. તે શરીરથી તેમ જ મનથી એવી જીવરી હતી, તથા વાતચીતમાં તથા ઉત્સવ-સમારંભમાં એટલો પ્રાણ ઝટ પૂરી દેતી, કે સૌ કોઈ તેને જ દેખી રહેતું. બકિંગહામ જવાનો થયો હતો, એટલે દ ગીશનો સિતારો ચમકવા લાગ્યો હતો. મેડમે હવે બકિંગહામને જવા ખાતે ગણી, તેના તરફ દુર્લક્ષ જ કરવા માંડ્યું હતું; અને બકિંગહામ દૂરથી એ ચપળાની ચંચળ વૃત્તિ તરફ ખેદની નજરે જોયા કરતો હતો. મૅડમ હવે પોતાના કમરામાં જવા ઊભી થઈ, ત્યારે રાજાજીએ તરત ઊભા થઈ, પોતાના નાના ભાઈ તરફ નજર પણ કર્યા વિના, તેને તેના કમરા સુધી લઈ જવા તરત પોતાના હાથ તેના હાથમાં આપ્યો. કમરાના બારણા આગળ જઈ, રાજાએ ત્યાંથી પાછા ફરતા પહેલાં મૅડમ સામે નજર કરી અને એક ઊંડો નિસાસો Page #49 -------------------------------------------------------------------------- ________________ રાજાજી પત્તાની બાજી રમે છે ૩૧ નાખ્યા. મેડમે પણ આંખો ઢાળી દઈ એક ઊંડો નિસાસો નાખ્યો. એ બંને નિસાસા ચાલાક બાજુ મતાલેથી છાના રહ્યા નહિ. રાજા પત્તાંના મેજ તરફ પાછા ફર્યા, ત્યારે તેમની સ્થિતિ કંઈક ભાનભૂલા જેવી થઈ ગઈ હતી. એટલે ટેબલ ઉપર પડેલા પૈસા કોણે કોના વતી જીત્યા છે તેનો હિસાબ લેનાર જાણે કોઈ રહ્યું નહિ. માનિકએ વીસેક હજાર ફ઼ાંક પોતે જ ઉપાડી લીધા. દ વાદે પણ ડયૂક ઑફ બકિંગહામના ચિત્તનું ઠેકાણું ન જોઈ, તેના વતીની મોટી રકમ ઉપાડી લીધી. પણ તેથી કોલબેર જરા પણ ભાનભુલો થયો ન હતો. તે તેની ગણતરીમાં જ હતો. તેણે હવે રાજાજીની પાસે આવી તેમના કાનમાં કિંઈક ગુસપુસ કરી. રાજાજી એકદમ કંઈ જુસ્સામાં આવી ગયા. તેમણે આસપાસ નજર કરીને પૂછ્યું, “મેંશ્યોર ફુકે ચાલ્યા ગયા કે શું?” “ના જી, હું અહીં હાજર જ છું;” ડયૂક ઑફ બકિંગહામ સાથે વાતોએ વળગેલા ફુકેએ જવાબ આપ્યો. “તમારી વાતચીતમાં ભંગ પાડવા બદલ મને માફ કરજે; પરંતુ તમારી સેવાઓની જરૂર હોય ત્યારે મારે તમને બોલાવવા જ જોઈએ.” “હું હરહંમેશ આપની સેવામાં હાજર છું.” ફકએ વંદન કરી જવાબ આપ્યો. તમારી રોકડ-પેટી સાથે ને?” રાજાએ બનાવટી હાસ્ય હસીને કહ્યું. મારા કરતાંય મારી રોકડ-પેટી પહેલી આપ નામદારની સેવામાં હાજર હોય, સરકાર.” તો વાત એમ છે કે, મારે ફતેબ્લો મુકામે પંદર દિવસનો ઉત્સવ-સમારંભ કરાવવો છે; એટલે મારે અમુક રોકડ રકમ જોઈશે – કેટલીક જોઈશે કોલબેર?” કોલબેરે પોતાનું ક્રૂર હાસ્ય હસતાં કહ્યું, “ચાલીસ લાખ ફ્રાંક બહુ છે.” Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પ્રેમ-પંક ફુકેએ માત્ર ગંભીરતાથી નમન કરીને કહ્યું, “આપને ક્યારે જોઈશે?” પણ તે દરમ્યાન તેણે પોતાના નખ પોતાની છાતીમાં એટલા જોરથી દબાવી દીધા હતા કે, અંદર લોહીનાં ટીપાં ઊપસી આવ્યાં. જોકે, તેના મોં ઉપર તો બેફિકરાઈ અને આનંદની જ રેખાઓ મોજૂદ હતી. “તમને એ ભેગા કરતાં જેટલો વખત જોઈએ તે લેજો –ના, ના, મારે જેમ બને તેમ જલદી જ તે નાણાં જોઈશે.” “સરકાર, પણ અમુક વખત તો જોઈશે જ.” કોલબેરના મોં ઉપર વિજયની રેખાઓ છવાઈ રહી. પણ કુકેએ તુમાખીભેર ઉમેર્યું, “માત્ર રોકડ નાણાં ગણવા જેટલો જ સમય જોઈશે, સરકાર. એક દિવસમાં દસેક લાખ સિક્કા તોળી શકાય.” “તો ભલે ચાર દિવસ લેજો,” કોલબેરે જણાવ્યું. મારા કારકુનો,” કુકેએ રાજાજી સામે જોઈને જવાબ આપ્યો, “આપ નામદારની સેવામાં ચમત્કાર કરી બતાવશે. આપને ત્રણ દિવસમાં એ નાણાં મળી જશે.” હવે કોલબેરનો ફીકા પડવાનો વખત આવ્યો. ૨ કુકે જેવો પોતાને ઘેર મારતે ઘોડે આવી પહોંચ્યો, તેવો જ પથારીમાં આળોટી ગયો. ઍરેમીસ તે કમળમાં બેઠો બેઠો કશું લખતો હતો. કુકેના મોં ઉપર ક્ષોભ, ચિંતા અને હતાશાની છવાઈ રહેલી ફીકાશ જોઈ તે ચોંકી ઊડ્યો. નોકર રવાના થતાં જ, બારણું બંધ કરી તેણે કુકેને પૂછ્યું, “કેમ, કંઈ પત્તાની બાજુમાં હરહંમેશની માફક હારી આવ્યા કે શું?” રોજ કરતાં વધારે." “મેંશ્યોર ફુકેને વળી “વધારે” શું ને “છું' શું?” “હા, ચાલીસ લાખ હારીને આવ્યો હોઉં, તેને તમે વધારે ગણો કે શું?” Page #51 -------------------------------------------------------------------------- ________________ રાજાજી પત્તાંની બાજી રમે છે “ચાલીસ લાખ? પત્તાની બાજીમાં ચાલીસ લાખ હારી ગયા? અશકય!” “મેચ્યોર કોલબેર મારા માટે જ્યાં ખેલતા હોય, ત્યાં શી નવાઈ?” “સમજ્યો; અર્થાત્ નવી રકમની માગણી પેશ કરવામાં આવી છે, કેમ?” “હા, અને તેય રાજાજીને મેંએ. માત્ર મીઠું હસવા દ્વારા માણસની કતલ કેવી રીતે થઈ શકે, એ તમે નજરે જોયું હોય તો જ માની શકો.” “ઠીક; તમને બરબાદ કરવાનો જ તેમનો ઇરાદો છે.” તમે એમ હજુ માનો છો?” “તો બીજું શું?” “ખરી વાત; પરંતુ મને વાત જવની માગણી કરાશે, એવી કલ્પના નહોતી.” પણ મશ્યોર કુકે જેવાને ચાલીસ લાખની માગણીથી મારી શકાય એવું ક્યાં છે?” વહાલા દબ્લે, તમને મારી તિજોરીની સ્થિતિની વધુ ખબર હોત, તો તમે આટલા સ્વસ્થ ન રહેત.” અને તમે આપવાનું વચન આપીને આવ્યા છો?” “હાસ્તો; જે દિવસે હું ના પાડું, તે દિવસે કોલબેર એ રકમ લાવી આપે; ક્યાંથી તે તો હું નથી જાણતો; પણ તે લાવી આપે એટલે મારું આવી બને. રાજાજીને તો નાણાં જોગવી આપનારનું જ કામ!” ઍરેમીસે માત્ર ખભા ચડાવીને કહ્યું, “મોંશ્યોર, તમારી સ્થિતિનો માણસ તો જ્યારે નાતે રૂછે ત્યારે જ બરબાદ થઈ શકે.” “પણ માણસ ગમે તે સ્થિતિનો હોય, તો પણ રાજા સાથે તો તે લડી ન શકે ને? અને લડવું હોય તો પણ લશ્કર, બેલ-ઇલની કિલ્લેબંદી, અને ભરપૂર ખજાનો-એટલું તો જોઈએ ને! હવે એ બધું જ ક્યાં રહ્યું છે?” Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પંક પરંતુ જરૂર પડયે બધું જડી આવે; તમે બધું જ ખલાસ થયું એમ માનતા હો, ત્યારે જ એવું કંઈક જડી આવે, જેનાથી બધું જ બચી જાય.” “પણ એ ચમત્કારી “કિંઈક” કોણ શોધી આપે?” તમે પોતે.” “હું? હું શોધક તરીકેના પદનું રાજીનામું આપી દઉં છું.” “તો શું શોધી લાવીશ.” તો ભલે; કામે લાગી જાઓ.” “આપણી પાસે ઘણો વખત છે.” દર્ભે, તમે તમારી સ્વસ્થતાથી જ મને મારી નાંખશો. તમે શું મને આ ઘાતમાંથી પણ બચાવી શકશો એમ મને કહેવા માગો છો?” તમારે પોતાને બચવું છે કે નહિ, એટલું મને કહી દો, એટલે બસ.” “જરૂર બચવું છે.” “તો બસ, હવે કશી પંચાત ન કરશો. જોકે, હું પોતે હમણાં જ તમારી પાસે એક રકમ માગવાનો હતો.” “તમારે પોતાને માટે?” “નારા અને આપના માણસો માટે.” “તમારે કેટલા જોઈએ છે?” “મીંડાંવાળી રકમ છે, પણ બહુ મોટી નથી.” “કેટલી?” “પચાસ હજાર ફાંક.” “એહ, એટલા તો કોઈ પણ ઘડીએ માણસ પાસે હોય. તમારે એ રકમ ક્યારે જોઈએ?” “કાલે સવારે કાલે સવારે પહેલી જૂન છે ને?” “એટલે?” “આપણે ભરવાના હપતાની મુદત કાલે પાકે છે.” Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૫ રાજાજી પત્તાની બાજી રમે છે “આજે હપતા ભરવાના છે, એવું હું જાણતો નહોતો.” “કાલે આપણે ત્રીજો અને છેલ્લો હપતો ભરવાનો છે.” “ત્રીજો હપતો?” “હા, હા, દોઢ લાખ ફ્રાંક બેઇઝમોને ભરવાના છે, તેનો.” “બેઇઝમૉ? તે કોણ છે વળી?” “બાતિલનો ગવર્નર.” હાં, છે તો ખરી; પણ તેને હું શા માટે દોઢ લાખ ક્રાંક ભરું છું?” “આપણે લુવિયેર અને ત્રાંબલે પાસેથી બાતિલનું ગવર્નર પદ બેઇઝમો માટે ખરીદ્ય છે ને?” “કંઈક ઝાંખી યાદ આવે છે ખરી. પણ આપણે એ પદ બેઈઝમ માટે શા કારણે ખરીધું હતું, તે મને યાદ દેવરાવશો?” પ્રથમ તો બેઇઝમૉ ઉપર ઉપકાર કરવાનું અને પછી આપણી જાત ઉપર ઉપકાર કરવા! બાલિનો ગવર્નર આપણો માણસ હોય તો કોઈ વખત કામ આવે ને? આપણે જે સ્થિતિમાં છીએ, તે સ્થિતિમાં બાસ્તિલ વચ્ચે અને આપણી વચ્ચે કેટલુંક છેટું રહેતું હોય એમ તમને લાગે છે?” હા પણ, તેટલા માટે દોઢ લાખ ફાંકની રકમ તમને વધારે પડતી નથી લાગતી? અને એક વાર બાસ્તિલમાં કેદ પકડાયા, એટલે પછી ભૂતકાળમાં આપણે તેના ગવર્નરને કંઈ પણ મદદ કરી હોય, તે શા કામમાં આવે?” “મહાશય, બેઇઝમાં જેવો માણસ ઉપકાર ભૂલે તેવો નથી. અને તેવા માણસ ઉપર કરેલો ઉપકાર હંમેશ સારું વળતર આપે જ.” “ઉપકાર કરવામાંથી પાછું વળતર જોવાનું?” “મહાશય, તમારે એ વળતર તરફ દૃષ્ટિ રાખવાની નથી; એ મારું કામ છે.” તો શું તમારી કોઈ યોજના છે?” “હા જી, હું ના કહેતો નથી.” Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પંક “અને બેઇઝમૉ તે યોજનામાં તમારો સાગરીત છે?” “હા, હા, બેઇઝમો કરતાં પણ ખરાબ સાગરીતો નથી હોઈ શકતા? પણ એ પચાસ હજાર ફૂાંક મને કાલે મળશે ખરા ? પાંચ હજાર પિસ્તા-સોનૈયા જ મારે જોઈશે.” “તમારે આજે રાતે જોઈએ છે?” “તો તો વધુ સારું; બિચારો બેઈઝમાં કયારનો મૂંઝાતો હશે.” તો ભલે, એક કલાકમાં એ રકમ લઈ લેજો. દોઢ લાખ ફ્રાંકના વ્યાજમાં મને તમારી પાસેથી ચાલીસ લાખ મળવાના હોય, તો તે સોદો કંઈ ખોટો નથી.” બેઈઝમના હિસાબે સેંટ પૉલના ઘડિયાળમાં સવારના સાતના ટકોરા પડતા હતા અને એરેમીસ ઘોડા ઉપર બેસી, સાદા નાગરિકના પોશાકમાં બાતિલને દરવાજે આવી હાજર થયો. તેણે ગવર્નર બેઇઝમૉને મળવું છે એમ જણાવ્યું, ત્યારે અંદર અંદરના પહેરાવાળાઓ તરફ એ સંદેશ મોકલવામાં આવ્યો. તેનું નામ પૂછવામાં આવ્યું ત્યારે તેણે એટલું જ જણાવ્યું કે, પહેલી જનને દિવસે જેની રાહ તમે જુઓ છો તે જણ આવ્યા છે એવું તેમને કહેજો. કેટલીય વારે એ સંદેશો ગવર્નર પાસે પહોંચવાનો થયો ત્યારે, તે ઘોડાગાડીમાં બેસી બહાર આવવા જ નીકળતા હતા. ઍરેમીસને દરવાજે ઊભેલો જોતાં જ બેઈઝમૉએ આનંદની ચીસ પાડીને પોતાની ઘોડાગાડીને પાછી લેવરાવી. જાણે તેને શોધવા જ તે જતા હોય! ઍમીસને તેમણે ઘોડા સાથે પોતાના મકાને લીધો. Page #55 -------------------------------------------------------------------------- ________________ બેઇઝમાઁના હિસાબો ૩૭ મકાને પહોંચી, ખુરશી ઉપર ગોઠવાઈ ઍરેમીસે તેમને પૂછ્યું કે, “તમે કયાંક બહાર જવા નીકળ્યા હતા, ખરું? તો તો મેં અત્યારના પહોરમાં આવી તમને મુશ્કેલીમાં મૂકયા, નહિ?” 66 ના રે ના, તમારા આવવાથી હું મુશ્કેલીમાં મુકાઉં, એવું તે હોય?” “તો કબૂલ કરી દો કે, તમે આજે ભરવાના પૈસા શોધવા કયાંક જતા હતા!” “ના, ના, હું ખાતરીથી કહું છું કે હું એટલામાં બહાર ઊભેલા ઘોડાગાડીવાળાએ બૂમ પાડીને પૂછ્યું, આપ મહાશય હજુ મોં ફુંકેને ત્યાં જવાના છો? કે ઘોડા છોડી નાંખું ?” << ,, 66 ના, ના; મોં ફુંકેની વાત કોણ કરે છે? હું વાતચીત કરું છું - ત્યારે કોણ હરામજાદો વચ્ચે બૂમો પાડે છે?” બેઇઝમૉએ અકળાઈને બારી પાસે જઈ બૂમ પાડી. “ઓહો, તો તમે માઁ૦ કુકેને ત્યાં જતા હતા, ખરું? એટલે હું આજે પૈસા લાવીશ કે નહિ એ બાબત તમને શંકા હતી?” “ના, ના, લૉર્ડ, આ તો તમે કયાં મળો કે ન મળો, એની ખબર નહીં, એટલે જ~~~ ,, “પણ મોં૦ ફુંકેને ત્યાંથી તમને જરૂર પૈસા મળી રહેત; કારણ કે, તેમના હાથ હંમેશ ખુલ્લા રહે છે.” “અરે ભગવાન ભગવાન કરો; મારાથી મૅ. ફુકે પાસે પૈસા માગવા જવાય પણ ખરું? એ તો બહુ મોટા માણસ કહેવાય. હું તો તમારું સરનામું એમને પૂછવા જતો હતો.” “મારું સરનામું? મોં૦ કુકેને પૂછવા જતા હતા? શાથી ?” (6 ‘કારણ કે, બેલ-ઇલ માં૦ કુકેની જાગીર છે, અને બેલ-ઇલ વૉનના બિશપની હકૂમતમાં આવેલું છે અને તમે વ્હૉનના બિશપ છો, એટલે...” Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પ્રેમ-પંક પણ જો હું વનમાં છું એટલું તમે જાણતા જ હતા, તો પછી તમે ઍ૦ કુકેને બીજું શું પૂછવા માગતા હતા?” બેઇઝમૉ હવે તદ્દન ગેગેફેંફે થઈ ગયો. તેણે ગભરાતાં ગભરાતાં એટલું જ પૂછ્યું, “મારી કંઈ ભૂલ થઈ છે, લૉર્ડ? તો મને ક્ષમા આપો.” ઍરેમીસે જોયું કે, હવે આથી વધારે તેને સતાવવો ઠીક નથી; એટલે તેણે એ વાત ત્યાંથી પડતી મૂકી; પણ તેણે મન સાથે ગાંઠ તો વાળી જ રાખી કે, આ બધામાં ભેદ જરૂર છે; અને હું વનનો બિશપ છું એ ખબર પણ બેઇઝમને શી રીતે પડી, તથા મોં૦ કુકેને ત્યાં મારું ઠામઠેકાણું મળશે એવું પણ બેઇઝમૉએ શાથી ધારી લીધું, એ વાતની તપાસ તો કરવી જ પડશે. પણ તેણે હસતાં હસતાં કહ્યું, “અરે એમાં વળી ભૂલ શું ને ના-ભૂલ શું? પણ હવે આપણે આપણો હિસાબ ચૂકતે કરી લઈએ.” “પણ, લૉર્ડ, આજે તમે મારી સાથે નાસ્તો લેશો કે નહિ, એ મને પ્રથમ કહી દો.” “ઘણી ખુશીથી.” બેઇઝમૉએ પાસેનો ઘંટ ત્રણ વખત વગાડયો. “તો હવે આજનો હપતો ભરી દઈએ, એટલે પછી તમારે ત્રાંબલે અને લુવિયેરનું કશું દેવું બાકી નહિ રહે, કેમ? પણ આ ત્રણ વર્ષ દરમ્યાન તમને કશી બચત થઈ હશે કે નહિ?” ના રે ના, લૉર્ડ; પચાસ હજાર દર વર્ષે આપી દઉં એટલે કશું જ ન બચે. ગઈ કાલે સાંજે જ મારે મેં૦. દાન સાથે એ બાબત ચર્ચા થઈ હતી, અને તેમના જેવા પક્કા ગણતરીબાજ માણસને પણ કબૂલ કરવું પડ્યું કે, મારી પાસે કશું જ ન બચે.” ઍરેમીસ તરત સમજી ગયો કે, બેઇઝમૉની પોતા અંગેની બધી માહિતીનું મૂળ શું છે! પણ તેણે મ ઠાવકું રાખી પૂછ્યું, “મારા જૂના મિત્ર દાડૅનને તમે મળ્યા હતા, શું? તેમની તબિયત કેમ છે વારુ?” -- “ઘણી સારી છે, લૉર્ડ.” Page #57 -------------------------------------------------------------------------- ________________ બેઈઝમાઁના હિસાબો ૩૯ “અને તેમણે તમારી સ્થિતિની રજેરજ માહિતી પૂછી હતી ખરું? તો મને પણ કહોને, તમારી પાસે અત્યારે કેટલા કેદીઓ છે?” “સાઠ.” “તો તો ઠીક સંખ્યા છે.” “નામદાર, પહેલાં તો કોઈ કોઈ વખત બસો બસો કેદીઓ રહેતા.” “તો પણ, સાઠેક જણ હોય ત્યાં સુધી તમારે કશી ખોટ ન આવે.” “બીજા કોઈને ન આવે; બીજો કોઈ તો અઢીએક લાખ ફ્રાંક એટલામાંથી ઉપરાંતમાં કૂદી કાઢે ! પણ મારો સ્વભાવ માયાળુ છે, એટલે હું તે બધાને બહુ સારી રીતે ખવરાવું પીવરાવું છું, તેથી મારી પાસે વધારાનું કશું બચતું નથી. જુઓને કોઈ રાવંશી કેદી હોય તો રોજના પચાસ ફાંક મળે; પણ કમનસીબે અત્યારે કોઈ રાજવંશી કેદી નથી. કોઈ માર્શલ કેદી હોય તો રોજના છત્રીસ ફૂાંક મળે; પણ તેય નથી. લેફટનન્ટ-જનરલ અને બ્રિગેડિયર કેદીના છવીસ ફૂાંક મળે; સદ્ભાગે મારે ત્યાં તેવા બે કેદી છે. પછી પાર્લમેન્ટના સભ્યોના પંદર ફ્રાંક મળે તેવા મારી પાસે જ છે. સામાન્ય જજ અને ધર્મગુરુ માટે દસ ફ્રાંક રોજના મળે તેવા સાત છે. પણ હું તો તેમને પેલા પંદર ફ્રાંક વાળાઓની જેમ જ રાખું છે. અને કેદખાનામાં માણસને કંઈ કામ ન હોય એટલે ભૂખ વધુ લાગે. એટલે આ દસ ફ્રાંકવાળાને ખવરાવવામાં જ સાડા સાત ફૂાંક વપરાઈ જાય છે.” અને જો તમે પેલા પંદર ફ્રાંકવાળાઓને આ દસ ફાંકવાળાઓની જેમ જરાખતા હો, તો પંદર ફૂાંકવાળાઓને પણ સાડાસાત ફ્રાંકની કિંમતનું જ ખવરાવતા હશો, એટલે તે કેદીઓ પાસેથી તમને જણ દીઠ રોજના સાડા સાત ફૂાંક બચે ખરું ને?” બેઇઝૉ બિચારો આમ બોલવામાં બંધાઈ ગયો એટલે વિશેષ કંઈ કહી શક્યો નહિ. તેણે એટલું જ કહીને સંતોષ માન્યો કે, “બીજાની ખોટ મારે કયાંકથી ને કયાંકથી ભાગવી જ રહી ને?” Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પ્રેમ-પંક “ખરી વાત; પણ દસ ફ઼ાંકથી નીચેના કોઈ જ નથી શું?” નાગરિકો અને બારિસ્ટરોને રોજના પાંચ ફ઼ાંક ભથ્થું હોય છે.” “તેમનામાંથી તમને કેટલી આવક થાય, વારુ?” : ,, “ દોઢેક ડ્રાંક, જણ દીઠ. “બેઇઝમાઁ, ખરેખર તમે પ્રમાણિક માણસ છો, અને દયાળુ છો.” “આભાર, લૉર્ડ; પરંતુ વેપારીઓ અને બેલિફોના ગુમાસ્તાઓને ત્રણ જ ફ઼ાંક મળે છે. તેમની બિચારાઓની સ્થિતિ જરા કપરી કહેવાય ,, ખરી.’ (6 66 ‘પણ ઉપરના વર્ગોનું વધ્યું ઘટયું તેમને આપી શકાય ને?” 66 જરૂર; અને એ બધું તેમને મળતું હોવાથી, કેટલાક જણને તો મારું રસોડું એવું માફક આવી ગયું છે કે, છૂટી જાય તોપણ વળી વળીને પાછા જ બાસ્તિલમાં આવ્યા કરે છે!” “જાઓ, જાઓ, મહેરબાન ! જેલમાં આવવાનું તે કોઈ ઇચ્છે ખરુ? માત્ર ખાવાનું સારું મળે, પણ બીજી બધી સ્વતંત્રતા તો ઝંટવાઈ જ જાય ને!” “અરે તમે નહિ માનો, લૉર્ડ; જુઓ હું મારું રજિસ્ટર તમને બતાવીને પુરવાર કરી આપું–જોકે, એ રજિસ્ટર એમ કોઈને બતાવાય નહિ, પણ તમે તો મારા ઘરના માણસ જેવા જ છો, એટલે—” એમ કહી, તેણે રજિસ્ટર ઉતારી, તેમાંથી ‘મ’ અક્ષર કાઢી તે અક્ષરથી શરૂ થતા નામવાળા એક જણનું નામ કાઢી, ૧૬૫૯ના જાન્યુઆરીમાં, ૧૬૬૦ના જનમાં, ૧૯૬૧ના માર્ચમાં – એમ ત્રણ વાર તેને પાછો આવેલો બતાવ્યો. ઍરેમીસે નવાઈ પામ્યો હોય તેમ તે રજિસ્ટર વધુ ખાતરી કરી જોવા માટે હાથમાં લીધું અને નામો ઉપર ઝપાટાબંધ નજર ફેરવવા માંડી. એક જગાએ સેલદોં નામ આવ્યું ત્યાં તે તરત થોભ્યો અને તેણે પૂછ્યું, આ જ પેલો જેચ્યુઇટો વિષે જોડકણાં રચવા બદલ પકડાયેલો કવિ કે?” "C Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૧ બેઇઝમૉના હિસાબો હા જી, તમે તેની બાબતમાં અંગત રસ બતાવેલો, એટલે હું તેને સારી રીતે રાખું છું.” “આભાર, આભાર; બિચારો છોકરડો કવિ છે, અને તેને બદ્રી મા જ છે. એટલે મેં તમને તેની બાબતમાં સહેજ ભલામણ કરી હતી. પરંતુ તમે તો માયાળુ સ્વભાવના એટલે એ વસ્તુ બરાબર યાદ રાખી છે!” લૉર્ડ, તમે જેની બાબતમાં ભલામણ કરી હોય, તેને હું ભૂલું ખરો? તેને હું બરાબર પંદર ફ્રાંકવાળા કેદીની જેમ જ રાખું છું.” એટલે કે, આ માશિયાલીની જેમ?” ઍરેમીસે એકદમ એક કેદીના નામ આગળ થોભીને પૂછ્યું. સેલદોમાંથી ઍરેમીસ માશિયાલી ઉપર શી રીતે પાછળ આવી પહોંચ્યો, તેનું બેઇઝમૉને ભાન રહ્યું નહિ. તેણે વાતના ચડસમાં જ જવાબ આપ્યો, “બરાબર તેની જેમ જ.” “તો આ માશિયાલી કોઈ ઇટાલિયન છે શું? અને તેને કેમ એકદમ પંદર ફ્રાંક ઠરાવ્યા છે?” ચૂપ, ધૂપ, લૉર્ડ, એ નામની બહુ પૂછપરછ ન કરશો. મેં તે વિષે તમને પહેલાં નામ દીધા વિના વાત કરી હતી.” “તો શું તે કોઈ રીઢો ગુનેગાર છે?” “ના રે ના, તદ્દન જવાન છે.” “તો શું તેનો ગુનો ભયંકર પ્રકારનો છે?” “બિલકુલ અક્ષમ્ય!” આટલું કહી તેણે એરેમીસના કાન પાસે પોતાના બે પંજાનું ભૂંગળું કરી ધીમેથી કહ્યું, “જેનું મોં રાજજીના માં સાથે બરાબર મળતું આવે છે તે—” હા, હા, હવે યાદ આવ્યું, તમે પહેલાં એવા એક કેદીની વાત કરી હતી ખરી; પણ એમાં એણે કશો જાણીબૂજીને કરેલો અપરાધ શો કહેવાય?” પણ લૉર્ડ, વિચાર તો કરો કે, એ સરખાપણું કેટલો મોટો ઉત્પાત મચાવી મૂકે!” Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પ્રેમ-પંક પણ એટલામાં નાસ્તાનું તેડું આવ્યું એટલે તેઓ ભોજનના ઓરડામાં ગયા. ઍરેમીસે ત્યાં વાત વાતમાં બેઇઝમોને ખૂબ ચગાવ્યો, તથા ટેબલ ઉપર પડેલી બાટલીઓમાંથી ઉઘાડી ઉઘાડીને તેને ખૂબ દારૂ પાઈ દીધો. પોતે તો જાણે ચાખતો હોય તેમ જ થોડો થોડો લીધા કરતો હતો. ઍમીસે બેઇઝમૉને વચ્ચે પૂછયું, “તમે પેલા સેલદ કવિને પણ આવો સારો દારૂ પીવા આપો છો, કેમ?” “ના, ના, એ જોડકણાં લખનારને એ દારૂ શાનો મળે? એ તો બરતોદિયેર નં. રને જ મળે.” “મિત્ર, એ વળી કઈ ભાષા થઈ?” “હાં, હાં; એ તો પેલા ટાવરનું નામ છે, જેના બે નંબરના ઓરડામાં પેલા માશિયાલીને રાખવામાં આવ્યો છે.” કેટલા દિવસથી એ ત્યાં છે?” “સાત-આઠ વર્ષથી, લગભગ.” કેમ “લગભગ’ કહો છો? તમને ચોકસ તારીખોની ખબર નથી હોતી?” “એ મારા વખતમાં નહોતો આવ્યો, મૌ૦ દબ્લે; અને બાસ્તિલની ગુપ્ત વાતો ચાર્જ આપતી વખતે વારસામાં આપવામાં આવતી નથી!” અર્થાત, તેને કેદ પૂરવામાં આવ્યો એમાં રાજ્યની કોઈ મોટો ભેદ છે, એમ?” એવું તો કાંઈ નહિ, પરંતુ એનું મોં સરવું આવે છે, એ જ મોટો ભેદ ન કહેવાય?” “ પણ તમારા બીજા પહેરેગીરો કે નોકરી તો એને જોતા જ હશે ને? તેમને એ વાતની ખબર ન પડે?” ના, ના, જેના મને તેનું મોં મળતું આવે છે, તેને જે વારંવાર મળતો-જોતો હોય, તેને જ તેનો ખ્યાલ આવે. બીજા કોઈને નહિ.” Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૩ બેઇઝના હિસાબો “પણ એ બધી મના સરખાપણાની વાત, મને લાગે છે કે, તમારી કલ્પના માત્ર હશે તેને કેદ પકડવાનું ખરું કારણ કદાચ બીજે જ હોય.” “ના, ના, એવું નથી; તમે તો –ને જોયા છે; તમે હવે આ કેદીને જુઓ, તો તમે પણ એ સરખાપણાથી ચોંકી ઊઠો.” “લે, હું એ કેદીને જોઉં? ના રે ના; મને તો તમારાં એ ટાવર તરફ જતાં કંપારી છૂટે– જાણે મને પોતાને જ પૂરવા લઈ જતા હોય એવું લાગે!” “જાઓ, જાઓ, મહેરબાન; એ કેદીને જોવા તો ભલભલાએ કેટલા પ્રયત્ન કર્યા છે–- મને કેટકેટલી મોટી રકમો આપવા કહ્યું છે. પણ તમે તો મારા મિત્ર છો, અને ભલા છો; બોલો, તમારો વિચાર હોય તો હું તમને ખાતરી કરાવું. આવી તક ફરી કદી નહિ મળે!” “ભલે, પણ સાથે મને પેલા કવિને પણ બતાવવો પડશે! મને તો એ કવિમાં જ ખરો રસ છે. પણ મને નવાઈ લાગે છે કે, પેલા કેદીને પંદર ફૂાંક શાથી અને આ ભલા કવિને ત્રણ ફાંક શાથી?” કારણ કે આ કવિ તો કોઈ દિવસ પણ છૂટશે; પણ આ માણસ તો કદી નહિ છૂટે.” “કેમ?” “કારણ કે, તેના મો સરખાપણું તે પોતે કદી છોડવાનો જ નહિ, તેથી! સિવાય કે બળિયા-શીતળાથી તેનું માં છેક જ બગડી જાય! પણ આ કેદખાનામાં સ્વચ્છતા એટલી જાળવવામાં આવે છે કે, બળિયા-શીતળા તેને અહીં કદી થાય તેવો સંભવ જ નથી.” Page #62 -------------------------------------------------------------------------- ________________ ૬ ખરતાદિયર નં. ૨ ૧ બેઇઝમૉએ હવે પહેરાવાળાને તથા જેલરને સાથે લીધા. તેમને એમ જણાવવામાં આવ્યું કે, આ મહાશય રાજાજીના શિલ્પી છે, અને તેમને અહીંનાં ટાવર બતાવવા લઈ જવાના છે. ઍરેમીસના આગ્રહથી તેઓ પ્રથમ સેલદોંની કોટડી તરફ ગયા. તે અઢારેક વરસનો જુવાનિયો હતો. તે ગવર્નરને જોઈ પોકાર કરી ઊઠયો, “મારી મા, મારી મા!” ગવર્નરે તેને કહ્યું, “જો આજે હું તારે માટે સારું ખાવાનું અને પીવાનું લાવ્યો છું. ,, “માશ્યોર, મને એક વર્ષ અંધારી કોટડીમાં પૂરવો હોય તો પૂરો, કે ખાવામાં માત્ર રોટી ને પાણી આપવું હોય તો આપો, પણ મારી માને એક વર્ષ બાદ હું છૂટો થઈને મળું એવું બદલામાં કૃપા કરીને કરો.” “પણ, મને ખબર છે તે પ્રમાણે તારી મા બહુ કંગાળ સ્થિતિમાં રહે છે, અને તને અહીંના જેવું ખાવાપીવાનું સુખ ત્યાં નહોતું.” 66 પણ જો તે કંગાળ સ્થિતિમાં રહે છે એવું તમે જાણો છો, તો પછી તેના એકના એક આધાર જેવા મને તેની ભેગો જલદી કરવો જોઈએ, મોંશ્યોર.’ "" “ પણ તે કોઈ જોડકણું બનાવ્યું હતું— "" મહાશય, એ મેં કશા બદઈરાદા વિના જ લખ્યું હતું, અને તે બદલ તમારે મારો તે હાથ કાપી નાંખવો હોય તો કાપી નાંખો, પણ ૪૪ Page #63 -------------------------------------------------------------------------- ________________ = IL I E C G S જme : **, EnrF=_ _ 2 1 Iક 'Pillain ' N Illis IIII : ૧૮ ) બેઈઝમે અરેમીસને માર્શિયાલીના ટાવર તરફ લઈ જાય છે. - મૃ. ૪૪. Page #64 -------------------------------------------------------------------------- ________________ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૫ બરતોદિયેર નં. ૨ ૪૫ મારી મા ભેગો મને કરો; હું બાકી રહેલા બીજા હાથે પણ કંઈક કામકાજ કરીશ અને તેને ખવરાવીશ.” દીકરા, એ બધું મારા હાથમાં ઓછું છે? મારા હાથમાં તો કોઈ કોઈ વખત તને સારું ખાવા લાવી આપવાનું છે.” ભલા ભગવાન!” એમ કહી તે બિચારો ઊબડો પડી રડવા લાગી ગયો. ઍમીસ તરત જ ઓરડા બહાર નીકળી ગયો. તે બોલી ઊઠ્યો, “કેવી કરુણતા!” “મહાશય, એ તો એનાં માબાપનો જ વાંક કહેવાય,” જેલરે તેને કહ્યું. માબાપનો વાંક કેવી રીતે?” “કેમ વળી તેને લૅટિન ભણાવ્યો શું કામ? ભણાવી ભણાવીને જ તેને બગાડી મૂક્યો ત્યારે તે જેલ ભેગો થયોને? જુઓને હું જરાય ભણ્યો નથી, તો હું જેલમાં છું કંઈ?” ઍરેમીસે એ બિચારા જેલર તરફ નજર કરી. બાસ્તિલમાં જેલર હોવું તેને એ જેલમાં હોવું એમ નહોતો ગણતો! ઍમીસે બેઇઝમોને કહ્યું, “હું જરૂર આ બિચારા જુવાનિયાને માફી મળે તે માટે અરજી કરીશ.” અને જો તમે તેમાં સફળ ન થાઓ, તો તેને દસ ફ્રાંકના વર્ગમાં મૂકે એવું તો કરજો જ, જેથી મને ને તેને બંનેને લાભ થાય.” બેઇઝમૉએ કહ્યું. “પણ હવે પેલો બીજો કેદી છે, તે પણ આમ જ તેની માને યાદ કર્યા કરતો હોય, તો મારે ત્યાં નથી આવવું,” મીસે કહ્યું. ના, ના, એ તો બિચારો ઘેટા જેવો શાંત છે. ઉપરાંત, માને બોલાવવી હોય તોપણ હોઠ તો ઉઘાડવા પડે ને? પણ તે કદી હોઠ, જ ઉઘાડતો નથી.” “તો ઠીક, ચાલો તેની પાસે જઈએ.” Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પંક જેલરે હવે ઍમીસને પૂછયું, “તમે, શ્યોર, જેલના શિલ્પી છો, ખરું?” હા, ભાઈ.” “તો પછી અહીંનું આવું બધું જોઈને તમારી છાતી કેમ ઢીલી થઈ જાય છે?” ઍમીસ સમજી ગયો કે, આ બધાને કશો વહેમ ન જાય તે માટે તેણે કંઈક ચાલાકીથી જવાબો આપવા જોઈએ. પણ એટલામાં તો બેઇઝમૉએ જ જેલરને કહ્યું, “અમે ઉપર જઈએ છીએ; તમે અહીં દાદર આગળ જ નીચે ઊભા રહેજો.” બેઇઝમૉએ પછી નં. ૨ વાળા કમરનું બારણું ઉઘાડ્યું. લોખંડના સળિયાવાળી બારીમાંથી આવતા પ્રકાશમાં એક સુંદર જુવાન માણસ અંદર બેઠેલો દેખાયો. તેના વાળ નાના કાપેલા હતા, તથા તેને દાઢી ઉગવાની શરૂઆત થઈ હતી. પાસેની આરામ ખુરશીને કોણી ટેકવીને તે એક સ્કૂલ ઉપર બેઠો હતો. ઉપર પહેરવાનાં તેનાં કપડાં કીમતી મલમલનાં હતાં અને તે પથારી ઉપર પડેલાં હતાં. ગવર્નર અંદર પેઠો એટલે પેલાએ શાંતિથી ઊભા થઈ તેને સલામ કરી. પરંતુ તેની નજર ઍરેમીસ ઉપર પડી કે તરત ઍરેમીસ ફીકો પડી ગયો અને આખે શરીરે જોરથી ધ્રૂજી ઊઠયો. તેના હાથમાંનો ટોપો જમીન ઉપર પડી ગયો. બેઇઝમાં તો વારંવાર આ કમરામાં આવતો, એટલે તેને ઑરેમીસ જેવી કશી લાગણી ન થઈ. તે તો એક સારા સેવકની રીતે પોતાના હાથમાંનું ખાણું ટેબલ ઉપર ગોઠવવા લાગી ગયો. બધું ગોઠવી લીધા પછી બેઇઝમૉએ કેદીને પૂછ્યું, “તમારી તબિયત ઠીક દેખાય છે; તમે ભલાચંગા છો ને?” “હા, હા, તદ્દન સારી છું; તમારો આભાર માનું છું, મેંશ્યોર.” તેનો અવાજ સાંભળીને તો ઍરેમીસ ફાટેલ આંખે તેના તરફ એક બે પગલાં આગળ વધ્યો. Page #67 -------------------------------------------------------------------------- ________________ બરતોદિયેર નં. ૨ ૪૭ બેઇઝમૉએ તે જોઈ કેદીને કહ્યું, “આ સહસ્થ શિલ્પી છે, અને તે તમારા કમરાની ચીમની તપાસવા આવ્યા છે; ધૂણીબૂણી તો નથી થતી ને?” “જરા પણ નહિ, મેંશ્યોર.” બેઇઝમોંએ હવે એરેમીસ તરફ ફરીને કહ્યું, “તમે કહેતા હતા કે, જેલમાં માણસ કદી સુખી હોઈ શકે જ નહિ; પણ જુઓ, અહીં એક માણસ છે, જે જરાય દુ:ખી નથી. કેમ તમને અહીં કશું દુ:ખ છે ખરું?” બેઇઝમૉએ પેલા કેદી તરફ ફરીને પૂછયું. કશું જ નથી.” “તમને કોઈ વખત કંટાળો નથી આવતો?” ઑરેમીસે પૂછ્યું. “કદી નહિ.” બેઇઝમૉ હસી પડ્યો. ઍમીસે બેઇઝમોને પૂછયું, “પણ મને હજુ તેમને વધુ પ્રશ્નો પૂછવાની તમારી રજા છે?” જેટલા પૂછવા હોય તેટલા પૂછોને!” તો તમે જ એમને પૂછો કે, તેમને અહીં શાથી લાવવામાં આવ્યા છે, તે એ જાણે છે?” બેઇઝડૉએ એ પ્રમાણે પેલાને પૂછયું, એટલે તેણે જવાબ આપ્યો, “ના, મને ખબર નથી.” તમને શા માટે કેદ પૂરવામાં આવ્યા છે, તે તમે ન જાણતા હો, તો તમને ગુસ્સો ન ચડે વારુ?” ઍરેમીસે જાણે ચર્ચાના ભાવમાં આવી જઈને પૂછતો હોય એમ પૂછ્યું. “શરૂઆતના દિવસોમાં મને તેમ થતું હતું ખરું.” “તો હવે કેમ નથી થતું?” “કારણ કે, મેં વિચાર કર્યો અને મને લાગ્યું કે, મેં કશો ગુનો કર્યો નથી, એટલે પરમાત્મા કદી મને સજા ન કરે.” “પણ કેદમાં પુરાવું, એ સજા ન કહેવાય?” “હા, સાત વર્ષ પહેલાં જેવું હતું તેવું તો અહીં નથી જ.” Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૮ - પ્રેમ-પંક “પણ તમારી વાત સાંભળે તેને તો એમ લાગે કે, જાણે તમને આ કેદ ગમતી હોય!” “હું સહન કરી લઉં છું.” “અર્થાત્ કોઈક દિવસ છુટાશે, એ ખાતરીથી ને?” “મને ખાતરી તો નથી જ, માત્ર આશા છે, એટલું જ. પણ દિવસે દિવસે એ આશા ઓછી થતી જાય છે.” “પણ એક વખત તમે સ્વતંત્ર હતા જ, તો પછી ફરી કેમ ન થઈ શકો?” “એ જ કારણે મારી આશા ઘટતી જાય છે, કારણ કે, જો મને ફરીથી છોડવો હોત, તો મને કેદમાં પૂર્યો જ શા માટે હોત?” “તમારી ઉંમર કેટલી થઈ?” “મને ખબર નથી.” “તમારું નામ શું?” “હું ભૂલી ગયો છું.” “તમારાં માબાપ કોણ છે?” “મને તે બાબતની કશી ખબર કદી હતી જ નહિ.” “પણ તમને ઉછેરતાં હતાં તે લોકો કોણ હતાં?” “તેઓ મને તેમનો પુત્ર નહોતાં કહેતાં.” “અહીં આવતા પહેલાં તમે કદી કોઈને પ્રેમ કરતા હતા?” “મારી આયા અને મારાં ફૂલોને હું પ્રેમ કરતો હતો. મારા હજૂરિયાને પણ.” “તમારી આયા અને તમારો હજૂરિયો તમારી પાસે નથી, તેનું તમને દુઃખ થાય છે ખરું?” તે મરી ગયાં ત્યારે હું ખૂબ રડયો હતો.” “તેઓ તમે અહીં આવ્યા ત્યાર પછી મરી ગયાં હતાં કે અહીં આવ્યા પહેલાં?” “મને ઉપાડી લાવ્યા તેની આગલી રાતે તેઓ મરી ગયાં હતાં.” Page #69 -------------------------------------------------------------------------- ________________ બરતોદિયેર નં. ૨ બંને એક સાથે જ?” “હા.” તમને કેવી રીતે ઉપાડી લાવ્યા હતા?” “એક માણસ મારી પાસે આવ્યો; તેણે મને ગાડીમાં બેસી જવા કહ્યું. હું બેઠો એટલે તેણે બારણે તાળું મારી દીધું. એમ મને અહીં લઈ આવ્યા.” “તમે તે માણસને ફરી દેખો તો ઓળખી શકો?” “તેણે બુરખો પહેર્યો હતો.” બેઇઝમૉએ ઍરેમીસને પૂછયું, “કેવી નવાઈની વાત છે? પણ, આ બધું તેણે તમને જ કહ્યું. મને તો કશી વાતની ખબર જ ન હતી.” “તમે પૂછયું નહિ હોય, એટલે શી રીતે કહે?” “ખરી વાત; મને એવું બધું જાણવાની ઇંતેજારી જ હોતી નથી.” ઍમીસે હવે કેદી તરફ ફરીને પૂછયું, “તમે અહીં આવ્યા તે પહેલાં કોઈ અજાણી સ્ત્રી કે પુરુષ તમને મળવા આવતાં, એવું તમને યાદ છે?” હા! એક સ્ત્રી ત્રણ વખત આવી હતી. દરેક વખતે તે બંધ ઘોડાગાડીમાં આવતી; બુરખાથી મેં બરાબર ઢાંકીને. જ્યારે તે મકાનમાં આવતી અને હું તથા તે એકલાં પડતાં, ત્યારે તે બુરખો ઊંચો કરતી.” તે તમને શું કહેતી?” પેલો શોકઘેરું હસ્યો અને બોલ્યો, “તમારી પેઠે તે પણ પૂછતી કે, હું ખુશી આનંદમાં તો છું ને, તથા મને કંટાળો તો નથી આવતો ને?” અને તે તમારી પાસે આવે તથા જાય ત્યારે શું કરતી?” “મને તેના હાથમાં લઈ, છાતીએ દબાવતી અને ચુંબન કરતી.” “તમને તેની આકૃતિ બરાબર યાદ છે?” “બરાબર !” “તમે અકસ્માત્ તેની ભેગા થઈ જાઓ તો તમે તેને બરાબર ઓળખી કાઢો ખરા?” -૪ Page #70 -------------------------------------------------------------------------- ________________ પ૦ પ્રેમ-પંક ચોક્કસ.” બેઇઝમોએ ઍરેમીસને પૂછયું, “હવે આપણે જઈશું?” “હા, હા, જ્યારે તમારી મરજી થાય ત્યારે.” ઍમીસે બેફિકરાઈનો ભાવ ધારણ કરીને જવાબ આપ્યો. બંને જણા ત્યાંથી નીકળી નીચે ઊતરતા હતા, ત્યારે બેઇઝમૉએ ઍરેમીસને પૂછયું, “આ બધું તમને શું લાગે છે?” “એટલું જ કે, પેલા ઘરમાં ખૂન કરવામાં આવ્યાં છે.” “આ કેદીના ઘરમાં?” “હા, પેલી આયા અને હજૂરિયાને ઝેર દઈને એકીસાથે મારી નાંખવામાં આવ્યાં છે.” “શું આ છોકરડાએ એમનું ખૂન કર્યું હશે?” “ના, ના, એ છોકરાએ એ ખૂન થતું જોયું હશે, એટલે ખૂનીનું નામ બહાર ન પાડી દે તે માટે તેને અહીં જેલમાં પૂરી દેવામાં આવ્યો છે. તેને ચોપડીઓ આપવામાં આવે છે?” “ના, ના, ચોપડીઓ આપવાની તો સખત મનાઈ છે. મહામાત્યજી માઝારેએ સ્વહસ્તે એ લખી જણાવ્યું છે.” “એ લખાણ તમારી પાસે હજુ હશે ખરું?” “હા, હા, તમારે જવું છે?” “મને મહાપુરુષોના હસ્તાક્ષર અને ખાસ કરીને તેમની સહી જોવાનો બહુ શોખ છે.” “તો તો, આ પ્રમાણભૂત હસ્તાક્ષર છે; માત્ર એક જ જગાએ સહેજ છેકછાક છે.” “છેકછાક? શાની?” “એક આંકડાની જ; પહેલાં એવું લખાણ હતું કે, રોજના ૫૦ ફ્રાંકના ખર્ચથી તેમને જેલમાં રાખવા.” “એ તો રાજકુટુંબના જ માણસનો દર થયો, ખરું ને?” Page #71 -------------------------------------------------------------------------- ________________ બરતોદિયર નં. ૨ ૫૧ પણ મહામાત્યજીને પોતાની ભૂલ પછી સમજાઈ હશે, એટલે તેમણે પાછલું મીંડું છેકી નાખ્યું અને આગળ એકડો ઉમેરી લીધો. પણ તમે પેલા સરખાપણાની બાબતમાં કેમ કશું કહેતા નથી?” “ભલા મેં૦ દ બેઇઝમાં, હું નથી બોલતો તેનું એક જ કારણ છે, અને તે એ કે, એવું કશું સરખાપણું છે જ નહિ.” નથી? કેવી વાત?” એ સરખાપણું કેવળ તમારી કલ્પનામાં જ છે. અને હોય તોપણ એ વાત તમારે મોંએ લાવવાની જરૂર નથી. કારણ કે રાજા લૂઈ-૧૪ જો જાણશે કે, તેમના પ્રજાજનમાંના કોઈનું માં તેમને મળતું આવે છે એવી વાત તમે ફેલાવો છો, તો તે તમારી ઉપર ખૂબ ગુસ્સે થઈ જશે.” “ખરી વાત, ખરી વાત; પણ એ વાત મેં તમારા સિવાય કોઈને કરી જ નથી; અને તમે તો સમજદાર માણસ છો, એટલે વાંધો નહિ. પણ હજ તમારે પેલી મહામાત્યજીની હસ્તાક્ષરવાળી નોંધ જોવી છે?” ચોક્કસ.” બેઇઝમૉએ પોતાના કમરામાં પહોંચી, એક કબાટમાંથી એક ખાનગી રજિસ્ટર કાઢીને તેનું નાનું તાળું ખોલી નાંખ્યું. એરેમીસે જોયું કે, એ તાળાની નાની ચાવી, બેઇઝમૉ જે ઝૂમખું પોતાની પાસે જ રાખતો, તેમાં હતી. બેઇઝમૉએ હવે તેમાંથી “મ' અક્ષર કાઢી પેલી નોંધ બતાવી. તેમાં આ પ્રમાણે લખાણ હતું કદી કોઈ પુસ્તક ન આપવું. કપડાં સારામાં સારી જાતનાં મેળવીને આપવાં; કસરત ન કરવા દેવી-ન આપવી; એક જ જેલર તેની પાસે જાય આવે; કોઈની સાથે કશી વાતચીત ન કરવા દેવી. વાજિંત્રો માગે તે આપવાં. બીજી બધી જાતની સ્વતંત્રતા અને સુખસગવડ તેને મળે. ૧૫ ફ઼ાંક રોજનું ભથ્થુ ગણવું. એ પંદર ઓછા પડે, તો મેં દ બેઇઝમાં વધુ માગી શકે.” Page #72 -------------------------------------------------------------------------- ________________ પર પ્રેમ-પંક ઓહો,” બેઇઝમાં બોલી ઊઠ્યો; “હવે હું જરૂર વધારે રકમ માગીશ.” ખરી વાત છે; મેં૦ દ માઝારેના હસ્તાક્ષર છે. હું બરાબર એ અક્ષરોથી પરિચિત છું. તો ઠીક, ગવર્નર મહાશય, હવે આપણે આપણી વાત ઉપર આવીએ.” હા, હા, મારે આ રકમ કેટલા વખતમાં પાછી આપવાની છે, એ તમે જ કરાવી આપો.” એ મુદત ઠરાવવાની જરૂર નથી; તમે દોઢ લાખ ફ્રાંક મળ્યાની પહોંચ આપો એટલે બસ.” “પણ પૈસા ક્યારે પાછા આપવા, એ શરત લખવી તો પડશે ને?” “હા, જ્યારે હું મારું ત્યારે પણ તમે સમજો જ છો કે, તમે જ્યારે ઇચ્છશો ત્યારે જ હું માગીશ.” મને એ બાબતની કશી ચિંતા જ નથી; પણ મેં પચાસ પચાસ હજારની બે પાવતી આપી છે ને?” “હા, તે બંને જુઓ અહીં તમારા દેખતાં જ ફાડી નાંખું છું.” હજુ બેઇઝમાં દોઢ લાખની ભેગી પાવતી લખી આપે તે પહેલાં તો એરેમીસે પેલી બેય પાવતીઓ ફાડી નાંખી. પોતાના ઉપર દાખવવામાં આવેલા એ વિશ્વાસથી ગદ્ગદિત થઈ, બેઈઝમૉએ તરત દોઢ લાખની પહોંચ લખી નાંખી. એ નાણાં જ્યારે ઍરેમીસ પાછાં માગે ત્યારે આપવાં એ શરત લખાયેલી ઍરેમીસે જોઈ લીધી. પછી તે પહોંચ ખીસામાં મૂકીને ઍમીસ ઊભો થતો થતો બોલ્યો, “હવે હું તમારો એકાદ કેદી ઉડાવી જાઉં તો ગુસ્સે ન થતા.” એટલે શું?” “અલબત્ત, તેની માફી મેળવી લાવીને. તમને ખબર છે કે, પેલા બિચારા સેલના કિસ્સામાં મને ભારે રસ છે.” “હા, હા, ખરી વાત. તમારો હાથ જેટલો ખુલ્લો છે, તેટલો જ સમર્થ છે, એ વાતની મને ખબર છે.” Page #73 -------------------------------------------------------------------------- ________________ બે સખીઓ બેઇઝમૉ બાતિલમાં ઍરેમીસને કેદીઓ બતાવતો હતો, તે વખતે જ એક ઘોડાગાડી મૅડમ દ બેલિયેરને બારણે આવીને ઊભી રહી. મેડમ વાનેલર અંદર ખબર કહેવરાવીને જલદી જલદી મૅડમ દ બેલિયેરને જઈ મળી. તેની આંખોમાં વિચિત્ર ચમકારો દેખાતો હતો. એ ચમકારો નીરોગિતાનો નહોતો કે આનંદનો નહોતો. “કેમ બહેનબા, હવે મને તો ભૂલી જ ગયાં ને કંઈ? રાજદરબારના આનંદ-ઉત્સવમાં આ બાપડી બહેનપણી શાની યાદ આવે?” “જાઓ, જાઓ, હું ક્યાં વળી રાજદરબારના આનંદ-ઉત્સવમાં જાઉં છું? હું તો હવે મારી જાગીર બેલિયેર તરફ ચાલી જવાની વેતરણમાં વાહ! એ વળી નવું તૂત શું? એક જ ગામડે ચાલ્યા જવું છે? મેં તો જુદું જ સાંભળ્યું હતું.” લોકો તો ભલી ભલી વાતો કર્યા જ કરે પણ તમે શું સાંભળ્યું છે, તે તો કહો.” ૧. ફ્રાંસના માકિર્વસની મહા સ્વરૂપવતી વિધવા. નાણાંપ્રધાન ફકે તેના ઉપર પ્રેમ કરતો હોય છે. - ૨. પાર્લમેન્ટના કાઉન્સિલર મેં૦ વાલની પત્ની. પહેલાં ફકની પ્રેમિકા હોય છે. હવે તેના ઉપર ચિડાઈ, ઊગતા સિતારા કોલબેરની પ્રેમિકા બની હોય છે. ૫૩ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પ્રેમ-પંક “એ જ કે, હવે તમે તમારા સદ્ગત પતિને ભૂલી ગયાં છો.” “લે, કર વાત! હું મારા પતિને ભૂલતી જ નથી; જોકે, તેમને ગુજરી ગયે બે વર્ષ થયાં, અને હજુ મને અઠ્ઠાવીસમું જ વર્ષ ચાલે છે, એટલે કદાચ મારા બધા વ્યવહારમાં એમનો શોક દેખા ન દે, એ સ્વાભાવિક છે. જોકે, તમે તો આદર્શ પત્ની છો, એટલે તમારા કડક ધોરણે મારો વ્યવહાર પૂરો ન ઊતરે એમ બને.” મૅડમ બેલિયેરે કુકેનો પ્રેમ છોડી કોલબેરની સોડમાં પેઠેલી મેડમ વાલને આડકતરો ટોણો માર્યો તે તેને વાગ્યા વિના ન રહ્યો. પણ મેડમ વાનેલ કંઈ એ ઘા એમ ને એમ ઝીલી લે તેવી નહોતી. તેણે તરત જ ઉપાડીને કહ્યું, “તમે કંઈ નવું પ્રેમ પ્રકરણ શરૂ કર્યું છે, એવું મેં તો સાંભળ્યું, એટલે જ મને નવાઈ લાગી.” લોકો તો વાતો ઉરાડયા જ કરવાના. કોઈ જુવાન સ્ત્રી વિષે આવા આક્ષેપો થયા કરે તેમાં નવાઈ શી છે?” અરે ભાઈ, મારી વાત પૂરી સાંભળો તો ખરાં. લોકો એમ નથી કહેતા કે, તમે ઝટ ઝટ કોઈના હાથમાં આવી ગયાં છો. તમે આત્મરક્ષણમાં તમારા નહોર-દાંત સારી પેઠે વાપર્યા છે, તથા પોતાના ઘરમાં કિલ્લાની પેઠે પુરાઈ બેઠાં હતાં. જોકે એ કિલ્લો છેક અભેદ્ય નથી રહ્યો, એટલું જ લોકો તો કહે છે.” “પણ મારી સાથે કોઈનું નામ તો બોલાતું જ હશે ને?” “તમારે એ નામ સાંભળવું જ છે?” “આ અર્ધા કલાકથી હું બીજું શું પૂછી રહી છું?” “તો લો સાંભળો, ડયૂક ઑફ બકિંગહામ!” “છ, મેં તો ડયૂકને નજરે પણ જોયા નથી.” “કદી નહિ?” “ડયૂક પૅરીસમાં આવ્યા છે ત્યારથી હું મારું ઘર છોડીને બહાર જ નીકળી નથી.” Page #75 -------------------------------------------------------------------------- ________________ બે સખીઓ ૫૫ “ અરે !” મૅડમ વાનેલ પોતાનો પગ બારી પાસેની શેતરંજી ઉપર પડેલા એક કાગળ તરફ લાંબો કરતી બોલી, “મળવાની શી જરૂર છે? કારણ કે લખીને પણ મળી શકાય ને?” મૅડમ બેલિયેર કંપી ઊઠી; કારણ કે પેલો કાગળ, જે તે હમણાં જ વાંચતી હતી તેના ઉપર મોં ફુકેની મુદ્રા સ્પષ્ટ દેખાતી હતી. તેણે તરત જ તે કાગળ ઉપર પોતાનો ઘેરદાર રેશમી પોશાક છાવરી દીધો, અને પછી મૅડમ વાનેલને કહ્યું, “આવી આવી મૂરખ વાતો કહેવા તો તમે અત્યારના પહોરમાં મારે ત્યાં નહિ જ દોડી આવ્યાં હો.” તો ચાલોને બહેન, મારી ગાડીમાં, આપણે વિસની તરફની ઝાડીમાં જરા ફરી આવીએ; પહેલાં આપણે ત્યાં ફરતાં ફરતાં એકબીજાનાં પ્રેમપ્રકરણોની વાતો કેવાં દિલથી કરતાં? મારાથી હજુ સેટ માંદે* ભુલાતું નથી. ’ C ,, 66 “છટ્ છટ્, હજુ તમે સેટ માંદેને યાદ કર્યા કરો છો? અને તમે તો આટલાં બધાં સ્વમાની માણસ છો !” “સ્વમાની છું એટલે જ, સામા પ્રેમીજનની બેવફાઈ તથા ઉપેક્ષા મારાથી સહન નથી થઈ શકતી. અને જેને હું તજી દઉં તે જો તેથી ખરેખર દ:ખી થતો લાગે, તો હું પછી પણ તેને ચાહું છું. પરંતુ જેઓ મને તજી દે અને પાછા ઉપરથી પોતાની બેવફાઈનું ઘમંડ દાખવે, તેઓ મને મરણિયણ બનાવી મૂકે છે.” “અને છતાં તમે સેંટ માંદેને એટલે કે,—મા૦ ફુકેને ભૂલતાં નથી એ કેવું?' મૅડમ વાનેલ સમજી ગઈ કે, મૅડમ બેલિયેર હવે પોતાની અદેખાઈ કરવા લાગી છે. તેણે કહ્યું, “હું ગમે તેવી હોઈશ, તથા મને મોં ફુંકે * કામિની અને કાંચન ’માં આવે છે તેમ, મ૦ કુકેનું પ્રેમ-પ્રકરણ ચલાવવાનું ખાનગી મકાન, જ્યાંથી ભૂગર્ભ રસ્તો તેની કચેરીમાં પહોંચતો. આ ખાનગી મકાન કોનું હતું તે કોઈ ન જાણતું. પણ કુકેની પ્રેમિકાઓને એ મકાનની ચાવી મળતી. ત્યાં આવી, તેઓ અમુક તાર ખેંચવાની કરામતથી કુકેને પોતાના આવ્યાની ખબર પહોંચાડી શકતી. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫૬ પ્રેમ-પાંક ઉપર ગમે તેટલો ગુસ્સો ચડયો હશે, છતાં મારા સ્વભાવની એક સારી બાજુ પણ તમારે ભૂલવી ન જોઈએ. હું અત્યારે મોં૦ કુકેને યાદ કરતી આવી છું તેનું કારણ એટલું જ કે, તેમની જે વલે થવા બેઠી છે, તે જોઈ મને ખરેખર દુ:ખ થાય છે. મારે મતે તેમના જેવો કમનસીબ માણસ અત્યારે આ પૃથ્વી ઉપર બીજો કોઈ નહિ હોય ! ” “હેં? કાંઈ થયું છે?” મૅડમ બેલિયેર છાતી ઉપર હાથ દબાવી ચોંકીને બોલી ઊઠી. મૅડમ વાનેલ હવે તેની આ પ્રેમ-કબૂલાતનો પુરાવો જોઈ, એકીસાથે રાજી થતી તથા અદેખાઈથી સળગી મરતી બોલી, “તમને શું કશી જ ખબર નથી?” 66 ‘ના, ના, મને કશી જ ખબર નથી.' CC તો જાણો કે, રાજાજીએ મ૦ ફુંકે ઉપરથી પોતાની કૃપાદૃષ્ટિ તદ્દન પાછી ખેંચી લીધી છે, અને મા૦ કોલબેર ઉપર ઢોળવા માંડી છે. બેલઇલની કિલ્લેબંદીનું કાવતરું પકડાઈ ગયા પછી તો ખાસ. - “પણ મેં તો સાંભળ્યું હતું કે, એ કાવતરું પકડાયું તેને તો મેં૦ કુકેએ પોતાના લાભમાં વાળી લીધું છે— તેમણે ઊલટી એ આખી કિલ્લેબંદી રાજાજીને જ બક્ષિસ કરી દઈને, રાજાજીની વધુ કૃપા મેળવી છે.” ‘એ વાતમાં શો માલ છે? માત્ર તે રાજદ્રોહની સજામાંથી છટકી ગયા એટલું જ. પણ હવે તો નવી વાત એવી બની છે કે, ત્રણ દિવસમાં જ નાણાં-પ્રધાન મોં૦ કુકેની પૂરેપૂરી બરબાદી થશે. જોકે હું ત્રણ દિવસ કહું છું, પણ ચોવીસ કલાક જ બહુ છે. મોં ફુંકે કાં તો *પણ કંઈક સમજાય તેવું તો કહો, બહેન! તમે તો મને જબ્બે કરવા જ બેઠાં છો!” ,, 66 "" ‘હું--અં હવે માની ખરી!' મૅડમ વાનેલ મનમાં ખુશી થતી ગણગણી. તેણે હવે પોતાની પ્રેમ-હરીફને પૂરેપૂરી ખતમ કરવા છેલ્લો ઘા કર્યો—“સાદા શબ્દોમાં વાત એટલી છે કે, મોં૦ કુકે પાસે હવે પૈસા જ રહ્યા નથી.” Page #77 -------------------------------------------------------------------------- ________________ બે સખીઓ “પણ આજે નથી તેથી શું? કાલે તે લાખો ભેગા કરશે!” “એમના બે હોશિયાર મિત્રો જીવતા રહ્યા હોત, તો જરૂર એમ બનત; પણ તેમને તો પહેલા જ ફાંસીએ ચડાવી દીધા છે!* પણ પૈસા મરી જતા નથી ને? તેમને બહુ તો છુપાવી શકાય; પરંતુ ચોલાક માણસ તેમને ખોળી કાઢ્યા વિના ન રહે!” “તો તો એ ખોળી કાઢવાનું ઠેકાણું તમે જ તેમને બતાવજો ! રાજાજીએ ગઈ કાલે જ ચાલીસ લાખ માગ્યા છે.” “ચાલીસ લાખ!” મૅડમ બેલિયેર હવે એકદમ મડદા જેવી ફીકી. પડી ગઈ; છતાં તે બોલી, “મેંશ્યોર કુકે પાસે ચાલીસ લાખ તો હશે જ.” “ઊંધું-ઊં! અને આજે તેમની પાસે એટલા હશે એમ માની લઈએ. તોપણ મહિના પછી રાજાજી બીજા જે માગશે તે તો નહિ જ હોય !” તો શું રાજાજી પછીથી પણ માગશે?” ચોક્કસ વળી; તેથી જ હું તો કહું છું કે, બિચારા મ૦ કુકે હવે આવી જ બન્યું છે. ઘમંડમાં ને ઘમંડમાં તે અત્યારે તો પૈસા આપ્યા કરશે, પણ પછી જ્યારે પાસે બિલકુલ નહિ રહે, ત્યારે તેમને ધૂળ ચાટતા થયા વિના છૂટકો નથી.” તો શું મેં૦ કોલબેરને મૌ૦ કુકે ઉપર એટલી બધી દાઝ છે કે, તેમને બરબાદ કરીને જ છોડશે? તે પોતે શું ફ્રાંસના નાણાંપ્રધાન થવા ઇચ્છે છે?” નાણાં પ્રધાન તો જગા ખાલી પડતાં થશે; પણ અત્યારે મેં૦ કુકે તેમની યોજનાઓ સામે ટકી નહીં શકે, એટલાની તો મને ખાતરી. થઈ છે જ. તેથી જ હું મારા એ જૂના પ્રેમીની દયા ખાઈને અહીં દોડી આવી છે, જેથી તમારા જેવાં તેમના મિત્રો, વખતસર તેમને બચાવી. લેવા કંઈ કરી શકે! મેં૦ કુકે ભલે મને બેવફા નીવડ્યા છે, પણ એક વખત તે મને ચાહતા હતા, તેટલા માર્ગે જ મને તેમની દયા આવે છે.” કામિની અને કાંચનમાં મૅ0 લિદો અને મેં૦ દિમેરીનો એ પ્રસંગ આવે છે. જુઓ પૃ૦ ૩૩૪ ઇ. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પ્રેમ-પાંક '' તો પછી તમે પોતે જમા૦ કુકને જઈને કેમ મળતાં નથી?” “જુઓ બહેન, જે પ્રેમીએ મને તજી દીધેલી છે, તેની પાસે હું પહેલ કરવા શા માટે જાઉં? ઉપરાંત મારા પતિનો પણ મારે વિચાર કરવાનો ને ?” આટલું કહી, મૅડમ વાનેલ જવા માટે ઊભી થઈ. તે જાણતી હતી કે, મા૦ કુકે મૅડમ બેલિયેરનો પ્રેમ મેળવવા ઉત્સુક છે, તથા ૉડમ બેલિયેર પણ હવે મા૦ કુકેને નમતું જોખવા તૈયાર થઈ છે. પણ, મ ફુંકેની પડતી હવે નિશ્ચિત હોઈ, તેમને પડખે પેસવા જેવું નથી, એમ મૅડમ બેલિયેરને ઠસાવી, પોતાને ભૂલી જનાર પ્રેમી કુકે ઉપર તે વેર લેવા માગતી હતી. અલબત્તા, મૅડમ બેલિયેર મળ ફુકેને સ્વીકારવા તૈયાર થઈ છે, એ વાતની તેને ખાતરી ન હતી. પરંતુ ‘ પાણી પહેલાં પાળ’ બાંધવાની રીતે, અથવા મૅડમ બેલિયેર જો મોં∞ ફુંકેને સ્વીકારી ચૂકી હોય, તો તેને દઝાડવાનો આનંદ લેવા જ તે આવી હતી. મૅડમ વાનેલ ઊભી થઈ, પણ મૅડમ બેલિયેરને ચિંતામાં પડી બેસી રહેલી જ જોઈને તેણે તેને પૂછ્યું, “મને દરવાજા સુધી વિદાય કરવા પણ નહિ આવો કે શું, બહેન?” મૅડમ બેલિયેર મડદાની પેઠે પડી રહી હતી, તે હવે એકદમ ઊઠી, પશુ બોલ્યાચાલ્યા વિના પોતાના અંદરના ઓરડામાં પેસી ગઈ, અને અંદર જઈ તેણે બારણું બંધ કરી દીધું. ફુંકેનો પેલો કાગળ તેણે પોતાનાં કપડાંના ઘેરથી ઢાંકી રાખ્યો હતો તેનું તેને ભાન ન રહ્યું. મૅડમ વાનેલ તરત તે કાગળ તરફ ગઈ, અને તેના ઉપર મોં૦ ફુકેની મુદ્રા જોતાં જ તે ગુસ્સાથી સળગી ઊઠી અને બોલી, “હું--અં! ત્યારે તો હું આવી ત્યારે મ૦ ફુકેનો કાગળ જ એ વાંચતી હતી! ’’ પેલી બાજુ મૅડમ બેલિયેર અંદરના ઓરડામાં જતાં જ પગની અને મનની ધારણ ન રહેવાથી બેભાન થઈ, લાકડાની પેઠે જમીન ઉપર તૂટી પડી. Page #79 -------------------------------------------------------------------------- ________________ બે સખીઓ ૨ ફટકો અણધાર્યો આવવાથી વધુ કારમો બન્યો હતો. ભાનમાં આવતાં મૅડમ બેલિયેરે બધી વસ્તુસ્થિતિ સમજવા પ્રયત્ન કર્યો. કોલબેર જાહેર હિતને નામે મેં ફુંકે સામે પોતાના અંગત વેરની જ કાળી રમત રમી રહ્યો હતો. મૅડમ વાનેલ પણ મ∞ ફુકેની બરબાદી નજીક આવતી જોઈ, આનંદ માણતી હતી અને કોલબેરને એ માટે જ ઉશ્કેરી રહી હતી. પુરુષ દયા વિનાનો હતો તો સ્ત્રી હ્રદય વિનાની હતી. અને રાજા એ કાવતરામાં સાગરીત બન્યો હતો. ૫ પણ મૅડમ બેલિયેર કંઈ શોક કરતી પડી રહેનારી બાઈ ન હતી. તેણે તરત અમુક નિશ્ચય કરી લીધો, અને પોતાની તહેનાતી-બાનુઓને પોતાનું જરઝવેરાત કાઢીને તૈયાર કરવા હુકમ કર્યો. મુખ્ય બાનુએ નવાઈ પામી પૂછ્યું, “મૅડમ, રુપ દર વખત બેલિયેર જતાં એ બધું પૅરીસમાં જ મૂકીને જાઓ છો. મૅડમે જવાબ આપવાને બદલે પોતાના ક્વેરીને તાબડતોબ બોલાવવા માણસ મોકલ્યું. ઝવેરી આવતાં મૅડમે પોતાના બધા ઝવેરાતની કિંમત આંકવા તેને કહ્યું. પેલો છેક જ નવાઈ પામ્યો. કારણ કે, એમાંનું કેટલુંક ઝવેરાત તો કેવળ વટ ખાતર જ વધુ કિંમત આપીને તેની પાસેથી કે તેની મારફતે ખરીદેલું હતું. ઝવેરી એ બધું વેચી નાંખવાની વાત સાંભળતાં જ આભો થઈ ગયો. પણ એ મોટા ઝવેરીઓ ધંધેદારી હોવા છતાં, આ મોટાં તવંગર ઉમરાવ કુટુંબોના વંશપરંપરાથી એક ભાગરૂપ બની ગયેલા હોય છે. તેઓની પાસે તેમનું નાણુ કે ઝવેરાત જેમ સહીસલામત હોય છે, તેમ જ આવી બધી ખરીદ-વેચાણની વાતો પણ. મૅડમે પોતાનું બધું સોનું અને ઝવરાત તેને વેચીને રોકડ નાણાં આપવા ફરમાવ્યું. બરાબર દસ લાખ ફ઼ાંકની રકમ થઈ રહે તે માટે છેવટે ચાંદીનાં વાસણો પણ મૅડમે કાઢી નાંખ્યાં. ઝવેરીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, આ જ વેરાત ધીમે ધીમે ઘરાકની ગરજ જોઈને કાઢીએ, તો એક લાખ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૦ પ્રેમ-પંક ફ્રાંક વધુ ઊપજે. પરંતુ મૅડમે તેને તે ફિકર ન કરવા જણાવ્યું. ઝવેરીએ તો પણ છેવટે એટલું તો કહ્યું, “મૅડમ, મારો નફો આ બધામાં પચાસ હજાર ફ઼ાંક થશે.” મૅડમે જવાબમાં તેનો આભાર માન્યો. પછી કોઈને વહેમ ન જાય તે માટે મૅડમે ઝવેરીની ઘોડાગાડીમાં જ નાણાંની પેટા રખાવી, અને પોતે તેને ત્યાંથી જ, તેની ઘોડાગાડીમાં જ્યાં જવું હશે ત્યાં જશે એવી વ્યવસ્થા કરી. તે પ્રમાણે મૅડમ તેની ઘોડાગાડીમાં નાણાં સાથે સેંટ માંદેવાળા મકાને આવી પહોંચી. તે મકાનની ચાવી મૅડમ પાસે પણ હતી. વાચક જાણે છે કે, તે મકાન ભૂગર્ભ-માગે ફુકેના મહેલ સાથે જોડાયેલું હતું; તથા અમુક અરીસાઓ ઉપરની ઠેસીઓ ફેરવવાથી ફુંકેના ખાનગી કમરામાં પોતે આવ્યાની જાણ કરી શકાતી. મૅડમે ચાવી વડે બારણું ઉઘાડી, પૈસાની પેટી ઉપર લેવરાવી. પછી કોચમૅન અને ઝવેરીના માણસ ચાલ્યા ગયા. અટલે તેણે બારણું અંદરથી બંધ કર્યું. મકાનમાં બધી સામગ્રી તૈયાર જ હતી — અલબત્ત, કોઈ માણસ ત્યાં હતું નહિ. દીવો પોતાને હાથે સળગાવી મૅડમ ત્યાં બેઠી, અને એ નાણાં કેવી રીતે અપાય તો કુકે સ્વીકારે, એનો વિચાર કરવા લાગી. કારણ કે, કુકે પ્રાણ જવાના થયા હોય તો પણ એવી મદદ કોઈની પાસેથી ન સ્વીકારે, એ તે બરાબર જાણતી હતી. તેમાંય પોતે તદ્દન ઉઘાડી થઈને—પોતાનું બધું જરઝવેરાત અને સોનાચાંદીનાં વાસણ વેચીને આણેલાં આ નાણાં કુકે જેવો દિદાર માણસ ઝટ સ્વીકારી લે એ તો અશકય હતું. તે માત્ર તેના પ્રેમનો યાચક હતો. અને અત્યાર સુધી મૅડમે તેને એ વસ્તુ જ આપી ન હતી! ફુંકે કદી આ નાણાં સ્વીકારે, તો તે તેના સ્વાર્પણના પ્રતીક રૂપે ! પરંતુ તે જ ઘડીએ મૅડમ બેલિયેરને એક કઠોર સંશય કાંટાની પેઠે ખૂંચવા લાગ્યો : ‘કુકે શું ખરેખર તેને ચાહે છે? ફુંકે જેવો ચંચળ પ્રકૃતિનો માણસ સ્વર્ગની દેવીને પણ સ્થિર ભાવે પ્રેમ કરી શકે? કુકે મહાપ્રજ્ઞ માણસ હતો, અને ઉદાત્ત હૃદયનો માણસ હતો; તેથી તેનું Page #81 -------------------------------------------------------------------------- ________________ દાયજો ૧ હૃદય પ્રાપ્ત કરવું એ ગમે તેવી લોભામણી વસ્તુ ભલે હોય, પરંતુ તે હૃદય કદી તેને હંમેશ માટે મળી શકે તેવું હતું ખરું?’ મૅડમ હવે પોતાની અસ્થિરતાથી જ અકળાઈ. પ્રેમની બાબતમાં સામાના હ્રદય કરતાં પોતાના જ હ્રદયને વધારે તપાસવું જોઈએ. અને સામાના પ્રેમની પરીક્ષા પોતાનો અનર્ગળ પ્રેમ વહાવીને જ કરવી જોઈએ. પ્રેમના માર્ગમાં શંકા કરવાની હોય, તો તે પોતાની જ ઉપર ! ८ દાયો સેંટ માંદેવાળા ફુકેના ખાનગી મકાનમાં આવીને બેઠેલી મૅડમ બેલિયેર, ઘડિયાળમાં સાત વાગ્યા એટલે એક અરીસા તરફ ગઈ. ત્યાં એક કળ ફેરવીને તેણે ઘંટનો હાથો ખેંચ્યો. ત્યાર પછી પોતાના જ અંતરમાં અત્યાર સુધી ચાલેલી રકઝકથી થાકી ગઈ હોય તેમ તે એક મોટા કોચ આગળ બેસી ગઈ. દસ મિનિટ બાદ છૂપા બારણાની કળ ઊઘડવાનો અવાજ આવ્યો અને કુકે અંદર દાખલ થયો. તે ઘણો ફીકો પડી ગયો હતો અને અંતરમાં ચાલતી કોઈ ભારે ગડમથલના વજનથી જાણે ઝૂકી ગયો હતો. તેના સુંદર ઉમદા ચહેરા ઉપર ચિંતાની રેખાઓએ જે પીળાશ સરજી હતી, તેથી તે ઊલટો વધુ જુવાન દેખાતો હતો. પ્રેમ કરતી સ્ત્રી હંમેશ પોતાના પ્રેમપાત્રના ચહેરાને ખુલ્લા પુસ્તકની જેમ વાંચી શકતી હોય છે. બીજી સ્કૂલ શક્તિઓની ઊણપ પરમ પિતાએ સ્રીઓને આ સૂક્ષ્મ શક્તિ ખાસ બક્ષીને પૂરી કરી આપી છે. સ્ત્રીઓ પોતાનું અંતર પુરુષનાથી છુપાવી શકે, પણ કોઈ પુરુષ સ્ત્રીની નજરમાંથી પોતાનું અંતર છુપાવી શકે, એ શકય નથી. મૅડમને એક નજર નાંખતાં જ ખબર પડી ગઈ કે, ફુંકેનું ચિત્ત કેવડી મોટી ચિંતાના ભારથી દબાઈ ગયેલું છે, તથા તેની આખી રાત Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૨ પ્રેમ-પંક કેવી રીતે પછાડો ખાઈને કે પડખાં ઘસીને વીતી છે. મૅડમે હવે છેવટનો નિશ્ચય કરી લીધો : આ માણસને અત્યારે જ કોઈના અંતરની હૂંફની ખાસ જરૂર છે! મૅડમમાં રહેલું માતૃત્વ જાણે પોકારી ઊઠયું. હવે કશી ગડભાંજની જરૂર જ જાણે ન રહી! મા કદી પ્રેમ કરતી વખતે સામો જવાબ કેવો મળશે તેની ફિકર કરે છે? તે તરત ઊઠીને ઊભી થઈ અને કુકે પાસે પહોંચીને બોલી, “તમે આજે સવારના મને લખ્યું હતું કે, હું તમને ભૂલવાની શરૂઆત કરવા લાગી છું અને છેવટના કેટલાય વખતથી હું તમને મળી નથી; એટલે તમે માની લીધું કે, હું તમને યાદ પણ નહીં કરતી હોઉં! હું તમારી તે ભૂલ સુધારવા આવી છું. અને હું તમારી આંખમાં અત્યારે શું વાંચી શકું છું તે જાણો છો?” “શું વાંચી શકો છો, કહો જોઉં?” ફુંકેએ નવાઈ પામી પૂછ્યું; કારણ, મૅડમ તરફથી આવો અંતરનો ઉમળકો આજ સુધી તેને કદી જોવાજાણવા મળ્યો ન હતો. “હું સ્પષ્ટ જોઈ શકું છું કે અત્યારે તમે મને જેવી ચાહો છો, તેવી તમે કદી મને ચાહી નથી. તે જ પ્રમાણે તમેય સ્પષ્ટ જોઈ શકતા હશો કે, હું તમને કદી ભૂલી નથી.” ફુકેની આંખો અચાનક આનંદના એક વિચિત્ર પ્રકાશથી ચમકી ઊઠી. તે બોલ્યો, “તમે ખરેખર દેવદત છો, અને કોઈ માણસ તમારા ઉપર શંકા લાવી શકે જ નહિ. બહુ બહુ તો તે તમારી સમક્ષ ઘૂંટણિયે પડી તમારી ક્ષમા જ યાચી શકે.” કુકે ઘૂંટણિયે પડવા જ જતો હતો તેને રોકીને મૅડમે પોતાની પાસે બેસાડી દીધો. “બોલો, હમણાં તમારા મનમાં થઈને એક ખરાબ વિચાર પસાર થઈ ગયો કે નહિ?” 66 “તમને શી રીતે ખબર પડી, મૅડમ ?” F Page #83 -------------------------------------------------------------------------- ________________ દિાયજો ૩ “તમારા ચહેરા ઉપર થઈને એક વિચિત્ર સ્મિત પસાર થઈ ગયું. તો ભલા થઈને તમારા તે વિચાર મને કહી દો જોઉં! મિત્રો વચ્ચે કશી. વાતનું અંતર રાખી શકાય નહીં, જાણો છો ને?” “તો, મૅડમ, મને પ્રથમ કહો કે, આ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી તમે મારા પ્રત્યે કેમ આટલાં બધાં કઠોર થઈ ગયાં હતાં?” “હું કઠોર થઈ હતી?” “હા, હા; મને તમારી મુલાકાતની તમે મનાઈ નહોતી ફરમાવી?” “અરેરે,” મૅડમ દ બેલિયેર ઊંડો નિસાસો નાંખીને બોલી: “કારણ એટલું જ હતું કે, તમે મારી મુલાકાત લો તેના બદલામાં વધારે કપરું કમનસીબ તમારી મુલાકાત લે એવું જ આજકાલ ચોતરફથી યોજાઈ રહ્યું છે. મારા ઘર ઉપર દુશ્મનોની આંખો ચોકી કર્યા જ કરે છે. એટલે તમારા દુ:લમાં મારે ત્યાં આવવાને કારણે વધુ ઉમેરો ન થાય, તે માટે જ મેં તમને મનાઈ કરી હતી.” આ શબ્દો સાંભળતાં જ નાણાં પ્રધાન તરીકેની બધી ચિંતાઓ. કુકેના અંતરને ઘેરી વળી; અત્યારે થોડીક ક્ષણોથી એક પ્રેમીનાં અમર્યાદ સુખદ સ્વપ્નો જ તેને વીંટાઈ ગયાં હતાં. તે બોલ્યો, “મારા રૂમ ઉમેરો ન થાય તે માટે? તો શું તમારી સુંદર આંખો મારા ઉપર કેવળ કરુણા-વૃત્તિથી ખિન્ન થઈને ઢળી છે? મારે એ આંખોમાંથી બીજી વસ્તુ જોઈએ છે.” “મૉશ્યોર, ખિન્ન કોણ થયું છે એ જરા તમારો પોતાનો ચહેરો, અરીસામાં જોઈને પછી કહો.” “ખરી વાત છે; મારા ઉપર કામકાજનો બોજો વધારે પડતો થઈ ગયો હોઈ, હું જરા ફીકો પડી ગયો છું. ઉપરાંત રાજાજીએ ગઈ કાલે મારી પાસે થોડીઘણી રકમ માગી છે.” “હા, હા, ચાલીસ લાખ માગ્યા છે, મને ખબર છે.” “તમને ખબર છે? શી રીતે? કારણ કે, રાજાજીએ રાણીજી વગેરેના ચાલ્યા ગયા પછી મારી એકલાની સમક્ષ એ વાત કરી હતી.” Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-ાંક “તમે જુઓ છો કે, મને એ વાતની ખબર છે; હવે તમે એ નાણાં એકઠાં કર્યાં કે નહિ, એટલું જ કહો ને.” << વાહ, ફ઼ાંસ દેશના નાણાંપ્રધાનની તિજોરીમાં ચાલીસ લાખ જેવી તુચ્છ રકમ ન હોય, એમ કેમ કરીને બને?” ૪ "" “ઠીક, ઠીક; તમારી પાસે હશે અથવા તમને તે રકમ મળશે.' ‘મને મળશે’એટલે ?” "f ‘ થોડા વખત પહેલાં જ તમારે વીસ લાખ આપવા પડયા હતા ને ? ‘પણ પ્રિય, તમે આજે મારી સાથે આ જ વાતો કરવાનાં છો? નગદ નાણાંની વાતો અને ખણખણાટથી મારા કાન આખો દિવસ ભરેલા જ રહે છે.” << ના, ના, એ વાતો કરવા જ હું આજે અહીં આવી છું.” tr મને તમારા કહેવાનો અર્થ સમજાયો નહીં.'’ 66 તો મને કહો કે, તમારું નાણાંપ્રધાનનું પદ કાયમનું કહેવાય કે, રદ થઈ શકે તેવું?” 66 તમારા આ પ્રશ્નથી મને અતિ આશ્ચર્ય થાય છે; જાણે એ પ્રશ્ન પૂછવા પાછળ તમારો કોઈ ખાસ હેતુ હોય.” .. “મારો હેતુ સીધોસાદો છે; હું તમારા હાથમાં થોડાક પૈસા મૂકવા માગું છું, અને તેથી મારે જાણવું છે કે, તમારું પદ કાયમી છે કે નહિ.” હજુ મને ખાસ કશું સમજાયું નહિ.” 66 “શું ન સમજાયું, વહાલા મોં૦ કુકે? મારી પાસે થોડાક પૈસા છે; તેમનું શું કરવું એની મને મૂંઝવણ છે. મારે જમીનમાં તેમનું રોકાણ કરવું નથી, તો તેમનો સારો ઉપયોગ કરી શકે તેવા કોઈ મિત્રને ત્યાં મારે થાપણ તરીકે તે મૂકવા છે.” k “એની કંઈ ખાસ ઉતાવળ છે? એ વાત પાછીથી કરીશું.” “ના, ના, ઉતાવળ છે; કારણ કે એ નાણાં પેલી પેટીમાં જ છે.” એમ કહી મૅડમે તે પેટીનું ઢાંકણું ખોલ્યું, તો અંદરથી સોનામહોરોનો ઢગલો અને નોટોના થોકડા નજરે પડયા. Page #85 -------------------------------------------------------------------------- ________________ દાયો ૬૫ કુકે મેડમની સાથે જ ઊભો થઈ ગયો હતો, તે હવે થોડોક વિચાર માં પડી ગયો. પછી અચાનક ચોંકી ઊઠી, ફીકો પડી જઈ, ખુરશીમાં બેસી પડ્યો અને બંને હાથે મોં ઢાંકી દઈ, બોલ્યો, “મેડમ, મેડમ, તમે મને શું ધારી લીધો?” મેં શું ધાર્યું છે, એ વિષે તમે શું માની લીધું?” “એ જ કે, મને પૈસાની મૂંઝવણમાં પડેલી જોઈ, તમે દયા કરીને મારે માટે એ પૈસા લાવ્યાં છો. મને તમારા અંતરની ખબર ન પડી શકે એટલો તમારાથી જુદો હું ખરેખર નથી.” “જો તમે મારું અંતર જોઈ શકતા હો તો એટલું કેમ નથી જોઈ શકતા કે, હું પૈસા નહીં, પણ મારું અંતર જ તમને અર્પવા આવી છું.” “તો તો તમે મને પૈસા આપવા આવ્યાં છો એ મારી કલ્પના સાચી હતી, આ રીતે મારું અપમાન કરવાનો અધિકાર હજુ મેં તમને આપ્યો નથી.” - “તમારું અપમાન કરવાનો?” મેડમે એકદમ ફીકી પડી જઈને કહ્યું, “તમે મને કહ્યા કરો છો કે, તમે મને ચાહો છો; અને તમારા એ પ્રેમ માટે મારી ઈજજત અને સ્વમાનનો હું ભોગ આપું, એમ ક્યારનું તમે ઇચ્છયા કરો છો. અને છતાં હું જ્યારે મારા પોતાના પૈસા તમને આપવા આવી છું ત્યારે તમે મારો અધિકાર નથી એમ મને કહો છો?” મેડમ, તમે જેને તમારી ઈજજત અને સ્વમાન કહો છો, તેનું રક્ષણ કરવાને તમે જેમ સ્વતંત્ર છો, તેમ મને મારી ઇજજત અને સ્વમાનનું રક્ષણ કરવાનો અધિકાર આપશો કે નહિ? મને પાયમાલ થવા દો; જેઓ મારા તરફ વેરભાવ રાખી રહ્યા છે, તેઓના એ મહાભાર નીચે કચરાઈ જવા દો; મને મારા પોતાના પશ્ચાત્તાપના ભાર નીચે પણ છુંદાઈ જવા દો; પણ ભગવાનને ખાતર તમારા આ દયાભાવથી મને સદંતર ધૂળ કરી ન નાખતાં.” મેં તમને મારી મિત્રતા ધરી હતી, ઍ૦ કુકે !” છે.-૫ Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-અંક “હા, અને ત્યાં આગળ જ તમે અનુલ્લંઘનીય મર્યાદા પણ મારે માટે આંકી રાખી છે.” તો તમે મારી મિત્રતાને પાછી ઠેલો છો, એમ ને?” હા, હું જરૂર પાછી ઠેલું છું.” “મેં૦ કુકે હવે મારા મેં તરફ જુઓ; હું તમને મારો પ્રેમ ધરું છું. ઘણા વખતથી હું તમને ચાહતી આવી છું, પણ મારે મોંએ હું તે કહેતી નહોતી. તમે ઘૂંટણિયે પડી કેટલીય વખત મારા પ્રેમની યાચના કરી હતી. અત્યાર સુધી મને તમારા પ્રેમની સ્થિરતા વિષે– તમારી નિષ્ઠા વિષે શંકા હતી,-એટલો મારો પ્રેમ અધૂરો હતો. હવે મને મારા પ્રેમ વિશે શંકા નથી રહી; એટલે, તમારી નિષ્ઠા બાબત શંકા કરવાની મારે રહેતી નથી. હું હવે સંપૂર્ણપણે તમને સમપિત થાઉં છું. બોલો, તમે સુખી થશો?” “એ પરમ સુખથી કદાચ હું ગૂંગળાઈ જઈશ.” “તો મારો સ્વીકાર કરો, અને તમારે માટે જેમ મેં એક પૂર્વગ્રહનો ત્યાગ કર્યો છે, તેમ તમે મારે માટે મારા પૈસા ન લેવાય એ જાતના દુરાગ્રહનો ત્યાગ કરો.” “પ્રિય, મને ન લોભાવશો.” “પ્રિય, મને ના ન પાડશો.” “તમે આશું કરી રહ્યાં છો, તેનો વિચાર ગંભીરતાથી કરી જુઓ.” “કુકે, એક જ શબ્દ – તમે “ના” ભણો, એટલે હું આ બારણું ઉઘાડી ચાલતી થઈશ; તમે પછી મારું મોં કદી જોવા નહીં પામો. તમે ‘હા’ ભણો અને હું સર્વતોભાવે તમારી બની જઈશ.” “પણ આ પેટી?” “તે મારો દાયો છે– તે લઈને હું મારા પતિને ઘેર આવી છું.” “એથી તો તમે સદંતર ખાલી થઈ જશો – આ પેટીમાં નહિ નહિ તોય, દસેક લાખની રકમ હશે.” Page #87 -------------------------------------------------------------------------- ________________ રેતીના ટાપુઓ ઉપર શું બન્યું “હા, મારું સર્વસ્વ જ તેમાં છે. પરંતુ જો તમે મને ન ચાહતા હો, તો મારે એ ઝવેરાતની કંઈ જરૂર નથી; અને હું તમને ચાહું છું તેટલી તમે મને ચાહતા હશો, તો પણ મને એ કશાની જરૂર નથી.” “આ સદ્ ભાગ્ય તો હું કલ્પી શકું તેથી પણ ઘણું મોટું છે. હું એ દાયજો સ્વીકારું છું.” “અર્થાત્ તમારી પત્ની તરીકે મને પણ.” –એમ કહી માર્કીએ તેના હાથમાં પડતું નાંખ્યું. રેતીના ટાપુઓ ઉપર શું બન્યું કેલે જતાં રસ્તામાં બકિંગહામ અને દ વાર્દ બહુ મિત્રતાભરી રીતે વર્યા તથા બંને વચ્ચે નજીક આવી રહેલી આખરી લડાઈને જાણે ભૂલી જ ગયા. છઠ્ઠા દિવસે તેઓ કેલે પહોંચ્યા. ડયૂકના નોકરોએ અગાઉથી પહોંચી જઈ બધી તૈયારી કરી રાખી હતી અને લૂકના ‘માટ'-જહાજ સુધી પહોંચવા હોડી તૈયાર ખડી હતી. ઘોડા વગેરે જહાજ ઉપર ચડાવાઈ રહ્યા, એટલે ડયૂકે જહાજના કપ્તાનને એટલું જ જણાવ્યું, “દરિયો શાંત છે અને સૂર્યનો પ્રકાશ સારો હોવાથી સૂર્યાસ્ત જોવાની મજા આવશે. એટલે, સંધ્યાકાળ સુધી કિનારા ઉપર જ ફરવાની મજા લઈ, રાત પડો જ હું જહાજ ઉપર આવીશ.” ડભૂકના માણસોને ધક્કા આગળ એક હોડી તૈયાર રાખવા સૂચના અપાઈ હતી, જેથી જ્યારે મરજી થાય ત્યારે ડયૂક જહાજ ઉપર પહોંચી જઈ શકે. ધીમે ધીમે ભરતીનાં પાણી આગળ આવવા લાગ્યાં એટલે બર્કિહામે કિનારાથી થોડે દૂર થયેલા એક રેતીના ટાપુ તરફ દ વાદને લીધો. Page #88 -------------------------------------------------------------------------- ________________ * પ્રેમ-પાંક ભરતીનાં પાણી તે ટાપુની આસપાસ ફરી વળ્યાં હતાં, પણ ટોચ સુધી પહોંચવાને હજુ થોડી વાર હતી. બંને જણ ઝટપટ પાણીમાં થઈ તે ટેકરા ઉપર જઈ પહોંચ્યા. દરિયાનું પાણી ઊંચું આવતું જ જતું હતું, અને એ ટેકરો. વધુ વખત કોરો રહી શકે તેમ ન હતું. બકિંગહામે દ વાર્દને કહ્યું, “તમને ઠીક લાગતું હોય તો તમે ઇંગ્લંડની ભૂમિ સુધી આવી શકો છો; નહિ તો અહીં જ હવે પતાવી દઈએ.” પણ એટલી વારમાં તો ટેકરા ઉપર પણ પાણી ફરી વળવા લાગ્યું. બંને જણા ઝટપટ તરવારો ખેંચી તૈયાર થઈ ગયા. બકિંગહામ બોલી ઊઠયો, “જુઓ ઍ૦ દ વાર્દ, હું તમારી સાથે લડી રહ્યો છું, કારણ કે, મને તમારી ઉપર ભારોભાર અણગમો છે. તમે મારા મિત્રોમાંના એકને ખૂબ અપમાનિત કર્યો છે, અને હું તમારો જીવ લેવા મારાથી બનતું બધું કરી છૂટીશ. કારણકે, તમે જે જીવતા રહેશો તો મારા મિત્રો પ્રત્યે ઘણી દુષ્ટતા દાખવવાના છો, એની મને ખાતરી છે. બસ, મોંદ વાર્દ, મારે આટલું જ તમને કહેવાનું છે.” આટલું કહી બકિંગહામે દ વાર્દને નીચા નમી સલામ કરી. અને લૉર્ડ, અત્યાર સુધી મને તમારા પ્રત્યે ખાસ અણગમો ન હતો; પરંતુ હવે તમે મારા સ્વભાવને બરાબર પામી ગયા છો, એટલે હું પણ તમને બરાબર ધિક્કારવા લાગ્યો છું અને મારે પણ તમને મારી નાખવા મારાથી બનતું કરી છૂટવું પડશે.” આમ કહી, તેણે પણ ડયૂકને નમન કર્યું. તરત જ બંનેની તરવારો અંધારી રાતે વીજળીના બે ચમકારાની પેઠે લપકી ઊઠી. બંને જણા કુશળ પટ્ટાબાજ હતા. અને શરૂઆતમાં કાંઈ પરિણામ ન આવ્યું. પરંતુ રાત ધીમે ધીમે ગાઢી થવા લાગી હતી અને તેઓ માત્ર ધારણાથી જ હુમલો કરી રહ્યા હતા. અચાનક દ વાર્દની તરવાર બકિંગહામના ખભા ઉપર અટકી અને લૂકનો હાથ નીચો નમી ગયો. Page #89 -------------------------------------------------------------------------- ________________ રેતીના ટાપુઓ ઉપર શું બન્યું ૬૯ લૉર્ડ, તમને વાગ્યું લાગે છે,” દ વાર્દ એક બે પગલાં પાછો હઠતાં બોલ્યો. “ જરાક,” કહી ચૂક પાછો સામો ધસી ગયો. આ વખતે દ વાર્દની છાતી આગળ તેની તરવાર રોકાતાં તેણે પૂછ્યું, “વાગ્યું કે?” ના, ના, પણ હવે તમારો વારો છે,” એમ કહી દ વાર્થે જુસ્સામાં આવી જઈ બકિંગહામ ઉપર હુમલો કર્યો. બકિંગહામના હાથનાં બે હાડકાંમાં થઈ તેની તરવાર આરપાર નીકળી જતાં તેનો જમણો હાથ જૂઠો પડી ગયો. પણ તે હાથમાંથી છૂટી ગયેલી તરવાર ડાબા હાથમાં જ ઝીલી લઈ, તેણે એકદમ દ વાર્દ ઉપર એવો ધસારો કર્યો કે, તેની તરવાર પેલાની છાતીમાં આરપાર ઘૂસી ગઈ. દ વાર્દની તરવાર ડયૂકના હાથમાં પેઠેલી રહી, અને તે પોતે નીચે પાણીમાં ગબડી પડયો. દ વાર્દ મરી ગયો ન હતો, પણ દરિયો ઝપાટાબંધ વધતો જતો હતો એટલે ડયૂકે તરત આંખો મીંચીને જોરથી દ વાર્દની તરવાર પોતાના હાથમાંથી ખેંચી કાઢી, અને પછી દ વાર્દ તરફ ફરીને પૂછ્યું, “જીવલેણ ઘા છે?” “ના, પણ લગભગ એવો!” ફેફસાંમાંથી ગળામાં ધસી આવેલા લોહીથી ગૂંગળાતે અવાજે દ વાર્દ બોલ્યો. “તો શું કરવું છે? તમે ચાલી શકશો?” “ના, ના, પણ તમારા માણસોને જલદી બોલાવો, નહીં તો હું પાણીમાં જ ડૂબી જઈશ.” ડયૂકે તરત જોરથી બૂમ પાડીને હોડી બોલાવી. તે પહેલાં દ વાર્દ ઉપર મોજું ફરી વળતું જોઈ, બકિંગહામે પોતાનો સાજો હાથ તેના બરડા નીચે ઘાલી તેને ઊંચો કર્યો. મોજું ડયૂકની કેડ સુધી આવી ગયું, પણ તે બરાબર પગ ટેકવી રહ્યો. એ મોજું પસાર થઈ ગયું એટલે ભૂક, દ વાર્દને લઈ, કિનારા તરફ આગળ ચાલ્યો; પરંતુ એટલામાં એક મોટું માંનું ધસી આવ્યું અને બંને જણ ગબડી પડયા. દ વાર્દ બેભાન થઈ ગયો. તે જ ઘડીએ લૂકના ચાર ખલાસીઓ લૂક ઉપર તોળાઈ રહેલું જોખમ Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પંક જોઈ દરિયામાં કૂદી પડયા અને તેની આસપાસ આવી ઊભા રહ્યા. ડયૂકનું આખું શરીર લોહીથી ખરડાઈ ગયું હતું. પેલાઓ ડયૂકને ઊંચકવા ગયા પણ ડયૂકે ના પાડી અને કહ્યું, “પ્રથમ માકિર્વસને કિનારે લઈ જાઓ.” સાલો ફ્રેંચ જહાનમમાં જાય,” પેલાઓએ ચિડાઈને જવાબ આપ્યો. “હરામજાદાઓ!” ડયૂકે ખોંખારો ખાઈને કહ્યું, “પહેલા મૌ૦ દ વાર્દને કિનારે લઈ જાઓ, નહિ તો હું તમને બધાને ફાંસીએ ચડાવીશ.” એટલામાં હોડી પાસે આવી ગઈ હતી. ડયૂકનો સેક્રેટરી અને ડયૂકનો ભંડારી દરિયામાં કૂદી પડયા. દ વાર્દ જીવતો રહ્યો હોય એમ લાગતું ન હતું. છતાં ભૂકે તેને જ પહેલો કિનારે લેવરાવ્યો. કિનારે ફરવા આવનારા થોડાક નવરાઓ હાજર હતા તથા છએક માછીઓ આ લડાઈ જોઈને ભેગા થઈ ગયા હતા. તેઓ એક માણસને ઊંચકીને લવાતો જોઈ, દરિયામાં કૂદી પડ્યા અને કેડ સુધીના પાણીમાં આગળ આવી ગયા. પેલાઓએ દ વાર્દના શરીરને તેઓના હાથમાં સોંપી દીધું. કના સેક્રેટરીએ સોમૈયા ભરેલી એક થેલી તે માછીઓ તરફ ફેંકી અને કહ્યું, “મારા માલિક નામદાર ડયૂક ઑફ બકિંગહામ તરફથી; તમે માર્વિસ દ વાર્દની પૂરતી સંભાળ લેજો.” બંનેના ઝભ્ય તણાઈને કિનારે આવ્યા હતા. પેલા માછીઓએ તેમાંથી બકિંગહામના ઝભ્ભાને દ વાર્દનો ગણી તેના ઉપર વીંટાળી લીધો. ડયૂકને ખલાસીઓએ અધવચ જ હોડીમાં લઈ લીધો અને હોડી જહાજ તરફ હંકારી મૂકી. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મૅડમ મજા કરે છે બકિંગહામ ચાલ્યો જતાં દ ગીશને હવે કિનારો પોતાને માટે ખુલ્લો થયેલો લાગ્યો. મશ્યોર (ફિલિપ)ને હવે કોઈની અદેખાઈ કરવાનું રહ્યું નહિ, એટલે પોતાના મિત્ર શવાલિયેર દ લૉરેઈનના હાથમાં જ પોતાની જાતનો કુલ કબજો મેંપી દઈ, તે નિરાંત માણવા લાગ્યો. બીજી બાજુ, રાજાજીને મેડમ (પોતાના નાનાભાઈ ભેંશ્યોર ફિલિપની અંગ્રેજ પત્ની પ્રિન્સેસ હેનિયેટા)ની સોબત એટલી બધી ગમતી ચાલી, કે રોજ રોજ નવાં નવાં આનંદ-ઉત્સવનાં નિમિત્તે તેમણે ઊભાં કરવા માંડ્યાં, જેથી મૅડમને પૅરીસનો વસવાટ આનંદપ્રદ થઈ પડે. - રાજાજીએ હવે ફેબ્લો મુકામે મહોત્સવની તડામાર તૈયારીઓ કરાવવા માંડી હતી, અને દરબારમાં દરેક જણ પોતાને એ મહોત્સવમાં આમંત્રણ મળે તેની જ પેરવી કરવા લાગ્યું. દ લૉરેઈનને પરંતુ દ ગીશની અદેખાઈ આવવા માંડી. દ ગીશ હવે મોંશ્યોરના ઘરમાં જાણે અ નાખી બેઠો હતો, અને દ ગીશ કયારે મશ્યોર તથા મેડમ બંનેનો કુલ કબજો કરી બેસશે, તેનો તેને ડર લાગવા માંડ્યો. તેથી એણે એક યોજના વિચારી અને ત્યાંથી થોડા વખત માટે અચાનક એ અલોપ થઈ ગયો! પહેલે દિવસે તો મશ્યોરે દ ગીશની સોબતનો આધાર લીધો એટલે તેમને કશી ખોટ ન લાગી; પણ દ ગીશ મેંશ્યોર કરતાં મૅડમ પાસે વધુ રહેવા ઇંતેજાર હતો, અને મેંશ્યોરને પોતાને હંમેશા આનંદ-પ્રમોદ, વાતચીત તથા નૃત્ય-સંગીતના મૅડમના જલસાઓમાં હાજર રહેવાનું ફાવતું નહિ; એટલે થોડા જ વખતમાં તે પોતાના ઓરડામાં એકલો પડી ગયો. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૨ પ્રેમ-પંક દ ગીશ બીજે દિવસે મેડમના કોઈ અગત્યના કાર્યક્રમમાં સલાહ આપવા વધુ રોકાઈ રહ્યો; પછી મેંશ્યોરને સોબત ૨ાવા તે અલબત્ત થોડી વાર દોડી આવ્યો, પણ કાંઈક ખરીદીની બાબતમાં સલાહ આપવાની હોવાથી તરત મેડમના કમરા તરફ પાછો દોડી ગયો. મરને હવે દ લૉરેઈનની ખોટ વધુ સાલવા લાગી. તે મેડમના કમરા તરફ ગયો, પણ ત્યાંની હસાહસ, આનંદ-પ્રમોદ અને ભીડ જોઈને ચિડાઈ ગયો અને પોતાને કંટાળામાં અથવા અલગ રાખી, બીજાંઓને આનંદ કરતાં જોઈ, તે ખૂબ ગુસ્સે થઈ ગયો. સૌ કોઈ મોંશ્યોરનું મોઢું ચઢેલું જોઈ ગભરાઈ ગયું અને આખી મંડળીમાં નાસભાગ મચી રહી. પણ મેડમ એકલી સ્વસ્થ રહી. તેણે માત્ર હસીને પૂછયું, “અત્યારે તો તમારે ટૉઈલેટનો વખત હોય છે ને?” હા, હા, બીજા બધાને જ્યારે અમન-ચમનનો વખત હોય, ત્યારે મારે – પણ અહીં આવડી બધી નાસભાગ કેમ મચી ગઈ વારુ?” મૅડમે જવાબ આપ્યો, “ઘરના માલિક જ્યારે આવી પહોંચે, ત્યારે તેમના પ્રત્યેના આદરથી સૌએ છેટાં રહેવું જોઈએ ને!” એમ કહી તેણે ભલા માણસ જેવી એવી ચેષ્ટા કરી, જેથી તે ઓરડામાં બાકી રહેલાઓને હસવું રોકવા મોઢું દબાવવા જતાં ભોંય ભારે પડી ગઈ. માંશ્યોરને એ પરિસ્થિતિની ખબર પડયા વિના ન રહી; અને તે એકદમ ગુસ્સાથી ધમધમી ઊઠયો. એટલે રહ્યાંસહ્યાં સ પણ જીવ લઈને ત્યાંથી બહાર નાઠાં. ડયૂક* હવે રિસાયેલા છોકરાની જેમ મૅડમ પ્રત્યે બોલ્યો, “વાહ ભાઈ, મારા ઘરમાં જ મને બહારના ઘૂસણખોર જેવો ગણવામાં આવે છે.” – એમ કહી તે તરત કમરો છોડી ચાલતો થયો. પોતાના કમરામાં આવી તેણે આરામ ખુરશીમાં પડતું નાખ્યું, અને પછી મોટેથી બૂમ પાડી, “કોણ જાણે શવાલિયેર લૉરેઈનેય ક્યાં ભાગી ગયો?” “કોઈ જાણતું નથી, નામદાર,” એક હજૂરિયાએ જવાબ આપ્યો. *રાજાના નાનાભાઈ તરીકે ડયૂક ઑફ ઓરલે પણ તે કહેવાતો. - Page #93 -------------------------------------------------------------------------- ________________ લૉરેઈનની અદેખાઈ ૭૩ “એ જ જવાબ આપતાં આવડે છે ને? હવેથી ફરી જે કોઈ એવો જવાબ આપશે, તેને હું નોકરીમાંથી રુખસદ જ આપી દઈશ.” આટલું બોલી તેણે ઊભા થઈ ટેબલ ઉપરથી, અભરાઈ ઉપરથી અને બારી ઉપરથી, ફૂલદાનીઓ, ગુલાબદાનીઓ, અત્તરદાનીઓ, જે હાથમાં આવ્યું તે લઈ લઈને જમીન ઉપર ફેંકવા માંડ્યું. ધમાલ સાંભળી પહેરેગીરોનો કૅપ્ટન તરત ત્યાં દોડી આવ્યો અને પૂછવા લાગ્યો, “આપ નામદારનો શો હુકમ છે?” કશો જ નહિ, મારા કમરામાં વાજિત્રો નથી વાગતાં એની ખોટ હું પૂરી કરું છું, એટલું જ.” કૅપ્ટને તરત નામદારના દાક્તરને બોલાવવા માણસ મોકલ્યું, પણ દાકતર આવે તે પહેલાં જ માલિકૉર્ન આવીને હાજર થયો અને પ્રિન્સને સંબોધીને બોલ્યો, “મૌસિનોર, શવાલિયેર દ લૉરેઈન હાજર છે.” ડયુકે માલિકૉર્ન તરફ હસીને આભારદર્શક નજરે જોયું. તે જ વખતે લૉરેઈન અંદર દાખલ થયો. ૧૧ લૌઈનની અદેખાઈ મૂક દ' ઓરલે રાજી થતો બોલી ઊઠ્યો, “કેમ ભાઈ, ક્યાં અલોપ થઈ ગયો હતો?” “નામદાર, હું વળી અલોપ ક્યાં થવાનો હતો? મારી જરૂર તમને નથી એવું મને લાગ્યું એટલે હું ચાલ્યો ગયો.” જરા સમજાય તેમ બોલ જોઉં!” “આપ નામદાર પાસે મારા કરતાં વધુ રમૂજ આપે એવા સોબતીઓ છે, અને હું તે લોકો સાથે હરીફાઈમાં ઊતરી શકું એવું મને લાગ્યું નહિ, એટલે મેં જગા ખાલી કરી.” Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૪ પ્રેમક કોની સાથે હરીફાઈમાં ટકી શકાય એવું ન લાગ્યું? દ ગીશ સાથે?” “હું કોઈનું નામ પાડતો નથી.” “પણ તું કેમ ચાલ્યો ગયો તે મારે જાણવું જ છે.” તો પછી મેસિનોર ખોટું ન લગાડશો. મને લાગ્યું કે મારી હાજરી અમુક જણને ગમતી નથી.” “કોને?” “મેડમને.” “તું શું કહેવા માગે છે?” “સીધી સમજાય તેવી બાબત છે; તમે મારા ઉપર જે અંગત સંબંધ દાખવો છો, તેની મૅડમને ઈર્ષ્યા આવતી લાગે છે.” “એવું માનવાને તને કશું કારણ મળ્યું છે?” “મૅડમ કદી મારી સાથે બોલતાં જ નથી; ખાસ કરીને અમુક સમયથી.” કયા સમયથી?” “જ્યારથી દ ગીશ તેમનો વધારે માનીતો થયો ત્યારથી તેને દરરોજ ગમે તે વખતે મુલાકાત મળે છે.” “અમે તે વખતે એટલે? એનો શો અર્થ?” જુઓ નામદાર, તમે ગુસ્સે થઈ ગયા; મને ખાતરી જ હતી.” “પણ મૅડમ દ ગીશને વધુ પસંદ કરે છે, એટલાથી તું ચાલ્યો ગયો એમ તું કહે, તેનો અર્થ એ જ થાય કે, તને દ ગીશની અદેખાઈ આવે છે.” “નામદાર હું કશું જ કહેવા માગતો નથી; મારા કહેવાનો અવળો જ અર્થ થાય છે.” “પણ સવળો અર્થ સમજાવને!” “પ્રેમ હોય ત્યાં અદેખાઈ હોય જ; અને મિત્રો પણ એક પ્રકારે પ્રેમીઓ જ છે. નામદાર. એટલે આપ પણ જેમ મૅડમ સાથે Page #95 -------------------------------------------------------------------------- ________________ લૉરેઈનની અદેખાઈ ૭૫ કોઈ ને કોઈ માણસને વધારે પડતો હાજર રહેતો જુઓ, તેની સાથે જ મૅડમને હસતાં-ખેલતાં જુઓ, અને તમે જાઓ ત્યારે બધાનાં માં ઉપર શાહી ઢળી જાય, તો પછી આપને પણ અદેખાઈ ન આવે?” પણ આપણી વાતને આ બધા સાથે શો સંબંધ છે? તું શાથી ચાલ્યો ગયો હતો એ તો કહેતો જ નથી. થોડા વખત ઉપર તું એવું બોલ્યો કે, આપણો ખપ ન હોય ત્યાં ઉપર પડતા શા માટે જવું; હવે વળી એમ કહે છે કે, મૅડમ દ ગીશને વધુ પસંદ કરે છે.” “હું એવું બોલ્યો જ નથી, મોંસિન્યોર.” “તું બોલ્યો જ છે.” “હું બોલ્યો જ હોઉં, તો પણ મૅડમ એમ કરે તેમાં મને પોતાને કશું વાંધાભરેલું હરગિજ લાગતું નથી.” “છતાં કોઈને કશુંક વાંધાભરેલું લાગે તેવું તો છે જ ને? તારા મનમાં જે હોય તે સાચે સાચું બોલી નાખ.” “હું સાચું જ કહું છું, મસિન્યોર; પણ બીજાએ કહેલી વાત મારે મોઢે બોલી બતાવવાનું મને કદી ગમતું નથી.” “એટલે? બીજાઓમાં વાતો થાય છે, એમ? શી વાતો થાય છે?” મૌસિન્યોર, તમે તો મારી જુબાની લેતા હોય એમ પૂછપરછ કરો છો. ટાઢા પહોરની વાતો તો ચાલ્યા જ કરતી હોય; સગૃહસ્થ એ બધી એક કાનેથી બીજે કાને જ કાઢી નાખવી જોઈએ.” પણ એ વાતોને કારણે તું મારી પાસેથી ચાલ્યો ગયો એટલું તો ખરું જ ને? અને હું એ જ પૂછું છું કે, તને શું સાંભળવા મળ્યું, જેથી તારે ચાલ્યા જવું પડ્યું?” સાચું કહું તો લોકોમાં એવી વાત ચાલે છે કે, મોં૦ દ ગીશ મૅડમ પ્રત્યે અતિ આદરભાવ દાખવે છે. હવે કહો એમાં વાંધાભરેલું શું છે? એટલે જ હું કહ્યા કરું છું કે, એ બાબત તમારે જરાય મન ઉપર લેવા જેવી નથી.” Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પંક વાહ, મ0 દ ગીશ મેડમ પ્રત્યે વધારે પડતી આસક્તિ દાખવતો હોય ને મારે એ વાત મન ઉપર લેવી નહિ એમ?” ના, મસિન્યોર, આ વાત તો હું દ ગીશને પણ મોઢે કહી સંભળાવું કે તું મૅડમ તરફ વધારે ભાવ બતાવે છે. અરે, હું તો મૅડમને પણ એ વાત કહેવી હોય તો કહી દઉં. ડર એટલો જ છે કે, લોકો મને અદેખો માને– જ્યારે ખરી રીતે હું માત્ર મિત્રતા બાબતની જ અદેખાઈ કરું છું. હું તમારો સ્વભાવ બરાબર ઓળખું છું- તમે સ્નેહ બતાવો ત્યારે પૂરેપૂરો બતાવો છો. તમે મેડમને ચાહો છો– અને કોણ તેમને ચાહ્યા વિના રહી શકે?– હવે મૅડમે તમારા મિત્રોમાંથી એક સુંદર અને મોહક મિત્રને તારવી કાઢયો છે. તો ધીમે ધીમે મેડમ તેના પ્રત્યે જ તમારો ભાવ પણ વાળવા પ્રયત્ન કરે જ– પરિણામે તમે બીજા મિત્રો તરફ દુર્લક્ષ જ કરવા લાગવાના. પરંતુ તમે મારા પ્રત્યે દુર્લક્ષ કરવા માંડો, એટલે હું તો મરવાનું જ પસંદ કરે – મૅડમની જ મારા પ્રત્યેની ઉપેક્ષાવૃત્તિથી હું અધમૂઓ થઈ રહ્યો છું. તેથી મેં દ ગીશને માટે જ જગા ખાલી કરવાનો નિશ્ચય કર્યો છે અને એક સ્વમાની માણસની રીતે હું સૌના માર્ગમાંથી ખસી જાઉં છું. એમાં વાંધાભરેલું શું છે?” “જો, હવે હું પૂછું તેનો સાચેસાચો જવાબ આપીશ?” “તમને હું હંમેશા સાચી જ વાત કહું છું, અને તેથી જ તમારો અપ્રિય બનતો જાઉં છું!” “પણ બકિંગહામ મેડમ સાથે વધારે પડતો લાગેલો હતો, એ બાબતમાં તે જ મારી આંખ પહેલપ્રથમ ઉઘાડી હતી ને?” “તે તો પાગલ માણસ હતો, મસિન્યોર.” પણ તેના પાગલપણા પ્રત્યે મારી આંખ તેં જ ઉઘાડી હતી ને?” મેં નહિ, મસિન્યોર, દ ગીશે! મારી અને તેની ભેળસેળ ન કરી બેસતા!” Page #97 -------------------------------------------------------------------------- ________________ લૉરેઈનની અદેખાઈ હા, હા, તેં તો થોડા જ શબ્દો કહ્યા હતા, પણ દ ગીશે જ વધુ અદેખાઈ દાખવી હતી.” “હાસ્તો, કારણકે તેનો તો ઘરસંસાર કથળતો હતો ને!” “એટલે? તેનો “ઘરસંસાર” એટલે વળી શું?” “મેં ખોટું શું કહ્યું? તમારા ઘરમાં તે જ મુખ્ય હોદ્દો ધરાવતો નથી?” પણ બકિંગ્ડમના પાગલપણાની પેઠે જ દ ગીશના પાગલપણાની હવે વાતો થવા લાગી છે ને?” મને માફ કરો, નામદાર; દ ગીશ કશી બદદાનત ધરાવે છે એવું કોઈ નથી કહેતું.” “ઠીક, ઠીક, સમજ્યા એ તો.” જુઓ મૌસિન્યોર, હું ન આવ્યો હોત તો જ ઠીક હતું ને? આવી ઊડતી વાતો કરીને મેં એવી શંકાઓ ઊભી કરી ગણાય કે, મેડમ જો એ જાણે તો તેને મારો મહાપરાધ જ માને.” “મારે બદલે તું હોય અને આવું બધું તને સાંભળવા મળે, તો તું શું કરે?” “હું તો એવી બધી વાતોને એક કાનેથી બીજે કાને જ કાઢી નાખું, જેથી બધી વાતો એમની મેળે જ ટાઢી પડી જાય.” ઠીક, ઠીક, એ તો હું જ બધો વિચાર કરી જઈશ.”. હા, હા, ઘણો વખત છે; તેમ જે કશું એવું મોટું જોખમ પણ નથી. આ તો બધું તમારી મારા પ્રત્યેની મિત્રતા ઘટી જશે એવા મારા ભયમાંથી જ ઊભું થયું છે; અને મને તમારી મિત્રતા પાછી મળી ગઈ, એટલે મારા મગજમાં તો કશું રહ્યું જ નથી.” ડયૂકે વિચારમાં પડી જઈ માત્ર માથું જ ધુણાવ્યું. પછી ભોજનનો સમય થતાં જ ચૂકે મેડમને તેડું મોકલ્યું, પણ તેમણે જવાબ વાળ્યો કે, તે પોતે હાજર રહી શકશે નહિ, અને પોતાના કમરામાં જ ભોજન લઈ લેશે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૮ પ્રેમ-પંક ડયૂકે જરા ફીકું હસીને કહ્યું, “આજે સવારના તેમના ઓરડામાં હું અચાનક જઈ ચડયો હતો. તે વખતે એ સૌએ ભાગાભાગ કરી મૂકી હતી અને તેમનો સંગીત સમારંભ તૂટી પડયો હતો, એટલે એ સૌ મારાથી હવે અતડાં થયાં છે.” તો આપણે એકલા જ ભોજન કરી લઈએ,” લૉઈને કહ્યું; “પણ દ ગીશ આપણી સાથે ભોજનમાં હોત તો વધુ સારું થાત.” જરૂર, દ ગીશ મારી સાથે લાંબો વખત અતડો રહે, એવો તેનો સ્વભાવ જ નથી.” “મોંસિન્યોર, મેં મારી વાતોથી તમને તેની વિરુદ્ધ ઉશ્કેર્યા હશે; હવે હું જ તમો બંનેનો મધ્યસ્થી થાઉં એ યોગ્ય કહેવાય. તમે થોડી વાર રાહ જુઓ, હું જ જાતે જઈને તેને બોલાવી લાવું છું.” લઈને બહાર જઈ પોતાના પાસવાનોને બોલાવ્યા તથા જુદી જુદી સૂચનાઓ આપી, તેમને ચોતરફ દોડાવ્યા. પછી પોતાના અંગત હજૂરિયાને કાનમાં કહ્યું, “ગમે તેમ કરીને જલદી નક્કી કરી લાવ કે, ઍ૦ દ ગીશ મૅડમના કમરામાં છે કે નહિ. શી રીતે જાણી લાવીશ, કહે જોઉં.” “ઘણી સહેલાઈથી, હજૂર; માલિકૉર્નને હું પૂછીશ, એટલે તે કુમારી દ મેતાલેને પૂછી લાવશે. પણ મેં મોં દ ગીશના બધા પાસવાનોને હમણાં જ ચાલ્યા જતા જોયા છે એટલે તે પણ તેમની સાથે ચાલ્યા ગયા જ હશે.” તો પણ ખાતરી તો કરી લાવ.” દશ મિનિટમાં તે પાછો આવ્યો; તેણે બોલ્યા ચાલ્યા વિના લૉરેઈનને છાનોમાનો નોકરોના દાદર તરફ બોલાવ્યો અને પછી બગીચા તરફ ઊઘડતી બારીઓવાળા એક કમરામાં લઈ જઈ, ગુપચુપ સામે જોવા કહ્યું. દ ગીશ ચારેક વાજિત્રવાળાઓને લઈને સામેથી આવતો હતો. તહેનાત-બાનુઓ માટેના પાછલા દાદર આગળ આવી તેનું બારણું ઊઘડે Page #99 -------------------------------------------------------------------------- ________________ લૉરેઈનની અદેખાઈ તેની તે રાહ જોવા લાગ્યો. થોડી વારમાં બારણું ઊઘડ્યું, અને એ સૌ ત્યાં થઈને મૅડમના કમરામાં દાખલ થઈ ગયા. “હં-અં-એ,” લૉરેઈન ગણગણ્યો; “મેડમના ભોજન વખતે સંગીતનો પ્રબંધ જ થઈ રહ્યો છે; બિચારો ફિલિપ એમ માને છે કે, એ સૌને તેનો ડર લાગ્યો છે એટલે મેં છુપાવતા ફરે છે. પણ આ તો તેને બાજુએ રાખી મહા-ભોજનની જ પરવી ચાલે છે!” તેણે હજૂરિયાને પૂછયું, “તને આ વાતની ખબર શી રીતે પડી?” “મ0 માલિકૉને કહ્યું.” “તારા પ્રત્યે તેનો સદ્ભાવ લાગે છે!” “ના જી, મોંશ્યોર પ્રત્યે તેમનો ભારે સદ્ભાવ છે; અને તેમને તેમના ઘર-કારભારી બનવું છે.” “જરૂર તે બનશે જ, હું મંશ્યોરને ખાસ ભલામણ કરીશ. પણ સાચું કહી દેજે, તને એ વાત મારા કાને નાખવા બદલ શું મળ્યું છે?” “માત્ર મ0 દ ગીશની આ ખાનગી ખબર.” તો લે, એ ખબર હું તારી પાસેથી સો સોના મહોરોથી ખરીદું “આભાર મચ્યોર.” પણ મેં આ બધું કશું જોયું નથી, એમ જ તારે સમજી રાખવાનું.” “અને મને પણ આપે કશું આપ્યું નથી, એમ આપે સમજી રાખવાનું.” લૉરેઈને હવે મેંશ્યોર પાસે જઈ, ઠાવકે મોંએ જણાવ્યું, “મ0 દ ગીશ જડયા નહિ. તે કોણ જાણે હવા થઈ ગયા છે. સવારની તમારી અણધારી મુલાકાતે એ લોકોને ચોંકાવી મૂક્યા છે.” Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પક કંઈ નહિ, એ તો આપણે તેને મનાવી લઈશું; પણ હવે આપણે ભોજન કરવા બેસી જઈએ.” મસિન્યોર, આજે મને ભલભલા ખ્યાલો ફુરી આવે છે; તમે અત્યારે વણનોતર્યા જઈને એકલાં પડેલાં મૅડમને જમતી વખતે સાથ આપવા જાઓ, તો સારું દેખાશે. તમને મનમાં બીજો કશો વહેમ નથી, તથા સવારના તમે મેડમના કમરામાં તેમની સોબત માટે જ ગયા હતા, એવું તેથી પુરવાર થશે. પ્રેમી પતિ તરફથી પત્નીને એટલું આશ્વાસન જરૂર મળવું જોઈએ. મૅડમ ખરેખર બહુ રાજી થશે.” તો પણ સાથે ચાલ.” બંને જણ મેડમના કમરામાં, પોતાના આગમનની જાહેરાત કરાવ્યા વિના ઓચિંતા જ પેઠા, ત્યારે ત્યાં તો અદ્ભુત નાટારંભ ચાલી રહ્યો હતો. વાજિંત્રો વાગતાં હતાં અને દ ગીશ તથા મૅડમ નાચતાં હતાં. ટેબલ ઉપર ભોજન પીરસાઈ રહ્યું હતું અને આનંદ-કલ્લોલનું વાતાવરણ જામી રહ્યું હતું. મોંશ્યોરને આવેલા જોતાં જ બધાંના મોતિયા મરી ગયા અને ફરી પાછી ભાગ-દોડ મચી રહી. માંશ્યોર પૂતળું બની ગયેલી મૅડમ તરફ જઈને બોલ્યા, “વાહ, મને ઘણી ખુશી થઈ, હું તો એમ માનીને આવ્યો હતો, કે તમે એકલાં પડી બહુ ખિન્ન બની ગયાં હશો. એટલે તમને સોબત તથા આનંદ આપવા વણનોતર્યો હું આવી પહોંચ્યો; પરંતુ હું જોઉં છું કે, મારું ઘર રાજયનું સૌથી વધુ આનંદ-કલ્લોલભર્યું ઘર છે; માત્ર મને જ તેમાંથી બાકાત રાખવામાં આવે છે. મૅડમ, મારી વિનંતી છે કે, તમે જયારે આવા બધા આનંદોત્સવો ગોઠવી, ત્યારે મને તેમાં ભાગ લેવા બોલાવતાં રહો. હું એવો કમનસીબ માણસ છું કે, મને કોઈ યાદ જ કરતું નથી. ઉપરાંત મને ન બોલાવવો હોય, તો પછી મારા મિત્રોને તો મારા આનંદ કે સોબત માટે જરૂર છૂટા રાખશો; તમે તો તમારી તહેનાતબાનુઓથી પણ ચલાવી લઈ શકો. આ તો મને તમારી તથા મારા મિત્રોની એમ બેવડી સોબતથી વંચિત રાખવા જેવું થાય છે.” Page #101 -------------------------------------------------------------------------- ________________ લૉરેઈનની અદેખાઈ મૅડમ સ્વસ્થતાથી માત્ર એટલું જ બોલી, “હું જ્યારે ફ્રાંસના દરબારમાં આવી ત્યારે મને એવી ખબર નહોતી કે હું તુર્કસ્તાનના સુલતાનના જનાનખાનામાં જાઉં છું. હું કોઈની નજરે ન પડું એવી જ તમારી ઇચ્છા હોય, તો જરાય ખચકાશો નહિં; હું તમારી ઇચ્છાને જરૂર માન આપીશ; તમે મારા કમરાની બારીઓને લોખંડના સળિયા પણ જડાવી શકો છો, જેથી હું મારું ડોકુંય બહાર ન કાઢી શકું.” આ છેલ્લું વાક્ય તે એવા ઠાવકાપણાથી તથા ઠસ્સાથી બોલી કે. ઓરડામાં ઊભેલાં દ ગીશ અને મતાલેને મહાપરાણે પોતાનું હસવું દબાવી રાખવું પડ્યું. પ્રિન્સ આ બધું સમજી ગયો, એટલે તે વધુ ગુસ્સો કરીને બોલ્યો, “એમ? મારા ઘરમાં મારી સાથે જ આવો વ્યવહાર ચલાવવામાં આવશે કેમ?” લૉરેઈન હવે જાણે તેને શાંત પાડવા પ્રયત્ન કરતો હોય તેમ બોલ્યો “અરે, અરે, આ શું?” એમ કહીને સાથે સાથે તે પ્રિન્સને બહાર ખેંચી ગયો. પોતાના કમરામાં આવીને ખુરશી ઉપર બેસી પડીને પ્રિન્સે લૉરેઈનને કહ્યું, “જોયું, આ કેવી બદમાશી ચાલે છે તે?” લૉરેઈન જાણે અંતરનું દુ:ખ પ્રગટ કરતો હોય તેમ બોલ્યો, “અને આપણે એમ માનતા હતા કે, પેલો પાગલ બકિંગહામ ગયો એટલે સૌને નિરાંતે જીવવાનું મળશે.” “અરે આ તો ઐથી પણ વધુ ભૂંડું થયું છે. બકિંગહામ કદી આમ પાછલે બારણેથી પેસવા પ્રયત્ન ન કરે. આ તો મને ભ્રમમાં રાખીને બધું ચલાવવામાં આવે છે. હું તો આ વસ્તુ એક મિનિટ પણ ચાલવા દઈ શકું તેમ નથી.” એમ કહી, તે તરત પોતાની માના ઓરડા તરફ ચાલ્યો ગયો. રાણી-માતા ઍન તેને ધૂંઆપૂંઆ થઈને આવેલો જોઈ સમજી ગઈ કે, Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૨ પ્રેમ-પંક ભાઈસાહેબ પાછા પોતાની પત્નીની બાબતમાં જ કંઈ કહેવા દોડી આવ્યા છે! પણ જ્યારે પ્રિન્સને દ ગીશ માટે ફરિયાદ કરવા આવેલો જાયો, ત્યારે તે હસી પડી અને બોલી, “દીકરા, તને તો હવે રોગી માણસ ગણી કાઢવો જોઈએ. અદેખાઈની પણ રીત હોય કે હદ હોય! અને મારાથી પણ આવી બાબતોમાં માથું ન મારી શકાય. જવાનિયાં ઉપર મારો થોડો ઘણો પ્રભાવ છે, તે આવી મૂર્ણ વાતો કરવા જઉં તો પછી રહે જ નહિ. ઉપરાંત દ ગીશ ગુનેગાર છે એની કશી સાબિતી ક્યાં છે!” “પણ હું તેના ઉપર બહુ નારાજ થઈ ગયો છું.” “પણ એ તો તારી પોતાની બાબત થઈ; રાજમાતા તરીકે મારા કુટુંબ ઉપર મારાથી મનસ્વીપણે કશી જોહુકમી વાપરી શકાય નહિ.” “તો પછી મને ફાવશે તેમ હું કરી લઈશ.” પણ તું શું કરશે, એ તો કહે.” “હું દ ગીશને ફરી મારા મકાનમાં જોઈશ, તો તેને મારા હોજમાં ડુબાડી દેવરાવીશ.” રાજમાતા હસી પડ્યાં અને બોલ્યાં, “જા કરી જોજે.” ફિલિપ હવે સ્ત્રીની પેઠે રડી પડ્યો અને બોલી ઊઠયો, “બધા જ મને બેવફા નીવડે છે, મારી કોઈને દરકાર નથી; મારી માં પણ મારા દુશ્મનોના પક્ષમાં ભળી ગઈ છે. હું હવે રાજાજી પાસે પહોંચીશ.” “હા, હા, તેમને અહીં આવવાનો વખત જ થયો છે; તું જાતે જ તેમને કહેજે.” પણ એટલામાં તો રાજાજી આવતા હોવાનાં પગલાં બહાર સંભગાતાં જ તે ત્યાંથી ગુપચુપ નાસી ગયો! રાણીમાતા હસી પડ્યાં.રાજાજીએ આવીને ફતેબ્લો મુકામે મહોત્સવની થઈ રહેલી તૈયારીઓની વાત કરવા માંડી. રાણીમાતાએ એ સાંભળી લીધા બાદ તેમને કહ્યું, “આ તમારો નાનો ભાઈ પરણે પંદર દિવસ Page #103 -------------------------------------------------------------------------- ________________ લૉરેઈનની અદેખાઈ થયા નથી, તેટલામાં તો પોતાની પત્નીના પ્રેમીઓ બાબત ફરિયાદ કરવા બીજી વાર દોડી આવ્યો!” “શું હજુ બકિંગહામની જ કોઈ વાત છે?” “ના, ના, હવે દ ગીશનો વારો છે?” “તો મેડમ બહુ ઉદંડ બાઈ છે કે શું?” “હશે જરા વળી; સ્વતંત્રપણે ઊછરી હોય, તો થોડું ઘણું એમ બને પણ ખરું.” બાપડો, મારો નાનો ભાઈ ! તો તો તેનું આવી બન્યું !” રાજા હસતો હસતો બોલ્યો. “તો શું તમને મૅડમની ઉદંડ પ્રકૃતિનો કાંઈ વાંધો નથી ને?” “મેડમમાં એ વસ્તુ જરા વાંધાભરી કહેવાય ખરી; પણ ખરી રીતે અંતરથી તે તેવી નથી, એમ હું માનું છું.” પણ તમારો નાનો ભાઈ તો ગુસ્સે થઈ ગયો છે, અને તે દ ગીશને પાણીમાં ડુબાડી દેવા માગે છે!” એ તો બહુ સખત સજા કહેવાય!” રાજાજી હસી પડીને બોલ્યા. “પણ એમ હસી કાઢવા જેવી આ વાત નથી. આપણે કંઈક વિચારવું જોઈએ.” “દ ગીશને બચાવી લેવા ખરુને? જરૂર એ કામ તો આપણે કરવું જ જોઈએ! આપણા ઉમરાવોની એવી કતલ આપણે ન થવા દેવી જોઈએ.” તમારો નાનો ભાઈ તમારી આ મજાકો સાંભળી જાય, તો જરૂર તે તમને રાજગાદીએથી ઉથલાવી પાડવા કાવતરાં જ કરવા માંડે; જેમ તમારા કાકા તમારા પિતાની સામે કર્યા કરતા હતા!” ના, ના, ફિલિપ મને ખૂબ ચાહે છે; અને સામી બાજુએ મને પણ તેના ઉપર બહુ વહાલ છે. અમે બંને ભાઈ સારી રીતે સલાહસંપથી રહેવાના, એ જાણી રાખજો. પણ ફિલિપનું કહેવું શું છે?” Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૪ પ્રેમ-પંક “કે તમે મૅડમને ઉદંડ થવાની મના કરો; અને દ ગીશને તેના પ્રત્યે ભાવ રાખતો રોકો!” તો તો મારા ભાઈને રાજાના ફરમાનની શક્તિ વિષે બહુ ઊંચો અભિપ્રાય હોય એમ લાગે છે! કોઈ સ્ત્રીને સુધારવી અને તે પણ મનાઈહુકમ ફરમાવીને! અને સાથે સાથે પ્રેમી થતા એક પુરુષને પણ!” “તો તમે આ બધું કઈ રીતે પતવવા ધારો છો?” “દ ગીશ હોશિયાર માણસ છે; તેને એકાદ શબ્દ કહેતાં જ તે સાનમાં સમજી જશે.” પણ મેડમને?” “એ જરા અઘરી વસ્તુ છે. કોઈ સ્ત્રીને એક શબ્દથી સાનમાં કે ભાનમાં ન લાવી શકાય. તેને માટે કોઈ વખત આકરા ઉપાય પણ લેવા પડે– પણ મારા ભાઈ ખાતર હું એ પણ લઈશ.” “એટલે? કશું અજુગતું તો નહીં કરો ને?” . “ના, ના, માતાજી, તમે મને શું માની લીધો? મૅડમ જેવી જીવરી સ્ત્રીનો તરવરાટ મનાઈહુકમોથી કે બંધનોથી ન શમાવી શકાય એ બધો તનમનાટ માત્ર બીજી તરફ વાળી લઈ શકાય અને બહારનાઓને બદલે આપણા કુટુંબ તરફ જ તે વળે, તે માટે શરૂઆતમાં મારે જ સાચવીને વચ્ચે કૂદી પડવું પડશે.” “બરાબર છે, સ્ત્રીના પ્રેમને તો એ રીતે જ સાચવી લેવો જોઈએ! એને ફુધી ન નખાય.” તો માતાજી, ફ્રાંસ દેશનો સૌથી સુંદર એવો તમારો હાથ આગળ કરો જોઉં, તેના ઉપર ચુંબન કરીને જ હું એ કામ ઉપાડું.” સફળ નીવડજો, સરકાર, કુટુંબની સ્વસ્થતાના રખવાળ બનજો.” માતા પુત્રનાં ઓવારણાં લેતી બોલી. Page #105 -------------------------------------------------------------------------- ________________ Page #106 -------------------------------------------------------------------------- ________________ . US:// Oી WUVQUOVOVCU. 'I T ET રાજ મંડમના રીસ-ભવનમાં મનાવવા જાય છે. - પૃ૦ ૮૫. Page #107 -------------------------------------------------------------------------- ________________ મધ્યસ્થી ! રાજાજીએ મૅડમના કમરામાં તરત જ જઈ પહોંચી બહુ કુશળતાથી કામ લેવા માંડયું. મેડમનો કમરો અત્યારે રીસ-ભવનમાં બદલાઈ ગયો હતો, અને મેડમ ઘેરી ખિન્નતામાં પડેલી હતી. રાજાજીએ જાણે કશું જાણતા ન હોય, તેમ પ્રસન્ન મુખે મેડમને પૂછયું, “તો આજે ફરી વાર જીત્યસમારંભ કયારે રાખીએ ?” મેડમે પોતાનું સુંદર મસ્તક ધુણાવીને કહ્યું, “સરકાર, હું હમણાં જ આપને ખબર મોકલવાની હતી કે, હું તેમાં હાજર નહિ રહી શકું.” “શું, તબિયત ઠીક નથી?” “હા, સરકાર.” “તો, તમારા દાક્તરને બોલાવું.” “ના, જી; તેઓ મારી બીમારીની કશી દવા નહિ કરી શકે.” “ઓહો, એવી કઈ અસાધ્ય બીમારી અચાનક થઈ આવી?” સરકાર, મને ઇંગ્લેંડ પાછા જવાની પરવાનગી આપો, એ જ મારી બીમારીનો એકમાત્ર ઉપાય છે.” “ઇંગ્લેંડ પાછા જવાની પરવાનગી? તમે તો મને ગભરાવી રહ્યાં છો!” “મારે મોંએ આપની આગળ આ વાત બોલવી પડે છે, તેનું મને દુઃખ થાય છે. પરંતુ મને મારા કુટુંબમાં જ પાછી મોકલાવી દો.” મેડમ, મૅડમ, આ શું બોલો છો?” એમ કહી રાજા તેની તદ્દન નજીક પહોંચી ગયો. ૮૫ Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પંક જુઓ સાંભળો, સરકાર,” પ્રિન્સેસ પોતાની જુવાની અને સુંદરતાની રાજા ઉપર પડતી અસર મનમાં માણતી બોલી“મને નાની ઉંમરે જ અહીં હીણપત અને અપમાન વેઠવાનાં થયાં છે. હું એક મહાન રાજાની પુત્રી છું, પરંતુ મારા પિતાની જો હત્યા થઈ શકી, તો મારું અપમાન કરવું એ તો બહુ સહેલી વાત જ હોયને! મેં નાનપણમાં ઘણું દુ:ખ વેઠયું છે અને મારી માને પણ ઘણું દુ:ખ વેઠતી મેં જોઈ છે. તે ઘડીએથી જ મેં પ્રતિજ્ઞા કરી હતી કે, મારે ગરીબાઈમાં મજૂરીનો રોટલો ખાવો પડે તો પણ તે પસંદ કરવો, પણ રાજમહેલમાં રહી હીણપત અને અપમાન કદી ન વેઠવાં. ભગવાને મને સારો દહાડો દેખાડયો, અને મારી પ્રતિષ્ઠા અને હોદ્દો મને પાછાં મળ્યાં. મારું લગ્ન પણ એક ફ્રેંચ રાજકુમાર સાથે થયું, તેથી મને એક સારું સગપણ, સારો મિત્ર, અને સમાન સોબતી મળ્યાં એમ મેં માની લીધું હતું. પરંતુ હવે મને દેખાય છે કે, મને એક માલિક જ મળ્યો છે, અને એ વસ્તુસ્થિતિ સામે હું બંડ પોકારું છું. મારી માને તો હું કદી આ બધું જાણવા નહીં દઉં, પરંતુ આપને તો હું સન્માનું છું, અને – ચાહું છું -” રાજા ચક્યો; તેને આવા મીઠા શબ્દો કદી સાંભળવા મળ્યા નહોતા. “આપ સરકારને બધી ખબર પડી જ હશે; નહિ તો અત્યારે આપ અહીં આમ પધાર્યા ન હોત. અને આપ ન આવ્યા હોત, તો હું જ આપની પાસે દોડી આવવાની હતી, એ હું કબૂલ કરી દઉં છું. આપ સિવાય અહીં બીજા કોનું શરણ હું લઈ શકું?” “પણ વહાલાં ભાભી-બહેન, ઇંગ્લેંડ પાછા જવું એ એટલી સહેલી વાત નથી, એનો વિચાર તમે કરી જોયો છે?” હું વિચાર કરી શકતી જ નથી – મને તો માત્ર જે તે જાળી જ થાય છે. મારી ઉપર હુમલો થાય, ત્યારે હું સહજ રીતે જ એ હુમલો પાછો વાળવા તાકું છું, એટલું જ.” Page #109 -------------------------------------------------------------------------- ________________ મધ્યસ્થી! “પણ તેમણે શું કર્યું છે તે તો કહો?” રાજાએ પૂછયું. પ્રિન્સેસ એટમ સ્ત્રીજનોચિત ચાલાકીથી પોતે મારો મટીને ચાલી થઈ S! રાજા પણ એની ચાલમાં સપડાઈ જઈ, “તમે મારા ભાઈને શું ને? છે?” એમ પૂછવાને બદલે, “તેમણે તમને શું કર્યું છે?” એમ છવાની સ્થિતિને પહોંચી ગયો. - ઉપર “મને તેમણે શું કર્યું છે, એમ પૂછો છો? એ સમજવા માટે સ્ત્રી બનવું પડે, સરકાર; તેઓએ મને રાવી છે –' અને આટલું કહેતાંમાં પોતાના સુંદર હાથની સુંદર આંગળીઓ આંખ તરફ ધરવા જતાં જતાંમાં તો તે ફરીથી રડી પડી. “મારા વહાલાં ભાભી-બહેન, સાંસતાં થાઓ, અને મને કંઈક વાત કરો,” રાજા તેનો ગરમ ધબકતો હાથ પોતાના હાથમાં લેતો બોલ્યો. પેલીએ પણ પોતાનો હાથ તેના હાથમાં રમતો મૂકી દીધો. પ્રથમ તો, સરકાર, તેઓએ મારા ભાઈના પરમ મિત્રને મારી પાસેથી કાઢી મૂક્યો. ડયૂક ઑફ બકિંગહામ મારા હમવતન હતા તથા આ દેશના પરોણા જેવા મુલાકાતી હતા; પણ તે મારી ટેવોથી સારી રીતે પરિચિત હતા, એટલે મને અહીં નવું કે અડવું ન લાગે તે સંભાળી લેવા કોશિશ કર્યા કરતા.” “પણ વિલિયર્સ તમને પ્રેમ નહોતા કરતા?” “ખાલી બહાનાં! અને ડયૂક મને પ્રેમ કરતા હોય કે નહિ, તેની મને શી પંચાત? સરકાર, પુરુષે કોઈ સ્ત્રીને પ્રેમ કરવો એટલું બસ નથી, એ જાણો છો ને?” આટલું કહી, તે એવી મધુરતાથી હસી કે રાજાનું હૃદય પાંસળીઓ ભરીને ધબકી ઊઠ્યું. “પણ મારા ભાઈને અદેખાઈ આવતી હોય તો?” “હા, એ કંઈક કારણ કહેવાય ખરું, પણ તે માટે ડયૂકને વિદાય ' કરી દેવામાં આવે, એ બરાબર કહેવાય?” “ના, ના, વિદાય કરી દેવામાં નથી આવ્યા.” Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પંક “તો હાંકી કાઢયા, બરતરફ કર્યા, દેશનિકાલ કર્યા, બસ! યુરોપ્નને પ્રથમ કોટીનો સદ્ગુહસ્થ ફ઼્રાંસના રાજા લૂઈ-૧૪ના દરબારમાંથી સને નજર નાખવાને કારણે કે ગુચ્છો બક્ષિસ આપવાને કારણે ભિખારી હું પેઠે હાંકી મુકાયો. પણ હું ભૂલી; આ તો મેં આપની રાજસત્તા ઊઈ આક્ષેપ કર્યો, ખરું?" ને! .. 66 ‘વહાલાં ભાભી-બહેન, મે ડયૂકને કાઢી નથી મૂકયો; મને તો ખ ภ ,, બહુ ગમતા હતા. << તમે નથી કાઢયા ? તો તો બહુ સારું થયું. છતાં ચૂક જતાં મને નિરાંત મળશે એવું હું માનતી હતી; પણ હવે મોંશ્યોરે અચાનક બીજું બહાનું કાઢયું છે અને−” “અને બીજા કોઈ હવે ફૂટી નીકળ્યો છે, એમને? પણ તમે એટલાં સ્વરૂપવાન છો કે, હરહંમેશ કોઈ ને કોઈ તમારા ઉપર પ્રેમ કરનારું ફૂટી જ નીકળવાનું ! ” “તો મારે મારી આસપાસ એક નિર્જન એકાંત સરજી રાખવું જોઈએ નહીં? પણ તેને બદલે હું લંડન પાછા ફરવાનું વધુ પસંદ કરું છું. ત્યાં બધાં મારાથી પરિચિત છે અને મારી યોગ્ય કદર કરે છે. ત્યાં મારાથી . મિત્રો વચ્ચે રહી શકાશે અને છતાં એ મિત્રોને કોઈ મારા પ્રેમીઓ કહીને ગાળ નહિ ભાંડે. શરમ છે! આવી શરમભરી શંકાઓ કરવી એ કોઈ સદ્ગૃહસ્થને છાજે ખરું? સ્રીઓ ઉપર જુલમગાર બની શકવાનું વલણ બતાવ્યાથી મોંશ્યોર મારી નજરે છેક જ ઊતરી ગયા છે.” 66 પણ તો પછી કબૂલ કરી નાખો કે, દ ગીશ તમને ચાહે છે.” 66 પણ સરકાર, હું તે વાત શી રીતે જાણી શકું?” << ‘ના, ના, પ્રેમી પુરુષ હંમેશાં પોતાની જાતને ખુલ્લા પુસ્તકની પેઠે વાંચી શકાય તેમ ખુલ્લી કરી દેતો હોય છે.” “માઁ દ ગીશ હજુ સુધી એમ ખુલ્લા હરિંગજ નથી પડયા. ‘વહાલાં ભાભી-બહેન, તમે મૌ૦ દગીશનો બચાવ જ કરો છો.” << "" Page #111 -------------------------------------------------------------------------- ________________ મધ્યસ્થી! ૮૯ << બસ ત્યારે સરકાર, હવે આપ પણ એવી શંકાઓ કરવા માંડો, એટલે મારી તારાજી પૂરી થાય!” 66 ના, મૅડમ, ના; તમે દુ:ખી ન થશો; તમે રડવા જ લાગ્યાં ને? હું આજીજી કરું છું કે, તમે શાંત થાઓ. "" પણ તેણે તો રડવા જ માંડયું; અને મોટાં મોટાં આંસુ તેના હાથ ઉપર પડયાં. રાજાએ માયાળુપણે તેનો હાથ પોતાના હાથમાં લઈ, તે આંસુ ચૂમી લીધાં. << ‘તો વસ્તુતાએ તો તમારા મનમાં ૬ ગીશ વિષે કશી જ લાગણી નથી, ખરું ને ? હું મારા ભાઈને એ બાબત ખાતરી આપી શકું?” રાજા મધ્યસ્થી કે સમાધાનીમાં હોવી જોઈએ તેથી વધુ લાગણી બતાવતો બોલવા લાગ્યો. “મને દગીશ પ્રત્યે જરા પણ લાગણી નથી, એમ આપ ખાતરીથી માની શકો છો; પરંતુ મૈંશ્યોરને ખોટી સલાહ મળે છે; અને તે પ્રકૃતિથી જ શંકાશીલ માણસ છે.” “પણ તમારે લગતી બાબત હોય તો કોણ શંકાશીલ ન થઈ બેસે?” રાજાએ વિનાકારણ પ્રશંસાવાકયો બોલવાનું ચાલુ રાખ્યું. મૅડમે પૂરી મનોહરતાથી પોતાની આંખો નીચી ઢાળી દીધી. તેનો હાથ પકડી રાખનાર રાજાએ પણ એ શબ્દો બોલી પોતાની આંખો ઢાળી દીધી. રાજાની એ ક્ષણભરની ચુપકીદી એક યુગ જેટલી લાંબી બની ગઈ. ૉડમે ધીમે રહીને પોતાનો હાથ તેના હાથમાંથી કાઢી લીધો. તે ક્ષણથી તેને રાજા ઉપરના પોતાના સંપૂર્ણ વિજયની ખાતરી થઈ ગઈ. “પણ મોંશ્યોરની ફરિયાદ છે કે, તમને એમની સાથેની વાતચીત કે સોબત કરતાં બીજી વ્યક્તિઓની સોબત વધુ પસંદ આવે છે.” r ‘પણ મેંશ્યોર પોતાનું મોં ચાટલામાં જોયા કરવામાં જ પોતાનો આવરદા પૂરો કરતા હોય, અને શવાલિયર દ લૉરેઈન સાથે મળીને સ્ત્રીઓ વિરુદ્ધ કાવતરાંબાજી કર્યાં કરવાનું જ તેમને ગમતું હોય, ત્યાં બીજું શું શું થાય?” Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પંક પણ મારા ભાઈને સંતોષ આપવા ખાતર તમે શું કરશો, એ તો કહો!” ફ્રાંસમાંથી મારી રવાનગી, વળી!” “એ વાત ફરી તમે કેમ મોંએ લાવ્યાં? તમે જોતાં નથી કે એ સાંભળીને મને બહુ ઓછું આવી જાય છે.” રાજા ગફલતમાં પોતાના પ્રેમની કબૂલાત કરી બેઠો! : “પણ સરકાર, હું અહીં સુખી નહિ થઈ શકું; મેંશ્યોરને આજે મેં૦ દ ગીશનો કંટાળો આવે છે; કાલે બીજા કોઈનો વારો આવશે. મને ઇંગ્લેંડ જ પાછી ફરવા દો.” “કદી નહિ, કદી નહિ!” તો શું સરકાર, મને અહીં કેદ કરી રાખશો?” “હા, હા, જરૂર પડશે એમ પણ કરીશું. પણ પ્રિય, તમે એમ કેમ ન કરી શકો કે, મૌ૦ દ ગીશ જેવા અણગમતાઓની સોબત શોધવાને બદલે, કે સદંતર વિદાય થવાની વાત કરવાને બદલે, અમારી સાથે જ એક થંઈને રહો! ભલે અમારામાં મેં૦ દ ગીશ જેટલી બુદ્ધિમત્તા કે ચપળતા નહિ હોય, છતાં તમને સુખી જોવાની ઈંતેજારી બાબતમાં અમે જરાય ઊતરતા નહિ હોઈએ, કદાચ.” રાજાએ આટલું કહી, મૅડમ પ્રત્યે ભાવભરી આંખે જોયું અને પછી કહ્યું, “પ્રિય મને એક વચન આપો.” “શું, બોલો!” “જે સમય અને સોબત ઉપર અમારો તમારા સ્નેહીજન તરીકે હક છે, તે બધું તમે અજાણ્યાઓ અને અપરિચિતો સાથે તમારા કમરામાં ગોંધાઈ રહીને વેડફી નહિ નાખો. બોલો આપણે દુશ્મન સામે સંરક્ષણાત્મક અને આક્રમણાત્મક કોલકરાર કરવા છે?” “સાપની સાથે કોલકરાર, સરકાર?” કેમ નહિ? તમે પણ એક સમ્રાટ જેટલી જ સત્તા ધરાવો છો . Page #113 -------------------------------------------------------------------------- ________________ મધ્યસ્થી! “પણ સરકાર, આપ એક વફાદાર મિત્રરાજા બની શકશો?” “મેડમ તમે જોશો ત્યારે ખાતરી થશે.” “અને એ કરાર ક્યારથી અમલમાં આવશે?” “આજથી, અત્યારની ઘડીથી!” “તો સરકાર, હું આપને ચમત્કાર સરજી બતાવીશ; આપના આખા રાજદરબારમાં આપ જ એકમાત્ર સ્વતેજથી ઝળહળતા સૂર્ય છો !” “મેડમ, મૅડમ! તમે જ જાણો છો કે એ સૂર્યના અંતરનો પ્રકાશ તમારા તરફથી આવતા પ્રકાશને કેટલો આભારી છે.” જાઓ, જાઓ, સરકાર, તમે તમારા મિત્રની ખુશામત કરી તેને છેતરી રહ્યા છો !” હું સોગંદ ખાઈ બતાવું?” “આપ સરકારના સોગંદથી મારા જેવીનું માથું કેટલું ફરી જાય એ સમજો છો?” રાજાએ તરત એક બાજઠ ઉપર ઘૂંટણિયે પડી, મૅડમનો હાથ પોતાના હાથમાં લીધો. મૅડમે કવિજન કે ચિત્રકાર કલ્પી શકે તેવા મધુર સ્મિત સાથે તેને પોતાના બંને હાથ આપી દીધા. રાજાએ તે બંને હાથોમાં પોતાનું બળ માં છુપાવી દીધું. બંનેમાંથી કોઈ એક શબ્દ બોલી શકયું નહિ. મેડમે થોડી વારમાં વહાલથી તેના મોં ઉપર હાથ ફેરવતી હોય તે રીતે પોતાના હાથ ખેંચી લીધા. રાજા ઝટપટ ઊઠીને કમરા બહાર ચાલ્યો ગયો. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સલાહકાર ૧ મૅડમ જુવાન હતી; સામાને આકર્ષવા તથા પરાજિત કરવા પ્રયત્ન કરવાની વૃત્તિવાળી તથા શક્તિવાળી હતી. એવી પ્રકૃતિઓ રંગભૂમિ ઉપર પ્રવેશતાં જ, ગમે તેવાં વિઘ્નો ઓળંગીને પ્રેક્ષકો પાસેથી પ્રશંસાનાદ મેળવવા જીવસટોસટ પ્રયત્ન કરવામાં માનતી હોય છે. એટલે બિકગ્વામ વડે પૂજાયા પછી, તથા બકિંગ્સામથી ચડિયાતા દ ગીશ વડે પૂજાયા પછી, – કેવળ નવું નવું માણવાની સ્ત્રીજનોચિત ઇચ્છાથી જ, તેને રાજાને જીતવાની પણ ઈચ્છા થઈ આવી. આમેય રાજા લૂઈ-૧૪ ફ઼્રાંસનો પહેલા નંબરનો પુરુષ ગણાય; એટલું જ નહિ, વસ્તુતાએ પણ, ફ્રાંસ દેશનો તે સૌથી વધુ સુંદર તથા મનોહર યુવાન હતો. પણ, રાજા શાથી અચાનક આ યુવતી તરફ ખેંચાયો હતો? ૉડમની અંખો સર્વોત્તમ કહેવાય તેવી – કાળા રંગની હતી; લૂઈની આંખો એટલી જ સુંદર હતી પણ ભૂરા રંગની હતી. મૅડમને હંમેશ ખડખડાટ હસવું પ્રિય હતું તથા તે પોતાના હલન-ચલન આદિ વ્યવહારમાં હંમેશાં બેફિકર હતી; ત્યારે રાજા બહુ ખિન્ન પ્રકૃતિનો – સંકોચશીલ હતો. એટલે આ બે સ્વભાવો, એકબીજાના સંપર્કમાં આવતાં જ, એકબીજાના પૂરક હોવાને કારણે જ કદાચ એકબીજા તરફ ખેંચાયા. લૂઈ જ્યારે પોતાના કમરાઓ તરફ પાછો ફર્યો, ત્યારે આખું મન ભરીને તેને એક જ વિચાર આવ્યા કરતો હતો કે, મૅડમ આખા દરબારમાં સૌથી સુંદર – સૌથી મનોહર સ્રી છે; પોતા પ્રત્યે તેને સૌથી વધુ ૯૨ Page #115 -------------------------------------------------------------------------- ________________ સલાહકારો આદરભાવ અને આંતરિક સ્નેહભાવ છે; છતાં તે બહુ સ્વમાની તથા ઉદંડ પ્રકૃતિની છે, અને તેની લાગણીઓને કુશળ વીણાકારની જેમ બજાવી જાણવી જોઈએ- તો તેમાંથી સ્વર્ગીય પ્રેમ-સંગીત ઊભું થઈ શકે! રાજાએ પ્રથમ કામ એ કર્યું કે, નાનાભાઈને બોલાવીને તેને જણાવી દીધું કે, પોતે બધું ગુપચુપ ગોઠવી લીધું છે, અને હવે તેણે અકળાવાની કે મૂંઝાવાની જરૂર નથી. તેણે એમ પણ સલાહ આપી કે, અંગ્રેજ પ્રકૃતિ ફ્રાંસમાં ઝટ સમજી શકાતી નથી, પરંતુ એક વખત તેને યોગ્ય રીતે ધીરજથી અને કુશળતાથી વાળી લઈએ, એટલે બસ. ફિલિપે માત્ર એટલું જ કહ્યું, “આપ નામદાર જે ઘડીથી મારી પત્નીને દોષમુક્ત જાહેર કરો છો, તે ઘડીથી મારે બીજું કશું વિચારવાનું રહેતું નથી, પરંતુ જે બીજાઓ આમાં સંડોવાયા છે, તેઓ એટલા દોષમુક્ત છે કે નહિ તેની તપાસ તો આપે કરવી જ જોઈએ.” બીજી બાજુ લૉરેઈન દ ગીશને ત્યાં જઈ, તેની આંખે પાટા બાંધી, મૅડમની અંધારખીણને માર્ગે જ તેને આગળ દોરવા પ્રયત્ન કરતો હતો. મેંશ્યોરના મનમાં કશું નથી, એવી ખાતરી તે દ ગીશને આપવા માગતો હતો, જેથી તે મૅડમ તરફના પ્રેમમાં મચ્યો રહે! પણ એટલામાં રાઓલ એ જ પ્રકરણ અંગે પોતાના મિત્રને ચેતવણી આપવા જ જાણે ત્યાં આવી પહોંચ્યો. તેને જોતાં જ લૉરેઈન ઊઠીને ઊભો થઈ ગયો. છતાં દ ગીશે તેને પૂછ્યું, “તો મને શું કરવાની સલાહ આપો છો?” મનમાં નિરાંત રાખી મજામાં સૂઈ રહો, વહાલા કાઉંટ,” લૉરેઈને જવાબ આપ્યો. મારી સલાહ, દ ગીશ, તેથી ઊલટી છે; તમે એકદમ ઘોડેસવાર થઈ તમારી જાગીર તરફ ચાલ્યા જાઓ; ત્યાં ગયા પછી શવાલિયેરની Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૪ પ્રેમ-પંક સલાહ પ્રમાણે ભલે નિરાંતે ઊંઘજો.” રાઓલ બધું પામી જઈ બોલી ઊઠયો. “શું ? જાગીરે ચાલ્યા જાય? શા માટે દ ગીશ ચાલ્યા જાય વારુ?’’ લૉરેઈને પૂછ્યું. ." હા હા; જે કાંઈ બન્યું છે અને જે વાતો સંભળાય છે, તેનાથી તમે કે દ ગીશ અજાણ્યા તો નહિ જ હો! અને એ બધાનું શું પરિણામ આવી શકે, તેની કલ્પના કરવા જેટલી બુદ્ધિ તો તમારામાં હશે જ. મોંશ્યોર ખરેખર દ ગીશ ઉપર ખૂબ ગુસ્સે થઈ ગયા છે, અને મૅડમને પણ રડવું પડયું છે.” (6 પણ તેથી દગીશને શા માટે ભાગી જવું પડે, તે કહેશો? હું હમણાં જ મૅશ્યોરને મળીને આવ્યો છું, અને હું ખાતરીથી કહું છું કે, તેમના મનમાં ૬ ગીશ પ્રત્યે કશો ગુસ્સો નથી.” “અરે, રાજાજીએ આખો મામલો પોતાના હાથમાં લીધો છે, એટલે માણ્યોરને મનમાં શાંતિ જ હોય ને!” “ પણ રાજાજી દ ગૌશને ચાહે છે અને ખાસ કરીને તેમના પિતાજી તો તેમના ખાસ પ્રેમપાત્ર હતા. પણ બીજી અગત્યની બાબત તો એ છે કે, કાઉંટ આમ ભાગી જાય, તો પોતાના ગુનાની કબૂલાત કર્યા જેવું ન થાય કે?” * શા માટે?” "C કારણ કે, માણસે ખરેખર ગુનો કર્યો હોય તો જ, કે તેની સજાના ડરથી જ તે ભાગાભાગ કરી મૂકે.” “અથવા પોતાના ઉપર ખોટો આરોપ આવ્યો હોય તો રિસાઈને કે ગુસ્સે થઈને પણ ચાલ્યો જઈ શકે. અને આપણે બધા મિત્રો પ્રયત્નપૂર્વક જો એવી જ હવા ઊભી કરીએ, તો પછી બધા એમ જ માનશે. માટે કાઉંટ, તમે નિર્દોષ છો, અને આજના પ્રસંગ વખતે તમારા ઉપર અવિશ્વાસ બતાવવામાં આવ્યો હોવાથી તમને માઠું લાગ્યું છે, અને તેથી તમે ચાલ્યા જાઓ છો, એવું કહેવાવા દો. ” Page #117 -------------------------------------------------------------------------- ________________ સલાહકારો ૯૫ “ના, ના; દ ગીશ; તમે નિર્દોષ છો તે માટે બેધડક તમે અહીં જ રહો.” શવાલિયર બોલ્યો. “પણ હું દગીશને કયાં લાંબો વખત ચાલ્યા જવાનું કહું છું? અત્યારની ઘડીએ તે ચાલ્યા જાય; અને થોડા વખત પછી બધું ઠેકાણે પડી ગયું હોય ત્યારે ભલે તે પાછા આવે. ત્યારે તેમને હાસ્ય અને આવકાર જ જોવા મળશે– ગુસ્સો અને ફૂંફાડા નહિ. અત્યારે તો રાજાજીનો ગુસ્સો કર્યું સ્વરૂપ લેશે, એની ગણતરી કોઈથી કરી શકાય તેમ નથી,” રાઓલે કહ્યું. 64 ‘ના, ના, બ્રાજૉત, મેં નક્કી કર્યું છે કે, હું અહીં જ રહીશ.” દ ગીશે જવાબ આપ્યો. ‘તો હું ભવિષ્ય ભાખું છું કે, તમારા માથા ઉપર ભયંકર આફત આવી પડશે, દ ગીશ. "" “પણ આજે સાંજનો નૃત્યસમારંભ તો કાયમ જ રહ્યો છે તે? એનો અર્થ એ કે, આજે બનેલા પ્રસંગનો કશો ખટકો કોઈના મન ઉપર નથી,” દ ગીશે જવાબ આપ્યો. “ઠીક ભાઈ, ત્યારે મારા હાથ હેઠા પડે છે, અને મારે વધુ કંઈ કહેવાનું રહેતું નથી.” આમ કહી, રાઓલ એક મોટા સોફા ઉપર સડાઈ પડયો. લૉરેઈનને હવે ચાલ્યા જવું હતું, પણ રાઓલ એકલો,દગીશ સાથે રહેશે, તો કદાચ પાછો તેને પોતાના અભિપ્રાયનોકરી લેશે, એ બીકે, તેણે છેલ્લું હથિયાર વાપર્યું— “ફાંતેબ્લોના મહોત્સવમાં મૅડમ પૉમોના – ફલદેવીનો શૃંગાર સજવાનાં છે; અને રાજાજી વસંતરાજનો. મને તો નાચતાં ફાવતું નથી, અને મારા પગ તમો સૌના જેવા ઘાટીલા ન હોવાથી, હું તો સામાન્ય પાત્ર જ બનવાનો છું. પણ કાઉંટ જોજો, પૉમોના દેવીને ફળની છાબ અર્પવાનું તમારે માથે છે, તે ચૂકતા નહિ,’ 66 જરૂર, જરૂર, હું નહિ જ ભૂલું વળી !” દ ગીશ આનંદમાં આવી જઈ બોલી ઊઠયો. Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પક લૉરેઈનને હવે ખાતરી થઈ ગઈ કે, કાઉંટ ચાલ્યો નહિ જ જાય; એટલે તે વિદાય થયો. રાઓલે લૉરેઈન ચાલ્યો જતાં પોતાના મિત્રને સમજાવવા જરા પણ પ્રયત્ન ન કર્યો; કારણ કે, તેને ખાતરી હતી કે એમ કરવું નિરૂપયોગી જ છે. છતાં તે બોલ્યા વિના ન રહ્યો કે, “કાઉંટ, તમે એક ભારે જોખમમાં ઊતરી રહ્યા છો. હું તમને બરાબર ઓળખું છું તમે હંમેશાં દરેક બાબતમાં સામે છેડે જઈને જ ઊભા રહો છો; અને તમે જેને ચાહો છો તે પણ તેવી જ પ્રકૃતિની છે. અને માની લઈએ કે, તે પણ તમારા જેટલો જ તમને સામો પ્રેમ કરે છે, તો પણ –” ના, ના; કદી નહિ! તે મારા ઉપર એટલો જ પ્રેમ કરે તો તો અમો બંને માટે એ એક ભારે કમનસીબની વાત જ બની રહે.” “તો તો પછી તમને કેવળ અવિચારી નહીં, પણ છેક પાગલ જ ગણવા જોઈએ.” કેમ?” મને સાચેસાચું કહી દો કે, જેને તમે આટલી બધી ચાહો છો, તે તમારા કારણે કંઈ આફતમાં મુકાય, એમ તમે નહિ જ ઇચ્છતા હો ને?” જરૂર, એવું નથી જ ઇચ્છતો.” “તો પછી તેને દૂર રહીને ચાલ્યા કરો.” “દૂર રહીને?” હા હા, જો તમારે તમારા પ્રેમનો જવાબ મળે એવી અપેક્ષા ન હોય, તો પછી તે નજર સમક્ષ રહે કે દુર હોય, તેની શી પરવા? તેમની છબીને સાથે રાખો – કંઈક યાદદાસ્તને.” રાઓલ !” ઠીક, ઠીક ભાઈ, તમારા માણસો આવી પહોંચ્યા છે, એટલે હું વિશેષ કંઈ કહેતો નથી; એટલું જ કહું છું કે, સુખમાં કે દુ:ખમાં હું તમારે પડખે હંમેશ રહીશ, એની ખાતરી રાખજો.” Page #119 -------------------------------------------------------------------------- ________________ સલાહકારો “બહુ સારું, ભાઈ તમે એ નૃત્ય-સમારંભમાં હાજર નથી રહેવાના?” “ના મારે શહેરમાં એક મુલાકાત પતાવવાની છે; આવજો ભાઈ.” સાંજના નૃત્યસમારંભમાં સૌ ફોતેબ્લો મુકામે થનારા મહોત્સવમાં રાજાજી તરફથી વિધિસર આમંત્રણ મળશે એની ઉત્સુકતાથી રાહ જોતાં હતાં. મેડમે દ ગીશની પ્રેમભરી નજર ઝીલી હતી, અને દિવસ દરમ્યાન તેને દીધેલો છેહ પોતાને જ કઠવા લાગ્યો હોવાથી તેણે સામેથી બમણી ઉષ્મા દાખવતી નજરે દ ગીશને નવાજ્યો હતો. રાજાની નજરમાંથી આ બધું અછતું રહ્યું ન હતું. તેથી જ્યારે ફોતેબ્લો મુકામે સૌને નિમંત્રણ આપવામાં આવ્યું, ત્યારે તેણે મોટેથી કહ્યું, “અહીં તમે સૌ જે હાજર છો, તે સૌને ફેબ્લોના મહાસમારંભમાં આવવાનું મારું હાર્દિક નિમંત્રણ છે.” સૌ રાજી રાજી થઈ ગયાં અને એક પછી એક રાજાજી સમક્ષ આવીને નિમંત્રણ બદલ તેમનો આભાર માનવા લાગ્યાં. દ ગીશ પણ જ્યારે આભાર માનવા આવ્યો, ત્યારે રાજાએ તેને માત્ર એટલું જ કહ્યું, “હાં, હાં, કાઉંટ, મેં આમંત્રણ આપતી વખતે તમને જોયા ન હતા.” કાઉંટે નીચા નમી વંદન કર્યું, અને મૅડમ મડદા જેવી ફીકી પડી ગઈ. કાઉંટ આભાર માનવા પોતાનું માં ખોલે તે પહેલાં રાજાએ ઉમેર્યું, “કાઉટ તમારે તો ખેતીની મોસમ ચાલુ થઈ હોવાથી નૉર્મન્ડીમાં તમારી જાગીર ઉપર જવાનું હશે; તમારા ખેડૂતો તમારી રાહ જોઈ રહ્યા હશે.” આવો સખત પ્રહાર કરી રાજાએ બિચારા કાઉંટ તરફ પીઠ ફેરવી લીધી. કાઉંટ એકદમ મડદા જેવો ફીકો પડી ગયો; તથા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબ સિવાય, વગર પરવાનગીએ રાજાને સંબોધન ન કરી છે–૭ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૯૮ પ્રેમ-અંક શકાય, એ નિયમ ભૂલીને રાજાજીની આગળ ફરી વળ્યા જેવું કરીને બોલ્યો “મને આપ નામદારે જે કહ્યું તે સમજાયું નહિ.” રાજાએ પોતાનું માથું સહેજ ફેરવીને તરવાર જેવી તીક્ષ્ણ દૃષ્ટિ કરીને કહ્યું, “મેં એમ કહ્યું કે તમે તમારી જાગીરે ચાલ્યા જાઓ.” કાઉંટના મોં ઉપર ઠંડા પરસેવાનાં બિંદુ છવાઈ રહ્યાં; તેના હાથમાં આંગળા પહોળાં થઈ ગયાં અને તેના હાથમાં પકડેલો ટોપો નીચે પડી ગયો. મેડમે તો પોતાની પાસે ઊભેલી મૅડમ દ નોંએલ સાથે હસતાં હસતાં વાતો ચાલુ રાખી. જાણે તેણે કશું જોયું-સાંભળ્યું નથી! મેં૦ દ ગીશ એકદમ પોતાના કમરા તરફ નાઠો, ત્યાં રાઓલ બેઠો બેઠો તેની રાહ જોતો હતો. દ ગીશના લથડતા પગ જોઈ, તેણે પૂછયું, “કેમ? કેમ?” “હા, હા, તમે કહેતા હતા તે જ સારું હતું.” એટલું કહી તે પથારીમાં ગબડી પડ્યો. “અને પેલી?” આકાશ તરફ ગુસ્સામાં હાથ ઊંચો કરી દ ગીશે જવાબ આપ્યો, “પેલી? પેલી?” “હા, હા, તેણે શું કહ્યું કે કર્યું?” “તેણે પોતાની પાસે ઊભેલી મૅડમ દ નોંએલને એટલું જ કહ્યું કે, “મારો પોશાક મને બરાબર ફીટ બેસે છે અને એટલું કહી તે માં ફાડીને હસી પડી.” Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ફતેબ્લે ચાર દિવસથી ફતેબ્લોમાં જે આનંદોત્સવની તૈયારીઓ થઈ રહી હતી, તેને કારણે એ સ્થળ એક ગાંધનગરી જેવું બની રહ્યું હતું. જાદુઈ લાકડીથી સરજાતા ચમત્કારની પેઠે, ત્યાંનાં વનોપવન, ઝરણાં, સરિતા વગેરે સૌને ઝળાંહળાં તથા સુશોભિત કરી દેવાયાં હતાં. મેં૦ કોલબેરના હાથમાં ચાલીસ લાખ ફ્રાંક મૂકવામાં આવ્યા હતા, અને તે તેણે બરાબર કામે લગાડ્યા હતા. જંગલમાંની દરેક વનદેવતા, તથા દરેક વનદેવ પાછળ રોજના સો સો ફાંક ખર્ચ થતું હતું, અને તેમના પોશાક પાછળ ત્રણસો ત્રણસો ફૂાંક. દારૂખાનું અને રોશની પાછળ રોજના એક લાખ ફ્રાંક લેખે ખર્ચ થતું હતું. પાણીના કિનારાઓ ઉપરની રોશનીનું ખર્ચ રોજના ત્રીસ હજાર ક્રાંક થતું હતું. નાય-અને નૃત્ય-સમારંભો તો વર્ણવ્યા ન જાય તેવા ભવ્ય બની રહ્યા હતા. રાજા તથા મૅડમ બંને પૌરાણિક પાત્રોના વેશમાં બીજાં પૌરાણિક વેશધારી પાત્રોને મુલાકાત બક્ષતાં હતાં, તેમની ખંડણી સ્વીકારતાં હતાં અને તેમને કૃપાથી નવાજતાં હતાં. એ બધાં પાત્રો કોઈ પૃથ્વીમાંથી, કોઈ આકાશમાંથી, કોઈ નદીમાંથી, કોઈ વૃક્ષોમાંથી યોગ્ય વખતે નીકળી આવે એવી તરકીબો ગોઠવાઈ હતી. રાજાજીનાં રાણી મારિયા થેરેસા અને મૅડમના પતિ મૈશ્યોર તો કોઈ ચિત્રમાં જાણે હતાં જ નહિ! રાજાજી જાણે ઈંગ્લેંડની મૅડમ હેત્રિપેટાને જ પરણ્યા હોય, તેમ અધગી તરીકે મેડમ જ તેમના પડખે હરહંમેશ દેખાતી. ૯૯ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પ્રેમ-પંક શવાલિયેર લૉરેઈન મોંશ્યોરને સાથ આપી રહ્યો હતો પરંતુ સાથે સાથે રાજા અને મેડમની બાબતમાં પોતાનાથી રેડાય તેટલું ઝેર પણ તેનામાં ભરી રહ્યો હતો. એટલે ફતેબ્લો મુકામે આવ્યા પછી ત્રણેક દિવસમાં તો મેંશ્યોર તદ્દન ખિન્ન તથા ગમગીન બની ગયા. આસપાસના આનંદપૂર્ણ અને પ્રેમવિભોર વાતાવરણમાં તેમની મૂર્તિ તદ્દન શકઘેરી – કાળી કણક દેખાતી હતી. તે દિવસે બપોરના બે વાગ્યા પછી આખું મંડળ નદીએ નાહવાના એક ઉન્માદક કાર્યક્રમ અર્થે રવાના થયું હતું. મોડા ઊઠેલા મશ્યોર શૃંગારવિધિ પરવારી, પોતાની અલગ બેઠક જમાવવાના મનસૂબા સાથે મેડમને પાસે આવેલા પોતાની જાગીરના મથકે લઈ જવા માટે તેમના તંબૂ તરફ ગયા. ત્યાં તેમને કહેવામાં આવ્યું કે, બધાં અગિયાર વાગ્યાનાં નદી ઉપરના સ્નાન-સમારંભમાં ચાલ્યાં ગયાં છે. માંશ્યોરને થયું, “એ પણ ઠીક છે; ચાલો આ ગરમીમાં આપણે પણ નાહવા જઈએ.” પણ એક તબેલામાં એક ગાડી કે એક ઘોડો જ બાકી રહ્યાં ન હતાં. એટલે ધૂંધવાઈને તે પોતાની માતાના તંબૂ તરફ ગયો. તો બહારથી જ તેને રાણી મારિયા થેરેસા રડતી રડતી પોતાનું મનદુ:ખ રાણીમાતા આગળ નિવેદિત કરતી હતી, એ સંભળાયું. રાજાજી મૅડમ સાથે વધારે પડતા રહે છે, અને પોતાને છેક ભૂલી ગયા છે, એ જાતની ફરિયાદ તે કરતી હતી. બધી વાતચીત સ્પેનિશ ભાષામાં ચાલતી હોવાથી, મૈયરને બહુ સમજાઈ નહિ; પણ રાણીનું દુ:ખ પણ સમાન પાત્રોને નિમિત્તો જ હોઈ, તે ખોંખારો ખાઈને અંદર પેઠો. રાણી મારિયા થેરેસા તરત આંખો લૂછી, મૉશ્યર પ્રત્યે હસીને તેમને આવકાર આપી, પોતાના તંબૂ તરફ ચાલતી થઈ. મોંશ્યોરે હવે પોતાનો ડૂમો રાણી માતા આગળ એટલા જ કડવા તથા દુ:ખભર્યા શબ્દોમાં ઠાલવ્યો. Page #123 -------------------------------------------------------------------------- ________________ ફેબ્લિો ૧૦૧ રાણી માતાએ એકદમ તો જુદો જ દેખાવ ધારણ કરી, પોતાના ભાઈ પ્રત્યે તથા પોતાની પત્ની પ્રત્યે આમ અદેખાઈનો ભાવ ધારણ કરવા બદલ ફિલિપને ડાર્યો, પરંતુ મોરની વાત એટલી સાચી હતી કે, રાણી-માતાથી વિશેષ કાંઈ કહી શકાયું નહિ. મેંશ્યોરે હવે તબેલા તરફ જઈ, ઘોડો માગ્યો; પણ તબેલાવાળાએ એકે ઘોડો નથી' એમ કહ્યું એટલે પાસે પડેલી ચાબૂક લઈને મેંશ્યોરે એ તબેલાવાળાને એવો ઝૂડવા માંડ્યો કે તે બિચારો ચીસો પાડતો બહાર નાઠો. મેંશ્યોર તેની પાછળ પડ્યા અને ચોતરફ દોડાદોડ કરીને તેમણે એક મોટું રમખાણ મચાવી મૂકયું. આ તરફ નદીકિનારે વનદેવીઓ અને દેવ-દેવીઓની હાજરીમાં શણગારેલી હોડીની મદદથી એક અદ્ભુત દૃશ્ય સરજાઈ રહ્યું હતું. મેડમ સ્નાન માટેના ચુસ્ત અર્ધ-પોશાકમાં અને શુંગારમાં અદ્ભુત અસરાનો દેખાવ કરતી સૌને આકર્ષી રહી હતી. રાજાજીની આંખોમાંથી નીતરતો પ્રેમરસ પણ સામેથી બીજી જોવા જેવી બાબત હતી. અને આસપાસનાં સૌ એ વસ્તુની નોંધ લીધા વિના રહી શક્યાં નહિ. સ્નાન પછી રાજા અને મૅડમ, સુંદર ઘોડાઓ ઉપર અદાથી જોડાજોડ સવારી કરીને, આખા દરબાર સાથે, તંબુઓથી સરજાયેલા ઉપવનનગરમાં પાછાં ફર્યા. મેડમ તરત એકલા પાછળ મૂકેલા મેંશ્યોરને સંભાળી લેવા દોડી ગઈ, અને રાજાજી રાણી અને રાણીમાતાને મનાવી લેવા. એ પ્રસંગે શું શું થયું એ શબ્દોમાં કહી બતાવવાને બદલે, વાચકને થોડે આગળ જ વર્ણવેલી ઘટનાઓ ઉપરથી જાતે જ અનુમાન કરી લેવા વિનવીએ છીએ. રાજાજી પોતાના તંબૂમાં જઈ અરીસા આગળ ઊભા રહી, પોશાક ઠીકઠીક કરી રહે, તે પહેલાં તો મૅડમ તરફથી એક નાનીસરખી ચિઠ્ઠી આવી પહોંચી. Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પાંક તેમાં એટલું જ લખેલું હતું: “જલદી આવો; મારે હજાર હજાર વાતો કહેવાની છે.” ૧૦૨ હજુ હમણાં જ બંને જણ ત્રણ ત્રણ હજાર વાતો કરીને તો નદીએ આવીને છૂટાં પડયાં હતાં; તેટલામાં વળી હજાર હજાર વાતો કઈ કહેવાની થઈ, એ પ્રશ્ન આપણને ભલે થાય; પણ પ્રેમ-ઘેનમાં પડેલાંને એવો પ્રશ્ન જ ઊઠતો નથી. રાજા તરત જ મૅડમના ઉતારા તરફ પહોંચી ગયો. મૅડમે પોતે રાજાજીને બોલાવ્યા હતા તેવો દેખાવ ન થાય, તે માટે તે પોતે બગીચા તરફ પોતાની બાનુઓ સાથે ફરવા નીકળી ગઈ હતી. રાજા ત્યાં પહોંચતાં જ મૅડમે આંખની નિશાનીથી જ સમજાવી દીધું કે, પોતે જાણી જઈને આમ તેમને તેડાવીને અહીં ચાલી આવી છે. રાજાજીએ તરત એક સરસ પતંગિયું પકડીને મૅડમને સાદર કર્યું તથા બીજી તહેનાતબાનુઓ માટે એવાં પતંગિયાં લઈ આવવા સૌ દરબારીઓને હસતાં હસતાં હુકમ કર્યા. દરમ્યાન મૅડમ અને રાજાજી એક બેઠક ઉપર બેસી ગયાં અને પકડેલા પતંગિયાના અદ્ભુત રંગોનું વર્ણન કરતાં હોય એવી રીતે તેને હાથમાં સામે રાખી, વાતો કરવા લાગ્યાં. ‘મારી ચિઠ્ઠીથી નવાઈ તો નથી લાગીને ?” મૅડમે પૂછયું. નવાઈ જ નહિ, ગભરામણ પણ થઈ છે. પરંતુ મારે પણ તમને એટલું જ અગત્યનું કંઈ કહેવાનું છે.” 66 (" ના, ના, સરકાર; મારે જે કહેવાનું છે તે જ વધુ ભયંકર છે– મૅશ્યોર હવે મને મળવા ના પાડે છે. "" 66 “તો તો આપણી બંનેની સરખી જ વલે થઈ છે!” << ‘આપ નામદારને શું થયું, સરકાર?” “રાણીમાતાને રાણીએ વાત કરી હશે, એટલે મારો પણ એ રીતે જ સત્કાર થયો!” “જુઓને સરકાર, દુનિયા કેવી ખરાબ છે! આપણે બે એકબીજા પ્રત્યે નિર્મળ નિર્દોષ સદ્ભાવ દાખવીએ છીએ, તેનો પણ કેવો વિચિત્ર અર્થ કરાય છે?” Page #125 -------------------------------------------------------------------------- ________________ ફેબ્લોગ ૧૦૩ રાજાએ નિસાસો નાખીને કહ્યું, “ખરી વાત છે.” “આપ સરકારને તો આપના રાજ્યમાં કશું અડી ન શકે, પરંતુ મારે તો હવે ઇંગ્લેંડ પાછા જ ફરવું રહ્યું.” રાજા અચાનક મેડમનો હાથ પકડી લઈને બોલી ઊઠ્યો, “જુઓ, મને આખી દુનિયા તરફનું ગમે તે દુ:ખ આવશે, તે હું સહન કરી લઈશ, પણ તમે ઇંગ્લંડ ચાલ્યા જવાની વાત કરશો, તો તે મારાથી નહિ સહન થાય.” મેડમે પ્રેમ-ઊભરાતી નજરે પોતાનો શિકાર બનેલા રાજા તરફ જોયું, અને તેને જીવતદાન આપવા માગતી હોય તેમ કહ્યું, “અને મને પણ એ વસ્તુનું દુ:ખ નહિ હોય, એવું જ આપે માની લીધું કે સરકાર? આપે તો જાત પહેલાં તમારા પ્રજાજનોનું દુ:ખ પ્રથમ જાણવું જોઈએ.” “મૅડમ, મૅડમ, પહેલાં એટલું જ કહો કે, તમે ઇંગ્લેંડ ચાલ્યા જવાની વાત ફરીથી તમારે મોંએ નહીં લાવો!” મેડમે માત્ર પોતાના હાથની આંગળીઓથી રાજાના હાથને જરા વધુ દબાવી, તેનો જવાબ આપી દીધો. “પણ આ બધાનો કંઈક ઉપાય તો વિચારવો જ જોઈશે ને, સરકાર.” એક ઉપાય છે કે, મારે બીજાઓના દેખતાં તમારા પ્રત્યે કશો ભાવ ન બતાવવો.” એટલે મને જીવતી જબ્બે કરવી છે, સરકાર? આપના સ્નેહભાવની અમૃતસંજીવની વિના તો મારાથી આ દેશમાં એક ઘડીય ન રહી શકાય!” “તો પછી તમારે મને કોઈ રસ્તો બતાવવો જોઈએ.” “હા, જુઓ, સરકાર, મારા પતિ કોઈ બીજી સ્ત્રી તરફ પ્રેમ કરતા હોય, અને મને ભ્રમમાં રાખવા માગતા હોય, તો તે શું કરે, એ કહો જોઉં?” “તમે જ કહો!” Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પ્રેમ-પંક “પ્રથમ તો તે પેલી સ્ત્રી સામે નજર પણ ન નાખતા હોવાનો દેખાવ કરે.” “પણ એ તો મેં કહ્યું હતું તે જ થયું!” “ના, ના, પરંતુ સરકાર, એક સ્ત્રી તરીકે હું એટલા દેખાવમાત્રથી ન ભરમાઉં. હું તો તેમને ત્રીજી કોઈ સ્ત્રી ઉપર પ્રેમ કરતા જોઉં, તો જ માનું કે પેલી ઉપર હવે તેમનો ભાવ રહ્યો નથી.” “શાબાશ! અર્થાત્ મારે તમારા કરતાં બીજી કોઈ ઉપર પ્રેમ કરવા માંડીને તમારી ઉપરના પ્રેમને છુપાવવો જોઈએ, ખરુંને? પરંતુ તેમ કરવાથી મેંશ્યોરનું મન ભલે શાંત થાય, પણ તમારે બદલે મને બીજી કોઈ સ્ત્રી ઉપર પ્રેમ કરતો જોઈને રાણીનું મન શી રીતે શાંત થાય?” “વાહ, સરકાર, મારા ઉપરનો ઘા ખાળવામાં આપ મદદગાર થાઓ એટલું ઓછું છે? અદેખી સ્ત્રીઓને તો કોઈ દિવસ કોઈ ક્યારેય શાંતિ નહિ આપી શકે, તેઓ તો સાચું નિમિત્ત ન હોય તો કલ્પિત નિમિત્તથી પણ દુ:ખી થયા જ કરવાની.” પરંતુ, મારે કોના ઉપર પ્રેમ કરવાનો દેખાવ કરવો, એ પણ તમારે જ નક્કી કરી આપવું પડશે ને? અને એ પાત્ર એવું હોવું જોઈએ કે, ઉપર ઉપરથી હું તેના પ્રત્યે પ્રેમનો દેખાવ કરવા જાઉં તેટલામાં જ મને સાચેસાચ પ્રેમ કરવા લાગી જઈ, તે મને ગળે પડતું ન આવે; અને બીજી બાજુ હું પણ તેને સાચેસાચ પ્રેમ કરવા લાગી ન જાઉં!” સરકાર, મને દરદીની બરાબર માહિતી છે! મને છોડી આપ બીજી કોઈ ઉપર સાચેસાચ પ્રેમ કરવા લાગી જવાના નથી –” રાજાએ પોતાના પ્રેમ વિષેના મેડમે બતાવેલા આવા અડગ વિશ્વાસથી પુલકિત થઈ જઈ, મેડમનો હાથ આભારવશ જરા દબાવ્યો. મેડમે હસતાં હસતાં આગળ કહ્યું, “અને સરકાર, મારી તહેનાતબાનુઓમાં એક એવી છે કે, તેના ઉપર ગમે તેટલો પ્રેમ આપ દેખાડશો, તોપણ આપના ઉપર હક કરતી કદી નહિ આવે!” Page #127 -------------------------------------------------------------------------- ________________ ફાંતેબ્લો “કોણ, કોણ ?” ‘માદમુઆઝોલ દવાલિયેર.” ' “અરે, તેનાં હાડકાં ઉપર ચામડી સિવાય બીજું કશું કયાં છે?” 66 “હું પણ કયાં વધુ જાડી છું?” 66 પણ તે બહુ ગમગીન પ્રકૃતિની છે.” k “ ખાસી, મજાની; આપને તેના તરફ કદી સાચો ભાવ જ ઉત્પન્ન નહિ થાય !” ૧૦૫ 66 ‘પણ તે લંગડીય છે. તમારી બધી બાનુઓમાંથી તમે છેક જ કદરૂપી અને અણગમો થાય તેવી જ બાનુ મને પસંદ કરી આપી, હેન્રિયેટા!” 66 ‘પણ સરકાર, તે મારા કમરામાં હંમેશ રહેતી હશે, એટલે તેને મળવા આપને મારા કમરામાં જ આવવું પડશે; અને તેને એકાંતમાં તો મળી ન શકો, એટલે મારી હાજરીમાં જ મળવું પડશે – અર્થાત્ મારી સાથે વાતો કરવા દ્વારા જ તેની સાથે આપ વાતો કરી શકશો. ’ “તો આ કરાર કબૂલમંજૂર છે?” ,, “હા, હા, સહી-સિક્કા સાથે; પરંતુ આપના ભાઈની પત્ની તરીકે આપ મને સામાન્ય કૌટુંબિક પ્રેમભાવ તથા એક રાજા તરફથી મળતો આદરભાવ તો જાહેરમાં દાખવતા જ રહેજો. જેથી વધારે પડતું છુપાવવા જતાં, તદ્ન જ ઊલટું સાબિત ન થઈ જાય ! ’’ 66 ‘પણ, પણ, પેલી લંગડી છોકરી ઉપર મને પ્રેમભાવ દાખવો જોઈ, લોકો મારી રસવૃત્તિની નિંદા નહિ કરે? પરંતુ એ જરા જેટલી નિંદાથી તમને કાયમની શાંતિ મેળવી અપાતી હોય, તો કાંઈ વાંધો નહિ.” t “માત્ર શાંતિ જ નહિ, પણ મારી તેમ જ આપણા કટુંબની ઇજ્જત પણ સાચવી શકાશે, કેમ ભૂલો છો?” “આજે રાત્રે જ રોશની તથા નૃત્યસમારંભ છે; આજથી જ કુમારી લુઇઝા પ્રત્યે મારો પ્રેમભાવ એ રોશની કરતાંય વધુ ઝળહળી Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પ્રેમ-પંક ઊઠશે, અને એ નૃત્યસમારંભમાં ઊછળતા પગો કરતાંય વધુ જોરથી ઊછળી રહેશે.” “સરકાર, પણ, એ બધું ઠાવકાઈથી તથા સમજપૂર્વક કરવાનું છે. રાજાજી જેવા રાજાજી થઈને આપ નામદાર એકદમ એકાદ લંગડી છોકરી ઉપર અતિ પ્રેમભાવ દાખવવા જશો, તો કોઈ તેને સાચું જ નહિ માને!” “ઠીક, ઠીક મેડમ, તમારી સમજદારી આગળ પણ હું મારી હાર કબૂલ કરું છું, જેમ તમારાં સૌંદર્ય અને પ્રતાપ આગળ મેં કબૂલ કરી જ છે!” મૅડમે માત્ર તેનો હાથ વધુ જોરથી દબાવ્યો. ૧૫ ઋતુમહોત્સવ રાજાજીએ હવે યોજી રાખેલા મહાન ઋતુમહોત્સવ-સમારંભની તૈયારીઓ શરૂ કરવાનો હુકમ આપી દીધો. એ સમારંભ માટે ખુલ્લે હાથે થતું ખર્ચ હરકોઈને વિચારમાં નાખી દે તેવું હતું. પરિણામે કોલબેરે તરત રાજાજીની મુલાકાતની માગણી કરી. કોલબેર આવતાં રાજાજીએ પૈસાની રકમો બધા વેપારીઓને તરત જ ચૂકવતા રહેવા તેને આગ્રહ કર્યો. “પણ સરકાર, તે માટે મારી પાસે નાણાં હોવાં જોઈએ ને?” “કેમ, મૈ૦ ફુકેએ મોકલવા કહ્યાં હતાં તે મોકલ્યાં છે કે નહીં? તે તો બરાબર વખતસર આવી ગયાં હતાં.” “તો પછી?” “આઠ દિવસમાં ચાલીસ લાખ પૂરા થઈ ગયા, સરકાર.” “બધા જ?” Page #129 -------------------------------------------------------------------------- ________________ તુમહોત્સવ ૧૦૭ “છેલી પેની પણ. આપ નામદારે ગ્રાન્ડ-કૅનાલના કિનારાઓ ઉપર રોશની કરવા જ્યારે જ્યારે કહ્યું હતું, ત્યારે ત્યારે નહેરમાં પાણી હતું એટલું તેલ રોશની માટે વપરાતું હતું!” અર્થાત્, માં કોલબેર તમારી પાસે હવે નાણાં નથી, એટલું જ ને?” “મારી પાસે તો નથી; અલબત્ત, મ0 ફુકે પાસે છે જ.” “એટલે?” “અત્યાર સુધીમાં બે વખત થઈને મૅ૦ કુકે પાસે આપણે સાઠ લાખ માગ્યા, અને તે તેમણે એટલી બેફિકરાઈથી આપ્યા છે કે, જાણે હજુ બીજા જોઈતા હોય તો આપે. અને અત્યારે આપણે જોઈએ જ છે, એટલે તેમણે આપવા જોઈએ.” મ0 કોલબેર, હું મારા કર્મચારીઓને એ રીતે છૂંદી નાખવા માગતો નથી; આઠ દિવસમાં મેં૦ ફુકેએ સાઠ લાખ આપ્યા, તો તે ઘણા છે.” પણ સરકાર, બેલ-ઇલની કિલ્લેબંદીનીવાત કેમ ભૂલી જાઓ છો? એ પરિસ્થિતિમાં તો કશો ફેર નથી જ પડ્યો ને?” ઘણો પડ્યો છે; હવે હું મારી બાબતો મને ઠીક લાગે તે રીતે સંભાળું છું– બીજા કહે તે રીતે નહિ, સમજ્યા? માટે તમારે હું માગું ત્યારે સલાહ આપવા આવવું. તમારે કેટલા પૈસા જોઈશે?” “સિત્તેર લાખ ક્રાંક, સરકાર.” *૦ ફએ એક કરોડ ફ્રાંકને ખર્ચે બેલ-ઇલ ટાપુમાં, છૂપી રીતે, ઍરેમીસ અને પૉર્જેસની મદદથી અને દોરવણીથી જંગી કિલ્લેબંદી શરૂ કરાવી હતી. રાજાની ખફામરજી થાય ત્યારે ત્યાં પેસી જઈ, રાજાને વરવા માટેની એ તૈયારી હતી, પરંતુ દાત નાની ચાલાકીથી અને રાજા ચા-૨ની વખતસર મળેલી સૂચનાથી એ કાવતરું પકડાઈ ગયું હતું, અને ફુકેએ એ ટાપુ પૂરી કિલ્લેબંદી સહિત રાજાજીને ભેટ આપી દીધો હતો. “કામિની અને કાંચન” એ પુસ્તકમાં તે વાત આવે છે. જુઓ પૃ૦ ૩૮૧-૪૨૧. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પ્રેમ-પંક “તો મારી ખાનગી તિજોરીમાંથી એ રકમ લઈ લો; ત્રીસ લાખની ચિઠ્ઠી હમણાં જ લખી આપું છું.” રાજાએ તરત જ કલમ હાથમાં લઈ, ચિઠ્ઠી લખી આપી અને કોલબેરના હાથમાં આપતાં કહ્યું, “મારે રાજાની જેમ વર્તવું જોઈએ; એક પાજીની જેમ નહિ, સમજ્યા?” બીજી બાજુ રાજાજી સમારંભને માટે કેટલું બધું ખર્ચ કરી રહ્યા છે તે સમાચાર ચોતરફ ફેલાતાં વાર લાગી નહિ. એટલે સૌ કોઈ પણ પોતપોતાની રીતે પાછા ન પડાય તે પ્રમાણે પોશાક વગેરે ખર્ચ કરવા લાગી ગયાં. ત્રા-સમારંભ માટેની રંગભૂમિના છૂટા ભાગો તૈયાર કરી કરીને લાવી રાખવામાં આવ્યા હતા, તે બધાને પાંચ કલાકમાં જોડી દઈ, સુતારોએ ભવ્ય સુશોભિત રંગમંચ તથા થિયેટર તૈયાર કરી દીધાં. અને જ્યારે ઘણા વખતથી સૌને મોંએ ચડેલું ઋતુનૃત્ય શરૂ થયું, ત્યારે તો લોકોની ભવ્યમાં ભવ્ય કલ્પના પણ જૂઠી પડી ગઈ. જાણે સ્વર્ગલોકનાં દેવ-દેવી જ સંદેહ, સ્વર્ગીય સરંજામ સહિત પૃથ્વી ઉપર ઊતરી આવ્યાં છે, એવો દેખાવ થઈ રહ્યો. અચાનક વસંતરાજ-રૂપધારી રાજાજી પાસે તેમની સોબતી મેં તેનો મડદા જેવી ફીકો પડી જઈ દોડી આવ્યો. “શું છે, શું છે, સેંતેશ્નો?” “હજૂર, ફલ-સમર્પણ નૃત્યનો ખ્યાલ જ ન રહ્યો; તે ભાગ 2 દ ગીશને ભજવવાનો હતો, પણ તે તો વિદાય થઈ ગયા છે.” “તો એટલો ભાગ પડતો મૂકો.” “પરંતુ સંગીતવાળાઓને પહેલેથી ખબર નહિ આપેલી એટલે તેઓના ક્રમમાં તો તે ભાગ રહ્યો છે, અને પાએક કલાક સુધી નૃત્ય વગરનું સંગીત ચાલે એ તો આખા સમારંભની મજા મારી નાખે.” Page #131 -------------------------------------------------------------------------- ________________ ઋતુમહોત્સવ ૧૦૯ “તો સંગીતવાળાઓને પણ એ ભાગ કાપી નાખવા એકદમ સૂચના આપી દો!” “એ તો આપી દેવાય, પરંતુ પરંતુ-કમનસીબની વાત એ છે કે ” “શું છે? ઝટ બોલી નાખ!” “હજૂર, કાઉંટ દ ગીશ બરાબર પોતાની વેશભૂષા સાથે હાજર “હું ?” સેંતેએ ડરતાં ડરતાં એક બાજુ ઊભેલા દ ગીશ તરફ આંગળી કરી. રાજાજીને પોતા તરફ જોતા જોઈ, દ ગીશ તરત આગળ આવ્યો અને બોલ્યો, “સરકાર, રણભૂમિ ઉપર આપની સેવા બજાવવા માટે જેમ માથાની પરવા કર્યા વિના દોડી જાઉં, તેમ આપની રંગભૂમિ ઉપર મને સોંપાયેલા કામ વિના આખો સમારંભ અધૂરો ન રહે, તે માટે હું મારા માથાની પરવા કર્યા વિના આપની સેવા બજાવવા હાજર થઈ ગયો છું.” પણ મેં તમને પાછા ફરવાનું કહ્યું ન હતું, કાઉંટ.” નહોતું જ કહ્યું, સરકાર; પરંતુ મારી જાગીર ઉપર જ ચોટી રહેવાનું પણ નહોતું ફરમાવ્યું સરકાર!” મૅડમે તરત જ રાજાને ઈશારાથી સમજવી દીધું કે, “બે હરીફોની ઉપર સાથે શંકા લાવવામાં આવે એ ફાયદાની વાત છે!” એટલે તરત જ રાજાએ નિર્ણય ઉપર આવી જઈ દ ગીશને પોતાનો ભાગ ભજવી જવાની પરવાનગી આપી. દ ગીશે મૅડમની દરમ્યાનગીરી પોતાની જ રીતે સમજી લીધી! નૃત્યસમારંભમાંથી પરવારી દ ગીશ મૅડમની પાસે પહોંચી ગયો. પેલીએ એટલી ટાઢાશથી તેની તરફ જોયું કે, તેને શું બોલવું તે જ સમજાયું નહિ. તે માત્ર એટલું જ બોલી શક્યો, “આપ નામદારે આજે Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પ્રેમ-પંક નુ સમારંભમાં જે ઉમદા દેખાવ કર્યો, તે બદલ આપને ધન્યવાદ આપવા હું આવ્યો છું.” “એમ?” “આપ નામદારે જે દેવીનું રૂપ લીધું હતું, તે આપ નામદારને બરાબર અનુરૂપ હતું, – સુંદર, તુચ્છકારભરી અને ચપળ.” મૅડમ ક્ષણભર ચૂપ રહી; પણ પછી બોલી, “કાઉંટ, તમે પણ સરસ નૃત્યકાર છો !” ના, મૅડમ; હું તો એ વર્ગના લોકોમાંનો છું, જેઓ તરફ કોઈ કદી લક્ષ આપતું નથી; અને લક્ષ આપે તો પણ થોડી વારમાં ભુલાઈ જાય છે.” આટલું કહી તે એક લાંબો નિસાસો નાખી, એક વાડ પાછળ અલોપ થઈ ગયો. મેડમે જવાબમાં માત્ર ખભા થોડા ઉલાળ્યા અને પછી પોતાની તહેનાત-બાનુઓ આવતાં તે બોલી ઊઠી, “આ માણસ દેશનિકાલ થયો એટલે તેની બુદ્ધિ પણ દેશનિકાલ થઈ ગઈ છે કે શું? તે કેવું કઢંગું નાચતો હતો, અને કેવું કેવું મૂર્ખાઈભર્યું બોલે પણ છે?” પાસે જ ફરતો દ ગીશ એ બધા બોલ બરાબર સાંભળે તે રીતે જ મોટેથી તથા ધીમેથી ઉચ્ચારાયા હતા. આગળના કાર્યક્રમમાં મહાપરાણે દ ગીશ હાજર રહી શક્યો. પછી રંગભૂમિનો કાર્યક્રમ પૂરો થાય અને સ વેરાવા માંડે તે પહેલાં જ તે એકલો બહાર નીકળી ગયો. ત્યાં એક બાજુ એકાંતમાં દ લા વાલિયેર રાજાજીના ઝરૂખાની બારી તરફ નજર નાખીને બેઠેલી તેણે જોઈ. દ ગીશ તેને ઓળખીને તરત ઉતાવળે બોલ્યો, “સુખ-રાત, માદમુઅઝોલ દ લા વાલિયર; તમે મળી ગયાં તે સારું થયું.” “મને પણ ખૂબ આનંદ થયો, મૌ૦ દ ગીશ.” એટલું બોલી તે ત્યાંથી ખસી જવા લાગી. “મહેરબાની કરી, અત્યારે મને એકલો ન મૂકશો; તમે જોકે, આ બધી ધમાલ ન ગમતી હોવાથી એકાંતમાં બેઠાં છો; પણ અત્યારે હું એકલો પડીશ તો હું બહુ –” Page #133 -------------------------------------------------------------------------- ________________ ત્રસ્તુમહોત્સવ ૧૧૧ “શું થયું છે, મોંશ્યોર લ કાઉંટ? તમને કંઈ દુખ થતું હોય એમ લાગે છે.” બિચારી લા વાલિયેર ચિંતામાં પડી જઈ બોલી ઊઠી. મને? ના, ના, કંઈ થયું નથી!” “તો મોં૦ દ ગીશ, ઘણા વખતથી મારે તમારો આભાર માનવાનો હતો, તે અત્યારે માની લઉં: મેડમની તહેનાતબા તરીકે મને નીમવાની ભલામણ તમે કરી હતી.” “હા, હા, મને યાદ આવ્યું, અને તમારી એ સેવા બજાવ્યા બદલ હું મારી જાતે જ મને ધન્યવાદ આપી લઉં છું; પણ, તમે કોઈને ચાહો છો, ખરાં?” “હું?” લા વાલિયેર નવાઈ પામી બોલી ઊઠી. “ભૂલ્યો, ભૂલ્યો, મને માફ કરો; મારા ચિત્તનું અત્યારે કંઈ ઠેકાણું નથી. પણ તમે મે. બ્રાજલોનને અહીં જોયા છે?” લા વાલિયેર એ નામ સાંભળી ચોંકી ઊઠી. “તમે શું પૂછો છો?” તેણે પૂછ્યું. “મેં તમને ફરીથી ખોટું લગાડયું ખરું? મારા ઉપર દયા લાવી મને ક્ષમા કરો.” અરે, મેંશ્યોર દ ગીશ, તમે બહુ જ દુ:ખી થઈ ગયા લાગો છો. તમને શું થયું છે?” અરે, કુમારી, તમારી જેવી માયાળુ બહેન કે મિત્ર મને હોત, તો કેવું સારું થાત?” “મશ્યોર દ ગીશ, તમારે વાઈકાઉંટ દ બ્રાજલૉન જેવા મિત્રો છે, એ કેમ ભૂલી જાઓ છો?” ખરી વાત, ખરી વાત; તે મારી સાચામાં સાચો મિત્ર છે.” એટલું કહી તે એકદમ ચાલતો થયો. લાઇઝા દ લા વાલિયેર ચાલ્યા જતા દ ગીશ તરફ જોઈ રહી હતી, તેવામાં જ તેની બે સખીઓ – જેઓ મૅડમની તહેનાતબાનુઓ પણ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પ્રેમ-પાંક હતી – માંતાલે અને તૉને શારાંત – ત્યાં આવી પહોંચી. તેઓએ પરીઓનો પોશાક ધારણ કરેલો હતો. નાટ્યસમારંભની સફળતાથી આનંદિત થઈ, તેઓ ઠેકડા ભરતી ત્યાં આવી પહોંચી. તે ત્રણેએ ઉપવનમાં તે રાતે ‘રૉયલ ઓક’વૃક્ષ નીચે દિલ ખોલી વાતો કરવા મળવાનું ગોઠવ્યું હતું. રાજદરબારના કડક નિયંત્રણ નીચે રહેતાં રહેતાં, મનમાં એકઠી થયેલી વાતો ખુલ્લી હવામાં પણ બોલી નાખવાની તેવાં લોકોમાં કેવી ઇંતેજારી એકઠી થતી હોય છે, તે તો એ કામ કરનારાં કે તેમનાં રિચિતો જ જાણી શકે કે કલ્પી શકે. માંતાલેએ લુઇઝાને ઊધડી લેવા માંડી, “તું આમ છેક એકલવાઈ બની ગઈ છે તે કેવું? બધાં નાટ્યસમારંભમાં ભાગ લઈ આનંદ કરે, ત્યારે તું એકલી બહાર બેસી રહી છે! જ્યારે અમે બધાં આનંદ કરીએ, ત્યારે તારે રડવું; અને અમે લોકો પોશાક ચોળાઈ જવાથી કે ખોવાઈ જવાથી જરા રડવા જેવાં થઈએ, ત્યારે તારે હસવું!” “ચાલો ને બહેન, આજે આપણે નક્કી કર્યું છે તે પ્રમાણે, શાંત નિર્જન સ્થાને એકલાં બેસી વાતો કરીએ; કોઈ કહેનાર-મૂછનાર ન હોય એ રીતે મનમુજબ હરવા ફરવામાં કેવો આનંદ આવે છે? કેટલે દિવસે આવી નિરાંત મળી છે?” લુઇઝાએ સખીઓને સંકેતસ્થાને દોરતાં કહ્યું. ફૂટડી, ઊંચી, ધૃષ્ટ, તૉને શારાંત અને માંતાલે પ્રેમ, પ્રેમીઓ અને તેમને કેમ રમાડવા વગેરે બાબતો અંગે મજાક-મશ્કરી કરતી આગળ વધતી હતી; તેવામાં અચાનક, અંધારામાં તેમણે બે જણને હાથમાં હાથ ભિડાવી વાતો કરતા આવતા જોયા. તરત ત્રણે સખીઓ બાજુએ અંધારામાં છુપાઈને ઊભી રહી “આ તો મોંશ્યોર દ ગીશ છે ને, કંઈ!” માંતાલેએ તૉને શારોંતેના કાનમાં કહ્યુ "" આ તો મોંશ્યોર બ્રાજલૉન છે ને, કંઈ!” તૉને શારેતે લા વાલિયેરના કાનમાં કહ્યું. Page #135 -------------------------------------------------------------------------- ________________ ઋતુમહોત્સવ ૧૧૩ દ ગીશ પોતે હમણાં જ માદમુઝોલ દ વાલિયેરને મળ્યો હતો, અને તેને પોતાની અસંબદ્ધ વાતોથી કેવી રીતે ચોંકાવી મૂકી હતી તેની વાત બાજલૉનને કરતો હતો. બ્રાજલૉન તેને આશ્વાસન આપતાં બોલ્યો, “લુઝા બહુ સમજણી છે, અને તે તમારે વિષે બીજું કશું કદી નહિ ધારે.” પેલા બંને પસાર થઈ ગયા એટલે તૉને શારૉતે પૂછ્યું, “લા વાલિયેર, તને વાઇકાઉંટ દ બાજલને લુઇઝ' કહીને ક્યા હકથી ઉલ્લેખી વા ?” “અમે સાથે જ ઊછર્યા હતાં અને મોં૦ દ બ્રાજલૉને મારી સાથે લગ્ન કરવા માગણી પણ કરી હતી પણ-” પણ શું?” “પણ રાજાજીએ સંમતિ ન આપી, એમ લાગે છે.” વાહ, રાજાજીને એ બાબતમાં શું લાગેવળગે વળી? આ કંઈ રાજકાજની બાબત ઓછી છે? પ્રેમની બાબતમાં તેમને શી લેવાદેવા? તેથી હું કહું છું કે, તું મૅ૦ દ બ્રાજલૉનને પરણી જા; મારી સદર પરવાનગી છે,” મેંતાએ કહ્યું. તૉને શારેત હસવા લાગી. લુઇઝાએ હવે બંને સખીઓને પોતાના મિલનસ્થાને જલદી જઈ પહોંચવા જણાવ્યું. વચ્ચે ખુલ્લી જગા આવતી હતી, અને પછી એની સામે પાર ઝાડી હતી. એ ખુલ્લી જગામાં કોઈ જોઈ ન જાય તે માટે ત્રણે સખીઓએ ઉતાવળે દોટ મૂકી; પરંતુ લાઇઝા એક પગની અશક્તિને કારણે બંને સખીઓની સાથે દોડી શકી નહિ. પણ તે ઘડીએ બાજુએ થઈને એક જણ દોડીને આગળથી જ પેલી ઝાડીમાં પેસી ગયું. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૬ રોયલ એક નીચે આજે એ બહેનપણીઓ ખરેખર પોતાના હદયના ભાવો ઠાલવવા જ અહીં આવી હતી. અને તૉને શારત તો કોણ જાણે આ નિબંધ સ્વતંત્રતાથી એકદમ રંગમાં આવી ગઈ હતી. “આજે દ ગીશ પાછો આવ્યો હતો ને કંઈ!” તે બોલી. “બિચારો!” લા વાલિયેરે જવાબ આપ્યો. “કેમ બિચારો? મૅડમ ઉપર તે પ્રેમ કરે છે, અને મેડમ પૂરતાં સ્વરૂપવાન છે તથા તેમનો દરજ્જો પણ ખાસ્સો મોટો છે.” લા વાલિયરે ડોકું ધુણાવીને કહ્યું, “કોઈ જ્યારે પ્રેમ કરી બેસે છે, ત્યારે કંઈ રૂપ કે દરજજો જોવા નથી બેસતું. પ્રેમ કરતી વેળા તો હદયને અને એ હૃદયના અરીસા રૂપ આંખોને જે જોવાની હોય.” મૉતાલે મોટેથી હસી પડી. “હૃદય! આંખો! કેવળ મનું ઘૂંક ઉડાડો!” “ના, ના; લા વાલિયેરના ભાવ તો ઉમદા છે.” “તો શું તમે એ જ અભિપ્રાયનાં નથી?” લુઇઝાએ પૂછયું. “ખરે જ, હું જીવું જ માનું છું; પરંતુ મૅડમ જેવી બાઈ ઉપર પોતાનો પ્રેમ ઢોળનાર માણસની દયા ખાવાની ન હોય – કાઉંટને ગાંડો જ કહેવો જોઈએ.” કાઉંટને ગાંડો શા માટે કહેવો? મૅડમ જ સામા માણસના હૃદય સાથે દડાની પેઠે રમત રમે છે. તે પ્રેમ નામની વસ્તુમાં માનતાં જ નથી. નાનાં છોકરાં મજા કરવા દારૂખાનું ફોડે, જેનો એક તણખો રાજમહેલને આગ લગાડે–એવું એ કરે છે. તેમને બધું દેખાડ માટે જ ૧૧૪ Page #137 -------------------------------------------------------------------------- ________________ રૉયલ ઓક” નીચે ૧૧૫ કરવું હોય છે. મજા અને પ્રેમ એ બે તાણાવાણાનું જ તેમના જીવનનું પોત વણાયું છે. એટલે મૌ. દ ગીશ ભલે તે બાઈ ઉપર પ્રેમ કર્યા કરે, તે બાઈ કદી દ ગીશ ઉપર પ્રેમ કરવાની નથી.” તૉને શારત હસી પડી. તે બોલી, “આ “પ્રેમ” “પ્રેમ” નું શું કૂટયા કરે છે? કોઈ વળી સાચેસાચ પ્રેમ કરતું હોય છે? પોતે ફસાઈ ન જાય તેવી કાળજી રાખી, બધા પુરુષોને આકર્ષ્યા કરવા એમાં જ સ્ત્રીનું સાચું સ્ત્રીત્વ રહેલું છે. પુરુષો પોતાને ભજે– પોતાને પગે પડતા આવે, એવું કરતી રહે અને છતાં કોઈમાં ન બંધાય, એ જ ખરી સ્ત્રી!” એટલે કે તારા પ્રેમી મૉ૦ દ મૉતપાએ તારી પાસેથી એટલી જ આશા રાખવાની છે, એમ ને?” “હા, હા; બીજાઓની જેમ તેમણે પણ! મેં કબૂલ રાખ્યું છે કે, તેમનામાં અમુક પ્રકારની ઉત્તમતા છે, એટલું જ બસ નથી? અરે દીકરી, જુવાનીનો જે સમય મળ્યો હોય, તે દરમ્યાન સ્ત્રીએ મહારાણીની પેઠે વર્તવું જોઈએ,– હજારો જણ ખંડણી અર્પતા આવે, તે મહાનુભાવતાથી સ્વીકાર્યો જવું; પણ કોઈના તાબેદાર ન બનવું! પાંત્રીસ વર્ષ બાદ જ સ્ત્રીએ હૃદય નામની ચીજના અસ્તિત્વને મન ઉપર લેતા થવું!” બાપરે!” લો વાલિયર ગણગણી ઊઠી. શાબાશ! અર્થાત્ સ્ત્રીએ પ્રેમિકા અને પત્ની બંને એકસાથે બનવું! સખી તું જરૂર આ દુનિયામાં તારો રસ્તો કરી લેશે!” માંતાલે બોલી. “તો શું તને મારી એ વાત માન્ય નથી?” “પૂરેપૂરી માન્ય છે,” માંતાલે હસતાં હસતાં બોલી. “તું ખરેખર ગંભીરપણે આ જવાબ આપે છે?” લુઇઝાએ પૂછયું. “હા, હા, ગંભીરપણે માત્ર મારું દુ:ખ એટલું જ છે કે, મારા આ બધા સિદ્ધાંતો અમલમાં મૂકવાના થાય, ત્યારે જ હું કાચી પડી જાઉં છે! પરિણામે હું રમાડવા જાઉં છું બાદશાહોને, અને મારા હાથમાં રમતા હે છે હજૂરિયા!” Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ પ્રેમ-પાંક - “અરે બહેન, મજાકભર્યું બોલવા જવામાં તું તને સાચા પ્રેમથી ચાહનાર માલિકોને અન્યાય શા માટે કરે છે?” “અરે હું તેને સમૂળગો ધકેલી નથી કાઢતી, એટલા માત્રે જ તેણે સુખી રહેવું જોઈએ. કોઈના પ્રત્યે હું કુમળો ભાવ બતાવું, એ મારે માટે કમનસીબીની વાત છે; પરંતુ તેથી કરીને એ લોકોને હું સજા કરવા જાઉં, તો તે લોકોનું કમનસીબ તેથી પણ મોટું બની જાય!” તૉને શારત હવે વચ્ચે પડી : “તારી વાત સાચી છે, મતાલે; સ્ત્રીમાં અભિમાન અને ચંચળતા બંને સાથે રહેલાં હોય છે; હવે બબૂચકો અભિમાનને ચંચળતા સાથે ગૂંચવી મારે, તેમાં મારે શું? હું તો મારા પ્રશંસકો પ્રત્યે અભિમાનથી જ વર્તુ છું; તથા તેઓમાંના કોઈને હું મચક આપું છું, એવો દેખાવ પણ થવા દેતી નથી. પરિણામે તે લોકો મને ચપલા કહે છે, તો તેમનાં શીંગડાં તેમને ભારે! તેમની દરેકની ખુશામતને મારે સ્વીકારી જ લેવી એ ક્યાંનો ન્યાય? સ્ત્રીઓ બાપડીઓ ખુશામતથી જ નમી પડે છે; અને પરિણામે પુરુષોની ચંચળતાનો ભોગ બને છે. હું પુરુષોને તેમના સિક્કામાં જ બધો હિસાબ ચૂકતે કરવામાં માનું છું.” “કેવો સરસ સિદ્ધાંત!” મતાલે હસીને તાળી પાડતી બોલી. “કેવો તુચ્છ?” લુઇઝા ગણગણી. “સ્ત્રીઓને ચપલા કહીને લોકો નિદે છે; પરંતુ ચપલતા એ તો સ્ત્રીનું સાચું ગૌરવ છે. પુરુષ તો વિજેતાના ઘમંડમાં હંમેશાં સ્ત્રીને દીનયાચક ગણીને જ વર્તવા આવે છે; પરંતુ સાચી ચપલા તેને ખરી ઘડીએ હાથતાળી આપીને સરકી ગઈ હોય છે. પરિણામે પુરુષ ઘમંડમાં ઊંચી કરેલી પોતાની પૂંછડી નીચી નમાવી ખુશામત કરવા લાગી જાય છે. એટલે સાચી સ્ત્રી હંમેશાં પુરુષને આકર્ષે છે, અને છતાં તેને હાથતાળી જ આપ્યા કરે છે. સ્ત્રીએ પુરુષની પત્ની બની જઈ, તેની ગુલામી કરવા કરતાં, ગર્વિષ્ઠ પ્રેમિકા રહી, ભક્તોનું અર્થ ક્ષમાભાવે સ્વીકારતા રહેવું જોઈએ. સ્ત્રીને પરમાત્માએ એકીસાથે સૌંદર્ય અને ચપળતા એટલા માટે જ બક્યાં છે, સમજી?” Page #139 -------------------------------------------------------------------------- ________________ “ૉયલ ઓક” નીચે ૧૧૭ “વાહ, વાહ! તું સખી કેટલી સમજણી છે અને સ્ત્રીના પોતાની જાત પ્રત્યેના ગૌરવને કેટલું પ્રમાણે છે!” મતાલે રાજી થતી બોલી ઊઠી. “પણ આપણી આ શાણી સખી કેમ કશું કહેતી નથી?” મને તમારી વાત સમજાતી નથી, ભાઈ,”લુઇઝા બોલી ઊઠી; “તું તો જાણે આ દુનિયા બહારના લોકોની ભાષા બોલતી હોય એમ મને લાગે છે.” “તારી દુનિયા તને મુબારક!” માંતા બોલી ઊઠી. “હા, હા, જે દુનિયામાં પુરુષો સ્ત્રીનું પતન થાય ત્યાં સુધી જ તેને પૂજ્યા કરે છે, અને એક વાર તે પડી એટલે તેને ફાટેલા ચીંથરા તોલે ગણી અવગણે છે!” તોને શારે ભભૂકી ઊઠી. પણ, પતનની વાત હું ક્યાં કરું ? હું તો હૃદયની વાત જ કરું છું. હું તો એમ માનું છું કે, સ્ત્રીનું પ્રેમભર્યું હૃદય જ તેની ચપળતા કરતાં તેનું સાચું બળ છે. સ્ત્રી જયાં સુધી દિલ દઈને ચાહે છે એમ પુરુષને ખાતરી નથી થતી, ત્યાં સુધી તે પણ સ્ત્રીને દેવીની પેઠે પૂજતો ભક્ત નથી બનતો. ચપલા સ્ત્રી પોતાનાં નખરાંથી પુરુષને ઉન્મત્ત-ગાંડો બનાવી શકે, પરંતુ પુરુષને કેવળ ઉન્મત્ત બનાવવો, એ સ્ત્રીને માટે ભયંકર જોખમકારક વસ્તુ છે. પ્રેમ તો સતત ચાલતી રહેલી સંપૂર્ણપણે આત્મબલિદાનની ક્રિયા છે. પરંતુ, તે માત્ર એકપક્ષીય નથી રહેતી; એકબીજામાં એકરૂપ બની જવા ઇચ્છતાં બંને પાત્રો એ રીતે આત્મસમર્પણ કરવા તત્પર બની રહે છે. હું કદી પ્રેમ કરીશ, તો મારો પ્રેમી મને સ્વતંત્ર અને નિષ્કલંક રહેવા દે એવી તેની પાસે હું અપેક્ષા રાખીશ; સાથે સાથે તેને એટલી ખાતરી પણ થતી રહેશે કે, હું ના પાડું છું, પણ એ ના પાડવાથી મારું આખું હૃદય ચિરાઈ જાય છે. અર્થાત્ હું ના પાડું છું, તે જ મારું તેને માટે અર્પેલું વજન છે. સામેથી તે પણ મારો આદર કરશે અને મારી બરબાદી નહિ ઇચ્છે; અને છેવટે તું કહે છે તેમ, મારુ પતન થશે, જેને હું સ્વાર્પણ કર્યું ત્યારે તે ખરેખર પોતાને ધન્ય Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પ્રેમ-પક બનેલો માનશે; તું કહે છે તે પ્રમાણે એ પતનથી તે મારી ધૃણા કરતો નહિ થઈ જાય.’ પણ ઇઝા, એ બધી તારી ડાહી વાતો તો ઠીક, પણ બિચારો રાઓલ દ બ્રાજલૉન તારી આગળ ઘૂંટણિયે પડીને તારા હૃદયની યાચના કરે છે, છતાં તું કેમ તેને અવગણે છે?” માંતાલેએ પૂછ્યું. અરે, લુઈઝા ગમે તેવા શબ્દો વાપરે, પણ તે આપણા સૌ કરતાં મોટી અને વધુ ભયંકર ચપળા છે, અને પુરુષોને કેમ રગરગાવવા એ બરાબર જાણે છે,” તૉને શારત બોલી; “પણ સખી, આજ તું અમને સાચેસાચું કહી દે કે, તું નર્યા હૃદયની ભરેલી છે, તો બાર બાર વર્ષથી એ રાઓલ બિચારા પ્રત્યે આટલી બધી ક્રૂર શી રીતે થઈ શકે છે?” પણ તમે લોકો શા માટે માની લો છો કે, હું તેને પ્રેમ કરું છું?” “શું, તું રાઓલને પ્રેમ નથી કરતી?” હજુ મેં કોઈને પ્રેમ કર્યો જ નથી; જાણે હજી હું પ્રેમ કરવા માટે ઉંમરલાયક જ નથી બની.” “લુઇઝા, લુઇઝા, ઠીક છે કે બિચારો રાઓલ અહીં હાજર નથી; તે હાજર હોય ત્યારે જે આમ બોલી બેસતી! તે બિચારો પ્રાણ પટકી નાંખશે. તું તો અમો બંને કરતાં પણ વધુ ક્રૂર-ઘાતકી હોય એમ લાગે છે. હું અને તૉને શારત ભલે ગમે તેમ બોલીએ, પણ મૅ૦દ મતસ્પા જો આ મારી સખીને ચાહવાનું બંધ કરે, તો મારી સખી માથું પકટી નાંખે, અને હું પણ માલિકૉનને ગમે તેટલો ટટળાવતી હોઈશ, પણ વચ્ચે વચ્ચે તેને મારા હાથ ઉપર ચુંબન કરવા દેવા જેટલો સધ્યારો તો આપતી રહું છું; ત્યારે તું તો નરી લોહીતરસી રાક્ષસી જ છે!” “મૂરખ, મૂરખ!” લુઇઝા ગણગણી. તો શું તું બિચારા મોંવદ બ્રાજલૉનને જરા પણ નથી ચાહતી?” તૉને શારત પૂછી બેઠી. અરે, સખી , એ પંચાત મૂકીને મારી એક સલાહ છે તે સાંભળી લે. જો ઍ૦ દ બાજલૉન કદી પણ આની પકડમાંથી છૂટા થાય, Page #141 -------------------------------------------------------------------------- ________________ રૉયલ ઓક નીચે' ૧૧૯ તો તું મોં દ તસ્પાનું નક્કી કરી લેતા પહેલાં મેં૦ દ બ્રાજલૉનનો વિચાર કરી જોજે!” મોતાલે બોલી. પણ તેમ જ કરવાનું હોય તો, મેં૦ દ સેંતેશ્નો પણ શા ખોટા છે? આજે તેમણે કેવું સરસ નૃત્ય કર્યું હતું? તું શું માને છે, લા વાલિયેર? “મને શા માટે પૂછે છે? મેં તેમને જોયા નથી કે હું તેમને ઓળખતી પણ નથી.” જા, જા, તારે આંખો તો છે ને?” છે જ તો વળી!” “તો તે આજે નૃત્ય-સમારંભમાં ભાગ લેનાર સૌને જોયા જ હશે ને?” લગભગ બધાને!” “તો પછી એ બધા સદગૃહસ્થોમાં તું કોને પસંદ કરે?” “હા, હા, મ દ સેતેશ્નોને, કે મ0 દ ગીશને, કે મોં-” “મને કોઈ પસંદ આવતું નથી; બધા મને સરખા જ લાગે છે.” “એ ભવ્ય સમારંભમાં આટલા બધા શ્રેષ્ઠ રાજવંશીઓ અને ઉમરાવો એકઠા થયા હતા, તેમાંથી કોઈ તને ન ગમ્યું?” “મેં એવું કયારે કહ્યું?” “તો તારો આદર્શ પુરુષ કયો છે?” “તમે મને આ બધું શું પૂછો છો?” લુઇઝા જરા ઉશ્કેરાઈને બોલી ઊઠી: “તમને બંનેને પણ મારા જેવું હૃદય છે, તેમ જ મારા જેવી આંખો છે; અને છતાં તમે રાજાજી એ સમારંભમાં હાજર હોવા છતાં, તેમને બદલે મોં૦ દ ગીશ કે મોં૦ દ સેતેશ્નોનાં નામ કેમ દો છો?” બંને સખીઓ ચોંકી ઊઠી અને બોલી, “રાજાજી!” લા વાલિયેર બંને હાથમાં પોતાનું માં છુપાવી દઈને બોલી ઊઠી, “હા, રાજાજી! રાજાજી! રાજાજીની સાથે સરખાવી શકાય એવો કોઈ પુરુષ તમે બીજો જોયો છે?” Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પંક “બહેન, રાજાજી સુધી આપણી આંખો શી રીતે પહોંચે?” 66 ‘ખરી વાત છે; સૂર્ય સામે જોઈ રહેવા બધી આંખોની તાકાત હોતી નથી. પણ હું તો આંધળી બની જાઉં તો પણ આંખા ટેકવીશ તો સૂર્ય ઉપર જ મારી નજર ટેકવીશ ! સૂર્ય જો હોય, તો પછી બીજા તારા-ચંદ્ર તરફ કોણ નજર નાંખે?” ૧૨૦ 66 તે જ ક્ષણે પાછળનાં પાંદડાં ઉપર કોઈનાં પગલાંનો તથા કોઈનો અક્કડ રેશમી પોશાક સળવળ્યો હોય એવો અવાજ આવ્યો. તરત જ ત્રણે સખીઓ ચાંકીને ઊભી થઈ ગઈ. માંતાલે બૂમ પાડી ઊઠી, આ ઝાડીમાં તો જંગલી સૂવર કે વધુ જ હશે! ચાલો, ચાલો, ખુલ્લી જમીન તરફ જલદી દોડી જોઈએ!” અને ત્રણે સખીઓ દોડાય તેટલા જોરથી તે તરફ દોડી ગઈ. ખુલ્લી જગાએ પહોંચ્યા પછી માંતાલે હાંફતી હાંફતી બોલી, “બહેન, લા વાલિયેર, તું પણ ઉતાવળે સારું દોડી.” “મને ખૂબ જ બીક લાગી છે. પણ વરુની નહિ; વધુ મને ખાઈ ગયું હોત તો કંઈ નહિ; પણ મને ડર છે કે, કોઈ માણસ આપણી વાતો પાછળ ઊભું ઊભું સાંભળતું હતું. અરેરે, હું કેવી કમનસીબ છું? હું શું શું બોલી ગઈ? ખરે જ કોઈ સાંભળી ગયું હશે, તો શું થશે?” અને આટલું બોલતાં બોલતાં તો તે બેભાન થઈ ઘાસ ઉપર ઢળી પડી. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૭ રાજાજીની મૂંઝવણ લુઇઝાને પોતાની બે સખીઓના હાથમાં બેભાન થઈને પડેલી મૂકીને આપણે હવે પેલા ‘રૉયલ ઓક” વૃક્ષ તરફ જઈ પહોંચીએ, જ્યાં થયેલા સળવળાટના અવાજે આ સખીઓને ચોંકાવી હતી. પેલી ત્રણે ભાગી જતાં તરત જ ત્યાં આગળ એક જણ ડાળીઓ બે હાથે હટાવીને આગળ આવ્યો. સરકાર, જરા ધીમા થાઓ, કક્યાંક કોઈ જોઈ જશે.” “અરે, તે બધી તો ભાગી ગઈ.” “પણ તેમની પાછળ કોણ પડયું છે તે એ લોકો જાણે, તો તેઓ જરૂર ઊભી જ રહે!” એટલે?” એક જણીનું મારા ઉપર મન મોહ્યું છે, અને બીજીએ આપને પોતાના સૂર્ય તરીકે ઓળખાવ્યા છે.” તો તો આપણે તેઓ આગળ છતા નહિ જ થઈએ; સૂર્ય કંઈ રાતે દેખા દે?” પણ આ બે પરીઓ કોણ હતી, જેમનો આપણે બે માટે આવી સારો અભિપ્રાય હતો, એ જાણવાની, હું જો આપને સ્થાને હોઉં તો, જરૂર ઉત્કંઠા રાખું.” પણ તેમની પાછળ દોડાદોડ કર્યા વિના પણ આપણે તેમને ઓળખી શકીશું. બંને જણીઓ આપણા દરબારની જ બાનુઓ હતી અને આપણે તેમના અવાજ ઉપરથી દિવસે જરૂર પારખી શકીશું. કાલે તું જ તપાસ કરજે, એટલે બસ.” ૧૨૧ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ પ્રેમ-પંક “તો સરકાર, આપે હમણાં મને આપના નવા પ્રેમની જે ખાનગી વાત કરી, તેનું શું સમજવું? આપની આ નવી પ્રશંસક પ્રત્યે આપનું મન લોભાયું તો નથી ને?” ના રે ના, માદમુઆઝોલ દ લા વાલિયેરને એવી સુંદર આંખો છે! તેને ભુલાય જ શી રીતે?” “પણ આ બીજીનો અવાજ વધુ મધુર છે, એટલે હું પૂછું છું.” “પણ સુંદર આંખોને સુંદર કહીએ તેથી મધુર અવાજને મધુર ન કહી શકાય? પણ જો મેં તે, મેં નાનકડી લા વાલિયેર ઉપર મને ઊભા થયેલા ભાવની વાત કરી, તે બહાર ન જવી જોઈએ. મેં તારા સિવાય મારી એ ગુપ્ત વાત કોઈને કહી નથી; એટલે બીજું કોઈ કાલે એ વાત જાણતું થશે, તો તે જ એને કહ્યું હશે, એવું માનતાં મને વાર નહિ લાગે.” “આપ સરકાર ગુસ્સે થઈ ગયા, ખરું?” “ના, ના, પણ એ બિચારી છોકરીની વલે બેસી જાય ને!” “જરા પણ ફિકર ન કરશો, સરકાર.” “તો તું વચન આપે છે ને?” “વચન આપું છું, સરકાર.” રાજા હસતા હસતા મનમાં બોલ્યા, “બસ હવે આવતી કાલે બધાં જ જાણતાં થયાં હશે કે, રાતે હું લા વાલિયેરને શોધવા નીકળ્યો હતો !” પછી પોતે જંગલના કયા ભાગમાં છે, એ જાણવા આસપાસ જોઈને તેમણે કહ્યું, “આપણે ક્યાંક ભૂલા તો નથી પડ્યા ને?” “ના, ના, સરકાર, જુઓ પેલો ઝાંપો દેખાય ત્યાં આગળ થઈને આપણે જવાના હતા, તેવામાં કોઈ સ્ત્રીઓની વાતચીતનો અવાજ સાંભળી, આપણે આડા ફંટાયા હતા. અને એમ આડા ફંટાયા તે સારું જ થયું, કારણ કે મને આપ નામદારના નામ સાથે મારું નામ બોલાયેલું સાંભળવા મળ્યું.” તું એ ને એ વાત ઉપર વારંવાર આવ્યા કરે છે, કંઈ !” Page #145 -------------------------------------------------------------------------- ________________ રાજાજીની મૂંઝવણ ૧૨૩ “સરકાર, ક્ષમા કરજો, પણ આખી પૃથ્વીના તળ ઉપર એવી સ્ત્રી હોવાનું જાણમાં આવવું કે, જે આપણે જાણતા પણ ન હોઈએ, ને આપણે તે માટે લાયક પણ ન હોઈએ, છતાં આપણું નામ ગોખતી હોય, એ ઓછા આનંદની વાત ન કહેવાય. જોકે, આપ નામદારને તો વગર માગી એવી પ્રશંસા હરહંમેશ મળતી રહેતી હોવાથી, આપને એ વાતની કશી નવાઈ ન લાગે, એ સ્વાભાવિક છે.” . “ના, ના, સેતેશ્નો; મને પણ વગર માગ્યે આવી પોતાના અંતરની ભક્તિ અર્પનારી કોઈ સ્ત્રી છે એ જાણી આનંદ જ થયો છે. અને મારું મન, મેં તને કહ્યું હતું તેમ, લા વાલિયેર તરફ બંધાઈ ગયું ન હોત, તો હું જરૂર આ મારી પ્રશંસકને—” લા વાલિયેરની બાબતમાં એવી કશી ચિંતા કરવાની જરૂર નથી, સરકાર.” “તેનું નામ દઈ તે ફરી મને તેની યાદ અપાવી; હવે જલદી ચાલ, આપણે તેને શોધવા નીકળ્યા હતા એ મૂળ કામે જ પાછા આગળ ચાલીએ.” પણ એટલામાં કોઈ સ્ત્રીનાં ડૂસકાનો અને “દોડો', “દોડો” એવા મદદ માટેના પોકારનો અવાજ સાંભળતાં બંને જણ તે તરફ દોડ્યા. થોડે દૂર જતાં રસ્તા વચ્ચે જ એક બાઈ, બીજીને હાથમાં ઝીલી, ઘૂંટણિયે પડેલી દેખાઈ અને ત્રીજી થોડે દૂર ઊભી ઊભી મદદ માટે પોકારો કરતી હતી. રાજાએ પાસે જઈને પૂછયું: “શી વાત છે?” “કોણ, રાજાજી?” એમ કહેતાં કહેતાંમાં તો મતાલેએ પોતાના હાથમાં પકડેલી લા વાલિયેરને છોડી દીધી એટલે તેનું માથું ધબ દઈને જમીન ઉપર પછડાયું. રાજાએ જરા કડક થઈને પૂછયું, “હા, હા, રાજાજી છે, પરંતુ તેથી તમારા હાથમાં પકડેલી બાઈને આમ જમીન ઉપર કેમ પટકી દીધી? તે કોણ છે?” Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પ્રેમ-પંક “માદમુઆકોલ દ લા વાલિયેર છે, સરકાર.” “માદમુઆકોલ દ લા વાલિયર?” “હા સરકાર; તે હમણાં જ બેભાન બની ગઈ છે.” “તો સરજનને બોલાવી લો.” સેતેશ્નોને ચોંકી ઊઠયો. રાજાજીએ થોડા વખત પહેલાં પોતાને લા વાલિયર ઉપર ઉત્પન્ન થયેલા પ્રેમની ગુપ્ત વાત કરી હતી અને તેને અંધારામાં શોધવા જ તેઓ નીકળ્યા હતા. દરમ્યાન, વચ્ચે, ઝાડ નીચે. બેસી વાતો કરતી કોઈ સ્ત્રીઓની ગુપ્ત મંત્રણાઓ સાંભળવા તેઓ થોભ્યા હતા. પરંતુ રાજાજીએ અત્યારે જે શબ્દો ઉચ્ચાર્યા, તે તદ્દન ભાવ વિનાના ટાઢા જ હતા. નહિ તો પોતે જેને પ્રેમ કરતા હોય તેને બેભાન પડેલી જાણી માત્ર સરજનને બોલાવવાનું કોઈ ન કહે!” સંતેશ્નો, તું માદમુઆઝોલ વાલિયેરની તપાસ રાખતો રહે, હું મૅડમને જઈને ખબર આપું છું કે, તેમની બાનુને અકસ્માત નડ્યો છે અને તે બેભાન થઈ ગઈ છે.” રાજાજી મૅડમને મળવા ચાલ્યા ગયા, તે દરમ્યાન પાસે થઈને એક ઘોડાગાડી પસાર થતી હતી તેને થોભાવી સેતેશ્નો લા વાલિયરને દરબારગઢમાં લઈ આવ્યો. રાજાજીએ મૅડમને શોધી કાઢી, અને એક ઝાડ નીચેની બેઠક ઉપર તેની સાથે તે બેસી ગયા. “સરકાર, તમે મારા તરફ જરા બેદરકારી દેખાડવાના કોલકરાર કર્યા છે, તે ભૂલી ગયા?” “અરેરે! મૅડમ, આપણે કરેલા કરારો બહુ આકરા છે; મારાથી તે પાળી શકાય તેમ લાગતું નથી; હું તો કયારનો તમારી પાસે આવવાનું બહાનું જ શોધી રહ્યો હતો, અને તે ખુશનસીબીથી મને મળી પણ ગયું છે; હું એક અકસ્માતની વાત કરવા જ તમારી પાસે આવ્યો હતો.” કયો અકસ્માત?” Page #147 -------------------------------------------------------------------------- ________________ રાજાજીની મૂંઝવણ ૧૨૫ “તમારી તહેનાત-બાનુઓમાંની એક માદમુઝોલ દ લા વાલિયેર જંગલમાં બેભાન થઈ ગઈ છે.” “વાહ સરકાર, એના તરફ પ્રેમભાવ દેખાડવાનું શરૂ કરવાની આવી તક જતી કરીને તમે અહીં દોડી આવ્યા? તમારે તો તે છોકરીને હાથમાંથી છોડવી જોઈતી નહોતી. તો આપોઆપ, તેના ઉપર તમને પ્રેમ ઊભો થયો છે, એવી વાત જાહેર થઈ જાત.” સાચી વાત! જો કે, મેં સેંતેશ્નોને કહીને મારું મન લા વાલિયેર ઉપર મોહ્યું છે, એવી ખબર ચોતરફ ફેલાવવાની પેરવી તો કરી જ દીધી છે.” પણ સરકાર, તમારી એ પ્રેમપાત્રને મરતી મૂકી તમે અહીં દોડી આવ્યા, તે ઉપરથી સેતેશ્નો જ શું ધારશે? એ કંઈ તમે તેના તરફ પ્રેમભાવ દાખવ્યો ન કહેવાય!” ખરી વાત, ખરી વાત; તમે યોજનાના બધા છેડાઓ કેવા સંભાળી જાણો છો? ઠીક, તો હું ત્યાં જ જાઉં છું અને પેલી બેભાન બનેલી પ્રત્યે ખૂબ જ પ્રેમભાવ દાખવવા મંડી જાઉં છું!” એમ કહી રાજાજીએ મૅડમનો હાથ જોરથી દબાવ્યો. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૮ રાજાજીનું રહસ્ય રસ્તામાં જ રાજાજીને સેંતેગ્નો સામો આવતો મળ્યો. “દરદી કેમ છે?” રાજાજીએ ફિકર-ચિંતાનો ઢોંગ કરીને પૂછયું. સરકાર, મારે શરમિંદા થઈ કબૂલ કરવું જોઈએ કે, મને કશી જ ખબર નથી.” શું કશી જ ખબર નથી? એ કેવું?” રાજાજી જાણે પોતાના પ્રેમપાત્રની કશી જ ખબર ન રાખી તે માટે ગુસ્સો થયાનો ઢોંગ કરીને બોલ્યા. “સરકાર, ક્ષમા કરજો; પરંતુ, અચાનક મને પેલી ઓકવૃક્ષ નીચે વાતો કરનારી ત્રણમાંથી મારાં વખાણ કરનારી ભેગી થઈ ગઈ, એટલે હું રોકાઈ ગયો; અને હવે હું આપનાં વખાણ કરનારીની ભાળ મેળવવા નીકળતો જ હતો, ને આપ સામે મળ્યા.” ઠીક, ઠીક, પણ માદમુઅઝોલ દ લા વાલિયેર પહેલી, એ ખબર છે ને?” પોતે ધારણ કરેલો ઢોંગ આગળ ચલાવતાં રાજાજીએ કહ્યું; “પણ તારાં વખાણ કરનારીનું નામ શું છે તે તો કહે!” “તોને શારેત.” “તે સુંદર છે ખરી?” “ઘણી જ સુંદર છે, સરકાર અને તેનો અવાજ મેં પારખી કાઢો એટલે પછી તેને ખબર ન પડે તે રીતે તેને જ પૂછપરછ કરીને મેં ખાતરી કરી લીધી કે, તે પોતાની બે સખીઓ સાથે થોડા વખત ઉપર ઓક-વૃક્ષ નીચે વાતો કરતી બેઠી હતી, તેવામાં વરુ કે કોઈ લૂંટારુ આવ્યો છે એમ માની, તેઓ ગભરાઈને ત્યાંથી નાસી છૂટી હતી.” ૧૨૬ Page #149 -------------------------------------------------------------------------- ________________ રાજાજીનું રહસ્ય ૧૨૭ “તો પછી, તેની બે સખીઓ કોણ હતી તે તેં પૂછી ન લીધું?” “સરકાર, આપ મને બાસ્તિલમાં મોકલી આપવાના છો કે નહિ, તે પ્રથમ કહી દો.” કેમ?” “કારણ કે, હું સ્વાર્થી તેમ જ મૂરખ નીવડ્યો છું. મારા વખાણ કરનારી મને મળી ગઈ એ આનંદમાં બાકીની બે વિષેની માહિતી મેળવવાનું જ હું ભૂલી ગયો. મને મનમાં એમ પણ હતું કે, આપનું મન તો માદમઆઝોલ દ લા વાલિયેર તરફ જ આકર્ષાયું છે, એટલે ઓકવૃક્ષ નીચેની આપની ભકતનું નામ જાણવાની આપને એટલી બધી ઉત્સુકતા નહીં જ હોય. અને તૉને શારત માદમુઆઝોલ દ લા વાલિયેરની ખબર કાઢવા જવાની ઉતાવળમાં હોય એમ લાગતું હતું, એટલે મને વધુ પૂછપરછ કરવાની તક પણ ન હતી.” ઠીક, ઠીક, હું પણ તારી પેઠે ખુશનસીબીથી અવાજ ઉપરથી કોઈક વખત મારા વખાણ કરનારીને શોધી કાઢીશ.” સરકાર, આપ તો કોઈને છોડવા માગતા નથી! માદમઆઝોલ દ લા વાલિયેર તો છે જ, અને આ પાછી “રૉયલ-ઓકવાળી ઉપર પણ આપનું મન ચોંટયું હોય એમ લાગે છે. અને ત્રણમાંથી એક જણી જો ઓળખાઈ ગઈ છે, તો તેની પાસેથી બીજી બેનાં નામ મેળવવાનું હવે મુશ્કેલ નથી.” ઠીક, ઠીક, પરંતુ હું તારી પેઠે તેના અવાજ ઉપરથી જ તેને શોધી કાઢવા પ્રયત્ન કરીશ. પણ હમણાં તો આપણને લા વાલિયેરની જ તબિયતની ફિકર છે; એટલે પ્રથમ ત્યાં જ જઈએ.” જે કમરામાં લા વાલિયેરને સુવાડવામાં આવી હતી ત્યાં સેંતેશ્નો રાજાજીને લઈ ગયો. તે હવે બગીચાને ઠંડા પવનથી ભાનમાં આવી ગઈ હતી, પણ તેનાં કપડાંનું ઠેકાણું ન હતું, અને તે ગંભીર ચિંતામાં પડી ગઈ હોવાથી, તેનો ખ્યાલ પણ તે તરફ રહ્યો ન હતો. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પ્રેમ-પંક રાજા તેને ખબર ન પડે તે રીતે ઓરડામાં દાખલ થયો; પણ ચંદ્રનો પ્રકાશ પડેલું તેનું મુખ જોતાં જ બોલી ઊઠ્યો, “ભલા ભગવાન, એ તો મરી જ ગઈ છે ને!” ના સરકાર,” તાલે ધીમે અવાજે બોલી, “ઊલટું તેને હવે સારું છે. તેને સારું છે ને, લુઇઝા?” પણ લુઇઝાએ પોતાની ધૂનમાં કશું સાંભળ્યું ન હતું. એટલે માતાએ આગળ કહ્યું, “રાજાજી તારી તબિયતની ખબર પૂછે છે.” રાજાજી?” જાણે લુઇઝાના હૃદયમાં કટાર પેસી ગઈ હોય એમ વેદનાથી તે બોલી ઊઠી. હા, હા,” મેંતાલેએ જવાબ આપ્યો. તો રાજાજી આ તરફ આવ્યા છે?” આસપાસ જોયા વિના જ લુઇઝાએ પૂછયું. “એ જ અવાજ! એ જ અવાજ!” રાજાએ સેંતેશ્નોના કાનમાં ધીમેથી કહ્યું. હા સરકાર; એ જ અવાજ છે; તેણે જ સૂર્ય પ્રત્યેનો પોતાનો પ્રેમ જાહેર કર્યો હતો.” રાજાજી હવે લા વાલિયેર તરફ પહોંચીને બોલ્યા, “માદા!આઝોલ દ લા વાલિયેર, તમારી તબિયત ઠીક નથી; હમણાં જ ઉપવનમાં તમને બેભાન થયેલાં મેં જોયાં હતાં. તમને શું થયું હતું?” સરકાર,” પેલી બિચારી ફીકી પડી જઈને ધૂ જતી ધૂ જતી બોલી; “મને ખબર નથી.” તમે ઘારું ચાલ્યાં હશો, એ થાકથી કદાચ – ” “ના સરકાર,” મેતાલે ઉત્સુકતાથી બોલી ઊઠી, “ચાલવાનો થાક નહોતો લાગ્યો; કારણ કે અમે આખો વખત “રૉયલ-ઓક’ નીચે બેઠાં બેઠાં વાતો જ કરતાં હતાં.” “ૉયલ-ઓક’ નીચે?” રાજાએ ચોંકી સેંતેશ્નો તરફ નજર કરીને કહ્યું. Page #151 -------------------------------------------------------------------------- ________________ રાજાજીનું રહસ્ય ૧૨૯ હા, હા; “રૉયલ ઓક’ નીચે માદમઆઝોલ તૉને શારત સાથે, ખરું ને?” સંતેગ્નોએ પૂછયું. “તમે શી રીતે જાણું?” મતલેએ સામું પૂછવું. સીધી સાદી રીતે જ અર્થાત્ તેમણે પોતે જ મને એ વાત કહી છે.” “તો તો માદમુઆકોલ દ લા વાલિયેર શાથી બેભાન બની ગયાં હતાં તેનું કારણ પણ તેમણે કહ્યું જ હશે?” “હા, હા, કોઈ વરુ કે લૂંટારુ આવી પહોંચ્યાની વાત હતી, ખરું ને?” લા વાલિયર આંખો સ્થિર રાખી બધી વાતચીત સાંભળતી હતી. રાજા હવે પોતાની લાગણી દબાવી રાખી ન શકતાં બોલી પડ્યો, “ગભરાવાની કંઈ જરૂર નહોતી; કારણ કે, જે વરુની તમને બીક લાગી હતી, તે બે પગવાળું જ હતું !” તો કોઈ માણસ જ અમારી બધી વાત સાંભળતું હતું, ખરું?” લુઇઝા ચીસ પાડતી હોય તેમ બોલી ઊઠી. “પણ ધારો કે કોઈ માણસ સાંભળતો હોય, તો પણ શું થયું? કોઈ સાંભળતું હોય તો તમે ન બોલો એવું કાંઈ તમે બોલ્યાં નહીં જ હો!” લા વાલિયર પોતાના બે હાથ આમળી, પોતાનું મોં તેમાં સંતાડી બોલી, “ભગવાનને ખાતર કહો, કોણ ત્યાં છુપાયું હતું? કોણ બધું સાંભળતું હતું?” રાજા હવે તેની પાસે જઈ તેનો એક હાથ પોતાના હાથમાં લઈ બોલ્યો, “હું સાંભળતો હતો. તમને બીક લાગી જાય તેવું તો કાંઈ હું કરી બેઠો નથી ને?” લા વાલિયર એક મોટી ચીસ નાખી ફરીથી બેભાન થઈ ગઈ; અને તેની ખુરશીમાં જડની પેઠે ગબડી પડી. રાજા માંડ માંડ તેને પોતાના હાથમાં ઝીલી લઈ શકયો. પ્રે-૯ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પ્રેમ-પંક મતાલે અને તોને શારત પાસે જ હતાં, પણ રાજાજી પોતે બધી વાતો સાંભળી ગયા છે એ જાણી ડરનાં માર્યા સડક થઈ દુર જ ઊભાં રહ્યાં. રાજાએ જ એક ઢીંચણ જમીન ઉપર ટેકવી, લા વાલિયરને કેડેથી પોતાના હાથમાં તોળી રાખી. આપ સરકાર સાંભળતા હતા?” તૉને શારૉત પણ બોલી ઊઠી. પણ રાજાએ તેને કશો જવાબ આપવા પ્રયત્ન ન કર્યો. તે માત્ર લુઈઝાની બંધ આંખો સામે જ જોઈ રહ્યો અને તેનો સરી પડતો હાથ તેણે પોતાના બીજા હાથમાં પકડી લીધો. હા, હા,” એમ કહેતો સંતે પણ માદમુઆઝોલ દ તને શારૉત પણ બેભાન થઈ ગબડી પડે તો તેને પોતાના હાથમાં પકડી લેવા, હાથ લાંબા કરી પાસે ધસી ગયો. પણ તૉને શારત એમ બેભાન થઈ જાય તેવી મૂર્તિ ન હતી. તે તો મેં તેને ઉપર એક ભયંકર નજર નાંખી, ઝટ બહાર ભાગી. મતાલે જરા વધુ હિંમત ધારણ કરી, લુઇઝા તરફ જલદી આગળ ધસી આવી, અને તેને રાજાજીના હાથમાંથી તેણે લઈ લીધી. રાજા પોતે જ હવે ધારણ ગુમાવી રહ્યો હતો, કારણ કે લુઇઝાના સુગંધીદાર વાળના ગુચ્છા તેના મોં ઉપર ફેલાઈ રહી, તેના માથામાં જાણે ભડાકા ફોડવા લાગ્યા હતા. છતાં લુઇઝાને હાથમાંથી છોડતાં જાણે રાજાજી પોતાના પ્રાણ અળગા કરતા હોય એવું મૌતાલને લાગ્યા વિના ન રહ્યું. સેંતેઝે પણ એ જોઈ તરત જ મનમાં ગણગણ્યો, “વાહ, આ તો ભારે પરાક્રમ છે; એ પરાક્રમ બીજાને પ્રથમ કહેવાનું બહુમાન હું જતું કરું, તો મારા જેવો મૂરખ કોઈ ન કહેવાય !” રાજાજીએ, તેનો વિચાર જાણી ગયા હોય એમ તરત તેને કહ્યું, “જોજે આ વાત કોઈને કરવાની નથી.” પણ રાજાજી ભૂલી ગયા કે, કલાકેક પહેલાં તેમણે એવી જ સૂચના તેને કરી હતી; અલબત્ત તે વખતે તે સૂચના કરવા છતાં મનમાં આશા Page #153 -------------------------------------------------------------------------- ________________ રાજાજીનું રહસ્ય ૧૩૧ હતી કે, મેં તેમ્ન એ વાત બહાર કહેવા જ માંડશે. પણ અત્યારે તો તેમને ડર જ હતો કે, મેં તેને આ બધી વાત બહાર ફેલાવી તો નહીં દે! અને અર્ધા કલાક બાદ જ તેબ્લો મુકામે સૌ કોઈ જાણી ગયું કે, રાજાજી માદમઆઝોલ દ લા વાલિયેરની તબિયત બાબત ચિતા બતાવતાં છેક ફીકા પડી ગયા હતા, અને બેભાન બનેલી તેના શરીરને હાથમાં પકડતાં જ ઘૂજી ઊઠયા હતા. અર્થાત્ આખા યુગની એક મહાન ઘટના બની ચૂકી હતી : રાજાજી માદમુઆઝોલ દ લા વાલિયેરના પ્રેમમાં પડ્યા હતા. હવે મેંશ્યોર નિરાંતની ઊંઘે ઊંઘી શકશે ! રાણીમાતા, પરિસ્થિતિમાં આવેલા આ અચાનક ફેરબદલાની ખુશખબર જુવાન રાણી મારિયા થેરેસાને અને ફિલિપને સંભળાવવા દોડી ગયાં. પરંતુ, તેમણે એ ખબર કહેવા માટે જુદો જ રસ્તો લીધો. તેમણે રાણીને કહ્યું, “જુઓ થેરેસા, તમે ખોટાં જ રાજાજી ઉપર વહેમાતાં હતાં ને? આજે હવે લોકો કહેવા લાગ્યા છે કે તેમને બીજી કોઈ ઉપર પ્રેમ છે! એટલે કાલની વાત જેમ જૂઠી હતી, તેમ આજની પણ એવી જ ગણવી જોઈએ.” ફિલિપને તેમણે ‘રોયલ ઓક’વાળો આખો બનાવ કહી બતાવ્યો અને કહ્યું, “તું તારી પત્ની બાબત જે અદેખાઈઓ કરે છે, તે કેવું ખોટું છે? રાજાજી તો નાનકડી લા વાલિયેરના પ્રેમમાં પડયા હોવાનું કહેવાય છે. તું તારી પત્નીને એ બાબત વિશે વાત કરીશ નહિ. રાણીને કાને તો એ વાત પહોંચવી જ ન જોઈએ.” આ છેલ્લા વાક્યની ધારી અસર તરત થઈ; કારણ, મશ્યોર તરત સ્વસ્થ થઈ, વિજેતાની પેઠે, પોતાની પત્નીને શોધવા દોડી ગયા. કારણ, હજુ મધરાત થવાની વાર હતી, અને ઉત્સવ સવારના બે વાગ્યા સુધી ચાલ્યા કરવાનો હતો. મૅડમને શોધી કાઢી તેમણે સીધું જ સંભળાવી દીધું – Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પાંક << ‘કોઈને કશી વાત ન કરશો અને રાણીજીને તો જરા પણ નહિ; પણ રાજાજી વિષે શી વાત ચાલે છે તે જાણી? રાજાજી લા વાલિયેરના પ્રેમમાં ગળાબૂડ ડૂબી ગયા છે!” ૧૩૨ અંધારું હતું એટલે મૅડમે બાજુએ જોઈને નિરાંતે હસી લીધું, તેને પોતાની અને રાજાની યોજનાનાં ધાર્યાં ફળ આવ્યાં હોવાનો પુરાવો મળી ગયો! પણ જ્યારે મશ્કરે મૅડમને વાતાવાતમાં ‘રૉયલ-ઓક ’વાળો આખો બનાવ કહી બતાવ્યો, ત્યારે મૅડમ ચિંતામાં પડી ગઈ. કારણ કે, લા વાલિયેર જો રાજાજી પ્રત્યેનો પોતાનો પ્રેમ સખીઓ આગળ બોલી ગઈ હોય, અને રાજાજીએ એ બધું છુપાઈને સાંભળ્યું હોય, તો પરિસ્થિતિ પોતે ધારેલે માર્ગે વળી ન કહેવાય. ઉપરાંત રાજાજી હમણાં જ તેને થોડા વખત પહેલાં મળી ગયા ત્યારે તેમણે ‘રૉયલ-ઓક’ વાળા પ્રસંગનો ઉલ્લેખ પણ નહોતો કર્યા ! . એટલે પતિથી છૂટી પડતાં મૅડમે તરત રાજાની શોધ શરૂ કરી. રાજા મળતાં જ તેણે અજાણી થઈ પૂછયું, ‘પછી પેલી લા વાલિયેરનું શું થયું?” “તે અચાનક બહુ નબળી પડી ગઈ છે.” “પણ તો પછી, આપણે જે અફવા ફેલાવવી હતી કે, તમે તેના પ્રેમમાં પડયા છો, તેનું શું થશે?” “તો પણ એ અફવા તો ફેલાય એવી વ્યવસ્થા થઈ ગઈ છે,” રાજાઓં બેફિકરાઈથી જવાબ આપ્યો. તેને ખબર ન હતી કે, ‘રૉયલઓક’ વાળી વાત જાણીને, રાજા તે વાતનો ઉલ્લેખ કરે છે કે નહિ એ જાણવા જ, મૅડમ આ બધું પૂછે છે. પણ પુરુષમાં સ્ત્રીનું અંતર પામી જવા જેટલી અક્કલ કયાં હોય છે? અને તેય પ્રેમના કાદવમાં ગરક થયેલા પુરુષમાં ! આટલી વાત કરી, રાજા મૅડમથી તરત છૂટો પડી ગયો! Page #155 -------------------------------------------------------------------------- ________________ રાજાજીનું રહસ્ય ૧૩૩ મૅડમ તરત સેંતેશ્નોની શોધમાં નીકળી પડી. તે તો 'રૉયલ-ઓક’ વાળી વાત બધાને કહેવા આતુર જ હતો; તેમાંય મૅડમ જેવો શ્રોતા તેને મળે તો તો ભારે આનંદની વાત! એટલે તેણે રજેરજ વાત મૅડમને કહી સંભળાવી. એની વાત પૂરી થતાં મેડમે તેને ભારપૂર્વક પૂછયું, “અને સાથે સાથે કબૂલ કરી દો કે, તમે અને રાજાજીએ મળીને આ અફવા ખોટેખોટી જ ફેલાવવાનું પડ્યુંત્ર રચ્યું છે!” મારી ઈજજતના સોગંદ, મૅડમ; હું પોતે જ સાથે હાજર હતો ને !” તો શું લા વાલિયેરે કહેલી વાતની અસર રાજાજીના હૃદય ઉપર પણ સાચેસાચ થઈ છે?” ચોક્કસ, મૅડમ, જેમ તૉને શાતના શબ્દોની અસર મારી ઉપર થઈ છે તેમ જ! અરે લા વાલિયેર જ્યારે તેમના હાથમાં પડી, ત્યારે રાજાજીની હાલત જોવા જેવી થઈ હતી!” તમને જે દેખાયું હોય તે મને સ્પષ્ટ શબ્દોમાં કહી દો જોઉં.” “અરે રાજાજીએ તેને હાથમાં ઝીલી ત્યારે રાજાજી જ લાગણીવશ થઈ જાતે બેભાન થઈ જવાની અણી ઉપર આવી ગયા હતા.” વાહ, તમને વાતો સારી કહેતાં આવડે છે,” એમ કહી મેડમ પ્રયત્નપૂર્વક એક ચીસ દબાવી દઈને, ત્યાંથી ચાલી ગઈ. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૯ મધ્યરાત્રીનું પરિભ્રમણ શવાલિયેર દ લૉરેઈન પોતાની ઝેર ઓકતી જીભ અને ઝેર ભરેલું હૃદય લઈ, મોંશ્યોર પાસે આવી પહોંચ્યો. “માંશ્યોર એક વિચિત્ર બાબત તમારા લક્ષમાં આવી?” કઈ?” “રાજાજીએ દ ગીશને ભૂંડો આવકાર આપવાનો માત્ર દેખાવ જ કર્યો છે!” “માત્ર દેખાવ જ ?” “હા, હા; ખરી રીતે તો તેને તેમણે પોતાનો કૃપાપાત્ર બનાવી દીધો કેવી રીતે?” “તેને દેશનિકાલ કર્યો હતો એટલે તે પાછો આવ્યો ત્યારે તેને ફરી કાઢી મૂકવાને બદલે, તેમણે તેને નૃત્યમાં પાછો ભાગ લેવા દીધો.” “રાજાજીએ એમાં શું ખોટું કર્યું? તે બિચારો થોડો અણઘડ હશે કે બહુ બહુ તો કઢંગો; પણ તે સિવાય તેનો બીજે કશો વાંક ક્યાં હતો, જેને કારણે તેને દરબારમાંથી દેશનિકાલ કરવા જેવી કપરી સજા કરવી ઘટે?” વાહ, આ તો બધે જ ઉદારતાની પરાકાષ્ઠાનું વાતાવરણ લાગે છે ને! અને તમારા કરતાં તો રાજાજીને તેની વધારે અદેખાઈ હોવી જોઈતી હતી!” ૧૩૪ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ મધ્યરાત્રીનું પરિભ્રમણ “રાજાજીને અદેખાઈ? શાની અદેખાઈ વળી?” લૉરેઈન હવે સમજી ગયો કે, વાત કંઈક પલટાઈ છે. એટલે તેણે ફેરવી તોળ્યું : “પોતાની સત્તાની–પોતાના હુકમની અવગણના થાય એની તો ખરી ને?” હા, હા, એ વાત તો બરાબર છે.” “તો શું તમે પોતે તો દ ગીશ માટે ક્ષમાયાચના કરવા નહોતા ગયા ને, નામદાર?” ના, ના દ ગીશ આમ તો સારો માણસ છે; પણ મૅડમ સાથેનો તેનો કેટલોક વ્યવહાર મને નહોતો ગમતો એટલું જ.” શવાલિયેરને દ ગીશ તરફ ખૂબ અણગમો હતો; પણ તે જોઈ ગયો કે, વાત કયાંક ખોટકાઈ પડી છે. એટલે તેણે રાહ જોવાનું સલાહભર્યું માન્યું. ઉપરાંત દ વાર્દ આવશે ત્યારે પોતા કરતાં પણ મોંશ્યોરને દ ગીશ સામે સારી રીતે ઉશ્કેરી શકાશે એમ તેને લાગ્યું. તેણે આખી પરિસ્થિતિના અંકોડા મેળવી જોવા પ્રયત્ન કર્યો. દ ગીશને કાઢી મૂકવામાં આવ્યો હતો, છતાં તે પાછો આવ્યો હતો. અને તે પણ જ્યારે મેડમને હવે તેના તરફ કશી લાગણી રહી ન હતી ત્યારે! બીજી બાજ, મૅડમ હવે રાજાજી તરફ વળવા લાગી છે, પણ હાલમાં જ સાંભળ્યું છે તે પ્રમાણે રાજા હવે મૅડમ સિવાયની કોઈ ત્રીજી તરફ જ વળ્યો છે, ત્યારે! અર્થાત્ આ બધું કોકડું ઊકલી રહે ત્યાં સુધી શાંત રહેવામાં જ ડહાપણ છે. શ્યોરનો દાંત દુ:ખતો હોવાથી તે હવે રાતના વધુ બહાર નહીં નીકળે, એવો તેમનો સંદેશો મેડમને પહોંચાડી, લૉરેઈન બગીચાઓ તરફ નીકળવા જતો હતો, તેવામાં તેણે બે જણને વાતો કરતા જતા જોયા. તે બે દ ગીશ અને દ બ્રાજલૉન હતા. તેમને અણગમાનું વંદન કરી, તે દરબારગઢ તરફ ચાલ્યો. ત્યાં આંગણામાં તેણે બે સ્ત્રીઓને ગુપચુપ ચાલી જતી જોઈ. તેમાંની એકની ટટ્ટાર રુઆબદાર ચાલ જોઈ તે ચોંક્યો. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પ્રેમ-પંક પણ તેવામાં તેના નોકરે તેની પાછળ દોડી આવી તેને મળવા કોઈ સંદેશવાહક આવ્યો હોવાનું જણાવ્યું. “ભલે, સવારે મળીશું,” લૉરેઈને હજુ પેલી બે જણીઓનો પીછો પકડવાની વૃત્તિથી કહ્યું. કારણ તેને એ બંને કોણ હતી તેની કલ્પના આવી ગઈ હતી. “પણ તે કોઈક અગત્યના કાગળો લાવ્યો છે.” “કયાંના છે?” “એક ઈગ્લેંડથી અને બીજો કેલેથી.” “કેલેથી? ત્યાંથી વળી મને કોણ કાગળ લખનારું હતું?” “આપના મિત્ર દ વાર્દના અક્ષરો ઓળખાય છે ખરા.” લૉરેઈન તરત પોતાના તંબૂ તરફ ચાલ્યો ગયો. લૉરેઈનને પોતાના પત્રો વાંચવા પાછળ મૂકી, હવે આપણે પેલી બે સ્ત્રીઓ સાથે જઈએ. તે બે તૉને શારત અને મૅડમ પોતે હતાં. મેડમે તૉને શારતને કડક અવાજે કહ્યું, “હવે બધી વાત વિગતે મને કહી દે જોઉં.” આપ નામદાર મારા ઉપર ગુસ્સે તો થયાં નથી ને?” “પણ તમે લોકો મારી તહેનાત-બાખો છો; અને તમારી ગાંડીઘેલી વાતોથી રાજાજીને કંઈ ખોટું તો નથી લાગ્યું ને, એની મારે ખાતરી કરવી છે. અને તેથી પ્રથમ મારે જાતે જઈને એ ખાતરી કરવી છે કે, તમે લોકો જે ઝાડ નીચે બેઠાં હતાં, ત્યાં તમે કરેલી વાતો પાછળની વાડમાં સંતાનાર સાંભળી શકે કે નહિ.” પણ નામદાર, આપ આટલાં જલદી જલદી ચાલશો તો થાકી જશો. એ જગા હજુ બહુ દૂર છે.” “તો તમે ત્રણ જણાં હતાં, કેમ?” “હા જી; લા વાલિયર, મતાલે અને હું.” Page #159 -------------------------------------------------------------------------- ________________ મધ્યરાત્રીનું પરિભ્રમણ ૧૩૭. અને તે રાજજી વિષે બહુ તુચ્છકારપૂર્વક વાત કરી હતી કેમ?” “નામદાર, અમે નિર્જન જગાએ બેસી, દરબારનાં બધાં માણસોમાં કોણ સારું છે, એવી ચર્ચા કરતાં હતાં, એટલે મારા બોલવાનો એવો અર્થ થાય ખરો. પણ હું આશા રાખું છું કે, આપ નામદાર રાજાજીને મારે વિષે કંઈ ખોટું લાગ્યું હશે તો જરૂર સુધારી લેશો.” “જરૂર હું પ્રયત્ન કરીશ; પરંતુ અંધારું હતું અને ગમે તેવી નીરવતા હોય, તો પણ રાજાજી તમો લોકોને ઓળખી શકે કે તમારી વાતો સાંભળી શકે એની જ મને ખાતરી નથી. એટલે પહેલાં તો હું એ જ ખાતરી કરી લેવા માગું છું.” * પણ નામદાર, લા વાલિયેર જો ઓળખી શકાઈ, તો હું પણ ઓળખાઈ જ ગઈ હોઈશ એવો મને ડર છે. ઉપરાંત સેં તેગ્નોએ એ બાબતમાં તો હવે કશી શંકા જ રહેવા નથી દીધી.” પણ તેં રાજાજી વિષે એવાં તે શાં અપમાનકારક વેણ કાઢયાં હતાં?” “નામદાર, મેં અપમાનકારક કહી શકાય તેવાં વેણ નહોતાં કાઢયાં; પણ મારી સાથેની બાજુએ રાજાજી વિષે બહુ ભક્તિ ભાવ અને પ્રેમભાવભર્યા વેણ કાઢયાં હતાં, એટલે તેની સરખામણીમાં મારાં વેણ અપમાનકારક લાગે ખરાં.” “એ મેતાલે છોકરી બહુ ભાન વિનાની છે.” “ના નામદાર, મેતાલે નહિ, લા વાલિયેર એ બધું બોલી હતી.” મૅડમે ચોંકી ઊઠવાનો ઢોંગ કર્યો; જાણે તેણે એ વાત પહેલી વખત જ સાંભળી હોય. તે બોલી, “પણ રાજાજી એટલે દૂરથી તમારી વાતો સાંભળી શક્યા હોય કે નહિ, એ બાબતમાં જ મને શંકા છે; એટલે તે ખાતરી કરી જોવા જ આપણે તે સ્થાને જઈએ છીએ.” પણ તેને લગભગ ખાતરી જ હતી કે, રાજાજીએ એ વાતો સાંભળી જ છે, અને તે સાંભળીને જ તેમનો ભાવપલટો થઈ ગયો છે. રોટલે તેણે ઝટપટ એક યોજના મનમાં ગોઠવી કાઢી અને રાજાજી માટે તુચ્છકાર Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પ્રેમ-માંક ભરી વાતો કરવા બદલ તૉને શારૌંતને ધમકાવવાનો દેખાવ કરી છેવટે તેને કહ્યું, “પણ હજુ આપણે આખી વાતની માંડવાળ કરાવી શકીએ તેમ છીએ. તું એવી વાત કહેવા માંડ કે, તમે ત્રણે જણીઓ રાજાજી વાડ પાછળ ઊભા રહી બધું સાંભળે છે એમ જાણીને જ જે કંઈ બોલી હતી તે બોલી હતી. ખાસ કરીને તું તો સેતેગ્ના સાંભળે છે એવું જાણીને જ, તેને ઉશ્કેરવા ખાતર જ, તેનાં વખાણનાં વાકયો બોલી હતી. અને તે જ રીતે તારી બીજી સખી પણ રાજાજી માટે પ્રશંસાનાં વાકયો જાણીજોઈને જ બોલી હતી. એ બધી કેવળ રમૂજ ખાતર કરેલી રમૂજ હતી; અને જેમ સેંતેગ્નો વિષે તું જે કંઈ પ્રશંસાનું બોલી હતી તે સાચું નહોતું, તેમ જ લા વાલિયેર રાજાજી વિષે પ્રશંસાનું જે કંઈ બોલી હતી તે પણ સાચું નહોતું.” 66 અરે મૅડમ, લા વાલિયેર તો રાજાજી વિષે જેકંઈ બોલી હતી, તે પાછું ખેંચી લેવા એટલી આતુર થઈ ગઈ છે કે, તેને ઉપરાઉપરી જે ફીટ આવે છે તેનું કારણ પણ એ જ છે.” બસ, તો તો મૌ૦ ૬ માલિકૉર્ન બાબત માંતાલે જે કંઈ બોલી હતી તે પણ ખોટું જ હતું, અને હું સેંતેગ્નો વિષે જે કંઈ બોલી હતી તેય ખોટું હતું, તેમ જલા વાલિયેર રાજાજી વિષે જે કંઈ બોલી હતી તે પણ ખોટું હતું, એવી જાહેરાત જલદી કરવા લાગી જા. પોતાનો હોદ્દો ભૂલી, આવી તહેનાત-બાનુઓ ઉપર ખુશ થવા બદલ રાજાજીની પણ કંઈક બદગોઈ થાય, તો તેમાં કશું ખોટું નથી. અને માંતાલે તો તું કહીશ તેમ કહેવા જ લાગશે ને?” 66 “બહુ જ રાજીખુશીથી.” “અને લા વાલિયર ? ’’ 66 “ એ અડિયલ ટટ્ટ છે— મશ્કરીમાં પણ તે જૂઠું ન બોલે તેવી છે.” 66 પણ એટલું જૂઠું બોલવું તેના હિતમાં હોય તો પણ?” 66 ...તો પણ ! મને ડર છે કે, તે જૂઠું કદી નહિ બોલે.” Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ મધ્યરાત્રીનું પરિભ્રમણ “હા, હા, મને પણ ખબર છે કે, એ બહુ જ જિદ્દી છોકરી છે. પણ જો તે આ રીતે કહેવાની ના પાડશે, તો આખા દરબારમાં તેની ઠેકડી થવા લાગશે, અને પછી એવી છોકરીને મારે તેના ગામડામાં પાછી જ મોકલી દેવી પડશે. રાજાજી માટે પ્રેમભાવ બોલી બતાવનારી એવી લંગડી ડોકરીઓનો મારે ખપ નથી.” આ છેલ્લા શબ્દો તે એટલી તીવ્રતાથી કે, જુસ્સાથી બોલી હતી કે, તૉને શારત પણ થથરી ગઈ. પણ “રૉયલ-ઓક’ પાસે તેઓ પહોંચ્યાં ત્યારે ત્યાં બીજા કોઈ બે જણ બેસી વાત કરતા હતા. તોને શારતે તરત મૅડમનું ધ્યાન તે તરફ ખેંચ્યું અને તેને આગળ વધતી રોકી. પણ તેઓ કોણ છે તે જાણી લાવવા ધીમેથી મૅડમ જરા આગળ વધી. એક જણનો અવાજ તેને સંભળાયો, “વાઈકાઉંટ, પણ હું તેમને પાગલની માફક ચાહું છું.” મૅડમ તે અવાજ ઓળખી ગઈ. તે દ ગીશનો અવાજ હતો અને તે તેના મિત્ર વાઈકાઉંટ દ બાજલન સાથે વાત કરતો હતો. મેડમ હવે તને શારેતને થોડે દૂર ખેંચી ગઈ. પછી તેણે તેને કહ્યું, “તમારા લોકોના પરાક્રમની જ વાતો આ કોઈ બે જણ કરતા લાગે છે. તે હું સાંભળ્યા કરીશ. પણ તું હવે મતાને જલદી બોલાવી લાવ અને તમે બંને આ ઉપવનની કિનારીએ આવીને ઊભા રહેજો. આ લોકો ચાલ્યા જશે એટલે હું તમને બોલાવવા આવીશ. પછી તમે બંને ઓક નીચે બેસી તે દિવસની પેઠે વાતો કરજો, એટલે હું વાડ પાછળ ઊભી રહી એ વાતો સંભળાય છે કે નહીં તેની ખાતરી કરી લઈશ.” તોને શારત તરત ચાલતી થઈ. મૅડમ પાછી જઈને પેલા બે લોકોની વાતો સાંભળવા લાગી. Page #162 -------------------------------------------------------------------------- ________________ છુપાઈને સાંભળનાર સાંભળી શકે તોને શારૉતને રવાના કરી, મૅડમ દ ગીશ શું કહે છે તે સાંભળવા વાડ પાછળ ગુપચુપ આવીને ઊભી રહી. રાઓલ દ ગીશને દુખપૂર્વક કહેતો હતો, “ભાઈ, ભારે કમનસીબીની વાત છે કે, તમે તમારી લાગણીઓ છુપાવી જાણતા નથી. અહીં પાછા આવ્યા પછી, તમે તમારા બોલવા-ચાલવાથી, અરે, હલન-ચલનમાત્રથી સૌને જાહેર કર્યા કર્યું છે કે, તમે મૅડમને ચાહો છો. તમે કશું બોલ્યા ના હોત તો પણ તમે માત્ર પાછા ફર્યા એટલાથી જ સમજનારા તો સમજી જાય કે, તમે લગભગ મૅડમની પાછળ ગાંડા થઈ ગયા છો. પણ આમ કરવું એ કેટલું જોખમકારક છે, તે સમજવા જેવી પણ તમારી સ્થિતિ રહી નથી. અને એ ભયંકર ભડાકો જયારે થશે, ત્યારે તમને કોણ બચાવી લેશે? મેડમને કોણ બચાવી શકશે? કારણ કે, મૅડમ તમારા પ્રેમથી ગમે તેટલાં અણજાણ હશે, તો પણ તમારું ગાંડપણ જ તેમની સામે પુરાવારૂપ થઈને ઊભું રહેશે.” “મારા ઉપર ઘણી ઘણી વીતી ગઈ છે, ભાઈ, હું હવે વિવેક-વિચાર કે સાન-સમજ ગુમાવી બેઠેલો માણસ બની રહ્યો છું. અત્યારે મારામાં કશા જ પ્રકારનું બળ રહેલું હોય એમ મને લાગતું નથી. એટલે, મને સમજાવવો તે, કે હું સમજું તે, બધું જ નકામું છે; કારણ કે, હું વિચારપૂર્વક કે અવિચારપૂર્વક કાંઈ જ કરી શકે એવી સ્થિતિમાં નથી. પહેલાં મારે મારી જાતનો જ વિરોધ કરવો પડયો હતો; પછી બકિંગહામનો, અને હવે રાજાજી મેદાનમાં આવ્યા છે, એટલે તો મેં વિરોધ કરવાનું જ માંડી વાળ્યું છે; પછી મૅડમના સ્વભાવનો સામનો કરવાની તો વાત જ ક્યાં ૧૪૦ Page #163 -------------------------------------------------------------------------- ________________ છુપાઈને સાંભળનાર સાંભળી શકે ૧૪૧ રહી? પણ, હું મારી જાતને છેતરતો નથી; હું એટલું ચોક્સ જાણું છું કે, એ પ્રેમની પાછળ મારે મરવાપણું જ રહેલું છે.” પણ ભાઈ, આ બધામાં મૅડમનો કશો વાંક કાઢવાપણું નથી; વાંક હોય તો તમારો જ છે. તમે જાણો છો કે, મૅડમ સ્વભાવે જ ઉદંડ, નવીનતાનાં જ ભૂખ્યાં, અને નર્યા ખુશામતપ્રિય છે. અને છતાં એવી સ્ત્રી માટેના પ્રેમને માટે તમે તમારું જીવન બરબાદ કરવા બેઠા છો. ભલે તમે તેમની સામે જુઓ– પ્રેમ કરવો હોય તો પ્રેમ પણ કરો-કારણ, જેનું મન બીજે ક્યાંય રોકાયું ન હોય તેવો કોઈ પુરુષ એ મહાસુંદરીને પ્રેમ કર્યા વિના ન રહી શકે – છતાં, તેમને પ્રેમ કરો ત્યારે પણ તેમના પતિનો, તેમના પતિના હોદ્દાનો અને તમારી પોતાની સહીસલામતીનો ખ્યાલ તમારે રાખવો જોઈએ.” આભાર, રાઓલ.” શી બાબતનો?” કારણ કે, એ સ્ત્રી ખાતર હું કેટલું વેઠી રહ્યો છું તે જોયા પછી પણ તું મને આશ્વાસન આપવા પ્રયત્ન કરે છે, અને તેને માટે જે કંઈ સારું કહી શકાય કે ન કહી શકાય એવું હું માને છે, તે મને કહી સંભળાવે છે!” તમારી ભૂલ થાય છે, ભાઈ, હું જે માનતો હોઉં છું તે બધું જ બોલી નાંખતો નથી; અર્થાત્ તેવું કશું જ હું બોલતો નથી. પરંતુ જયારે હું બોલું છું, ત્યારે હું મારા દિલમાં હોય તેવું જ બોલું છું; દેખાવ કરવા ખાતર જૂઠું કદી બોલતો નથી, અને જે કોઈ મારી આ વાત સાંભળે છે, તે મારા ઉપર એ બાબતનો વિશ્વાસ રાખે.” મૅડમ આ બધો સમય તૃષાતુર થઈને તેમની વાતચીતના શબ્દોનું પાન કરી રહી હતી. “ભાઈ, તારા કરતાં હું તેને વધારે ઓળખું છું. હું જાણું છું કે તે માત્ર ઉદ્દેડ નથી, પણ છીછરી છે; તે નવીનતા પાછળ દોડનારી નથી, પણ તેને કોઈ ઉપર વિશ્વાસ જ નથી; તે ખુશામતથી વશ થાય તેવી Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પ્રેમ-પંક નથી, પણ કેવળ નખરાંબાજ છે. બ્રાજલૉન, હું એ બધું જાણું છું છતાં તેને ખાતર નરકની યાતનાઓ હું જીવતાં જીવત હિંમતથી તથા ધીરજથી વેઠી રહ્યો છું. મારી તાકાત અને મારી હિંમતની મર્યાદા બહારનું સાહસ હું ખેડી રહ્યો છું. પરંતુ, યાદ રાખજે, રાઓલ, કે વિજય મારો જ છે; અને તેને પોત પોસ આંસુએ રડવું પડશે.” “વિજય? કઈ જાતનો વિજય, વારુ?” “એક દિવસ તેની સામે જઈ હું તેને કહી સંભળાવીશ : “હું નાદાન હતો અને પ્રેમમાં હૈયાભૂલો થઈ ગયો હતો. પણ હું તો મારું કપાળ ધૂળમાં દટાય તે રીતે તારાં ચરણોમાં જ પડવાની આશા રાખતો હતો. પણ તેં તારી નજરોથી, મને તારા હાથ સુધી પહોંચે તેટલો બેઠો કર્યો. હું તારી નજરોનો ભાવ સમજ્યો છું એમ માની તને વધુ ઉત્કટતાથી પ્રેમ કરવા લાગ્યો; પરંતુ તું તો એવી હૃદયહીન બાઈ હતી કે કેવળ તરંગમાં આવી જઈ તે મને ફરી પાછો નીચે પછાડયો. તારામાં ભલે રાજવંશી લોહી વહેતું હોય, પણ તું કોઈ પણ ઈજજતવાન સદ્ગૃહસ્થનો પ્રેમ પામવાને પાત્ર નથી. હું તારા પ્રેમને બલિદાન તરીકે મારું જીવન અર્પ છું, પણ મરતી વખતે તારે માટે મારા દિલમાં ધિક્કાર સિવાય બીજું કાંઈ જ રહ્યું નહિ હોય.” અરેરે,” રાઓલ ચીસ પાડી ઊઠયો; “ભાઈ, હું માનતો હતો તે સાચું જ નીકળ્યું; તમે પાગલ જ બની ગયા છો !” અને હવે અહીં કોઈ લડાઈઓ ચાલતી નથી, તેથી હું ઉત્તરમાં સામ્રાજ્યની કોઈ નોકરી મેળવી લઈશ, જ્યાં કોઈ હંગેરિયન, કોઈ ક્રોટ કે કોઈ તુર્ક મારા ઉપર દયા લાવી, મને દુ:ખમુક્ત કરી દેશે.” પરંતુ દ ગીશ આ વાક્ય પૂરું કરે, તે પહેલાં રાઓલ અચાનક કૂદકો મારી ઊભો થઈ ગયો. બાજુની ડાળીઓ બે હાથ વડે ખસેડીને એક સ્ત્રી સામે આવીને ઊભી રહી હતી. તે ખૂબ વિક્ષુબ્ધ તથા ફીકી પડી ગયેલી દેખાતી હતી. એક હાથે તેણે ખસેડેલી ડાળીઓ પકડી રાખી, અને બીજે હાથે પોતાનો બુરખો ઊંચો કર્યો. તેના ટટાર વાન ઉપરથી Page #165 -------------------------------------------------------------------------- ________________ Page #166 -------------------------------------------------------------------------- ________________ લા વાલિચેર સ આગળ જમીન ઉપર એકલી પડી હતી-પુ૦ ૧૪૩, Page #167 -------------------------------------------------------------------------- ________________ છુપાઈને સાંભળનાર સાંભળી શકે ૧૪૩ અને પોતાના હૃદયના ધબકારથી દ ગીશ તેને ઓળખી ગયો : તે મેડમ હતી. દ ગીશે એકદમ ચીસ પાડી, પોતાના લમણા ઉપર મૂકેલા હાથ ઉઠાવી લીધા અને તેમાં પોતાનું મોં દબાવી દીધું. રાઓલ ગાભરી બની જઈ, માત્ર આદરઆવકારના થોડા શબ્દો બોલી શકયો. મોંશ્યોર દ બાજલૉન,” પ્રિન્સેસ બોલી, “મહેરબાની કરી જરા મારા સેવકોને બોલાવી લાવોને! સામે જ ક્યાંક ઝાડીમાં હશે, અને મ0 દ ગીશ, તમે અહીં જ રહો; હું થાકી ગઈ છું, અને કદાચ મારે તમારા ટેકાની જરૂર પડશે.” એ કમનસીબ જુવાનિયાના માથા ઉપર વીજળી તૂટી પડી હોત, તો પણ તે અત્યારે મેડમના ઠંડા અને કઠોર અવાજથી જેવો બીજો તેવો બીન્યો ન હોત. પરંતુ તે અંતરથી બહાદુર માણસ હતો. તે એકદમ ઊઠયો. મેડમના લંબાયેલા હાથને ટેકવવાને બદલે, રાઓલ જવાની આનાકાની કરતો હતો તેની પાસે જઈ, તેણે તેના બંને હાથ પોતાના હાથમાં પકડ્યા, અને તેને સૂચવ્યું કે, “તું ભાઈ, તે કહે છે તેમ જા; મારું જે થવાનું હોય તે ભલે થાય.” મૅડમ કદી રાહ જોવાનું શીખી ન હતી; તેનો લંબાયેલો હાથ અધ્ધર રહ્યો હતો, તે રાઓલ જતાં દ ગીશના હાથમાં પડયો: ગુસ્સાથી નહિ પણ લાગણીથી ધ્રૂજતો. દ ગીશને મૅડમ એ ઝાડથી થોડે દૂર દોરી ગઈ; તેણે કહ્યું, “આ ઝાડ નીચે થયેલી વાતો આજ રાતે બીજાઓએ જ સાંભળ્યા કરી છે.” “તો તમે અમારી પણ બધી વાતો સાંભળી છે?” દ ગીશે આભા થઈ જઈ પૂછયું. એકેએક શબ્દ.” મારી બરબાદીમાં એટલું વળી બાકી રહ્યું હતું !” એમ કહી દ ગીશે માણું છાતી ઉપર ઢાળી દીધું. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પ્રેમ-પંક “તો, તમે હમણાં કહ્યું તેવી જ હું છું એમ સાચેસાચ માનો છો?” દ ગીશ એકદમ ફીકો પડી ગયો; તેણે મોં બાજુએ ફેરવી લીધું. “હું ફરિયાદના રૂપમાં નથી કહેતી,” પ્રિન્સેસ ધીમા અવાજે કહ્યું, મને ઘા કરી જાય તેવી સાચી વાત, છેતરામણી ખુશામત કરતાં હું વધુ પસંદ કરું છું. તેથી જ પૂછું છું , મ દ ગીશ, કે હું ખરેખર એક છીછરી પ્રકૃતિનું તુચ્છ માણસ છું?” “તુચ્છ?” એ જુવાનિયો પોકારી ઊઠયો; “તમે તુચ્છે! ના, ના; મારા જીવનના કીમતીમાં કીમતી ધન માટે એ શબ્દો વાપરી જ ન શકાય.” પણ પુરુષના અંતરમાં દાહક જવાળા ઊભી કરીને, પછી તેને તેમાં ખાખ થઈ જતો જે સ્ત્રી જોઈ રહે, તેને હું તો એવી જ ગણું.” પણ મેં શું કહ્યું કે ન કહ્યું, તેની તમને શી દરકાર? તમારી આગળ મારું એવું તે શું મૂલ્ય છે, જેથી હું જીવું છે કે નહિ તે પણ જાણવાની તમારે જરૂર હોય?” “મશ્યોર દ ગીશ, તમે તથા હું બંને માનવપ્રાણીઓ છીએ; તેથી તમારા જીવનને બરબાદ થતું હું જોઈ રહી શકે નહિ. આજથી તમારા પ્રત્યેનો મારો વ્યવહાર હું બદલી નાંખ્યું છે. હું ખુલ્લા દિલે જે સાચું છે તે જ કહું છું – હું તમને વિનંતી કરું છું કે, તમે મને હવેથી ચાહશો નહિ, અને મેં કદીક પણ તમને કોઈ મીઠો બોલ કહ્યો હોય કે ભાવભરી નજરે જોયા હોય, તો પણ તે તદ્દન ભૂલી જાઓ.” “તમે મને વિનંતી કરી છો?” હા, હા; મેં મારે હાથે જે નુકસાન કર્યું હોય, તે મારે પોતાને હાથે જ મારે સુધારી આપવું જોઈએ. એટલે કાઉંટ, મેં તમારા પ્રત્યે જે કંઈ નખરાળાપણું દાખવ્યું હોય, કે રમત રમવા ખાતર ભાવ બતાવ્યો હોય, તેની મને ક્ષમા આપી દો.–– ના, ના, મને વચ્ચે રોકશો નહિ તમે મને જે કંઈ કહ્યું તેની પણ હું તમને ક્ષમા આપી દઉં છું; તમે Page #169 -------------------------------------------------------------------------- ________________ છુપાઈને સાંભળનાર સાંભળી શકે ૧૪૫ મરવાનો વિચાર છોડી દો, અને તમારા કુટુંબને માટે, રાજા માટે, તથા અમો સૌ સ્રીજાત માટે જીવતા રહો; કારણ કે, સ્ત્રીઓ તમારા પ્રત્યે પ્રેમ અને આદર દાખવી શકે તેવા તમે વીર છો, બહાદુર છો.” “મૅડમ, મૅડમ !' .. 'ના, ના; હજી સાંભળો. જ્યારે તમે પહેલાં તો આવશ્યકતાને જ કારણે, અને પછી મારી વિનંતીને કારણે મને ભૂલી જશો, ત્યાર પછી જ તમે મારું સાચું મૂલ્યાંકન કરી શકશો; અને મને ખાતરી છે કે, તમે અત્યારના તમારા પ્રેમ'ને બદલે તે વખતે તમારી સાચી મિત્રતા મને અર્પશો, જેનો હું ખરા અંતરથી સ્વીકાર કરીશ.” દ ગીશે પોતાનો હોઠ જોરથી દાંત નીચે દબાવ્યો અને જારથી પગ જમીન ઉપર પછાડયો. પછી શ્વાસ રૂંધાતો હોય તે રીતે તે બોલ્યો, “મૅડમ, તમે જે અર્પવા માગો છો તે મારાથી સ્વીકારી શકાય તેમ નથી.” 4. “શું? તમે મારી મિત્રતાનો અસ્વીકાર કરો છો?” “એમ નહિ, પણ મને તમારી મિત્રતાની જરૂર નથી; હું તમારા માટેના પ્રેમમાં મરી જવાનું વધુ પસંદ કરીશ — તમારી મિત્રતા માટે જીવવાના કરતાંય —'' “કાઉંટ !” “મૅડમ, આ આખરી ઘડી છે, એટલે એક પુરુષ પોતાના અંતરથી જે સ્ત્રીને ભજે છે તેની સાથે જે રીતે બોલે, તે રીતે હું બધું બોલી નાંખું તો ક્ષમા કરશો. મેં તમારી વિરુદ્ધ ફરિયાદરૂપે જે કંઈ કહ્યું હતું, તે મારી તમારા પ્રત્યેની આસક્તિને કારણે કહ્યું હતું. મેં ઉપરાંતમાં કહ્યું હતું કે, હું મરી જવા માગું છું, અને હું અવશ્ય મરી જઈશ. કારણ કે, હું જીવતો રહીશ, તો તમે મને ભૂલી જશો; પણ હું મરી જઈશ, તો તમે મને કદી નહિ ભૂલી શકો, એની મને ખાતરી છે.” હવે વિચારમાં પડી જઈ માથું નીચું નમાવી દેવાનો અને માં બાજુએ ફેરવી લેવાનો મૅડમનો વારો આવ્યો. એક મિનિટ વિચાર કરી લઈ તેણે નમ્રતાથી કહ્યું, “તો તમે મને ખૂબ જ ચાહો છો, ખરુ?" ' પ્રે.-૧૦ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પ્રેમ-પંક તમે અબઘડી મને હાંકી કાઢશો કે હજુ મારી બે વધુ વાતો સાંભળવા થોભશો, તો પણ હું એટલું જ કહેવાનો છું કે, તમને હું ગાંડાની માફક ચાહું છું.” અર્થાત્ હવે દરદી માટે આશા જ નથી, ખરું?” મેડમે કંઈક લાડની રીતે કહ્યું, “તો હવે મારે તમારી સારવાર જરા વધુ ચિંતાપૂર્વક કરવી પડશે. લાવો જોઉં તમારો હાથ, છેક જ બરફ જેવો ઠંડો પડી ગયો છે ને કંઈ.” દગીશે ઘૂંટણિયે પડી, મેડમનો એક નહિ પણ બંને હાથ પકડી લીધા. તો ભલે મને પ્રેમ કરજો, કાઉંટ; કારણ કે હવે બીજું કંઈ થઈ શકે તેમ લાગતું નથી.” એમ કહી મૅડમે દ ગીશના હાથની આંગળીઓ ખબર પણ ન પડે તે રીતે સહેજ દબાવી અને પછી એક મહારાણી અથવા એક અતિ આદરભાવ પામેલી પ્રેમિકા જે રીતે કરે તે રીતે તેણે માત્ર માનસિક પ્રેરણાથી જ દ ગીશને ઊભો કર્યો. દ ગીશના આખા શરીરમાં પગથી માથા સુધી વીજળી પસાર થઈ ગિઈ. મેડમને ખાતરી થઈ કે, આ માણસ તેને અંતરથી ચાહે છે. પછી તેણે કહ્યું, “કાઉંટ, તમારો હાથ મને આપો; હવે આપણે પાછા ફરીએ.” “મૅડમ,” કાઉંટ ઘૂજતો પૂજતો તથા છેક જ મૂંઝાઈને ખોલી ઊડ્યો, “તમે મને મારી નાંખવાનો આ ત્રીજો જ માર્ગ ખોળી કાઢયો લાગે છે.” પણ ખુશનસીબી એટલી જ છે કે, એ માર્ગ લાંબામાં લાંબો છે,” એટલું કહી, જે ઝુંડમાંથી તેઓ નીકળી આવ્યાં હતાં, તે તરફ મેડમ કાઉંટને દોરી ચાલી. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૨૧ એરેમીસને પત્રવ્યવહાર દ ગીશના પ્રેમ-પ્રકરણનું આમ થાળે પડી ગયું. અચાનક એ બધું શા કારણે બન્યું તેની તેને કલ્પના પણ ન આવી શકી. તે દરમ્યાન શવાલિયેર દ લૉરેઈન દ વાર્દનો પત્ર વાંચવા પોતાને ઉતારે પાછો ફર્યો. તે કાગળમાં દ વાઘેં તેને લખ્યું હતું કે, કૈલે સુધી તે બકિંગહામ સાથે તંદ્વયુદ્ધ ખેલવા ગયો હતો, અને ત્યાં મરણતોલ ઘાયલ થઈ પથારીવશ થયો છે. પણ તેણે ખાસ તો એ વાત જણાવવા પ્રયત્ન કર્યો હતો કે, મૅડમ અને બકિંગહામ બંને એકબીજાના પ્રબળ પ્રેમમાં છે. શવાલિયરે એ કાગળ તુચ્છકારથી ટેબલ ઉપર પાછો ફેંકી દીધો. કારણ કે, દવા આપેલી ખબરો વાસી થઈ ગઈ હતી, અને અહીં તો કેવાંય અવનવાં પ્રેમ-પ્રકરણો ફૂટી નીકળ્યાં હતાં. આવો વાસી ખબરોવાળો કાગળ વાંચવા પોતે પેલી બે જણીઓનો પીછો કરવાનું ચૂકયો, તે બદલ તેને ખેદ થવા લાગ્યો. કારણ, આવા બધા દરબારી ભેદ-ભરમાં જાણી લેનારો જ સૌથી વધુ લાભ છડી લઈ શકે. રાતનો એક વાગી ગયો હતો, અને હવે તો સૌ પોતપોતાને ઠેકાણે પડી ગયું હશે, એમ માની, તેણે બારી અકસ્માત જ ઉઘાડી. પરંતુ તેનું ખુશનસીબ હજુ પરવારી ગયું નહોતું!–સામે જ એક પુરુષ અને એક સ્ત્રીના ઓળા તેણે આવતા જોયા. પેલી સ્ત્રી તો તેણે જોયેલી બેમાંની જ એક હોય એમ સ્પષ્ટ દેખાતું હતું– એટલે તેમને ઓળખી કાઢવા તે જલદી જલદી તે તરફ દોડ્યો. દાદર ઊતરી તે જેવો બારણા તરફ વળવા જતો હતો, તેવામાં મેડમને એકલીને જ તેણે અંદર આવતી જોઈ. શવાલિયરને હવે તેની ૧૪૭ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પ્રેમ-પંક સાથે કોણ હતું તે જાણવાની ચટપટી લાગી. એટલે મેડમને ઝટપટ વંદન કરી, તે બહાર ચાલ્યો. મેડમનો સોબતી હજુ દૂર એક તરફ ચાલ્યો જતો દેખાતો હતો. લૉરેઈને તરત તેનો પીછો પકડ્યો. હવે તે માણસ લૉરેઈનના હાથમાંથી છટકી શકે તેમ નહોતું. પરંતુ અચાનક એક બાજુએથી બે જણ વચ્ચે ધસી આવ્યા. તે નાણાંપ્રધાન મેં૦ કુકે અને નામદાર બિશપ ઑફ ઑન હતા. લોરેઈનથી તેમને આવકારના બે શબ્દો બોલ્યા વિના આગળ દોડી જવાયું નહિ. અને મેં૦ કુકે જેનું નામ, તે સૌની સાથે મીઠી વાતો કરવામાં તો પાછા જ ન પડે. લૉરેઈને કુકેને કહ્યું, “આપ બહુ મોડા પધાર્યા, મેંશ્યોર; સૌ કોઈને ઉત્સવ-સમારંભમાં આપની ગેરહાજરી બહુ કઠતી હતી.” “પરંતુ મારાથી જલદી આવી શકાય તેમ હતું જ નહિ, છેવટનો કર જે નાંખ્યો, તેનો પૅરીસમાં કેવો સત્કાર થાય છે, તે જોઈને હું છૂટો થયો કે તરત આવી પહોંચ્યો છું.” “તો શું, પૅરીસ શાંત છે ને?” “હા, હા; પૅરીસે એ કર સારી રીતે સ્વીકાર્યો છે.” “બરાબર; તેથી જ આપને અહીં આવતાં મોડું થયું હશે.” “પરંતુ રાજાજી દરબારગઢમાં છે કે નહિ તે મને કહેશો, શવાલિયર? હું અત્યારે રાતે જ તેમને મળી શકીશ કે મારે કાલ સવાર સુધી રાહ જોવી પડશે, એ મારે જાણવું છે.” “છેલ્લા અધએક કલાકથી રાજાજી કયાં છે તેની મને કશી ખબર નથી.” “કદાચ મૅડમના કમરાઓ તરફ હશે.” “ના,ના,શ્યોર;ત્યાં તો નથી જ, કારણ કે, મેડમને જ અબઘડી મેં બહારથી આવતાં જોયાં. પણ તેમની સાથે કોઈક હતું તે રાજાજી તો નહોતા ને?” લૉરેઈને પેલા વિષે માહિતી મેળવી લેવા પ્રશ્ન કર્યો. “ના, ના, રાજાજી તો નહોતા જ.” Page #173 -------------------------------------------------------------------------- ________________ ઍરેમીસનો પત્રવ્યવહાર ૧૪૯ પણ એટલામાં સામેના એક ટોળામાં કોલબેરને જોઈ, લૉરેઈને કહ્યું, “પેલા મ0 કોલબેર કદાચ રાજાજી વિષે તમને માહિતી આપી શકશે.” એમ કહી તે ત્યાંથી સરકી ગયો. લૉરેન ચાલ્યો ગયો એટલે કુકે ભવાં ચડાવી કંઈક વિચારમાં પડી ગયો. ઍરેમીસે તેની તરફ કરુણાભરી નજરે ખિન્નતાથી જોયું અને પૂછયું, “કોલબેરનું નામ સાંભળી શા માટે આમ ચિંતામાં પડી ગયા? તમને તમારા પોતાના ભાગ્યોદયમાં વિશ્વાસ છે કે નહિ?” મારા ભાગ્યોદયમાં એટલો બધો વિશ્વાસ છે કે, કોઈ માણસથી પ્રાપ્ત ન કરી શકાય તેવું બધા પ્રકારનું ધનવૈભવનું, માનપ્રતિષ્ઠાનું અને છેવટે પ્રેમનેહનું અંતિમ સુખ પ્રાપ્ત કરીને મને હવે ખાતરી થઈ છે કે, આથી આગળ કોઈ જાતનું ચડાણ કરવાનું રહેતું ન હોવાથી, મારે હવે નીચે ઊતરવાનું જ બાકી રહે છે!” પણ ભાઈ, તમને સાંપડેલા બધા આનંદની વાત તમે મને કરતા નથી ને!” “વહાલા બુજી, તમને એ બધા સાંસારિક આનંદોની વાતો ન કરી શકાય. તમે ગમે તેટલા મારી સાથે એકાત્મભાવે વર્તતા હો, તેમ છતાં મારે તમારા ઝભ્ભાની આમન્યા રાખવી ઘટે!” પરંતુ પાદરી આગળ કબૂલાત વિધિની રૂએ બધી વાતો કહી શકાય ને?” પણ એ જાતની અંતિમ કબૂલાતો તમારી આગળ કરવાની આવે, તો પણ મને ઘણી શરમ આવે.” પણ એટલામાં તો કોલબેરને પોતા તરફ આવતો દેખી, કુકેએ રેમીસને બાજુએ ચાલ્યા જવા કહ્યું. “તે બદમાશ તમને મારી સાથે જોશે, તો તમને પણ ધિક્કારવા લાગશે.” પણ તે ‘બદમાશ’ની સાથે વાતો કરવામાં વખત બગાડવાને બદલે તમે મૅડમની જ મુલાકાત કેમ લેતા નથી?” મેડમની?” Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પ્રેમ-પંક “હા, હા, બે-ત્રણ દિવસથી મૅડમનો સિતારો બહુ ચમકવા લાગ્યો છે; અને આપણી યોજના પ્રમાણે આપણે રાજાજીનાં માનીતાં સૌની સાથે ' મેળ રાખવાનો છે, જેથી કોલબેર રાજાજીના કાન ભંભેરે તેનો ઉપાય થતો જાય!” પણ આજકાલ રાજાજીનો સદ્ભાવ મેડમ ઉપર ઊતર્યો છે, એની તમને ખાતરી છે?” જો કંઈ ફેરફાર થયો હોય તો તે આજ સવારથી જ થયો હોય. તમે જાણો છો જ કે મારી પાસે મારા આગવા જાસુસો છે!” ઠીક, તો હું જલદી મૅડમ પાસે જાઉં છું; મારી પાસે હીરાજડિત બે સરસ નંગ છે.” મેં જોયાં છે; એવાં મોંઘાં અને રાજવંશી નંગ બીજાં મળવા મુશ્કેલ છે.” તે જ ઘડીએ એક નોકર આવીને કુકેને તથા એરેમીસને તેમને માટેની ચિઠ્ઠીઓ આપી ગયો. કુકેની ચિઠ્ઠી મૅડમ દ બેલિયેરની લખેલી હતી. તેમાં જે પ્રેમભર્યો સંદેશ હતો તેનાથી કોઈ પણ માનવનું હૃદય આનંદવિભોર બન્યા વિના ન રહે. તેમાં લખ્યું હતું “પ્રિય, તમારાથી વિખૂટી પડયે એક કલાક જ થયો છે; પરંતુ તમને હું ચાહું છું એ કબૂલ કર્યો એક યુગ થઈ ગયો છે.” મૅડમ બેલિયેર બે દિવસ કુકે સાથે રહ્યા પછી એક કલાક પહેલાં જ છૂટી પડી હતી. કુકેએ એ ચિઠ્ઠીને પ્રેમથી ચુંબન કર્યું અને એ ચિઠ્ઠી લાવનાર દૂતને મૂઠી ભરીને સોનામહોરો આપી દીધી. ઍરેમીસ માટેની ચિઠ્ઠીમાં આ લખાણ હતું– “આજ સાંજથી રાજાજીને નવું જ ઘેલું વળગ્યું છે. પોતાને એક યુવતી ચાલે છે એવી તેમને ખબર પડી છે. એ જુવાન છોકરી પોતાની સખીઓ સાથે ખાનગીમાં વાતચીત કરતી હશે, તે વાતો સાંભળવામાંથી રાજાજીને એનું ઘેલું વળગ્યું છે. છોકરીનું નામ માદમઆઝોલ દ લા Page #175 -------------------------------------------------------------------------- ________________ ઍરેમીસનો પત્રવ્યવહાર ૧૫૧ વાલિયેર છે. રાજાજી એનામાં બંધાઈ જાય એટલી સુંદર તે છે. હવેથી માદમુઆઝોલ દ લા વાલિયરને લક્ષમાં લેતા રહેજો.” મૅડમ બાબતમાં એક અક્ષર પણ તે ચિઠ્ઠીમાં નહોતો. તરત જ ઍરેમીસે ફુકેને પૂછ્યું “તમને લા વાલિયેર નામની જુવાન છોકરીનો પરિચય છે?” જરા પણ નહિ.'' << જરા યાદ કરી જુઓ.” 66 “હા, હા, તે નામની છોકરી મૅડમની તહેનાતમાં છે ખરી.’’ “તો માંશ્યોર, તમે અત્યારે મૅડમને નહિ પણ તેને મળો.” “એટલે શું?” “પેલાં નંગ પણ તેને જ આપજો.” “નૉન્સન્સ!” “માંશ્યોર, મારી સલાહની અવગણના ન થઈ શકે, એ જાણો છો ને?” “ છતાં ,, “તમે વખત ગુમાવ્યા વિના તેને મળો. અને મૅડમ દ બેલિયેર આગળ હું તમારો જામીન થઈશ કે તમે રાજકારણીય હેતુસર જ તે સુંદરીને મળ્યા હતા! ’’ “તમે શું કહેવા માગો છો? તમે હમણાં કોનું નામ લીધું?” ‘હવે તમને ખાતરી થશે કે, તમારી રજેરજ હિલચાલથી હું જેટલો માહિતગાર છું, તેટલો જ બીજાઓ વિષે પણ હોઈ શકું!” ‘ઠીક, તો તમે કહેશો તેની તહેનાત હું ભરીશ; પછી છે કંઈ?” ફુંકે મૅડમ દ બેલિયેરની યાદથી પુલકિત બનીને બોલ્યો. “પરંતુ, હવે તો સાતમે આસમાનથી ધરતી ઉપર પાછા આવો~~ આ તમારો કોલબેર તમને મળવા સામે જ આવે છે.” Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨. પ્રેમ-પક કોલબેર કુકે પાસે આવતાં મીઠું હસ્યો. એરેમીસે કુકેને ધીમા અવાજે કહ્યું, “બેટો, તમારી પાસેથી બીજા પચીસ-પચાસ લાખ માગવાનો હોય એમ લાગે છે.” કોલબેરે આવતાંવેંત કુકેને પૂછયું, “અમારી આ બધી તૈયારીઓ આપને મોંશ્યોર, કેવી લાગી?” “બહુ સારી તૈયારીઓ છે, કહેવું જોઈએ.” “અલબત્ત, અમે બધા રાજાજીના નોકરો તો ગરીબ માણસો છીએ; તેમ જ ફેબ્લોની સરખામણી આપના વૉના મહેલ સાથે તો ન જ થઈ શકે” “સાચી વાત છે,” કુકેએ ટાઢાશથી કહ્યું. “અમે અમારાં નબળાંપાતળાં સાધનોથી જેટલું થઈ શકે તેટલું કર્યું છે.” કુકેએ જવાબમાં માત્ર નમન કર્યું. પરંતુ, આપ આપના અભુત બગીચાઓમાં રાજાજીને મહોત્સવ માટે નિમંત્રો તો વધુ સારું કહેવાય નહીં? આપના બગીચાઓની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી છે. નહીં નહીં તોય તેમની પાછળ છ કરોડ ફ્રાંક ખ થયું હશે.” સાત કરોડ વીસ લાખ ફ્રાંક,” કુકેએ જણાવ્યું. “તો તો આપ જો રાજાજીને એ બગીચાઓમાં ઉત્સવ ગોઠવીને નિમંત્રો, તો રંગ રહી જાય.” “પરંતુ, નામદાર રાજાજી મારું એવું નિમંત્રણ સ્વીકારે એમ તમે માનો છો?” “મને એમાં જરાય શંકા નથી; તેઓશ્રી સ્વીકારશે જ એની હું ખાતરી આપું છું.” “તો હું જરૂર એ બાબત વિચાર કરીશ,” યુકેએ કહ્યું. “કબૂલ કરી લો, કબૂલ કરી લો,” ઑમીસે આતુરતાથી કુકેના કાનમાં કહ્યું. Page #177 -------------------------------------------------------------------------- ________________ ઍરેમીસનો પત્રવ્યવહાર ૧૫૩ “તો શું, એ બાબતનો હજુ ‘વિચાર ’કરવા માગો છો એમ?” “હા, હા; રાજાજીને વિનંતી કરવા કયારે જવું એનો વિચાર તો કરવો પડે ને !” “અરે અત્યારે, આજે રાતે જ આપ મળી શકશો,” કોલબેરે આતુરતાથી કહ્યું. આજુબાજુ ઊભેલાઓને તો મોં૦ ફુંકેને ત્યાં કેવા કલ્પનાતીત આનંદ-ઉત્સવમાં ભાગ લેવાનું મળશે, એ વિચારથી જ ગલગલિયાં આવી ગયાં. ફુંકેએ તરત જ હસતાં હસતાં તે સૌને કહ્યું, “સગૃહસ્થો, આપ સૌને નિમંત્રણો આપવાનું મને ગમે તો ખરું જ; પરંતુ રાજાજી પોતાના રાજ્યમાં જ્યાં પધારે, ત્યાં તે તેમના જ મહેલમાં પધાર્યા ગણાય; એટલે ત્યાં આવવાનાં નિમંત્રણ પણ રાજાજી જ કાઢશે; એટલે આપ સૌને રાજાજી મારફતે જ નિયંત્રણો મળશે. ,, તરત જ ચારે તરફ આનંદનો ધ્વનિ ફેલાઈ રહ્યો. “ઘમંડી માણસ,” કોલબેર મનમાં ગણગણ્યો; “તેં મારી આ વાત સ્વીકારી એટલે ઓછામાં ઓછા એકાદ કરોડ ફ઼ાંક તારા ઓછા થયા જ જાણજે!” 66 ‘ભાઈ, તમે તો મને પાયમાલ કરી નાંખ્યો,” કુકેએ ધીમે અવાજે ઍરેમીસને કહ્યું. “ઊલટા, મેં તમને ઉગારી લીધા છે, એમ જાણજો.” કુકે હવે દાદર ચડી તપાસ કરવા લાગ્યો કે રાજાજી આસપાસ કયાંય દેખાય છે કે નહિ. .. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૨૨ હિસાબી કારકુન સેંતેશ્નોના પગ હવે હવામાં અધ્ધર જ ચાલતા હતા. છેલ્લા બે-ત્રણ કલાકથી તેની કિંમત અને માન વધી ગયાં હતાં. રાજાજીએ તેને લા વાલિયેર પ્રત્યેના પોતાના પ્રેમની બનાવટી જાહેરાત કરવા સંતલસમાં લીધો હતો; પણ હવે તો સૌ કોઈ તેની પાસેથી માહિતી મેળવવા તેની પળશી કરવા લાગી ગયાં હતાં! ચારે બાજુ તેને પ્રેમ, પ્રેમ અને પ્રેમનું સામ્રાજ્ય વ્યાપી રહેલું દેખાતું હતું. રાજાજીનો મૅડમ પ્રત્યેનો પ્રેમ, મૅડમનો રાજાજી પ્રત્યેનો પ્રેમ, દ ગીશનો મૅડમ માટેનો પ્રેમ, લા વાલિયેરનો રાજાજી માટેનો પ્રેમ, માલિકૉર્નનો માંતાલે માટેનો પ્રેમ, અને તૉને શારતનો પોતાને માટેનો પ્રેમ! સેતેશ્નો જેવા દરબારીનું તો આટલાથી માથું જ ભમી જાય ! સેંતેશ્નોની વાણી હવે સહસ્ત્રધારે વહેવા લાગી હતી; કોઈ પણ બાબતનું વિગતે વર્ણન કરવાની પોતામાં આટલી બધી શક્તિ હતી, તેની ખબર જ તેને અત્યાર સુધી ન હતી. રાજાજીને હવે મૅડમ માટે આકર્ષણ રહ્યું ન હતું, એટલે લા વાલિયેરવાળી વાત અંગે મૅડમને તીવ્ર જિજ્ઞાસા જાગી હતી; અને રાજાજી મેડમ કેવી ઊંચી નીચી થાય છે તે જાણવા આતુર રહેતા હતા. પરંતુ રાજાજીને વધારે તો લા વાલિયેર વિશે વધુ વિગતો જાણવાની લગની લાગી હતી. અને મેં તેનોએ હવે તે બાબતની વિગતો એકઠી કરવા બીડું ઝડપ્યું હતું. તે પોતે તેને વિષે ખાસ કાંઈ જાણતો ન હતો. એટલે રાજાજીને ખુશ કરવા, રાજાજીના કહ્યાથી, તે વિશેષ માહિતી મેળવવા તત્પર થયો. ૧૫૪ Page #179 -------------------------------------------------------------------------- ________________ હિસાબી કારકુન ૧૫૫ ખાસ કરીને લા વાલિયેર પહેલાં કોઈ પ્રેમપ્રસંગમાં સપડાઈ છે કે નહિ તે જાણી લાવવા! વાઈકાઉંટ દ બ્રાજલૉન તરફથી કાઉંટ દ લા ફેર તેના હાથ માટે માગણી કરી ગયા હતા, એ રાજાજીને યાદ હતું, પણ તે તો સીધી કાયદેસર વાત હતી. તેનાથી રાઓલને લા વાલિયેર ઉપર ગમે તેટલો પ્રેમ હોવાનું સાબિત થતું હોય, પણ લા વાલિયેર પોતે ખરેખર રાઓલ પ્રત્યે ખેંચાઈ છે કે નહિ, તેની કશી કલ્પના તે ઉપરથી શી રીતે આવે? પણ એટલામાં બહાર પગલાંનો અવાજ સંભળાતાં, કોણ આવ્યું છે તે જાણી લાવવા રાજાએ સેતેશ્નોને બહાર મોકલ્યો. સેતેશ્નો તરત જ પાછો આવ્યો અને બોલ્યો, “મેં૦ કુકે આપના બોલાવ્યાથી આવ્યા છે; પરંતુ અત્યારે મોડું થયેલું છે તેથી અત્યારે જ હાજર થવાનો તેમનો આગ્રહ નથી; તે માત્ર તેમના આવ્યાની જાણ આપ નામદારને કરવા માગે છે.” “ઓહો, મોં, કુકેને મેં ત્રણ વાગ્યે કાગળ લખીને આવતી કાલે સવારે આવી પહોંચવા જણાવ્યું હતું, પણ તે તો અત્યારે રાતે જ બે વાગતામાં આવી પહોંચ્યા ને કંઈ! તો તેમને જલદી અહીં મોકલી, મેં કહેલી તપાસ કરવા તમે ઊપડી જાઓ, કાઉંટ; અને કાલે સવારે બધી માહિતી લઈ આવીને મને મળો.” કુકે અંદર આવતાં જ રાજાજીએ તેને ઉતાવળે આવી પહોંચવા બદલ ધન્યવાદ આપ્યા, અને પૂછયું, “મારો સંદેશ કયારે મળ્યો હતો?” “સાંજના નવ વાગ્યે સરકારનું અને મારી સાથે વનના બિશપ પણ પધાર્યા છે, જેમણે આપની સમક્ષ હાજર થવા દેવા પરવાનગી માગી હતી.” “હા, હા, તેમણે કોઈ બાબત અંગે મને ધન્યવાદ આપવા માટે આવવા જણાવ્યું હતું.” ખરી વાત છે, સરકાર, મારી ભલામણથી આપ નામદારે ત્રણ મહિના ઉપર તેમના નિમણૂક-પત્ર ઉપર દસ્તખત કરી આપ્યા હતા. તેમને તરત પાછા ફરવાનું છે, એટલે તે અત્યારે જ આવ્યા છે.” Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પ્રેમ-પંક તો ભલે તેમને અંદર આવવા દો.” ઍરેમીસે અંદર આવી રાજાજીને ધન્યવાદ અર્યા, પરંતુ રાજા તેના મોં સામે તીવ્રતાથી જોઈ રહ્યો. “તો તમે વૉનના બિશપ છો, ખરું?” “હા, સરકાર.” “વન તો બ્રેતાનમાં આવ્યું ને? લગભગ દરિયાકિનારા નજીક જ.” ઍરેમીસે સંમતિસૂચક નમન કર્યું. “બેલ-ઇલથી થોડા ગાઉ, કેમ?” “અઢાર ગાઉ, સરકાર.” તો તો બેલ-ઇલથી એકાદ પગલા જેટલું જ દૂર ગણાય, ખરું?” અમો ગરીબ બ્રેતાનો માટે તો એટલું અંતર ઘણું જ મોટું ગણાય, સરકાર. ઉપરાંત, નદીથી બેલ-ઇલ વચ્ચે અઢારેક ગાઉ જેટલો દરિયો છે, પાછો.” “મ0 કુકેનું ત્યાં બહુ સારું મકાન છે, એમ મેં સાંભળ્યું છે.” હા, સરકાર, મેં પણ સાંભળ્યું છે.” રાજાએ હવે કુકે તરફ ફરીને કહ્યું, “વાહ, તમારી જાગીરમાં જ વનના ધર્માસન ઉપર મોં દબ્લે જેવા માણસ હોય, અને તમે તમારું બેલ-ઇલ તેમને બતાવ્યું જ ન હોય, એ બહુ નવાઈની વાત છે.” સરકાર,” બિશપ વચ્ચે જ બોલી ઊઠ્યો; “અમો ગરીબ બ્રેતાન પાદરીઓને અમારું સ્થળ છોડી બહાર નીકળવાનો વખત જ રહેતો નથી.” તો તો તમને એવા ગરીબ રાખવા બદલ મારે મોંકુકેને સજા કરવી પડશે; પણ ઠીક, વનની આવક કેટલી છે?” સાઠેક હજાર લિવ, સરકાર,” ઍરેમીસે જવાબ આપ્યો. ઓહો, એ તો બહુ ઓછી આવક કહેવાય; હું તમને તેના કરતાં વધુ સારે સ્થળે ગોઠવી આપીશ.” ઍરેમીસે નમન કર્યું. રાજાએ પણ સામું નમન કર્યું. એનો અર્થ એ થયો કે, એ મુલાકાત પૂરી થઈ. Page #181 -------------------------------------------------------------------------- ________________ હિસાબી કારકુન ૧૫૭ ઍમીસ જતાં રાજાએ હવે કુકે તરફ ફરીને કહ્યું, “હું તમને હજાર હજાર ધન્યવાદ આપવા માગું છું, મેં કુકે. મને તમારા વિશે કંઈક પૂર્વગ્રહ જેવું હતું, – જોકે, તે બધું હવે નીકળી ગયું છે; પરંતુ, તે પૂર્વગ્રહનું કારણ તમે જાણો છો?” હા, સરકાર; આપ નામદાર એમ માનતા હતા કે, હું ખર્ચના રોળ વાળી દઉં છું.” ના, ના, એ નહિ.” “તો પછી કદાચ આપ સરકાર એમ માનતા હશો કે, લોકો પાસે પૈસા નથી, તો આપને માટે પણ નહિ રહ્યા હોય, એટલે હું અણઘડ વહીવટદાર કહેવાઉં.”: “હા, હું એમ માનતો હતો; પણ હું ભૂલ કરતો હતો, એમ મને હવે સમજાયું છે.” કુકેએ માથું નમાવ્યું. “પણ લોકોએ નવા કરવેરા અંગે કશું તોફાન કે ફરિયાદ કર્યા નથી ને?” “ના સરકાર અને પૈસા પૂરતા મળ્યા છે.” “તમે ગયા મહિને મને ખૂબ પૈસા પૂરા પાડ્યા છે.” “અને હજુ તો આપ નામદારની બધી જરૂરિયાતો ઉપરાંત આપ નામદારની ઇચ્છાઓને સંતોષી શકાય એટલા પૈસા છે.” આભાર, મોં, કુકે; પણ હવે બીજા બેએક મહિના હું કાંઈ પૈસા પૈસા માગવાનો નથી.” “તો એ દરમ્યાન હું પચાસ-સાઠ લાખ ફ્રાંક એકઠા કરી લઈશ, જે લડાઈ ફાટી નીકળે તો પણ હાથ ઉપર રહે.” “પચાસ-સાઠ લાખ!” આપ સરકારના ઘર-ખર્ચની જ વાત હું કરું છું.” Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પ્રેમ-પંક “તો શું તમે લડાઈ ફાટી નીકળશે એમ માનો છો?” “સરકાર, રાજગરુડને પરમાત્માએ ચાંચ અને નહોર બક્યાં છે, તો તે પોતાની રાજશાહી પ્રકૃતિ પ્રગટ કરી શકે તે માટે જ ને?” રાજા ઘણો જ પ્રસન્ન થયો. “પણ અમે લોકોએ અહીં પુષ્કળ પૈસા વાપરી નાંખ્યા છે, ૦ કુકે તમે મને તે માટે વઢવાના નથી ને?” “સરકાર, આપ નામદારને હજ જવાનીનાં વીસ વર્ષ માણવા માટે છે; તે વીસ વર્ષ દરમ્યાન આપને સોએક કરોડ ફ્રાંક વાપરવા તો જોઈશે જ.” એ તો ઘણી મોટી રકમ કહેવાય.” હું બીજી બાબતોમાં કરકસર કરીશ, સરકાર; અને આપની પાસે કોલબેર અને હું એમ બન્ને જણ છીએ જ ને? તેમાંનો એક આપને આપની તિજોરીનાં નાણાં છૂટે હાથે વાપરવા પ્રેરણા આપ્યા કરશે – અને તે માણસ હું હોઈશ; અને બીજો આપને માટે નાણાં કરકસરપૂર્વક બચાવવા પેરવી કર્યા કરશે – અને તે માણસ કોલબેર હશે.” “માઁકોલબેર?” રાજાએ નવાઈ પામી પૂછ્યું. હા, સરકાર; મૌ0 કોલબેર બહુ સારા હિસાબનીસ છે.” કુકેએ આ વાત એવી સાહજિક રીતે કહી હતી કે, રાજાને જરા પણ વહેમ ન ગયો. તેણે તરત જ પૂછયું, “તમે તો મોં૦ કોલબેરની સ્તુતિ કરો છો !” હા, સરકાર; મારે સ્તુતિ કરવી જોઈએ; કારણ કે, તે ગુણવાન માણસ છે એટલું જ નહિ, પણ તે આપ નામદારની સેવા નિષ્ઠાપૂર્વક બજાવનાર માણસ છે, તે હું બરાબર જાણું છું.” તો તમારી સાથે તેમને તકરાર જેવું કેમ ચાલે છે?” “બહુ સાદું સીધું કારણ છે, સરકાર; હું પૈસા તિજોરીમાં કેમ આવે એ જોઉં છું; ત્યારે તે એ પૈસા તિજોરીમાંથી પાછા બહાર કેમ ન નીકળે તેની પેરવીમાં રહે છે.” Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ હિસાબી કારકુન 66 ના, ના, મોં૦ સુરિન્ટેન્ડન્ટ; તમે હમણાં જ તેમને વિષેના તમારા સારા અભિપ્રાયની વિરુદ્ધનું કંઈક ઉમેરવાના છો!” “ના, સરકાર; આખા ફ઼્રાંસમાં એમના જેવો બીજો સારો કારકુન મળવો મુશ્કેલ છે.” ઈ. સ. ૧૬૬૧માં આ ‘કારકુન” શબ્દ આજે તેની આસપાસ જે ઊતરતો ભાવ ગૂંથાયો છે, તેવો હીણપતભર્યા ભાવ નહોતો ધરાવતો. પરંતુ રાજાજીએ માઁ ફુંકે માટે સુરિન્ટેન્ડન્ટ શબ્દ વાપર્યા પછી એ શબ્દ સરખામણીમાં આપોઆપ કંઈક ઊતરતી કક્ષાએ ગોઠવાઈ ગયો. 66 ‘તમે એમના કરકસરિયા સ્વભાવ વિષે ગમે તે કહો, તો પણ આ ફાંતેબ્લો મુકામે અઢળક નાણાં ખરચીને તેમણે જ ઉત્સવનું આ આયોજન કર્યું છે. અને ખર્ચની બાબતમાં તેમણે જરાય હાથ ખેંચી પકડયો નથી.” કુએ માથું નમાવ્યું, પણ જવાબ ન આપ્યો. “તો શું તમારો અભિપ્રાય પણ એવો જ નથી?’ 66 ના, સરકાર; માઁ∞ કોલબેરે બધું બરાબર ગણતરીભેર કર્યું છે, અને તે માટે આપ નામદારના ધન્યવાદને પાત્ર બન્યા છે.” આ ‘ગણતરીભેર’ શબ્દે રાજાને ચોંકાવી મૂકયો. કુકે જેવા દિલેર માણસને માંએ એ શબ્દ સાંભળી, રાજાને તરત ખાતરી થઈ ગઈ કે, અહીંનું બધું આયોજન ‘મન મૂકીને ’ નથી જ થયું — કયાંક ‘ગણતરી ’ જેવી વસ્તુ આનંદ-ઉત્સવમાં પણ આડે આવી છે : પોતે હજી પૂરેપૂરો રાજેશ્રી નથી! Page #184 -------------------------------------------------------------------------- ________________ ૨૩. રાતના બે વાગ્યે સેતેશ્નોને રાજાજીએ લા વાલિયેરના પૂર્વજીવન વિશે સાચી માહિતી એકઠી કરી લાવવાનું કામ સોંપ્યું, એટલે તેના પગને પાંખો આવી હોય તેમ તે ઊડ્યો. તેને એવો વિચાર આવ્યો કે, દ ગીશે લા વાલિયેરને મૅડમની તહેનાત-બાજુ તરીકે દાખલ કરાવી હોવાથી, તેની પાસેથી કદાચ જલદીથી સમાચાર મળી શકશે. તેની યોજના એવી હતી કે, જો લા વાલિયર વિષે સારા જ સમાચાર મળે, તો તો રાજાને એના પ્રેમમાં આગળ વધવામાં મદદ કરવી, અને રાજાને આભાર નીચે દબાવવો; પરંતુ જો એને વિશે ભૂંડા સમાચાર જ મળે, તો રાજાનું મન લા વાલિયેર ઉપર કેટલાં ચોંટયું છે તે જાણી લઈ, એ છોકરીને દરબારમાંથી હાંકી કાઢવાની વેતરણ કરીને, મૅડમ, રાણી વગેરે જે બધી સ્ત્રીઓ રાજાનો પ્રેમ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતી હોય, તેમને આભાર નીચે લાવી મૂકવી, અને તેમના સૌના માનીતા થઈ જવું. આમ એને તો બંને રીતે લાભ જ લાભ દેખાતો હતો. અને રાજાને જો લા વાલિયર ઉપર ગાંડો જ પ્રેમ હોય, છતાં લા વાલિયર બાબત ભૂંડા સમાચાર મળ્યા હોય, તો પોતે તેની બધી વાત જાણે છે એમ લા વાલિયેરને ખબર પડવા દેવી, અને છતાં પોતે તેના ઉપર મહેરબાની કરી, રાજાને એ વાત કહી દેતો નથી એમ જણાવી, તેને દબાણ નીચે રાખવી. પછી તેને રાજાની સેવા બજાવવા દ્વારા જે કંઈ લાભો મળે, તેમાંથી હિસ્સો મેળવવાની ગણતરી રાખવાનું પણ સેતિગ્નો ચૂક્યો નહીં ! ૧૬૦ Page #185 -------------------------------------------------------------------------- ________________ રાતના બે વાગ્યે ૧૬૧ બરાબર એક વાગ્યાના અરસામાં સદ્ભાગ્ય સેગ્નોએ દ ગીશને બગીચામાં એક થડને અઢેલીને ઊભો રહેલો અને કંઈક પ્રેમ-ગીત ગણગણતો દેખ્યો. તેની સામે એક ખુલ્લી બારીમાંથી પ્રકાશ આવતો હતો તેના તરફ તે જોઈ રહ્યો હતો. કહેવાની જરૂર નથી કે એ બારી મૅડમના કમરાની હતી. સેતેશ્નોએ બીજો કશો વિચાર કર્યા વિના તેને ખભે હાથ મૂકી, કહી દીધું, “વાહ, ઠીક થયું તમે મળી ગયા છે. હું તમને જ શોધતો હતો, કાઉંટ.” મને?” દ ગીશે ચોંકીને કહ્યું. “હા, હા, તમે અહીં ઊભા ઊભા પ્રેમ-ગીતો રચી રહ્યા છો, એ જાણી મને વિશેષ આનંદ થયો; કારણ કે, હું પણ પ્રેમમાં પડયો છું, મહેરબાન!” દ ગીશ તરત તેનો હાથ પકડી તેને બાજુએ દોરી ગયો, જેથી તેની નજર પેલી બારી ઉપર ન પડે. “તમે મને શા માટે શોધતા હતા, તે કહો; હું મારાથી બનતી મદદ કરવા તૈયાર છું, એમ માનજો.” “તો મારે એક વ્યક્તિ વિષે જરા માહિતી જોઈએ છે; અને તમને એ વ્યક્તિ સાથે સંબંધ છે, એમ મારા જાણવામાં આવ્યું છે.” “અને એ વ્યક્તિ સાથે જ તમે પ્રેમમાં પડયા છો, એમ ને?” હું ‘હા’ પણ નથી કહેતો અને “ના” પણ નથી કહેતો; કારણ કે, કોઈ એવા માણસમાં પ્રેમ કરી બેસીએ, જેની પાસેથી એ પ્રેમ પાછો વળવાની આપણને આશા જ ન હોય, તો પછી નાહક દુ:ખી થવું પડે; તેના કરતાં પહેલેથી જોઈને પગલું ભરવું શું ખોટું?” “સાચી વાત છે; આપણું હૃદય એ કીમતી વસ્તુ છે, અને તેને સ્વીકારવા તૈયાર ન હોય તેવા માણસ ઉપર તે ન જ ફેંકી શકાય!” તો મારે માદમઆઝોલ દ તૉને શારૉત વિષે કંઈક પૂછવું છે.” છે.–૧૧ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ પ્રેમ-પંક વાહ ભાઈ, આ કહાણી ક્યાંથી લાવ્યા? મારે માદ0 તને શારેત સાથે કશો જ પરિચય નથી.” કેમ, તમે તેમને મૅડમની તહેનાતમાં ગોઠવી આપ્યાં નથી?” ના રે ના, એ પોતે એવા સારા ખાનદાનનાં છે કે, તેમને દાખલ થવા માટે કોઈની ભલામણ ન જોઈએ.” “તો પછી પેલું ગીત સૌ કોઈ ગાય છે તેનો શો અર્થ?” કયું ગીત? મને સંભળાવો જોઉં.” “કે,– “માઁ૦ દ ગીશ છે તહેનાતી બાનુઓને ફાવ્યા; તે જ કુમારી મેતાલેને તેમ જ – ને લાવ્યા. –એ છેલ્લી કડીમાંનું નામ મને યાદ રહ્યું નથી.” “લા વાલિયેરને!” દ ગીશે ઉમેરી આપ્યું; “પણ એ કવિતામાં તૉને શારત નામ કયાં છે?” “પણ એ કવિતામાં મેતાલેનું નામ છે ને! તમે તેને ઓળખો છો?” “આડકતરી રીતે; તે બા માલિકૉર્ન નામના યુવકની માનીતી છે; માલિકૉર્ન માનિકનો માનીતો છે અને માનિકોએ મને મૅડમની તહેનાતમાં મૉતાલેનું નામ દાખલ કરાવી આપવા તથા માલિકૉર્નનું નામ મોંશ્યોરના ઘર-કારભારમાં દાખલ કરાવી આપવા જણાવ્યું હતું. અને તમે જાણો છો કે રમૂજી માનિક મારો માનીતો દોસ્ત છે.” “અને એ માગેલી નોકરીઓ તમે મેળવી જ આપીને?” મેતાલેની બાબતમાં હા, માલિકૉર્નની બાબતમાં ના અને હા બને; કારણ કે, એ માણસ અલબત્ત અહીં હરફર કરી શકે છે, પરંતુ કોઈ જગા ઉપર તેને હજુ ગોઠવી શકાયો નથી.” ગીતના છેલ્લા ચરણમાં આવતી લા વાલિયેરનું શું છે?” સંતેગ્નોએ આંખ મિચકારીને પૂછયું. Page #187 -------------------------------------------------------------------------- ________________ રાતના બે વાગ્યે ૧૬૩ “હા, એમને પણ મૅડમની તહેનાતમાં મેં દાખલ કરાવી આપ્યાં છે; પરંતુ, કાઉંટ, માદમઆઝોલ લા બોમ લ ળ્યાંક દ લા વાલિયેર માટે તમે ગમે તેમ મારી સમક્ષ ન બોલશો; કારણ કે તેમના જેવી ચારિત્ર્યશીલ બાન મેં બીજી જોઈ નથી – જાણી નથી.” તો તો તમે છેવટની અફવા જ સાંભળી નથી, મહેરબાન !” ના, ના, મારે સાંભળવી પણ નથી; એ અફવા તમારી પાસે જ રાખી મૂકશો.” પણ એ બાન અંગેની કશી વાત સાંભળવાનો તમે આવો ઇનકાર કેમ કરો છો?” માદમુઆકોલ દ લા વાલિયેર મારા એક પરમ મિત્રની પ્રેમિકા છે.” દ ગીશ આટલું કહી, નમન કરી ચાલતો થયો. સેતેશ્નો પોતે આટલી આટલી જહેમત ઉઠાવ્યા છતાં લા વાલિયર વિષે વિશેષ કંઈ માહિતી ન મેળવી શક્યો હોવાથી અકળાયો; અને વિચારમાં ને વિચારમાં આગળ ચાલવા લાગ્યો. થોડી વારમાં નોકરોનાં મકાનો આવ્યાં, પછી તેમની પાછળનાં મોટાં મોટાં વૃક્ષો દેખાયાં અને પછી એકદમ ઊંચી થતી અને આખા મહેલને ઘેરતી દીવાલ. અચાનક તેણે એક જગાએ આકાશ તરફ ઊંચેથી આવતો એક સ્ત્રી અને પુરુષની વાતચીતનો અવાજ સાંભળ્યો. તેણે ધારી ધારીને જોયું તો દીવાલને ટેકવેલી નિસરણીની ટોચે એક સ્ત્રી દીવાલની ઉપર હાથ ટેક્વી ઊભી હતી અને દીવાલની પેલી બાજુએ નજીકની ડાળી ઉપર બેઠેલા એક પુરુષ સાથે વાતચીત ચલાવી રહી હતી. સ્ત્રી પેલા પુરુષને કહેતી હતી, “માં” માનિક, આ રીતે લાંબો વખત આપણાથી વાતચીત ન ચલાવી શકાય. તમે આમ અત્યારે મને અહીં વાતચીત ચલાવવા ચિઠ્ઠી લખીને બોલાવી, તે બહુ ખોટું કર્યું છે. મને કોઈ જોઈ જાય તો કેવું માની બેસે? અને તેમાંય પાછી મને તમારી Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ પ્રેમ-પંક સાથે કશી લેવાદેવા છે નહિ, છતાં! અને કંઈક અગત્યની વાત કહેવાની છે, એવું જૂઠું કારણ બતાવવાની તમારે શી જરૂર પડી, ભલા?” અરે મતાલેજ, તમે ચાલ્યાં ન જશો; મારે સાચેસાચ ઘણી ઘણી વાતો કહેવાની છે.” સેંતેશ્નો બંનેને હવે ઓળખી ગયો. પાસે જ એક ઝાડવા નીચે ધીમે રહીને તે છુપાઈ ગયો. પણ આમ ચિઠ્ઠી લખીને તથા મને મેડમની તહેનાતમાં નોકરી અપાવી છે વગેરે બાબતો યાદ દેવરાવીને, આવે વખતે, આ સ્થળે, મને બોલાવવાની હોય ખરી?” પણ મારે વાત કહેવી છે તે તો સાંભળો; આજે દિવસે બે વાગ્યે દ ગીશ ચાલ્યા ગયા. તેમને જાતા જોઈ હું તેમની પાછળ પાછળ ગયો – જે હું હંમેશ કરતો આવ્યો છું. તમે જાણો છો કે, દ ગીશની દેશનિકાલ થવા જેવી ભારે ફજેતી થઈ હોવા છતાં, તે ફરી ફેબ્લો પાછા આવ્યા છે, અને પૅરીસમાં જે બે જણે તેમને દેશનિકાલ કર્યા હતા, તેમને જ ફતેબ્લો આવીને તે મળ્યા. મેં તેમને ઘણી ના પાડી હતી, છતાં તે પોતાના પ્રેમ-પ્રકરણની બાબતમાં બહુ અડિયલ માણસ છે, એટલે તેમણે મારી એક વાત ન સાંભળી, અને તે અહીં આવવા નીકળ્યા છે. અર્થાત્ તેમને ઘોડા ઉપર બેસી ઉતાવળે આ તરફ આવતા જોઈ હું તેમની પાછળ પાછળ થોડે દૂર રહીને ચાલ્યો આવ્યો. હું માનતો હતો કે, થોડો વિચાર કર્યા પછી તે પાછા ફરશે; પણ તે તો પાછા ફર્યા જ નહિ, એટલે હું તેમને ફરી ભેગો થઈ શક્યો નહિ. શહેરમાં હું આઠ વાગ્યાનો આવ્યો છું અને દ ગીશને શોધવા પ્રયત્ન કર્યા કરું છું, પણ મને તેમની ભાળ મળતી નથી. તે સીધા સિંહની બોડમાં જ ઘૂસી જશે એવી મારી કલ્પના જ ન હોય; એટલે મેં અહીં દરબારગઢ તરફ શોધખોળ કરી ન હતી. પણ રાત વધવા લાગતાં અને મારા મિત્રનું શું થયું હશે તેની ચિંતામાં, પછી મેં દરબારગઢના કોઈ આવતા જતા નોકરને સાધ્યો અને તમને ચિઠ્ઠી પહોંચાડીને અહીં બોલાવ્યાં.” Page #189 -------------------------------------------------------------------------- ________________ રાતના બે વાગ્યે ૧૬૫ “જુઓ મ0 માનિકો, તમારે તમારા મિત્રની કશી ચિંતા કરવાની જરૂર નથી; રાજાજીએ તેમને સારી રીતે આવકાર્યા છે, મેડમે તેમને મીઠું હસીને પ્રમાણ્યા છે, અને મોંશ્યોરને પણ તેમના ઉપર હવે કશો ગુસ્સો રહ્યો નથી.’ ઠીક, ઠીક; તેથી ત્યારે તે અહીં દરબારગઢમાં જ ધામા નાંખીને પડયા છે, એમ કહોને. પણ મારે હવે તેમની પાસે જઈ પહોંચવું હોય તો શું કરવું? દરબારગઢનો દરવાજો તો આ કલાકે મારે નામે અને મારે માટે કોઈ ઉઘાડે નહિ; અને આ ડાળી ઉપર તો આખી રાત મારાથી પોપટનો અવતાર લીધા સિવાય કાઢી શકાય તેમ નથી.” પણ તેથી કરીને હું કંઈ તમને આ ભીંત ઉપરથી અંદર દાખલ કરવાની હિંમત કરી શકે નહિ.” “એક જણને નહિ તો બે જણને તો કરી શકશો જ,” બીજો એક અવાજ ઝાડમાંથી જ આવ્યો. “ભલા ભગવાન, એ વળી કોણ બોલ્યું?” મૉતાલે ચીસ પાડી ઊઠી. “માલિકૉર્ન છે, કુમારી મેંતાલે!” આટલું બોલી તરત જ માલિકૉર્ન ઝાડ ઉપર વધુ ઊંચો આવી દીવાલની ટોચની સમકક્ષ આવીને બેઠો. “મારે આટલું જ વળી ખૂટતું હતું,” માંતાલે હતાશ થઈને બોલી ઊઠી. માદમુઝોલ તાલે, અમે બંને તમારા મિત્રો છીએ; તમારે અમારી મુશ્કેલીના વખતમાં અમને મદદ કરવી જોઈએ; અમે આ ટાઢમાં આખી રાત ખુલ્લામાં શી રીતે વિતાવી શકીએ?” માનિક હવે જરા વધુ જોરમાં આવી બોલ્યો. “અરે, મચ્યોર માલિકૉર્ન તો સશક્ત જુવાન છે, અને તેમને આવા શોભીતા તારાઓ નીચે રાત ગાળવામાં સહેજે મુશ્કેલી નહિ પડે; અને મારે તેમને એક બાબતની થોડી સજા પણ કરવાની છે.” તો ભલે, તમે તેમની સાથે તમારો હિસાબ પતાવી લેજો; પણ હું તો ચાલ્યો આવું છું,” એમ કહી માનિએ કપડાં ફાટવાની દરકાર કર્યા Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ પ્રેમ-પાંક વિના ડાળી ઉપરથી ભીંત ઉપર કૂદકો માર્યો અને પેલી નિસરણીએ થઈ તે નીચે ઊતરી ગયો. મેાંતાલે પણ હસતી હસતી હવે નીચે ઊતરવા લાગી. તે જ વખતે માલિકૉને માનિકી બેઠો હતો તે જગાએ ડાળી ઉપર બેસીને કહ્યું, “અરે માંતાલેજી, મહેરબાની કરીને મને આ ડાળી ઉપર જ ઝૂલતો ન રહેવા દેશો. માનિકોં મહાશયને તો કપડાં ફાટે તોપણ મોં. દ ગીશનાં નવાં કપડાં મળી શકે; પણ મને તો માનિકોં મહાશયનાં જ મળી શકે, જે ફાટેલાં હોય. મારાથી તેમની પેઠે તમારી મદદ વિના ભીંત ઉપર કૂદકો મારી શકાશે નહિ.” . પણ માનિકોં હવે મતાલેને દ ગીશનો ઉતારો કયાં છે, તે પૂછવા લાગ્યો. માંતાલેએ કહ્યું, “અહીંથી વાડે વાડે જજો, ત્યાં વચ્ચે એક રસ્તો આડો આવશે. ત્યાં તમને ચાર રસ્તા ફંટાતા દેખાશે, તેમાંથી એક રસ્તો તમારો હશે. એ રસ્તે જશો એટલે દરબારગઢના કમરાઓ શરૂ થશે. તેમાં કયાંક શોધશો એટલે દ ગીશનો ઉતારો મળશે.' "" વાહ, તો તો તમે બતાવેલે રસ્તે આખી રાત અટવાયા કરવા સિવાય તથા કોઈ પહેરેગીરોને હાથે પકડાવા સિવાય બીજો કશો રસ્તો જ દેખાતો નથી. માટે મહેરબાની કરી તમે મારો હાથ પકડો, માંતાલે બાનુ, અને મને દગીશને ઉતારે પહોંચાડી જાઓ.” CC “વાહ, અને અંધારી રાતે તમારો હાથ પકડી મને ફરતી કોઈ જુએ તો શું ધારે?” << તો પછી માલિકૉર્નને નીચે આવા દો; તેનું ભેજું બહુ ફળદ્રુપ છે, એટલે તે કંઈક રસ્તો બતાવશે; તથા અમે બે જણ હોઈશું તો એકબીજાને બચાવવામાં મદદગાર થઈશું.” પણ એટલામાં સેતેગ્ને ડાળીઓ ખસેડી બહાર આવ્યો અને બોલ્યો, “શિવ-રાત, માનિકૉં; તમે ભલાદમી અત્યાર સુધી કયાં હતા? અમો બધાએ રાતે તમારી ઘણી તપાસ કરી હતી. માદમુઆઝાલ દ મેતાલે, હું છું તમારો ઘણો ઘણો નમ્ર સેવક !” Page #191 -------------------------------------------------------------------------- ________________ બોપાઓ હૉટેલમાંથી જાકારો ૧૬૭ 66 માંતાલેએ, “ ભલા ભગવાન !” કહી પોતાનું માં બે હાથમાં સંતાડી દીધું. “મહેરબાની કરી કશો અંદેશો ન લાવશો; હું જાણું છું કે તમે તદ્ન નિર્દોષ છો; અને તમારી તરફે હું જોઈતી સાક્ષી પૂરીશ. માનિકો, મારી પાછળ પાછળ આવો; હું તમને બધા આડરસ્તા, તથા ભુલભુલામણીઓની પાર દોરી જઈશ.’ ‘તો તમે મોં 39 માલિકૉર્નને પણ સાથે જ લેતા જાઓ ને!” માંતાલેએ કહ્યું. 66 ના, ના,” માલિકૉર્ન બોલ્યો; “ મોં૦ માનિકોંએ તમારી સાથે ઘણી ઘણી વાત કરી લીધી; હવે મારો વારો છે; માટે પણ આપણી ભવિષ્યની યોજનાઓ બાબત ઘણી અગત્યની વાતો કરવાની છે.” “સાંભળ્યું? તમે તેમની પાસે જ રહો; આજની રાત જ ગુપ્ત મંત્રણાઓ માટેની છે!” કહી સેતેગ્ના માનિકોંને દ ગીશના ઉતારા તરફ દોરી ચાલ્યો. ૨૪ હોટેલમાંથી જાકારો મેપા "" માંતાલેએ હવે માલિકૉર્ન પાસે જઈ તેને ધમકીભર્યા સૂરે કહ્યું, ‘તમારે મને બરબાદ જ કરવી છે? આવી રીતે મારી પાછળ પડવાનું હોતું હશે? શું કામ તમે ઓરલેઆં છોડીને અહીં મારી પાછળ આવ્યા છો, કહો જાઉં? ” દ “વાહ, હું તો મારાં ઘરબાર, ભવિષ્ય-કારકિર્દી બધું છોડીને તમારી પાછળ જ ચાલી નીકળ્યો છું; અને તમે ફાંતેબ્લોમાં છો, એટલે હું અહીં આવ્યો છું, વળી!” (6 'વાહ, એ તે કંઈ જવાબ છે? ચાલો ઉતાવળ કરો, તમારે શી વાત કરવાની છે? તમે ભાનબાન ભૂલીને તો નથી આવ્યા ને?” Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ પ્રેમ-પંક વાહ ભાઈ, હું તો કશું ભૂલ્યો નથી, માત્ર તમે મને હવે ભૂલ્યાં છો, એ ચોક્કસ. અહીંયાં આવી તમને મળવા માટે એક અઠવાડિયાથી હું ભટકયા કરું છું... અને તે પણ ખિસકોલી કે ઉંદર કે નોળિયાની પેઠે જમીનમાં છુપાઈને. પણ મને હવે એ અવતાર માફક આવતો હોય એમ લાગતું નથી, એટલે મારે માણસની પેઠે જમીન ઉપર ફરવુંહરવું છે. પણ સાચું કહો, તમે હું અહીં આવ્યો છું એ જાણતાં હતાં કે નહિ? અને જાણતાં હતાં તો શા માટે મારી જરા પણ સંભાળ ન લીધી? અને મેંશ્યોરના ઘર-કારભારી તરીકે મારી નોકરીનું કયાં સુધી આવ્યું, એ પણ મારે જાણવું છે.” અરે મશ્યોરની પાસે આટલા દિવસ કોઈ કશી વાત જ કયાં ઉપાડી શકતું હતું? માત્ર ગઈ કાલથી જ તે પાછા સ્વસ્થ થતા જાય છે, અને અદેખાઈ કરવાનું તેમણે છોડી દીધું છે.” તેમની અદેખાઈ શી રીતે દૂર થઈ?” “બીજી બાજુ વાળી દેવામાં આવી એટલે, ગઈ કાલથી એવી અફવા ફેલાવવામાં આવી છે કે રાજાજી મેડમને બદલે બીજી કોઈના પ્રેમમાં પડ્યા છે, એટલે મેંશ્યોરની મૅડમ ઉપરની અદેખાઈ દૂર થઈ ગઈ!” એ અફવા કોણે ફેલાવી?” “મને લાગે છે કે, મૅડમ અને રાજા પોતે જ એવી સમજૂતી ઉપર આવ્યાં છે.” “બરાબર, બરાબર; મોંશ્યોરની અદેખાઈ દૂર કરવાનો એ જ રસ્તો હતો. પણ હવે બિચારા મોં૦ દ ગીશનું શું થયું?” “અરે મેડમે તેમને તો છેક જ પડતા મૂક્યા છે.” “મેડમ સાથે તમારે કેવો સંબંધ છે?” ઘણો જ સારો.” “અને રાજાજી સાથે?” Page #193 -------------------------------------------------------------------------- ________________ બોપાઓ હૉટેલમાંથી જાકારો “રાજાજી મારી પાસેથી જ્યારે જ્યારે પસાર થાય છે ત્યારે ત્યારે અચૂક હસે છે.” તો મૅડમ અને રાજાજીના પ્રેમ-પ્રકરણ માટે આડ તરીકે કોના પ્રેમની વાતને ઊભી કરવામાં આવી છે?” લા વાલિયેર પ્રત્યેના પ્રેમની.” બિચારી બાપડી; આપણે એ અફવા રોકવી જોઈએ; કારણ કે મ૦ રાઓલ દ બ્રાજલોન છે એવાત સાંભળશે તો કાં તો લા વાલિયેરને મારી નાંખશે, અથવા પોતાની જાતને.” “તમે સાચેસાચ એમ માનો છો?” “અરે મંદ બાજલૉન લા વાલિયરને એટલી ઉત્કટતાથી ચાહે છે કે, લા વાલિયેર દેખાવ ખાતર પણ રાજાજીને ચાહવાનું કરશે, તો હું ? ફરીથી કહું છું કે, બ્રાજલૉન તેને મારી નાંખશે કે પોતે આત્મહત્યા કરશે.” “પણ રાજાજી લા વાલિયેરને બચાવી લેશે ને?” “રાઓલ તો રાજાને પણ એક સામાન્ય ડાકુને મારી નાંખે તેમ મારી નાંખશે!” “ભલા ભગવાન ! મૉ૦ માલિકૉર્ન, તમે ગાંડાબાંડા થયા છો કે શું?” “જરા પણ નહિ; અને હું જ રાઓલને આ વાત કહી દઈશ.” “ચૂપ, ચૂપ,” માંતાલે તેના કાન પાસે માં લઈ જઈને બોલી; “તમે રાઓલને કશી વાત ન કરતા; કારણ કે, આજે સાંજે– પણ કોઈ આસપાસ સાંભળતું તો નહિ હોય ને?” “ના, ના, કોઈ નથી.” “આજે સાંજે “રૉયલ-ઓક’ નીચે લા વાલિયેર વાતવાતમાં બોલી પડી કે, જેણે રાજાજીને એક વાર જોયા હોય, તે બીજા કોઈ પુરુષને પછીથી ચાહી શકે જ નહિ.” “અરેરે, સ્ત્રી જાત, સાપણની જાત! તો તો મારે રાઓલને એ વાત જ કહી દેવી પડશે. હજુ મોડું નથી થયું.” Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ પ્રેમ-પંક ના રે ના, હવે ઘણું જ મોડું થઈ ગયું છે. કારણ કે, લા વાલિયેર જે કંઈ બોલી હતી, તે રાજાજીના જાણવામાં આવ્યું છે– અરે, રાજાજીએ પોતાને સગે કાને સાંભળ્યું છે– કારણ કે તે વખતે અચાનક તે “રૉયલ-ઓક’ની પાછળ જ છપાઈને બેઠેલા હતા!” તો તો હવે એ આખલાઓની લડાઈમાં આપણે વચ્ચે પડવા જઈએ, તો રાજાજી અને ‘રૉયલ-ઓક” એ બેની વચ્ચે આપણો જ છૂંદો થઈ જાય.” “હું તમને એ જ કહેવા માગતી હતી.” “તો હવે આપણે બીજી રીતે આપણી યોજના વિચારવી જોઈએ. જુઓ, મેં૦ દ ગીશ મૅડમના પ્રેમમાં છે; બીજી બાજુ લા વાલિયેર રાજાજીના પ્રેમમાં છે; ત્રીજી બાજુ રાજાજી મેડમ તેમ જ લા વાલિયેર બંનેના પ્રેમમાં છે, અને છેક છેલ્લા શ્યોર રહ્યા, જે પોતાની જાત સિવાય બીજા કોઈના પ્રેમમાં નથી. આટલાં બધાં પ્રેમપ્રકરણો ચાલતાં હોય, તેની વચ્ચે ડીમચા જેવા માથાવાળો પણ પોતાનું નસીબ ઘડી લઈ શકે. તો પછી આપણ બે જેવાં હોશિયાર માણસોનું તો પૂછવું જ શું?” “પાછા કલ્પનાને રવાડે ચડી ગયા, ખરું?” “જરા પણ નહિ; કલ્પનાઓને ઘોડે સવાર થાય તે બીજા; પણ આપણી યોજનાઓ સરળતાથી પાર પાડવી હોય તો આપણે બે વચ્ચે વફાદારીના કોલકરાર થવા જોઈએ. માટે તમારો હાથ લાંબો કરો અને બોલો જોઉં કે, “માલિકૉર્નને માટે બધું જ કરી છૂટીશ.” “માલિકોને માટે બધું જ કરી છૂટીશ,” મતાલેએ કહ્યું. “અને હું તાલે માટે બધું કરી છૂટીશ,” માલિકોને પણ હાથ લાંબો કરીને કહ્યું. “હવે શું કરવાનું છે?” “હવે તમારી આંખ અને કાન ખુલ્લાં રાખો; એક એકની સામે વાપરી શકાય એવાં બધાં સાધનો ભેગાં કર્યા કરો; અને આપણી સામે વાપરી શકાય એવું એક પણ સાધન કોઈને હાથ ચડવા ન દો.” Page #195 -------------------------------------------------------------------------- ________________ બોપાઓ હૉટેલમાંથી જાકારો ૧૭૧ 66 “ઠીક, તો હવે કોલકરાર થઈ ગયા; હું જાઉં છું; તમે પણ તમારી હૉટેલે જાઓ. ’ “અરે બોપા હૉટેલમાં મેં કમરો રાખ્યો હતો, પણ હવે મારી પાસેથી તે છીનવી લેવામાં આવ્યો છે. કોણ જાણે કયાંકથી ચાર ગામડિયાઓ એક ડોળીમાં કોઈ માંદા સાધુને લઈને આવ્યા અને તેને મારા ઓરડામાં જ ઉતાર્યો. મે હૉટેલવાળાને તથા એ સાધુને એ કમરો મે રોકેલો છે, એમ જણાવ્યું, તો તરત મને બારણાં બહાર ધકેલી મૂકવામાં આવ્યો. અર્થાત્ હવે મારી પાસે કોઈ ઉતારો નામની ચીજ જ નથી.' “એ સાધુ કોણ હશે? એ કોઈ પંથનો ઉચ્ચાધિકારી તો નહિ હોય?” “મેં એને માટે એ શબ્દ બોલાતો સાંભળ્યો હતો ખરો. પણ હવે. મારે ઉતારા માટે શું કરવાનું છે?” “અરે એ બાબતની એવડી ચિંતા શા માટે કરો છો, મહેરબાન !” તરત નીચેથી સેતેગ્નો નીકળીને બોલ્યો; “ચાલો મારા કમરામાં જગા છે, ત્યાં તમે નિરાંતે રહેજો. ત્યાં તમને કોઈ સાધુ આવીને નહિ કાઢી મૂકે.” માલિકૉર્ન અને માંતાલે બંને જણ ચોરી કરતાં પકડાઈ ગયેલાં બાળકોની જેમ છોભીલાં પડી ગયાં. પણ માલિકૉને તરત માંતાલેને ચાલ્યા જવાનો સંકેત કર્યા, તે ચાલી જતાં માલિકૉર્ન સેતેગ્નો પાસેથી રાજાજીના પ્રેમ-પ્રકરણની બધી વિગતો ખોતરી કાઢવાની મળેલી તકનો લાભ લેવાની ઇચ્છા સાથે તરત જ સે તેગ્નોના ઉતારે જવા તૈયાર થયો. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ખરેખર બાપા હોટેલમાં શું બન્યું હતું આમેય રાજાજીના ઉત્સવોને કારણે શહેરની મુખ્ય કહેવાય તેવી હૉટેલ બોપાઓમાં જગાની તાણાવાણ જ રહેવું અને માલિકૉર્ન જેવા મુફલિસને તો વાત પૂછવા પણ કોઈ બારણે ઊભો રહેવા ન દે. પરંતુ કોણ જાણે પહેલવહેલો માલિકૉર્ન જ્યારે તે હૉટેલમાં આવ્યો ત્યારે તેની અને તેના ઘોડાની જાણે રાહ જોવામાં આવતી હોય તેમ તેને ભાવપૂર્વક આવકારવામાં આવ્યો. માલિકૉર્નને નવાઈ થઈ, પણ તેનેય લાગ્યા વિના ન રહ્યું કે, જો તે સતી નાની ઓરડી માગશે, તો તેને પાછો જ કાઢવામાં આવશે, એટલે તેણે ઠાવકું મોં રાખીને, જાણે પોતે જાણતો જ હોય તેમ કહ્યું, “આ મકાનનો સારામાં સારો ઓરડો હું લેવાનો છું, એ તમે જાણી જ લીધું હશે.” “હા, હા, તબેલા સાથે.” હૉટેલવાળાએ પણ જાણતો હોય તેમ જરા હસીને કહ્યું. “પરંતુ, એ મોટો ઓરડો હાલ તુરત હું અનામત રાખવાનો છું, અને મારે ખર્ચે એક નાની ઓરડી જ હાલ તુરત લઉં છું. મારા મિત્ર આવશે, ત્યારે તે એ મોટા ઓરડામાં રહેશે અને તેનું ભાડું પણ તે જ ઠરાવશે.” હા, હા, એ જ પ્રમાણે કરવામાં આવશે; મને ખબર છે.” એમ કહી હૉટેલવાળાએ તેની સામે જોઈ આંખ મિચકારી. માલિકૉર્નને લાગ્યું તો ખરું કે, એ હૉટેલવાળી કશીક ગફલતમાં છે; પરંતુ તેણે વધુ પંચાત કર્યા વિના એ પરિસ્થિતિનો લાભ લેવાનું જ Page #197 -------------------------------------------------------------------------- ________________ ખરેખર બોપાઓં હૉટેલમાં શું બન્યું હતું નક્કી કર્યું. પોતાની ઓરડીએ પહોંચ્યા પછી, તરત જ તે રાજદરબારની વાતો જાણવા દરબારગઢ તરફ ચોરીછૂપીથી ગયો, અને તેમ કરવા જતાં સારી પેઠે દાઝો, છોલાયો અને ટિચાર્યો, બીજે જ દિવસે એ વીશીમાં એક પછી એક સાત નવા ઉતારુઓ આવી પહોંચ્યા. તેમને અને તેમના રસાલાને આવતા જોઈ માલિકૉર્નને એવો વિચાર જરૂર આવ્યો કે, પોતે એક દિવસ વહેલો આવ્યો તે ઘણું સારું થયું; નહિ તો આજે તો પત્તો જ ન ખાત. બધા નવા ઉતારુઓને તેમની જગાઓએ ગોઠવ્યા પછી હૉટેલવાળો માલિકૉર્ન પાસે આવ્યો અને કહેવા લાગ્યો, “જુઓ મોંશ્યોર, તમારા મિત્રે અગાઉથી મને લખી રાખ્યું છે, તે પ્રમાણે પેલો મોટો સારો ઓરડો મેં અનામત રાખી જ મૂકયો છે.’ માલિકૉન હૉટેલવાળા પાસે એ કાગળ જોવા માટે માગ્યો,– એ બહાને કે, પોતાને મૌખિક આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર જ વીશીવાળાને પણ લખી જણાવવામાં અવ્યું છે કે કેમ ! GT હૉટેલાળાના ખીસામાં જ એ ચિઠ્ઠી હતી. માલિકૉન તે વાંચી -- “કેટલાંક અગત્યનાં માણસોની મિટિંગ તમારી હૉટેલમાં ગોઠવવામાં આવી છે; તેની ખબર તમને આપવામાં આવી છે. હું પણ ફાંતેબ્લોમાં તે મિટિંગમાં હાજર રહેવા આવવાનો છું. તો મારા એક મિત્ર – જે મારા કરતાં અગાઉ કે મારી પછીથી આવશે –તેમને માટે એક નાની ઓરડી રાખશો અને મોટો કમરો મારે માટે રાખશો. એ મોટો કમરો મારે પોતાને માટે છે; પરંતુ નાની ઓરડીમાં રહેનાર મારો મિત્ર ગરીબ સ્થિતિનો હોઈ, તેની ઓરડીનું ભાડું માફકસરનું હોય તે જોજો.” હૉટેલવાળાએ હવે વિજયસૂચક હાસ્ય કરીને કહ્યું, “જુઓ, એ નાની ઓરડી તમારે માટે જ તેમણે રાખેલી છે ને?” - ૧૭૩ “ચોક્કસ,” માલિકૉન માં ઠાવકું રાખી જવાબ આપ્યો; “અને એ ચિઠ્ઠી ઉપર જેની સહી છે, તેની સધ્ધરતા વિષે તમને શંકા તો નથી ને?' Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ પ્રેમ-પંક પણ મહાશય, એ ચિઠ્ઠી નીચે કોઈની સહી જ નથી; તેમનું નામ તો હું જ તમને પૂછવાનો હતો.” શું નીચે સહી જ કરી નથી? તો તો તમારે સમજી લેવું જોઈએ, કે, તેમણે પોતે પોતાનું નામ જાણી જોઈને જ પ્રગટ નહીં કર્યું હોય; એટલે તેમના વિશ્વાસુ અને મિત્ર એવા મારાથી તે શી રીતે પ્રગટ કરી શકાય? પણ આ નાની ઓરડીનો હિસાબ મારે જ ચૂકતે કરવાનો હોઈ, મારું અને મારાં ઘોડાનું રહેવાનું અને ખાવાપીવાનું રોજનું શું ખર્ચ આવે છે, તે મને કહો જોઉં.” ચાર લિઘુ, મેંશ્યોર.” “તો હું ત્રણ દિવસથી અહીં છું, તેના બાર લિવ થયા; એ લઈ લો જોઉં!” “પણ ઉતાવળ શી છે?” “જુઓને મહેરબાન; મારે હુકમ થાય તે વખતે ગમે ત્યારે ઊપડી જવું પડે, એટલે હિસાબ પતેલો હોય એ જ સારો ને?” “ઠીક ઠીક, લાવો મહેરબાન.” માલિકૉને એવું માની લીધું કે, દ ગીશ કે માનિએ જ આ રીતે અગાઉથી આ હૉટેલમાં કમર અનામત રખાવ્યા હશે. દ ગીશને દરબારગઢમાં કેવો આવકાર ફરીથી મળે છે, તેનો ભરોસો ન હોવાથી આમ કરવું જ પડે અને આ હૉટેલમાં કોઈ મિટિંગ મળવાની વાત તો દ ગીશે પોતાની જાતને છુપાવવા જ ઊભી કરી લાગે છે, ઇ૦. આમ સાત દિવસ તો બરાબર ચાલ્યું; પણ સાતમા દિવસની રાતે માલિકૉર્ન સવારના એક વાગ્યાના અરસામાં બારીએ હવા ખાવા ઊભો હતો, તેવામાં તેણે માનિકોને ઘોડા ઉપર બેસીને ચિંતાતુર મુખે આવતો જોયો. માલિકૉને માની લીધું કે, આ નાની ઓરડી જેને માટે રાખવાની હતી તે જ એ હોવો જોઈએ; એટલે તેણે માનિકોને બૂમ પાડી. પેલાએ મેં ઊંચું કરીને જોયું તો માલિકૉર્નને ઓળખ્યો. તેણે તરત જ રાજી થઈને કહ્યું, “વાહ ભાઈ, હું અત્યાર સુધી ફેબ્લો મુકામે Page #199 -------------------------------------------------------------------------- ________________ ખરેખર બોપાઓ હૉટેલમાં શું બન્યું હતું ૧૭૫ ત્રણ ચીજો ટૂંઢી રહ્યો છું, પણ મને મળતી નથી; દ ગીશ, કમરો અને તબેલો. “માઁ૦ દ ગીશના તો હું પણ કશા સમાચાર આપી શકતો નથી; કારણ કે, હું પણ તેમને ભેગો થયો નથી. પરંતુ તમારી ઓરડી અને તબેલો તો આ રહ્યાં, કારણકે, તમારે માટે તે અનામત રખાયેલાં છે.” મારે માટે અનામત રખાયેલાં છે? શી રીતે?” “કેમ, તમે જ કાગળ લખીને નથી રખાવ્યાં?” ના, ભાઈ.” પણ એટલામાં હૉટેલવાળો જ નીચે માનિક પાસે આવી પહોંચ્યો. તેને દેખતાં જ માનિકૉએ કહ્યું, “મારે એક કમરો જોઈએ.” “તમે પહેલેથી અનામત રખાવ્યો છે?” “ના.” “તો પછી મારી પાસે કમરો ફાજલ નથી.” “તો મેં પહેલેથી અનામત રખાવ્યો છે,” માનિએ ફેરવી તોળ્યું. કાગળથી?” હૉટેલવાળાએ પૂછ્યું. માલિકોને માનિકોને “હા” કહેવાની નિશાની કરી. તો તે કાગળની તારીખ શી છે?” હૉટેલવાળાએ શંકામાં પડી જઈ પૂછયું. માનિએ જવાબ માટે માલિકોને તરફ ઊંચે જોયું. પણ માલિકૉર્ન પોતે જ હવે મિત્રની મદદે નીચે દોડી આવ્યો હતો. પરંતુ તે જ વખતે એક મોટો ઝભ્ભો વીંટાળેલો એક મુસાફર હૉટેલના દરવાજા આગળ આવીને થોભો. હૉટેલવાળાએ માનિકોને, કમર અનામત રાખવા માટે ચિઠ્ઠી કઈ તારીખે લખી હતી એ વાત ફરી પૂછી. તેનો જવાબ પેલા અજાણ્યા મુસાફરે જ આપ્યો, “ગયા બુધવારે.” હૉટેલવાળો જાતે તેને ઓળખી ગયો હોય એમ તેની પાસે જઈ બોલ્યો, “આપનો કમર આપને માટે તૈયાર છે.” Page #200 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-બેંક << પણ મારે માટે બીજી એક નાની ઓરડી પણ રાખવા મેં લખ્યું હતું ને?” ૧૭૬ “એમાં આપના મિત્ર છેલ્લા અઠવાડિયાથી આવીને ઊતર્યા છે,” હૉટેલવાળાએ માલિકૉર્ન તરફ આંગળી કરીને કહ્યું. પેલાએ માલિકૉર્ન તરફ નજર કરીને તરત જ કહ્યું, “એ સદ્ગુહસ્થ મારા મિત્ર નથી.” “તો શું, તમે આ સદ્ગુહસ્થના મિત્ર નથી?’ હૉટેલવાળાએ ચેાંકીને માલિકૉર્નને પૂછયું. . ‘પણ હું મિત્ર હોઉં કે નહિ, તેની તમારે શી ફિકર? તમને હું પૈસા ચૂકવ્યું છે ને!” હૉટેલવાળાએ જવાબમાં માત્ર, તેને તરત જ્ઞ ઓરડી ખાલી કરી ચાલ્યા જવા જણાવ્યું. માલિકૉન પેલા વટેમાર્ગુને કહ્યું, “આપને માટે મોટો કમરો છે, તે આપને એકલાને બીજા કમરો શા માટે જોઈએ છે?” જવાબમાં પેલા વટેમાર્ગુએ પાછળ એક ડોળી સાથે આવતી મંડળી તરફ આંગળી કરી. એ ડોળીમાં કોઈ સાધુને ચાર ખેડૂતો ઊંચકીને આવતા હતા. આ વાત માલિકૉન મેતાલેને કરી હતી, તે આપણે ગયા પ્રકરણમાં જાણી આવ્યા છીએ. Page #201 -------------------------------------------------------------------------- ________________ અગિયાર વર્ષથી દીક્ષિત અમે વાચકને વધુ વખત ઇંતેજાર રાખવા માગતા નથી. એ ઝબ્બાવાળો મુસાફર એરેમીસ હતો; ફુકેથી છૂટો પડી તે બોપાએ હૉટેલે આવી પહોંચ્યો હતો, જ્યાં તેણે સાત-આઠ દિવસ અગાઉથી એક ઓરડી અને એક કમરો અનામત રખાવ્યાં હતાં. માલિકૉર્ન અને માનિકોને હાંકી કાઢયા બાદ, ઑરેમીસ પેલા સાધુ પાસે જઈ પહોંચ્યો, અને તેમને પૂછયું, “આપને કમરે માફક આવશે કે ઓરડી?” “નીચલે મજલે જે હોય તે.” એટલે પહેલે મજલે આવેલી નાની ઓરડીમાં જે સાધુને ડોળી સાથે જ લઈ જવામાં આવ્યા. બીજા મજલે આવેલો કમરો ઑરેમીસે પોતાને માટે રાખ્યો. - સાધુને ડોળીમાંથી ઉતારી, ડોળીવાળા ખેડૂતોએ જ, પથારીના ઓશિકા પાસે મૂકેલી ખુરશીમાં જાળવીને બેસાડયા. સાધુએ તરત જ હૉટેલવાળાને બોલાવ્યો. હૉટેલવાળો આવ્યો એટલે સાધુએ તેને કહ્યું, “આ ભલા ડોળીવાળાઓને વિદાય કરો. રસ્તામાં તાપ બહુ લાગવાથી હું બેભાન થઈ ગયો હતો ત્યારે તે બિચારાઓ મને પોતાને ઘેર લઈ જવા માગતા હતા; પણ મેં આ હૉટેલમાં મને પહોંચાડવા તેઓને વિનંતી કરી; કારણ કે, અહીં મારી રાહ જોવાતી હશે, એમ હું જાણતો હતો.” ૧૭૭ પ્રે-૧૨ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પ્રેમ-પંક હૉટેલવાળો નવાઈ પામી એ સાધુ તરફ જોઈ રહ્યો, એટલે સાધુએ પોતાના અંગૂઠા વડે પોતાની છાતી ઉપર ક્રૂસની નિશાની અમુક રીતે કરી. હૉટેલવાળાએ જવાબમાં પોતાના ડાબા ખભા ઉપર એવી જ નિશાની કરી. પછી તે બોલ્યો, “અમે આપની રાહ જોઈ રહ્યા હતા; પણ અમને એવી આશા હતી કે, આ૫ વધારે સારી તબિયતે અહીં આવી રહેશો.” પેલા ડોળીવાળાઓ હૉટેલવાળાએ આ સાધુ તરફ બતાવેલા વિનયથી નવાઈ પામી ઊભા રહ્યા હતા. તેમને પેલા સાધુએ પોતાના ઊંડા ખીસામાંથી ત્રણ કે ચાર સોનીયા કાઢીને આપવા ધર્યા; પરંતુ સાધુની પાસે આવવા તેઓની હિંમત ન ચાલી, એટલે હૉટેલવાળાએ જ સાધુના હાથમાંથી લઈ તે સોનૈયા એ લોકોને આપી દીધા. આવા મુફલિસ દેખાતા સાધુના ખીસામાંથી સોનૈયા નીકળતા જોઈ, પેલા ખેડૂતો વિશેષ નવાઈ પામતા વિદાય થયા, એટલે હૉટેલવાળો બારણું બંધ કરીને નમ્રપણે દૂર ઊભો રહ્યો. પણ પેલા સાધુના લમણા ભયંકર તાવથી ફાટી પડતા હતા. તેણે પોતાના કપાળ ઉપર ધીમેથી હાથ ફેરવતાં ફેરવતાં હૉટેલવાળાને પૂછ્યું – “અહીં ફતેબ્લોમાં વૈદો કેટલા છે?” “ત્રણ, પિતાજી.” “તેમનાં નામ?” લ્વીનીગે, કાર્મોલપંથી સાધુ હુબેર, અને ત્રીજો શ્રાવક પ્રિઝા.” “ગિઝાર્તને એકદમ બોલાવો.” હૉટેલવાળો આજ્ઞાનો અમલ કરવા બહાર જતો હતો, તેવામાં સાધુએ ફરીથી તેને થોભાવ્યો અને પૂછ્યું, “અહીં અંતિમ કબૂલાત-વિધિ કરાવવાના અધિકારી કોણ છે?” “ઘણા છે, પિતાજી; પરંતુ જેસ્યુઈટ-પથી પાસે માં પાસે છે, તેમને બોલાવી મંગાવું?” “હા, તરત જ.” Page #203 -------------------------------------------------------------------------- ________________ અગિયાર વર્ષથી દીક્ષિત ૧૭૯ હૉટેલવાળો જતાં સાધુએ ખીસામાંથી કાગળોનો બીડો કાઢયો અને દરેક કાગળ કાળજીપૂર્વક વાંચવા માંડયો. પરંતુ તેની બીમારી એટલી તીવ્ર કક્ષાએ પહોંચવા લાગી હતી કે, તેને તમ્મર આવતી હોય તેમ તેના કપાળે પરસેવાનાં ટીપાં બાઝવા માંડયાં. તે આંખો મીંચીને લગભગ બેભાન અવસ્થામાં જ પડયો હતો, તેવામાં હૉટેલવાળો વૈદને લઈને આવી પહોંચ્યો. સાધુએ તરત પેલા કાગળો સમેટી લઈ ખીસામાં ખોસી લીધા. ગ્રિઝા આવીને સાધુને જણાવ્યું, હૉટેલવાળાએ મને જણાવ્યું છે કે, મારે આપણા પંથના કોઈ મહાત્માની સેવા બજાવવાની છે.” “ખરી વાત; તો મને સાચેસાચું કહી દો કે, આ બીમારીમાંથી હું બેઠો થઈશ કે નહીં; કારણ કે મને ઘણી અશક્તિ લાગે છે.” ગ્રિઝાતે નાડી જોઈને કહ્યું, “મારા પંથનો પ્રથમ કે દ્વિતીય વર્ષનો દીક્ષિત સાધુ હોય, તો હું એમ કહું કે, તાવ મટી જાય તેવો છે.” છું?” “પણ હું અગિયાર વર્ષથી દીક્ષિત છું; મને શું કહેશો?” “તો શું હું મારા પંથના કોઈ વડા અધિકારીની સમક્ષ ઊભો << હા; અને એ રીતે વ!” “અને આપને આપના રોગની સાચી સ્થિતિ જાણવી છે?” “હા; મારી સાચી સ્થિતિ,’ "" (6 ‘આપનો મગજનો તાવ છેલ્લી કક્ષાએ પહોંચ્યો છે.” “અર્થાત્ હવે આશા નથી? બોલી નાખો મોંશ્યોર ગ્રિઝાર્ત; તમે કદાચ અગિયાર વર્ષના દીક્ષિત માટે જ કહ્યું હશે, પણ હું તો તેથી પણ મોટો છું; પંથના અનુયાયી તરીકે તમારી પાસેથી હું તેથી વધુ સત્યની અપેક્ષા રાખું છું.” આમ કહી તે સાધુએ પોતાની આંગળી ઉપરની સોનાની વીંટી નંગ તેની નજર પડે તે રીતે ફેરવ્યું. તે જોતાં જ ગ્રિઝાર્ન ચાંકીને બોલી ઊઠયો, “ખુદ જનરલ પોતે?” “ગ્રૂપ!” સાધુએ ફરમાવ્યું; “હવે તમે જાણી શકશો કે, તમારે સાચેસાચી વાત કહી દેવાની છે.” Page #204 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-ાંક “મોંશ્યોર, માંસિન્યોર, આપ આપના અંતિમ કબૂલાત-વિધિની તૈયારી કરવા માંડો; કારણકે, બે કલાકમાં તો આપ બેહોશ બની ગયા હશો, અને તે આપની છેક છેલ્લી બેહોશી હશે.” ૧૮૦ + “તો મારે બે કલાક જ જીવવાનું છે કે?” “તે પણ હું મોકલું તે કાઢો પીઓ તો જ, ,, 6c ‘પણ મારે આ બે કલાકમાં આપણા પંથ માટે અગત્યનાં કામો પતવવાનાં છે; એટલે તમે તમારો કાઢો જલદી મોકલી આપો.” ૨ વૈદ ગયો તેની સાથે જ કબૂલાત-વિધિ કરાવનારો આવ્યો. પણ પેલા સાધુએ તેને ફરમાવ્યું, “આ હૉટેલમાં આઠ જણ આવ્યા છે; તેમાંથી હું કહું તેઓને એક પછી એક બોલાવો.” “પરંતુ, મને તો કબૂલાત-વિધિ સાંભળવા બોલાવવામાં આવ્યો છે; તો શું આ બધું તમે જે કહો, તે કબૂલાત-વિધિનો ભાગ ગણી મારે ગુપ્ત રાખવાનું છે?” દ “હા, તદ્દન ગુપ્ત. જાઓ પ્રથમ વિયેનાથી આવેલા જર્મન મુસાફર બૅરન દ વૉપરને મોકલો.” કહ્યું. પેલો આભો બની ગુપચુપ જ ઊભો રહ્યો. te "" “હુકમનું પાલન કરો, સાધુએ અનુલ્લંઘનીય આજ્ઞાના અવાજે પેલો જઈને તે વ્યક્તિને બોલાવી લાવ્યો. સાધુએ પેલા કબૂલાત-વિધિવાળાને જરા બહાર જઈને ઊભા રહેવાનું, તથા આ વ્યક્તિ જાય પછી તરત અંદર આવવાનું ફરમાવ્યું. સાધુએ હવે પેલાને પૂછ્યું, “તમે બાદશાહોના બાહશાહ, અને પોપના સમક્ષ એવા જેસ્યુઈટ-પંથના જનરલ બનવાની હરીફાઈમાં ઊતરવા આવ્યા છો કેમ?” “પણ મને પૂછનાર કોણ છે, તે પહેલાં મારે જાણવું ઘટે.” Page #205 -------------------------------------------------------------------------- ________________ અગિયાર વર્ષથી દીક્ષિત ૧૮૧ .. ‘તમે જેને મળવાની આશાએ આવ્યા છો, તે !” એમ કહી પેલા સાધુએ વીંટીનું નંગ ફેરવીને પેલાની નજરે પડે તેમ કર્યું. પેલો તરત જ આભો થઈ પાછો ખસી ગયો. 66 આપ આવી કંગાળ કોટડીમાં, અને આ અવસ્થામાં પધાર્યા છો?” “ એ પંચાતમાં ન પડતા; મારો વખત કીમતી છે; બોલો, આપણા પંથને મદદગાર થાય એવું કશું ગુપ્ત રહસ્ય તમે મને અર્પણ કરી શકો તેમ છો? તમે જાણો છો ને કે, જે માણસ આપણા પંથ માટે ઉપયોગી નીવડે તેવું કોઈ મોટામાં મોટું રહસ્ય જણાવે, તેને જ હું મારો વારસદાર બનાવવા માગું છું ? "" “મારી પાસે પચાસ હજાર વિશ્વાસુ માણસોનું લશ્કર ડાન્સૂબ નદીને કાંઠે તૈયાર ખડું છે. ઑસ્ટ્રિયાનો સમ્રાટ આપણા પંથનો વિરોધી છે; તેને ચાર દિવસમાં ઉથલાવી પાડી, હું આપ કહો તે રાજવંશી કુમારને તેની ગાદી ઉપર બેસાડી શકીશ. યુરોપના બીજા ભાગોમાં પણ એવી જ ક્રાંતિ કરવાની મારી યોજના છે.” “ઠીક, તમને પછી જવાબ મળશે; હવે તમે ફાંતેબ્લોથી પંદર મિનિટમાં બહાર ચાલ્યા જાઓ.” પેલો બહાર જતાં જ સાધુ ગણગણ્યો: “આમાં ગુપ્ત રહસ્ય શું આવ્યું? આ તો લશ્કરી કાવતરું છે. અને ઑસ્ટ્રિયાના રાજકુટુંબની મૂઠીમાં આખા યુરોપનું ભાવી પડે છે, એય શી રીતે કહેવાય ? ” આટલું કહી, તેણે પોતાના કાગળમાં બૅરનના નામ ઉપર છેકો મૂકયો. પેલો કબૂલાત-વિધિ કરાવનારો અંદર આવ્યો એટલે તેને સ્પૅનના કાર્ડિનલ ઍરેબિયાને બોલાવી લાવવા સાધુએ ફરમાવ્યું. પેલાએ દરમ્યાન કહ્યું, “આપના વૈદ આપને માટે કાઢો લઈ બહાર ઊભા છે.” 66 ‘હું બોલાવું, ત્યારે તેઓ અંદર આવે. જાઓ, સ્પેનિશ કાર્ડિનલ ઍરેબિયાને જલદી મોકલો.” Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-ાંક પાંચ મિનિટમાં જ પેલો કાર્ડિનલ ફીકો પડી ગયેલો, મૂંઝાતો અંદર આવ્યો. તે બીજી કંઈક વાત કરવા ગયો, તેને તરત સાધુએ દબાવી દીધો, અને તે શું ગુપ્ત રહસ્ય અર્પિત કરવા માગે છે તે જ બોલી નાખવા તેને જણાવ્યું. કબૂલાત-વિધિ કરાવનારો હાજર હતો તેથી પેલો બોલવા આનાકાની કરતો હતો; એટલે સાધુએ તેને સ્પેનિશ ભાષામાં બોલવા જણાવ્યું. ૧૮૨ તે મુજબ પેલાએ કહ્યું, “રાજા લૂઈ-૧૪નું મારિયા થેરેસા સાથે લગ્ન થયું તેના ગુપ્ત કરારમાં જણાવેલું છે કે, બંને જણે સ્પેનની રાજગાદી ઉપર કશો હકદાવો ન કરવો. એ કરારની શરતનો ભંગ કરવામાં આવે, તો આખા યુરોપની શાંતિ જોખમમાં આવી પડે તેમ છે.” પછી પેલાએ આ સાધુના કાન પાસે મેમાં લાવીને કહ્યું, “ પણ ડ્રાંસના રાજા લૂઈઓ, સ્પૉનના રાજાનું કે મારિયા થેરેસાના ભાઈનું મરણ થતાં જ એ વારસો પચાવી પાડવા લશ્કરી તૈયારીઓ સાથેની યોજના તૈયાર કરી છે, અને એ યોજનાનો કાગળ મારી પાસે છે.” ‘લાવો, કયાં છે?” (6 પેલાએ કાગળ સાધુના હાથમાં મૂકતાં જ, સાધુએ તેને પૂછ્યું, તમે આપણા પંથની ખરેખર મહાન સેવા બજાવી છે. પરંતુ એ યોજનાનો કાગળ તમે મેળવ્યો શી રીતે?” 66 “ફ્રાંસના રાજાના નાના કર્મચારીઓને મે ફોડયા છે. તેઓ બાળી નાખવાના બધા રદ્દી કાગળો મને આપી જાય છે. "" તેને પણ પેલા સાધુએ પાએક કલાકમાં ફાંતેબ્લો છોડી ચાલ્યા જવાનું તથા જવાબ પછી મોકલાશે એમ જણાવ્યું. હવે સાધુએ વેનિસના મારિનને બોલાવવા કહ્યું, તથા સાથે સાથે દવા લઈને વૈદને પણ. સાધુએ પેલા કાર્ડિનલનું નામ પોતાના કાગળમાંથી છેકી ન નાખ્યું પણ તેના નામ આગળ ક્રૂસની ચોકડી કરી. પછી આટલા પરિામથી થાકી ગયો હોય તેમ તે પથારીમાં ઢળી પડયો. Page #207 -------------------------------------------------------------------------- ________________ અગિયાર વર્ષથી દીક્ષિત ૧૮૩ જયારે તે ભાનમાં આવ્યો, ત્યારે તેણે જોયું કે પેલો કબૂલાત-વિધિ કરનારો બારણા પાસે ઊભો હતો અને વૈદ તેમને પીઠ પાછળ ટેકો આપી અધ્ધર કરીને પોતાનો કાઢો પિવરાવતો હતો. અધે કાઢો પિવાઈ પણ ગયો હતો. પેલા વેનિસવાળાએ આવીને વૈદ તથા પાદરીની રૂબરૂમાં જ પેલા સાધુના હુકમથી પોતે આણેલી ગુપ્ત વાત સંભળાવી; પોપે જેસ્યુઈટ પંથની વધતી જતી સત્તાથી ગભરાઈને, જેસ્યુઈટ લોકોને હાંકી કાઢવા યુરોપના જુદા જુદા રાજાઓની મદદથી યોજના કરી છે. તે પ્રમાણે અગિયાર વર્ષની દીક્ષાવાળા બે મુખ્ય સાધુઓને બીજા ૩૨ જણ સાથે અમુક અમુક જગાએ દેશનિકાલ કરવાના છે. સાધુએ એનો આભાર માન્યો; કારણ કે, પોપનું આ કાવતરું જાણમાં આવી જવાથી પંથને બચાવી લેવાનો વેળાસર ઉપાય કરી શકાય તેવું શકય બન્યું હતું. સાધુએ બીજાઓની માફક તેને પણ પછી જવાબ મોકલવાનું તથા પાએક કલાકમાં ફતેબ્લો છોડી જવાનું ફરમાવ્યું. પેલો ચાલ્યો જતાં સાધુ ગણગણ્યો: “આ બધા કાં તો જાસૂસો જેવા છે કે પોલીસનાં માણસો જેવા છે. તેઓમાંનો કોઈ જનરલ થઈ શકે તેવો નથી. તેઓએ બીજાનાં વાવતાં શોધી કાઢયાં છે, પણ તે ઉપયોગમાં લાવી શકે તેવું રટ્ઝ કોઈની પાસે નથી. બરબાદી, યુદ્ધ કે લશ્કરી તાકાત – એવાં સાધનોથી જિસસનું મંડળ – જેયુઈટ પંથનું કામ–આગળ નહિ ધપાવી શકાય. માત્ર નૈતિક બાબતોમાં ઉત્તમતા દાખવવાથી મળતા પ્રભાવથી એ કામ આગળ ધપશે. પરંતુ હજુ મારો વારસદાર મને મળ્યો નહિ, તે પહેલાં આ મને શું થવા બેઠું? હું તો જાણે મરી ચાલ્યો! તો શું અમારો પંથ, મારા કોઈ મજબૂત વારસદાર વિના ખખળી પડશે? મુત્યુ મારી ઉપર ધસી આવ્યું છે, તે શું મારી સાથે જ અમારા પંથને પણ લેતું જશે? મને જો દશ વર્ષ વધુ મળ્યાં હોત, તો ફ્રાંસના આ નવા રાજાથી મંડાતા નવા યુગમાં જરૂર હું અમારા પંથને શિખરની છેક ટોચ સુધી લઈ જાત.” Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પ્રેમ-પંક આ મરવા લાગેલા માણસનો ગણગણાટ પેલો કબૂલાત-વિધિ કરાવનારો ચોંકી ઊઠીને સાંભળ્યા કરતો હતો. વૌદ ગિઝા કંઈક સ્વસ્થતાથી મન સાથે એ બધાની નોંધ લેતો હોય એમ લાગતું હતું. “પરંતુ મારે મારા વારસાદર શોધવાનું કામ પૂરું કરવું જ રહ્યું; અરે ગિઝાર્ત, ગ્રિષ્ટાર્ત! એક કલાક જ વધુ મારાથી જીવી શકાય, તે માટે ગમે તે કોશિશ કર!” | પ્રિઝર્વે પાસે જઈ પેલા પ્યાલામાં વધેલો કાઢો નહિ, પણ પોતાની પાસેની એક નાની શીશીમાંથી થોડાં ટીપાં તેના મોંમાં રેડી દીધાં. “હવે જલદી પેલા સ્કૉચને, અને બ્રેનના વેપારીને વારા ફરતી બોલાવો– ઉતાવળ કરો! હું મરવા લાગ્યો છું – અરે મારું ગળું રંધાય છે.” પેલો કબૂલાત-વિધિ કરાવનારી બીજી કોઈ મદદ મળી શકે તો મેળવવા બહાર દોડી જતો હતો, તેવામાં બારણામાં ઊભેલા એરેમીસો તેને આંગળી ઊંચી કરી ડાર્યો અને પાછો ઓરડામાં પેસી જવા સૂચવ્યું. એરેમીસે તરત જ સાધુની પાસે જઈ કહ્યું, “મસિન્યોર, યાદીમાં હું છઠ્ઠો છું, પરંતુ આપની સ્થિતિ ઘણી બગડતી જતી હોવાથી, મને મળ્યા પહેલાં આપને મૃત્યુ ઉપાડી ન જાય, તે માટે હું બોલાવ્યા વિના આગળ આવ્યો છું.” “તમે એરેમીસ, શવાલિયેર દળ્યું અને વનના બિશપ છો ખરું? છેલી જ્યુબિલિ વખતે મેં તમને જોયા હોય એવું યાદ આવે છે. તો શું તમે ઉમેદવાર તરીકે રજૂ થાઓ છો?” હા, મસિન્યોર; મેં સાંભળ્યું છે કે, આપણા પંથને કોઈ મોટું રાજદ્વારી રહસ્ય પ્રાપ્ત કરવાની જરૂર છે; અને આપે પણ તેનું રહસ્ય મેળવી આપનારને આપનો વારસદાર નીમવાનું નક્કી કર્યું છે એમ જાણી, હું એવું એક અગત્યનું રહસ્ય લઈને આપની પાસે આવ્યો છું. પણ મોંએ બોલેલો શબ્દ ગમે તેની પાસે પહોંચી જાય, એટલે હું આ કાગળમાં તે વસ્તુ લખી લાવ્યો છું, તે તમે વાંચો.” એટલું કહી, તેણે એક Page #209 -------------------------------------------------------------------------- ________________ અગિયાર વર્ષથી દીક્ષિત ૧૮૫ કાગળ ખોલીને સાધુની આગળ ધર્યો; તથા સાથે સાથે પેલા બે જણને જરા દૂર ઊભા રહેવા નિશાની કરી. “પણ બોલેલા શબ્દ કરતાં લખેલો શબ્દ વધુ જોખમકારક નહિ?” “ના, લૉર્ડ; કારણ કે આ કાગળ આપ અને હું એ બે જ જણ સમજી શકીએ તેવી મીંડાની લિપિમાં લખેલો છે. એ લિપિ આપે ૧૬૫૫માં વાપરી હતી; અને આપનો અંગત સેક્રેટરી એકલો જ એ લિપિ જાણતો હતો.” “તો તમે કયાંથી એ લિપિ જાણો છો?” “એ લિપિ મેં જ તેને શીખવી હતી.” આટલું કહી, તે ત્યાંથી બહાર ચાલ્યો જતો હતો; પણ સાધુએ પેલો કાગળ વાંચી લઈ, તેને જલદી જલદી પાસે બોલાવ્યો. અને તે પાસે આવ્યો એટલે પાસે સળગતી મીણબત્તી ઉપર ધરી તેણે એરેમીસે આપેલો કાગળ સળગાવી દીધો. પછી તેણે ધીમે રહીને ઑરેમીસને પૂછ્યું, “આ રહસ્ય તમારા હાથમાં શી રીતે આવ્યું?” મૅડમ દ શેત્રુઝ મારફતે. રાણીજીની તે નિકટની વિશ્વાસુ સખી હતી. હવે તે મરી ગઈ છે.” બીજું કોઈ તે વાત જાણે છે?” “એક નોકર અને નોકરડી જાણતાં હતાં, જેઓએ તેને ઉછેર્યો હતો.” “તેઓનું શું થયું?” “તેઓ પણ મરી ગયાં. આ રહસ્ય જ એવું જલદ છે કે, તેને જાણનાર સૌ કોઈ મરી જ જાય.” “તો પછી તમે શી રીતે જીવતા રહ્યા છો?” “હું એ રહસ્ય જાણું છું એમ કોઈ જાણતું નથી તેથી.” “અને આ રહસ્ય તમે કેટલા વખતથી જાણો છો?” “છેલ્લાં પંદર વર્ષથી.” Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ પ્રેમ-પંક “અને આ રહય તમે કશા સ્વાર્થ વિના નિષ્કામભાવે પંથને અર્પો છો?” ના, ના, હું સકામભાવે, અમુક આશા-મહત્ત્વાકાંક્ષા સાથે જ આ રહસ્ય પંથને સમર્પે છેઆપ જો જીવતા રહો, તો આપે મને મારા લાયકનું પદ આપવું જોઈશે.” “પણ હું હવે મરવાની અણી ઉપર છું, એટલે હું તમને મારા વારસદાર બનાવું છું.” આમ કહી પોતાના હાથ ઉપરની વીંટી તેણે કાઢીને ઍરેમીસની આંગળી ઉપર પહેરાવી દીધી. પછી તેણે પેલા વૈદને અને કબૂલાતવિધિવાળાને પાસે બોલાવીને કહ્યું, “તમે સાક્ષી છો કે, હું મોં દબ્લ, વનના બિશપને મારા કુલ વારસદાર ઠરાવું છું, નીમું છું, બનાવું છું.” આટલું કહી, તેણે પોતે જ પોતાનાથી નમાય તેટલું નમી એરેમીસને વંદન કર્યા. પેલા વૈદ અને પાદરીએ પણ ઘૂંટણિયે પડીને એરેમીસને વંદન કર્યા. પછી એ બે જણને ઓરડાની બહાર કાઢી સાધુએ એરેમીસને કહ્યું, “મેં કાંઈ કામો કરવાં ધાયાં હતાં, તે બાકી રહી ગયાં, વખત થોડો છે. મારાથી તે બધાં હવે પાર નહીં પડે.” “હું તે બધાં પાર પાડીશ.” “ઠીક, તો સાંભળો; પોપે આપણા પંથનું નિકંદન કાઢવાનો નિરધાર કર્યો છે– પોપ મરવો જ જોઈએ.” “પોપ મરશે જ, એરેમીસે શાંતિથી અને દૃઢતાથી જવાબ આપ્યો. “બ્રમેનના વેપારીને સાત લાખ લિવ્ર આપવાના બાકી રહે છે. તેનું નામ ડૉસ્ટેટ છે.” “તેને તે રકમ ચૂકતે કરવામાં આવશે.” “આ કાગળમાં નામ લખેલા માલ્ટાના છે નાઈટોએ આપણા અગિયાર વર્ષના એક દીક્ષિત અધિકારીની ગફલતથી આપણા પંથનાં ત્રણ રહસ્યો પ્રાપ્ત કર્યા છે. તે લોકોએ તે રહસ્યનું શું કર્યું છે તે જાણી લઈ, તે રહસ્ય પાછું પ્રાપ્ત કરવું અને તેને નાબૂદ કરવું.” Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ અગિયાર વર્ષથી દીક્ષિત “તેમ કરવામાં આવશે.” “આ ત્રણ નામવાળા દીક્ષિતોને તિબેટમાં નાશ પામવા મોકલી દેવા. તેમને સજા ફરમાવી દેવામાં આવી છે, અને તેનો અમલ કરવો.” “એ સજાનો અમલ થશે.” “ઍન્વર્સ મુકામે રાવેલાની પૌત્રી રહે છે. તેના હાથમાં કેટલાંક કાગળિયાં એવાં છે જેથી આપણા પંથને કાયમનો ખતરો રહે છે. છેલ્લાં ૫૧ વર્ષથી તેને પચાસ હજાર લિવ દર વર્ષે ચૂકવવામાં આવે છે. પણ પંથને માથે એ ભારે બોજો કહેવાય. તે કાગળિયાં અમુક ઉચ્ચક રકમ ખરીદી લેવાં અથવા આપવા ના પાડે, તો પેલી રકમ ન આપવી પડે તેમ કરવું.” “જે સારામાં સારું હશે, તે અવશ્ય કરવામાં આવશે.” “લિમાથી આવતું એક વહાણ લિસ્બન બંદરે ગયે અઠવાડિયે લાંગર્યું હશે. તેમાં ચોકોલેટ ભરી લાવવામાં આવ્યાં છે. પણ દરેક ચોકોલેટની અંદર સોનાની લગડી છે. એ આખું વહાણ આપણા પંથનું છે. તેમાં કુલ એક કરોડ સિત્તેર લાખ લિની કિંમતનું સોનું છે. તેનાં કાગળિયાં આ રહ્યાં. તે માલનો કબજો તમે લઈ લેજો.” પણ પછી તો અચાનક તેના મોંમાંથી લોહીનો જ એક કોગળો ધસી આવ્યો અને તેની આંખો, નાક વગેરે બધામાંથી લોહી વહેવા લાગ્યું. પેલાએ મરતાં મરતાં ઍરેમીસનો હાથ પોતાના હાથમાં લઈ દબાવ્યો. ઍરેમીસે પછી તેનો હાથ છૂટો કરી તેના હૃદય ઉપર ગોઠવી દીધો અને પછી પેલા કબુલાત-વિધિ માટે આવેલા પાદરીને બોલાવીને કહ્યું, “હવે કબૂલાત-વિધિ કરાવવાની રહેતી નથી; તે સ્વર્ગવાસી થઈ ગયા છે. હવે તેમને માટે મશાનયાત્રા અને પ્રાર્થનાઓ જ બાકી રહે છે.” Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પ્રેમ-પંક પછી પેલા વૈદ તરફ ફરીને એરેમીસે કહ્યું, “મોંશ્યોર પ્રિઝા, આ પ્યાલો ખાલી કરી નાખો અને ધોઈ નાખો. ગ્રાન્ડ કાઉન્સિલે તમને એમાં જે મૂકવા કહેલું તેમાંનું ઘણું વધેલું દેખાય છે.” 2િઝાર્ત એકદમ ચક્યો અને લથડિયું ખાઈ ત્રાસનો માર્યો પાછો પડ્યો. ઍરેમીસે માત્ર તેના તરફ જોઈ ખભા મચકોડ્યા; અને પછી પોતાને હાથે જ એ પ્યાલો રાખમાં ઠાલવી દીધો. ૨૭ ખાસ કામ બીજે દિવસે અથવા તે જ દિવસે (કારણ કે, આગળ વર્ણવેલી બીનાઓ સવારના ત્રણ વાગ્યે બની હતી,) નાસ્તા પછી, રાજા રાણીજીઓ સાથે પ્રાર્થનામાં ગયા, અને મોંશ્યોર પોતે શવાલિયેર દ લૉરેઈન વગેરે સાથે નદીએ સ્નાનક્રીડા માટે ચાલ્યા ગયા. મૅડમ અસ્વસ્થતાનું કારણ બતાવી, પોતાના કમરામાં જ ભરાઈ રહી હતી, તે વખત માંતાલે ગુપકીદીથી લા વાલિયરને બગીચાની બહાર એક નિર્જન જગાએ ખેંચી જવા લાગી. મિતાલે ચોતરફ જોતી જોતી આગળ વધતી હતી. દૂર લઈ જઈ, લા વાલિયેરને તેણે સીધો સવાલ પૂછયો, “સખી, તું માંદ બ્રાજલોનને ચાહે છે કે નહિ, તે સાચેસાચું કહી દે.” “નાનપણથી અમે ભેગાં ઊછર્યા છીએ, મિત્ર છીએ; તે લગભગ મારો મારું છે.” “તારો ભાઈ? તારો વિવાહિત જીત નહિ?” ‘સખી, તું આટલી આકળી થઈને કેમ પૂછે છે?” “તો શું કરું? તારી સ્થિતિ હવે હું જોઈ ગઈ છું; તું આખો દિવસ નિસાસા નાખ્યા કરે છે, અને પગના અંગૂઠા વડે જમીન ઉપર બ” અક્ષર લખવાને બદલે ‘લ’ અક્ષર લખ્યા કરે છે ! પણ મૂરખ, તું Page #213 -------------------------------------------------------------------------- ________________ ખાસ કામ ૧૮૯ રાજાના પ્રેમમાં ગમે તેટલી તડપ્યા કરે છે, પણ તને પેલી કહાણીની ખબર છે? કે રાજા એક દાસી ઉપર પ્રેમ બતાવતો, તેથી તે દાસી આખો દિવસ ઘેલી ઘેલી થઈને ફર્યા કરતી; પણ ખરી રીતે રાજા તો બીજી કોઈ ઉમરાવજાદી ઉપરનો પોતાનો પ્રેમ ગુપ્ત રાખવા અને બીજાઓને છેતરવા જ તેની દાસી ઉપર પ્રેમનો દેખાવ કરતો હતો? સૌ કોઈ એ વાત જાણતાં હતાં, માત્ર પેલી મૂરખ દાસી જ નહોતી જાણતી!” પણ એટલામાં રાઓલને જ ત્યાં આવતો જોઈ, બંને જણી ગ્રૂપ થઈ ગઈ. રાઓલ લુઇઝાની રજા લેવા આવ્યો હતો: રાજાએ તેને તાબડતોબ એક ખરીતો લઈ ઈંગ્લેંડના રાજા ચાર્લ્સ-૨ પાસે પહોંચી જવાનો આદેશ કર્યા હતો. મૅડમ પણ પોતાના ભાઈને જે પત્રો લખી આપે, તે તેણે લેતા જવાનું હતું. M રાઓલે લુઇઝા તરફ ફરીને કહ્યું, “મારે બહુ તો પંદરેક દિવસ દૂર રહેવાનું થશે; અને આ તો કશા જોખમવાળું કામ પણ નથી. પહેલાં લડાઈનાં મેદાનોમાં ધસી જવાનું હોતું ત્યારે પણ હું તારી વિદાય લઈ પ્રસન્ન ચિત્તે ધસો જતો - કારણકે મને તારા પ્રેમની બાબતની નિરાંત હતી. આજે હવે આ નાના કામ માટે દૂર જવાનું થાય છે, ત્યારે મને મનમાં વિશેષ નિરાંત હોવી જોઈએ; કારણ કે, પાછો આવીશ ત્યાર કદાચ રાજાજી મને તારો હાથ સુપરત કરશે. પરંતુ કોણ જાણે કશા અમંગળ ભાવીની આશંકા વિનાકારણ મને ઘેરી રહી છે જાણે મારા નસીબમાં એ મંગળ દિવસ આવવાનો નથી – અને આવી દુ:ખદ આશંકાનો માર્યા હું તારી પાસે આશ્વાસન – શાંતિ પામવા આવ્યો છું.” આટલું કહી, તે ઘૂંટણિયે પડયો અને લા વાલિયેરનો હાથ પોતાના હાથમાં લઈ તેના ઉપર તેણે નમ્રતાથી ચુંબન કર્યું. લુઇઝાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. રાઓલ તે આંસુને પ્રેમનાં સમજ્યો; મેતાલે સાચું કારણ સમજી હતી ગઈ કે, લુઇઝા રાઓલને છેક જ ભૂલી બેઠી છે, તેનાં એ આંસુ છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પાંક પણ એટલામાં તૉને શારોંત રાઓલને બોલાવવા આવી; કારણકે મૅડમે પોતાના ભાઈને લખવાનો કાગળ પૂરો કર્યો હતો, અને તે રાઓલની રાહ જોતી હતી. ૧૯૦ ૨૮ ખુશખુશાલ ૧ માનિકોંનું ખીસ્સું હવે ખાલી થઈ ગયું હતું: અને દ ગીશની અત્યારની ઘેલી દશામાં તે પૈસાની માગણી બાબત કશું સ્વસ્થતાથી સાંભળે કે વિચારે તેવી સ્થિતિમાં ન હતો. માલિકૉર્ન પાસે તેણે પૈસાની માગણી કરી, ત્યારે તેણે કહ્યું, “મને માંશ્યોરના ઘર-કારભારમાં જગા અપાવી દો, તો મને ને તમને સૌને પૈસા જ પૈસા થઈ રહે.” એટલામાં દગીશને એ તરફ આવતો જોઈ, માલિકૉર્ને માનિકોંને કહ્યું, “ગમે તેમ કરી, દ ગીશ અને મોંશ્યોર વચ્ચે ફરી મેળ કરાવવો જોઈએ; અને આપણે કંઈક ભેજું વાપરીએ, તો એ વસ્તુ અશકય નથી.' ,, .. તો ઠીક, તારું ભેજું કામે લગાડ. “પણ પછી મને મોંશ્યોરના ઘર-કારભારમાં જગા અપાવવાનું ન ભૂલતા. "" ,, દરમ્યાન ૬ ગીશ પાસે આવી જતાં માનિકોંએ તેની સામે જોઈ પૂછ્યું, “કેમ ભાઈ શું શોધો છો?” “ભાઈ, હું જે શોધું છું, તે તારાથી મને મેળવી અપાય તેવું નથી; અલબત્ત, તારું ભેજું બહુ ફળદ્રુપ છે, પણ તે ફળદ્રુપતા તું તારા મિત્રના ઉપયોગમાં હંમેશ લાવતો નથી.” Page #215 -------------------------------------------------------------------------- ________________ ખુશખુશાલ ૧૯૧ “અરે, બોલી નાખો, મહેરબાન; મારા ભેજાની ફળદ્રુપતા આ મેં ખીસામાંથી કાઢી.” “તો મારે એક ઘેર પહોંચવું છે, જ્યાં મારે કંઈક કામ છે.” તો ઠીક, તે ઘર નજીક પહોંચી જાઓ, એટલે બસ!” “પણ એ ઘરમાં અદેખો પતિ રહે છે, જે મને પાસે ટકવા દે તેવો નથી, તેનું શું? “અદેખો પતિ એ કૂતરાનો અવતાર કહેવાય; ચાને કૂતરાને શાંત પાડવા મીઠાઈનું ઢેફ નાખવું જોઈએ.” “જા, જા; એ સલાહ તો કોઈ પણ ગમાર આપી શકે; તું કશું જ સમજી શકતો જ નથી; મારો મિત્ર રાઓલ હોત તો તે સમજત.” - “ખાસ કરીને તેને તમારે મારા કરતાં ઓછી કોયડાની ભાષામાં કહેવું પડતું કે, “મારે મૅડમ પાસે જવું છે, પણ મશ્યોરની બીક લાગે છે, કારણ કે તેમને મારી ઈર્ષ્યા આવી છે.'' દ ગીશ એકદમ ગુસ્સે થઈ ગયો; તે બોલ્યો, “ખબરદાર, શયતાન! તું ગમે તેવાં મોટાં નામોની બાબતમાં ફાવે તેમ શું બકે છે?” હું ક્યાં કોઈનું કશું નામ દઉં છું? તમે મને અદેખા પતિની વાત કરી, ત્યારે મેં દેશનાં બે સુપ્રસિદ્ધ પ્રેમળ પતિ-પત્નીનો દાખલો આપીને એટલું કહ્યું કે, પત્ની પાસે જવું હોય, તો પતિને પહેલાં સાધવો જોઈએ.” “એટલે?” “એટલે એમ કે, આપણે એક યા બીજે રસ્તે મશ્યોરના ઘરમાં પેસવું જોઈએ – અલબત્ત આપણે નહિ, પણ આપણા કોઈ હોશિયાર માણસને ઘરમાં ઘુસાડી રાખ્યો હોય, તો તે બારણું પણ ઉઘાડે, તેમ જ પતિને પણ આપણા વિશે બે સારા બોલ કહી મનાવી લે! ટૂંકમાં શુદ્ધ ફ્રેંચ ભાષામાં કહીએ તો, પતિનો આપણા ઉપરનો ક્રોધ દૂર કરાવે અને પત્નીનો આપણા ઉપરનો પ્રેમ વધારાવે, એવો આપણો હોશિયાર માણસ મોંશ્યોરના ઘરમાં ઘુસાડવી જોઈએ!” Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પ્રેમ-પક પણ પતિના ઘરમાં આપણો માણસ દાખલ કરવા માટેય બે બાબતો જોઈએ: એક તો પતિની પાસે પહોંચવા કોઈ યુક્તિ જડવી જોઈએ, અને પછી પેલો હોશિયાર માણસ મળવો જોઈએ. તે પોતે એ બંને બાબતોમાં કશો ઉપયોગી નીવડે તેમ નથી.” “હું નહિ ને મારો મિત્ર માલિકો તો છે ને? તે તમને હજાર યુક્તિઓ શોધી આપશે અને ઘરમાં પેસીને પગ જમાવવાનું પણ તેને બરાબર આવડશે.” “તારો એ મિત્ર વળી કોણ? મને કંઈ તેનું નામ યાદ આવે છે ખરું.” અરે ઓરલેથી આવેલો મારો મિત્ર; તમે પહેલાં તેને મોંશ્યોરના ઘર-કારભારમાં જગા મેળવી આપવાનું કબૂલ્યું પણ હતું.” તો તારા એ મિત્રને કહે કે, મને મોંશ્યોર મીઠી નજરે જોતા થાય એવો ઉપાય બતાવે, પછી હું તેને જરૂર તેમના ઘર-કારભારમાં રખાવી આપીશ.” પણ એટલામાં રાઓલ ત્યાં આવી પહોંચ્યો. તેણે દ ગીશને જોઈને તરત કહ્યું, “વાહ ભાઈ, ઠીક મળી ગયા; હું તમારી વિદાય લેવા તમને શોધતો જ હતો. મને રાજાજી કોઈ અગત્યનો સંદેશ લઈને ઇંગ્લેંડ મોકલે છે. મૅડમ પાસેથી પણ મારે તેમના ભાઈ ઉપરનો કાગળ લેતા જવાનો છે, એટલે હું ત્યાં પણ જવા માગું છું.” “ઇંગ્લેંડ મોકલે છે? ઠીક, ભાઈ, ત્યારે વિદાય. અને મૅડમ પાસે કાગળ લેવા જવું હોય તો હમણાં જ જાઓ; મૅડમ એકલાં જ હશે, કારણ કે, મેશ્યોર તો નદીએ સ્નાન મહોત્સવ માટે ચાલ્યા ગયા છે.” તો તો ભાઈ તમે મેશ્યોરની મંડળીના જ કહેવાઓ, એટલે મારા વતી તેમની માફી માગજો; મારે બહુ જલદી ચાલ્યા જવાનું છે, એટલે તેઓશ્રીને મળીને તેમની વિદાય લેવાનું મારાથી બને તેમ નથી. મ0 ફકેએ રાજાજી તરફથી મને એવી આજ્ઞા આપી છે કે, મારે જરા પણ વાર ન કરવી.” Page #217 -------------------------------------------------------------------------- ________________ ખુશખુશાલ ૧૯૩ રાઓલ દ ગીશ પાસેથી ભાવભરી વિદાય લઈ, ચાલતો થતાં, માનિકોએ દ ગીશનો હાથ દાબીને કહ્યું, “લો, તમારે મોંશ્યોરને મળવાનું બહાનું જોઈતું હતું તે મળી ગયું !” મૅડમ બ્રાજલોનની રાહ જ જોઈ રહી હતી. બાજલનનો તેજસ્વી અને પ્રતાપી છતાં સૌમ્ય અને ભલો દેખાવ જ એવો હતો કે, એક વાર તેને જોયો હોય તો પણ તેને ભૂલવો અશકય હતું. અને મેડમ ફ્રાંસ આવી ત્યારે, દરિયાના જોખમની અવગણના કરી વહાણ ઉપર સામે આવી સૌ પ્રથમ તેને આવકારનારામાંનો તે એક હતો, એટલે તેને તો એ ભૂલી જ ન હતી. મૉ૦ દ બાજલન,” મેડમે તેને દેખતાત કહ્યું; “મારા ભાઈને તમે મળવાના છો, ત્યારે તમારા પિતાએ મારા ભાઈ ઉપર આભારનું જે ણ ચડાવેલું છે, તે તેમના પુત્રને ભાવભરી રીતે આવકારીને થોડું ઘણું અદા કરતાં તેમને ખરેખર ઘણો આનંદ થશે.” “મૅડમ, કાઉંટ દ લા ફેરેને રાજાજીની જે કંઈ થોડીઘણી સેવા બજાવવાનું બહુમાન મળ્યું હતું, તે તો રાજાજીએ તેમના પ્રત્યે બતાવેલી કૃપાથી કયારનું અદા થઈ ચૂક્યું છે. મારે તો ઊલટી, અમો પિતા-પુત્ર બંનેનાં આદર, ભક્તિ અને સંમાનની ખાતરી તેઓશ્રીને પહોંચાડવાની રહે છે.” “તમે મારા ભાઈને ઓળખો છો?” “ના જી; હું પહેલી વાર જ તેઓશ્રીનાં દર્શન કરીશ.” “તમારે માટે મારે ભાઈને કશી ભલામણની જરૂર જ નથી પડવાની. અને છતાં તમારા વૈયક્તિક ગુણો બાબત કોઈ જામીનની જરૂર પડે, તો મારું નામ તમે નિસંકોચ લઈ શકો છો.” આપ નામદાર આપના અતિ કૃપાભારથી મને ખરેખર કૃતાર્થ કરી મૂકો છો.” પ્રે-૧૩ Page #218 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પાંક << “ના, ના; મોં દ બ્રાલૉન, ઊલટું ટ્રાંસને કિનારે હું ઊતરી તે વખતે દુનિયાના બે મોટા બાધાઓ - મોં૦ દ ગીશ અને ડયૂક ઑફ બકિંગ્સામ – તેઓએ જે કંઈ બબૂચકપણું દાખવવા માંડયું હતું, તે તમે તમારી સમજદારીથી કેવું સંભાળી લીધું હતું, તે મને બરાબર યાદ છે. પણ તે લોકોની વાત પડતી મૂકો – તમારી વાત ઉપર જ આવીએ. તમે ઈંગ્લેંડ કાયમ માટે જાઓ છો? મારી આ જિજ્ઞાસા બદલ મને માફ કરશો, પણ તેની પાછળ તમને બની શકે તેટલી મદદગાર નીવડવાની જ મારી ભાવના છે.” ૧૯૪ 66 ના, મૅડમ, હું તો રાજાજીએ મને વિશ્વાસપૂર્વક સાંપેલા એક કાગળ ઇંગ્લેંડ પહોંચાડવા જ જાઉં છું; એથી વિશેષ ત્યાં રહેવાનું મારે કંઈ કારણ હોય એમ મને લાગતું નથી. સિવાય કે, રાજાજી ચાર્લ્સ-૨ મને બીજો કાંઈ હુકમ આપે, "" 66 તો હું કહી રાખું છું કે, તે તો તમને પોતાની પાસે બને તેટલા વધુ લાંબો સમય રહેવા વિનંતી કરે.' “ તે સ્થિતિમાં મારાથી તેઓશ્રીને તો ના નહિ પાડી શકાય. પરંતુ તો પછી હું આપને અત્યારથી વિનંતી કરી રાખું છું કે, ફ઼્રાંસના રાજાજીને આપ યાદ દેવરાવશો કે તેઓશ્રીનો નમ્ર સેવક દૂર ઇંગ્લેંડમાં ડ્રાંસ પાછા ફરવા માટેના તેમના હુકમની રાહ જોઈ રહ્યો છે.” (C ‘ના, ના, પણ માઁશ્યોર દ બ્રાલૉન, મારા દેશની સ્ત્રીઓ તમને ત્યાં વધુ રોકાવાનું મન કરાવવામાં સફળ નહિ નીવડે, એમ હું માની શકતી નથી.” << પણ આપ નામદાર બહુ બુદ્ધિશાળી છો, એટલે કદાચ સમજી ગયાં હશો કે, મને ફ઼ાંસ જલદી પાછા ફરવાની ઉત્કંઠા રખાવે એવું કશુંક કારણ અહીં જ મોજૂદ છે.” 66 ‘તો તમારા જેવા યુવાન પ્રેમસૂર ‘નાઈટ’ના પ્રેમનો જવાબ પણ સામા પક્ષેથી બરાબર મળતો હશે, એ પૂછવાની મારે જરૂર જ ન હોવી જોઈએ ખરું?” Page #219 -------------------------------------------------------------------------- ________________ ખુશખુશાલ ૧૯૫ “મેડમ, અમે બંને સાથે જ ઊછર્યા છીએ અને હું માનું છું કે, અમારો પ્રેમ અરસપરસનો જ છે.” તો પછી, મોંશ્યોર દ બ્રાજલૉન તમે જરૂર ત્યાંથી વહેલા જ પાછા ફરજો; કારણ કે, તમે ત્યાંથી પાછા ફરો, એ સિવાય તમો બંનેના લગ્નની આડે બીજું કશું નડતર બાકી રહેતું નહિ હોય, એવી હું આશા રાખું છું.” ઊલટું, એક મોટું વિદન બાકી રહે છે, મેડમ.” “હૈ? એ વળી કયું?” “શાજીની પરવાનગી મળવી બાકી છે.” “તો શું રાજાજી એ લગ્નની વિરુદ્ધ છે?” વિરુદ્ધ છે કે નહિ તે તો હું નથી જાણતો; પરંતુ મારા પિતાજીએ જ્યારે તેમની પાસે લગ્નની પરવાનગી માગી, ત્યારે તેઓશ્રીએ એ લગ્ન મુલતવી તો રખાવ્યું છે. તેઓશ્રીએ સીધી ના નથી પાડી, પણ એટલું તો કહ્યું છે કે, એ લગ્ન મુલતવી રાખવું જ પડશે.” “તો શું એ જુવાન બાપુ તમારા પ્રેમને યોગ્ય નથી, એમ માનવામાં આવે છે?” “અરે, કોઈ પણ રાજાના પ્રેમને પાત્ર થાય તેવી તે છે, એની મને ખાતરી છે.” “તો તેનું ખાનદાન તમારા ખાનદાનને અનુરૂપ નથી?” તેનું ખાનદાન ઉત્તમ છે.” “તે જુવાન છે? સુંદર છે?” “તેની ઉંમર સત્તર વર્ષની છે, અને મારા મનથી તે અતિશય સુંદર છે.” “તો શું તે ગ્રામપ્રદેશમાં છે કે પૅરીસમાં છે?” “તે અહીં ફોતેબ્લોમાં જ છે, મેડમ.” “હું તેને ઓળખું છું?” “તે આપની જ તહેનાત-ભાનું છે.” Page #220 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-બેંક “તો તેનું નામ શું છે? જો તમારે તે ગુપ્ત રાખવાનું કારણ ન હોય, તો મને જરૂર કહો.” 66 મારો સ્નેહ એવો વિશુદ્ધ છે કે તેને ગુપ્ત રાખવાની કંઈ જરૂર નથી; તેમાંય આપ નામદાર તો મારી પ્રત્યે અતિ કૃપાળુતા ધરાવો છો, એટલે આપનાથી તો તે જરા પણ છૂપું રાખવું ન ઘટે. તેનું નામ માદમુઝોલ લુઇઝા દ લા વાલિયેર છે.” ૧૯૬ મૅડમ ગમે તેટલી કુશળતાથી પોતાના ગળામાંથી નીકળતી ચીસ દબાવી રાખવા ગઈ, પરંતુ તેના ગળામાંથી એક ધીમી ચીસ નીકળી જ ગઈ. “ અને રાનાનીÇ આ યુવતી સાથેનું તમારું લગ્ન મુલતવી રખાવ્યું છે?” 66 હા જી. “તેમણે તે મુલતવી રખાવવાનું કાંઈ કારણ દર્શાવ્યું હતું ? ” ના જી.” (6 (6 "" “કાઉંટ દ લા ફેરે રાજાજીની પરવાનગી કયારે માગી હતી?” (6 "" ‘એક મહિના કરતાં વધુ સમય થઈ ગયો, મૅડમ. “એક મહિનો ?' હાજી; એક મહિનો તો થયો જ.” tr “તો વાઇકાઉંટ, તમારે જલદી પાછા ફરવું જ જોઈએ, એમ હું પણ કબૂલ કરું છું,” મૅડમે જરા હસીને કહ્યું; “ અને મારા ભાઈને હું ઇંગ્લેંડ જે પહેલા પત્ર લખીશ, તેમાં હું રાજાજીના નામે તમને જલદી પાછા ફરવા દેવાનું કહેવરાવીશ.” મૅડમે આપેલો પત્ર લઈ, રાઓલ તેમને નમન કરી ચાલતો થયો. તે જતાં જ મૅડમ ગણગણી, “એક મહિનો? એક મહિનાથી રાજા લા વાલિયેરનું લગ્ન અટકાવી રહ્યા છે, અને મેં જ મૂરખે હાથે કરીને એ છોકરી પ્રેમ કરવા રાજાજીને સોંપી !” Page #221 -------------------------------------------------------------------------- ________________ ખુશખુશાલ ૧૯૭ અને મેડમે તરત બીજો કાગળ પોતાના ભાઈને લખ્યો, જેના તાજા કલમ તરીકે બાજલૉનને એકદમ ફ્રાંસ પાછા ફરવાનો હુકમ ઉમેર્યો. માનિકોના કહ્યાથી દ ગીશ હવે ઘોડા ઉપર બેસી નદી તરફ જ્યાં મેંશ્યોર નાહવા ગયા હતા તે તરફ જ ઊપડ્યો. માનિક પણ સાથે જ થયો. મચ્યોર નાહતી વખતે પોતાના શરીરનું ગોરાપણું અને સુકુમારતા બીજાઓની સાથે સરખાવી ખાસ પ્રસન્ન થયા હતા, અને તેથી પાછા ફરતાં તડકો તેમના શરીરને ઝાંખપ ન લગાડી દે, તે માટે ઝાડોની છાયા નીચે થઈને જ, માં ઉપર બુરખા જેવી જાળી રાખી, ધીમે ધીમે ઘોડો ચલાવતા આવતા હતા. દ ગીશે તેમને સ્વાથ્ય, આનંદ અને સુખવૈભવ વાંછતાં અભિનંદન આપ્યું એટલે તરત તેઓશ્રી ખુશ થઈ બોલી ઊઠ્યા, “આવા ભાઈ, આમ મારે જમણે હાથે તારો ઘોડો લાવ, અને જોજે બહુ ધીમો ચલાવજે-ધૂળ અને તડકો મારા મોં ઉપર ન પડે તે રીતે ધીમી ગતિએ જવાનું છે.” દ ગીશ તેમની બાજુએ ગોઠવાયો એટલે તરત પ્રિન્સ મજાકના ભાવમાં આવી જઈ બોલી ઊઠયા, “પ્રિય મિત્ર, હવે મને કહે કે, પેલા દ ગીશની શી ખબર છે, જેને હું પહેલાં ઓળખતો હતો પણ પછી જે મારી પત્ની ઉપર મીઠી નજર નાંખતો થયો હતો?” દ ગશિ આવી સીધી મજાકથી આભો બની ગયો; પણ માં ઠાવકું રાખી બોલ્યો, “મેંશ્યોર, મારા ઉપર જરા દયા દાખવો; આપ તો મિત્રભાવે ગમે તેમ બોલો, પણ પેલો શવાલિયેર દ લૉરેઇન તો મારી વલે બેસાડી નાંખશે.” પણ દ ગીશ, કબૂલ કરી દે કે, હું મૅડમ તરફ જરા ખેંચાયો હતો.” Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ પ્રેમ-પાંક “હું કદી એવી અજુગતી વાત કબૂલ કરવાનો નથી.” હા, હા, મારા પ્રત્યે આદરભાવ દાખવવા તારાથી એ વાત કબૂલ ન થાય, એ ખરું છે. પણ હું તને મારા પ્રત્યેના આદરભાવમાંથી મુક્તિ બાં છે, અને જેમ માદમુઆકોલ દ શાલે કે આદમુઆકોલ દ લા વાલિયેરની વાત કરતો હોય તેવી રીતે વાત કર. અલબત્ત, પહેલી તારી વિવાહિતા છે અને બીજી રાજાજીની ભવિષ્યની પ્રેમિકા છે!” “વાહ, મૌસિન્યોર, આજે આ૫ ખૂબ રંગમાં છો, કહેવું પડશે.” “વાત એમ છે કે, આજે બહુ દિવસે તને મળી હું ખરે જ બહુ રાજી થયો છું. પણ હું મારા ઉપર ગુસ્સે થઈ ગયો હતો નહિ?” હું ગુસ્સે થાઉં? આપના ઉપર?” “અરે પણ મેં રાજાજીને કહીને તને દેશનિકાલ નહોતો કરાવ્યો; મૅડમ કરાવ્યો હતો. તેં મેડમને શું કહ્યું હતું કે કર્યું હતું, જેથી તેમણે તને આવી સજા કરાવી, બોલ જોઉં?” “ખરે જ સિન્યોર –” હા, હા, સ્ત્રીઓને ગમે તે કારણે ખોટું લાગી જાય છે; પણ મને પોતાને તારા પ્રત્યે કશું ખોટું નથી લાગ્યું, હે.” “તો તો હું છેક જ કમનસીબ પ્રાણી નથી.” પણ જો, હું જ મૅડમ સાથે તારો મેળ કરાવી આપવા માગું છું. આજે સાંજે મૅડમના કમરામાં પત્તાં રમવા તારે આવવાનું છે; તું જેમજે મારી સાથે, અને હું તને મૅડમ પાસે લઈ જઈશ.” “તો તો આપ નામદાર મને ના પાડવાની પરવાનગી આપશો?” “શું? મારું કહ્યું તારે નથી માનવું એમ? તું બળવો કરવા માગે છે?” “નામદાર, ગઈ કાલે મેડમે આખા દરબારની રૂબરૂમાં મારા સામું પણ ન જોયું, ઉપરાંત મેં તેમને વંદન કર્યા ત્યારે તેમણે જવાબ સરખો ન આપ્યો.” Page #223 -------------------------------------------------------------------------- ________________ ખુશખુશાલ ૧૯૯ માનિક દ ગીશની હોશિયારી ઉપર આફ્રિન પોકારી ગયો. તેને બીક હતી કે દ ગીશ એકદમ રાજી થઈ મૅડમ પાસે પહોંચી જવાની હા પાડી બેસશે ! પ્રિન્સને દ ગીશને મોંમાં જ પોતાની પત્નીની તેના તરફની બેદરકારીની વાત બહુ ગમી. એટલે તેમણે તો હવે પોતાની સાથે આવવાનો દ ગીશને ‘હુકમ’ જ આપ્યો. દગીશ માથું નમાવી ન છૂટકે જાણે એ હુકમ માથે ધારણ કર્યા જેવું કર્યું; પણ તરત જ ઉમેર્યું, “નામદાર, અત્યારે તો હું આપ નામદાર પાસે એક કામ લઈને આવ્યો છું.” “બોલી નાંખ.” માંવદ બાજલૉન રાજાજીના હુકમથી લંડન જવા ઊપડી જાય છે; તે આપને સલામ ભરવા આવ્યા હતા, પણ આપને નદીએ નાહવા ગયેલા જાણી, તથા તેમને જલદી ઊપડી જવાનો હુકમ હોઈ, નાછૂટકે તેમણે આપને પોતાની સલામ નિવેદિત કરવાનું કામ મને સેંચ્યું છે.” વાહ, હું વાઇકાઉંટને સુખ-યાત્રા ઇચ્છું છું. પણ હવે તું જલદી કપડાં બદલીને આવી પહોંચ, નહિ તો –” “નહિ તો શું થશે, મસિન્યોર?” “હું તને બાસ્તિલમાં નંખાવીશ.” “વાહ, આપ નામદાર પણ નામદાર મૅડમના બિલકુલ ‘સિક્કાની બીજી બાજુ' જેવા જ છો. મૅડમને મારા પ્રત્યે ભાવ ન હોવાથી મને તે દેશનિકાલ કરાવે છે, અને આપ નામદારને મારા પ્રત્યે અતિ ભાવ હોવાથી આપ મને બાસ્તિલમાં નંખાવશો. હું આપ નામદારનો તેમ જ મૅડમનો બંનેનો એકસાથે આભારી છું.” ચાલ, ચાલ, તું બહુ આનંદી મિત્ર છે; અને મારે તારા વિના ચાલે તેમ જ નથી; તું નહોતો તેટલા દિવસમાં પેલા રોતીસૂરત લૉરેઈને મારી વલે બેસાડી દીધી હતી.” Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પંક “ પણ નામદાર, તો પછી આપને મારી એક અરજ બદલામાં રજૂ કરવાની પરવાનગી અબઘડી જ આપશો.” “અરજ શી છે?” “હું મારા એક મિત્રના મિત્રને – માલિકૉર્નને આપના ગૃહ-તંત્રમાં કંઈક ઠેકાણે પાડવા માગું છું.” “કઈ નોકરીમાં ?” ૨૦૦ “ગમે તે; કોઈ પણ બાબતની દેખરેખ રાખવાના કામમાં.’ “જો, તે તારી અરજ કેવા સારા દિવસે રજૂ કરી છે! કાલે જ મેં મારા એક કર્મચારીને રૂખસદ આપી દીધી છે. તે કામ ઉપર હું તેને લઈ લઉં છું.” “તેને કામકાજ શું કરવાનું રહેશે?” “મારા આખા ઘરમાં દેખરેખ રાખવાનું અને મને રોજ-બ-રોજ અહેવાલ આપતા રહેવાનું.” “વાહ, તો તો આપના ગૃહ-તંત્રનો વડો પોલીસ અમલદાર જ કહોને! એ કામ તો તે આપને સંતોષકારક રીતે બજાવી આપશે. “પણ તેનો દેખાવ કેવો છે? મને મારી આસપાસ ભદ્દા દેખાવના માણસો ગમતા નથી. ” "" માનિકોંએ હવે વચ્ચે આવીને કહ્યું, “નામદાર, કાઉંટનો મિત્ર તે હું, અને તે માણસ મારો મિત્ર છે. હું આપ નામદારને ખાતરી આપું છું કે, એ આપને બધી રીતે સંતોષ આપી શકશે.” Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૯ વનદેવતા અને જળપરી દરબારગઢમાં મિજબાની પૂરી થયા પછી સૌ કપડાં પહેરીને તૈયાર થઈ આવતાં સાંજના આઠેક વાગી ગયા. આઠ વાગતાંમાં મહેમાનો મૅડમને ત્યાં આવવા લાગ્યા. મૅડમનું આમંત્રણ સૌને હંમેશાં આકર્ષતું. પરંતુ ત્યાં સૌની એક પ્રકારે પરીક્ષા પણ થઈ રહેતી. મૅડમનાં વિનોદ, મર્માળી ભાષા અને આનંદોલ્લાસને પહોંચી વળવું દરેકને માટે શકય નહોતું. માઁશ્યોરનો ઠઠારો આજે જોવા જેવો હતો. કાર્ડિનલ માઝારેએ ભેગું કરેલું અને પાછળ મૂકેલું ઝવેરાત તો હતું જ અને રાણીમાતાનું તથા ઉપરાંતમાં પોતાની પત્ની જે લાવેલી તે પણ હતું. એ બધું તેમણે આજે ધારણ કર્યું હતું! તેની પાછળ દ ગીશ કંઈક ધીમે પગલે તથા નમ્રતા ધારણ કરીને કંઈ ખચકાતો ખચકાતો આવતો હોય તેમ આવ્યો. તેણે એવો સુંદર-સમુચિત પોશાક પહેર્યો હતો અને તેના ઘાટીલા સુંદર શરીર ઉપર તે એવો શોભતો હતો, કે આખા મેળાવડામાં સૌ કોઈને એ બાબતમાં તેનું જ સર્વોપરીત્વ સ્વીકારવું પડયું! મૅડમે એક જ નજર તેના ઉપર નાંખી — અને તે ઘડીએ દ ગીશના માં ઉપર રંગ ચડી આવ્યો; પણ એ એક નજરથી જ મૅડમના મનમાંથી જાણે રાજાને ગુમાવ્યાનો રંજ દૂર થઈ ગયો, અને તેના માં ઉપર પણ રંગ ચડી આવ્યો. માંશ્યોર હવે મૅડમ પાસે આવીને તેનો હાથ હાથમાં લઈને બોલ્યા, “મૅડમ, અત્યારે હું અહીં એક દેશનિકાલ થયેલા કમનસીબ માણસને લઈ આવ્યો છું. તમારી તેના ઉપર ખફા-નજર થયેલી છે તે હું જાણું છું; પરંતુ, હું તમને યાદ રાખવા વિનંતી કરું છું કે, તે મારો સર્વોત્તમ મિત્ર ૨૦૧ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ પ્રેમ-અંક છે, અને તેને તમે જ માયાળુ શબ્દોથી આવકારશો, તો મને ખરે જ ઘણી આનંદ થશે.” “કોની વાત કરો છો?” મેડમે ચારે તરફ ભાલા માણસની પેઠે નજર નાંખીને પૂછ્યું. પ્રિન્સે તરત જ જરા ખસી દ ગીશને આગળ કર્યો. મેડમ તરત નવાઈનો ભાવ ધારણ કરીને બોલી, “શું મોં દ ગીશની વાત તમે કરતા હતા?” “હા, હા, એમની જ. તેને તમે માફી આપો.” “માફી આપું? શા વતીની, પણ?” “કાંઈ નહિ, કાંઈ નહિ, પણ તમે તમારો હાથ તેને ચૂમવા દો, એટલે બસ.” મૅડમે જાણે નામરજીથી કર્યો હોય તેમ હાથ આગળ ધર્યો. દ ગીશે તેના ઉપર ઘૂંટણિયે પડી ચુંબન કર્યું. ' તે જ વખતે રાજાજી પધાર્યાની જાહેરાત થઈ. મૅડમ પોતાની તહેનાત-બાનુઓની હરોળ સાથે રાજાજીને સત્કારવા આગળ વધી. રાજાએ સૌની સાથે હસીને વાત કરી તથા સૌ ઉપર નજર નાંખી – ખાસ કરીને મૅડમની તહેનાત-બાનુઓ ઉપર, અને તેમાંય લા વાલિયેર ઉપર! પછી મૅડમ અને મેંશ્યોર સાથે ઠઠ્ઠામશ્કરીઓ ચાલી. રાજાજીનો મિત્ર-વિદૂષક સેતેશ્નો સાથે હતો. મોંશ્યોર મોટા મિત્રમંડળ-સખી મંડળ સાથે નદીએ નાહવા ગયા હતા, તેની વાત ઉપાડીને રાજાજીએ કહ્યું, “મૉશ્યોરના સ્નાન-સમારંભની તો કવિતાઓ લખાવા લાગી છે, અને એક કવિને તો પાણીમાં રહેતી એક જળપરીએ નજરે જોયેલી ગુપ્ત વાતો પણ કહી દીધી છે, એટલે તે કવિએ લખેલી કવિતા તો ખરેખર સાંભળવા લાયક થઈ છે.” રાજાજીએ આમ કહી પાસે ઊભેલી સ્ત્રીઓ તરફ નજર કરીએ તો તેમાંની કેટલીયના મોં ઉપર રંગ ચડી આવ્યો. Page #227 -------------------------------------------------------------------------- ________________ વનદેવતા અને જળપરી ૨૦૩ મૅડમે તરત જ રાજાજીને પૂછયું, “આપ નામદારના રાજ્યમાં જલ-સ્થલમાં રહેનાર સૌ આપનાં પ્રજાજન કહેવાય. એટલે એ જળપરીએ પેલા કવિને કહેલી વાતો આપને તો જાણમાં આવી જ ગઈ હશે. તો આપ જ તેમાંથી થોડી વાનગી અમને સંભળાવોને.” રાજાજીએ હસતાં હસતાં કહ્યું, “જુઓ મૅડમ, હું તેમાંની બધી વાતો કહું, તો તેમાંની કેટલીક વિગતો સાંભળતાં તમને જરા મૂંઝવણ થશે, તેના કરતાં મારા આ મિત્ર અને સોબતી સેંતેશ્નોને તમે કહેશો તો તે બરાબર બધું વર્ણવીને કહેશે. તેમને વાત કહેતાં સારી આવડે છે, અને યાદ ન રહ્યું હોય તો તે ઉપજાવી કાઢીને કહેતાં પણ સારું આવડે છે. એ બાબતમાં તો તેમને એક કવિ જ કહેવા જોઈએ!” સેતેશ્નો તરત બોલી ઊઠ્યો, “આપને પેલી જલપરીએ કવિને કહેલાં પદો યાદ ન રહ્યાં, તો મને તો શી રીતે યાદ રહે? ઉપરાંત, પાણીમાં બની બનીને શું બની શકે? તેના કરતાં સ્થળ ઉપર જ કેવી કેવી રસભરી વાતો બનતી હોય છે!” “તો સ્થળ ઉપર બનતી રસભરી વાતો કહો!” મેડમે તરત ફરમાવ્યું. એ પ્રશ્ન તો વનદેવતાને પૂછવા યોગ્ય છે. અને વનદેવતાની ભાષા સમજનારને તો એવાં એવાં રહસ્યો સાંભળવા મળે છે, જે સાંભળવા તો દેવલોકો પણ ઇચ્છા કરે.” વાહ, કાઉટ, તમને તો વાતમાં મણ ઘાલતાં બહુ સારું આવડે છે ને! ચાને વનદેવતાઓ પાસે આજકાલ બહુ રસિક વાત કહેવાની ભેગી થઈ છે એ જાણ તમને થઈ, તેનો અર્થ એ કે, તેમને પોતાને એ લોકોની દોસ્તી હોવી જોઈએ અને તેમની ભાષા પણ તમે સમજી શકતા હોવા જોઈએ.” હા મેડમ એ બાબત હું નમ્રપણે છતાં પૂરતા અભિમાન સાથે સ્વીકારી શકું તેમ છું.” તો તમે વનદેવતા પાસેથી સાંભળેલી આ થોડા દિવસમાં જ બનેલી કોઈ રસિક વાર્તા અને આજે સંભળાવોને!” Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પ્રેમ-અંક ઠીક, મૅડમ, આપનો હુકમ હું નકારી શકતો નથી. તો સૌથી પ્રથમ તો હું એટલું જણાવ્યું કે, વનદેવતાઓ પણ વન વન દીઠ જુદી હોય છે. અને તેમાંય ઓકવૃક્ષમાં રહેનારી વનદેવતા ખાસ વિશિષ્ટ શક્તિ ધરાવતી હોય છે. અને તેમાંય ફતેબ્લોના ઉપવનમાં 'રૉયલ-ઓક’ એવા નામવાળા વૃક્ષમાં રહેનારી તો ખાસ વિશિષ્ટ શક્તિ ધરાવે છે. અને રા૫ નામદારને હું તદ્દન નમ્રપણે જણાવી દઉં કે, એ સર્વોત્તમ વનદેવતાનો હું ખાસ મિત્ર છું.” “શાબાશ, કાઉંટ, તમારી વાત કહેવાની કુશળતા તો રાજાએ વખાણી તે કરતાંય વધુ જણાય છે. અને જે અમને કોઈ ભારે રસિક વાત જાણવા મળશે, એવાં પુરાં એંધાણ તમારા ઉપોદઘાતથી જ વરતાય છે!” હા, તો જુઓ સાંભળો : ફેબ્લો મુકામે મહાશુભસ્થાને એક ઝૂંપડીમાં બે ગો૫ રહેતા હતા. એકનું નામ હતું તિરસી. તેને વારસામાં ઘણી મોટી જાગીર મળી હતી, અને તે હતો પણ ફૂટડો તથા બધા રાજવંશી ગુણયુક્ત. કહોને કે તે ગોપ-રાજા જ હતો ! પણ તેનું ખાસ આધિપત્ય સ્ત્રીઓના હૃદયમાં હતું – કોઈ સ્ત્રી પોતાની મરજીથી એના સિવાય બીજા કોઈને પોતાનું ભાવભર્યું હૃદય અર્પી શકે જ નહિ –” “શાબાશ, શાબાશ! પણ હવે તેના બીજા સાથીનું વર્ણન કરોને! તે પણ તેના મિત્ર-રાજા તિરસી કરતાં કોઈ ઓછો ઊતરે એવો તો નહિ જ હોય !” “મેડમ, એ બીજા ગોપનું નામ આમિતાં હતું પણ તે મામૂલી માણસનું વર્ણન કરવાનું મને ફાવશે જ નહિ; સામાન્ય બે-પગા માણસ જેવો તે માણસ હતો. માત્ર તેનામાં એક ગુણ હતો અને તે એ કે, તે તેના મિત્ર” “ગોપ-રાજા” મૅડમે જરા હસી વચ્ચે ઉમેર્યું. “હાં, હાં – તેના ગોપ-રાજાના હુકમથી તેના પગ આગળ જીવતો દટાવા તૈયાર થઈ જાય.” “વાહ વફાદારી! વાહ રાજભક્તિ!” મેડમે હસીને કહ્યું. Page #229 -------------------------------------------------------------------------- ________________ વનદેવતા અને જળપરી ૨૦૫ સેતેશ્નોએ નમન કરી એ પ્રશંસા સ્વીકારી લીધી. પછી તેણે આગળ ચલાવ્યું – “એક રાતે તિરસી અને અમિતાં બંને જંગલમાં પોતપોતાના પ્રેમ-પ્રકરણની વાતો કરતા ફરતા હતા.” હાસ્તો; રાજકારણની વાતો કરવા તો તે વનજંગલમાં ન જ ફરેને!” મેડમે હસીને કહ્યું. “હાં મૅડમ; તો હું કહેતો હતો તેમ, ફરતાં ફરતાં તેઓ વનના ગાઢમાં ગાઢ ભાગમાં આવી પહોંચ્યા. તેઓને પોતાના હૃદયની ગુપ્ત વાતો એકબીજાને કહેવા નિર્જન એકાંત જ જોઈતું હતું. અચાનક તેઓને કાને એ નિર્જન ભાગમાં જ કોઈની વાતોનો અવાજ આવ્યો.” મૅડમે અનાચક મેતાલે અને તૉને શારત તરફ નજર નાંખી. તે બંને કંઈક વિચિત્ર સળવળાટ દાખવવા લાગી હતી. એ અવાજ કેટલીક ગોપ-કન્યાઓનો હતો. તેઓ પણ પોતાના હૃદયમાં એકઠો થયેલો પ્રેમ ભાર એકબીજીને કહીને હૃદય હળવાં કરવા એવી નિર્જન એકાંત જગામાં આવી હતી.” વાત એટલે સુધી આવતાં જ સૌ એકદમ ખડખડાટ હસી પડ્યાં. મેં તેગ્નોએ ઠાવકે મોંએ જણાવ્યું, “વનદેવતાએ મને કહ્યું હતું કે, એ ગોપ-કન્યાઓ ત્રણ હતી.” મેડમે પણ એટલે ઠાવકે મોંએ કહ્યું, “એમનાં નામ શાં હતાં, વારુ? વનદેવતાએ તમને જરૂર તે કહ્યાં જ હશે !” સેંતેનો જરા ખચકાયો. પણ પછી તરત બોલ્યો, “ફિલી, આમારિલી અને ગાલાતેઆ.” હવે એમના રૂપનું વર્ણન કરો,” મેડમે જરા હસી સેંતેશ્નોને ફરમાવ્યું. “ફિલી,” સેંતેગ્નોએ મોંતા તરફ નજર કરીને કહ્યું, “નાકાળી, ના-ગોરી, ના-ઊંચી, ના-નીચી, ના-આનંદી, ના-ગંભીર એવી હતી. તે કોઈ રાજકુંવરી જેવી મજાકી પ્રકૃતિની હતી અને દુનિયાની શ્રેષ્ઠમાં Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પ્રેમ-પંક શ્રેષ્ઠ નખરાંબાજને પણ હરાવે તેવી નખરાંબાજ હતી. પંખિણીની પેઠે તે હરહંમેશ કલબલાટ કરતી રહેતી; અને ઘડીકમાં જમીન સરસી ઊડતી તો ઘડીકમાં પકડવા આવનાર પારધીઓને પડકારતી આકાશમાં ઊંચી ચડી જતી.” સૌની આંખો માંતાલે ઉપર સ્થિર થઈ. પણ તે તો ઠાવકે મોંએ સેંતેગ્નો જાણે બીજી કોઈ સ્ત્રીનું વર્ણન કરતો હોય એમ ધ્યાન દઈને સાંભળી રહી. “આમારિલી ત્રણેમાં મોટી હતી,” મેં તેનોએ આગળ ચલાવ્યું. તૉને શારત એ સાંભળી જરા ઘૂરકી; પણ મેં તેગ્નોએ દાક્ષિણ્યથી તરત ઉમેર્યું, “પણ એની એ મોટાઈ વીસ વર્ષ કરતાં આગળ જતી ન હતી. ઊંચી, વાળનાં ગાઢાં ઝુલફાંવાળી, રૂઆબદાર ચાલવાળી, તથા માનવામાં દેવીની પેઠે સરસાઈ ભોગવતી એ ગોપ-કન્યાએ ઊંઘતા કામદેવના ભાથામાંથી બાણ ચોરી લીધાં હતાં અને પછી તે બાણો આસપાસના બધા ગોપ-જવાનો ઉપર તાકવામાં તે દૂર આનંદ લીધા કરતી.” કેવી નાદાન દુષ્ટ ભરવાડણ!” મેડમે ઠાવકે મોંએ કહ્યું, “મને લાગે છે કે, કોઈ ને કોઈ દિવસ તે અણઘડ બાઈ એ તીક્ષ્ય બાણ પોતાને જ વગાડી બેસશે !” બધા ગોપ-યુવાનોની એ જ પ્રાર્થના છે,” સેંતેગ્નોએ પણ તૉને શારત તરફ નજર કરીને કહ્યું. “ખાસ કરીને પેલા ગોપ આમિતાંની,” મેડમે ઉમેર્યું. એ ગોપ અમિતાં એવો શરમાળ પ્રકૃતિનો છે કે, એના હૃદયમાં એવો ભાવ હોય તો પણ કોઈના જાણવામાં કદી ન આવે.” “અને હવે ગાલાતેઆ બાકી રહી; તેનું વર્ણન જરા વિગતે કરજો, કાઉટ; કારણ કે, પેલી બેના વર્ણન કરતાં આ ત્રીજીનું વર્ણન કરવામાં જ કદાચ તમારી વર્ણનશક્તિની પરીક્ષા થઈ રહેશે.” સેંતેગ્નોએ પૂરી સ્વસ્થતાથી તેનું વર્ણન આરંભ્ય–“ગાલાતેઆ દૂધ જેવી સફેદ છે, અને તેના સોનેરી વાળ પવનમાં લહેરાય છે ત્યારે Page #231 -------------------------------------------------------------------------- ________________ વનદેવતા અને જળપરી ૨૦૭ પવનને તરંગિત તથા સુગંધિત કરી મૂકે છે. તેની સુંદર ભૂરી આંખોમાંથી એવું વિચિત્ર તેજ નીકળ્યા કરે છે કે જે અમાનુષી જ લાગે. જ્યારે તે ભવાં ચડાવે અથવા પોતાની નજર જમીન ઉપર ઢાળી દે, ત્યારે સૂર્ય પોતે શોકનો કાળો ઓછાડ ઓઢી લે છે. તેથી ઊલટું, તે જ્યારે હસે છે, ત્યારે સમસ્ત પ્રકૃતિ ખીલી ઊઠે છે, આનંદી ઊઠે છે, અને આગલી ક્ષણે ચૂપ થઈ ગયેલાં પંખી પણ કલરવ કરતાં મંજુલ કંઠે ગાવા માંડે છે. ગાલાતેઆ તો સમગ્ર સૃષ્ટિની પ્રશંસાને – નહિ, નહિ, પૂજાને પાત્ર છે; અને તે તેનો પ્રથમ પ્રેમ જે માનવ ઉપર ઢોળશે, તે માણસ ખરેખર ધન્ય થઈ જશે.” મૅડમે ઠાવકે મોંએ રાજાજીને પૂછયું, “આપ નામદારને આ ત્રણ ગોપ-કન્યાઓ બાબત શો અભિપ્રાય છે?” “આમા રિલી ખરેખર મારે મતે સુંદર છે.” “મને તો ફિલી બહુ ગમી,” મોંશ્યોર વચમાં બોલી ઊઠ્યા, અને આખી મંડળી ખડખડાટ હસી પડી. બિચારી મતાલે શરમની મારી લાલ લાલ થઈ ગઈ. “ઠીક”, મેડમે હવે આગળ ચલાવ્યું; “એ ગોપ-કન્યાઓ અંદર અંદર શી વાતો કરતી હતી?” “તેઓ એકબીજીને કહેતી હતી કે, પ્રેમનો મારગ ખરેખર કાંટાળો છે, અને ખૂબ જોખમકારક છે; પરંતુ પ્રેમ ન કરવી એ પણ હૃદયને માટે મૃત્યુની સજા બરાબર છે.” છેવટે તેઓ શા નિર્ણય ઉપર આવી?” મૅડમે પૂછયું. “તેઓ એ નિર્ણય ઉપર આવી કે, પ્રેમ કરવી એ જરૂરી છે.” “તો તો બહુ સારું; તેમણે પોતાનો પ્રેમ કયાં ઢોળવા વિચાર્યું હતું વારુ?” “આમારિલી જો કે પ્રેમ કરવામાં રહેલાં જોખમો ઉપર વિશેષ ભાર મૂકતી હતી, છતાં તેણે કબૂલ કર્યું કે અમુક ગોપ-યુવાનની મૂર્તિ તેના અંતરમાં વસી ગઈ છે ખરી.” Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ૨૦૮ : પ્રેમ-પંક એ મૂર્તિ તિરસીની હતી કે અમિતાંની?” “આમિતાંની મેડમ,” સેંતેગ્નોએ નમ્રતાથી કહ્યું, “પણ સુંદર મધુર આંખોવાળી ગાલાતેઆએ તરત જવાબ આપ્યો કે, દુનિયાભરના ભલભલા ગોપયુવાનો પણ ગોપ-રાજ તિરસીની બરાબરી ન કરી શકે – જેમ બધાં વૃક્ષો ઓકની બરાબરી ન કરી શકે, કે બધાં પુષ્પો કમળની બરાબરી ન કરી શકે. વળી તેણે તિરસીનું એવું મનોહર વર્ણન કરી બતાવ્યું કે, તિરસી ગોપ-રાજ, જે એ બધું સાંભળતો હતો, તે પણ પોતાનાં પદપ્રતિષ્ઠા ભૂલી તે કન્યા તરફ આકર્ષાય. આમ આમા રિલી અને ગાલાતેઆ એ બે ગોપ-કન્યાઓનાં હૃદયની ગુપ્ત વાત ઓકવૃક્ષમાં રહેતી વનદેવતાએ મને કહી સંભળાવી. એ વનદેવતા ઓકનાં પોલાણોમાં, વનવગડામાં, ખીણકોતરમાં જે કંઈ બનતું હોય છે તે જાણી શકે છે, તથા અવકાશમાં ઊડતાં પંખીઓ પણ પોતાનાં જે પ્રેમ-પ્રકરણનાં ગીત ગાતાં હોય છે, તે પણ તે સાંભળી શકે છે.” તો ઠીક, મશ્યોર દ સેતેશ્નો તમે આટલું જ વનદેવતાને મુખે સાંભળ્યું હતું, નહિ?” હા જી; મને એટલું જ કહેવામાં આવ્યું હતું.” “પણ તમે પાસે ઊભેલી જળદેવી તરફ બિલકુલ દુર્લક્ષ કર્યું તે ભૂલ કરી; તે તમને કશુંક વિશેષ સંભળાવવા માગતી હતી, પણ તમે ઉતાવળમાં ત્યાંથી ચાલ્યા ગયા.” “જળદેવી?” હા, હા, તમારા એ “રૉયલ-ઓક વૃક્ષ પાસે જ એક મનોહર ઝરણું છે, ત્યાં રહેતી જળદેવી તમારી પેલી વનદેવતા કરતાં વધુ વિગતો જાણતી હતી.” રાજા હવે અકળાવા લાગ્યો; પોતાના પરાક્રમની કંઈક વિશેષ વિગતો મૅડમ પાસે છે એટલું સમજાતાં તેને વાર ન લાગી. “તે ઝરણું ઓળંગવા જતી હતી તેવામાં જ તે જળદેવીએ મને રોકીને કહ્યું, આ ભૂંડી વનદેવતાએ મૅ૦ દ સેતેશ્નોને અધૂરી અને Page #233 -------------------------------------------------------------------------- ________________ વનદેવતા અને જળપરી ૨૦૯ તેથી જૂઠી વાત જ કહી છે, અને તેટલા ઉપરથી ભારે ભ્રમ સરજાવાનો છે!” “અધૂરી અને જૂઠી?” “હાસ્તો, જે અધૂરું હોય તે જૂઠું જ નીવડે. જુઓને, હું તેણે કહેલી વિશેષ વાત ઉમેરી આપું, એટલે તમે તથા તમારા મિત્ર ગોપ-રાજ જ નક્કી કરી લેજો.” રાજા ફરીથી ચોંક્યો. જળદેવીએ મને કહ્યું, અહીં મારા કિનારા ઉપર એક હાસ્યરસિક નાટિકા જેવી ઘટના હમણાં જ બની ગઈ. બે ભરવાડો છાનામાના સ્ત્રીઓની ગુપ્ત વાતો સાંભળવાના લોભમાં “રૉયલ-ઓક’ પાછળ છુપાઈને ત્યાં બેઠેલી ભરવાડણોની વાતો સાંભળતા હતા. પણ પેલી ભરવાડણો બહુ તોફાની ભરવાડણો હતી; તેમણે થોડા વખત અગાઉ જ મારા ઝરણાના કિનારા ઉપર બેસી પગનાં છબછબિયાં કરતી વખતે પેલા બે ભરવાડોને ચાંદનીના પ્રકાશમાં ત્યાં ફરતા દૂરથી જોયા હતા; તેઓએ તેમને ઓળખી પણ કાઢયા હતા; એટલે તેઓએ તોફાન કરવાની વૃત્તિથી નક્કી કર્યું કે, આપણે “રૉયલ-ઑક’ વૃક્ષ નીચે બેસીએ અને પેલા ભરવાડો આ તરફ આવે એટલે પછી તેમને માટે પ્રેમની જૂઠી વાતો આપસમાં કરી, તેઓને બબૂચક બનાવીએ!” રાજા એકીસાથે લાલચોળ અને કાળો કણક બનતો ચાલ્યો. – ખરેખર પેલી ત્રણ કન્યાઓએ પોતાને બનાવવા કેવળ તોફાન ખાતર જ પ્રેમનું આ નાટક રચ્યું હતું કે શું? “અને સ્ત્રીઓ બરાબર જાણતી હોય છે કે, પુરુષોને વણમાગ્યો કોઈ સ્ત્રીનો પ્રેમ પ્રાપ્ત થાય ત્યારે તેમને કેટલો આનંદ થાય છે! એટલે પેલી ગોપ-કન્યાઓએ એ બેય જણને જાણે વિખંભ-કથા કરતી હોય તે રીતે વાતો કરતાં કરતાં તિરસીને તથા આમિતાંને બરાબર ઉલ્લા બનાવ્યા. અને પેલા બંને બન્યા પણ ખરા!” છે.–૧૪ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ પ્રેમ-પંક રાજા હવે વચ્ચે બોલી ઊઠ્યો, “પણ મૅડમ, તમે જળદેવતાની ભાષા શી રીતે સમજી શકયાં?” “પૂછી જુઓને આ મંશ્યોર દ સેતેશ્નોને તે પણ પેલી વનદેવતાની ભાષા બરાબર સમજી શકયા હતા ને? એ દેવ-દેવી આપણા માનવોની બધી ભાષા જાણતી હોય છે! તેથી પેલી જળદેવીએ મને અંગ્રેજીમાં જ બધી વાત કહી હતી; પણ મારા કાન મને છેતરતા હોય એમ માની, પછી મેં મારી તહેનાત-બાનુઓ માદમુઆઝોલ તાલે, દ તૉને-શારત, અને દ લા વાલિયેરને પાસે બોલાવી અને જળદેવીને મુખે બધી વાત ફ્રેંચ ભાષામાં કહેવરાવી. તેઓને જે વાત તેણે ફ્રેંચ ભાષામાં કહી, તે જ વાત મને તેણે અંગ્રેજીમાં પણ કહી હતી!” “ખરી વાત?” રાજાએ પૂછ્યું. “ખરી વાત છે કે, ફિલી–અરે કુમારી દ મૉતાલે?” મેડમે બાજુએ ફરીને પૂછ્યું. “હાજી; આપે કહ્યું તે પ્રમાણે જ બધું હતું,” માંતાલેએ બેધડક બોલી નાખ્યું. “અને કુમારી દ તૉને શારત, તમે પણ એમ જ કહો છો ને?” તદ્દન સાચી વાત છે.” “અને તમે લા વાલિયર?” એ બિચારી રાજાની તીવ્ર દૃષ્ટિ હેઠળ સમસમી રહી. તે આખી વાત બનાવટી છે – એમ પણ સ્પ કહી શકી નહિ, તેમ જ સાચું છે એમ જૂઠું પણ બોલી શકી નહિ. તેણે માત્ર જાણે સંમતિસૂચક ડોકું ઊંચું કરી છાતી ઉપર નીચું નાખી દીધું. - રાજા તરત જ બોલી ઊઠયો, “સાચી વાત છે; સ્ત્રીઓની ગુપ્ત વાતો સાંભળવા પ્રયત્ન કરનાર તે બેને યોગ્ય સજા જ થઈ કહેવાય.” તો શું જળદેવીની વાત સાંભળી, આપ નામદારને નાખુશી થઈ, એમ મારે માનવું?” મેડમે ઠાવકે એ રાજાને પૂછયું. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ રાજવી માનસ “ના, ના, મૅડમ, તમારી જળદેવીએ તો ઊલટો મને ઘણી ખુશ કર્યો છે. કારણ કે તેણે સાચી જ વાત કહી હતી, અને તેના ત્રણ ત્રણ સાક્ષીઓ તમે રજૂ કરેલા છે.” લા વાલિયેરની આંખોએ અંધારાં આવી ગયાં. ૩૦ રાજવી માનસ રાજા પોતાના કમરા તરફ ઝડપી પગલે પાછો ફર્યો. એ રીતે તે પોતાના લથડતા પગને સ્થિર રાખવા માગતો હતો. મેડમને રાજાના જલદી જલદી ચાલ્યા જવામાં કશું અસાધારણ ન લાગ્યું. તેનું મન તો પોતે મારેલા ફટકાથી જ આનંદ-વિભોર બની ગયું હતું. તેને તો રાજાને એટલું જ બતાવવું હતું કે, તેમનો પ્રેમ પોતાના જેવી કોઈ ખાનદાન રાજવંશી ઉપર ઢોળવાથી અમુક શિષ્ટતા અને મર્યાદા આપોઆપ જળવાઈ રહે છે, ત્યારે સામાન્ય વ્યક્તિ ઉપર પ્રેમ ઢોળવા જતાં રાજા જેવો રાજા પણ સામાન્ય માનવીઓનો ટીકાપાત્ર – હાસ્યાસ્પદ બની રહે! લૂઈની પ્રકૃતિ મેડમ બરાબર સમજતી હતી. તેના હૃદય ઉપર આવો સીધો ઘા કરવો, એ તેના સ્વમાનને તોડી ફોડી ધૂળભેગું કરવા જેવું હતું. લૂઈ કદી પોતાની એ વલે ન થવા દે. તે તરત જ પોતાના હૃદયના ભાવોને જતા કરી, પોતાની પ્રતિષ્ઠાને જાળવવા જ તત્પર થઈ જાય! એટલે મૅડમને ખાતરી હતી કે, રાજા જ હવે લુઇઝાના ઉપર પોતે પ્રેમ ઢોળ્યો હતો એ છાપ ભૂંસી નાખવા, તે છોકરીને વધારે પડતી ઉતાવળથી બને તેટલી પોતાની નજર સામેથી નાબૂદ કરવા પ્રયત્ન કરશે. અને વસુતાએ પણ, માઝારેના દબાણમાંથી નીકળ્યા પછી, લૂઈ, પહેલી વાર, પોતે પ્રજાજનોનાં હૃદયોનો – ભાવભક્તિનો તેમ જ સમગ્ર Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ પ્રેમ-પંક રાજ્યનો માલિક છે, એવું અનુભવવાની શરૂઆત કરતો હતો, ત્યાં જ બ્લાવા જેવા ગામડાની છોકરીઓ તેની આવી મશ્કરી કરી ગઈ, એ વસ્તુ તેને ઝાળ જેવી લાગી ગઈ. પરંતુ સ્ત્રીઓ ઉપર પોતાની લશ્કરી તાકાતનો કે રાજવી તાકાતનો પ્રયોગ ઓછો જ કરી શકાય ! અને છતાં આ માત્ર રાજવી માન-પ્રતિષ્ઠાનો જ સવાલ ન હતો. રાજા પહેલી વાર લા વાલિયેરની નિર્દોષતા, મુગ્ધતા અને પ્રેમળતાથી આકર્ષાયો હતો. તેણે એક યુવાન તરીકે માનવી તરીકે – નિર્મળ એકનિષ્ઠ પ્રેમ પ્રાપ્ત કરવાનાં કેવાંય સ્વપ્નાં માણ્યાં હતાં અને લા વાલિયેરનો એવો મુગ્ધ પ્રેમ પોતા તરફ ઢળેલો જોતાં તે બીજો બધો વિચાર છોડી, એકદમ તે પ્રેમ સ્વીકારી પોતાને ધન્ય માનવા લાગ્યો હતો. કોઈનું હૃદય વણમાગ્યું ભક્તિભાવથી પોતાને અર્પણ થયેલું જોવું – એ વસ્તુ માનવને કેવો દેવ જેવો બનાવી મૂકે છે! અને, એ છોકરી પાસે ખાનદાન, બુદ્ધિ, કે સૌંદર્ય એ કશાની બડાશ મારવા જેવું કાંઈ જ ન હતું. અને છતાં આસપાસની સૌ સ્ત્રીઓ કરતાં તેની પાસે જે વિશેષ હોવાનું રાજાને દેખાયું, તે વિશેષ વસ્તુ– તેનો હૃદયભર્યો નિર્દેતુક પ્રેમ – એ વડે જ તે જિતાઇ ગયો હતો. પરંતુ તે વસ્તુ તો એક મશ્કરી હતી-ઠંડે પેટે રાજા જેવા રાજાની કરેલી મશ્કરી હતી! રાજા એકદમ સાબદો થઈ ગયો. આ વસ્તુ તેના જીવનમાં પહેલી તેમ જ છેલ્લી જ બની રહેશે! હવે કોઈના મુગ્ધ પ્રેમની વાત તેને લોભાવી કે છેતરી શકશે નહિ! રાજા પોતાના કમરામાં આવી ઝડપભેર આમથી તેમ આંટા મારવા લાગી ગયો; તથા હાથપગ ઉગામી, પસ્તાવાની, ગુસ્સાની, હતાશાની એમ અનેક ચેષ્ટાઓ કરવા લાગ્યો. સામે સેતેશ્નો પણ ગુપચુપ પૂતળાની પેઠે ઊભો હતો, તેનું તેને ભાન ન હતું. અચાનક તેની સામે નજર પડતાં રાજા ગુસ્સાથી ધમધમી જઈ બોલી ઊઠયો, “હે, અલ્યા સેતેશ્નો, તું પણ આ શરમભરેલી મશ્કરીથી છેતરાયો!” Page #237 -------------------------------------------------------------------------- ________________ રાજવી માનસ ૨૧૩ સરકાર, આપ નાહક એ વાતને આટલી બધી મન ઉપર ન લાવશો; સ્ત્રીઓ તો પુરુષજાતના કમનસીબ માટે જ આવી હૃદયહીન, પ્રેમહીન, અક્કલહીન સરજાઈ છે. તેમની પાસેથી કશા સારાની આશા રાખવી, એ જ અશક્યની ઇચ્છા રાખવા સમી વિડંબના માત્ર છે.” સેતેશ્નો, હું ગુસ્સે નથી થયો; પણ બે ટચૂકડી છોકરીઓ આપણી આમ મજાક કરી ગઈ, એ વાતનું મને વધારે પડતું લાગી આવ્યું છે. આપણે બંને કશો વધુ વિચાર કર્યા વિના આપણા આંધળા હૃદયના દોરવાયા દોરવાઈ ગયા એ કેવું?” સરકાર, એ હૃદયને ધમણની પેઠે દમ ભર્યા કરવાનું જ કામ સોંપવું જોઈએ, અને એને આપણી લાગણીઓ કે ભાવનાઓનો ભાર સંભાળવાનું તજાવી દેવું જોઈએ. છતાં મારી પોતાની વાત કહું તો, આપ નામદારને પેલી છોકરી ઉપર “એકદમ વળી ગયેલા – ” “હું વળી ગયો? હશે, પણ મારે એ છોકરીનો વાંક ન કાઢવો જોઈએ; કારણકે મને પોતાને તો પહેલેથી ખબર હતી જ કે તેનું હૃદય બીજા કોઈને અર્પિત થઈ ગયેલું હતું.” હા જી; વાઇકાઉંટ દ બ્રાજલૉન માટે તેની માગણી જ આપ નામદાર પાસે કરવામાં આવી હતી.” “અને હવે, એ બે જણ અરસપરસ આટલાં બધાં ચાહે છે, તો ઇંગ્લેંડથી વાઈકાઉંટ પાછો આવે એટલે તરત એ છોકરીને તેની સાથે પરણાવી જ દઈશું. મેં નાહક તે વખતે એ લગ્ન મુલતવી રખાવીને ઉપાધિ વહોરી! પણ હવે આપણે બંનેએ આ વાત મન ઉપરથી છેક કાઢી જ નાખવી, અને ” તે જ ઘડીએ બહારથી હજૂરિયો એક ચિઠ્ઠી લઈને રાજાજીને આપવા માટે અંદર આવવા પરવાનગી માગવા લાગ્યો. રાજાજીએ તેને અંદર આવવા દઈ એ ચિઠ્ઠી હાથમાં લઈને પૂછયું, “કોની છે?” Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ પ્રેમ-પક સરકાર મને ખબર નથી; ફરજ ઉપર ઊભેલા એક અફસરે મને આપી.” રાજા એ ચિઠ્ઠી વાંચતાં જ એકદમ કંપી તથા ચીસ પાડી ઊઠયો. સેતેશ્નો તરત રાજાજી તરફ દોડ્યો. તેણે પેલા હજૂરિયાને બહાર ચાલ્યા જવા નિશાની કરી, અને પછી બારણું બંધ થતાં રાજાજીને પૂછ્યું – નામદાર, આપ અસ્વસ્થ છો?” ના, ના, પણ સેતેશ્નો તું આ વાંચ.” સેતેશ્નોએ ચિઠ્ઠી હાથમાં લઈને વાંચી – “મારી આ ધૂણતા ક્ષમા કરશો; તથા પત્રના આરંભમાં કશાં વિધિસર સંબોધન નથી તેની સવિશેષ ક્ષમા આપશો. આ બધું હું ઘણી ઉતાવળમાં તથા કંઈક ચોરીછૂપીથી લખું છું, એટલું જ મને ક્ષમા અપાવવા જણાવવું બસ થશે. હું મારા કમરામાં દુ:ખશોકથી તરફડતી પાછી ફરી છું. આપ નામદારને મારી એટલી જ નમ્ર અરજ છે કે, સાચી વાત નિવેદિત કરવા મને ઝટપટ મુલાકાત બક્ષવામાં આવે. મારું હૃદય ફાટી પડે છે.” - લુઇઝા દ લા વાલિયર” સંતેગ્નોએ ચિઠ્ઠી પૂરી કરી રાજાજી તરફ પ્રશ્નાર્થ દૃષ્ટિ કરીને જોયું. રાજાએ તેને જલદી જલદી ઝલ્મો ઓઢી લેવા જણાવ્યું. અને પૂછયું, “આ લોકોના કમરામાં છાનામાના જઈ પહોંચાય તેવો કોઈ ઉપાય તને સૂઝે છે?” “ના સરકાર; મેડમ હમણાં હમણાં પોતાની તહેનાત-બાનુઓ ઉપર કડક જાપતો રાખે છે, એવું સાંભળ્યું છે.” પણ તે તરફના કોઈ હજૂરિયાને તું ઓળખે છે કે નહિ?” Page #239 -------------------------------------------------------------------------- ________________ વનદેવતા કે જળદેવીએ ન ધારેલું તેવું – ૨૧૫ “હું એક સદગૃહસ્થને ઓળખું છું, જે ત્યાંની એક તહેનાતબાનુ સાથે સારા મેળમાં છે.” તૉને શારૉત સાથે ?” * “ના સરકાર, તાલ સાથે.” “તેનું નામ?” “માલિકૉર્ન.” “તે આપણને અંદર ઘુસાડી શકશે, એવી તને ખાતરી છે?” “તે અંદર જવાની કાંઈ ને કોઈ વ્યવસ્થા જરૂર કરશે જ; તે બહુ ચકોર માણસ છે; અને એક વખત મેં તેના ઉપર આભાર ચડાવેલો છે, એટલે તેનો બદલો વાળવા તે જરૂર પ્રયત્ન કરશે.” ૩૧ વનદેવતા કે જળદેવીએ ન ધારેલું તેવું– સેંતેગ્નોએ દાદર આગળ જ એક નોકરને બોલાવી માલિકૉર્નને બોલાવી મંગાવ્યો. માલિકૉર્ન મોંશ્યોરની નોકરીએ ચડી ગયો હતો અને તેમની સાથે જ અત્યારે વાતચીત કરતો હતો. તે આવ્યો એટલે ઝભા વડે ઢંકાયેલા રાજાજી બાજુએ ફરી ગયા, જેથી માલિકૉર્ન તેમને ઓળખી ન શકે. તેગ્નોએ માલિકૉર્નને તહેનાત-બાનુઓના કમરામાં જવાની ગોઠવણ કરવાનું કહેતાં જ માલિકૉર્ન બોલી ઊઠયો, “અશકય; તમારો હેતુ શો છે, એ જાણ્યા વિના મારાથી એ ગંભીર જોખમ ઉઠાવી જ શી રીતે શકાય?” “જુઓ, મોંશ્યોર માલિકૉર્ન, મારાથી એ હેતુ પ્રગટ કરી શકાય તેમ નથી, પરંતુ મિત્ર તરીકે મારામાં વિશ્વાસ રાખો કે તમને તથા કોઈને નુકસાન કે જોખમમાં આવી પડવું પડે એવો હેતુ હરગિજ નથી.” Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ પ્રેમ-પંક “પણ કુમારી માંતાલની સાથે વાત કરતો તમે મને જોયો હતો, તેટલા માટે તેના કમરાના બારણાની ચાવી તમે મારી પાસે માગો છો, એ કેવું?” પણ કુમારી માંતાલે તે કમરામાં એકલાં નહીં જ રહેતાં હોય.” હા, કુમારી દ લા વાલિયર સાથે રહે છે, પણ તેમને મળવા જવા તો તમે પણ ન ઇચ્છતા હો જેમ કુમારી તાલેને પણ મળવા જવાનું તમને કારણ ન હોઈ શકે. કુમારી વાલિયેરને મળવા જવા તો વાઇકાઉંટ દ બ્રાજલૉન ઇચ્છે તો તેમને હું જરૂર અંદર જવા દઉં; અથવા રાજાજીને ગમે ત્યાં જવાની સદર પરવાનગી છે એટલે તેમને હું તે કમરાની ચાવી આપી શકે. પરંતુ તમારો હેતુ જાગ્યા વિના તમારે માટે હું એ કમરો ને ખોલી શકે.” તો તો તમે મને એ ચાવી આપી દો જોઉં,” રાજા એકદમ આગળ આવી, મોં ખુલ્લું થવા દઈ બોલ્યો; “ઉપરાંતમાં તમે કુમારી તાલેને તમારી સાથે વાતો કરવા નીચે બોલાવી લો, જેથી અમે ઉપર જઈ કુમારી દ લા વાલિયેર સાથે વાત કરી શકીએ; અમારે તેમને જ મળવું છે.” “નામદાર સરકાર!” માલિકૉર્ન એકદમ જમીન સુધી નીચો નમીને બોલ્યો. હા, હા, રાજા!” લૂઈ હસતો હસતો બોલ્યો; “તમે જે સામનો કર્યો, તેમ જ તમે હવે જે તાબેદારી બતાવો છો, તેથી હું ખુશ થયો છું. જલદી ઊઠો અને મેં કહ્યા મુજબની વ્યવસ્થા કરી આપો.” “આપ નામદારની આજ્ઞા મને શિરોધાર્ય છે.” માલિકૉર્ન રાજાજીને દાદર તરફ દોરી જતો બોલ્યો. “પણ કુમારી મતાલેને પ્રથમ નીચે બોલાવી લો; તથા હું આવ્યો છું એની ખબર તેમને કે કોઈને જરાય ન પડવી જોઈએ.” માલિકૉર્ને તરત જ નીચા નમી એ આજ્ઞાનો સ્વીકાર કર્યો. માલિકૉર્ન હવે ઉતાવળે દાદરો ચડવા લાગ્યો. પણ વિચાર કરી, રાજાજી પણ Page #241 -------------------------------------------------------------------------- ________________ વનદેવતા કે જળપરીએ ન ધારેલું તેવું – ૨૧૭ તેની લગોલગ ઉપર પહોંચી ગયા, અને પેલાએ ચાવી લગાવી કે તરત જ બારણું ઉઘાડી અંદર દાખલ થઈ ગયા. લા વાલિયર એક આરામ ખુરશીમાં નીચું માથું કરી બેઠી હતી, અને મેતાલે એક અરીસા સામે ઊભી રહી પોતાના વાળ ગોઠવતી હતી. રાજાજીને જોઈ તરત તે ચકીને બહાર નાઠી. લા વાલિયેર રાજાજીને જોઈ ઊભી થવા ગઈ પણ પાછી ગબડી પડી. સેતેશ્નો બારણા આગળ અવળો ફરી પડદા પાછળ ઊભો રહ્યો. લા વાલિયેરે ફરી ઊભા થવા પ્રયત્ન કર્યો અને નીચા નમી આજીજી કરતાં કહ્યું, “સરકાર, મારી ધૃષ્ટતા બદલ ક્ષમા કરો; મેં આપને ઘણી તસ્દી આપી.” “મારી મુલાકાત તમે શા માટે માગી હતી?” “સરકાર, મેં ભારે અપરાધ કર્યો છે; આપ નામદારની હું ભારેમાં ભારે ગુનેગાર છું.” “જરા પણ નહિ.” “સરકાર, મારા પ્રત્યે આવો ગંભીર ઉપેક્ષાનો ભાવ ન દાખવશો; આપ આ ગુસ્સામાં બોલી રહ્યા છો, એ હું સમજું છું. મેં આપને ભારે ખોટું લગાડયું છે, પણ હું એટલી જ ખાતરી આપને આપવા માગું છું કે, મેં જાણીબૂજીને એ અપરાધ કર્યો નથી.” કોઈ જુવાન છોકરી મજાકના ભાવમાં આવી જઈ, કશી રમત ખેલે, તેથી મારે ખોટું લગાડવાનું ન હોય. તમારી જગાએ બીજું કોઈ પણ હોત તો તેણેય એમ જ કર્યું હોત.” “સરકાર, આપ શું કહો છો? જો મેં જાણીબૂજીને એ મજાક ખેલી હોય, તો તો મારા જેવી અપરાધિની બીજી કોઈ ન કહેવાય.” પણ આટલું જ કહેવા માટે તમે આ મુલાકાત માગી હતી?” એમ કહી રાજા તરત પાછો ફરવા ગયો. Page #242 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પાંક તે જોઈ તરત જ લા વાલિયેર ડૂસકાં ભરતી રાજાજી તરફ વળી અને કહેવા લાગી, “સરકાર, મને એક વાર કહેતા જાઓ, કે, ‘રૉયલઓક’ નીચે જે કંઈ હું બોલી હતી તે વધું આપે સાંભળ્યું હતું?” “એકેએક શબ્દ.’ 39 ૨૧૮ “અને એ શબ્દો સાંભળતી વખતે આપને લાગ્યું હતું ખરું કે, હું એ બધું ગોઠવીને મજાક ખાતર બોલી રહી છું?” “તે વખતે નહીં લાગ્યું હોય તો પછી જ્યારે તે બોલનારને સગે મેાંએ મેં સાંભળ્યું કે, એ બધું મજાક ખાતર ગોઠવી રાખેલું જ તે બોલી હતી, ત્યારે તો તેમ માનવું જ રહ્યું.” 66 “પરંતુ, નામદાર એમ હું ન કહું તો મને ધમકી આપવામાં આવી હતી. "" “ધમકી? મારા રાજ્યમાં કોણ એવી ધમકી આપી શકે?” “જેને એક કંગાળ મુફલિસ જુવાન છોકરીને ડરાવવાની કે બરબાદ કરવાની સત્તા છે, તે વળી.” “પણ એવાં જૂઠાં બહાનાં બતાવી, બીજાઓને દોષિત ઠરાવી, પોતાનો દોષ ઢાંકવા ઈચ્છતી તમારા જેવી કરતાં તો તેવા જુલમગાર લોકોને હું વધુ પસંદ કર્યું.” “સરકાર, આપ મારા બોલવા ઉપર વિશ્વાસ નથી મૂકતા? આપ શું એમ સાચેસાચ માનો છો કે, આ બધી મજાક મે મારે હાથે કરીને યોજી હતી?” આટલું કહેતામાં તો લા વાલિયેર પોતાના બંને હાથોમાં માં ઢાંકી દઈ, ડૂસકે ચડી. રાજા સ્રીજાતિના આ ફંદ તરફ ક્રૂર ટાઢી નજરથી જોઈ રહ્યો. “હા, હા, અને મજાક પણ કેવી! જો રાજા તેને સાચી માની પગે પડતો આવે, તો તેને આખા દરબાર સમક્ષ ધૂત્કારીને અપમાનવાનો આનંદ મળે; તેમ જ પોતાના અદરાયેલા ભરથારને પણ લગ્ન બાદ, Page #243 -------------------------------------------------------------------------- ________________ વનદેવતા કે જળદેવીએ ન ધારેલું તેવું – ૨૧૯ એક રાજા જેવા રાજાને પોતે કેવો બનાવ્યો હતો, એ પરાક્રમની વાત આનંદ સાથે કહી શકાય !” સરકાર!”લા વાલિયર ચીસ પાડી ઊઠી; “આપ હવે એક શબ્દ ન બોલશો; આપ મને પ્રાણદંડ દઈ રહ્યા છો, તે પણ જોઈ શકતા નથી?” એ પણ એ મજાકનો જ એક ભાગ છે, બાજુ,” રાજા ટાઢાશથી બોલ્યો. જોકે તેને લાગવા માંડયું ખરું કે, કંઈક કાચું કપાય છે. લા વાલિયેર હવે જોરથી ધબાકા સાથે ઘૂંટણિયે પડી અને બોલી, સરકાર, મારી વફાદારી ઉપર શંકા લવાય તેના કરતાં હું બેશરમ દેખાઉં તે વધુ પસંદ કરું છું. અને તેથી હવે મારી શરમ અને મારી સમજબુદ્ધિ બંનેની પરવા છોડી, હું કહી દઉં છું કે, આપે મૅડમના કમરામાં મેડમને મોંએ જે કંઈ સાંભળ્યું હતું તે ધરાર જૂઠાણું છે, અને હું “રૉયલ-ઓક વૃક્ષ હેઠળ જે બોલી હતી –” “–તે?” “તે જ એકમાત્ર સત્ય હકીકત છે. હું અહીં ઘૂંટણિયે પડી શરમની મારી મરી જાઉં એ બહેતર છે; પણ હું મારા પ્રાણ નીકળી જશે ત્યાં સુધી બોલ્યા કરવાની છું કે, હું આપને ચાહું છું – આપને બ્લવા પહેલવારકા જોયા ત્યારથી હું મારું હૃદય આપને અર્પણ કરી બેઠી છું. મારી એ ધૃષ્ટતા બદલ મને જે સજા કરવી હોય તે કરો; મારી એ બેશરમી બદલ મને ધૂત્કારી કાઢો; પરંતુ એક ક્ષણ પણ એમ ન માનતા કે મેં મજાક કરી આપને છેતર્યા હતા. હું એવા કુળમાં જન્મી છું, સરકાર, જેની વફાદારી નીવડી ચૂકેલી વસ્તુ છે અને હું પણ મારા રાજાને ચાહું આટલું બોલતાં બોલતાં તો દાતરડાથી કપાયેલી કુમળી ડાળીની પેઠે તત્ક્ષણ તે રાજાજીના હાથને લગભગ બેહોશ થઈને વળગી પડી. રાજાને એ મુગ્ધ છોકરીના હૃદયસ્પર્શી શબ્દો સ્પર્યા વિના ન રહ્યા. અને લા વાલિયરના હાથનો સ્પર્શ પોતાના હાથને થતાં જ તેમણે તેની Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ પ્રેમ-ાંક કમરે હાથ વીંટાળીને તેને ઊંચકી લીધી. પરંતુ તેનું માથું તેની છાતી ઉપર એવા વજનથી ઢળી પડયું હતું કે, રાજાને એમ જ લાગ્યું કે તેનું પ્રાણ-પંખેરુ ઊડી ગયું છે. રાજાએ ડરના માર્યા એકદમ સેતેગ્નોને બૂમ પાડી. બંનેએ મળી તેને પાસેની પથારીમાં હળવેથી પોઢાડી દીધી અને પાસે પડેલી શીશીઓમાંથી સુગંધી જળો ખોબા ભરી ભરી તેના મેમાં ઉપર છાંટયાં. સેતેગ્નો હવે વાલિયેરને વિનંતી કરતો કહેવા લાગ્યો, “સાંસતાં થાઓ, હવે આંખ ઉઘાડો; રાજાજી તમારી વાતને સાચી માને છે, અને હવે જુઓ તે જ પોતે ગાભરા થઈ ગયા છે.’ પણ લા વાલિયેર સાંભળતી ન હતી. રાજા હવે ઘૂંટણિયે પડી, તેના હાથના પંજા ઉપર ચુંબન ઉપર ચુંબન કરવા લાગ્યો. તેને ખાતરી થઈ ગઈ હતી કે અતિશય વેદનાથી તેનું નાજુક હૃદય ફાટી ગયું છે. કેટલીય વારૅ કોણ જાણે ધીમે ધીમે લા વાલિયેરનો જીવ તેના ખોળિયામાં પાછો આવ્યો. તેના હોઠ ઉપર હજુ એ જ શબ્દો હતા, “સરકાર, મને માફ કરો, માફ કરો!” રાજા કંઈ બોલી શકયો નહિ; સેતેગ્નો હવે વખત જોઈ પાછો પડદા પાછળ ખસી ગયો. રાજા પ્રેમ-ભરી કરુણા-ભરી નજરે પેલી સામું જોઈ રહ્યો. 6" ‘સરકાર, આપની કૃપાદૃષ્ટિ ઉપરથી લાગે છે કે, હવે આપે મને ક્ષમા આપી છે; હવે મને મઠમાં સાધ્વી તરીકે મોકલી આપવાનો હુકમ બક્ષો. આખી જિંદગી હું આપની ક્ષેમકુશળતા માટે પ્રાર્થના કરતી મઠમાં વિતાવીશ. આપની સમક્ષ બેઅદબી કરીને પણ મારા હૃદયનો પ્રેમ નિવેદિત કરવાની તક મળી, એને હું મારા જીવનની પરમ ખુશનસીબી માનીશ. હવે હું મારું માં આપને બતાવી ગુસ્સે નહિ કરું. "" << ના, ના, હવે તો તું ભગવાનને ધન્યવાદ આપતી તથા લૂઈને ચાહતી અહીં જ રહેશે. તું પણ સાંભળી લે કે, લૂઈ તને જ ચાહે છે – તને Page #245 -------------------------------------------------------------------------- ________________ વનદેવતા કે જળદેવીએ ન ધારેલું તેવું – ૨૨૧ જ ચાહશે – અને તે પણ ભગવાનની સાક્ષીએ, તારા પવિત્ર હૃદયના સોગંદ ખાઈને કહે છે.” “સરકાર! સરકાર!” રાજાએ જવાબમાં ચુંબનોથી તેને નવરાવી દીધી. પરંતુ લા વાલિયેરને રાજાની આ ઉદ્દામતાનો જ ડર લાગવા માંડ્યો. તેણે પોતાની બેઅદબીની ક્ષમા માગવાનું જ ચાલુ રાખ્યું. રાજાએ હવે ઊભા થઈ ગંભીરતાપૂર્વક જણાવ્યું, “આ જગતમાં તારા જેટલું જેને ચાહતો હોઉં, કે જેનો આદર કરતો હોઉં, તેવું હવે બીજાં કોઈ જ નથી. મારા હૃદયમાં જે આનંદનો ઊભરો તું જુએ છે, તેથી તું ડર નહીં. એ ક્ષણિક નથી. રાજા પણ માણસ છે અને તેને સાચો પ્રેમ કરવાનો કે મેળવવાનો હક છે, એની તું ના નહિ જ પાડે. આજથી માંડીને તું મારા સંરક્ષણ નીચે આવે છે. આજથી માંડીને તારા ઉપર અધિકાર ચલાવનારાં કે તને અદેખાઈથી બરબાદ કરવા ઇચ્છનારાં એ સહુના કરતાં હું એટલી ઊંચી બની રહે છે કે, તને ડરાવવાની હિંમત કરવાને બદલે તારી કરુણાને પણ પાત્ર તેઓ ન રહે તેટલા હેઠ તે બની રહેશે. આજથી તું હવે તારી રોજની પ્રાર્થનાઓમાં મને કદી ન ભૂલતી.” “સરકાર, ખાતરી રાખજો કે, ભગવાન અને તમે મારા હૃદયમાં એકસાથે જ વસેલા રહેશો.” રાજાએ હવે સેંતેશ્નોને પાસે બોલાવ્યો અને તેને બતાવીને લા વાલિયેરને કહ્યું, “મેં તને જે શાશ્વત પ્રીતિ સોગંદપૂર્વક બક્ષી છે, તેના બદલામાં આ માણસ પ્રત્યે તું થોડીક મિત્રતા દાખવજે.” સેતેશ્નોએ તરત જ લા વાલિયર સમક્ષ એક ઘૂંટણ ટેકવી નમન કર્યું. કારણ કે, આજથી લા વાલિયેર તેને માટે રાજાજી જેટલી જ આદર અને સંમાનને પાત્ર વ્યક્તિ બનતી હતી. ઉપરાંત, આ પ્રેમ-પ્રસંગમાં રાજાજી તેને જ પોતાનો સાક્ષી બનાવવા માગતા હતા. Page #246 -------------------------------------------------------------------------- ________________ કર નવા જનરલ રાજા અને લા વાલિયેર પોતાના પ્રેમના રસાયણમાં ભૂતકાળની બધી કડવાશ, વર્તમાનનો બધો આનંદ અને ભવિષ્યની બધી આશાઓ ઓગાળીને એકરૂપ કરી રહ્યાં હતાં, તે દરમ્યાન એમીસ અને ફુકે, રાજા જે વસ્તુઓ ભૂલતો હતો, તે અંગે જ વિચાર કરી રહ્યા હતા. તો હવે, મોંશ્યોર દબ્લે, તમે મને આપણા બેલ-ઇલ પ્રકરણનું કેમનું ગોઠવાયું તેની વાત કરો.” બધું યોજના મુજબ જ ગોઠવાતું જાય છે. રાજા એ નિર્જન નીરસ ટાપુમાં જે લશ્કરી ટુકડીઓ મોકલે છે, તેઓ તરત કંટાળવા માંડે છે. પછી આપણે યોગ્ય વખતે આપણે પૈસે તેમને બધી સુખસગવડ, તથા આનંદપ્રમોદનાં સાધનો પૂરાં પાડવા માંડીએ છીએ, એટલે તેઓ “મ૦ ફુકે ઝીંદાબાદ!’ ના જ પોકારો કરવા લાગે છે – “રાજજી ઝીંદાબાદ!' તો કદી તેમને મોંએ નીકળતું જ નથી!” અર્થાત્ ત્યાં મોકલેલી ટુકડીઓ ઉપર આપણે ભરોસો રાખી શકીએ, ખરું ને? અને રાજાજી એ લશ્કરી ટુકડીઓ ત્રણ ત્રણ વરસે બદલ્યા કરે, તો થોડાં વર્ષોમાં તો રાજાજીના લશ્કરનાં જ પચાસ હજાર માણસ આપણા વળનાં બની ગયાં હોય, ખરું ને? શ્યોર દબ્લે, તમારી યોજનાશક્તિ અને અગમચેતીનાં જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં. પરંતુ આપણા મિત્ર દુ વાલની શી હાલત છે?” પૉસના ખાનપાનની, સારસંભાળની, તથા માલિશ વગેરેની બરાબર વ્યવસ્થા કરેલી છે. તે સેંટ માંદેમાં તમારા મકાનમાં જ છે. હવે ૨૨૨ Page #247 -------------------------------------------------------------------------- ________________ નવા જનરલ ૨૨૩ ધીમે ધીમે તે આખું ઝાડ હલાવીને ઉપાડી નાખે તે મૂળ દશાએ આવતો જાય છે.” “પણ થોડા વખતમાં એકલા એકલા રહી તે કંટાળી જશે અને પૂછપરછ શરૂ કરશે તો?” “તેને કોઈ મળી ન શકે એવી ગોઠવણ કરવામાં આવી છે.” “પરંતુ તેમને મનમાં કંઈક આશા-મહત્ત્વાકાંક્ષા જેવું તો હશેને? શી આશાએ તે તમારાં એ બધાં નિયંત્રણો સહન કરી રહ્યા છે?” બેલ-ઇલના મહાન એંજિનિયર તરીકે રાજાજી આગળ તેને રજૂ કરવાનો છે, એ આશા તેના મનમાં મેં ઊભી કરી રાખી છે. જેમ બને તેમ જલદી તે બેલ-ઇલ પહોંચી જાય એ આપણી યોજનાઓ માટે બહુ અગત્યનું છે. કારણ કે એ માણસ એવો આનંદી પ્રકૃતિનો અને છતાં આજ્ઞાપાલક છે કે, રાજાજીના બધા અફસરોને તે પોતા-વગે કરી લેશે, અને છતાં આપણી આજ્ઞાને વફાદાર રહેશે.’ “તો પછી તેમને જલદી ત્યાં રવાના કરવાની પેરવી કરોને?” “હું એ પેરવીમાં જ છું, પરંતુ મારે તમને એક વાત કરી લેવી જોઈએ. મને દાન ઉપર વહેમ જાય છે. તે અહીં ફોતેબ્લો મુકામે શાથી નથી, એ મને સમજાતું નથી. તે કદી રજા ઉપર ઊતરે તેવો કે નવરો બેસી રહે તેવો નથી. એટલે અત્યારે તે શી પેરવીમાં છે, તે માટે પ્રથમ જાણી લેવું છે. મારું પોતાનું કામકાજ હવે બરાબર ગોઠવાઈ ગયું હોવાથી હું પ્રથમ કામ દાનની ભાળ મેળવવાનું જ કરવાનો છું.” તમારું કામકાજ ગોઠવાઈ ગયું ખરું? મારે વિષે પણ હું એવું જ કહી શકું, તો કેવું સારું?” “તમારે કશી ચિંતા કરવાની જરૂર નથી; રાજાજીએ તમને સારી રીતે આવકાર્યા છે, અને કોલબેર પણ તમને જંપવા દે છે, એ બધી સારી નિશાનીઓ છે. એટલે હવે ગઈ કાલે મેં કહ્યું હતું તેમ પેલી લા વાલિયેર તરફ તમે લક્ષ આપવા માંડો, તો સારું. તેને તમારે પૂરેપૂરી Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ પ્રેમ-પંક જીતી લેવી જોઈએ. અને તમારા જેવા પ્રેમ-કુશળ માણસ માટે એ વસ્તુ અઘરી ન હોવી જોઈએ.” “અઘરી તો ન જ કહેવાય; પણ મારું હૃદય હવે એક પ્રેમિકાને અપિત થઈ ચૂક્યું છે.” અરે મોટાભાઈ, તો તો તમને અમારે સંભાળી લેવા પડશે! અત્યારે તમારું માથું ઠેકાણે હોય એની તમને પોતાને જ કેટલી બધી જરૂર છે, અને અમારે બધાને પણ!” ખરી વાત છે, અને તેથી તો તમારો સંદેશ આવતાં જ હું બધું છોડી તરત ચાલ્યો આવ્યો. તો ઠીક, તમે કહો છો કે, મારે પેલી છોકરીને હાથમાં લેવી જોઈએ; પણ તેમાંથી શું નીપજવાની તમારી ધારણા છે, તે તો મને કહો !” “રાજાજી તેનામાં મોહિત થયા છે. પરમ દિવસ સુધી તે મૅડમમાં આસકત હતા. અરે મોંશ્યોરે પોતે રાજમાતાને સુદ્ધાં એ બાબત ફરિયાદ કરી હતી. પણ હવે દ લા વાલિયેરનો વારો આવ્યો છે અને તે પાછી મેડમની તહેનાત-બાનું છે. મારી જાણ મુજબ મૅડમે જ ઓઠા તરીકે તેને રાજા આગળ ધરી છે. એ સ્થિતિમાં એ વાલિયેર છોકરી બંને ઉપર દુભાયેલી રહેશે. એટલે તેને હાથમાં લેવી તમારા જેવાને અઘરી નહિ પડે. અને તે હાથમાં આવી એટલે મૅડમ તથા રાજાજીનું ગુપ્ત રહસ્ય તમારા હાથમાં આવે; અને હાથમાં કોઈનું ગુપ્ત રહસ્ય હોવું, એટલે તેના ઉપર કેવા તાકાતવાળા બનવું, એ તમે તો સમજો જ છો.” “પણ પેલીને હાથમાં શી રીતે લેવી?” “વાહ, તમે મને એ પ્રશ્ન પૂછો છો? કોઈ સ્ત્રી ઉપર તમારું મન ચોટે, તો પછી તમે બીજાં પગલાં શું ભરો?” તેને મારા પ્રેમનું નિવેદન કરતો પ્રેમપત્ર લખું; તેની કોઈ પણ સેવા બજાવવામાં હું કેટલી ધન્યતા અનુભવીશ, એનું વર્ણન કરું; અને પત્ર નીચે માત્ર “ફુકે’ એવું લખી સહી કરું!” Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ નવા જનરલ અને તમારા એવા પત્ર છતાં કોઈ સ્ત્રી અભેદ્ય રહી હોય એવો તમને અનુભવ થયો છે?” “એક જ જણી અણનમ રહી હતી; પણ ચાર દિવસ અગાઉ તે પણ નમી પડી, અને એ ધન્યતાના આનંદથી જ હું અત્યારે પુલકિત થઈ રહ્યો છું.” તો તમે લા વાલિયરને પણ પ્રેમપત્ર લખવા માંડો...” “ના, ના, તમે જ લખાવો તે પ્રમાણે હું લખીશ. અત્યારે મારાથી કોઈને પ્રેમની બાબતમાં છેતરામણના શબ્દો વાપરી શકાય તેમ રહ્યું નથી.” પછી ઍરેમીસના લખાવ્યા મુજબ ફુકેએ પત્ર લખ્યો “મેં તમને જોયાં છે, અને તમને જાણીને નવાઈ નહિ લાગે કે, મને તમે ખૂબ સુંદર લાગ્યાં છો. પરંતુ રાજદરબારમાં તમારે યોગ્ય પદ તમને મળ્યું ન હોવાથી, ત્યાંની તમારી બધી હાજરી એળે જાય છે. તમને જો કોઈ પણ જાતની મહત્ત્વાકાંક્ષા પ્રેરતી હોય, તો કોઈ પ્રતિષ્ઠિત ઇજજતદાર માણસની પ્રેમભક્તિ, તમારી શક્તિઓ અને સૌંદર્યને આગળ લાવવામાં ઉપયોગી નીવડે, એ નિર્વિવાદ છે. હું મારા પ્રેમભક્તિ તમારે ચરણે સાદર કરું છું. હું સમજું છું કે, તમારા જેવાં સ્વરૂપવાન યુવતીને, પોતાના ભવિષ્ય બાબતની કશી ધ્ર વતાની ખાતરી ન હોય ત્યાં સુધી, પોતાની ઈજજત આબરૂ જોખમમાં મુકાય તેવું પગલું ભરવાનું ન ગમે. તેથી જો તમને મારો પ્રેમ સ્વીકારવાનું યોગ્ય લાગે, તો હું તે બદલનો આભાર તમને હંમેશને માટે મુક્ત અને સ્વતંત્ર કરી મૂકીને જ વ્યક્ત કરીશ.” “નીચે સહી કરો,” ઑમસે કહ્યું. “મારી સહીની આવશ્યકતા તમે માનો છો?” “એ કાગળ નીચેની તમારી સહી દશ લાખ ફૂક જેટલી કીમતી છે, એટલું પેલી નાદાન છોકરી પણ સમજ્યા વિના નહિ રહે.” ફુકેએ સહી કરી. “હવે તમે એ કાગળ કોની મારફતે મોકલશો?” ઍરેમીસે પૂછયું. પ્રે–૧૫ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ પ્રેમ-પંક “જીવનભર મારી સેવામાં રહેલા મારા વિશ્વાસુ નોકર તોબી મારફતે.” “ઠીક, ઠીક; ઉપરાંત આ દાવમાં આપણી હોડ કંઈ ભારે પણ નથી.” કેમ? એ છોકરી જો રાજા તેમ જ મૅડમ બંને પ્રત્યે ભાવવાળી હોય, તો રાજા તેને માગે તેટલાં નાણાં આપશે જ.” રાજા પાસે નાણાં છે ખરાં?” “હોવાં જ જોઈએ; નહીં તો મારી પાસે તે વધુ માગ્યા વિના ન રહે એ બાબતની ધરપત રાખજો, કારણકે, થોડા વખતમાં જ તે વધુ નાણાં માગશે.” ના, ના, હું તો માનતો હતો કે તે વૉ મુકામે ઉત્સવ-સમારંભ ગોઠવવાની મારી પાસે માગણી કરશે; પણ હજુ તેવું કંઈ બન્યું નથી.” પરંતુ તે નહિ જ માગણી કરે, એવું માની ન લેશો; તે સ્વભાવે કૂર નથી; પણ તેની લાગણીઓ ઉદંડ છે; અને કોલબેર એની પ્રકૃતિ સમજી ગયો છે એટલે તેને બરાબર રમાડી જાણે છે.” “તો તો મારું આવી બન્યું; કારણકે, રાજા ઉપર મારો પ્રભાવ કેવળ મારી પાસેનાં નાણાંનો જ હતો. પરંતુ હું ખાલી થઈ ગયો છું.” “ના, ના; એવું કાંઈ નથી.” “મારી સ્થિતિ મારા કરતાં તમે વધુ જાણો?” “એમ પણ હોય.” “પણ ધારો કે રાજા વૉ મુકામે ઉત્સવ-સમારંભની માગણી કરે, તો હું તે માટે નાણાં ક્યાંથી લાવું? છેલ્લાં નાણાં જ મેં શા ભોગે ઊભાં કર્યા હતાં તે તમે જાણો છો?” “હવે જે નાણાં ઊભાં કરવાં પડશે, તે માટે તમારે કશો ભોગ આપવી નહિ પડે.” પણ ત્યારે મને કોણ પૈસા આપી દેવાનું છે?” Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ નવા જનરલ ૨૨૭ “હું આપીશ.” “મને તમે સાઠ લાખ ફાંક આપી શકશો?” “જરૂર પડયે એક કરોડ આપીશ.” “દબ્ધ મહાશય, મને એક વાત વચ્ચે પૂછવા દો; મને રાજાજીની ખફામરજી કરતાંય હવે તમારી ખફામરજીની વધુ બીક લાગે છે. તમે ખરેખર કોણ છો?” “તમે જાણો જ છો, વળી.” એ તો છે; પણ તમારું લક્ષ શું છે?” “હું ફ્રાંસના રાજ્યસિહાસને એવો રાજા બેઠેલો જોવા માગું છું જે મશ્યોર ફુકેનો ભક્ત હોય,– અને એ મેંશ્યોર ફુકે મારા ભક્ત હોય.” “પણ હું તો સંપૂર્ણપણે તમારી જ છું, એની તો તમને ખાતરી જ છે; પરંતુ રાજાજી મારા ભક્ત કદી નહિ બને.” પણ મેં એમ ક્યારે કહ્યું કે રાજાજી તમારા ભક્ત થશે?” “વાહ, હમણાં તો કહ્યું!” અત્યારના રાજાજી એમ મેં ક્યાં કહ્યું છે?” “એટલે?” “માની લો કે, એ રાજા લૂઈ-૧૪ ન હોય તો? અને જે હોય તેની રાજગાદી તમને જ આભારી હોય તો?” “દબ્લે, તમે ગાંડા થયા છો? ફ્રાંસની રાજગાદી ઉપર લૂઈ-૧૪ને સ્થાને આવી શકે તેવો કોઈ જીવતો માણસ મારી જાણમાં નથી.” પણ મારી જાણમાં છે.” કોણ? ફિલિપ?” “ના.” “તો પછી રાજવંશી ન હોય, અને રાજગાદીનો અધિકારી ન હોય, તેવો બીજો કોઈ તે ગાદી ઉપર આવી જ શી રીતે શકે?” “પણ બધા જ અધિકારવાળો કોઈ હોય તો?” “મશ્યોર દર્ભે, તમે કેવળ મને મૂંઝવી રહ્યા છો.” Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ .. ઍરેમીસ હસ્યો. “મને હવે ખરેખર તમારો ડર લાગે છે!” ફુકેએ ઉમેર્યું. ઍમીસ જવાબમાં વધુ હસ્યો. “તમે તો હસો છો કંઈ!” ફુંકેએ અકળાઈને કહ્યું. વખત આવ્યે મારી જેમ તમે પણ એટલું જ – એવું જ હસશો.” - 66 તો જરા વધુ ખુલાસાવાર વાત કરો !” “જ્યારે યોગ્ય વખત આવશે ત્યારે હું જ તમને બધી વાત કરીશ. ત્યાં સુધી મારામાં વિશ્વાસ રાખો.” << “ઠીક, હું તમારામાં વિશ્વાસ રાખવા તૈયાર છું. પરંતુ આજ સુધી તમે આટલા બધા આત્મવિશ્વાસથી — હિંમતથી મારી સાથે કદી વાત નહોતા કરતા. "> પ્રેમ-પંક “પરંતુ આત્મવિશ્વાસથી વાત કરવા માટે પાછળ બળ દેખાતું હોવું જોઈએ ને?” “તો હવે તમને કયારથી એ બળ દેખાવા માંડયું છે?” “ગઈ કાલથી; મેં તમને હમણાં જ એક કરોડ ફ઼ાંક આપવા તૈયારી બતાવી હતી, હું ફરીથી એ વાતની તમને યાદ દેવરાવું છું.” “શી વાત છે? હમણાં જ તમે રાજાઓને ઉથલાવીને ફેંકી દેવાની અને તેમની જગાઓ મનગમતા બીજા રાજા સ્થાપવાની તમારી તાકાતની પણ વાત કરી હતી ! '' “હું એ વાત ફરીથી પણ તમને કહું છું!” ફુંકે એક ખુરશીમાં ફસડાઈ પડયો. ઍરેમીસ તેની સામે જાણે માનવ-ભાગ્ય-વિધાતા હોય તે રીતે જોઈ રહ્યો. “ઠીક, ઠીક, અત્યારે તો હું જાઉં છું; તમે તમારો કાગળ લા વાલિયેરને પહોંચાડવાની વ્યવસ્થા કરો. હું કાલે તમને મળીશ.” એમ કહી ઍરેમીસ ચાલતો થયો. Page #253 -------------------------------------------------------------------------- ________________ આંધી આજે ફેબ્લોની આસપાસનાં ઉપવનોમાં વન-વિહારનો કાર્યક્રમ હતો; અને સૌ મંડળ આનંદ-વિભોર થઈ વન તરફ ઊપડયું. સ્ત્રીઓ ઘોડાગાડીઓમાં હતી અને રાજા વગેરે ઘોડાઓ ઉપર હતા. એ વનવિહાર માટે નીકળતા પહેલાં રાજાએ કોલબેરની સૂચના મુજબ મ0 ફુકેને બોલાવીને વિધિસર વૉ મુકામે આનંદ-ઉત્સવનું નિર્મત્રણે માગી લીધું. ઉપરાંત, એ આનંદ-પ્રમોદનું આયોજન ફેબ્લો કરતાં પણ મોટા પાયા ઉપર “મૉ૦ ફકને છાજે તેવું’ કરવા પણ, રાજાએ, કોલબેરની કંજૂસાઈની ટીકા કરતાં કરતાં જણાવ્યું! વનવિહારે ઊપડતી વખતે, શરૂઆતમાં તો, રાણી મારિયા થેરેસા અને મૅડમના કોચ પાસે પાસે જ રાજા ઘોડેસવારી કરતો રહ્યો હતો; પણ પછી ધીમે રહીને પાછળ પડતો પડતો લા વાલિયેર વગેરે તહેનાત-બાનુઓ બેઠી હતી તે કોચ પાસે તે આવી પહોંચ્યો. પણ એટલામાં આખું સરઘસ થોમ્યું. તે બધાં જંગલની અધવચ આવી પહોંચ્યાં હતાં. ત્યાં આગળથી ત્રણ સુંદર છાયાદાર રસ્તા ફંટાતા હતા. રાણીઓ વગેરે ત્યાંથી ઊતરી પોતપોતાની તહેનાત-બાનુઓ સાથે પગે ચાલવા લાગી. કેટલાય નોકરો મોટા મોટા વાસોથી નીચે નમેલી ડાળીઓ પાછી ધકેલતા રહેતા હતા. દ ગીશ મેડમ પાસે આવીને વંદન કરી ઊભો રહ્યો. મેંશ્યોર તો લૉરેઈન અને માનિકો સાથે નદીની સહેલગાહે જ ચાલ્યા ગયા હતા – અહીં આવ્યા ન હતા. ૨૨૯ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ પ્રેમ-પંક રાજાએ લા વાલિયરને કોચમાંથી ઊતરતી વેળા હાથનો ટેકો આપ્યો, એટલે મોંતાલે અને તૉને શારત સમજીને દૂર ખસી ગયાં. પછી રાજા થોડી વારમાં, એક આડરતે થઈ, ઝપાટાબંધ લા વાલિયેરને બધાથી દૂર એકાંતમાં લઈ ચાલ્યો. કોઈ તેમની પાછળ લાગુ રહી શક્યું નહિ, અને જોતજોતામાં તો કોઈને તેમની ભાળ જ ન રહી. રાજા લો વાલિયેરને લઈ જે આડ-રસ્ત અથવા ન-રસ્તે દૂર લઈ ચાલ્યો, તે તરફ જ નસીબજોગે બે માણસો કયારના ફરતા હતા. ઉપર આકાશમાં ભયંકર તોફાન ઘેરાઈ રહ્યું હતું, તેની જાણે તેમને દરકાર ન હતી. અચાનક વીજળીનો મોટો ચમકારો અને પછી ભયંકર કડાકો થતાં, તે બે જણમાંનો એક ચેકીને બોલી ઊઠ્યો – અરે, આ તો આંધી ચડી આવી છે; ચાલો આપણે આપણી ઘોડાગાડીઓ તરફ પહોંચી જઈએ, ભાઈ દળ્યું.” “હજ કાંઈ ઉતાવળ કરવા જેવું નથી,” ઍરેમીસે આકાશ તરફ નજર કરીને કહ્યું, “પણ તમે કહેતા હતા તેમ ગઈ સાંજે પેલો કાગળ પહોંચાડી દીધો છે, કેમ?” હા, હા, તેના હાથમાં તે પહોંચી ગયો.” “કશો જવાબ તમારો માણસ લાવ્યો?” “ના, મને પછી તૉબી મળ્યો નથી. તે છોકરી ઍડમની તહેનાતમાં હોય, અથવા પોતાના કમરામાં કપડાં બદલતી હોય, તો પણ તેને બહાર થોભવું જ પડે, અને આપણે તો નીકળવાનો વખત થઈ ગયો એટલે ત્યાંથી નીકળી ગયા.” નીકળતાં પહેલાં તમે રાજાજીને મળ્યા?” “હા, હા; આજથી બરાબર એક મહિના બાદ વૉ મુકામે મારા મકાનમાં આનંદ-પ્રમોદના ઉત્સવનું નિમંત્રણ તેમણે કોલબેરના પઢાવ્યા પ્રમાણે બરાબર માગી લીધું ને! પણ હવે વચ્ચે એક રાત ગઈ એટલે તમારા પેલા બધા ભ્રમ ઓછા થયા હશે!” Page #255 -------------------------------------------------------------------------- ________________ આંધી ૨૩૧ કયા ભ્રમ?” “તમે કરોડોની મદદ મને એ આનંદ-ઉત્સવ માટે કરવાનું ઠોકતા હતા, તે ભ્રમ વળી!” “શા માટે દૂર થાય? ગઈ આખી રાત મેં એ આનંદ-ઉત્સવ માટે જે જે તૈયારીઓ કરવાની છે, તે અંગે હુકમો લખવામાં જ ગાળી છે,” એમીસે જવાબ આપ્યો. પણ એ આયોજનમાં ઓછામાં ઓછું કેટલું ખર્ચ થશે એમ તમે ધારો છો?” જે થાય તે હું સાઠ લાખ આપીશ; તમારે વીસ ત્રીસ લાખની જોગવાઈ કરવી પડશે.” “તમે બહુ ચમત્કારી માણસ છો, દË, અત્યારે તમે લાખોની રકમ છૂટે હાથે વેરો છો; અને થોડા દિવસ અગાઉ બાતિલના ગવર્નર બેઇઝમોને હપતાના આપવા માટે પચાસ હજાર ક્રાંક પણ તમારે મારી પાસે માગવા પડ્યા હતા!” “કારણકે, થોડા દિવસ ઉપર હું છેક જ ગરીબ હતો.” “અને આજે?” “આજે રાજા કરતાંય વધુ તાલેવંત છું.” “ભલે ભલે; તમે તમારા આપેલા વચનમાંથી પાછા ફરો એવા નથી, એની મને ખાતરી છે એટલે તમારી એ ગુપ્ત વાત તમારી પાસેથી કઢાવવા હું આગ્રહ નહિ રાખું. પણ જુઓ, આ આંધી ચડી આવી, અને આપણે ઘોડાગાડીઓ સુધી કોરા નહીં જ પહોંચી શકીએ.” અને તરત જ ચોમેર મુશળધાર વરસાદ તૂટી પડ્યો. હજુ પાંદડાં પલળીને પાણી નીચે આવે તે પહેલાં આપણે દોડી જઈએ તો કેમ?” એરેમીસે પૂછ્યું. “અશક્ય, પણ આટલામાં દશેક ડગલાં દૂર મારી એક ક્રીડા-ગુફા છે; ચાલો ત્યાં જ જઈએ.” Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ પ્રેમ-પંક વાહ, તમારી ક્રીડા-ગુફાઓ ક્યાં કયાં પથરાયેલી છે? અને તમને એ બધીનો રસ્તો પણ ભલો યાદ રહે છે! પરંતુ, તમારો ઘોડાગાડીવાળો આપણને બીજે રસ્તે પાછા ફરેલા માની લઈ, રાજાજીની ગાડીઓની પાછળ પાછળ તો ચાલ્યો નહિ જાય?” એ ડર રાખવાની જરૂર નથી; હું જ્યાં મારી ગાડીને થોભાવું, ત્યાંથી માત્ર રાજાજીના ખાસ હકમ સિવાય, તે મને પૂછયા વિના ખસે જ નહિ. પરંતુ, જુઓ, જુઓ, આપણે એકલા જ આટલે દૂર નથી આવ્યા; બીજાંઓનાં પગલાં તેમ જ અવાજ પણ આસપાસમાં સંભળાય છે!” કોઈ સ્ત્રીનો અવાજ છે,” એમીસે કહ્યું. અને કોઈ પુરુષનો પણ છે,” ફુકેએ કહ્યું. “અરે, આ તો લા વાલિયેર અને રાજાજી છે ને!” બંને જણ એકસાથે આશ્ચર્ય પામી બોલી ઊઠ્યા. તો પછી રાજાજીને પણ આ ક્રીડા-ગુફાની માહિતી હશે – અને વનદેવતાઓ તથા જળદેવતાઓ હમણાં રાજાજી ઉપર બહુ ખુશ છે!એટલે તે ત્યાં જ જતા હશે.” “ના, ના, આપણે પહેલા જ ત્યાં જઈએ; જો રાજાજી ગુફાની વાત નહિ જાણતા હોય, તો તે શી વાતો કરે છે, તે સાંભળી શકાશે; અને જાણતા હોઈ ત્યાં જ આવશે, તો ગુફાને બે પ્રવેશદ્વાર હોઈ, બીજી બાજુથી આપણે ખાલી કરી જઈશું,” કુકેએ કહ્યું. અને રાજાને એ ગુફાની ખબર ન જ હતી; તે તો કોઈ ઘટાદાર મોટા ઝાડની ઓથ જ શોધતો હતો તથા વાલિયરને પાછળ પાછળ દોરતો આવતો હતો. એક ઝાડ નીચે આવી, રાજાએ પોતાનો ટોપો હાથમાં લઈ, લા વાલિયરના માથા ઉપર ધર્યો, જેથી તેના ઉપર પાણીનાં ટીપાં ટપકે નહિ. સરકાર, આ શું કરો છો?” કહી, લા વાલિયેરે હળવે પણ મક્કમ હાથે રાજાજીનો હાથ આઘો ધકેલ્યો. Page #257 -------------------------------------------------------------------------- ________________ l " વરસાદના તોફાનમાં રાજા અને લા વાલિયેર.– પૃ૦ ર૩ર. Page #258 -------------------------------------------------------------------------- ________________ Page #259 -------------------------------------------------------------------------- ________________ આંધી ૨૩૩ “હું તને આખી મંડળીથી દર ખેંચી લાવ્યો એ ઠીક ન કર્યું. તું પાણીથી આખી જ ભીંજાઈ જઈશ! જોને, તું તો ધ્રુજવા પણ લાગી.” “ના સરકાર; મને માત્ર એટલી જ બીક છે કે, હું અહીં આમ આપ નામદાર સાથે એકલી આવી, એનો ખોટો અર્થ કરાશે.” વાહ, શો ખોટો અર્થ કરાશે? તું ફ્રાંસના રાજા સાથે એટલે કે રાજ્યના પ્રથમ કોટીના સદ્ગૃહસ્થ સાથે નથી, શું?” “સરકાર, મારી બાબતમાં તો એ બહુમાન જ છે; પરંતુ હું મારે માટે ગેરસમજ કરાય તે અંગે નથી બીતી.” “તો શું મારી બાબત અંગે ડરે છે?” “આપ સરકાર ગઈ કાલે રાતે નામદાર મૅડમના કમરામાં શું બન્યું તે ભૂલી ગયા?” “વાહ, એ પ્રસંગ તો મને ઘણો જ યાદ રહેશે – એ પ્રસંગને કારણે તો મને તારો પ્રથમ પત્ર મળ્યો અને તે પણ મળી!” “સરકાર, વરસાદ જોરથી પડવા લાગ્યો, અને આપ નામદારનું મસ્તક તન ખુલ્લું છે.” “મારે માટે જરાય ફિકર ન કરીશ; ફિકર તો તારી કરવાની છે.” “વાહ સરકાર, હું તો ગામડાગામની છું, અને વરસાદમાં કે તડકામાં, મેદાનોમાં કે બગીચાઓમાં રખડવાને ટેવાયેલી છું,”લા વાલિયેરે હસતાં હસતાં કહ્યું, “અને મારાં કપડાંની બાબતમાં તો કશું ચિંતા કરવા જેવું જ નથી.” “હા, હા, મેં એક વાર જોયું છે કે, તારાં કપડાં તદ્દન સાદાં જ હોય છે. પરંતુ તે જાણે છે, પ્રિય, કે મારો તારા ઉપરનો પ્રેમ તારાં કપડાં કે શણગાર-આભૂષણને કારણે નથી થયો.” “સરકાર, મારી સાદાઈમાં મારો કશો ગણ જોવાની જરૂર નથી; હું તવંગર નથી, એ જ એનું કારણ છે,” એટલું બોલી તે મધુર મીઠું હસી પડી. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ પ્રેમ-ક “તો પછી તું કબૂલ કર કે તને સુંદર કપડાં-શણગાર ગમે તો છે!” 66 ‘સરકાર, જે વસ્તુનું મારું ગજું પહોંચતું હોય, તે વસ્તુ જ મને સુંદર લાગે છે. જે વસ્તુ મારા હાથની બહાર હોય, તે વસ્તુને હું મારે માટે નિષિદ્ધ કોટીની ગણું છું.” “પણ એ બધો મારો જ વાંક છે; તારી અને તારા કુટુંબની બહુ વખત સુધી ઉપેક્ષા કરવામાં આવી છે; હું હવે એ ભૂલ ઝટપટ સુધારી લેવા માગું છું.” “સરકાર, મને મૅડમની તહેનાત મળી છે, એટલું જ બહુ છે; એથી વધુ કંઈ પણ આપની કૃપાથી કરવા જશો, તો કેવળ મારે માટે અને આપને માટે દુશ્મનો જ ઊભા કરશો. મને આવી સામાન્ય કક્ષામાં જ રહેવા દેજો; એમાં રહીને પણ મને જે પ્રાપ્ત થયું છે, તે મારું મન અમૂલ્ય છે.” "" ‘તું વસ્તુસ્થિતિને બહુ નિરાશાની નજરે જોતી લાગે છે, ” રાજાએ વિચારમાં પડી જઈને કહ્યું. “સરકાર, મારી વાતની કશી ગેરસમજ ન કરશો, એટલું આપની પાસે માગવાની પરવાનગી આપો. મારું તુચ્છ હૃદય તો ગમે તેવી મોટી વાત માટે તડપે, પરંતુ આપ કંઈ આપના એકલાના નથી: આપ પરિણીત છો, અને નામદાર રાણીજીના તરફના આપના પ્રેમમાં એક કણ પણ મારે નિમિત્તે આપ ઓછો કરો, તો તે વસ્તુ રાણીજીને કેટલી બધી કારમી વેદના દેનારી થઈ પડે? આપ ન જાણો; પરંતુ નામદાર રાણીજી આપના દરેક પગલાને બારીકાઈથી નિહાળી રહ્યાં છે. આપ નામદાર તેમને પિત તરીકે મળ્યા છો, એ સૌભાગ્ય માટે તે ભગવાનનો જેટલો આભાર માનતાં હશે, તેટલાં જ તે આપના હૃદયનો એક પણ ધબકારો તેમના સિવાય બીજા કોઈ માટે ધબકતો થયો છે એવું જાણે, ત્યારે દુ:ખી થાય. એવાં પ્રેમળ ભલાં રાણીજીને દુ:ખ થાય એવું કોઈ પણ કૃત્ય અપકૃત્ય ગણાય. હું જે શબ્દો વાપરું છું તે બદલ મને ક્ષમા આપશો; Page #261 -------------------------------------------------------------------------- ________________ આંધી ૨૩૫ કારણ કે, આવા મોટા સામ્રાજ્યની સમ્રાજ્ઞી મારા જેવી એક તુચ્છ છોકરીની ઈર્ષ્યા લાવે, એ અસંભવિત કહેવાય; પરંતુ સમ્રાજ્ઞી પણ છેવટે સ્ત્રી છે અને તેનું હૃદય પણ છેવટે પતિના પ્રેમથી વંચિત થતાં કંપે જ.” “પ્રિય તું જાણે છે કે, તારા આજના આ શબ્દોથી જ, અત્યાર સુધી તારે માટે મારામાં જે સદ્ભાવ હતો, તે હવે પ્રશંસાભાવ બની જાય છે?” “સરકાર, આપ આપની કૃપા વડે મારી દરેક વાતને વધારે પડતો ઓપ આપી દઈને જ સ્વીકારો છો. હું આપને આપના રાજ્યના સૌથી વધુ ઉદાર પ્રકૃતિના પુરુષ માનું છું; પરંતુ આપ મારા જેવી બાળાની મજાક કરવા જેટલી હદે જાઓ, એવું માનવાની મને ફરજ ન પાડશો. "" “તો તો આખા ખ્રિસ્તી જગતમાં મારા જેવો કમનસીબ રાજવી બીજો કોઈ નહિ હોય; કારણકે, હું જેને આખી દુનિયામાં સૌથી વધુ ચાહું છું, તેનામાં પણ મારા શબ્દોને સાચા માનવાનો વિશ્વાસ ઊભો કરી શકતો નથી.” "" “ સરકાર, ” લા વાલિયેર પાસે આવેલા રાજાને થોડો હળવેથી આઘો ધકેલતી બોલી; ‘હવે વરસાદ બંધ રહે તેવું થયું છે.” પણ તે આ શબ્દો બોલી રહી તે પહેલાં જ વરસાદ એકદમ ગાજવીજ સાથે જોરથી તૂટી પડયો. તે બિચારી ડરની મારી ચીસ પાડી ઊઠી. રાજાએ હવે તેને એક હાથ વડે પોતાના હૃદય સરસી ખેચી લીધી. અને બીજો હાથ તેના માથા ઉપર ઊંચો ધર્યો – જાણે તેના ઉપર વીજળી પડે તો રોકવા માટે ! “સરકાર, આંધી વધતી જ જાય છે; જાણે ભગવાન ગુસ્સે થયા છે.” 66 તો પ્રિય સાંભળ, જો પાંચ મિનિટ બાદ પણ આ તોફાન આટલા જ જોરથી ફરીથી ચાલુ થશે, તો જરૂર હું એને પરમાત્માનો કોપ જ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ પ્રેમ-પાંક માનીશ; પરંતુ પાંચ મિનિટ બાદ તે પસાર થઈ ગયું હશે, તો તો તેને હું કેવળ એક મોસમી બનાવ જ ગણી કાઢીશ.” અને રાજાએ એ શબ્દો કહીને, જાણે પ્રશ્ન પૂછતો હોય એ અદાથી આકાશ સામે નજર કરી. પરંતુ આંધી દૂર ને દૂર ચાલી ગઈ, અને આ સ્થળ ઉપર પછી એક પણ કાટકો થયો નહિ, કે એક પણ ઝાપટું વરસ્યું નહિ. રાજાએ હવે ધીમે રહી લુઇઝાનું માં ઊંચું કરીને પૂછ્યું, “ હજુ પણ તું આ આંધીને પરમાત્માના કોપ તરીકે ઓળખાવીશ શું?” લુઇઝાએ ઊંચે જોયું તેની સાથે જ તેને પહેલી વાર ખબર પડી કે, વરસાદનું પાણી પાંદડાંની પાર થઈ હવે મોટે ટીપે રાજાના મસ્તક ઉપર ટપકી રહ્યું હતું. તે બોલી ઊઠી, “સરકાર, મારે માટે આપ આમ ખુલ્લે માથે વરસાદમાં પલળતા ઊભા છો, એવી હું તે કોણ છું?” “જોતી નથી કે તું તો આંધીઓને હટાવી સુંદર વાતાવરણ સર્જનારી મંગલા છે?” તે જ ઘડીએ એક સૂર્યનું કિરણ પણ વાદળો અને પાંદડાંમાંથી માર્ગ કરતું એ તરફ આવ્યું અને પાણીનાં અસંખ્ય ટીપાં રત્નોની પેઠે ચમકી ઊઠયાં. “સરકાર, રાણીજી વગેરે સૌ કેટલાં બધાં મૂંઝાઈ ગયાં હશે? આવી આંધીમાં આપને એકલા મૂકી દેવા બદલ તેઓ સૌ ઉપર કેટલાં આકળાં બની ગયાં હશે? અને મૅડમ તો— પણ મૅડમ શબ્દ બોલવાની સાથે તો તે જાણે છળી મરી હોય એવો દેખાવ થઈ ગયો. “તે શું મૅડમનું નામ દીધું? ( “હા, સરકાર, તે પણ દાઝે બળે છે.” ‘“પણ મૅડમને મારા ઉપર દાઝે બળવાનો શો અધિકાર છે?” “સરકાર, મારાથી આપના હૃદયને લગતી વાતની ચર્ચા ન થઈ શકે.” .. તો શું તું પણ એમ માને છે કે, તેને મારા ઉપર દાઝે બળવાનું કારણ છે?” ,, Page #263 -------------------------------------------------------------------------- ________________ આધી ૨૩૭ સરકાર, તે પણ દાઝે બળે છે જ.” લા વાલિયેરે મક્કમતાથી એ વાતનું પુનરુચ્ચારણ કર્યું. “અને તેથી તેનું વર્તન તારા પ્રત્યે કંઈક કઠોર બન્યું છે?” “સરકાર, હવે કૃપા કરીને ગાડીઓ તરફ પધારો; આપ નામદારની ઘણી શોધખોળ થતી હશે અને કોઈનાં પગલાં પાસે જ આવતાં સંભળાય છે, જુઓ!” ભલેને, જેને પાસે આવવું હોય તે આવે; મેં વરસાદમાં કુમારી દ લા વાલિયેરને સાથ અને ઓથ આપ્યાં, તેમાં કશું અજુગતું કર્યું છે, એવું કોઈ માની તો જુએ કે બોલી તો જુએ–” સરકાર, કૃપા કરો, કૃપા કરો; આપ એક જ ભીના થઈ ગયા છો; અને કોઈ પણ કારણે આપે આવું જોખમ ખેડવાનું ન હોય.” મેં એક સહસ્થ તરીકેની મારી ફરજ જ બજાવી છે. અને જેનું આવી બન્યું હોય તે પોતાના રાજાના આ કૃત્યની નિંદા કરી જુએ–” પણ એટલામાં તો કેટલાક દરબારીઓ દોડતા દોડતા, શોધતા શોધતા ચિંતાતુર થઈ તે તરફ આવી પહોંચ્યા. પરંતુ રાજાએ તો લા વાલિયરના માથા ઉપર પાણીનાં ટીપાં ન પડે તે માટે પોતાનો ટોપો ધરેલો જ રાખ્યો. પછી તે તરફ એકઠાં થઈ ગયેલાં તે સૌના દેખતાં રાજાએ પોતાના હાથનો ટેકો લા વાલિયેરને આપી તેને ઘોડાગાડીઓ તરફ લીધી. આખો વખત પોતાના બીજા હાથે તેના માથા ઉપર તેમણે પોતાનો ટોપો ધરી જ રાખ્યો. રાણીએ, મેડમે, – સૌએ રાજાનું આ અસાધારણ દાક્ષિણ્ય નજરે જોયું. મેડમે રાણી મારિયા થેરેસાને કોણી મારીને કહ્યું, “જુઓ, જરા, જુઓ!” રાણીએ તરત પોતાની આંખો મીંચી દીધી; – બેભાન બની ગઈ હોય એમ. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ પ્રેમ-પંક પેલાં સૌ ચાલ્યાં જતાં જ એરેમીસે ફુકેનો હાથ પકડી જોરથી કહ્યું, “ગમે તેમ કરીને તમે લા વાલિયેરને મોકલેલો પ્રેમપત્ર પાછો હાથ કરી લો! રાજા પોતે આ છોકરી ઉપર ગળાબૂડ પ્રેમમાં પડેલા છે, અને તે છોકરી ઉપર પ્રેમપત્ર લખવાની હિંમત કરનારનું આવી જ બને ! વધારે ખરાબી તો એ છે કે, આ છોકરડી પાછી રાજાના પ્રેમમાં ડૂબી મરેલી છે. અને તમારા વિશ્વાસુ નોકરે એ પ્રેમપત્ર લા વાલિયેરને આપી દીધો હોય એવું તમે માનતા હો, તો ગમે તેમ કરીને તમે લા વાલિયેરની મુલાકાત લઈને, એ પત્રનો અર્થ છેક જ સામાન્ય ગણાય તેવી રીતે તેની સાથે વાત કરી આવો.” કહેવાની જરૂર નથી કે, બે કલાક બાદ ફુકેએ લા વાલિયેરની શિષ્ટતાભરી મુલાકાત તેના કમરામાં લીધી, ત્યારે તેને ખાતરી થયા વિના ન રહી કે, પોતાનો પત્ર તેના હાથમાં પહોંચ્યો જ નથી. ઍરેમીસ એ વાત જાણતાં જ વેંક્યો. તે બોલી ઊઠ્યો, ઑ૦ ફુકે, તમારો વિશ્વાસુ માણસ તમારા તે પ્રેમપત્ર દ્વારા જ તમને વેચી ખાવા કે તમને દબાવવાની પેરવીમાં પડયો છે. એકદમ ગમે તેમ કરીને તેને પકડો કે મારી નાખો!” થોડી વાર પછી ભારે શોધખોળ અને દોડધામને અંતે બંનેને ખાતરી થઈ કે, એ પત્ર જેની મારફતે મોકલ્યો હતો તે તૉબી ભાગી છૂટયો ફુકે દાંત કચકચાવીને બોલ્યો, “પણ તે આ દુનિયામાં તો કયાંક હશેને?” “સાચી વાત છે; મારે તેનો પત્તો મેળવવો જ પડશે.” ઍરેમીસ મુકકો ઉગામીને બોલ્યો. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૩૪ લોટરી ૧ રાણીમાતા ઍને આજે જુવાન રાણી મારિયા થેરેસાને પોતાની મુલાકાતે આવવા વિનંતી કરી હતી. એક વખતની એ જાજરમાન-સ્વરૂપવાન રાણીમાતા રોગ અને વૃદ્ધાવસ્થાને કારણે હવે કોઈનીય સ્પૃહણીય વસ્તુ રહી નહોતી! રાજા પોતે પહેલાં સવાર-સાંજ બે વખત એક એક કલાક તેમની પાસે આવીને બેસતો. પરંતુ હવે જ્યારથી રાજકાજ તેણે માથે લીધું હતું, ત્યારથી એકાદ વખત માંડ તે રાણી-માતાને મળતો; અને તેય ઘણુંખરું રાણીમાતા બહાર કાંક આવ્યાં હોય ત્યાં જ. મૅડમની આસપાસ જ હવે મુખ્ય દરબાર તો ભરાતો. રાણી ઍનની પાસે તો કેટલાંય વર્ષોથી તેમની પાસે રહેલી તેમની સ્પેનિશ નર્સ લા મૉલેના કે બીજી એકાદ બાનુ સિવાય કોઈ હોતું જ નહિ. રાણીમાતા સમજી ગયાં હતાં કે, આ બધાં જુવાનિયાં તો પોતાના ભોગવિલાસનું સાધન – સોનું – જ્યાં મળે ત્યાં જ ભેગાં થવાનાં. એટલે ધીમે ધીમે તેમણે એ બધાંને ખેંચવા એ જ ઉપાય અજમાવવા માંડયો. તેમની પાસે માઝા૨ેએ ભેગું કરી આપેલું સોનાનાણું હતું જ. ઉપરાંત કેટલુંક દુર્લભ એવું જરઝવેરાત પણ હતું. એટલે પ્રથમ તો તેમણે પોતાના મેજ ઉપર બાજીની રમતમાં ઘણા ઘણા સોનૈયા જીતી શકાય એમ છે, એમ જાહેર થવા દીધું. ઉપરાંત પોતે ખુશ થાય તો ઘણી બક્ષિસો આપી શકે તેમ છે, તથા પોતાને મળતાં ઘણાં વર્ષાસનો નામે ચડાવી આપી શકે તેમ છે, એમ પણ સૌની જાણમાં આવવા દીધું. ૨૩૯ Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦. પ્રેમ-પંક પરંતુ આ પ્રકરણ જે દિવસની હકીકત નોંધે છે, તે દિવસે મોડી રાતના મહાભોજન બાદ રાણીમાતાએ પોતાની પાસેનાં બે અનુપમ જડાઉ બ્રેસલેટો લૉટરીથી આપી દેવાનું જાહેર કર્યું હતું. એ બ્રેસલેટો એવી સુંદર કારીગરીનાં હતાં કે, તે મેળવવા કોઈ પણ ઉમરાવજાદી કે રાજરાણીને પણ મન થાય. એ બ્રેસલેટોની પ્રશંસામાં તો યુરોપના રાજદરબારોમાં કવિઓએ કેટલીય કવિતાઓ અને જોડકણાં રચ્યાં હતાં! સવારમાં જ યુવાન રાણી થેરેસાને તેમણે મુલાકાતે બોલાવી હતી. તે આવી એટલે તેમણે સાંજે પોતે કરવા ધારેલા લૉટરી-સમારંભની વાત કરી. તે બિચારી બોલી કે, “આપ આ અનુપમ બ્રેસલેટો ફ્રાંસના રાજવંશના કબજા બહાર ચાલ્યા જાય એવું કરવા ઇચ્છો છો?” રાણી માતાએ જવાબ આપ્યો: “મારે એ બ્રેસલેટ તને જ ભેટ આપવાં હતાં, પરંતુ એ તને ભેટ આપી દઉં, તો પછી મૅડમ રિસાય અને મારાથી દૂર ભાગે. મારે તો મૅડમ અહીં મારી પાસે રહ્યા કરે એવું કરવું છે, જેથી તેના ઉપર મારી (અને તારી પણ!) નજર રહે અને રાજાજી તેનાં નખરાંમાં નાહક ન જાય! લૉટરીથી એ બ્રેસલેટ તને મળે, તો તેમાં તેને કંઈ વાંધો કાઢવા જેવું ન રહે, ખરું ને?” મારિયા થેરેસા રાજમાતાની યુક્તિ સમજીને રાજી થતી થતી ચાલી ગઈ. પછી મેડમ તેમને મળવા આવી. તેણે તો સીધું જ કહ્યું, “એ બ્રેસલેટ કાંતો આપના હાથ ઉપર રહેવાં જોઈએ કે પછી મારા હાથ ઉપર. બીજા કોઈના હાથ ઉપર તે રહે તો છાજે જ નહિ.” પણ મેં એ બ્રેસલેટ તમારા હાથમાં આવે તે માટે જ આ યુક્તિ કરી છે તો!” લૉટરી તો આંધળી વસ્તુ છે; એમાં આપણું ધાર્યું પરિણામ શી રીતે લાવી શકાય?” જુઓ, મને સ્વપ્ન આવ્યું છે કે, એ લૉટરીમાં રાજાજીનો જ નંબર લાગવાનો છે; અને મારાં સ્વપ્ન જેવી ખોટાં પડતાં નથી.” Page #267 -------------------------------------------------------------------------- ________________ લૉટરી ૨૪૧ “વાહ! સ્વપ્ન ઉપર વિશ્વાસ રાખવો એ વળી વધુ મુશ્કેલ બાબત.” ના, ના, મારાં સ્વપ્ન ઉપર મને વિશ્વાસ છે, અને તે વિશ્વાસ છે તેથી જ મેં આ લૉટરી યોજી છે. અને મારા જીવનના આખરી દિવસોમાં તમો સ મારાં સ્વપ્ન ઉપર વિશ્વાસ મૂકતાં થાઓ, એવું હું ઇચ્છે છે.” પણ ધારો કે, આપના સ્વપ્ન મુજબ રાજાજીના હાથમાં એ બ્રેસલેટ આવ્યાં પછી?” પછીની વધુ તમે મને પૂછો છો કે? રાજાના હાથમાં એ બ્રેસલેટ આવશે એટલે તે પોતે તો એ બ્રેસલેટ પહેરી શકે નહિ, તેથી જે હાથોમાં તે વધુમાં વધુ શોભે તે હાથોમાં જ તે પધરાવી દેશે. અને એ હાથ કોના હશે, એ મારે મેં તમારે સાંભળવું છે?” મૅડમ રાજાજીના પોતાની ઉપરના પ્રેમનો ઉલ્લેખ રાણી માતાને એ સાંભળી જરા શરમાઈ, છતાં લૉટરીના આંધળા ચાન્સ ઉપર તેને ભરોસો પડ્યો નહિ. એટલે રાણીમાતાએ, હસતાં હસતાં, આ બ્રેસલેટો તેને જ મળવાનાં છે તે માટેનાં કારણો ગણાવવા માંડયાં – જઓ પહેલું કારણ તો મારું સ્વપ્ન જ છે. એટલે તે સ્વપ્ન મુજબ રાજા જો જીતે, તો તો તે તમને જ એ બ્રેસલેટ આપી દેશે, ખરું?” “ઠીક, એ એક કારણ થયું પછી?” બીજું કારણ એ કે, તમે જ જો લૉટરીમાં જીતો, તો તો એ બ્રેસલેટ તમને જ મળશે, ખરું?” “બરાબર, એ બીજું કારણ થયું; પછી?” “પછી મેંશ્યોર જીતે, તો પણ --” “તો તો તે તેમની પ્રિય પત્ની શવાલિયેર દ લૉરેઈનને જ પહેરાવી દેશે,” મૅડમ ખડખડાટ હસતી બોલી; પણ પછી તેણે ઉમેર્યું, “હાં, એ ત્રીજું કારણ થયું; હવે કોઈ ચોથું તો નથી ને?” –૧૬ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ પ્રેમ-પંક “કેમ, હું જ જીવું તો પણ એ બ્રેસલેટ તમને જ મળે ને?” “ખરી વાત,” મેડમે હસતાં હસતાં જવાબ આપ્યો. સાંજના આઠ વાગતાંમાં તો બધાં જ રાણી-માતાના કમરામાં આવી પૂગ્યાં હતાં. રાણી એન પોતાના ભપકાબંધ પોશાકમાં સુસજજ થઈને બેઠી હતી. બસો જણનાં નામની ટિકીટો લખીને તેમને નંબર આપી દેવામાં આવ્યા હતા. અને એ નંબરોવાળા સુંદર ગોળ લખોટા એક સુંદર રેશમી થેલીમાં ભરવામાં આવ્યા હતા. બધાં આવ્યા એટલે દરેકની ટિકિટ નંબર સાથે તેને વહેંચી દેવામાં આવી. લા વાલિયેરનું નામ ન હોવાથી તેને ટિકિટ મળી નહિ. પછી જેમને ટિકિટ આપવામાં આવી હતી, તેમનાં નામ નંબર સાથે બોલી બતાવવામાં આવ્યાં. રાજાની ટિકિટ ઉપર પહેલો નંબર હતો. બીજો નંબર રાણીમાતાનો, પછી રાણી મારિયા થેરેસાનો, પછી મેંશ્યોરનો, પછી મેડમનો– એ પ્રમાણે રાજા ધ્યાન દઈને બધાં નામ સાંભળી રહ્યો. મેડમની તહેનાતબાનુઓમાંથી લા વાલિયેરને ટિકિટ નહોતી મળી, તે તરત રાજાના તેમ જ સૌ કોઈના લક્ષમાં આવ્યું. મેડમે રાણીમાતાને મશ્કરીના સૂરે કહ્યું, “લા વાલિયેરનું નામ રાખવું હતું ને! તેને એ બ્રેસલેટ મળ્યાં હોત, તો તે વેચીને તેની દહેજનાં નાણાં ઊભાં કરી શકત! જુઓને એણે સવારે વન-ક્રીડા વખતે જે પેટીકોટ પહેર્યો હતો, તે જ અત્યારે પણ પહેર્યો છે.” માલિકૉર્ન અને માંતાલનાં નામ પણ પડતાં મુકાયાં હતાં; સેંતેશ્નો અને તૉને શારતનાં નામ હતાં. સેતેશ્નોએ તૉને શારતને કાન પાસે માં લઈ જઈને કહ્યું, “આપણે આપણાં નસીબ જોડીએ તો કેમ? જો હું જીતું તો બ્રેસલેટ તમને આપી દઈશ, અને તમે જીતો તો તમારી સુંદર આંખો વડે મારા ઉપર એક મીઠી નજર નાખજો!” ના, ના, તમે બ્રેસલેટ જીતો તો તમે જ રાખજે; દરેક જણ પોતપોતાને માટે!” Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ લૉટરી “તમારા જેવાં ક્રૂર અને ઘાતકી સુંદરી મેં જોયાં નથી...” “ચૂપ ચૂપ; કદાચ મારો નંબર લૉટરીમાં આવ્યો હશે અને બોલશે તો પણ તમારા લવારામાં મને સંભળાશે નહિ.” અને તરત જ જે જવાન છોકરીને પેલી થેલીમાંથી નંબરવાળો એક લખોટો ઉપાડવાનો હતો, તે તેણે ઉપાડયો અને નંબર મોટેથી બોલી બતાવ્યો–નંવર !” રાજાજી! રાજાજી!” રાણીમાતા, રાણી તથા મેડમ આનંદપૂર્વક બોલી ઊઠયાં. મેડમે તો રાણી-માતાને કાનમાં હસતાં હસતાં કહી પણ દીધું – “તમારું સ્વપ્ન સારવું પડયું ” રાજએ પછી કાશ્કેટમાંથી એ બ્રેસલેટો હાથમાં લીધાં અને પછી એમની કારીગરી અને સુંદરતાથી રાજી થઈ, તેમનાં વખાણ કરી, સૌને જોવા માટે ફેરવવા માંડ્યાં. પહેલાં એ બ્રેસલેટો પુરુષોમાં જ ફરવા લાગ્યાં, સ્ત્રીઓ બહુ ઉત્સુક થઈ ગઈ. છેવટે રાજાજીએ જ કહ્યું, “હવે સ્ત્રીઓને એ જોવા દો. આપણ પુરુષો કરતાં આવી બધી જરઝવેરાતની ચીજોની કદર એ લોકો જ વધુ સારી રીતે કરી શકે!” એટલે હવે એ બ્રેસલેટો રાણી, મૅડમ, વગેરેના હાથમાં થતાં થતાં તહેનાતબાનુઓ સુધી પહોંચ્યાં. છેવટે મતાલે અને લા વાલિયેર એ બેના જ હાથમાં જવાના બાકી રહ્યાં, ત્યારે પુરુષોએ એમની સામે જોવાનું જ છોડી દીધું. નહિ તો અત્યાર સુધી બધા પુરુષોની નજર, જે સ્ત્રીના હાથમાં એ બ્રેસલેટ જતાં તેના હાથ અને તેના મોં ઉપર થતા ફેરફારો જોવા માટે, તે તરફ જ ચોંટી રહેતી! : મેતાલે એ બ્રેસલેટો હાથમાં આવતાં જ આભી બની ગઈ. લા વાલિયેરે તો ઉપેક્ષાભરી નજર તે તરફ નાખી. મેતાલે બોલી ઊઠી, “તું તો જાણે સાચી સ્ત્રી જ નથી; આવાં બ્રેસલેટ હાથમાં લેવાનું પણ તને મન નથી થતું!” Page #270 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પંક “હા, હા; હું સાચી સ્ત્રી નથી જ; જે આપણું કદી થવાનું ન હોય, તેની કશી લાલસા મને ઊભી થતી નથી.” લા વાલિયરે જવાબ આપ્યો. ૨૪૪ રાજાએ એ શબ્દો સાંભળ્યા હતા. તે હવે લા વાબિયેર પાસે જઈને બોલ્યો : “ કુમારી, તમારી ભૂલ થાય છે; તમે સ્રી છો જ. અને સ્ત્રીઓને જ સુંદર આભૂષણોથી રાજી થવાનો હક છે.” “સરકાર, આપ નામદાર મારી કશી વાતને સાચી નહિ જ માનવાના, ખરું?” 66 ‘નહિ, નહિ; ઊલટું દરેક સદ્ગુણ તમારામાં છે, એ હું માનું જ છું. માટે આ બ્રેસલેટો કેવાં છે, તે વિષેનો તમારો સાચો અભિપ્રાય આપો. "" “સરકાર, આ બ્રેસલેટો એટલાં સુંદર છે કે, કોઈ રાજરાણીના હાથમાં જ શોભે.” “તમારો અભિપ્રાય જાણી હું રાજી થયો; અને એક રાજા હવે તમને એ બ્રેસલેટો તમારા હાથ ઉપર ધારણ કરવા વિનંતી કરે છે: એ બ્રેસલેટ તમારૂં છે.” લા વાલિયેરે ભયથી કંપી ઊઠીને આખી કાસ્કેટ રાજાજી તરફ ધરી. રાજાએ હળવે હાથે તે તેના તરફ પાછી ધકેલી. આખા મંડળ ઉપર મૃત્યુની કારમી શાંતિ જાણે છવાઈ ગઈ. રાણીઓ સુધી આ વાતચીતના શબ્દો સંભળાય તેમ ન હતું. તોંને શારાંતે એ દૂતકાર્ય કર્યું. તેણે રાણીઓ પાસે જઈને મોટેથી કહ્યું, ‘ભલા ભગવાન! લા વાલિયેર કેવી ભાગ્યશાળી છે! રાજાએ તેને બ્રેસલેટ બક્ષિસ આપી દીધાં!” (6 Page #271 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ત્રણ કકડાં આ બધા ઉત્સવસમારંભની ધમાલમાં દાતંનેને આપણે એક જ ભૂલી ગયા છીએ, એવું વાચકને લાગશે. પરંતુ ખરી વાત એ છે કે, ફતેબ્લો મુકામે રાજા ઉત્સવ-સમારંભ માટે આવવાનો થયો, ત્યારે દાનએ જ તેની પાસે થોડી રજા માગી લીધી હતી. રાજાએ આનાકાની કરી હતી, પણ દાનનો આગ્રહ જોઈ, છેવટે તેણે તે રજા મંજૂર કરી હતી. ઉત્સવ-સમારંભમાંથી ગેરહાજર રહેવામાં દાર્લોનની એક યોજના હતી; પરંતુ તે યોજના યથાક્રમે જ પ્રગટ થવા દેવી અમને પણ વધુ યોગ્ય લાગે છે. પ્લાંશેતને ઘેર આવી કામકાજ વિનાનો કંટાળેલો માણસ પડી રહે તે રીતે એ પડી રહેતો. ભલો બિચારો પ્લશેત મૂંઝાઈને વારંવાર આવીને તેને પૂછતો – “મહાશય, આપને કંટાળો આવે છે, નહિ?” “ના રે ના, મને કંટાળો વળી શા માટે આવે?” પરંતુ, તમે આખો દિવસ આમ જાણે ખિન્ન થઈને બેસી રહો, એ મારાથી જોયું જતું નથી.” “કેમ ભાઈ, લા રૉશેલના ઘેરા વખતે તોપોનું નિશાન ગોઠવી આપનાર પેલો કદરૂપો આરબ હતો, તે તને યાદ છે? આમ નવરો પડે ત્યારે તે ઘણી વાર કશાં પાંદડાં ગૂંગીમાં ઘાલી સળગાવીને દમ માર્યા કરતો. ૨૪૫ Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ પ્રેમ-પંક “તેને પૂછતો કે, કેમ ભાઈ, આમ પડ્યો પડ્યો આખો વખત ઊંધ્યા કરે છે? ત્યારે તે જવાબ આપતો કે, “ઊભા રહ્યા કરતાં બેસવું સારું; અને બેસવા કરતાં સૂવું સારું; અને સૂવા કરતાં મરેલા હોવું વધારે સારું.” પણ મહાશય, થાકેલા હોઈએ ત્યારે ઊભા રહેવા કરતાં બેસવું વધુ સારું કહેવાય. અને એ પ્રમાણે બેઠેલા કરતાં સૂતેલા હોવું પણ મંજૂર રાખી શકાય. પરંતુ જીવતા કરતાં મરેલા હોવું એ વધુ સારું– એ વાત હું કબૂલ રાખી શકતો નથી. મરેલા હોવા કરતાં હું પથારીમાં સૂતેલા હોવાનું જરૂર વધુ પસંદ કરું. અને તમે જો મારા અભિપ્રાય કરતાં એ આરબના અભિપ્રાયના થયા હો, તો મારે માની લેવું જ રહ્યું કે, તમે એ આરબડાની પેઠે જીવનથી પણ ખરેખર કંટાળેલા જ છો.” ના રે ના, ભાઈ, હું જીવનથી જરા પણ કંટાળેલો નથી. માત્ર હું પેલી વાતમાં આવે છે તે સસલાની પેઠે વિચાર કરું છું.” “વિચાર કરો છો? ના રે ના, તમે સુકાતા જાઓ છો; અને ખરું કહું તો હવે હું જ મરણિયો થઈ ગયો છું એટલે તરવાર લઈ સીધો મૅ૦ દઓં સાથે હિસાબ ચૂકવવા જ દોડી જવાનો છું.” “એ-હેચ, તું ભાઈ મ0 દર્જેનું નામ શા માટે બોલ્યો? અને તારે મ0 દર્ભે સાથે શો હિસાબ ચૂકતે કરવાનો છે, વારુ?” “કારણ કે, છેલ્લી ત્રણ રાતોથી તમે ઊંઘમાં મૅ૦ દબ્લનું નામ બોલ્યા કરો છો!” હું? એ શી વાત? ખરેખર, હું શું બોલું છું, ભાઈ? મને કહે તો!” ગઈ કાલે રાતે જ તમે બોલ્યા હતા, “ઍરેમીસ, બચ્ચા એરેમીસ!” ઉપરાંત તમે છેલ્લા ત્રણ દિવસથી બહારથી પાછા આવતાંની સાથે મ0 દબ્લને મેં જોયા છે કે મોં દબ્ધ તરફથી તમારે માટે કોઈ પત્ર આવ્યો છે, એમ પૂછયા કરો છો! અને “માલાગા'ની સોગંદ! મારે ઘેરથી તમે દૂબળા બનીને જાઓ, એ હું કદી મંજૂર રાખવાનો નથી.” Page #273 -------------------------------------------------------------------------- ________________ ત્રણ કોકડાં ૨૪૭ “લે ભાઈ, હવે હું જાડો થવાના સોગંદ ખાઉં છું, બસ? તથા હવે હું સ્વપ્નાં જ નહિ લાવું તથા ઍરેમીસના કાગળ સંબંધી કશી પૂછપરછ પણ નહિ કરું, બસ ? એ વિષે તારી પેઠે જ ‘માલાગા’ની સોગંદ ખાઉં છું. પણ ભાઈ, ‘માલાગા’ એ તો સૂકી દ્રાક્ષ કે ખારેકનું નામ છે. એના સોગંદ તું કયારથી ખાતો થયો? પહેલાં તો કદી ખાતો નહોતો!” પ્લાંશેત આંખ ચીંચકારી એકદમ હસી પડયો. તે બોલ્યો, “એ હવે મારા આકરામાં આકરા સોગંદ છે. એ સોગંદ શીખવાડનાર કોણ છે કહ્યું? ” << `જરૂર કહે, ભાઈ.” “જુઓ માલિક, હું તમારી પેઠે વિચારમાં પડીને દૂબળા બનવામાં માનતો નથી. મને તો હજુ કકડીને ભૂખ લાગે છે, અને મારા હાથ-પગ હજુ મજબૂત છે. હું એમ માનું છું કે, મોજમજા કર્યા સિવાય આ પૃથ્વી ઉપર સુખી થઈ જ શકાય નહિ. "" “વાહ, શી અદ્ભુત દલીલ છે!” ' “પરંતુ માલિક, મોજમજા કંઈ રસ્તે રખડતી ચીજ નથી. એટલે આપણે એનો કંઈ ને કંઈ ઉપાય કરવા જોઈએ – પેરવી કરવી જોઈએ – અરે, યોજના કરવી જોઈએ.' ,, “વાહ, મારા આયોજનકાર ! તારી મોજમજાની યોજના શી છે, કહે તો વારુ.” “તમે જોયું છે ને કે કોઈ કોઈ વાર હું ઘર છોડીને ચાલ્યો જાઉં છું?” 66 હા; અમુક અમુક દિવસે તું જાય છે; પણ હું એમ માનતો હતો કે તું માલની ખરીદી માટે કે ઉઘરાણી માટે બહારગામ જાય છે.” “પણ કયા દિવસોએ હું બહાર જાઉં છું, તે તમે નોંધ્યું છે?” “હા, દરેક મહિનાની પંદરમી અને ત્રીસમી તારીખે.” “અને હું કેટલા દિવસ ગેરહાજર રહું છું?” Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ પ્રેમ-પંક બે, ત્રણ કે કદીક ચાર દિવસ.” “પણ હું ઉઘરાણી માટે કે ખરીદી માટે જાઉં છું, એવું ભલું તમે માની શકયા !” ભાઈ, તારી વાતમાં મને રસ પડવા માંડ્યો છે, અને હવે તો મારો કંટાળો ચાલ્યા જવા લાગ્યો છે. હું ત્યારે ક્યાં શા માટે જાય છે, તે સાચેસાચું કહે જોઉં, તને “માલાગા”ની સોગંદ !” “બસ, હવે જો મારી વાતમાં જે તમને રસ પડતો જાય છે, તો પછી હું તમારા કંટાળાનો પૂરેપૂરો ઉપાય કરી નાખવા માગું છું. બોલો, તમારી પાસે કેટલા ઘોડા છે?” “દશ, વીસ, પચાસ.” નહિ, નહિં; બે જ ઘોડા બસ છે: એક તમારે માટે અને એક મારે માટે! તો પછી કાલે મારી સાથે આવવા તૈયાર થઈ જાઓ!” “પણ તું મને કયાં લઈ જવા માગે છે, તે તો કહે!” જુઓ માલિક, અહીં વધુ કશી પૂછપરછ નહિ કરવાની, એ આપણી શરત! હું તમને ફેબ્લો લઈ જવા માગું છું, ત્યાં મારી નાનીસરખી જાગીર છે.” “વાહ બેટ્ટ! જાગીર? તું વળી જાગીરદાર કયારનો બન્યો?” “જુઓ માલિક, મને તમો સૌ જાગીરદારો સાથે રહી રહીને એવા બધા મોટા શબ્દો વાપરવાની ટેવ પડી છે એટલું જ. બાકી ત્યાં મારું સામાન્ય નાનું સરખું એકાંતમાં આવેલું ઘર છે.” તો અહીં બજારમાં આવેલી દુકાન કરતાં, ત્યાં એકાંત જગાએ આવેલા ઘરમાં મને વધુ મજા પડશે, એમ તું શાથી માને છે?” માલિક, ઘર તો સ્મશાનને કિનારે જ આવેલું છે, પણ મજા ઘરમાં છે!” “લે! સ્મશાનને કિનારે આવેલા ઘરમાં બેસી તું મોતના વિચારો કરીને આનંદ કરવા જાય છે, એમ?” Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ ત્રણ કોકડાં “અરે જોજો તો ખરા માલિક, કે મજા છે કે નહિ.” આમ કહી હસતો હસતો પ્લાંશત દુકાન તરફ ચાલ્યો ગયો. પછી તરત દાનોએ પોતાના વિચારનો તાંતણો પાછો જડ્યો – “બસ બસ, ત્રણ બાબતોમાં બધું આવી ગયું. એક તો બાલિના ગવર્નર બેઇઝમ સાથે એમીસ પૈસાની લેવડદેવડ શા માટે રાખે છે, તે નક્કી કરવું. બીજું એ કે, ઍરેમીસ કેમ મને કાગળ લખતો નથી, તે નક્કી કરવું. અને ત્રીજું એ નક્કી કરવું કે, પૉર્જેસ કયાં છે? આ ત્રણ કોકડાં ઉકેલીએ એટલે બધું જ રહસ્ય પ્રગટ થઈ જશે. એરેમીસ એ બધું મારાથી છુપાવે છે, તો આપણે આપણી અક્કલ લડાવવી જ રહી; અને ‘માલાગા’ની સોગંદ! ઍરેમીસનું કોકડું ઉકેલવામાં પ્લાંશેતની જાગીરના મસાણિયા ઘર કરતાં ઓછી મજા નહિ હોય!” બીજે દિવસે સવારે દાડૅનાં અમુક વિચાર કરી સીધો મેં દ બેઇઝમેની મુલાકાત લેવા બાતિલ તરફ ચાલ્યો. તે દિવસ જેલની સાફસૂફીનો હતો, એટલે ભારે ધમાલ મચી રહી હતી. બેઇઝમૉએ દાનોને પૂરેપૂરા ભાવથી આવકાર્યો, પણ વાત કરતાં તે કંઈક ખચકાતો હોય એમ દાતેનોને લાગ્યા વિના ન રહ્યું. અરે, બેઇઝમેને જાણે દાન સાથે વાતચીત કરવાની કોઈએ મનાઈ કરી હોય, એમ જ આખો વખત લાગ્યા કરતું હતું. પહેલાંના બેઇઝમાં અને આજના બેઇઝમાં જોવા મળેલા આ ફેરફારે તેને જરા વિચારમાં નાખી દીધો. અને દાતેનાં “વિચાર”માં પડે, એટલે તે માણસ મટી બિલાડી જ બની જાય. દાતેનએ છેવટે બેઇઝમને સીધું જ પૂછયું, “તમે ઍરેમીસ સાથે પછી ભેગા થયા હતા કે નહિ, તથા એરેમીસે તમને બાકીના ૫૦,૦૦૦ ફ્રાંકનો હપતો ભરી આપ્યો હતો કે નહિ?” ત્યારે કશો સીધો જવાબ આપવાને બદલે, ‘મારે જરા કામ છે, જઈને હમણાં આવું છું કહીને બેઇઝમાં ચાલ્યો જ ગયો, તે પછી આવ્યો Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ પ્રેમ-પંક જ નહિ! દાતેનાં હવે ચેતી ગયો. એટલે તે હવે બેઇઝમો પાછો આવે તેની રાહ જોવાને બદલે અમુક વિચાર કરીને બાતિલની બહાર જ નીકળી ગયો. તેની ચાલાક નજરે તે જોઈ ગયો કે, પોતે આ બધી પૂછપરછ કરવા બેઇઝમ પાસે આવ્યો હતો એ વસ્તુ જ કદાચ બેઇઝમ એરેમીસને જણાવી દેવાની ઉતાવળમાં છે! તેણે આ રીતે “વિચાર” ચલાવ્યો-“જો બેઈઝમૉને મારી સાથે કશી વાતચીત ન કરવાની એરેમીસે જ સૂચના આપી હશે, તો હું પછીથી કશી પૂછપરછ કરવા આવું છું કે નહિ, તેની ખબર પહોંચાડવાનું તેણે અવશ્ય જણાવ્યું જ હશે! અને બેઇઝમ એ “હુકમનું પાલન તરત કરવાનો જ ! માટે આપણે અહીં આટલામાં જ કોઈ ઠેકાણે ગુપચુપ છુપાઈને જોઈ લેવું કે જેલનો કોઈ માણસ કશો સંદેશો લઈને બહાર નીકળે છે કે નહિ.” અને થોડી જ વારમાં તેના ધાર્યા પ્રમાણે જ બન્યું! બાસ્તિલનો દરવાજો બરાબર દેખાય તેવી જગાએ છુપાઈને દૂર તે બેઠો હતો ત્યાંથી તેણે જોયું કે, એક સૈનિક જેલના દરવાજામાંથી નીકળ્યો. હવે વરદી પહેરેલો સૈનિકે એક વખત નોકરીએ હાજર થયા પછી ચોવીસ કલાકે એટલે કે બીજા દિવસની વહેલી સવારે જ છૂટો થાય, એ દાનાં તો જાણતો જ હતો, એટલે આ સૈનિક જરૂર કોઈ ચિઠ્ઠી-ચપાટી લઈને જ કયાંક જતો હોવો જોઈએ એ સમજી જતાં દાનને વાર ન લાગી. અને સૈનિક હોય તે ચિઠ્ઠી-ચપાટી હોય તો કમરપટ્ટા નીચે જ ખોસે. દાન એ જરા લોકોની ભીડ સુધી પહોંચી, પાસે જઈને જોયું તો તેના કમરપટ્ટામાં ખોસેલું પરબીડિયું દેખાતું હતું જ. હવે એ પરબીડિયું કશી ઝૂંટાઝૂંટ કર્યા વિના પોતાના હાથમાં આવે એ જોવું રહ્યું. પણ એટલામાં તે રસ્તા ઉપર થઈને એક સૈનિકને કેટલાક પોલીસો પકડીને લઈ જતા હતા. પેલો સૈનિક ધાંધલ મચાવી રહ્યો હતો; તે કહેતો હતો કે, તે પોતે સદ્ગૃહસ્થ છે, સૈનિક છે, ચોર નથી; અલબત્ત, Page #277 -------------------------------------------------------------------------- ________________ ત્રણ કોકડાં ૨૫૧ તે કોઈના ઘરમાંથી પકડાયો હતો, પણ તે ઘરમાં એ ચોરી કરવા નહિ પણ પ્રેમ કરવા પેઠો હતો. બંદીવાન સૈનિકે જેલના સૈનિકને પાસે થઈને જતો જોઈ, તરત તેને પોતાનો બિરાદર જાણી, પોતાને આ પોલીસનાં યોગ્ય રીતે સન્માન સાથે લઈ જાય તેમ કરવા તેની મદદ માગી. અને ફ્રેંચ સૈનિકને ઉપદેશસલાહ આપવાની આવે તો તે પાછી પાની કરે જ નહિ. એટલે પેલો જેલનો સૈનિક તરત જ પોલીસોને તેમ જ પેલા બંદીવાનને યોગ્ય શિખામણ આપવાના કામમાં પડ્યો. તે જ ઘડીએ દાનએ ભીડમાં જેલના સૈનિકની પાસે ધસી જઈ, તેના કમરપટ્ટામાંથી કોઈ ચાલાક ખીસાકાતરુની જેમ પેલું પરબીડિયું ખેંચી લીધું. થોડેક પાસે એક ઘરના થાંભલાની આડમાં જઈ તેણે ઉપરનું સરનામું જોયું, તો “મેંશ્યોર દુ વાલ, શ્યોર ફુકેને ત્યાં, સેં-માંદ –” એમ લખેલું હતું. તેણે કવર સીધું ફાડ્યા વિના પગ નીચે રોળાચોળમાં જ સહેજ ફાટી ગયું હોય તેમ વચ્ચેથી ફાડીને અંદરનો કાગળ કાઢીને વાંચ્યો તો અંદર લખ્યું હતું – વહાલા શ્યોર દ વાલો – તમે મોંશ્યોર દર્બ્સને મહેરબાની કરી જણાવજો કે, તે બાસ્તિલ આવ્યો હતો અને પૂછપરછ કરતો હતો. – તમારો દ બેઇઝમાં” દાનો રાજી થઈ ગગણ્યો, “વાહ, વાહ! બધું સમજાઈ ગયું; પૉર્થો ભાઈ પણ સાથે સામેલ છે.” પછી પેલા કાગળને પરબીડિયામાં ઘાલી દઈ, કોઈ જુએ નહિ તેમ, તેને થોડે દૂર જમીન ઉપર નાખી, દાન દૂર ખસી ગયો. પેલો જેલનો સૈનિક બધું ધાંધલ પતાવી, આગળ ચાલવા માંડ્યો. પણ પછી પટ્ટા ઉપર હાથ મૂકતાં જ સમજી ગયો કે કાગળ ત્યાં નથી! તેના હોસકોસ છેક જ ઊડી ગયા. નોકરી તો ગઈ જ! પણ બીજીય શી સજા થાય તે શું કહેવાય? પછી તે પાછો વળી આમતેમ નજર કરવા લાગ્યો, તો થોડે દૂર પેલું પરબીડિયું જોઈને રાજી થતો તેના તરફ દોડ્યો. પરબીડિયું ગૂંથાઈ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ પ્રેમ-પંક ગયું હતું તથા એક બાજુ જરા ફાટયું પણ હતું. પરંતુ સીલ બરાબર જેમનું તેમ હતું અને તે બિચારો જીવમાં જીવ આવ્યો હોય તેમ રાજી થતો આગળ ચાલ્યો. દાનએ તેને આગળ જવા દીધો. તે જાણી ગયો હતો કે, ઍમીસ પૅરીસમાં નથી, કારણ કે બેઇઝમે એ કાગળ પહોંચાડવાનું પૉસને સોંપે છે; અને પૉસ કુકેને ત્યાં છે. અને પૉસ સાથે વાતચીત કરી, બધું કઢાવવું તેને અશકય ન લાગ્યું ! ૩૬ પર્થોનું બળ ઓછું થયું નથી! દાનએ બરાબર ગણતરી કરી હતી કે, દરેક કલાકને બરાબર . સાઠ મિનિટ હોય છે, અને દરેક મિનિટને સાઠ સેકંડ! એ ગણતરીને આધારે જ્યારે પેલો જેલનો સૈનિક કુકેના મકાનમાંથી પરબીડિયા વિના બહાર નીકળ્યો, ત્યારે જ દાનાં અંદર પેઠો. અંદર પેસવા માટે દાનોને પોતાનું નામ આપવું ન હતું; કારણ, તેને ખાતરી હતી કે, પહેરાવાળાઓને પણ ચોક્કસ સૂચનાઓ આપવામાં આવી જ હશે, એટલે તેણે ખોટું નામ આપ્યું અને સીધું એમ જણાવ્યું કે, પેલો સૈનિક હમણાં જે કાગળ મેં૦ ૬ વાલોને આપી આવ્યો, તે તેનો પોતાનો માણસ હતો; અને તે કાગળમાં પોતે આવ્યાની ખબર જ મેં, દુ વાલોને જણાવેલી હતી. એટલે હવે તેને માટે અંદરનો રસ્તો ખુલ્લો થઈ ગયો. એક હજૂરિયો તેને છેક પાછળ જવાનો રસ્તો બતાવવા સાથે આવવાનું પૂછવા લાગ્યો; પરંતુ દાનને હવે આ મકાનનો પોતે ભોમિયો છે એ દેખાવ ચાલુ રાખવો પડ્યો; એટલે તેણે કહી દીધું કે, મને મૌ૦ ૬ વાલનો ઉતારો કયાં છે તે ખબર છે! Page #279 -------------------------------------------------------------------------- ________________ પૉસનું બળ ઓછું થયું નથી! ૨૫૩ પાએક કલાક તે આખા મકાનમાં તેનું ભવ્ય ફર્નિચર જોતો જોતો આગળ ને આગળ વધતો ગયો. મકાનમાં જેટલા થાંભલા હતા તેટલા નોકરો હતા. આખા મકાનના છેવટના ભાગમાં એક દીવાલથી આંતરેલો જુદો ભાગ આવ્યો. તેમાં વૃક્ષો-વેલા-પૂતળાંની ભરમાર હતી. પૉસને આખા મકાનની છેક પાછળ આટલી બધી ચાળણીઓ બાદ રાખવામાં આવેલો જોઈ તેની નવાઈ વધતી ચાલી. ત્યાંના દરવાજા ઉપરના પહેરેગીરને તેણે કહ્યું, “અંદર જઈ મેં લ બૅરન ૬ વાલેને ખબર આપો કે રાજાજીના બરકંદાજોના કપ્તાન મેં૦ લ શવાલિયેર દાર્તાનો મળવા છે.” પૉર્થો ખબર મળતાં જ સામો આવ્યાં, પણ તેના મોં ઉપર કેવળ નવાઈ જ વ્યાપેલી હતી. તેણે તરત કહ્યું, “તમે અહીં કયાંથી?” પણ ભાઈ, તમે જ અહીં જાણે કયાંક સંતાઈ ગયા હો તેમ કેમ ભરાઈ પેઠા છો?” હા, હા, “પૉર્ટોસે જરા મૂંઝાઈને કહ્યું, “તમને નવાઈ લાગતી હશે ખરી કે, હું વળી મૉ૦ ફુકેના ઘરમાં કયાંથી, ખરું?” વાહ, એમાં નવાઈ શી લાગવાની છે? મૅ૦ ફુકેને ઘણા મિત્રો છે, ખાસ કરીને હોશિયાર, ચાલાક અને બળવાન લોકોની તે ખાસ મિત્રતા રાખે છે.” તમે મને બેલ-ઇલમાં મળ્યા જ હતા.” “અને તેથી જ તમે મ0 ફુકેના મિત્ર છો, એ કલ્પવું કશું મુશ્કેલ ન જ કહેવાય!” હા, હા, મને અમુક રીતની મૅ૦ ફુકેની ઓળખાણ છે,” પૉોંસ જરા તત-પપ કરતો બોલ્યો. “વાહ ભાઈ, પૉસ, તમે મારી પ્રત્યે કેવું પરાયાપણું રાખો છો?” કેવી રીતે?” “તમે પોતે જ બેલ-ઇલ જેવી સુંદર અનોખી કિલ્લેબંધી બાંધી હતી છતાં મને તો તેવી વાત પણ કરી નહિ! રાજાજીએ તો મને એ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ પ્રેમ-પંક સુંદર કિલ્લેબંધી બાંધનારનું નામ જાણવા જ મોકલ્યો હતો, પણ તમે મને કશું કહો ત્યારે ને?” “શું રાજાજીએ તમને એ જાણવા—” “હા, હા, પણ હવે એ વાત મૂકી ને પડતી.” વાહ, વાત પડતી શા માટે મુકવી? તો શું રાજાજી જાણતા હતા કે અમે બેલ-ઇલને કિલ્લેબંદ કરી રહ્યા હતા?” લે, રાજાજી બધું જ જાણતા હોય છે.” “પણ કોણ તે કિલ્લેબંદી બાંધી રહ્યું છે, તેની તેમને ખબર ન હતી?” “તેમને જે વર્ણન મળ્યું હતું તે ઉપરથી તે સમજી શક્યા હતા કે, કોઈ ભારે શિલ્પી-લડવૈયો જ એવી કિલ્લેબંદી બાંધી શકે.” “અરેરે, મને પહેલેથી એ વાતની ખબર હોત તો! પરંતુ હું વૅનમાં તમને પાછો ભેગો ન થયો એટલે પછી તમે રાજાજીને શું કહ્યું?” “મેં વિચાર કર્યો અને વિચાર કરતાં મને પૂરું સત્ય માલૂમ પડી ગયું. તમને મેં બેલ-ઇલમાં હુકમો આપતા અને પથ્થર ઊંચકતા જોયા જ હતા એટલે એ કિલ્લેબંદી તમે જ બાંધી છે તેની મને કલ્પના કરતાં વાર ન લાગી; અને મેં સાથે સાથે એ પણ કલ્પી લીધું કે તમે મોં૦ ફુકેના હુકમથી બેલ-ઇલને કિલ્લેબંદ કરી રહ્યા હતા.” સાચી વાત છે.” પણ હું એક વાત વિચાર કરવા માંગું એટલે પછી અધવચ રહેતો નથી. મેં એ પણ કલ્પી લીધું કે, મેં૦ ફુકે એ કિલ્લેબંદી અંગે ભારે ગુપ્તતા જાળવતા હોવા જોઈએ. પણ શાથી એ ગુપ્તતા તે રાખતા હતા એ તમે જાણતા હતા, ભાઈ?” “પોતે કિલ્લેબંદી કરે છે તે બધા જાણી ન જાય તે માટે વળી, બીજું શું કારણ હોય?” અરે, ઍ૦ ફુકે પોતાને મોંએ રાજાજીને કહેતા હતા ત્યારે એ કારણ મેં સાંભળ્યું; તે કારણ એ હતું કે, મેં કુકે રાજાજીને અચંબામાં Page #281 -------------------------------------------------------------------------- ________________ પૉર્થોનનું બળ ઓછું થયું નથી! ૨૫૫ નાખવા માટે ગુપ્ત રીતે આખો ટાપુ પૂરો કિલ્લેબંદ કરીને રાજાજીને બક્ષિસ આપવા માગતા હતા. ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, એ આખી કિલ્લેબંદી અનોખા પ્રકારની છે અને તે એમના એક પરમ મિત્રે જાતે દેખરેખ રાખીને બાંધેલી છે. રાજાજીએ તેમને એ મિત્રનું નામ પૂછ્યું, તો મેં૦ ફુકેએ કહ્યું કે, તેમનું નામ બેરન વાલે છે. અને તેમને આપની સમક્ષ રજૂ કરવા આપની પરવાનગી હું માગું છું.” શું મને રાજાજી સમક્ષ રજૂ કરવાની પરવાનગી માગી?” “અને રાજાજીએ તરત જ આપી પણ.' “તો પછી મને એ લોકો રાજાજી સમક્ષ હજુ રજૂ કેમ કરતા નથી ?” તો તમને એ “લોકોએ”રાજાજી સમક્ષ રજૂ કરવાની વાત નથી કરી?” વાત તો કરી છે; પણ રાજાજીએ પરવાનગી આપી છે એ કહ્યું નથી; અને મને રાહ જોતો અહીં નાખી મૂક્યો છે.” અરે, રાજાજીએ પરવાનગી આપી છે એટલે તમને રજૂ તો કરશે જ વળી; પણ અહીં તમને બહુ અટુલું લાગતું હશે, નહિ?” નારે ના, હવે હું વાંચવામાં પડ્યો છું એટલે એવું નથી લાગતું.” “પણ ભાઈ વાંચવામાં ‘પડવાથી તમારું શરીરનું બળ તો બહુ ઘટી ગયું હશે!” “ના રે ના; જરાય નહિ.” “મેં તો સાંભળ્યું હતું કે, અહીં આવ્યા પછી થોડા દિવસ –” “હા, હા, મારું એકે હાડકું હાલી શકતું નહોતું.” કેમ, કેમ? શું થયું હતું?” પૉસ સમજી ગયો કે, તે વધારે પડતું બોલી બેઠો છે. “હું બેલ-ઇલથી ઘણી સખત ઘોડેસવારી કરીને આવ્યો હતો.” Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ પ્રેમ-પંક હા, હા, હું તમારી પાછળ જ આવતો હતો; ને રસ્તામાં મેં સાત કે આઠ ઘોડાઓ મરેલા પડેલા જોયા હતા !” “હું ઘણો વજનદાર માણસ છું એ તો તમે જાણો છો ને? અને મારી ઘણી ચરબી ઓગળી જવાથી હું એકદમ માંદા જેવો થઈ ગયો હતો. ઍમીસે મને મ0 ફુકેના પોતાના દાકતરની સારવારમાં મૂકી દીધો. પણ અઠવાડિયું પૂરું થતાં તો મારાથી શ્વાસ જ લેવાતો બંધ થઈ ગયો. દાકતરે કહ્યું કે, તમે ખૂબ હવા શ્વાસમાં લો છો, તેટલી આ ઓરડામાં મળી શકતી નથી. તેથી તેઓએ બીજા મોટા કમરામાં મને ખસેડ્યો; પણ મને જરાય બહાર નીકળવા ન દે; દાક્તર તો મને હાલવાનું જ ન કહે, તેથી એક ભયંકર અકસ્માત પણ થઈ ગયો.” કેવોક “ભયંકર અકસ્માત, વળી?” “દાકતર ગધેડો મને અશક્તિ આવી ગઈ છે એમ કહી બહાર નીકળવાની જ મનાઈ કર્યા કરે, પણ મને તો મારા શરીરમાં ખૂબ જોર માલૂમ પડે; એટલે મેં એક વખત મારા હજૂરિયાને મારાં કપડાં લાવી આપવા હુકમ કર્યો, જેથી હું બહાર જઈ શકું. પણ નવાઈની વાત! મારાં કપડાં બહુ પહોળાં થઈ ગયાં હતાં છતાં મારા પગ બહુ મોટા થઈ ગયેલા, તે બૂટમાં પેસે જ નહિ. બહુ જોર કરી ખેંચીને હું બૂટ પગમાં પહેરવા ગયો, તો બૂટનું ઉપલું પડ મારા હાથમાં રહ્યું અને નીચેનું તળિયું છટકયું, અને મારો પગ સીધો કમરા વચ્ચેની પડદીમાં જ અથડાયો. પડદી ગઈ તૂટી, અને પડદી ઉપર ભલા તખ્તા, અરીસા બધું નીચે પડીને થયો ખુરદો! પડદી પાછળનું ચીની માટીનાં અને કાચના વાસણોવાળું ટેબલ પણ તે આચકાથી ગબડ્યું ને સાતેક હજાર ફ્રાંકના માલનો ચૂરો થઈ ગયો. પણ નવાઈની વાત એ કે, એ પડદી ભાગી ગઈ તેના ધક્કાથી છત ઉપર દિગાવેલું બસો રતલ વજનનું કાચનું ઝૂમર પડયું મારા માથા ઉપર. “બાપરે, તો તો તમારું માથું ફૂટી ગયું હશે !” Page #283 -------------------------------------------------------------------------- ________________ પૉસનું બળ ઓછું થયું નથી! ૨૫૭ “ના, ના, માથું નહિ, પણ તે ઝૂમર ફૂટી ગયું. આપણી ખોપરીઓ ઉપર નોત્ર-દામ મંદિરના ઘુમટ જેવા ઘૂમટ હોય છે, તેની સાથે અથડાતાં તોપ જેવો ધડાકો થયો અને કાચ વેરાઈને પડયા આજુબાજુ! પણ ગમ્મતની વાત એ કે, એ ઝૂમર મારા માથા ઉપર પડતાં તેની નીચેના ભાગમાં પાંચ શોભાના મણકા હતા તે—” માથામાં પેસી ગયા, એમ ને?” “ના, ના, મારા માથામાંથી એ જગાએ ઊલટા પાંચ મોટા લખોટા ઊપસી આવ્યા.” તો તો ભાઈ, તમારી ખોપરી નીચે જે શિલ્પવિદ્યા ભેગી થઈ હશે, તે એ પાંચ મણકા વાગ્યા ત્યાં થઈને બારણું મળશે એમ માની દોડી આવી હશે, પણ એ મણકાથી તમારી ખોપરીમાં જોઈતાં કાણાં ન પડતાં, ત્યાં ને ત્યાં નાના નાના પાંચ ઘૂમટ ઊપસી આવ્યા હશે.” પણ પછી એ લોકોએ મને તેમનું ઘર બહુ તકલાદી ગણી, અહીં આ પાછળના બગીચામાં આવેલા મજબૂત બાંધણીના મકાનમાં મૂકયો છે; અહીં બગીચામાં અવારનવાર હું મારી શક્તિ પાછી આવી કે નહિ, તે જોવા મોટાં ઝાડ હલાવી હલાવી ઉખાડી કાઢું છું, પરંતુ મારા માથા ઉપરના પાંચે ઢેકા બરાબર બેસી ન જાય ત્યાં સુધી રાજાજી પાસે મને રજૂ ન કરી શકાય, એમ કહી ઍમીસ મને લઈ જતો નથી.” “તો એરેમીસ અહીં પેરીસમાં છે?” “ના, મૉ૦ ફુકે સાથે ફોતેબ્લો ગયો છે.” “તો તો તમને ભૂલી જ જાયને! કારણ કે ફોતિબ્લોમાં તો અત્યારે નાચ-ગાન-નાટકની મહેફિલો ઊડી રહી છે અને રોશનીઓના ઝગારાઓથી રાત અને દિવસ એક બની રહ્યાં છે. પણ મને બીજો જ ડર છે: ઍરેમીસ શિયાળ જેવો લુચ્ચો છે; તેણે તમને અહીં જાણી બૂજીને પૂરી રાખ્યા છે!” “મને પૂરી રાખ્યો છે?” તો જુઓ, તમને કદી બહાર જવા દેવામાં આવે છે?” પ્રે–૧૭ Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ << “કદી નહિ.' 66 ‘તમને ઘોડેસવારી કરવા દેવામાં આવે છે?” ,, કદી નહિ. પ્રેમ-પાંક << તમારા મિત્રોને તમારી પાસે મળવા આવવા દેવામાં આવે છે?”... “કદી નહિ. ” 66 તો પછી, ભલાદી એ બધાનો ભેગો સરવાળો કરી જુઓ તો ‘કેદ પૂર્યા છે’ એવો જવાબ આવે છે કે નહિ? આગળના મકાનમાં કદીક પણ તમે કોઈને મળવા પામો, એટલે તકલાદી મકાનનું બહાનું બતાવી, ઝૂમર ફોડી, કાચ ફોડી, પ્યાલા ફોડી, તમને અહીં પાછળ લાવી મૂકયા છે!” 66 પણ ઍરેમીસ મને પૂરી “જુઓ હું પૂછું તેના આપણે બંને મળી એનો હેતુ પામી શકીશું.” શું કરવા રાખે?” સ્પષ્ટ – સાચા જવાબ આપશો, તો “પૂછો ભાઈ, બિલકુલ સાચેસાચું જ કહીશ; કારણ કે મને પણ હવે બધું ભેદી લાગતું જાય છે. ,, << તો બેલ-ઇલની કિલ્લેબંદીનો નકશો ઍરેમીસે જ તૈયાર કર્યા હતો ને?” “હા, પણ એટલું જ તેણે કર્યું હતું. પછીનું બધું તો મે જ કર્યું હતું; તે કદી બેલ-ઇલ આવતો જ નહિ. મારે જ વાન તેને મળવા જવું પડતું.” (c તો બસ તે માત્ર નકશા જ દોરીને બેલ-ઇલના કુશળ ઇજનેર તરીકે પોતાની જાતને આગળ ધપાવવા માગે છે, અને તમને તો માત્ર કડિયા-સલાટ જેવા જ ઠરાવવા માગે છે.” “હા, હા, પથરા ઊંચકનાર અને પ્લાસ્ટર છાંદનાર મજૂર જ વળી !” k “એટલે તે પોતે રાજા આગળ બેલ-ઇલના ઇજનેર તરીકે રજૂ થઈ આગળ આવશે, અને તમને ‘વાગ્યું છે, ’– ‘માંદા છો ’, કરી અહીં નાખી Page #285 -------------------------------------------------------------------------- ________________ પૉસનું બળ ઓછું થયું નથી! ૨૫૯ મૂકશે. પણ હવે તો મને જ મન થઈ જાય છે કે, જાણે હું જ રાજાજી આગળ તમને બેલ-ઇલના કુશળ ઇજનેર તરીકે રજૂ કરી દઉં! તો એ ઑરેમીસભાઈને બરાબર ખબર પડે ખરી, કે મિત્રોને ભોગે આગળ કેમ અવાય છે!” “ખરી વાત, ભાઈ; ઑરેમીસ તો મને વાયદા જ કર્યા કરે છે; તો પછી તમે જ મને રાજાજી આગળ રજૂ કરી દો ને! — ના, ના, પણ ઍરેમીસ ગુસ્સે થાય ,, 66 શા માટે? તે પણ તમને રાજાજી આગળ રજૂ કરવાનું કહ્યા તો કરે છે ને?” ' ના, પણ મેં અહીંથી તેમને કહ્યા વિના ન નીકળવાનું વચન આપ્યું છે. "" “ોર્ભા, એનો વિચાર પછીથી કરીશું; પણ અહીં તમારે ઍરેમીસના વર્તીનું કશું કામકાજ સંભાળવાનું છે?” ' “હા, હા, અહીં જે પત્રો આવે તે માટે તેને ફાંતેબ્લો પહોંચાડવાના હોય છે ખરા. 33 “પણ આજકાલમાં કોઈ કાગળ આવ્યો છે?” “હા, હમણાં જ.” “પણ એ કાગળો તમને વાંચવાની પરવાનગી હોય છે?” “ના, એ બધા કાગળો બહુ અગત્યના હોય છે; એટલે મારે વિશ્વાસુમાં વિશ્વાસુ માણસો દ્વારા તેને તરત મોકલવાના હોય છે. "" “તો આજે આવેલો અગત્યનો કાગળ તમે જાતે જ ફાંતેબ્લો જઈને પહોંચાડી આવો તો શું? ઊલટો ઍરેમીસ ખુશ થશે; તથા તમે હવે ઘોડેસવારી કરી શકો તેવા સાજા થયા છો એમ પણ નજરે જોઈ શકશે. પછી તે શાનું બહાનું કાઢશે? અને માથાના ઢેકા તો ટોપા નીચે જ છુપાઈ રહેને?” “ખરી વાત!” Page #286 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પાંક ‘ઉપરાંત રાજાજી પણ ત્યાં છે, એટલે હું જ તમને રાજાજી સમક્ષ રજૂ કરી દઈશ.’’ 66 ૨૬૦ 66 વાહ ભાઈ દાનાં, તમારા જેવો સાચી – ઉપયોગી સલાહ આપે . એવો મિત્ર મે બીજા કોઈ જોયો જ નથી.” “તો પછી એ કાગળ મોડો ન પહોંચે તે માટે ચાલો ને આપણે તરત જ અહીંથી નીકળીએ.” “પણ માં ફુંકને મેં કહ્યું છે કે, હું તેમને ખબર આપ્યા વિના સે-માંદે છોડી નહિ જાઉં, તેનું શું?” “વાહ, તમેય મારા ભાઈ કેવા બાલિશ છો? તમે ફાંતેબ્લો જ જાઓ છો, ત્યાં મોં ફુંકેને મળીને સીધા કહી દેવાનું કે, ‘મેં સે-માંદે હમણાં જ છોડયું છે અને તે વાત હું તમને જણાવું છું!’” “ખરી વાત! તે અહીં ન હોય એટલે તે હોય ત્યાં જઈને જ એ ખબર આપવી પડે ને! વાહ, ભાઈ, તમારી તરત-બુદ્ધિ ઉપર તો હું આફરીન છું.” << બસ તો રાજાજી બેલ-ઈલનો કુશળ ઇજનેર કોણ છે, તે જાણવા માગે છે; તમને પોતાને આગળ આવવાની કે બડાઈ મારવાની ટેવ જ નથી; એટલે લુચ્ચો ઍરેમીસ તમને ઢાંકી રાખી, રાજાજી આગળ પોતે જ બેલ-ઇલનો ઇજનેર છે એમ કહી રજૂ થવા ઇચ્છે છે. પણ હું તમારી યોગ્ય કદર થાય એવો જ પ્રયત્ન કરવાનો.” દાર્લેનાં હવે પૉસને લઈ પગપાળો જ ત્યાંથી ચાલી નીકળ્યો. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૩૭ પ્લાંશેતનું બીજું ઘર ૧ પ્લાંશેતને તો પોતાને ઘેર માં૦ દ વાલાં પધાર્યા એનું જ મહત્ત્વ બહુ ભારે હતું. પૉĐસ પ્લાંશેતે કરેલા ભાવભીના સત્કારથી ખુશ થઈ ગયો અને તેના ઘરને અને દુકાનને પોતાનું માની, મેવાની પેટીઓમાંથી મોટા ખોબા ભરી વખાણ કરતો કરતો માંમાં ઓરવા લાગ્યો. તાત્કાલિક તેણે ઉપર જવાનું મોકૂફ રાખી, પ્લાંશેતની દુકાનના કોઠાર વચ્ચે જ અડ્ડો જમાવ્યો. પોતાના નાકને જે ચીજ ગમી, તે ચીજનો બૂકડો તેણે ભર્યા જ છે; અને જો જીભને પણ તે ચીજ વધુ ગમી, તો પછી એ પેટીએ અર્ધી ખાલી થયે જ છૂટકો. તેના દાંત બધા સાબૂત હતા અને ઘંટીની પેઠે જ બધું ઝપાટાબંધ ચાવી આપતા હતા. ગળાની નળીની પહોળાઈનો તો સવાલ જ ન હતો. થોડા વખતમાં તો પ્લાંશેતના નોકરો ગભરાઈ જઈ એકબીજાને નિશાનીઓ કરી એ બધું બતાવવા લાગ્યા. તેમના મનમાં થઈ ગયું કે, દુકાનમાં આજ સાંજ સુધીમાં કશું વેચવા જેવું જ બાકી નહિ રહે! લાંશેતની દુકાનનો મુખ્ય ગુમાસ્તો ખાસ અકળાવા લાગ્યો. કારણકે, પ્લાંશેતે તેને પોતાના મૃત્યુ બાદ પોતાની દુકાન સોંપી દેવાનો વાયદો કરી રાખેલો હતો. તે પૉસ પાસે જઈ બોલી ઊઠયો, “માંશ્યોર, આપ જરા કાળજી રાખજો; આ બધી ચીજો તો નરી આગ છે આગ !” “તો પછી ઝટપટ મને થોડું મધ આપી દે જોઉં; મધ બહુ ઠંડું ગણાય છે.” એમ કહી પૉસે પાસે પડેલી મધની દશ-શેરિયા કૂપી .. ૨૬૧ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ પ્રેમ-પંક ઉપાડીને તેનો દાટો કાઢી, મોઢ લગાવી. એક ઘૂંટડો ખાસો અર્ધા શેરનો ઊતરતો. એટલામાં પ્લાંશેત પાસે થઈને જતો હતો; તેને પોથેલે પૂછયું, “ભાઈ, વાળનું ક્યારે થવાનું છે? આ બધા કાચા-કોરાથી પેટ ભરાતું નથી અને જીભ સળવળ્યા કરે છે.” દાનએ જ વચ્ચે જવાબ આપ્યો, “ભાઈ, અહીં તો આપણે સામાન્ય નાસ્તા જેવું જ કરી લઈએ; પછી પ્લાંશેતની જાગીર ઉપર જઈને પૂરે ભોજન તો કરીશ.” તો તો રસ્તામાં ખાવા કામ આવે,” એમ કહી પોથેલે બિસ્કીટ ભરેલી એક બરણી પોતાનાં જંગી ખીસાંમાં ઠાલવી દીધી. પછી નાસ્તાનું જલદી જલદી પતાવી ત્રણે જણ પેરીસથી નીકળી સાંજના છએક વાગતાં ફેબ્લો મુકામે આવી પહોંચ્યા. પ્લાંતનું મકાન બાપાએ વીશીની સામે જ આવેલું હતું. એક બુઢ્ઢા નોકરે આવી ત્રણે ઘોડા સંભાળી લીધા. અંદર પેસતાં જ દાનએ જોયું તો ત્રીસેક વર્ષની એક હૃષ્ટપુષ્ટ યુવાન સ્ત્રી, એક બિલાડીને પાસામાં લઈ, આરામ ખુરશી ઉપર પડી પડી ઊંઘતી હતી. દાતને બોલી ઊઠયો, “લુચ્ચા પ્લશેતિયા, હવે હું સમજયો કે તું અવારનવાર કયાં આવે છે! આ તો તારે બીજું ઘર જ છે!” પ્લાંશેતે આ બધાના પગરવથી જાગી ઊઠેલ સ્ત્રી તરફ જોઈને કહ્યું, “ડિયર, હું મોંચ્યોર લ, શવાલિયેર દાન્તનોની ઓળખ કરાવું છું; તે મારા માનવંત ભાગીદાર છે!” દાનએ તે બાઈનો હાથ પૂરેપૂરા વિવેકથી હાથમાં લીધો. પછી પ્લશેતે મોંશ્યોર લ બેન દુ વાલ દ બ્રાસીય દ પિયેરફેદ'ના રજઆત કરી. પૉસે કોઈ મહારાણીને પણ મંજૂર થાય તેવી અદાથી નમન કર્યું. Page #289 -------------------------------------------------------------------------- ________________ પ્લાંશેતનું બીજું ઘર ૨૬૩ પછી પ્લાંશેતની વારી આવી, અને તે તો સીધો તેના બે હાથમાં જ ભરાયો. દાનેાંએ કહ્યું, “ભાઈ, તને જીવન જીવતાં આવડે છે, એમ કહેવું પડે!” પ્લાંશેત હસતાં હસતાં બોલ્યો, “માંશ્યોર, આપણુ જીવન પણ એક મૂડી છે, જેનું રોકાણ યોગ્ય રીતે કરીએ, તો જ તેમાંથી સારો લાભ ખાટી શકીએ. ,, “અને ભાઈ તને તો તારી મૂડી ઉપર બહુ સારું વ્યાજ મળતું લાગે છે, ” એમ કહી પૉસ વાદળ ગડગડતાં હોય તેવા અવાજે હસી પડયો. પ્લાંશેતે હવે ઘર-ધણિયાણી તરફ ફરીને કહ્યું, “આ બે સદ્ગૃહસ્થોની મારા જીવન ઉપર ઘણી ઘણી અસર છે; મે તમને એમને વિષે વારંવાર વાત કરી છે.” “બીજા બે વિષે પણ,” બાનુએ ડચ ભાષાના રણકા સાથે જવાબ આપ્યો. “મૅડમ ડચ છે?” દાનાંએ પૂછ્યું. “હું ઍન્ટવર્પ તરફની છું,” બાનુએ જ જવાબ આપ્યો. “અને તેમનું નામ મેડમ ગેશર છે.” “ભાઈ, તું તેમને મેડમ ન કહેતો; એથી એમનું નામ નાહક ઘરડું થઈ જતું લાગે છે.’’ “હું તેમને ત્રુશાં કહું છું.” “બહુ સુંદર નામ છે, તેમની સુંદર જાત જેવું જ,” પૉસે મૂછના આંકડા ચડાવતાં કહ્યું. પ્લાંશેતે કહાણી આગળ ચલાવતાં કહ્યું, “ત્રુશાં હૉલેન્ડથી પોતાના સદ્ગુણ અને બે હજાર ફ્લૉરિન લઈને એક જંગલી પશુ જેવા ધણી પાસેથી નાસી આવ્યાં હતાં. તે ધણી તેમને ઢોરની પેઠે ધીબતો. મારી દુકાનનો જે આગલો માલિક હતો, તેની પાસે તે રડતાં કકળતાં દોડી Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ પ્રેમ-ાંક આવ્યાં હતાં. ગુશાંના બે હજાર ફ્લૉરિન મે... ધંધામાં લગાડયા છે જેથી તેમને વર્ષે દશ હજાર ડ્રાંકની આવક થાય છે. તે સ્વતંત્ર છે અને સારી રીતે ગોઠવાઈ ગયાં છે. તે એક ગાય રાખે છે, એક નોકરડી રાખે છે અને એક બુઢ્ઢો નોકર રાખે છે. ઉપરાંતમાં તે મારાં ફાટેલાં કપડાં સાંધી આપે છે, દરેક પખવાડિયે મને મળે છે અને ખુશીઆનંદમાં જીવન ગુજારે છે.” “અને ખરેખર હું બહુ સુખમાં છું,” તુશાંએ જવાબ આપ્યો. દરમ્યાન રસોડાની તૈયારીઓ ધમધોકાર ચાલી રહી હતી. પૉર્થાસ ખૂબ ભૂખ્યો થઈ ગયો હતો અને પ્લાંશેતે સમજી જઈને જ ખાનપાનની તૈયારીઓ વિસ્તૃત પ્રમાણમાં કરાવવા માંડી હતી. ભોજન દરમ્યાન પૉસે ખરેખર વિક્રમ નોંધાવ્યો. દશ બાટલીઓ ખાલી થઈ ગઈ અને ખોરાક ખૂટતાં શુશાં ચીઝનાં ચોસલાં લઈ આવી. દા નાંઓ ભોંયરામાં ફરીથી જવાનો પ્લાંક્ષેતને આદેશ કર્યો. આમેય તેનાથી સ્થિર પગલે ચાલી શકાતું ન હતું. એટલે દાનાં તેની સાથે મદદમાં ગયો. દરમ્યાન પાછળ ઓરડામાં પૉસે ત્રુશાં સાથે ભાવભરી મિત્રાચારી આરંભી ! ત્રુશાં પણ આવા મોટા જાગીરદારનો પોતા પ્રત્યેનો ભાવ દેખી ઘેલી ઘેલી થઈ ગઈ. બાટલીઓ આવતાં ફરીથી મહેફિલ જામી. છેવટે સવારના બેના અરસામાં આખું ઘર કંઈક ઊંઘવા તરફ વળ્યું. ૩ બીજે દિવસે બધા જ ઘસઘસાટ ઊંઘતા હતા. બુશાંએ આવી બારીઓમાંથી પેસતાં સૂર્યકિરણો સૌને જગાડી ન દે તે માટે પડદા ઢાળી દીધા. પરંતુ દાનાં થોડી વાર પછી જાગી ઊઠયો. પછી તો બધા એકબીજાને ઉઠાડવા મંડી ગયા, અને ઘરમાં નાસ્તા માટેની મબલક તૈયારી આરંભાઈ, પ્લાંશેત હવે પોતાના મહેમાનોને પોતાનું આખું ઘર બતાવવા લઈ ચાલ્યો. Page #291 -------------------------------------------------------------------------- ________________ લાં શેતનું બીજું ઘર ૨૬૫ મુખ્ય શેરી ઉપર આ ઘરને ચાર બારીઓ પડતી હતી. તે તરફ રસ્તાની ધાંધલ રહેતી હોવાથી બે બારીઓ કાયમ માટે પ્લશેતે બંધ કરાવી દીધી હતી. પછી મકાનની બીજી તરફની બારી ઉઘાડતાં સામી બાજુ દૂર વન-ઉપવનનું સુંદર દૃશ્ય નજરે પડ્યું. પરંતુ વચ્ચે પથ્થર અને કૂસો પથરાયેલું મેદાન જોઈ, પૉર્થોસે પૂછ્યું, “આ શું છે ભાઈ?” એ ફતેબ્લોનું સ્મશાન છે,” પ્લાંશેતે જવાબ આપ્યો. હે ? સ્મશાન?” દાનએ પૂછયું. “હા, હા; એક દિવસ ખાલી નથી જતો, જ્યારે અહીં કોઈ ને કોઈ દટાવા આવતું ન હોય. અને જુદી જુદી વ્યક્તિ પ્રમાણે તેમને દાટવા આવતાં સરઘસો પણ રાજકુટુંબનાં માણસોનાં, વેપારી નાગરિકોનાં, સાધ્વીઓનાં – એમ તરેહવાર જ હોય છે.” “ખરી મજા,” પૉર્ટોસે સરઘસો જોવાની વાત સાંભળી જવાબ આપ્યો. પણ એમાં મજા જેવું શું કહેવાય, એ મને સમજાતું નથી.” દાનાં બોલી ઊઠયો. “વાહ, એ જોઈને મજાના ધાર્મિક વિચારો મનમાં ઉદ્ભવે છે,” પ્લશે બોલી ઊઠયો; “આપણે બધાએ એક ને એક દિવસ મરવાનું તો છે જ; અને કોઈ ડાહ્યા માણસે કહ્યું છે કે, મૃત્યુનો વિચાર માણસને બહુ લાભકર છે. હું પૅરીસમાં એવા ભાગમાં રહું છું, જ્યાં હજારો વાહનોની અને લાખો જીવતાં માણસોની અવરજવર અને ધમાલ જ આખો વખત નજરે પડ્યા કરે છે. અહીં આવી થોડાં મડદાં જોવાથી મને ભારે શાંતિ મળે છે.” વાહ ભાઈ, તું તો કવિ અને ફિલસૂફ થવા જ જમ્યો લાગે છે,” દાનએ જવાબ આપ્યો. પણ એટલામાં એક મડદું દટાવા ત્યાં આવવું જોઈ, પૉર્થોસ બોલી ઊઠ્યો, “લો એક મડદુ આવી જ પૂગ્યુંને!” Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ પ્રેમ-પાંક પણ એ મડદું કોઈ સારી પ્રતિષ્ઠિત વ્યક્તિનું નથી લાગતું; જુઓને કોઈ પાછળ આવ્યું જ કયાં છે?” પ્લાંશેતે જવાબ આપ્યો. એક માણસ દેખાય છે,” પૉસે કહ્યું. ઝમામાં પૂરેપૂરો ઢંકાયેલો; અને મને હવે આ બારી ગમતી જાય છે,” દાનએ જરા ચાંકીને કહ્યું. પૉસે પરંતુ સરઘસ વિનાનું મડદુ જોવા ત્યાં વધુ રોકાવા ના પાડી, એટલે તે અને પ્લશેત દાર્તાનોને ત્યાં એકલો મૂકી ચાલ્યા ગયા. દાનોં થોડું વધુ નિરીક્ષણ કર્યા બાદ બોલી ઊઠ્યો: “વાહ, આ તો ઍરેમીસ જ છે ને!” પરંતુ એટલામાં પાસે કોઈનો પગરવ સાંભળી ઍરેમીસે તે તરફ મોં ફેરવ્યું, તો એક સ્ત્રીને જોઈને, પોતાનો ટોપો તેને સલામ કરવા માથેથી ઉતાર્યો. વાહ, વૅનના બિશપે અહીં સ્મશાનભૂમિમાં પણ કોઈ સંકેતસ્થાન ઊભું કર્યું છે કે શું? બે હજી એવો ને એવો જ રહ્યો!” દાનાં ગણગણ્યો. પેલાં બે વચ્ચેની વાતચીત અર્ધો કલાક ચાલી. પરંતુ દાનાં બાઈનું માં જોઈ શકયો નહિ; તેની પીઠ જ તેના તરફ આખો વખત દેખાતી રહી. પછી જયારે તે જવા લાગી, ત્યારે તેણે ઑરેમીસને ખૂબ લળીને નમન કર્યું. દાનાં ગણગણ્યો, “વાહ, શરૂઆતમાં ભાઈસાહેબ નમ્યા; હવે જતી વખતે બાઈસાહેબ નમી પડ્યાં!” દાનાં તરત શેરી તરફની બારીએ દોડ્યો. ઍમીસ બાપા હૉટેલમાં દાખલ થયો, પણ બાઈ જંગલની કિનારી તરફની દિશામાં વળી. ત્યાં તેની ઘોડાગાડી તૈયાર ઊભેલી હતી. દાનને મનમાં થઈ આવ્યું કે, આ બાઈનો બુરખો કેમ કરીને ઊંચો કરાવવો! એટલે તે તરત તેની પાછળ પાછળ દોડ્યો. દોડતી વેળા તેના એડીવાળા બૂટનો અવાજ થતાં, પેલી બાઈને લાગ્યું કે, મારો પીછો કોઈએ પકડયો છે! એટલે તરત તેણે તેના તરફ વળીને જોયું. દાનની Page #293 -------------------------------------------------------------------------- ________________ રાજાજીની મુલાકાત ૨૬૭ છાતીમાં જાણે ગોળી પેસી ગઈ. તે મૅડમ દ શેડ્યૂઝ* હતી! એરેમીસની જૂની મળતિયણ, મેરી મિશ! રાઓલની મા! દાનો હવે દૂરથી જ પાછો ફર્યો; પણ તેણે સુશાંના નોકરને વચ્ચે પૂછ્યું, “આ કોનું મડદું દટાવા આવ્યું છે?” એક ગરીબ ફ્રાંસિસ્કન પાદરીનું; તેને સ્મશાન સુધી પાછળ આવનાર એકાદ કૂતરો પણ નથી.” “પણ ઍરેમીસ કૂતરો નથી, છતાં તે આવ્યો જ છે, તો જરૂર તેને બીજી કોઈ સારી ગંધ મળી હોવી જોઈએ,” દાનએ વિચાર્યું. ૩૮ રાજાજીની મુલાકાત પ્લશેતના ઘરમાં પૉર્થોનને ઘણું ગોઠી ગયું. ફૂટડી સુશાં પૉર્થેસને બગીચામાં ફરવા લઈ ગઈ અને સ્ટ્રૉબેરી તોડી તોડીને પોતાને હાથે ખવરાવવા લાગી. પૉસ પણ તેને રાજી કરવા, તે કહે તે ઝાડ બાથમાં લઈ ઉખાડી આપવા લાગ્યો! દાન પ્લશેતના મનમાં થતી ચિતા પામી ગયો. તે તરત જ રાજાજીની મુલાકાત કયારે મળી શકશે તે જાણી લાવવા એકલો દરબારગઢ તરફ ચાલ્યો ગયો. બે કલાકમાં તે પાછો આવ્યો ત્યારે ખબર લાવ્યો કે, “આજે સાંજના રાજાજી આપણને મળશે.” *શ્રી મસ્કેટિયર્સ–૧માં રાણી ઍનની પ્રેમ-કારણ તથા રાજકારણમાં વફાદાર મિત્ર તરીકે તે દાખલ થાય છે. કાર્ડિનલ રિશભુના પંજામાંથી નાસી છૂટવા મેરી મિશ નામે સપૅન નાસી છૂટે છે. રસ્તામાં ઍથોસ સાથે એક રાત ભેગી થાય છે. જુઓ ‘થ્રી મસ્કેટિયર્સ–૨ પૃ૦ ૧૦૯ ઈ. Page #294 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પાંક છ વાગ્યે ઘોડા તૈયાર કરાવી, બંને જણ પ્લાંશેતનો તથા શુશાંનો ભાવભીની પરોણાગત માટે આભાર માનીને નીકળવા તૈયાર થયા. “દા નાંએ પૉસની આંગળી તરફ જોઈને કહ્યું, “ભાઈ, તમારી આંગળી ઉપર સરસવીંટી છે!' ૨૬૪ ત્રણસો પિસ્તલ આપ્યા હતા,” પૉસ બોલી ઊઠયો. 66 તો મૅડમ ટ્યુશાંને તમારા સંભારણા તરીકે એ વીંટી આપતા જાઓને! તમારા જેવા મોટા ઉમરાવો પોતાના જૂના નોકરે કરેલી ભાવભીની મહેમાનગતની કદર કરે !" "" “અરે મૅડમને તો હું બ્રાસીય મુકામે આવેલી બાર એકરની મારી જાગીર જ ક્ષિસ કરી દેવા ઇચ્છું છું.” પૉસે રાજી થઈને જવાબ આપ્યો. .. “એ બધું ભવિષ્યમાં થઈ રહેશે. અત્યારે તો આ વીંટી આપો, એટલું બસ છે,” એમ કહી, દાતનેએ એ વીંટી પોતાને હાથે જ કાઢી લઈ મૅડમ પાસે જઈ કહ્યું, “મૅડમ, મોશ્યોર લ બૅરન તમારા ભાવભીના સત્કારની કદર કેમ કરવી એ સમજી શકતા નથી; એમના જેવા બીજા ખાનદાન ઉંમરાવ બીજા મળવા મુશ્કેલ છે; તે તો પોતાની બ્રાસીયની જાગીર જ તમને બક્ષિસ આપવા તૈયાર થયા હતા, પણ મેં મહાપરાણે તેમને તેમ કરતા રોકયા છે.” પ્લાંશેત અને ગુશાં બંને અર્ધી અર્ધી થઈ ગયાં. પૉ સે તો પેલી નોકરડી અને બુઠ્ઠા નોકરને પણ ખીસામાંથી મૂઠીઓ ભરીને નાણાં આપવા તૈયારી બતાવી; પણ દાતનાંએ કહ્યું, “એ લોકોને બક્ષિસ હું આપીશ.” એમ કહી તેણે તે બંનેને એક એક પિસ્તલ પકડાવી દીધો. રાતના સાત વાગ્યે રાજાજીએ હૉલેન્ડના એલચીને મુલાકાત બક્ષી હતી. પાએક કલાક એ મુલાકાત ચાલી. ત્યાર પછી બીજી મુલાકાતોનો Page #295 -------------------------------------------------------------------------- ________________ રાજાજીની મુલાકાત ૨૬૯ વારો આવ્યો. એક થાંભલા પાછળ દાનાં અને પૉર્જેસ ઊભા ઊભા પોતાનો વારો આવે તેની રાહ જોતા હતા. એટલામાં દાનએ પૉસને મેં૦ ફુકે અને એરેમીસને પરા રાજદરબારી પોશાકમાં રાજા પાસે જતા બતાવ્યા, અને કહ્યું, “જઓ મ0 કે ઍરેમીસને બેલ-ઇલની કિલ્લેબંદીના શિલ્પી તરીકે રજૂ કરવા જતા હોય એમ લાગે છે.” તો પછી મારું શું?” “મેં તમને પહેલેથી જ કહ્યું હતું ને ભાઈ, કે તમે ભોળા ભાળા નિખાલસ દિલના માણસ છો, એટલે તમને તેમણે સેં-માંદમાં જ નાખી મૂકવા ધાર્યું લાગે છે. પણ, ગભરાશો નહિ, હું છું ને?” કે આ દરમ્યાન રાજાજીને કહેતો હતો, “મારે આપ નામદાર પાસે એક અરજ ગુજારવાની છે. મંત્ર દળ્યું મહત્ત્વાકાંક્ષી માણસ નથી; પરંતુ પોતે રાજદરબારની કાંઈક સેવા બજાવી શકે તેમ છે એમ જાણે છે. આપ નામદારને રોમમાં એક પ્રતિનિધિ જોઈએ છે, જે ત્યાં જબરી અસર જમાવી શકે. તો હું મ0 દર્બ્સ માટે કાર્ડિનલના ટોપાની અરજ ગુજારવા આપની પરવાનગી માગું છું.” રાજા ચોંકયો. “હું આપ નામદાર પાસે વારંવાર કશી માગણી રજૂ કરતો નથી,” ફકેએ કહ્યું. “પરંતુ મોં૦ ફુકે, દë ફ્રાંસમાં રહીને જ અમારી સેવા વધુ સારી રીતે બજાવી નહિ શકે? હું તેમને આબિશપ બનાવું તો?” સરકાર, આપ તો મૅ૦ દર્બો ઉપર કૃપાનો વરસાદ વરસાવી રહ્યા છો,” ફુકેએ ભારે રાજદ્વારી કુનેહથી જવાબ આપ્યો; “આર્ચબિશપ તો આપ નામદાર તેમને બનાવશો જ, પણ તેથી કાર્ડિનલનો ટોપો તેમને માથેથી ખસેડવો નહિ પડે–બંને બક્ષિસો એકસાથે ગોઠવાઈ રહેશે.” રાજા ફુકેની હાજરજવાબીથી ખુશ થયો; તે હસતો હસતો બોલી ઊડ્યો, “દાનો પણ આનાથી વધુ સારો જવાબ આપી ન શકત.” Page #296 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-ાંક તરત જ દાને આગળ ધસી આવ્યો અને બોલ્યો, “સરકાર, આપે મને યાદ કર્યા? હું હાજર છું.” ૨૭૦ ઍરેમીસ અને ફુંકે એક ડગલું પાછા હઠયા અને જાણે ત્યાંથી ચાલતા થવા લાગ્યા. પરંતુ દાનાંએ પૉર્થાસને આગળ કરીને તરત કહ્યું, “સરકાર, હું આપની સમક્ષ મોં લ બૅરન દુ વાલાંને રજૂ કરવા રજા લઉં છું–ફ઼્રાંસના એક બહાદુરમાં બહાદુર ઉમરાવ!” ઍરેમીસ પૉર્થાસને જોતાં જ મડદા જેવો ફીકો પડી ગયો. ફુંકેએ પણ સખત મૂઠી ભિડાવી. 66 ‘પૉર્થાસ અહીં કયાંથી?” ફુકેએ ઍરેમીસના કાનમાં કહ્યું. “સરકાર,” દાનાંએ આગળ ચલાવ્યું; “મોં૦ ૬ વાલાંને મારે આપની સમક્ષ છ વર્ષ અગાઉ રજૂ કરવા જોઈતા હતા; પણ કેટલાક માણસો એવા જોડકા તારાઓ જેવા હોય છે કે, જેઓ તેમના જોડીદારો સાથે ખસવાનું ન મળે ત્યાં સુધી ખસતા જ નથી. એટલે આજે જ્યારે મોં દબ્લ તેમને પડખે છે, ત્યારે જ હું તેમને રજૂ કરવાનું ઉચિત માનું છું. "" t તો શું એ બે જણ મિત્રો છે?” રાજાએ પૂછયું. 66 પરમ મિત્રો છે, સરકાર; એકને બદલે બીજા ગણો તો પણ ચાલે; મોં૦ દ વનને જ પૂછો ને કે, બેલ-ઇલની કિલ્લેબંદી શી રીતે કરાઈ હતી.’ "" ફુંકે એકદમ એક પગલું પાછો હઠો. “બેલ-ઇલની કિલ્લેબંદી એ સદ્ગુહસ્થે જ કરી હતી,” ઍરેમીસ હવે તરત બોલી ઊઠયો. રાજા આશ્ચર્યચકિત થઈ પૉસની ભવ્ય આકૃતિ તરફ જોઈ રહ્યો. દાનાંઓ આગળ કહ્યું, “પણ માાંશ્યોર લ બૅરનને પૂછો કે, એ બધી કિલ્લેબંદી પૂરી કરવામાં તેમને કોની દોરવણી મળી હતી?” “ઍરેમીસની,” પૉસે ખેલદિલીથી જવાબ આપ્યો, અને બિશપ તરફ આંગળી કરી. Page #297 -------------------------------------------------------------------------- ________________ રાજાજીની મુલાકાત ૨૭૧ 66 ‘આ બધું શું છે, અને કયાં જઈ અટકવાનું છે, કોણ જાણે?” ઍરેમીસ મનમાં ગણગણ્યો. રાજાએ નવાઈ પામી પૂછ્યું, “કાર્ડિનલનું, અરે, બિશપનું નામ ઍરેમીસ છે શું?” “ઉપનામ છે, સરકાર,” દાતનાંએ કહ્યું; “એમના પાદરીના ઝભ્ભા નીચે એક તેજસ્વી અફસર, એક અનુપમ વફાદાર સગૃહસ્થ અને આપના રાજ્યનો ડાહ્યામાં ડાહ્યો ધર્મશાસ્ત્રી છુપાયેલો છે, સરકાર .’ લુઈએ માથું ઊંચું કરીને કહ્યું, “અને એક કુશળ ઇજનેર પણ !” “અને બરકંદાજોમાં એ મારા સાથીદાર પણ હતા, સરકાર; મા દ, મોં ૬ વાલાં, હું, તથા મા૦ લ કાઉંટ દ લા ફેર – જે આપને સુપરિચિત છે-તે ચાર મળી એવી મંડળી જામી હતી કે, જેની વીરતાભરી વફાદારીની વાતો આપના પિતાશ્રીના રાજ્યકાળમાં તેમ જ આપના સગીરપણાના કાળમાં ચોતરફ સંભળાયા કરતી. મોં દબ્લૂએ આપના પિતાશ્રીના અમાત્યોને પોતાની સલાહથી સેંકડો વખત નવાજ્યા હતા, સરકાર.” "" “અને પિતાની જે વફાદારીથી સેવા બજાવી હતી, એવી વફાદારી પુત્ર પ્રત્યે દાખવવા જ જેણે બેલ-ઇલની કિલ્લેબંદી આરંભી હતી, ઑરેમીસે ઉમેર્યું. લૂઈએ તરત ફુકે તરફ ફરીને કહ્યું, “તો જાઓ, માં૦ દને કાર્ડિનલની જે હૅટ ખાલી પડશે તે તરત જ મળી જશે.” પછી ઍરેમીસ પ્રત્યે ફરીને તેણે કહ્યું, “મારો કોલ છે; અને મોં૦ ફુકેનો તમે એ બદલ આભાર માનજો. અને મા૦ ૬ વાલાં, બોલો તમારે તમારી સેવા બદલ શું માગવું છે? જેઓએ મારા પિતાશ્રીની વફાદારીથી સેવા બજાવી હોય, તેઓની યોગ્ય કદર કરતાં મને ઘણો આનંદ થશે. "" “સરકાર પૉસે શરૂ કર્યું, પણ તેનાથી આગળ બોલાયું નહિ. “સરકાર,” દા નાં વચ્ચે બોલી ઊઠયો, ‘“આપ નામદારની રૂબરૂમાં એ જરા ડઘાઈ ગયા છે; જોકે હજાર હજાર દુશ્મનોના ગોળીબાર કે Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ પ્રેમ-પંક આગભરી નજરો સામે તે હંમેશ અડગ ઊભા રહ્યા છે. પરંતુ મને તો આપના સૂર્ય સમાન પ્રકાશ તરફ જોવાની ટેવ છે, એટલે હું ડઘાયા વિના આપને એમના મનની વાત જણાવવા રજા લઉં છું તેમને કશું જ જોઈનું નથીતેમને માત્ર આપની સામે પાએક કલાક જોઈ રહેવાનો આનંદ બક્ષવામાં આવે, એવી તેમની અપેક્ષા છે.” “તમે આજે સાંજે મારી સાથે વાળુ કરવા આવજો.” રાજાએ પૉસને દિલથી હસીને કહ્યું. દાનાં હવે પૉર્થોને બહાર ધકેલી ગયો. પૉસે દાનને કાનમાં કહ્યું, “ઍરેમીસ મારા ઉપર ચિડાયો લાગે છે.” અરે અત્યારે તો તે તમારા ઉપર ભારે ખુશ થયો છે; કારણ કે, તેને કાર્ડિનલની ઇંટ મેળવી આપવામાં આપણે બે જ કારણભૂત થયા છીએ.” પણ ઍરેમીસે જરા આડા ફંટાઈ, એક થાંભલા પાછળ પહોંચી જઈ તરત પૉર્થોનો હાથ પકડ્યો અને કહ્યું, “તો તમે મારી જેલમાંથી નાસી છૂટ્યા કેમ?” “ભાઈ, એમને ન વઢતા; હું જ ભગાડી લાવ્યો છું,” દાનોએ કહ્યું. પણ, મિત્ર તમે થોડી વધુ રાહ જોઈ ન શક્યા?” ઑમસે પૉસ સામે જોઈને જ કહ્યું. દાનોંએ જ જવાબ આપ્યો, “જુઓ, તમે દેવળવાળાઓની રાજનીતિ ભારે આડીઅવળી હોય છે, પણ અમે તો તરવારિયાભાઈ સીધો જ ઘા કરી જાણીએ. વાત એમ છે કે, હું બેઇઝને મળવા ગયો હતો...” એરેમીસે તરત કાન સરવા કર્યા. Page #299 -------------------------------------------------------------------------- ________________ રાજાજીની મુલાકાત ૨૭૩ પણ પોર્જેસ વચ્ચે બોલી ઊઠયો, “હાં, હાં, ઠીક યાદ આવ્યું. ઍમીસ, તમારે માટે બેઇઝમેએ કંઈક કાગળ મોકલ્યો છે.” એરેમીસે તરત તે કાગળ લઈ વાંચ્ય; દાન એ કાગળમાંની હકીકત જાણતો જ હતો એટલે સ્વસ્થપણે ઊભો રહ્યો. પણ એમીસે એના કરતાંય વધુ સ્વસ્થતા દાખવીને કાગળ વાંચી ગજવામાં મૂક્યો, અને દાનને કહ્યું – “તમે શું કહેતા હતા કેપ્ટન?” હું એ કહેતો હતો કે, રાજાજીના કામકાજ અંગે હું બેઈઝમને મળવા ગયો હતો. સહેજે તમારી અને તમારા મિત્રો વિષે વાત નીકળી; તો મને જણાવ્યું કે, બેઇઝ મારી સાથે કંઈક ટાઢાશ દાખવી રહ્યો છે. એટલે હું તો ત્યાંથી ચાલતો થયો; પરંતુ રસ્તામાં એક સૈનિક મને મળ્યો તે પૂછવા લાગ્યો, ‘મહેરબાન આ પરબીડિયા ઉપરનું સરનામું વાંચી આપશો?’ મેં વાંચી આપ્યું તો ઉપર લખેલું, ‘મોંશ્યોર દુ વાલ, મોંશ્યોર ફુકેને ત્યાં, સેં-માંદે.' તે ઉપરથી મને ખબર પડી ગઈ કે, પૉર્થોમૈયા બેલ-ઇલ કે પિયેરફાંદ નથી ચાલ્યા ગયા, પણ સેં-માંદેમાં મૉ૦ ફુકેને ત્યાં જ છે. પણ મોં૦ ફુકે તે સેં-માંદેમાં છે નહિ, એટલે પૉર્જેસભાઈ કાંતો એકલા પડી ગયા હશે કે કદાચ ઍમીસ સાથે હશે. એટલે આપણે તરત ચાલ્યા પોર્યોસને મળવા!” “ઘણું સારું કર્યું,” એરેમીસે વિચારમાં પડી જઈ કહ્યું; “અને પછી તમે પૉર્થોસને ફતેબ્લો સાથે લેતા આવ્યા કેમ?” “હા, પ્લાંતને ઘેર જ ઊતર્યા છીએ.” શું પ્લાંશેત ફતેબ્લોમાં રહે છે?” હા, સ્મશાન નજીક.” “સ્મશાન નજીક' એટલે?” “અરે પ્લાંશેત બેટાના જીવન વિશેના ખ્યાલો વિચિત્ર છે, તેને કોઈ કોઈ વાર સ્મશાન તરફ જોઈ રહેવાથી ભારે પ્રેરણા મળે છે. એટલે આજે જ સવારે—” પૉર્ટોસે જવાબ આપ્યો. છે-૧૮ Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ “આજે સવારે શું?” '' “આજે સવારે અમે એક માણસને જમીનમાં દટાતો સર્વાંગ જોયો. કેવો શોકભર્યા દેખાવ? પણ દાનેાંને તો તે દેખાવ પણ પ્લાંશેત જેટલો જ જોવા ગમ્યો હોય એમ લાગે છે.’ "" << “તો શું દાત નાંઓ પણ એ વિધિ જોયો?” “હા, હા, અમે તો સૌ ચાલી ગયા, પણ એ તો મોડા સુધી જોતા જ રહ્યા. "" પ્રેમ-પંક ઍરેમીસ ચોંકયો અને દાતનાં સામું જોવા ગયો પણ તે તો પાસે આવેલા સેતેગ્નો સાથે ભારે રસપૂર્વક વાતચીત કરવામાં તલ્લીન થઈ ગયો હતો. સેતેગ્નો જતાં ઍરેમીસે દાનાંને ખભે હાથ મૂકીને કહ્યું, “મારે તમારી સાથે વાત કરવી છે, દશેક મિનિટ આપી શકશો?” “અમારે હમણાં જ રાજાજી સાથે ભોજન લેવા જવાનું છે; એટલે રાજાજીટેબલે જઈને બિરાજે તે પહેલાં જરૂર અહીં જ ઊભા ઊભા આપણે વાતો કરી લઈએ.” .. “તો મને ખરેખરું કહી દો કે, તમે પૉસના મનમાં મારી સામે શંકાનો ભાવ પેદા કર્યો છે કે નહિ ?” 66 ભાઈ, હું તો એટલું જ જાણું કે, તે એકલો એકલો ખૂબ કંટાળ્યો હતો, અને તે પૂરો સાજો થાય એટલે રાજાજી સાથે તેનો ભેટો તમે કરાવવા ઈચ્છતા જ હતા, એ જાણી, મેં તેને તરત મારી સાથે લીધો.” .. “ઠીક, ઠીક, પણ આપણ મિત્રોએ એકબીજા સાથે જરા વધુ ખુલ્લા દિલે વર્તવું જોઈએ; તમે ભાઈ મને હજુ પહેલાં જેવો જ ચાહો છો કે નહિ?” જેટલો પહેલાં ચાહતો હતો તેટલો જ,” દા નાંએ દ્વિઅર્થી જવાબ આપ્યો. “તો કહો, તમે રાજાજીના હુકમથી બેલ-ઇલ આવ્યા હતા ને?” 66 Page #301 -------------------------------------------------------------------------- ________________ રાજાજીની મુલાકાત ૨૭૫ “હાં, ભગવાનની કસમ !” “પરંતુ, બેલ-ઇલને પૂરેપૂરો કિલ્લેબંદ કરી રાજાજીને અર્પણ કરવાના આનંદથી તમે અમને વંચિત રાખ્યા.” “લે, પણ તમે બેલ-ઇલ રાજાજીને આપવા ઇચ્છો છો તેની ખબર મને પહેલેથી હોય તો ને!” તો તમે કશું જાણ્યા વિના જ બેલ-ઇલ આવ્યા હતા?” નહિ તો? ઍરેમીસ આવા કુશળ ઈજનેર બની ગયા છે અને આવી અનોખી કિલ્લેબંદી યોજી શકે છે, એની મને કલ્પના પણ શી રીતે આવે?” ઠીક, હું આગળ ચાલું; જ્યારે અમારી ગુપ્ત વાત તમારી જાણમાં આવી ગઈ, ત્યારે તમે રાજાજીને એ ખબર આપવા બનતી ઉતાવળે ઊપડ્યા, ખરું?” મેં મારાથી બનતી ઉતાવળ કરી જ હતી, કારણકે તમે લોકો મારા કરતાં વધુ ઉતાવળે જતા હતા. જ્યારે બસો અઠ્ઠાવન રતલનો પૉર્ટોસ જેવો માણસ મારામારી કરતો દોડતો જાય, અને તમે તમારે માટે વાપરેલા શબ્દો પ્રમાણે ‘સંધવાથી પીડાતો પાદરી’ પણ આખે રસ્તે દોડમાર કરતો ભાગે, તો પછી મારે માની લેવું જ રહ્યું કે, મારા બે મિત્રો મારાથી કશુંક છુપાવવા માગે છે, અને તે વાતો એટલી અગત્યની છે કે, મને છેતરીને આમ દોડી જવાની તેમને જરૂર પડી છે. એટલે મેં પણ મારા પાતળા અને સંધિવા વિનાના શરીરથી કરાય તેટલી ઉતાવળ કરી.” “પણ ભાઈ, તમને એવો વિચાર કેમ ન આવ્યો કે, તમે અજાણમાં મને તથા પૉસને કંઈક નુકસાન કરી બેસશો?” “મને લાગ્યું તો હતું જ; પણ તમે તથા પોથૈસે બેલ-ઇલમાં મને કેવો ભટકાવ્યો હતો તે જરા યાદ કરી જુઓ.” “અર્થાત્ તમે હવે બધું જાણી ગયા છો, એમ?” “ના ભાઈ, કશું જ નહિ.” Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ પ્રેમ-પંક “વાત એમ છે કે મોં ફકને ઘણા ખરાબ શાઓ છે; તેમાંનો એક તો ખાસ કટ્ટર દુશ્મન છે. રાજાજીને તમે જે માહિતી પહોંચાડો, તેનો પેલો એવો ગેરલાભ લઈ શકે તેમ હતું કે, અમારે જલદી જઈ મેં, ફકેને પોતાની વફાદારી અને દિલેરીની સાબિતી તરીકે એ ટાપુ રાજાજીને આપી દેવા ઉતાવળ કરાવવી પડી. જો તમે અમારા કરતાં વહેલા પહોંચી ગયા હોત, તો ઍ૦ દુકે રાજાજીને એ બક્ષિસ આપીને ચોંકાવી ન શક્યા હોત.” હું સમજ્યો.” “બસ ગુપ્ત વાત કહો કે રહસ્ય કહો, તો આટલું છે.” તો તમારે મને બાજુએ લઈ જઈને એટલું જ કહેવાનું હતું કે, “વહાલા દાનાં, અમે બેલ-ઇલને રાજાજી માટે જ કિલ્લેબંદ કરી રહ્યા છીએ, અને અમે એ કિલ્લેબંદી રાજાજીને જ અર્પણ કરવા માગીએ છીએ.” તો મારી બધી હિલચાલ તરત જ મંદી પડી ગઈ હોત. હું તરત રાજાજી પાસે જઈને કહી દેત કે, “મેં૦ ફુકે બેલ-ઇલને કિલ્લેબંદ કરી રહ્યા છે, અને ઘણી સારી રીતે કરી રહ્યા છે; પરંતુ એ ટાપુ કિલ્લેબંદ કરવા માટેના હેતુઓ વિષે વાત કરવા મ૦ ફૂકે આપ નામદારને સીધા જ મળવાના છે.’ આમ કર્યું હોત, તો હું કશી કઢંગી સ્થિતિમાં મુકાયો ન હોત, અને તમે લોકો રાજાજીને આવી કીમતી ભેટ આપીને ચોંકાવવાનો આનંદ પણ મેળવી શક્યા હોત.” પણ તમે તો મૌ૦ કોલબેરના જ હિતમાં વર્તતા હો એમ વર્યા છો, તો શું તમે તેમના મિત્ર છો?” જરાય નહિ; ઊલટું કોલબેર એવો દુષ્ટ હલકટ માણસ છે કે, હું માઝારે જેટલો જ તેને ધિક્કારું છું, પણ હું તેનાથી જરાય બીતો નથી, એટલી વાત ખરી.” તો ભાઈ, હું મૈ૦ ફુકેને ચાહું છું અને તેમનાં હિતોને હું મારાં હિતો જ માનું છું. તમે જાણો જ છો કે, મારી પાસે કશી મિલકત હતી જ નહિ; તેમણે મને બિશપની જાગીર બક્ષી છે. તે બહુ ઉદાર માણસ Page #303 -------------------------------------------------------------------------- ________________ રાજાજીની મુલાકાત ૨૭૭ છે; અને સામા માણસના અંતરની સાચી દિલેરી ઓળખવા જેટલો હું દુનિયાના અનુભવી છું. એટલે હું હવે તેમના જ હિતમાં લાગેલો છું.” “તમે સારો માલિક શોધી કાઢયો છે,”દાનોએ જવાબ આપ્યો. એરેમીસે હોઠ કરડયા; પણ પછી તરત પૂછ્યું, “પૉર્ચોસ આ બધામાં શી રીતે છે, એ તો તમે સમજી જ ગયા હશો?” ના; પરંતુ જયાં સુધી કોઈ મિત્ર તેની ગુપ્ત વાત સામે આવીને મને ન કહે, ત્યાં સુધી હું પૂછપરછ કરવાની ઈંતેજારી દાખવતો નથી.” “તો હું કહું !” ના, મને એ રીતે વિશ્વાસમાં લેવાથી મારે કોઈ રીતે બંધાવ્યું પડે તેમ હોય, તો એ કહેવાની જરૂર નથી.” “ના, ના, પૉસ કરતાં બીજા કોઈને હું વધુ ચાહતો નથી. તે એવો ભલો ભોળો માણસ છે! તેની વાત સીધી જ હોય છે. અને બિશપ બન્યા પછી મને એવા સાદા સ્વભાવના ભોળા માણસો, જે કશી કાવતરાબાજી જાણતા નથી, તે વધુ ગમે છે. એટલે મને પૉર્થો મળ્યો, ત્યારે એ કેવળ ખાલી બેસી રહેલો હતો. મેં તેને વૅન આવવા કહ્યું. મેં૦ ફુકે મારા ઉપર બહુ ભાવ રાખે છે, અને જ્યારે તેમણે જાણ્યું કે, પૉર્થો અને હું બંને ભાઈ જેવા જ છીએ, ત્યારે તેમણે તેને પણ ઊંચે હોદ્દે પહોંચાડવાનું વચન આપ્યું– અને એ જ આખી વાતનું ‘રહસ્ય’ કહો તો રહસ્ય છે.” “ખાતરી રાખજો કે તમારા રહસ્યનો હું કદી દુરુપયોગ નહિ તો ભાઈ, હવે એક વાત પૂછું. તમે મૈ૦ ફુકેના માણસ બનવા ઇચ્છો કે નહિ? એમના મિત્ર બનવું તેનો અર્થ શો થાય, એ હું પૂરેપૂરું કહી રહું, ત્યાં સુધી મને વચ્ચે રોકતા નહિ.” ઠીક, હું સાંભળું છું.” Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ પ્રેમ-પંક તમારે ફ્રાન્સના માર્શલ થવું છે? ઉમરાવ કે ડયૂક થવું છે? વર્ષે દહાડે દશ લાખ ફાંકની આવકવાળી જાગીર સાથે ?” પણ એ બધું મેળવવા શું કરવું પડે તે કહોને?” “મેં૦ ફુકેના માણસ બની રહેવું.” “પણ હું રાજાજીનો માણસ બની ચૂકયો છું.” “પણ તમારે માણસના અંતરમાં ઊઠતી મહત્ત્વાકાંક્ષાઓ નહિ હોય, એમ હું માનતો નથી.” “જરૂર મને પણ મહત્ત્વાકાંક્ષા છે- માર્શલ બનવાની. પણ રાજાજી મને માર્શલ બનાવશે,-લૂક કે અમીર પણ તે જ બનાવશે. રાજા જ આખા દેશનો માલિક છે ને?” “એની કોણ ના પાડે છે? પણ રાજાજીની આસપાસ ઘણી આડો હોય છે.” “રાજાને પોતાને માટે તો નથી હોતીને?” “પરંતુ...” “જુઓ ભાઈ ઍમીસ, હું એક વાત કહી દઉં, બધા પોતપોતાની ચિંતા કરે છે; કોઈ આ બિચારા જુવાનિયા રાજાની ચિંતા કરતું નથી. હું તેને જ પડખે ઊભવાનો.” પણ તમારી સેવાઓના બદલામાં અપકાર સામો મળશે તો?” “નિર્બળ લોકો જ એવી બીક રાખે.” “પરંતુ રાજાને જ તમારી જરૂર ન હોય તો...? “ના રે ના; ઊલટી કોઈ દિવસ નહિ પડી હોય તેવી મારી જરૂર તેમને પડશે. અને પ્રિય મિત્ર, સાંભળી લો; બીજા કોઈ પ્રિન્સ કદ જેવા નવા કોઈ રાજગાદીના દુશ્મનને પકડવાની જરૂર પડશે, તો એ કામ કોણ કરી આપશે? એકલા આ બંદા જ આખા ફ્રાંસમાં તે કામ કરી શકશે,” એમ કહી દાઓં નોંએ તરવાર ઉપર હાથ નાંખ્યો. “તમારી વાત સાચી છે,” આટલું બોલી, ઍમીસ એકદમ ફીકોફી પડી ગયો. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૬ ગીશ ૨૦૦૯ જતાં જતાં તે દાતે નાંને ખૂબ વહાલથી ભેટતો હોય તેમ ભેંટો. દાઢે નાં મનમાં ગણગણ્યો: “રાજગાદી સામે જ કંઈક કારસ્તાન ચાલતું લાગે છે!” ઑરેમીસ પણ જતો જતો ગણગણ્યો, “હવે દાતેંનાં સામો છે, એટલે આપણે આપણો ધડાકો જરા જલદી પતવવો પડશે.” ૩૯ ૬ રાણી-માતાના ઓરડામાંથી લૉટરી પૂરી થયે, અને રાજાજીએ લા વાલિયેરને પેલાં બ્રેસલેટ આપી દીધા બાદ, દ ગીશ તે ઓરડો છોડી ભારે ચિંતામાં પડેલી સ્થિતિમાં મહેલ બહાર આંટા મારવા માંડયો. છેવટે તેણે ભારે આનાકાની સાથે નીચેની ચિઠ્ઠી લખી ગીશ “મેડમ, મને એક ક્ષણ વાર વાતચીત કરી લેવા માટે મુલાકાત આપશો. આપના પ્રત્યે જે સંમાન-બુદ્ધિ હું ધરાવું છે, તેને ઝાંખપ લાગે તેવું કશું મારી આ માગણીમાં મહેરબાની કરીને ન જોશો ઇ, ઇ.” આટલું લખી, પોતાની સહી કરી, તે કાગળની ગડી કરીને ઊભો; તેટલામાં દૂરથી તેણે બધી બાનુઓને રાણીમાતાનો કમરો છોડીને ચાલી જતી જોઈ. છેક છેલ્લી મૅડમ નીકળી. તેની આગળ બેએક નોકરો મશાલ લઈ ચાલતા હતા. પોતાના દરવાજા પાસે પહોંચતાં જ મૅડમે કહ્યું — “જુઓ જોઉં, જઈને કોઈ દ ગીશને શોધી કાઢો. મે તેમને એક કામ સોંપ્યું હતું તે તેમણે કર્યું કે નહિ તેનો જવાબ મારે જોઈએ છે. જો તે કશા કામકાજમાં ન હોય, તો તો તેમને મારા કમરા તરફ આવી જવા જ વિનંતી કરો.” દ ગીશે તે બધું દૂરથી છુપાઈને સાંભળ્યું હતું. એટલે મૅડમ અંદર ગયા પછી તે બેફિકરાઈથી આમ તેમ ટહેલવા લાગ્યો. એકાદ નોકરની Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ પ્રેમ-પંક નજર તેના ઉપર પડતાં તે બોલી ઊઠયો, “સદ્ભાગ્યે મળ લ કાઉંટ આપ મળી ગયા; નામદાર મૅડમ આપને મળવા ઇચ્છે છે. આપને અત્યારે જરા કુરસદ છે?” દગીશે હવે પેલી ચિઠ્ઠી હાથમાં ચોળી નાંખી; અને તરત તે પેલા નોકર સાથે મૅડમના કમરા તરફ પહોંચી ગયો. તેને આવેલો જોતાં જ મૅડમે માંતાલેને બહાર જવા ફરમાવ્યું. દ ગીશ પોતાની પ્રિયતમા સાથે પ્રેમની બે વાતો જ કરવા આવ્યો હતો. પણ મૅડમ કંઈક જુદી જ ચિંતામાં હતી. "C મૅડમે તરત જ દગીશને પૂછ્યું, તો શું તમારે મને કંઈ જ વાત કરવાની નથી? આ બ્રેસલેટની બાબત વિષે?” “હા, મૅડમ; એ બ્રેસલેટની બાબત વિચિત્ર બની ગઈ ખરી.” 66 “તમે એમ માનો છો કે રાજા પેલીના પ્રેમમાં છે?” ' “મને એમ લાગે છે કે, રાજાજી એ દેખાવ કોઈને ચિડવવા કરી રહ્યા છે; નહિ તો એ બિચારી લા વાલિયેરને આમ લોકજીભે ચડાવવા જેવું ખામુખા તે ન કરે. ઉપરાંત રાજાજી જાણે છે કે, એ છોકરીના વિવાહ મારા મિત્ર વાઈકાઉંટ દ બ્રાજૉન સાથે થઈ ગયેલા છે. અને બ્રાજલૉને રાજાજીની એવી સેવાઓ બજાવેલી છે કે, તેને આવો કારી ઘા કરવાનું તે ઇચ્છે નહિ.” “બ્રાજલૉન તમારો મિત્ર છે તેની રાજાને શી પરવા?” એમ કહી મૅડમ તુચ્છકારભર્યું હસી પડી. “હું એમ નથી માનતો કે, રાજાજી લા વાલિયેર સાથે પ્રેમમાં હોય; ખરી રીતે પોતાની કોઈ પ્રેમપાત્રને ચીડવવા જ તેમણે એ કર્યું લાગે છે; આખા રાજદરબારની વાર્તાથી સુપરિચિત એવાં આપ જ મને આ બધા અંગે કંઈ વિશેષ સમજ આપી શકો, એમ હું માનું છું. હું એટલા માટે જ આપની મુલાકાત પણ માગવાની તૈયારીમાં હતો.” “તમે મને મળવા માગતા હતા? તમને તો મેં બોલાવ્યા છે!” Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ દ ગીશ “જુઓ આ ચિઠ્ઠી હજુ ચોળાઈ રહેલી મારી પાસે જ છે!” મૅડમ એ ચિઠ્ઠી વાંચ્યા પછી નવાઈ પામી, તેમ જ રાજી પણ થઈ. “તો જુઓ, હું શા માટે આપને મળવા માગતો હતો, તે વાત તો પતી ગઈ, હવે આપે મને શા માટે બોલાવ્યો, તે કહો.” “પેલાં બ્રેસલેટના પ્રસંગથી હું ગાંડી થઈ જવાની છું.” “તો શું, રાજાજી એ બ્રેસલેટ આપને જ આપશે એમ આપ માનતાં હતાં?” હાસ્તો, કેમ નહિ?” “પણ આપ તો રાજાજીનાં ભાભી-બહેન થાઓ; રાજાજી એ બ્રેસલેટ પોતાનાં રાણીજીને જ ન આપે?” પણ લા વાલિયેરને જ જો આપ્યાં, તો મને પણ આપી શકત! અરે, પસંદ કરવા માટે આખો દરબાર જ ન હતો?” માફ કરજો મૅડમ, પણ અત્યારની આપની રીસ તથા આંખ ઉપર છવાઈ રહેલ અશ્રુબિંદુ જોતાં કોઈને પણ લાગ્યા વિના ન રહે કે, આપને ઈર્ષ્યા આવી છે.” લા વાલિયેરની ઈર્ષ્યા મને આવે? શી વાત બોલો છો, કાઉંટ?” “હા, હા, મૅડમ, લા વાલિયેરની આપને ઈર્ષા આવી છે.”દ ગીશે બેધડક જવાબ આપ્યો. “તો શું, મેશ્યોર તમારો હેતુ મને અપમાનિત કરવાનો જ છે?” “એ તો અસંભવિત વસ્તુ છે.” “જાઓ, આ કમરો છોડીને એકદમ ચાલતા થાઓ.” “હું પણ આ રીતે ખામુખા અપમાનિત થવાનું છે એવું જાણતો હોત, તો અહીં આવવા મન ન કરત,” એમ કહી દ ગીશ એક ડગલું લથડિયું ખાઈ પાછો પડ્યો, અને ધીમેથી નમન કરી ઉતાવળે ચાલી જવા લાગ્યો. . મેડમ તરત જ વાઘણની પેઠે તેના ઉપર લપકી અને તેને ગળા આગળના કૉલરથી પકડીને તેને પાછો ફેરવી બોલી, “મારા પ્રત્યે સમાન Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ પ્રેમ-પંક ધરાવવાનો દેખાવ કરવા કરતાં મારું અપમાન કરવું હોય તો કરી નાંખો; તમારે જે કહેવું છે તે બેલી નાંખો.” દ ગીશે તરત જ પોતાની તરવાર મ્યાનમાંથી ખેંચી અને મૅડમ આગળ ધરીને એટલું જ કહ્યું, “આ તરવાર મારા હૃદયમાં ખોસી દો અને થોડું થોડું કરીને રિબાવીને મને મારવા જેવું કરવાને બદલે એકવારકો મારો ફેંસલો લાવી દો.” મૅડમ દ ગીશની પ્રેમ-ભરી પણ હતાશ નજર સામે જોઈને તરત સમજી ગઈ કે, હવે જો એક વધુ શબ્દ પોતે બોલશે, તો પેલો પોતાની તરવાર પોતાની છાતીમાં ત્યાં ને ત્યાં ખોસી દીધા વિના નહિ રહે. મેડમે તરત તરવાર તેના હાથમાંથી છીનવી લીધી અને તેનો હાથ પોતાના હાથમાં અધીરાઈથી દબાવીને કહ્યું, “મારા પ્રત્યે એક જ ક્રૂર ન થશો, કાઉટ; હું પોતે કેટલી સિઝાઈ રહી છું, તે જાણવા છતાં તમને મારી દયા જ આવતી નથી.” એટલું બોલતામાં તો મૅડમનું ગળું ભરાઈ આવ્યું, અને તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યાં. તરત જ દ ગીશતેની સામે ઘૂંટણિયે પડીને બોલ્યો, “તો પછી તમે તમારાં દુ:ખ મારાથી ગુપ્ત શા માટે રાખો છો? તમે બીજા કોઈને ચાહો છો?–એ મને કહી દો. એ જાણીને હું પોતે જીવતો રહેવાનું પસંદ નહીં કરું, પરંતુ તે પહેલાં તમને બનતું આશ્વાસન આપતો જઈશ તથા તમને જોઈતી મદદ કરતો જઈશ.” “તમે મને એટલી હદે ચાહો છો શું?” “હા, મૅડમ, હું એટલી હદે ચાહું છું, એ સાચી વાત છે.” તરત જ મૅડમે પોતાના બંને હાથ તેના હાથમાં મૂકી દીધા. પછી તે ધીમેથી બોલી, “ખરેખર, મેં મારું હૃદય બીજા કોઈને સમર્પી દીધું છે.” તો શું, તમે રાજાજીને ચાહો છો?” મેડમે ધીમેથી માથું હલાવીને હા કહી. પરંતુ તેણે ઉમેર્યું, “મારા જેવીના હૃદયમાં બીજી લાગણીઓ પણ સાથે સાથે એટલી જ ઉદ્દામપણે Page #309 -------------------------------------------------------------------------- ________________ દ ગીશ ૨૮૩ પ્રવર્તતી હોય છે. પ્રેમ એ જીવનનું કાવ્ય છે; પરંતુ હૃદયનું ખરું જીવન તો અભિમાન છે. કાઉંટ, હું રાજસિંહાસન ઉપર જન્મેલી છું; મારાં માનપ્રતિષ્ઠાનું મને ઘણું મહત્ત્વ તથા અભિમાન છે.” તો પણ, મને એક વાર ફરીથી કહેવા દો કે, તમે મારા મિત્રની ભવિષ્યમાં એક દિવસ પત્ની બનનાર પેલી છોકરી પ્રત્યે અન્યાય આચરી રહ્યાં છો.” “કાઉંટ, એવું માનવા જેટલા તમે ખરેખર બુબ્ધ છો?” “તો પછી, મારે મારા મિત્રને કાલે જ ખબર આપી દેવી જોઈએ કે, લા વાલિયેર તારા પ્રત્યેની પ્રતિજ્ઞાઓ ભૂલીને બેવફા નીવડી રહી છે. નહિ, નહિ – પરંતુ, કોઈ સ્ત્રીની ગુપ્ત વાત પ્રગટ કરી દેવા જેટલા કાયર મારે ન બનવું જોઈએ. ઉપરાંત મારા મિત્રના મનની શાંતિને મારે નાબૂદ પણ શા માટે કરવી?” તો પછી તમે તમારા કમનસીબ મિત્રને લા વાલિયેરના પ્રેમના મિથ્યા સ્વપ્નમાં જ રાચવા દેશો?” જ્યાં સુધી લા વાલિયેરનો દોષ સાબિત ન થાય, ત્યાં સુધી મારે તેમ જ કરવું જોઈએ.” “પણ બ્રેસલેટોના પ્રસંગ ઉપરથી જ તે સાબિત નથી થઈ જતું?” “પણ, મૅડમ તમને જ એ બ્રેસલેટ આપી દેવામાં આવશે, એવી અપેક્ષા હતી જ ને?” આ દલીલ સામે મૅડમથી વિશેષ ન બોલાયું. મૅડમ સમજી ગઈ કે દ ગીશ એટલો ખાનદાન માણસ છે કે, તે ‘રાજા લા વાલિયરને ચાહે છે” એમ કહી મેડમનો પ્રેમ પોતાના તરફ વાળવા પ્રયત્ન કરવાનો પ્રયત્ન કદી નહીં કરે. જો કે, તે સમજી ગઈ કે, લા વાલિયર ઉપર તેને વહેમ તો ગયો જ છે; પરંતુ પોતાનો વહેમ દૂર થાય એવું કંઈ મળી આવે તે દરમ્યાન, ખાનદાન ચારિત્રયવાળો આ માણસ તેની પીઠ પાછળ બદગોઈ કરવાનો આડો માર્ગ તો નહિ જ લે.” Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ પ્રેમ-પંક પોતાના પ્રેમીમાં જોવા મળેલ આ અતિ ઉત્તમ ચારિયાંશથી મેડમ તરત પ્રભાવિત થઈ ગઈ. તેના અંતરમાં દ ગીશની એક સાચા વીર પુરુષ તરીકેની ભવ્ય છાપ ઊઠી. તેણે તરત જ કહ્યું, “કાઉંટ, આ બધી શંકાકુશંકા, બેવફાઈ, ચિંતા-ફિકર વગેરે વાતો પડતી મૂકો. હું પણ મારા અંતરમાંથી એ બધા ખ્યાલો કાઢી નાંખું છું. લા વાલિયેર રાજાને ચાહતી હોય કે ન ચાહતી હોય, અને રાજા પોતે પણ લા વાલિયેરને ચાહતા હોય કે ન ચાહતા હોય,– અત્યારની ઘડી, અને આજના દિવસથી હું મારે જીવનમાં જે બે ભાગ ભજવવાના છે, તેમને અલગ જ રાખીશ.” “કયા બે ભાગ, મૅડમ?” “એક તો હું રાજાની ભાભી-બહેન છું; અને રાજાની પત્નીની દેરાણી છું. ઉપરાંત, હું રાજાના ભાઈની પત્ની પણ છું. એટલે મારી સાથે સૌ કોઈએ આદરભાવથી વર્તવું ઘટે. ખરું ને?” દ ગીશ તરત જ દેવની સમક્ષ ભક્તિભાવપૂર્વક ઘૂંટણિયે પડે તેમ તેની આગળ ઘૂંટણિયે પડ્યો. પણ, પણ, મારે જે બીજો સાચો અને ખરો ભાગ ભજવવાનો છે, તે હું કહેવાનું ભૂલી જાઉં છું.” “કયો? કયો?” હું એક સ્ત્રી છું; અને સ્ત્રી તરીકે હું બીજાને ચાહું છું.” આટલું કહી તેણે હાથ પહોળા કર્યા. દ ગીશ એ હાથોમાં સમાઈ ગયો. તે જ ઘડીએ મેતાલેએ અચાનક અંદર પેસી ખબર આપ્યા કે, “માઁ૦ દ ગીશને કોઈ મળવા માગે છે.” દ ગીશ માંતાલના આ અચાનક પ્રવેશથી ગુસ્સે થઈ, છોભીલો પડી, મેડમે વિદાય આપવા ઊંચા કરેલા હાથ સામે જોયા વિના, બહાર નીકળી ગયો. Page #311 -------------------------------------------------------------------------- ________________ ४० જાસૂસેના કેલકરાર મતાલે હવે નવરી પડી એટલે તરત જ તેણે માલિકૉર્નનો સંપર્ક સાધ્યો. “કેમ, શા છેલ્લા સમાચાર?” મોંતાલેએ પૂછયું. “મ0 દ ગીશ મૅડમના પ્રેમમાં છે.” “પણ તે કરતાં પણ વધુ તાજા સમાચાર મારી પાસે છે; મેડમ મૌ૦ દ ગીશના પ્રેમમાં છે!” “હવે બીજી દિશાના સમાચાર?” માલિકોને પૂછયું. લૉટરી પછી રાજાજી દ લા વાલિયેરને મળવા માગતા હતા, પણ બારણું બંધ હતું એટલે રાજાજી, ખાતરિયું ભૂલીને આવેલા ચોરની પેઠે ઘેટા જેવા બની પાછા ચાલ્યા ગયા.” અને ત્રીજી દિશાના?” હમણાં દ ગીશ માટે જે સંદેશવાહક આવ્યો છે, તે મેં૦ દ બાજલૉન પાસેની ચિઠ્ઠી લઈને આવ્યો છે.” “હવે આપણે સાબદા રહેવું જોઈએ; નહિ તો કંઈ ને કંઈ કમનસીબ ઘટના બનવાની તૈયારીમાં છે.” માલિકોને કહ્યું. તો આપણે કામકાજ વહેંચી લેવું જોઈએ, જેથી ગરબડગોટો ન વળે.” ત્રણ પ્રેમ-કાવતરાં એકસાથે ચાલવાનાં; એટલે રોજની ત્રણ પ્રેમચિઠ્ઠીઓ તો આવ-જા કરવાની જ. આપણે એ બધી ચિઠ્ઠીઓથી માહિતગાર રહેવું જોઈએ. જે ત્રણ પ્રેમિકાઓ છે, તે કંઈ એ ચિઠ્ઠીઓ પોતે તો સાચવી જાણે એવી નથી; એ બધું હું સંભાળી લઈશ.” મેતાલેએ કહ્યું. ૨૮૫ Page #312 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-ાંક “સાચવજો, તમારે લા વાલિયેરના જ ઓરડામાં ભેગા રહેવાનું, અને રાણીજી, રાણી-માતા કે મૅડમ પોતે ગમે ત્યારે તહેનાત-બાનુની ઓરડીની તલાસી લઈ શકે. એ બધાં ખૂબ અદેખાઈ અને દાઝ દાખવવાનાં; એટલે તમારા ઓરડામાં તમારી પાસે કશું ન રાખતાં.” ૨૮૬ “પણ તમે એક જણને ભૂલી ગયા: મશ્યોર પોતે ! મૅડમના પતિદેવ! તે કંઈ ઓછી દાઝ નહિ દાખવે. "" “હું તો અત્યાર સુધી સ્ત્રીઓની વાત જ કરતો હતો; તો હવે પુરુષોને ગણવા માંડીએ. મોંશ્યોરને આપણે નં. ૧ આપીએ; ગીશ નં. ૨ કહેવાય; વાઇકાઉંટ દ બ્રાન્સ્લૉન નં. ૩, અને રાજાજી નં. ૪. બલત્ત, રાજાજી એ બધાના કરતાં એકલા જ વધુ દાઝ દખવવાના; અને સમર્થ પણ સૌથી વધુ જ ગણાય. પરંતુ માંતાલેજી, તમે આવી જબરી જાળમાં શું કરવા હાથે કરીને પેસવા જાઓ છો? એ બધામાં ગૂંચવાવા અટવાવા જવું એ માથાસટોસટનું કામ છે. મને લાગે છે કે, વખતસર એમાંથી નીકળી જવું જ વધુ સહીસલામત નથી?” “ મને તો લાગે છે કે, આવી જાળમાં તો જે બધા તાંતણા પોતાના હાથમાં લેવાની હિંમત દાખવે, તેનું કામ બની જાય. બોલો, તમારી મારી પાછળ આવવાની હિંમત છે?” “છે જ; પણ હું તમારી પાછળ છું એ તમારે અવારનવાર યાદ રાખવાની મહેરબાની કરતા રહેવું, માંતાલેજી !” 64 જરૂર; તો સંરક્ષણાત્મક અને આક્રમણાત્મક કરાર આપણ બે વચ્ચે આજથી કરવાના થાય છે; અર્થાત્ બીજાના આક્રમણ વખતે તમે મારી મદદમાં રહેશો, અને જ્યારે બીજા ઉપર આક્રમણ કરવાનું થાય ત્યારે પણ તમે સાથે-પડખે, એટલું જ નહિ પણ, તમારી પુરુષજાતને છાજે તેમ મારાથી આગળ, મારી પાછળ નહિ, – રહેશો, ખરું ને?” << ‘કબૂલ ! પણ બધા કાગળપત્રનો કબજો અવશ્ય લેતા રહેવો; જેમ બ્રાલૉને લા વાલિયરને બ્લુવા લખેલા બધા પત્રો હું તમારા કમરામાંથી Page #313 -------------------------------------------------------------------------- ________________ જાસૂસોના કોલકરાર ૨૮૭ અહીં લેતો આવ્યો છું. વખત આવ્યે તે પત્રો સરના પત્તા જેવું કામ આપશે.” શાબાશ; હવે પછી મારા હાથમાં જે કંઈ આવશે, તે પણ તમને સપતી રહીશ.” પણ વચ્ચે કોઈ ‘વચ’ નહિ રાખવી; બધું હાથોહાથ અને મોઢામોઢ આપણે બેએ જ પતવવું.’ “ખરી વાત; પણ પેલી મૌ૦ દ ગીશના કમરાની બારી ઊઘડી; આપણે અહીંથી ઝટપટ વિદાય થઈ જઈએ.” દ ગીશે તેને હમણાં મળેલો કાગળ વાંચવા જ બારી ઉઘાડી હતી. કેલેથી લખેલા એ કાગળમાં બ્રાજલૉને લખ્યું હતું કે, દ વાર્દ કેલેમાં મને મળ્યો હતો. ડયૂક ઑફ બકિંગહામની સાથેની તકરારમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. દ વાર્દ બહાદુર છે, પણ પ્રકૃતિએ કરીને તે બહુ હીન-હલકટ સ્વભાવનો છે. તેણે તમારે વિશે, તથા મૅડમ વિશે ઘણી ઘણી વાતો કરી. તમને કોના ઉપર પ્રેમ છે, તે વાત પણ કરી; પણ સાથે સાથે મને કોના ઉપર પ્રેમ છે, તે વિશે પણ વાત કરી. “મારા ઉપર તો તેણે ખૂબ દયા બતાવીને કેટલાક એવા ગૂઢ ઉલ્લેખો કર્યા છે, જેથી મારા મનમાં ચિંતા જેવું પેદા થાય. તેને રાજદરબારના છેવટના સમાચારો મળ્યા છે, એમ તેણે જણાવ્યું. કદાચ મ0 દ લૉરેઇન મારફત મળ્યા હશે. તેણે એમ કહ્યું કે, રાજાજીએ પોતાનો પ્રેમ બીજી કોઈ ઉપર ઢોળવા માંડ્યો છે. એ બીજું કોણ છે, તે કદાચ તમે જાણી શકશો. તેણે મૅડમની એકાદ તહેનાત-બાનુનો નામ વિના ઉલ્લેખ કર્યો. મારી તો એ ગૂઢ ઉલ્લેખથી ઊંઘ જ ઊડી ગઈ.. “મારા સ્વભાવમાં રહેલી અમુક ઊણપોને કારણે હું તેને ઝટ ખુલાસો પૂછી ન શક્યો. દ વાર્દ પણ પૅરીસ જવા તરત ઊપડવાનો Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ * પ્રેમ-પંક હતો, એટલે મેં વધુ પૂછપરછ કરવા તેને રોકવો ઠીક ન માન્યું. તેણે નીકળતી વખતે પાછા મને આશ્વાસનના અને દયાના કંઈક શબ્દો કહ્યા. મારી ચિંતા વધી ગઈ છે. પણ એ ચાલ્યો ગયો ત્યાર પછી મને એકદમ બધું સમજાવા લાગ્યું. એના એ બધા ઇશારા મારે માટે જ હતા તથા હું જેને પ્રેમ કરું છું તેને લાગુ પડતા હતા, એમ મને સમજાયું. મારે રાજાજીના હુકમથી તરત ઇંગ્લેંડ જવાનું હોવાથી મેં તેની પાછળ જઈ તેને વધુ ખુલાસો પૂછવાનું યોગ્ય ન માન્યું. પણ હવે તમને આ ચિઠ્ઠી લખીને જણાવું છું કે, એ ત્યાં આવે ત્યારે તેને મળીને વધુ ખુલાસો પૂછશો. “મ0 દ વાર્દો વળી એમ પણ કહેવા પ્રયત્ન કર્યો કે, ડયૂક ઑફ બકિંગહામ પેરીસ છોડ્યું છે, પણ મૅડમ સાથેનો તેનો ગુપ્ત સંબંધ જેમનો તેમ કાયમ છે, એટલા માત્ર જ મારે તેની સાથે તરવાર ખેંચવી જોઈતી હતી. પણ રાજાના સંદેશવાહક તરીકે મારાથી એવાં દ્રાદ્ધમાં ઝટ પડી શકાય નહિ. “મારો વિશ્વાસુ નોકર ઓલિવું તમને આ ચિઠ્ઠી આપશે. મોઢામોઢ વધુ તે જે કહે તે ઉપર બરાબર વિશ્વાસ મૂકજો. પ્રિય ભાઈ, તમે કુમારી દ લા વાલિયેરને મારા સાદર સ્નેહવંદન નિવેદિત કરો. - દ બાજલન” “તા. ક.– જો કંઈ ગંભીર વાત બને –– અને આપણે કોઈ પણ ઘટના માટે તૈયાર રહેવું જ રહ્યું – તો ‘પાછો ચાલ્યો આવ’ એટલા જ શબ્દ લખી મને તરત ઇંગ્લેંડ સંદેશો પહોંચાડજો, તો તમારો કાગળ મળ્યા બાદ હું છત્રીસ કલાકમાં જ ઇંગ્લેંડથી ફ્રાંસ પાછો આવી પહોંચીશ. આ કાગળ વાંચીને બાળી નાંખજો.” દ ગીશે એ કાગળ ત્રણ વાર વાંચ્યા પછી પણ બાળી નાંખવાને બદલે ખીસામાં જ મૂકી દીધો. દ ગીશે તરત જ માલિકૉનને પોતાના કમરામાં બોલાવ્યો, અને પાએક કલાક તેને પૂછપરછ કરી; પણ પેલો ચાલાક માણસ તરત સમજી ગયો Page #315 -------------------------------------------------------------------------- ________________ દ વાર્દ ૨૮૯ કે, રાઓલને લા વાલિયર બાબત કંઈક શંકા જવા પામી છે, અને દ ગીશ લા વાલિયેરની તપાસ રાખવા માગે છે. દ ગશ તેની પાસેથી, પોતે નજરે જોયેલી વાત સિવાય, રાજા અને લા વાલિયેર વચ્ચેના સંબંધ વિષે વિશેષ કાંઈ જાણી ન શક્યો. ૪૧ દ વાર્દ મેંશ્યોરે દ વાઈને પોતાની પાસે એ અર્થમાં આવકાર્યો, જે અર્થમાં છીછરા માણસો કંઈ પણ નવીનતાને નવીનતા ખાતર જ આવકારે છે. ઉપરાંત, પોતે આ મિત્રને વધુ આવકારે, તો લોરેઇન જેવા જૂના મિત્રોનું થોડું ઘમંડ ઓછું થાય, એવો પણ તેમનો હેતુ ખરો! એ આવકાર-ક્રિયા વખતે દ ગીશ પણ સૌ સાથે હાજર હતો; પણ તે જાણી જોઈને બાજુએ રહ્યો હતો. જો કે, દ વાર્દ બીજાઓ સાથે વાતચીત કરતી વખતેય દ ગીશને જરા પણ નજર બહાર નીકળી જવા દીધો ન હતો. તે જ વખતે મેડમ એ કમરામાં દાખલ થઈ. તેની બે કે ત્રણ તહેનાત-બાનુઓ તેની સાથે હતી. તેણે દ વાર્દને ઠંડો આવકાર આપ્યો. બદલામાં દ વાર્દ મેંડમને વંદન કરી, તરત પોતાનો મોરચો તેની સામે માંડી દીધો; તેણે જાહેર કર્યું કે, પોતે ડયૂક ઑફ બકિંગહામના તાજા સમાચાર આપી શકે તેમ છે. પણ મૅડમ બહુ બહાદુર બાઈ હતી. તેણે તરત જ સ્વસ્થ થઈ જઈ, દ વાઈને પૂછયું: “મેંશ્યોર દ વાઈ, સાંભળ્યું છે કે, તમે ઘણા ઘાયલ થયા હતા, અને ઘણા રિલાયા હતા?” હવે દાંત કચકચાવવાનો દ વાર્ધનો વારો આવ્યો. તેણે કહ્યું, “ના રે ના; સહેજ લીટી-લસરકા જેવું જ થયું હતું.” પ્રે.૧૯ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ પ્રેમ-પંક “તો પણ આ ગરમ મોસમમાં –” “ના, ના, મૅડમ, દરિયાકિનારે ઠંડા પવન જ ફૂંકાયા કરે છે. પરંતુ મને એક વાતનું આશ્વાસન હતું —” “કે...?” “કે, મારા પ્રતિસ્પર્ધીને વધારે ઊંડા ઘા થયા છે.” “ઓ હો, એટલે કે તે વધુ ઘાયલ થયા છે, એ જ ને?” મેડમે એ માહિતી પ્રત્યે છેક જ ઉપેક્ષાવૃત્તિ દાખવીને કહ્યું. - હવે દ વાર્દનો સાપની પેઠે છંછેડાવાનો વારો આવ્યો અને તેણે સાપની પેઠે જ ઝેરી ડંખ માર્યો –“મૅડમ, તમારી ભૂલ થાય છે; અથવા જાણી જોઈને તમે મારા કહેવાનો જુદો અર્થ કરો છો; મેં એમ નહોતું કહ્યું કે, શરીરે તે મારા કરતાં વધુ રિબાય છે; વધુ ઘાયલ તો તેનું હૃદય થયું છે.” દ ગીશ સમજી ગયો કે પવન કઈ તરફ વાઈ રહ્યો છે; તેણે મેડમને આ નકામી તકરારમાંથી વિરમવા વિનંતી કરતો હોય તેવી નિશાની કરી; પણ મૅડમ તો તે નિશાની પોતાની નજરે ન પડયાનો દેખાવ ચાલુ રાખી, હસતી હસતી બોલી – એમ? તમારી તરવાર ડયૂક ઑફ બકિંગહામના હૃદય સેંસરવી નીકળી ગઈ હતી? પણ તો તો હૃદયની આરપાર ઘા પામેલો કોઈ જીવતો રહે, એમ હજુ સુધી તો જાણ્યું નથી.” પ્રિન્સ–મશ્યોર હવે વચ્ચે બોલી ઊઠયા, “પ્રિય, તમે દ વાઈના કહેવાનો અર્થ સમજ્યાં નથી; તે એમ કહેવા માગે છે કે, ડચૂક ઑફ બકિંગ્ડામના હૃદયમાં તરવારનો નહિ, પણ બીજા કશાનો ઘા થયો છે.” ઓહો, તો તો મદ વાર્દ મજાકમાં બધું કહે છે, ખરું, ને? પણ મને લાગે છે કે, ડયૂક પોતે અહીં હાજર હોત, તો તેમની આવી મશ્કરી ન કરી શકાત; પણ કમનસીબે તે અહીં હાજર નથી, મેં૦ દ Page #317 -------------------------------------------------------------------------- ________________ દ વાઈ ૨૯૧ વાર્દ; અથવા કહો કે, સારે નસીબે તે અહીં હાજર નથી!” મૅડમે સણસણતો જવાબ આપ્યો. દ વાર્દની આંખો જાણે સળગી ઊઠી. તે અંતે મૂઠીઓ વાળીને બોલ્યો, “તે અહીં હોય તેના જેવું રૂડું બીજું કશું નહિ!” દ ગીશ જરા પણ હાલ્યો નહિ. મેડમને આશા હતી કે તે પોતાની મદદે આવશે. મોંશ્યોર જરા સંકોચમાં પડી ગયા. શવાલિયેર દ લૉરેઇન હવે વચ્ચે ટપકી પડ – મેડમ, દ વાર્દ બરાબર જાણે છે કે, બકિંગ્ડામનું હૃદય ઘવાયું એ કંઈ નવાઈની વાત નથી, અને તેવું બધું તેમને પહેલાં અનેક વાર બની ચૂકેલું છે.” મેડમ સમજી ગઈ કે, હવે એકને બદલે બે શત્રુઓ સાથે તેને કામ પડવાનું છે. એટલે તેણે વાતચીતનો વિષય બદલી નાંખ્યો. અને રાજદરબારનો નિયમ છે કે, રાજવંશીઓ વાતચીત બદલે, પછી કોઈ દરબારી વાતને પાછી મૂળ મુદ્દા તરફ વાળી શકે નહિ. થોડી વારે મૅડમ પોતાના કમરા તરફ પાછી ગઈ. મેંશ્યોરને કંઈક પૂછવાનું હોવાથી તે સાથે સાથે ગયો. શવાલિયેર લૉરેઇન સમજી ગયો કે, એ પતિ પત્ની વચ્ચે મેળ થઈ જાય કે રહે એ સારું નથી; એટલે તે માંશ્યોર પાછા આવે ત્યારે તેમને સંકોરવા માટે તેમના કમરામાં જઈને બેઠો. દ ગીશ હવે દ વાર્દને તેના ખબર પૂછનારાઓ પાસેથી છોડાવી બહાર લઈ ચાલ્યો. “હું, પ્રિય દ વાઈ, તમે તો આવતાંવેંત દરબારમાં સારી અસર પાડી દીધી ને કંઈ ” હા, હા, બહુ જ સારી અસર પડી છે, તમે જોયું ને?” પણ તમે તે બાજુથી અમારે માટે શા વિશેષ સમાચાર લાવ્યા છે, તે તો કહો.” હું તો કંઈ સમાચાર નથી લાવ્યો; ઊલટો હું તો અહીં સમાચાર મેળવવા આવ્યો છું.” Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ પ્રેમ-પંક પણ તમે બુલ તરફ આપણી કોઈ દોસ્ત-મિત્રને મળ્યા હશો ને?” “હા, હા, બ્રાજલૉનને ! તે રાજા ચાર્લ્સ-૨ પાસે રાજાજીનો કંઈ સંદેશ લઈને જતો હતો.” “તમારે તેની સામે કંઈ વાતચીત થઈ હશે!” “ના, ના, મારે ને તેને શી વાતચીત થઈ તે તે મને યાદ નથી; પણ એટલું યાદ છે કે, અમુક વાત મેં તેને જાણી જોઈને કહી ન હતી.” “કઈ વાત –– ?” “લા વાલિયેરવાળી વાત.” લા વાલિયેરવાળી વાત? તો બ્રાજલૉન પોતે અહીં હતો ત્યારે જે વાત નહોતો જાણી શક્યો, એવી તે કઈ વિચિત્ર વાત તમે ત્યાં રહ્યા રહ્યા જાણી, એ તો કહો વારુ!” “તમે ખરેખર ગંભીરતાથી મને એ વાત પૂછો છો?” પૂરી ગંભીરતાથી.” “વાહ, તમે અહીં દરબારના સભ્ય છો, મોડમના ઘર-કુટુંબની નજીક જ રહો છો, મેંશ્યોરના મિત્ર છો, અરે, મનોહર પ્રિન્સેસના માનીતા છો, અને મને પૂછો છો?” ગીશ ક્રોધથી લાલ લાલ થઈ ગયો. “કઈ પ્રિન્સેસની વાત તમે કરો છો?” , “હું મેડમની જ વાત કરું છું, વળી; તમે બીજી કોઈ પ્રિન્સેસને પણ ઓળખો છો કે શું?” ખલાસ, આ ઘડીએ દ ગીશ તરવાર ખેંચી જ ચૂકયો હોત; દ વાર્દ પણ મૅડમના નામ ઉપર જ તકરાર થાય એમ ઇચ્છતો હતો, જેથી મેડમની ફજેતી કરી શકાય. પરંતુ દ ગીશને લા વાલિયર – પોતાના મિત્રની વિવાહિતાના નામ ઉપર જ તેની સાથે તકરાર માંડવી હતી. એટલે તરત તે શાંત પડી જઈને બોલ્યો, “પણ આપણી અત્યારની Page #319 -------------------------------------------------------------------------- ________________ દ વાર્દ ૨૯૩ વાતચીતમાં મૅડમની વાત ક્યાં આવે છે? તમે હમણાં બાજલૉનને અમુક વાત ન કહી એવું કહેતા હતા, તે વાત ઉપર જ આવો ને!” “પણ એ તો તમે પણ જાણતા હશો.” “હું કશું જ જાણતો નથી.” “બોન્સન્સ!” પણ તમે કઈ વાત મનમાં રાખીને બોલો છો, તે કહો, પછી હું કહી શકું કે, હું તે જાણે છે કે નહિ. રાઓલ અત્યારે અહીં નથી, એટલે તેને વિશે કે તેની અંગત બાબત વિષે કઈ વાતો ફેલાવાય છે, તે જાણવાની મારે જરૂર છે.” પણ તે પાછો આવશે ને? જો કે, તે જલદી પાછો નહિ આવી શકે, એની મને ખાતરી છે; કારણ કે, તેને ત્યાં રહેવા માટે જ મોકલવામાં આવ્યો છે.” ગીશ હવે દ વાર્ધનો હાથ જોરથી પકડીને બોલ્યો, “આ બધું બ્રાજલૉનની બાબતમાં ઘણું શંકાભર્યું તમે બોલતા જાઓ છો; અને તેણે બુલેથી જે લખ્યું હતું તેની સાબિતી મને મળતી જાય છે.” “તેણે તમને શું લખ્યું હતું?” તેણે એમ લખ્યું હતું કે, તમે લા વાલિયેર બાબત આડકતરી રીતે ગલીચ આક્ષેપો કર્યા હતા અને રાઓલના તે જુવાન છોકરી ઉપરના વિશ્વાસની ઠેકડી ઉડાવી હતી.” “હા, હા, મેં બરાબર એ પ્રમાણે કહ્યું હતું, અને બહાદુર માણસની પાસેથી જે જવાબની અપેક્ષા રખાય, તે અપેક્ષા પણ હું રાખી રહ્યો હતો. જેમ, મારે તમારી સાથે તકરાર માંડવી હોય, તો તમને પણ હું એવું સંભળાવું જ કે, મેડમે ડયૂક ઑફ બકિંગહામને ખૂબ ખૂબ પ્રેમ બતાવ્યા પછી, તમને અપનાવવા એ ફૂટડા ડકને હાંકી કાઢયો છે.” દ ગીશ સમજી ગયો કે, દ વાર્દ મેડમની બાબત ઉપર જ પોતાની સાથે તકરાર માગે છે. પણ તેણે હવે ગુલાંટ મારીને હસતાં હસતાં કહ્યું, “વાહ ભાઈ, એવું જો ખરેખર બન્યું હોય તો તો ધન્ય ભાગ્ય!” Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ પ્રેમ-પંક “હા, હા, હું વધુ એમ પણ ઉમેરી શકું તેમ છું કે, તમે અને મેડમ અમુક ગુપ્ત જગાએ ભેગાં થયાં હતાં અને હાથ ઉપર ચુંબન થયાં હતાં...” દ ગીશે તેને વચ્ચેથી બોલતો અટકાવીને કહ્યું કે, “મારી પોતાની વાત અંગે આજે તમે ગમે તે બોલશો તેની હું પરવા કરવાનો નથી, પરંતુ મારા ગેરહાજર મિત્ર અંગે જરા પણ બોલશો, તો સમજી રાખજો કે, હું આગનો કટકો છું. કારણ કે, વિદાય થતી વેળા તેનાં હિતોની જાળવણી તે મને સંપતો ગયો છે.” “હું તમારી વાત સમજું છું, મોંશ્યોર દ ગીશ; તમે ગમે તેટલું કહો, તો પણ બ્રાજલૉન અને આ ડી લા વાલિયર અંગે પણ આપણી વચ્ચે કશી તકરાર થાય તેમ નથી. તે ક્યાં મૅડમ જેવી ચપળા છે, જેણે પ્રથમ ડયૂકની અને પછી તમારી માઠી વલે બેસાડી દીધી !” પણ એ બધી તો મારી બાઘાઈ કહેવાય ને? મૅડમની માત્ર મશ્કરી અથવા સામાન્ય વર્તાવને હું ગંભીર ગણીને સામો પ્રેમ કરવા જાઉં, તો લાત ખાઉં, એમાં નવાઈ શી? પણ રાઓલની વાત તો જુદી છે; તે લા વાલિયર ઉપર પ્રેમ કરે છે, અને તેના ઉપર લા વાલિયેર સામો પ્રેમ કરે છે. એટલે તેની બાબતમાં તમે તથા આ બધા દરબારીઓ જે વાતો ફેલાવો છો, તે ગલીચ આક્ષેપો માત્ર છે.” દ ગીશે તે વખતે પાસે થઈને જતા કેટલાક દરબારીઓને જોઈને કહ્યું. ગલીચ?” “હા, હા, તમારો ઇરાદો બાજલૉનને નાહક દુભાવવાનો અને દુ:ખી કરવાનો જ છે; તે સિવાય તમારે એ બધામાં પડવાનું બીજું કશું વિશેષ કારણ મને નથી દેખાતું.” “વાહ ભાઈ, સ્ત્રીઓની સોબતમાં રહેનારને અમુક આવડતો ઝટ આવી જાય છે; હું તો ગામડાં તરફ ભટકતો રહ્યો, એટલે તમારી પેઠે વાતો નથી કરી જાણતો કાઉંટ; મારાં તમને અભિનંદન!” હું સ્વીકારું છું.” Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૫ દ વાર્દ “અરે હું તમારી ગુરુ મૅડમને પણ એ અભિનંદન બક્ષિસ આપીશ.” “જુઓ, મેં૦ દ વાર્દ, મેં તમને તમારા મેં૦ ઉપર લા વાલિયેરની બાબતમાં જૂઠા અને ગલીચ આક્ષેપ કરનારા કહ્યા છે; હવે તમારે તે વાતનો જવાબ આપવાનો છે? પણ હું ઘાયલ થયેલો છું; એ દશામાં તમારે તમારી બહાદુરી બતાવવી છે, એમ?” “આપણે પિસ્તોલથી લડીશું; તથા એક અઠવાડિયું વિશેષ આરામ તમે લઈ લો, ત્યાર પછી લડીશું.” તો તો ઠીક, એક અઠવાડિયા પછી.” “ના, ના, તમારા જેવો કાયર માણસ – જેને સ્ત્રીઓની ગલીચ નિંદા કરવાની હલકટતા વરેલી છે – તેવો માણસ એક અઠવાડિયામાં તો રફુચક્કર થઈ જાય; મારે અબઘડી તમારો ફેંસલો કરવો છે.” દીકરા, પાગલ થયો છે શું?” “તમે કાયર માણસ છો; અને સીધા જ મારી સાથે લડવા તૈયાર નહીં થાઓ, તો હું રાજાજી આગળ પહોંચીને તેમને જણાવીશ કે, તમે લા વાલિયેરનું અપમાન કર્યું છે અને છતાં મારી સાથે લડવા તૈયાર નથી.” પણ મારાથી પગ ઉપર સ્થિર ઊભા રહી શકાય તેટલી તાકાત તો મને મળવી જોઈએ ને?” “ઘોડા ઉપર બેસીને લડજો.” “એમ? મૂરખ, તું જાણે છે કે, હું દોડતે ઘોડે ઊડતી ચકલી તાકીને પાડી શકું છું? તું મારે હાથે નાહક માર્યો જઈશ.” “તો તો તમે દુશ્મન થઈને પણ ભારે મિત્રકૃત્ય કર્યું કહેવાશે; મારે મરી જવું જ છે.” તો પછી હું તેમ કરીને તને આભારી કરવા તૈયાર છું. પણ રાજાજીને કાને આ તકરારનો કશો ઉલ્લેખ થવો ન જોઈએ; એનું કારણ તો તું જાણે છે!” “સોગંદપૂર્વક કહું છું કે, રાજાજીને આપણી બે વચ્ચેની લડાઈની જરા પણ ખબર મારી મારફત નહિ પહોંચે.” Page #322 -------------------------------------------------------------------------- ________________ ૪૨ द्वंद्वयुद्ध ૧ ઘોડાઓ પસંદ કરી પોતાને હાથે જ જીન કસી, પિસ્તોલોની જોડી લઈ, ૬ વાર્દ અને દ ગીશ બંને જણ હવે નીકળી પડયા. રસ્તે જતાં તેઓએ કારણ કે દ યુદ્ધની વ્યૂહરચના વિચારી લીધી. ઘોડા ઉપર જ બેસી બંનેએ પિસ્તોલ ફોડવી એમ નક્કી કર્યું, વાર્દથી ચાલી શકાય તેમ ન હતું. ઉપરાંત અંધારું હોવાથી દરેકે કરવા એટલું પણ નક્કી થયું. ત્રણ બાર પાસેની ઝાડીમાં વચ્ચે એક જાણીતું મેદાન હતું; બંને જણ તે તરફ જ વળ્યા. ઘોડો પહેલો માર્યા જાય, તો તે સવાર જમીન ઉપર ઊતરીને લડે; પણ સામા હરીફને તેથી ઘોડા ઉપરથી ઊતરવાનું ફરજિયાત ન ગણાય, એવું દ વાર્દની મુશ્કેલીને કારણે કબૂલ રાખવામાં આવ્યું. મેદાનમાં આવી, તેઓએ ત્રણ ત્રણ ગોળીઓ ભરી લીધી, તથા બાકીનો દારૂ અને ગોળીઓ ફેંકી દીધાં. પછી કોઈએ છુપાવીને વધુ દારૂગોળો સાથે નથી રાખ્યો, તેના તેમણે સોગંદ ખાધા. દ વા છેવટના દગીશને સંભળાવી દીધું કે, “હું જાણું છું કે, તને મૅડમે પોતાના પ્રેમી તરીકે સ્વીકાર્યા છે; અને એ વાત હું બીજાઓને કહી ન દઉં, તે માટે તું મને મારી નાખવા માગે છે. તારી જગાએ હું હોઉં તો હું પણ એમ જ કરું. પણ તે વચ્ચે આ બ્રાજલૉનવાળી વાત નાહક મારા ખભા ઉપર શાથી પધરાવી છે, તે મને સમજાતું નથી. પરંતુ, ખેર, કંઈ નહીં! એક વાર મને તે છંછેડયો, એટલે હું હવે પાછી પાની નહિ કરું, એ જાણી રાખજે.” ૨૯૬ Page #323 -------------------------------------------------------------------------- ________________ કયુદ્ધ ૨૯૭ બરાબર છે; અને એમ કરશો તો તેમાં તમે કશું અજુગતું કરતા નહીં હો.’ << (6 “પણ, મૂરખ, સમજી રાખ કે, તારી ગુપ્ત વાત હું એકલો નથી જાણતો, પણ મારા જેવો જ મારો બીજો મિત્ર પણ જાણે છે. એટલે તું મને મારી નાખીશ તેથી કંઈ તારી ગુપ્ત વાત બહાર પડતી અટકવાની નથી; પરંતુ જો હું તને મારી નાખીશ,–અને યુદ્ધમાં તો બધું જ સંભવી શકે – તો પછી યાદ રાખજે કે તારી મૅડમને બે કટ્ટર દુશ્મનોના હાથમાં તું સોંપતો ગયો હોઈશ, જેઓ તેને બરબાદ કર્યા વિના નહીં જંપે!” “માઁશ્યોર, મારું મોત એમ રસ્તામાં નથી પડયું, અને બે દુશ્મનોની વાત તમે કરી, તેમાંના એકને અહીં ખતમ કરી, બીજાને ખતમ કરવામાં હું ઝાઝી વાર નહીં લગાડું, એની ખાતરી રાખજો,” જવાબમાં ૬ વાર્દ એક વિકરાળ હાસ્ય હસ્યો. પછી બંને જણ ઓ મેદાનને સામસામે છેડે ઘોડા દોડાવી ગયા. બંને વચ્ચે સોએક પગલાંનું અંતર અને કાળું ડિબાંગ અંધારું અડીખમ ઊભું હતું. એક મિનિટ છેક જ ચુપકીદીમાં પસાર થઈ; પછી બંનેએ પોતપોતાની પિસ્તોલના ઘોડા ચડાવ્યા. ત્યાર પછી બન્ને જણાએ એકબીજાની સામે ઘોડા દોડાવ્યા: દ ગીશે તો એમ જ માનીને ઘોડો મેદાનની વચ્ચે દોડાવ્યો કે, દ વાર્દ પણ કાયદેસર તેમ જ કરશે. પરંતુ દગીશ મેદાનની વચ્ચે આવ્યો, ત્યારે માત્ર એક ભડાકો અને સણસણતી ગોળી જ તેના ટોપાની કલગી ઉડાવી દઈને ચાલતી થઈ. દ ગીશ વિચાર કરે તેવામાં તો બીજી ગોળી આવી અને તેના ઘોડાના લમણામાંથી પસાર થઈ ગઈ. ઘોડો લથડયું ખાઈને જમીન ઉપર પડયો. દ ગીશે ધાર્યું હતું તે કરતાં ખુદ્દીન દિશાએથી આ ગોળીબાર થયા હતા. ૬ વાર્દ સામે આવવાને બદલે દગાબાજી રમ્યો હતો. Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ પ્રેમ-પંક દ ગીશ જમીન ઉપર તૂટી પડેલા ઘોડાનાં તરફડિયાંની મદદથી મહાપરાણે પોતાના પગ તેની નીચેથી ખેંચી લઈ શક્યો. દ ગીશ હવે ઝટપટ પોતાની પિસ્તોલ હાથમાં લઈ, ભડાકાના અજવાળાથી દ વાર્દ જ્યાં હશે એમ તેણે માન્યું હતું, તે તરફ દોડયો. તેણે પહેલી પિસ્તોલ ફોડી, તેનાથી દ વાર્દનો ટોપો તેના માથા ઉપરથી ઊડી ગયો. પણ દ ગીશ બીજો બાર કરે, તે પહેલાં દ વાર્દ ત્રીજો બાર કર્યો અને દ ગીશનો હાથ વચ્ચેથી જાણે લબડી પડ્યો. તેની પિસ્તોલ તેના હાથમાંથી છૂટી ગઈ. દ ગીશે તરત ડાબે હાથે પિસ્તોલ જમીન ઉપરથી ઉપાડી અને સીધું દ વાર્દ તરફ વધવા માંડ્યું. દ વાર્દ સમજી ગયો કે દ ગીશને કારમો ઘા થયો નથી; અને તેને પોતાનું મોત નજીક આવેલું લાગ્યું; કારણકે તેના ત્રણ બાર પૂરા થયા હતા. પરંતુ દ ગીશ પિસ્તોલ ઉગામે, તે પહેલાં તે દ વાર્દના ઘોડાના પગમાં જ બેભાન થઈને ફસડાઈ પડ્યો. દ વાર્દ તરત ઘોડાને એડી મારી, એટલે દ ગીશના શરીરને દૂર ઉછાળી નાખી, ઘોડો તરત ચાર પગે શહેર તરફ ઊપડ્યો. દ વાર્થે જઈ દ ગીશના મિત્ર માનિકોને જગાડયો અને તેને બધી વાત કહી સંભળાવી. માનિએ પૂછયું – “અને તમે માનો છો કે, તે મૃત્યુ પામ્યા છે?” હા, મને લાગે છે ખરું.” “અને તમે બંને કોઈ સાક્ષી રાખ્યા વિના આ તંદ્વયુદ્ધ લડ્યા, એમ?” “દ ગીશે જ એવો આગ્રહ રાખ્યો હતો.” “દ ગીશ એવું કરે નહિ.” “તો શું તમે મારા શબ્દોમાં અવિશ્વાસ મૂકો છો?” “જો તે બરાબર મરી ગયેલો જ હશે, તો હું પૂરેપૂરો અવિશ્વાસ જ મૂકીશ.” Page #325 -------------------------------------------------------------------------- ________________ દ વાદ અને ૬ ગીશનું હૂં યુદ્ધ – પૃ૦ ૨૯૮. Page #326 -------------------------------------------------------------------------- ________________ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ કં યુદ્ધ “મેંશ્યોર માનિક!” “મેંશ્યોર દ વાર્દ!” “તમે મારું અપમાન કરવા માગો છો?” તમને જે લાગે તે; પણ કોઈ સગૃહસ્થ આમ આવીને કહે નહિ કે, “મેં બીજા સદ્ગુહસ્થને એક ખૂણે લઈ જઈ મારી નાખ્યો છે!” દેખીતું જ એ કેવું વિચિત્ર છે?” માનિકૉએ રસ્તો બતાવવા દ વાર્દને સાથે લીધો. મેદાને આવ્યા ત્યારે વચ્ચે ઘોડો મરેલો પડ્યો હતો, અને ઘોડાની જમણી તરફ ઘાસ ઉપર ઊંધે માંએ કાઉંટ લોહીના ખાબોચિયામાં પડેલો હતો. જયારથી ત્યાં પડ્યો હશે ત્યારથી તે જરાય હાલ્ય ચાલ્યો નહીં હોય એમ લાગતું હતું.” માનિકોંએ ઘૂંટણિયે પડી કાઉંટને હાથમાં લીધો. તેનું શરીર ઠંડું પડી ગયેલું હતું. તેણે તેને જમીન ઉપર પાછો પડી જવા દીધો. આસપાસ ફંફોસતાં માનિકોના હાથમાં દ ગીશની ભરેલી પિસ્તોલ આવી. તે તરત જ મડદા જેવો ફીકો પડી જઈ ઊભો થયો અને બોલી ઊડ્યો, “વાહ તેમની પિસ્તોલ હજુ ભરેલી છે, અને તે મરણ પામ્યા છે.” “મરી ગયા છે ને?” “હાપણ હવે મેચ્યોર દ વાર્દ બોલી નાખો કે, તમે તેમની સાથે દ્વયુદ્ધ નથી ખેલ્યા પણ દગાબાજીથી તમે તેમનું ખૂન કર્યું છે. મહેરબાની કરી નાહક જીભાજોડી ન કરશો. તમે ત્રણ ગોળીબાર કરી નાખ્યા, પણ તેમની પિસ્તોલ હજુ ભરેલી છે. તમે તેમના ઘોડાને પણ મારી નાખ્યો છે. પણ દ ગીશ જેવો કાબેલ નિશાનબાજ તમને કે તમારા ઘોડાને કશું ન કરી શકે, એમ માનવા હું તૈયાર નથી. તમે મને જ અહીં બોલાવી લાવવામાં ભૂલ કરી છે, અને મોંશ્યોર દ વાઈ, તમે હવે પરમાત્માને યાદ કરી લો.” Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ પ્રેમ-પંક “શું, મશોર માનિકો, તમે મને મારી નાખવા માગો છો?” “તદ્દન એમ જ કરવા ઇચ્છું છું, મશ્યોર.” “મારું ખૂન કરશો?” જરા પણ ખચકાયા વિના.” “તમે સદગૃહસ્થ છો કે નહિ?” “તેની સાબિતીઓ મેં મારા જીવનકાળમાં પૂરતી આપી છે.” “તો મને મારો બચાવ તો કરવા દેશો ને?” “જરા પણ નહિ; તો તો તમે બિચારા દ ગીશને જે કર્યું તે જ મને પણ કરી, એ હું બરાબર જાણું છું.” માનિકોએ તરત પોતાની પિસ્તોલ ઉપાડીને દ વાર્દની છાતી ઉપર તાકી. દગાબાજ, કાયર દ વાર્દના પગ એકદમ ભાગી પડ્યા. એક ક્ષણની જ વાર હતી, પણ તેવામાં દ ગીશનો નિસાસો એ કારમી ચુપકીદીમાં સંભળાયો. અરે, દ ગીશ હજુ જીવે છે! દ ગીશ, મને બચાવો; આ તમારો મિત્ર મારી કતલ કરે છે.” તે જ ઘડીએ દ ગીશ એક કોણી ઉપર થોડો ઊંચો થયો. માનિકોએ તરત પોતાની પિસ્તોલ દૂર ફેંકી દીધી, અને દ વાર્દને કહ્યું, હવે આમને પહેલાં સારવાર માટે લઈ જવામાં મદદ કરી; ત્યાર બાદ યોગ્ય સમયે હું તમારી સાથેનો હિસાબ કાયદેસર ચૂકતે કરીશ.” Page #329 -------------------------------------------------------------------------- ________________ ૪૩ દર્તિનેની કામગીરી રાજાજીએ પૉસને પોતાના ટેબલ ઉપર સાથે વાળુ કરવા માટે નિમંત્રણ આપ્યું હતું. તે વખતે પૉસે ખાવાની બાબતમાં જે વિક્રમ સ્થાપી આપ્યો, તે જોઈ રાજાજી ખુશખુશાલ થઈ ગયા, અને સૌ કોઈને વારંવાર સંભળાવવા લાગ્યા, ‘ખાય તે જ ધાય!' ઊઠીને બહાર નીકળ્યા કે તરત રાજાજીને સંતોએ ખબર આપ્યા કે, “દ ગીશને અકસ્માત નડ્યો છે, તેમનો એક હાથ છેક જ ટી ગયો છે અને છાતીમાં મોટું કાણું પડ્યું છે – અને તે લગભગ મરવાની તૈયારીમાં છે.” પણ એ બધું બન્યું શી રીતે? પૂરી વિગતો જણાવીને વાત કરવી જોઈએને!” “સરકાર, એમ કહેવાય છે કે, તે જંગલી સુવરનો શિકાર કરવા એકલા ગયા હતા.” “સાંજે?” “હા, સરકાર.” અને સુવરનો શિકાર કરવા જતાં છાતીમાં કાણું પડે અને હાથ તૂટી જાય?” “સરકાર, તેમનો મિત્ર માનિકો એમ કહે છે.” “પણ છાતીમાં કાણું તો પિસ્તોલ ફૂટી ગઈ હોય તો પડે; અને સુવરનો શિકાર કરવા કોઈ પિસ્તોલ લઈને આજ સુધી તો ગયો નથી.” ૩૦૧ Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ પ્રેમ-પંક “સરકાર, દ ગીશનો ઘોડો પણ માર્યો ગયો છે, અને હજુ જંગલ વચ્ચેના મેદાનમાં જ પડેલી છે, એમ કહેવાય છે.” રાજાએ તરત જ દાનને બોલાવ્યો. “તમે તરત જ રૅપ દુવ્વા રૉશિ તરફ જાઓ; એક માણસ ત્યાં ઘાયલ થયો છે, અને એક ઘોડો મરેલો પડ્યો છે. આખી ઘટના કેવી રીતે બની તેનો સાચો અહેવાલ તમે જાતે જઈને જાણી લાવો – આ સેંતેગ્નો જેવાને પૂછીને નહિ; કારણ કે, તે લોકો કશું સમજ પડે તેવું ન કહેવાના સોગંદ ખાઈને બેઠા છે.” દરમ્યાન રાજાજીએ પોતાના ખાસ દાક્તરને બોલાવી મેં તેગ્નો સાથે દ ગીશને જોવા માટે મોકલી દીધો. દાનાં થોડી વારમાં જ તબેલામાંથી એક ફાનસ ઉતારી, ઘોડા ઉપર બેસી, રાજાજીએ કહેલી જગાએ ગયો. અર્ધા કલાક પછી, પોતાનું નિરીક્ષણ પૂરું કરીને તે રાજાજી પાસે પાછો આવ્યો, ત્યારે રાજાજીએ પૂછ્યું, “બોલો શા નતીજા ઉપર પહોંચ્યા છો?” સરકાર, બે ઘોડેસવારી અહીંથી સાથે જ નીકળ્યા હતા, તેમનાં પગલાં રસ્તા ઉપર સાથે જ જતાં હતાં. પછી મેદાને પહોંચી, બંને ઘોડેસવારો, એકાદ મિનિટ કંઈક શરતો નક્કી કરવા થોભ્યા હોવા જોઈએ; કારણકે, ઘોડાઓએ અધીરા થઈ પગ પછાડવાની નિશાનીઓ ત્યાં છે.” એનો અર્થ કે દ્વયુદ્ધ ખેલાયું છે, એમ ને?” “હા જી; પછી એક જણ ત્યાં ઊભો રહ્યો, અને બીજો સામે ચાલ્યો ગયો. પછી સ્થિર ઊભેલો બે-તૃતીયાંશ જગા જેટલો સામે ધસી ગયો; પણ પેલો સામો હરીફ કિનારે કિનારે ગોળાકારે ખસી ગયો હતો!” “તેમનાં નામ નો તમે નહીં જાણી શકયા હો?” સરકાર, કિનારે ગોળાકાર ફરી જનાર કાળા ઘોડા ઉપર બેઠેલો હતો; ઘોડાની પૂંછડીના વાળ આસપાસની ઝાડીમાં ભરાઈ રહેલા છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ દાતેની કામગીરી બીજો ઘોડો તો વચ્ચે મરેલો જ પડ્યો છે, એટલે તેને વિષે કલ્પના કરવાની જરૂર નથી.” “તે ઘોડો શાથી મરી ગયો છે?” તેના લમણામાં થઈને પિસ્તોલની ગોળી પસાર થઈ ગઈ છે. કિનારે ગોળાકાર ખસનારાઓ એ ઘોડાને અને ઘોડેસવારને બાજુથી સારી રીતે તકાય તે માટે જ પોતાની હિલચાલ કરી હોવી જોઈએ. અને મરેલા ઘોડાવાળો ઘોડેસવાર અધવચ આવ્યો કે તરત જ પેલાએ ગોળી છોડી છે : અર્થાત દગાબાજી થઈ છે!” આગળ ચાલો.” “પેલો ઘોડેસવાર, ઘોડા નીચેથી થોડા પ્રયત્ન નીકળી જઈ, સીધો પગપાળો, પેલા કાળા ઘોડાવાળા તરફ દોડયો, અને પછી તેણે ગોળી છોડી. તેનાથી કાળા ઘોડાવાળાનો ટોપો ઊડી ગયેલો ત્યાં જ દેખાય છે. પણ તે જ ઘડીએ પેલા કાળા ઘોડાવાળાએ ત્રીજી ગોળી છોડી હોવી જોઈએ (કારણ ત્યાં ત્રણ ડૂચા પડેલા છે.), તે ગોળી આ પગપાળાને વાગી. તેમ છતાં તે પેલા કાળા ઘોડાવાળા તરફ ધસી તો ગયો જ, પણ પોતાની પિસ્તોલ ફોડી શકે તે પહેલાં તે જમીન ઉપર નીચે ફસડાઈ પડ્યો લાગે છે.” “તે ક્યાં ક્યાં ઘાયલ થયેલો છે?” તેની નાની આંગળી પરની વટીનો થોડો ભાગ ત્યાં પડેલો છે; એટલે તેને જમણે હાથે તે ઘાયલ થયેલો છે, એ નક્કી; પણ ત્યાંથી બે ફૂટને અંતરે લોહીનું ખાબોચિયું છે, તે ઉપરથી એમ લાગે છે કે, તેની છાતીમાં પણ ઘા થયો હોવો જોઈએ.” “બિચારો દ ગીશ!” રાજા નિસાસો નાખીને બોલ્યો. હાં સરકાર, તો એ દ ગીશ હતા કેમ? મેં પેલા મરેલા ઘોડાના જીન ઉપર તેમની મુદ્રા જોઈ હતી.” તો તમને એમ લાગે છે કે, તે બહુ ગંભીરપણે ઘાયલ થયેલો છે?” Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ પ્રેમ-પંક “હા સરકાર; કારણ કે લોહીના વિસ્તાર ઉપરથી લાગે છે કે, ત્યાં તે લાંબો વખત પડી રહ્યા હોવા જોઈએ. પરંતુ પછીથી ત્રણ જણનાં પગલાં શહેર તરફ આવતાં જોઈ મને ખાતરી થઈ છે કે, આજુબાજુ ટેકો આપનારા બેના ટેકાથી તે થોડું થોડું ચાલી શકે તેવી સ્થિતિમાં તો હશે જ.” “મેંશ્યોર, તમે જાણે નજરે એ આખી લડાઈ જોઈ હોય એમ બધું વર્ણન કરી બતાવ્યું, તો દ ગીશને મારનાર કોણ હશે તેની કલ્પના કરીને મને કહો જોઉં.” સરકાર, તે જ્યારે નાસી જ છૂટયો છે, ત્યારે પછી મારે તેનું નામ દેવું નથી.” પણ એ તંદ્વયુદ્ધ લડ્યો હોવાથી ગુનેગાર બન્યો છે, અને તમારે તેને પકડવામાં મને મદદ કરવી જોઈએ.” “સરકાર, કંકયુદ્ધને હું પોતે ગુનો માનતો નથી; તથા બહાદુર પુરુષોને જીવનમાં પોતાની ઇજજત-આબરૂના સવાલ વખતે એ રસ્તો અપનાવવો જ પડે છે; અલબત્ત, આપ નામદારનો અભિપ્રાય એ બાબતમાં જુદો છે, તે હું જાણું છું.” “પણ મેંશ્યોર દાર્તાનાં મેં તમને હુકમ કર્યો હતો—” “સરકાર, આપે મને શું બન્યું છે તે જોવા મોકલ્યો હતો; તે હું જોઈ લાવ્યો. હવે આ૫ દ ગીશના પ્રતિસ્પર્ધાનું નામ દઈ તેને પકડી લાવવાનો હુકમ કરશો, તો હું તેને દુનિયાને છેડેથી પકડી લાવીશ.” “તો, તેને પકડી લાવો.” “સરકાર, તેનું નામ મને કહો.” રાજાએ જોરથી પગ પછાડ્યો. પણ પછી વિચાર કરીને કહ્યું, “ઠીક ઠીક, તમે એક વાર નહીં, દશ વાર નહીં, સો વાર નહીં, પણ હજાર વાર સાચા છો.” Page #333 -------------------------------------------------------------------------- ________________ દાર્ડેનોની કામગીરી ૩૦૫ “એ બંને પ્રતિસ્પર્ધીઓ સાથે એક એક સાક્ષી પણ હતો ખરું? તમે બે માણસો તેને પાછો ચલાવી લાવ્યા એમ કહ્યું ને?” રાજાએ થોડો વિચાર કરીને પૂછ્યું. “એ માણસ સાક્ષી નહોતા, સરકાર; દગીશ ગબડી પડયા એટલે તેમનો પ્રતિસ્પર્ધી તેમને મરેલા માની કે મરવા માટે પાછળ મૂકી શહેર તરફ દોડી આવ્યાનાં ચિહ્નો છે.” 66 નાપાક, કાયર !” “પછી બે માણસો પગપાળા ત્યાં પાછા ગયા છે, અને દ ગીશને જીવતા જોઈ, સાથે ચલાવી લાવ્યા છે. ,, “પણ એ બે જણ લડાઈ પતી ગયા પછી આવ્યા હતા એ વાતની સાબિતી શી છે?' ‘સરકાર, જ્યારે લડાઈ થઈ ત્યારે વરસાદ તરતનો જ થંભ્યો હતો, તેથી જમીનને ભેજ ચૂસવાનો વખત મળ્યો નહોતો, એટલે ત્યાં પડેલાં પગલાં ઊંડાં ઊતરેલાં છે. પણ જ્યારે માં ૬ ગીશ ત્યાં બેભાન હાલતમાં પડયા હતા, ત્યારે જમીન ભેજથી જામી ગઈ હતી, તેથી પછી આવેલા માણસોનાં પગલાં બહુ ઊંડાં ઊતર્યાં નથી.” “શાબાશ, શાબાશ ! ” 64 તે જ ઘડીએ રાજાજીના હુકમથી માનિકોને લઈને સેતેગ્નો અંદર દાખલ થયો. Page #334 -------------------------------------------------------------------------- ________________ ૪૪ મુકાબલા માનિક અંદર દાખલ થયો એટલે રાજાએ દાતને અને સેતેગ્નાને બિલકુલ ચૂપ રહેવા નિશાની કરી. પછી માનિકોંએ આવીને સલામ ભરી એટલે રાજાએ તરત તેને પૂછયું, “કાઉંટ દ ગીશને જે કમનસીબ અકસ્માત નડયો તેની હકીકત કહો જોઉં.' "" માનિકાએ આસપાસ સૌ સામે નજર કરી લઈ બેધડક જવાબ આપ્યો કે, “જંગલી સુવ્વરનો શિકાર કરવા જતાં એ કરુણ અકસ્માત થયો છે, નામદાર. ,, 66 પણ જંગલી સુવ્વરનો શિકાર કરવા માટે સાથે કૂતરાઓ વિના કે શિકારીઓ વિના, ૬ ગીશ એકલા દોડી ગયા, એ તો કોઈ સદ્ગૃહસ્થની શિકારની રીત ન કહેવાય !” 6c ‘સરકાર, જુવાની દીવાની છે! વિશેષ શું કહી શકાય ?” ‘પણ જંગલી સુવ્વર સામેય પિસ્તોલથી લડવા જવાનું ઇચ્છનારો મે હજુ કોઈ જાણ્યો નથી; પિસ્તોલથી તો દૃયુદ્ધ લડાય !' રાજાએ કટાક્ષમાં કહ્યું. “સરકાર, અમુક કામ કર્યા પછી, તે શા માટે એમ જ કર્યું એનો ખુલાસો આપવો હંમેશ મુશ્કેલ હોય છે. ” “પણ ઘોડા ઉપર બેસીને સુવ્વરનો શિકાર કરવા જતાં ઘોડાના લમણામાં પિસ્તોલની ગોળી શી રીતે વાગી, એનું કારણ આપવું કદાચ મુશ્કેલ નહિ હોય, મોંશ્યોર! એ ઘોડો ત્યાં મરેલો પડેલો છે!” “બધું દીવાનાપણા જેવું તો લાગે જ છે, સરકાર.” ૩૦૬ Page #335 -------------------------------------------------------------------------- ________________ મુકાબલો ૩૦૭ “પણ તો તો મારે તમારા ઉપર ગુસ્સે થવું જોઈએ; તમે કાઉંટના મિત્ર ગણાઓ છો, છતાં, તમે તેમને એ દીવાનાપણામાંથી રોક્યા કેમ નહિ?” તે જ ઘડીએ રાજાજીનો દાક્તર અંદર દાખલ થયો. રાજાજીએ પૂછયું, “શું દાક્તર, તમે ૦ દ ગીશને જોઈ આવ્યા? જંગલી સુવર તેમના શરીરનો કેટલો ભાગ ખાઈ ગયું છે?” શાની વાત પૂછો છો, સરકાર? મ0 દ ગીશને ને જંગલી સુવરને શી લેવા દેવા? તેમને તો પિસ્તોલની ગોળી વાગી છે એ ગોળી તેમના જમણા હાથની વીંટીની આંગળી અને નાની આંગળીને તોડી, છાતીના સ્નાયુમાં ઘૂસી ગઈ છે.” “હું? શું મેં૦ દ ગીશ ગોળીથી ઘાયલ થયા છે?” જુઓને સરકાર, એ ચપટી થયેલી ગોળી આ હું કાઢી લાવ્યો.” એમ કહી દાક્તરે ખીસામાંથી એક ગોળી કાઢીને બતાવી. “એ ગોળી તેમની પિસ્તોલના ઘોડા ઉપર કે છાતીના હાડકાની જમણી બાજ ઉપર પછડાઈ ચપટી થઈ ગઈ, એટલે ઊંડી ઊતરી નહિ, નહિ તો તેમનું કામ કયારનું તમામ થઈ જાત.” શું માનિક? તમે તો જંગલી સુવ્વરની, દીવાનાપણાની કે એવી કંઈ વાત કરતા હતા, અને આ તો સીધો પિસ્તોલની ગોળીનો મામલો છે; બોલો, આ બધું શું છે? તમે મને જૂઠી ઉપજાવી કાઢેલી વાત કરવાની હિંમત કરી, એ શું?” “સરકાર, મારી વાતને જૂઠી અને ઉપજાવી કાઢેલી આપ ફરમાવો છો, એ બહુ આકરા શબ્દો છે.” તો તમે તે માટે બીજા શબ્દો શોધી આપો.” ના સરકાર, મારે એવો પ્રયત્ન નથી કરવી; આપ જે ઠપકો આપવો ઉચિત માનો, તે નમ્રપણે સ્વીકારવા હું તૈયાર છું.” Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ પ્રેમ-પંક “સાચી વાત છે; જે માણસ મારાથી સાચી વાત છુપાવે છે, તે મારી નાખુશીને પાત્ર થાય છે; બોલો, કબૂલ કરી દો કે મ0 દ ગીશ દ્વયુદ્ધ લડ્યા છે.” સરકાર, હું એ વાતની ના પાડતો નથી; અને આપ નામદારે મને પહેલેથી જૂઠું બોલવાની ફરજ ના પાડી હોત, તો આપનો મારા ઉપર મોટો ઉપકાર થાત.” “ફરજ પાડી? કોણે ફરજ પાડી?” “સરકાર ઍ૦ દ ગીશ મારા મિત્ર છે; અને આપ નામદારે મૃત્યુદંડ જાહેર કરીને તંદ્વયુદ્ધની મનાઈ ફરમાવી છે. જૂઠું બોલવાથી મારા મિત્રની જિંદગી બચી શકશે, એ લોભમાં હું જઠું બોલ્યો છે, સરકાર.” “પણ પછીથી આમ જૂઠું બોલવા કરતાં, તમે તેમને દ્રઢયુદ્ધ ખેલવાનો ગુનો કરતાં જ પહેલેથી કેમ ન અટકાવ્યા?” સરકાર, આપ નામદાર પોતે ફ્રાંસ દેશના સર્વોત્તમ સગૃહસ્થ છો; આપ તો સમજી જ શકશો કે એક સગૃહસ્થને માટે દુશ્મનનો પડકાર ઝીલવાની ના પાડવી, એ કેટલું અશક્ય – હીણપતભર્યું કહેવાય. તેની સરખામણીમાં પછી રાજાજીની સજા તરીકે જલ્લાદનો કુહાડો સ્વીકારી લેવો, એ વધુ ઈજજતભર્યું લાગે!” ઠીક, ઠીક; એ વાત પછી; પણ દ ગીશનો પ્રતિસ્પર્ધી કોણ હતો?” “હું તેનું નામ નથી જાણતો, સરકાર.” “ઐશ્યોર માનિકો, તમારી તરવાર એકદમ કૅપ્ટન દાનને સોંપી દો; તમે હજુ મારી સાથે સાચી વાત કરવા માગતા નથી.” માનિએ અદાથી નીચા નમી, પોતાની તરવાર દાનને ધરી. પણ તે જ વખતે સેંતેનો આગળ આવી બોલી ઊઠ્યો, “સરકાર, મને એક શબ્દ બોલવાની પરવાનગી ફરમાવશો?” બોલી નાખો,”રાજાએ વચ્ચે કોઈ આવીને આ પ્રકરણ બહુ આગળ વધતું અટકાવે, એમ અંતરથી ઇચ્છતાં જણાવ્યું. Page #337 -------------------------------------------------------------------------- ________________ મુકાબલો ૩૦૯ “માનિકો, તમે બહાદુર માણસ છો; અને રાજાજી પણ તમારા વર્તનની કદર જરૂર કરે છે, પરંતુ તમારા મિત્રોને વધારે પડતા બચાવવા જતાં તમે ઊલટા પાયમાલ કરી મૂકશો. બોલો, રાજાજી જે નામ પૂછે છે, તે તમે જાણો છો કે નહિ?” “હું જાણું છું.” તો તમે તે કહી દો !” “જો કહી દેવું જોઈએ એમ મને લાગ્યું હોત, તો મેં ક્યારનું કહી દીધું હોત.” “તો હું કહી દઉં છું.” “તમારે કહેવું હોય તો જરૂર કહી શકો છો; અને નામદાર સરકાર, હું પણ આપના હુકમને સર્વથા અવગણવા જેવો મહાપરાધ ન કરત, પરંતુ તેમાં એક બાજુની ઇજજતનો સવાલ સંડોવાયેલો હોઈ, મારે તેમ કરવું પડયું છે, એટલો ખુલાસો કરતા જવાની પરવાનગી મને અવશ્ય બક્ષશો.” બાનુની ઈજજત?” રાજા કંઈક મૂંઝાઈને બોલ્યો. “હા, સરકાર.” “તો આ દ્વયુદ્ધ કોઈ બાનુની ઇજજતના સવાલ ઉપર લડાયું હતું?” માનિકૉએ માત્ર વંદન કરી, એ વાતનો સ્વીકાર કર્યો. “પરંતુ એ બાનુનો હોદ્દો જો ખરેખર જ એવો મોટો હોય, તો હું તમને જરૂર માફ કરીશ.” સરકાર, આપ નામદારના કે આપ નામદારના ભાઈજીના ઘરની બાનુઓ સરખી જ પ્રતિષ્ઠિત ગણાય.” એટલે કે, એ બાનુ મારા ભાઈના ઘરમાં કંઈક હોદ્દો ધરાવે છે?” “અથવા મેડમની તહેનાતમાં સરકાર.” Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ પ્રેમ-પંક એટલે —” “એટલે કે, સરકાર, એ બાનુ નામદાર મૅડમની એક તહેનાતબાનુ છે.” “તેની ઈજજતના સંરક્ષણ અર્થે મૈ૦ દ ગીશ લડ્યા, એમ તમારું કહેવું છે?” “હા, સરકાર; અને તે હું સાચું કહું છું.” લૂઈએ તરત બીજાઓને બહાર જવા હુકમ કર્યો, અને માનિકોને પોતાની તરવાર પાછી લઈ, મ્યાન કરવા જણાવ્યું. રાજાએ, બીજું કોઈ સાંભળે તેમ નથી એની ખાતરી કરીને, માનિકોને પૂછયું, “એ બાનુનું નામ?” “કુમારી દ લા વાલિયેર.” “હે? કુમારી દ લા વાલિયેરનું અપમાન કરવાની હિંમત કરનારનું નામ તમે મને નથી કહેવા માગતા, એમ?” “સરકાર, આપે તે નામ મેં દ સેતેશ્નો પાસેથી જાણવાનું મંજૂર રાખ્યું છે, એમ હું માનતો હતો.” ઠીક, હું એ માણસને જરૂર શિક્ષા કરીશ; કુમારી દ લા વાલિયેરનું અપમાન થયું છે તેટલા માટે નહિ, પરંતુ મારા દરબારની બાનુઓનું યથોચિત સંમાન સૌ કોઈએ જાળવવું જ જોઈશે; અને તે સંમાન જાળવવામાં આવે તે અર્થે બીજા કોઈએ ઢંદ્વયુદ્ધ લડવાની મનાઈનો ભંગ કરવાપણું જ નહિ રહેવું જોઈએ.” માનિકોએ નીચા નમી વંદન કર્યા. “અને કુમારી દ લા વાલિયર વિષે શી અપમાનજનક વાત કહેવામાં આવી હતી?” “સરકાર, આપ એ કલ્પી શકતા નથી, એમ મારે માનવું?” “હું કલ્પી શકું?” “હા, સરકાર; કોઈ બાનુ વિષે મશ્કરી કરાય, તો તે કોઈના પ્રેમમાં છે એમ કહીને જ કરાય ને?” Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ મુકાબલો “તો કુમારી દ લા વાલિયર કોના પ્રેમમાં છે, એવી મશ્કરી કરવામાં આવી હતી?” “સરકાર, મેં એ કશું સાંભળ્યું નથી કે જાણ્યું નથી, પરંતુ આપ નામદાર એટલું સમજી શકશો કે, દ ગીશ જેવા ઊંચા ખાનદાનનો માણસ જાતે ધસી ગયો હશે, તો તે એટલા માટે જ કે, લા વાલિયેરની ઇજજતના સંરક્ષણના સાચા અધિકારી એટલા બધા મોટા માણસ હશે કે જે જાતે મેદાનમાં ઊતરી શકે તેમ નહિ હોય.” રાજા શરમથી એકદમ લાલચોળ થઈ ગયો. તરત જ તેણે માનિકોના ખભા ઉપર હાથ થાબડીને કહ્યું, “મેંશ્યોર દ માનિકો, તમે ખરેખર સાચા ખાનદાન હૃદયના માણસ છો; અને તમારા મિત્ર દ ગીશનું વર્તન પણ મને અતિ પસંદ આવ્યું છે; મારા વતી તમે એ વાત તેમને જણાવજો.” “તો આપ સરકાર મને ક્ષમા આપો છો?” “પૂરેપૂરી; પરંતુ તમે વાતો સારી રીતે ઉપજાવી શકો છો, તેની હું વધુ કદર કરું છું, એ યાદ રાખજો. મૅ૦ દ ગીશ ઉપર પેલું જંગલી સુવર શી રીતે કૂદું, શી રીતે ઘોડાને ઘા થયો, શી રીતે દ ગીશ ભદાઈ ગયા, વગેરે બધું વર્ણન તમે પ્રત્યક્ષ બન્યું હોય એમ જ મને કરી બતાવ્યું હતું.” “સરકાર, આપ મારી ગમે તેવી મજાક કરવાના માલિક છો; પરંતુ મારા ઉપર દયા ફરમાવો.” “ઊલટું, મેશ્યોર દ માનિકૉ તમે એ વાત દરેક જણને કહી સંભળાવો, તેવી મારી ઇચ્છા છે.” “જંગલી સુવરની વાત, સરકાર?” “બરાબર; એક પણ શબ્દ બદલ્યા વિના!” “જરૂર સરકાર; હું સમજ્યો .” તો તમે હવે જઈ શકો છો; પણ મેં૦ દાન વગેરેને અંદર મોકલજો.” Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ પ્રેમ-પંક દાન, મેં તેગ્નો, અને દાક્તર અંદર દાખલ થયા. તે બધાને સંબોધીને રાજાએ ફરમાવ્યું, “જુઓ સગૃહસ્થો. મેંશ્યોર દ માનિકોનો ખુલાસો મને એટલો બધો ગળે ઊતરી ગયો છે, કે મને પૂરો સંતોષ થયો છે. પણ મેંશ્યોર દાન, તમારી આંખો આવી કાચી કેમ પડી, એ વાતની મને નવાઈ થાય છે.” “મારી આંખો, સરકાર?” “હા, હા, તમે મેદાન ઉપર જઈને જોઈ આવ્યા, તો તમને બે ઘોડાઓ, બે ઘોડેસ્વારો, બે માણસોનાં પગલાં એમ બધું દેખાયું; ખરી રીતે એક જ માણસ હતો અને તે દ ગીશ; બીજું તો જંગલી સુવર હતું. છતાં તમે વર્ણન તો એવું કર્યું કે, ઘડીભર તો હું તમારી વાત જ માની બેઠો. પણ તેવું કશું જ બન્યું નહોતું. બે માણસ વચ્ચે તંદ્વયુદ્ધ થયું જ નહોતું; જંગલી સુવર સાથે અકસ્માત થયો હતો, સમજ્યા?” દાન્તનાં રાજાજીની મરજી બરાબર સમજી ગયો અને તેણે તરત નીચા નમીને કહ્યું, “ખરી વાત છે સરકાર; તબેલાના મૂરખ ફાનસના અજવાળામાં બધું એવું ગોટાળિયું જ દેખાય; પરંતુ આપ નામદારના આવા ઝળાંઝળાં થતા કમરામાં જે દેખાય, તે જ ખરું હોવું જોઈએ.” રાજા હસી પડ્યો; સેંતેશ્નો તો બધી મજાક પામી જઈ, વધુ જોરથી ખડખડાટ હસી પડ્યો. દાનોએ તરત જ પેલા દાકતરના ગળામાં પણ રાજાજીની મરજી ઊતરી જાય તે માટે તેને કહ્યું, “માંશ્યોર વાઢ-કાપજી! તમને પણ ગોળીચપટી થયેલી ખોતરી કાઢયાનું કેવુંક વિચિત્ર સ્વપ્ન આવ્યું હતું?” “સ્વપ્ન આવ્યું હતું?” “હા, હા, દાક્તર, તમને સ્વપ્ન જ આવ્યું હતું અને એ સ્વપ્નની વિગતો કોઈની આગળ બોલી બતાવવાની જરૂર નથી, એવી મ૦ દાતેની સલાહ તમારે સ્વીકારવા જેવી છે.” રાજાજીએ પૂરું કરી આપ્યું. દાને હવે દાક્તરને લઈને બહાર ચાલતો થયો. Page #341 -------------------------------------------------------------------------- ________________ ધનુષ્યને બે પણછ રાખવાના ફાયદા ૩૧૩ એકલા પડતાં જ રાજાએ તરત સેતેગ્નોને પૂછયું, “હવે દ ગીશને કોની સાથે લડાઈ થઈ હતી, તે કહી દે જોઉં,' ,, સેતેગ્નો રાજા સામું જોઈ રહ્યો. ‘સંકોચ કરવાની જરૂર નથી; તું જુએ છે કે, મારે માફી આપવી પડે તેવું જ બધું એ કિસ્સામાં નીકળતું જાય છે!” “દવાર્દ સાથે.'' 44 “ઠીક, ઠીક; માફી આપવી એટલે ભૂલી જવું, એવો અર્થ તો નથી જ થતો!” રાજાએ પોતાના કમરામાં જતાં જતાં કહ્યું. ૪૫ ધનુષ્યને બે પણછ રાખવાના ફાયદા માનિકોં રાજાજી પાસેથી બહાર નીકળી દાદર ઊતરી રહ્યો કે તરત તેને પાછળથી કોઈએ ખેંચ્યો. માનિકોંએ પાછળ વળીને જોયું તો મેાંતાલે. " “માંશ્યોર જરા જલદી મારી પાછળ પાછળ આવો જોઉં. ' ‘કયાં, કુમારીજી?” “ધ, સાચો બહાદુર આવો પ્રશ્ન તે પૂછતો હશે? પણ ઠીક; મૅડમના કમરા તરફ ચાલો જોઉં, જલદી.” માનિકોં સમજી ગયો કે, જંગલી સુવ્વરની વાત ત્યાં ચલાવ્યે રાખવાથી બચી શકાવાનું નથી; કંઈક બીજો તુક્કો અજમાવવો જોઈશે. માનિક અંદર દાખલ થતાં જ, મૅડમે માંતાલેને બહાર જવા નિશાની કરી. પછી મૅડમે તરત માનિકોં તરફ ફરીને પૂછ્યું, "( દરબાર ગઢમાં કોઈ ઘાયલ થઈને સૂતું છે, એ વાત ખરી છે?” "" ‘હા, મૅડમ; મૅશ્યોર દ ગીશ જ પડેલા છે.” “મે ઊડતી વાત સાંભળી હતી; પણ હવે ખાતરી થઈ. પરંતુ મૅ૦૬ માનિકોં, રાજાજીએ યુદ્ધની કડક મનાઈ કરેલી છે ને?” Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ પ્રેમ-પંક જંગલી સુવ્વર સાથેના દ્વંદ્વયુદ્ધને એ મનાઈ શી રીતે “ પણ લાગુ પડે, મૅડમ ? ” .. “જુઓ મૅશ્યોર દ માનિકોં, બધા જ એ ગપ મારી રહ્યા છેકોને છેતરવા માટે એ તો તે જાણે – પણ એ ગપથી મને છેતરી શકાશે એવી દુરાશા રાખશો નહિ. રાજાજીએ જ તમારી એ ગપને જરાય સાચી માની, વારુ?” 66 તદ્દન સાચી માની છે, મૅડમ.' “ઠીક, તેમણે શાથી સાચી માની તે વાત પછી; પણ અહીં તો સૌ કોઈ કહે છે કે, મોં૦ દ ગીશે પોતાના મિત્ર મ દ બ્રાજલૉન વતીની તકાર માથે વહોરી લીધી હતી.” “માં ૬ બ્રાજૉન વતીની તકરાર? આપની વાત સાંભળીને મને નવાઈ થાય છે.” “અને કોઈ બાનુની ઇજજત-આબરૂ અંગે એ તકરાર થઈ હતી, તે વાત હું કહીશ તો તે વાતની પણ તમને વિશેષ નવાઈ થશે, નહિ વારુ? " “મૅડમ, મૅડમ! આ બધું આપ શું બોલી રહ્યાં છો, તે બાબત જરા વિચાર કરો !” “વાડુ, વાહ, હું જો પુરુષ હોત, તો તો તમે મારી વાત ઉપર તરવાર ખેંચી લડવા જ તૈયાર થાત, ખરું? રાજાજીનો મનાઈહુકમ હોય છતાં, હેં? જેમ દ ગીશ, કુમારી દ લા વાલિયેરની વાત ઉપર મરવા તૈયાર થયા તેમ!' “હું હવે કશું કહેવા નથી માગતો, મૅડમ; કારણકે, આપ જ બધું કહેવા માગો છો.' “હા, હા; પણ તમારા મિત્રની તમારે દયા ખાવી જોઈએ; રાજાજીનો મિજાજ ખરાબ છે; જે કુમારીની ઇજ્જત-આબરૂ બચાવવા તમારા મિત્ર કૂદી પડયા, તે કુમારી રાજાજીની નજરમાં વસેલાં છે, અને તે કુમારીની ઇજજત-આબરૂ ઉપર હાથ નાખનારની ખબર લઈ નાખવા Page #343 -------------------------------------------------------------------------- ________________ ધનુષ્યને બે પણછ રાખવાના ફાયદા ૩૧૫ રાજાજી પોતે સમર્થ છે; એટલે દ ગીશને પોતાની બાબતમાં હસ્તક્ષેપ કરવા ગયેલા જાણી તે લાંબે ગાળે તેમને સજા કર્યા વિના નહીં રહે.” “પણ આપ મૅડમ, રાજાજીના એ ગુસ્સાને મારા મિત્ર તરફ વળતો બુઝાવી આપશો, એની મને ખાતરી છે.” “હું બુઝાવી આપીશ, એની તમને ખાતરી છે? એટલે તમે શું કહેવા માગો છો?” “એટલું જ કે, કોઈને અન્યાય થાય તે સામે આપ નામદારને ભારે ચીડ છે; અને મારા મિત્ર ભલે આપની નજરમાં ગમે તેવા તુચ્છ હોય, પણ તેમની સામેના અન્યાયને તો આપ નહીં જ સાંખી લો.” “તમે ગાંડા થયા છો શું, મોં માનિકોં? મારે એ વાતમાં શી લેવાદેવા છે?” “બાપને ઘણી લેવાદેવા છે; મૅડમ લા વાલિયેરનું નામ કેવળ બહાના તરીકે જ વાપરવામાં આવ્યું છે, તે આપ નામદાર નથી સમજી શકયાં, એની જ મને નવાઈ લાગે છે.” “એટલે ?” “તો એ તકરારનું કારણ કોણ હતું, એ મારે માંએ જ આપને સાંભળવું છે?” “કોણ કારણ હતું?” મૅડમ હવે કંઈક ગૂંચવાઈને બોલી. “નેને માટે મારો મિત્ર આટલો ગુસ્સે થઈ ગયો, તે કોણ હતું? હું તો એ વ્યક્તિના નામ પ્રત્યે મારા મિત્ર દ ગીશ જે ભક્તિભાવ દર્શાવે છે, તે જ ધરાવતો હોવાથી મારે માંએ એમનું નામ નહીં દઉં; પરંતુ દ વાદેં જ્યારે એ વ્યક્તિનું નામ દઈ દઈને અપમાનજનક ઉલ્લેખ કરીને મારા મિત્રને મરણિયો બનાવી મૂકર્યા, ત્યારે જ તેણે પોતાની તરવાર ખેંચી હતી.” મૅડમ પોતાનું માં બંને હાથમાં છુપાવી દઈ, ગળચકાં ખાતી ખાતી બોલી, “તમે આ બધું શું બોલો છો, માંશ્યોર?” Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ પ્રેમ-પંક હવે આપ નામદાર સમજી શકશો કે, મારો મિત્ર કોઈ પણ સંજોગોમાં શાથી આ તકરાર માથે વહોર્યા વિના રહી ન શક્યો. તેણે પોતાનું લોહી રેડ્યું છે, પરંતુ પોતાના જીવનથી જેને વધુ કીમતી ગણે છે તેનું માન-ધન તેણે સુરક્ષિત રાખ્યું છે – ભલે પછી તે પોતે હવે મૃત્યુના પંજામાં – ” “અરે, અરે, તો એ યુદ્ધ માટે કારણે કાઉંટે વહોર્યું હતું શું? અને તે મૃત્યુના પંજામાં એટલે?” મેડમ હવે રઘવાઈ જઈને ભાન ભૂલીને બોલી ઊઠી. હા, હા; તેમનો એક હાથ તૂટી ગયો છે અને તેમની છાતીમાં ગોળી પેસી ગઈ છે.” અને આટલું બોલતાંમાં માનિક પોતે જ હવે અત્યાર સુધી ધારણ કરી રાખેલા દેખાવને પડતો મૂકી ડૂસકે ચડ્યો અને શિષ્ટાચારનો વિચાર છોડી મેડમ સામે જ ખુરશી ઉપર ઊંધું મોં રાખી બેસી પડયો. મેડમે તરત માનિકનો હાથ પકડી લીધો અને કહ્યું, “મને ચોખ્ખી વાત કરો; શું મૉ૦ દ ગીશના જાન ઉપર જોખમ છે?” બેવડું જોખમ છે, મેડમ, હાથની ધોરી નસ કપાઈ જવાનું અને છાતીમાં કોઈ મર્મસ્થાનને નુકસાન થયાનું.” તો શું તે મરણ જ પામશે, એમ?” “હા જી; અને જેને માટે તે મરણ પામે છે, તેને એ વાતની કશી ખબર પડી છે, એવા આશ્વાસન વિના!” તમે કહી દેજો કે, ખબર પડી છે.” હું?” કેમ, તમે તેમના મિત્ર નથી? પણ ઠીક; તે કયાં છે, અને તેમની સારવાર કોણ કરે છે?” “રાજાજીના દાક્તર તેમની સારવાર કરે છે, અને તે દાક્તરના ધંધાદારી મિત્રને ત્યાં જ તેમને રાખવામાં આવ્યા છે.” “તો શું અહીં દરબાર-ગઢમાં તે નથી?” Page #345 -------------------------------------------------------------------------- ________________ ધનુષ્યને બે પણછ રાખવાના ફાયદા ૩૧૭ “મેડમ, તે એટલા બધા ગંભીરપણે ઘવાયા હતા કે, તેમને દરબારગઢ સુધી લાવવા અશકય હતું.” તમે તમારા ઘાયલ મિત્ર પાસે જ જાઓ છોને?” “હા જી; કદાચ વધારે પડતો મોડો ન પડયો હોઉં તો!” “તો મારી એક સેવા બજાવો –” “હું આપનો સેવક છું.” મેં૦ દ ગીશ પાસે જઈ, ત્યાં કમરામાં બીજું જે કોઈ હોય તેને બહાર કાઢોઅને પછી તમે પોતે પણ નીકળી જજો.” “મેડમ --” “કશું વધુ ન પૂછશો; હું કદાચ મારી એક કે બે તહેનાતબાનુઓને તમારી સાથે મોકલું છું- પણ તમારે તેમને જોવાની નથી, અને તેઓ તમને જુએ એમ પણ થવા દેવાનું નથી. તમે બધું સમજી જાઓ એટલા ચાલાક છો જ, મેં૦ માનિક.” “હા મેડમ; હું તે બે બાનુઓની થોડે આગળ આગળ જ ચાલીશ, જેથી તેમને રસ્તો શોધવો ન પડે; તેમ જ રસ્તામાં તેઓ છેક જ અરક્ષિત ન રહે.” “અને તેઓ કાઉંટ સુધી નિવિદને જઈ શકશે, એની તમને ખાતરી છે?” “હા નામદાર, મારા પ્રાણ હોડમાં રહેશે.” તો દાદર નીચે ઊભા રહો; બે બાનુઓ આવશે, તમને દેખી તેઓમાંની એક ધીમેથી એક તાળી વગાડે, એટલે તમારે નિશાની સમજી લઈ, પાછળ જોયા વિના તરત આગળ ચાલવા માંડવાનું અને તેમને છેક કાઉંટ સૂતા છે તે ઓરડી સુધી પહોંચાડી દેવાની.” Page #346 -------------------------------------------------------------------------- ________________ ૪૬ બે મુલાકાતી બાનુઓ માનિકોએ મકાનમાં જઈ, ઊંધેલી નર્સને ઉઠાડીને બીજા ઓરડામાં કાઢી; અને પછી દ ગીશને જગાડીને ખબર કહેવા કે નહિ તે વિચારતો જ હતો તેવામાં તો રેશમી વસ્ત્રોનો સળવળાટ નજીકમાં જ સાંભળતાં, તે એકદમ ઓરડાની બહાર નીકળી ગયો. બે બાનુઓ અંદર પેઠી; પણ એકે બીજીને બારણા આગળ જ આડું જોઈને ઊભા રહેવા નિશાની કરી. અને પછી પોતે પથારીની આસપાસના પડદા ઊંચા કરી, અંદર નજર કરી, તો ફીકા ચહેરાવાળો કાઉંટ દ ગીશ મડદાની પેઠે સૂતેલો હતો. મેડમને દ ગીશની હાલત જોઈ કમકમાં આવ્યાં, અને તે મહાપરાણે કંઠમાં આવેલી ચીસ અને ડૂસકું બંનેને દબાવી રહી. તેણે તરત તેનો હાથ હાથમાં લીધો, તો તે અગ્નિની જેમ તાવથી ધીકતો હતો. મેડમનો ઠંડો હાથ અડવાથી, કાઉંટે, બેહોશીમાંથી જાગ્યો હોય તેમ, આંખો ઉઘાડી. પણ તે આંખોમાં કોઈને ઓળખવાની કે ધારીને જોવાની કશી શક્તિ ન હતી, તે મેડમ તરત સમજી ગઈ. મેડમે હવે પોતાની જોડીદારને નિશાની કરીને પાસે બોલાવી, એટલે તેણે આવીને કાઉંટને સંબોધીને કહ્યું, “મેંશ્યોર લ કાઉંટ, નામદાર મૅડમ એમ જાણવા ઇચ્છે છે કે, તમારા ઘાનું દુ:ખ કેમ છે, તથા તે આપને પીડાતા જોઈ, મારી મારફતે પોતાની હાર્દિક સહાનુભૂતિ વ્યક્ત કરવા ઈચ્છે છે.” ૩૧૮ Page #347 -------------------------------------------------------------------------- ________________ બે મુલાકાતી બાનુઓ ૩૧૯ મેડમ” શબ્દ સાંભળતાં જ દ ગીશ ચક્યો. તેણે એ શબ્દ કઈ દિશામાંથી આવ્યો તે તરફ નજર સ્થિર કરવા પ્રયત્ન કર્યો, પણ પછી પોતાના હાથ ઉપરના બીજા ઠંડા હાથને સંબોધીને જાણે કહ્યું, “કોણ મૅડમ પધાર્યા છે? હવે મને મરવાનું દુ:ખ નહિ લાગે. કારણ કે મને તેમણે યાદ કર્યો છે.” ‘મરવાનું' શબ્દ ઉચ્ચારતાં જ મૅડમની આંખોમાંથી મોટાં મોટાં અશ્રુબિંદુ ટપકવા લાગ્યાં. દ ગીશનો હાથ મૅડમના હાથમાં જાણે આંચકા લેવા લાગ્યો; જાણે મૃત્યુ સાથે છેવટની ખેંચાખેંચ ચાલતી હોય. મેડમે પોતાનાં આંસુ લૂછવા હાથ ઊંચો કર્યો, પણ મોં ઉપર બુરખાની પટ્ટી હતી, તે તેને યાદ ન રહ્યું. તરત જ તેણે એ પટ્ટી માં ઉપરથી ખેંચી કાઢીને નીચે ફરસ ઉપર નાખી દીધી અને આંસુ સમેત પોતાનું મ દ ગીશના હાથ ઉપર મૂકી દીધું. દ ગીશ એકદમ ચીસ પાડી ઊઠયો; કારણકે ભૂલથી તે પોતાનો તૂટી ગયેલો બીજો હાથ ઊંચકવા ગયો હતો. તે હાથના પાટા ઉપરનું લોહીનું ધાબું ખાસું વધી ગયું. દ ગીશે વેદનાની કરુણ ચીસ નાખીને માથું ઓશિકા ઉપર ઢાળી દીધું. મૅડમ વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ આખે શરીરે કંપી ઊઠી. તેણે પોતાની જોડીદારને કહ્યું, “બહેન ચાલ, ચાલ, અહીં હું વધુ ઊભી રહીશ તો કંઈક ને કંઈક વધુ મૂરખામી કરી બેસીશ.” આમ કહીને તે તરત દાદર તરફ દોડી. પેલી જોડીદારે મૅડમની બુરખા-પટ્ટી જતાં જતાં ઉઠાવી લીધી અને પોતાનાં કપડાંમાં છપાવી દીધી. મૅડમ પોતાના કમરામાં પાછી પેસી ગઈ ત્યાર બાદ મોંતાલેએ તહેનાતી બાનુઓવાળા પોતાના કમરામાં જઈ તરત ટેબલ પાસે બેસી નીચેની ચિઠ્ઠી લખી નાખી– Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ પ્રેમ-પંક “આજ સાંજના મૅડમ મૌ૦ દ ગીશને જોવા ગયાં હતાં. આ બાજુએ બધું બરાબર ચાલે છે, તમારી બાજુએ બધું ચાલે તે જોતા રહેજો. આ ચિઠ્ઠી બાળી નાખજો.” ચિઠ્ઠીની પાતળી ગડી કરીને, તે બનતી સાવચેતીથી એક ઓસરી વટાવી, મેંશ્યોરના કર્મચારીઓના કમરાઓ તરફ વળી. એક બારણા પાસે ઊભી રહી તેણે બે ટકોરા અમુક રીતે મારીને, તે ચિઠ્ઠી બારણા નીચેથી અંદર સરકાવી દીધી. પોતાના કમરામાં પાછી આવ્યા બાદ તેણે મૅડમની ઉપાડી લીધેલી બુરખા-પટ્ટી હાથમાં લીધી. તેણે જોયું કે ગાલ આગળનો તે પટ્ટીનો ભાગ ભીનો થઈ ગયો હતો – અર્થાત્ મૅડમનાં આંસુથી! પણ પછી બીજી જગાએ તે પટ્ટી ભીની જ નહિ પણ લાલ થઈ ગયેલી હતી – અર્થાત્ દ ગીશના લોહીથી ! તરત તે બોલી ઊઠી –“આ બુરખાપટ્ટી હવે હું કદી મૅડમને પાછી ન આપું – આ તો હવે બહુ કીમતી બની ગઈ છે!” ४७ કોલ અને કરાર બીજે દિવસે રાજદરબાર ઉત્સવ-સમારંભો પરવારીને ફોતેબ્લોથી પાછો પૅરીસ ફરવા લાગ્યો. રાજા પોતાની રાણી તથા રાણી માતા સાથે એક ઘોડાગાડીમાં હતો; મેડમ સાથે મેંગ્લોર બીજી ગાડીમાં હતા અને પછી એક એક ગાડીમાં બબ્બે તહેનાતી બાનુઓનો રસાલો ગડગડાટ કરતો પાછળ આવતો હતો. ગરમી લાગતાં મૅડમ સૌથી પહેલાં પોકાર કરી બેઠી. જવાબમાં મેંશ્યોર જાણે પોતે ગરમીથી બેભાન બનવા માંડયા હોય તેમ ગાડીમાં વધુ લાંબા થયા. મૅડમ પોતાની મીઠાશભરી રીત મુજબ જરા હસીને Page #349 -------------------------------------------------------------------------- ________________ કોલ અને કરાર ૩૨૧ બોલી, “વાહ, મેંઠ્યર, મેં તો માન્યું હતું કે, આટલી બધી ગરમીની મેં ફરિયાદ કરી એટલે તમે બહાર ઘોડેસવાર થઈ, ગાડીમાં મને વધુ મોકળાશ કરી આપશો!” હું આ તાપમાં ખુલ્લે ચહેરે ઘોડેસવારી કરું? હે! આવી ધીકતી હવામાં મારી તો મોઢાની ચામડી જ છાલની પેઠે ઊતરી જાય!” “મારું “ઍરેસૉલ* હું તમને આપીશ!” “પણ એ હાથમાં પકડી રાખવું પડે ને? ઉપરાંત, મારી પાસે ઘોડો જ નથી.” અરે, તમારો કથ્થઈ ઘોડો પેલો રહ્યો!” “મારો કથ્થઈ ઘોડો? ક્યાં છે?” એમ કહી તે જરા ઊંચા થઈ બારીએ જોવા લાગ્યા; પણ તકલીફ વધુ લાગવાથી પાછા જડપણે પોતાની બેઠકમાં પડ્યા. “હા, હા, તમારો જ ઘોડો, મેં૦ દ માલિકૉર્ન દોરીને લાવતા જણાય છે.” અરેરે, બિચારા એ ઘોડાને કેટલી ગરમી લાગતી હશે!” કહી મેંગ્લોરે મોતનો ઝોબો આવી ગયેલા માણસની જેમ આંખો મીંચી દીધી. આણી બાજ રાણીઓ સાથે બેઠેલો જવાન રાજા ગાડીના ડબ્બામાંથી બહાર નીકળવા જાન ઉપર આવી ગયો હતો- જેથી લા વાલિયેરનું વહાલનું મુખ જોવા મળે. રાણી તો પોતાનો પતિ આટલી મુસાફરી દરમ્યાન પણ પોતાના કબજામાં આવેલો જોઈ રાજી રાજી થઈ ગઈ હતી; પણ તેના મોં ઉપર જેટલું હાસ્ય અને આનંદ પથરાયાં હતાં, તેથી વધુ પ્રમાણમાં રાજાના મોં ઉપર કંટાળાનાં અને નાખુશીનાં ચિહ્નો જણાવા માંડ્યાં. બફારો – પગનું અકડાવું – હાથનું જકડાવું–કેડનું મરડાવું વગેરે કેટલીય ફરિયાદો રાજાએ મોટેથી શરૂ કરી દીધી. ઘોડા બદલવા ગાડી એક જગાએ થોભી, તે વખતનો લાભ લઈ રાજા રાજી થતો થતો “પગ છૂટા કરવા’ નીચે ઊતર્યો; પણ તે જ ઘડીએ * નાની નાજુક છત્રી જેવું સાધન. છે.—૨૧ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ પ્રેમ-પંક રાણીએ પણ પગ છૂટા કરવા સાથે જ ઊતરવાની મરજી બતાવી, એટલે રાજાનું મોં ફરી જોવા જેવું થઈ ગયું. પછી જ્યારે ઘોડા બદલાઈ ગયા અને રાજા-રાણી અંદર બેસવા ગયાં, ત્યારે રાણીને અંદર ચડાવ્યા બાદ, રાજા પણ ઉપર ચડવાને બદલે બહાર જ રહ્યો. પછી તે પગે ટહેલતો ટહેલતો પાછળની ગાડીઓમાં લા વાલિયર મેં જે ગાડીની બારીમાંથી દેખાતું હતું તે તરફ વળ્યો. બધી કાફલો રાજાજી ગાડીમાં બેસે તેની રાહ જોઈને થોભી રહ્યો હતો, અને સૌની આંખો તેની હિલચાલ ઉપર હતી, એ વસ્તુ જ રાજાના લક્ષમાં ન આવી. તરત જ રાજાના કાને પાસે અવાજ આવ્યો, “આપ સરકારે ઘોડો મંગાવ્યો હતો ખરું?” “ઘોડો? હા, હા, મારો કોઈ ઘોડો અહીં ફાજલ છે?” “સરકાર, મારી પાસે જે ઘોડો છે, તે આપ નામદારની સેવામાં હાજર છે.” એમ કહી માલિકૉને તરત મેંશ્યોરનો સુસજજ કથ્થઈ ઘોડો તેની આગળ રજૂ કરી દીધો. “આ કંઈ મારો ઘોડો નથી!” રાજાએ કહ્યું. “સરકાર, એ નામદાર શ્યોરનો ઘોડો કે છે; પરંતુ તેઓશ્રી ગરમીમાં ઘોડેસવારી કરતા નથી.” રાજાએ વધુ કંઈ બોલવાની રાહ જોયા વિના તરત એ ઘોડા ઉપર ફલંગ મારી. માલિકૉર્ન જલદી જલદી સામું પેંગડું પકડવા ગયો, પણ રાજા તો કયારનો બેસી ચૂક્યો હતો. હવે રાજા ઘોડો પોતાની ગાડી તરફ દોડાવી ગયો અને રાણીઓને ખબર આપી આવ્યો કે, “મને ઘોડો મળી ગયો છે, અંદર મારા પગ અકડાઈ ગયા હતા, એટલે હવે હું ઘોડા ઉપર જ આવું છું.” રાજા હવે સૌને ઊપડવાનો ઑર્ડર આપી, ઘોડો પાછો દોડાવી લા વાલિયર અને મોંતાલની ગાડી આગળ લાવ્યો. લા વાલિયેર શરમથી લાલચોળ થઈ ગઈ; સમજણી મતાલે રાજાજીને એક વાર નમસ્કાર કરી Page #351 -------------------------------------------------------------------------- ________________ કોલ અને કરાર ૩૨૩ લઈ, પછી આજુબાજુનું પ્રકૃતિ-સૌંદર્ય જોવા સામેની બારીએ મેાં કાઢીને બેસી ગઈ. રાજાએ ગાડીમાં બેઠા બેઠા પોતાના પગ કેવા અકડાઈ ગયા હતા, અને અંદર પોતાને ગરમીથી કેવો મૂંઝારો થવા લાગ્યો હતો, તેની વાત કાઢી; અને પછી સદ્ભાગ્યે એક સમજણા માણસે સમજી જઈ પોતાને આ ઘોડો આપ્યો, ત્યારે જરા મોકળા થવાયું– એ વાત કરી. તથા તે ભલો માણસ કોણ હતો, તેનું નામ પણ પોતે નથી જાણતો એ વાત કરી. માંતાલેએ તે ઘડીએ તરત પાછી વળી જવાબ આપ્યો, “સરકાર, આ ઘોડો આપના ભાઈસાહેબ નામદાર મોંશ્યોરનો છે; અને તેમના જ રસાલાના એક સગૃહસ્થના કબજામાં તે ઘોડો હતો.’ .. “ પણ તે સદ્ગૃહસ્થનું નામ શું, તે મને કહેશો, માદમુઆઝોલ ?’' “મા૦૬ માલિકૉર્ન, સરકાર. ' "" “ઠીક ઠીક, તે સદ્ગૃહસ્થનું માં તો ભુલાય તેવું નથી, અને હવે તેમનું નામ પણ હું યાદ રાખીશ.” આટલું કહી રાજાજીએ બહુ ભાવભરી આંખોએ લા વાલિયેર તરફ નજર નાખી. તે જ ઘડીએ મેાંતાલે સમજી જઈને બારી તરફ પાછી વળી ગઈ. રાજાએ હવે લા વાલિયેરને પ્રેમના વિસ્તંભાલાપની રીતે કહેવા માંડયું, આ ગ્રામવિસ્તારમાં છૂટથી મળાતું હળાતું હતું તે હવે તો બંધ થવાનું; પેરીસમાં તો મૅડમની તહેનાત પણ તમારે કડકપણે ભરવાની થશે, એટલે આપણે તો મળી જ શકવાનાં નહિ!” ‘સરકાર, આપને તો મૅડમ સાથે ઘણો નિકટનો સંબંધ છે, એટલે તેમને મળવા આપ અવારનવાર આવ્યા જ કરશો; જ્યારે આપ ત્યાં આવશો ત્યારે રસ્તામાં ~ "" 66 .. “વાહ, માત્ર નજર પડે એટલાથી મળ્યા ન કહેવાય; જોકે, તમને તો એટલાથી જ સંતોષ થઈ જાય એમ મને લાગે છે!” Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ પ્રેમ-પંક લુઇઝાએ માત્ર હૃદયફાટ નિસાસો અંદર જ દબાવી દીધો. રાજાએ આગળ ચલાવ્યું, “તમને તમારી જાત ઉપર ભારે કાબૂ હોય એમ લાગે છે; પરંતુ તમારું જોર તમે ગાઢ પ્રેમ દાખવવામાં વાપરજો, જેથી મારો પ્રેમ તમારા ઉપર ઢોળવા બદલ હું હંમેશ પરમાત્માનો આભાર માન્યા કરું.” જવાબમાં લા વાલિયરે પોતાની ઉત્કટ પ્રેમભરી અને લગભગ આંસુભરી આંખો રાજાજીની આંખોમાં પરોવી દીધી. રાજાને આખે શરીરે થઈને એક ચમક પસાર થઈ ગઈ. આ મુગ્ધાની એવી ભાવભરી નજર મેળવવી એ જ કેટલી કૃતાર્થતા છે, એ તેને સમજાયા વિના ન રહ્યું. થોડી વાર ચૂપ ચાલ્યા પછી રાજા ફરી બારીની નજીક આવીને બોલ્યો, “તમારી ચુપકીદી કેવી કઠોર છે, પ્રિય? અને તમે એક વખત તમારો પ્રેમભાવ પાછો સમેટી લો, તો કેવાં શિલા જેવાં નઠોર થઈ શકો, તેની કલ્પના મને આવે છે! અને તેથી મેં મારો હદયભરેલો પ્રેમ તમને અર્પણ કરવામાં કેવું મોટું જોખમ ખેડયું છે, એ વિચાર આવતાં મારાથી ધ્રુજી ઉઠાય છે.” સરકાર, હું આપને વિશેષ કંઈ કહેતી નથી; માત્ર એટલું જાણી રાખજો કે, હું પ્રેમ કરું તો તેમાં પણ શિલા જેવી જ અડગ રહું છું.” પ્રેમ કરું તો” એમ તમે બોલ્યાં, ખરું? તો હજુ તમે પ્રેમ નથી કર્યો, એટલે મારા પ્રત્યે અડગ રહેવાનું તમારે માટે ઊભું નથી થતું, એમ જ ને?” “સરકાર, સરકાર, મારા જેવી અબુધના શબ્દોના અર્થ આવી રીતે કરવાના ન હોય. મને બોલતાં નથી આવડતું; હું શી રીતે આપને ખાતરી આપું કે હું આપને —” “મને સોગંદ લેવાનું બહુ ગમે છે; તો અત્યારે ખુલ્લા આકાશમાં પરમાત્માની છાયા હેઠળ સોગંદ ખાઓ કે, મેં મારા અંતરનો જે સાચો પ્રેમ તમને આપ્યું છે, તે તમે એટલી જ વફાદારીથી જતન કરશો; કારણકે, એટલું યાદ રાખજો કે, હું ગમે તેવો મનાતો હોઈશ કે દેખાતો હોઈશ, પરંતુ માત્ર તમારા પ્રત્યેના પ્રેમની ધારા જ્યારે મને મળતી Page #353 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીઓની દાઝ ૩૨૫ બંધ થશે, ત્યારે મારું હૃદય ભાગી પડશે.” આટલું કહી રાજાએ પોતાના હાથ ઉપરથી મોજું ઉતારી નાખી એ હાથ બારી ઉપર મૂકી દીધો. લા વાલિયરે પણ પોતાના હાથ ઉપરનું મોજું ખેંચી કાઢી તે હાથ, રાજાના હાથમાં મૂકી દીધો. રાજાએ કહ્યું, “સાવધાન; હવે રાજદરબારની ખરી કાવાદાવાની તથા દાવપેચની જિંદગી શરૂ થવાની છે. તેની આંટીઘૂંટીઓનો પાર નહિ રહે; આપણે બંનેએ એટલું યાદ રાખવાનું કે, દિવસ દરમ્યાન કોઈ પણ કારણે આપણને સાચી ખોટી ગમે તેટલી ચિતા, હતાશા, કે ગેરસમજ થયાં હોય, તો પણ આપણે ફરી મળ્યા વિના, ખુલાસો કર્યા વિના, કે છેવટે આશ્વાસનનો સંદેશ મોકલ્યા વિના તે પછીની રાત પસાર નહિ થવા દેવી. અને એ મુલાકાત -ખુલાસો - કે – સંદેશ મળે એટલે પછી મનની ગમે તેવી ગેરસમજ કે ચિંતા કે ગુસ્સો એકદમ ફગાવી દેવાં.” ४८ સ્ત્રીઓની દાઝ પૅરીસ પહોંચ્યા બાદ રાજાજીને તો તરત કાઉંસિલમાં હાજરી આપવાની થઈ. રાણી મારિયા થેરેસા રાણી-માતા ઍન સાથે દિવસનો મોટો ભાગ બેસી રહી. અચાનક આંસુથી આંખો છલકાવતી તે બોલી ઊઠી – “રાજાજી મને હવે ચાહતા નથી; મારું શું થશે?” જાઓ, જાઓ, તમારા જેવી પત્ની જેને હોય તે પતિ હંમેશ પોતાની પત્નીને ચાહે જ.” “માતાજી, પણ રાજાજી એટલા બધા સુંદર છે કે, તેમના ઉપર સૌ કોઈ હાર્દિક પ્રેમ કરે, અને રાજાજી ઉપર કોઈના તેવા ગાઢ પ્રેમની અસર ન જ થાય તેવું ન બની શકે.” Page #354 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પાંક “જો ગાઢ પ્રેમની જ અસર થતી હોય, તો પછી તમારે શી ફિકર છે? તમારો તો રાજાજી ઉપર ગાઢ પ્રેમ છે જ ને!” “પણ ઘણાના ગાઢ પ્રેમો હોય, તો રાજાજીને પસંદગી કરવાપણુ થાય જ ને? અને રાજાજીને એ બીજા પ્રેમથી જ ઘર, કુટુંબ, સંતાન બધું જ મળે તો? – અરેરે, માતાજી, હું રાજાજીનાં બીજીથી થયેલાં બાળકો જોઈશ તેની સાથે જ મરી જઈશ – ' ,, ૩૨૬ “મારિયા, મારિયા, શું બોલો છો? રાજાજીને રાજગાદીનો વારસ તો તમારાથી જ થઈ શકે, એ ન ભૂલશો. તે જ વખતે મૅડમ મુસાફરીનાં કપડાં પણ બદલ્યા વિના જ, કંઈક ક્ષુબ્ધ અવસ્થામાં ત્યાં આવી પહોંચી. 66 આપ બંનેને મુસાફરીનો થાક તો નથી લાગ્યો ને, એટલું પૂછવા હું આવી છું,” મૅડમે જણાવ્યું. (( જરા પણ નથી લાગ્યો,” રાણી-માતાએ કહ્યું. નામનો જ, મારિયા થેરેસાએ કહ્યું. "" "" "" “મને થાક તો નથી લાગ્યો, પણ ત્રાસ ભા૨ે થયો છે,” મૅડમે ધીમેથી ઉમેર્યું. ત્રાસ? શાનો?” રાણી-માતાએ પૂછયું. ‘રાજાજી ઘોડેસવારી કરીને આખે રસ્તે શા માટે આવ્યા?” મેડમે 64 પૂછ્યું. >> “એ તો મેં જ તેમને ગાડીમાં ગોઠવું ન હોવાથી ઘોડા ઉપર બેસવા સલાહ આપી હતી, મારિયા થેરેસાએ ફીકી પડી જઈને કહ્યું. “ઠીક, ઠીક, ” મૅડમે જરા હસીને કહ્યું; “પરંતુ આપ બંનેને પેલા ભયંકર સમાચાર મળ્યા કે નહિ?'' ,, “હા, હા, મ૦ ૬ ગીશના ઘાયલ થવા બાબતના ને?” “અને સૌની પેઠે આપ લોકો પણ એ બધું જંગલી સુવરના શિકારમાંથી થયેલું જ માનતાં હશો, ખરાં? ” “નહીં તો?” Page #355 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીઓની દાઝ ૩૨૭ “અરે એ તો ટૂંકયુદ્ધનું પરિણામ હતું, અને તે દ્વંદ્વયુદ્ધ પણ એવું કે મેંશ્યોરને બે સારા મિત્રો ગુમાવવા પડત, અને રાજાજીને પોતાના બે વીરો.” પણ તો પછી એ યુદ્ધનું કારણ શું? અને તંદ્વયુદ્ધની મનાઈ છે તેનું શું?” અરે તે બંને જણા રાજદરબારની એક બાજુના ચારિત્ર્ય વિષે વાત કરતા હશે. એક જણે એમ કહ્યું કે, એ તો ડાહીડમરી શાણી બાઈ છે, ત્યારે બીજાએ કહ્યું કે, એ તો ભલભલા દેવાધિદેવને લોભાવનારી – ફસાવનારી અપ્સરા છે.” “દેવાધિદેવને? અને તેય રાજદરબારની બાજુ?” મારિયા થેરેસા રાજા પ્રત્યેનો ઉલ્લેખ સમજી જઈને ગભરાઈને બોલી ઊઠી. “એ બાજુનું નામ શું?” રાણી માતાએ કડક થઈને પૂછયું; તમારી તહેનાત-બા કુમારી દ લા વાલિયેર જ ને?” “હા, હા, એ જ ભલી ભોળી લાગતી દુત્તી!” મેડમે દાંત કચકચાવી જવાબ આપ્યો. “અને દ ગીશે એને નિર્દોષ કહી, પણ દ વાર્દ એ વાતનો વિરોધ કર્યો, એમ જ ને?” રાણી માતાએ પૂછ્યું. હા, હા, એમ જ, અને તેમાંથી બંને જણ લડી પડ્યા.” “ઠીક, ઠીક, પણ એ છોકરીને ઝટપટ રાજદરબારમાંથી દૂર કરવી જોઈએ, એ નક્કી; નહિ તો આવી તો ઘણીય લડાઈઓ મંડાશે અને–” “હા, હા, અને બીજી બાજુ પણ શું થઈને રહે, તે શું કહી શકાય?” મેડમે રાણી-માતાનો ભાવ સમજી લઈને કહ્યું. ઠીક, ઠીક, પણ એ વાત હવે મને સેંપી દો; દરબારની કોઈ બા વિશે કંઈ ચર્ચા થાય કે પગલાં લેવાય એ રાજાજી પસંદ કરતા નથી. એટલે હું જ એ બાબતમાં ઘટતું પતવી લઈશ. તમે જઈને લા વાલિયરને મારી પાસે મોકલી આપો જોઉં.” રાણી-માતાએ ગંભીર વિચારમાં પડી Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ પ્રેમ-પંક જઈને કહ્યું. મારિયા ઘેરેસાએ પણ રાજાજી બાબત હમણાં જ ચિતા વ્યક્ત કરી હતી. લા વાલિયેર આવતાં જ રાણી માતાએ તેને પોતાની નજીક આવીને બેસવા જણાવ્યું તથા કહ્યું, “અમે હમણાં તારી જ વાત કરતાં હતાં.” “મારી?” લા વાલિયરે ફીકી પડી જઈને કહ્યું. “હા, મૅ૦ દ ગીશ અને મ0 દ વાર્દ વચ્ચે ઠંયુદ્ધ ખેલાયું તેની ખબર તો તને પડી જ હશે.” “હા, મૅડમ, ગઈ કાલે જ મને એ વાતની ખબર પડી.” લા વાલિયેર પોતાના બે હાથ ભેગા મળતી બોલી. “અને આ કેંદ્વયુદ્ધ થવાનું છે એની તને ખબર નહોતી?” “મને શી રીતે ખબર હોય, મેડમ?” બે મરદો લડી પડે તો તેની પાછળ કાંઈ કારણ હોય જ; અને એ બે વચ્ચેની લડાઈનું કારણ તું જાણે છે જ.” “મને જરા પણ ખબર નથી, તથા કલ્પના પણ નથી મૅડમ.” લા વાલિયેર મૂંઝાઈ જઈને બોલી ઊઠી. એક જ વાતનો સતત નન્નો ભણ્યા કરવો, એ ગુનેગારોની ચાલ રીત જ હોય છે; પણ મારી આગળ એ બધી ઠાવકાઈ નહીં ચાલે, સમજી?” ગુનેગાર? ઠાવકાઈ? માતાજી, આપ શું કહો છો?” લા વાલિયેર હવે તો છળી જ ઊઠી. તો મારે મોઢે જ તારે કહેવરાવવું છે કેમ? મને કંઈ બીક નથી લાગતી. તો સાંભળ, મૅ૦ દ ગીશને તારા બચાવ ખાતર એ તંદ્રયુદ્ધમાં કૂદી પડવું પડયું.” મારા બચાવમાં?” “હા, હા; નમણી સાપણ જેવી સુંદર સ્ત્રીઓને પોતાના બચાવમાં બહાદુર વીરો તરવારો ખખડાવે એ ગમતું હોય છે; પણ હું તને મોંએ Page #357 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીઓની દાઝ ૩૨૯ કહી દઉં છું કે, મને એવી બધી લડાઈઓ ગમતી નથી. કારણ કે, મને પેલી સાપણો પ્રત્યે જ સખત નફરત છે – મારા કહેવાનો જે અર્થ તારે સમજવો હોય તે સમજી લે.” લા વાલિયેર તરત જ રાણી-માતાના પગ આગળ ફસડાઈ પડી. તે ડૂસકાં ખાતી ખાતી બોલી, “મને આપ નામદાર મારો જે કાંઈ અપરાધ હોય તે સ્પષ્ટ કહી સંભળાવો – મને કશો ખુલાસો કરવાની પણ તક આપ્યા વિના આમ સજા ફરમાવો નહિ. આપ અમારા જેવી સૌનાં આધાર-સ્થાન છો; અમે આપની પાસે જ અમારા દુ:ખનો ઇલાજ શોધવાની આશા રાખીએ.” મૅડમ આ બધું સાંભળી તરત તુચ્છકારભરી રીતે માં મચકોડી ગઈ. રાણી-માતાએ મેડમ સામે જોઈને કહ્યું, “લો, આ ભલી બાપડીના ઠાવકા બોલ તો સાંભળો! અરે, તું અમને સૌને શું સમજી બેઠી છે, હૈ? અમે લોકો તો તાજ પહેરેલાં માથાંની સોબત સેવેલી છે, એ નથી જાગતી? અમે બધાં તારી આવી વાતોથી છેતરાઈ જઈએ તેવાં ગમાર નથી!” લા વાલિયર બિચારી કપાઈ ગયેલી કમલિનીની પેઠે વિલાઈ ગઈ. “ખબરદાર, યાદ રાખજે કે, તું તારા મનમાં જે વિચારી બેઠી છે, એ સાંભળીને પણ સ્ત્રીઓ તરીકે શરમથી અમારું માં નીચે નમી જાય છે. અને તારા તો વિવાહ પણ થઈ ચૂકેલા છે, નહીં?” લા વાલિયેરે છાતી ઉપર પોતાના બંને હાથ જોરથી ભીડી દીધા. “ચાલ, પૂછવું તેનો જવાબ આપ.” “હા, મેડમ.” “કોની સાથે?” “વાઇકાઉંટ દ બ્રાજલોન સાથે.” “તો તારા જેવી માલમિલકત કે માનપ્રતિષ્ઠા વિનાનીને આવું સારું ઠેકાણું મળી ગયું છે તેટલાથી તને સંતોષ નથી? તો અત્યારે વાઇકાઉંટ કયાં છે?” Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ પ્રેમ-પંક “ઈંગ્લેંડમાં,” મૅડમે જ વચ્ચે જવાબ આપી દીધો; “અને આ યુવતીએ અહીં મેળવેલી બીજી સફળતાના સમાચાર તેમને ત્યાં પહોંચ્યા વિના નહીં જ રહે.” “ભગવાન, ભગવાન!” લા વાલિયર હતાશામાં બોલી ઊઠી. “તો ઠીક, સાંભળી લે; અમે જલદી જલદી વાઇકાઉંટ ફ્રાંસ પાછો ફરે તેની પેરવી કરીશું, અને તે આવે એટલે તેને દરબારથી દૂર વિદાય કરી દઈશું. પણ તારો વિચાર જુદો જ હોય, તો એટલું સાંભળી રાખ કે, તારા કરતાં ભલી ભલી ગઠિયણોને મેં સીધી કરી નાખી છે.” “મેડમ, મારા ઉપર દયા કરો! આ બધું તમે શું કહો છો?” “ચૂપ રહે; કશું નાટક કરવાની જરૂર નથી. અબઘડી અહીંથી ચાલતી થા, અને તારા કમરામાં જઈ, મેં કહેલી વાતો ઉપર બરાબર વિચાર કરવા માંડ, સમજી!” લા વાલિયર ચાલી જતાં જ રાણી-માતાએ જરા રાજી થતાં થતાં મેડમને કહ્યું, “હવે એ દુરી ફરી હિંમત કરશે ખરી?” “આવાં ભલી-ભોળાં લાગતાં માણસો બહુ ચવડ પ્રકૃતિનાં હોય છે-તૂટે પણ છૂટે નહિ,” મેડમ ગણગણી. રાણીમાતા હવે મારિયા થેરેસાને બધી વાત કહેવા ચાલ્યાં ગયાં. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૪૯ જાકારો ! સાંજના સાડાછ વાગતાંમાં બધું કામકાજ પરવારી, કંઈક નાસ્તો જેવું કરી, રાજાજી જરા તાજા થયા, એટલે તરત તેમણે સેંતેશ્નોનો હાથ પકડી, પોતાને લા વાલિયેરના ઓરડા તરફ લેવા ફરમાવ્યું. મેં તેનો બિચારો ડઘાઈ ગયો. તે બોલ્યો, “સરકાર, એમ કંઈ એ તહેનાતી બાનુઓના ઓરડામાં, વગર કારણે ન જઈ શકાય.” વાહ, દેશનો રાજા કોઈ હોશિયાર ચબરાક છોકરી સાથે વાતચીત કરી આનંદ કરવા માગે, તેમાં શું ખોટું છે?” પણ સરકાર, બીજાઓ ભલે કંઈ ન કહે, પણ આપે રાણીજી, રાણી-માતા એ બધાનોય વિચાર કરવો જોઈએને!” ઠીક, ઠીક, કાલથી કંઈક બહાનું વિચારી કાઢીશું; પણ આજે તો કશા બહાના વિના સીધા જવું જ છે, એ નક્કી.” તહેનાતી-બાનુઓના કમરા તરફ જવા જે આંગણું વટાવવાનું હતું, તેમાં મેડમ, રાણી-માતા અને રાણીજી એમ ત્રણેના કમરાની બારીઓ ખૂલતી હતી. સેંતેશ્નોને બિચારાને જલદી જલદી એ આંગણું પસાર કરતાં, કોણ જાણે ક્યાંથી તેના માથા પર શું આવી પડશે, તેની જ બીક લાગવા માંડી. સદ્ ભાગ્યે એ બધી બારીઓને પડદા નાંખેલા હતા, એટલે કોઈનું મેં તેમના તરફ તાકી રહેલું સીધું તો દેખાતું ન હતું. લા વાલિયેરના કમરાનું બારણું આવતાં, મેં તેગ્નો બહાર જ ઊભો રહ્યો, પણ રાજાએ તેને સાથે જ અંદર લીધો. લા વાલિયેર તે ઘડીએ રડતી હતી, અને તેની આંખો લાલ લાલ થઈ ગઈ હતી. ૩૩૧ Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ પ્રેમ-પંક રાજાએ તરત જ ચિંતાતુર થઈ, મમતાથી તેને “શું થયું છે,’ એમ પૂછવા માંડ્યું. “મને કંઈ થયું નથી, સરકાર.” લો વાલિયરે ભાગી ગયેલા અવાજે જવાબ આપ્યો. “તો પછી તારી આંખો લાલ કેમ છે?” મુસાફરીમાં કશુંક પડ્યું હશે, સરકાર.” નહિ, નહિ, પ્રિય, તારી આસપાસ એવી મધુર શાંતિ અને તૃપ્તિ હરહંમેશ વ્યાપી રહેલી હોય છે કે, જેમાં આવીને પાવન થવા મન થાય. ઉપરાંત, હંમેશ તું મારા ઉપર એવી અમીભરી નજર ઠેરવી રાખે છે કે જેનાથી મારામાં જાણે નવા પ્રાણનો સંચાર થાય છે. પણ આજે તો તું મારી સામે નજર પણ મિલાવી શકતી નથી. માટે જે હોય તે સાચું કહી દે.” સરકાર, કશું નથી; અને આપ મને જેવી જોવા હંમેશ ઇચ્છો છો, એવી જ હું છું.” નહિ, નહિ, અત્યારે તું ચકલીશી-છળેલીશી દેખાય છે. તને કોઈએ ટાણો માર્યો છે? દૂભવી છે?” “ના, સરકાર.” “જો, હવે હું ગુસ્સે થઈ જઈશ; જે કંઈ સાચી વાત હોય તે મને તાબડતોબ કહી દે.” પરંતુ લા વાલિયર દુ:ખી થઈને ઊલટી સદંતર ચૂપ થઈ ગઈ. રાજા એકદમ છંછેડાઈ ગયો; જે ઉમળકાથી અને અત્યાર સુધી એકઠી થયેલી જે ઇંતેજારીથી તે અહીં આવ્યો હતો, તેનો આવો જ હેજ આવેલો જોઈ, તેનામાં એક પ્રકારની હિંસતા ઊછળી આવી. અચાનક લા વાલિયેરના ઓરડામાં એક બાજુ ટિંગાવેલો ઑથોસનો ફોટો તેના જેવામાં આવ્યો. અને તેને એક ડંખ સાથે યાદ આવ્યું કે, એ ઑથોસના પુત્ર સાથે લા વાલિયેરનો વિવાહ થયેલો છે. તેને તરત જ એવી કલ્પના ગઈ કે ફેબ્લોથી પેરીસ પાછા ફરતાં, લંડનથી વાઇકાઉંટ દ Page #361 -------------------------------------------------------------------------- ________________ જાકારો! ૩૩૩ બ્રાજલૉનનો લખેલો પ્રેમપત્ર આને મળ્યો હશે, એટલે તેનો પ્રેમ યાદ કરીને જ તે રડવા બેઠી હશે. ક્રોધમાં પ્રેમીની ઈર્ષ્યા ઉમેરાઈ એટલે પછી રાજાની મનોવૃત્તિએ એકદમ પલટા ખાવા માંડયા. તેણે હવે લા વાલિયેરને એ જાતનાં ટાણાંથી જ વીંધવા માંડી. લા વાલિયેર એ કારી ઘા નીચે ઢગલો વળીને પડી રહી; તેનું હૃદય ફાટી જવા લાગ્યું; પરંતુ રાણીજી, રાણી-માતા અને મૅડમ સામે સીધી ફરિયાદ ન કરે ત્યાં સુધી તે બીજો શો જવાબ આપી શકે? રાજાના ગુસ્સાઓ હવે માઝા મૂકવા માંડી. તેણે ગરજીને કહ્યું, “જુઓ કુમારીજી, છેવટનું સાંભળી લો; તમારે માંએથી એક શબ્દ કાઢવો છે કે નહિ? આ રીતની તમારી બેવફાઈ, ચંચળતા અને પતંગિયાવૃત્તિનો કશો ખુલાસો તમારે આપવાનો છે?” “હું શું બોલું? સરકાર, હું અત્યારે એવી મૂંઝાઈ ગઈ છું કે, મારામાં બોલવાની પણ શક્તિ રહી નથી. "" “પણ શાથી મૂંઝાયાં છો એ જ હું પૂછું છું ને? જે સાચી વાત હોય તે કહેવામાં મૂંઝવણ શી?” “પણ કઈ બાબતની સાચી વાત?” " ‘વધી ન બાબતની!” લા લિયેર હવે લગભગ બેહોશ બનવાની અણી ઉપર આવી ગઈ હતી. તે બે હાથ પહોળા કરી રાજાજીના પગ પકડી પોતાને રાણીઓએ જે ટાણા માર્યા હતા તેની વાત કહેવા જ જતી હતી, પણ એક અચાનક આવી ચડેલા ડૂસકાથી તેનું ગળું રૂધાતાં, છેવટે તે એટલું જ બોલી બેઠી, “મને કાંઈ જ ખબર નથી.” ખેલ ખલાસ ! રાજા હવે હુંકાર કરતો બોલી ઊઠયો, “ આ માત્ર ચંચળવૃત્તિ, બેવફાઈ કે ચાલાકી જ નથી; આ તો હવે રાજા સામેનો રાજદ્રોહ છે!” 66 અને પછી તરત સેંતેગ્નો સામે જોઈ તે બોલી બેઠો, “ જોયું, હું આ છોકરીને હાથે મૂરખ બન્યો તે? દ ગીશ વાઈકાઉંટ દ બ્રાલૉન Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ પ્રેમ-પંક વતી લડ્યો હતો; અને આ છોકરી હજુ એ બ્રાજલૉનને ચાહે છે. સેંતેશ્નો, હું સોગંદપૂર્વક કહું છું કે, મારા અંતરમાંથી આ છોકરી માટેના પ્રેમનો કણેકણ ત્રણ દિવસની અંદર જો હું ઉખેડી-તોડીને ફેંકી નહીં દઈ શકું, તો માત્ર શરમનો માર્યો જ હું મરી જઈશ.” આટલું કહી રાજા તરત લા વાલિયેરનો કમરો છોડી ચાલ્યો ગયો. રાજા આ છોકરીની લપમાંથી છૂટયો તે વાતની સેંતેશ્નોને તો નિરાંત જ લાગી. - જ્યારે આ બંને જણ આંગણું વટાવી રહ્યા હતા, ત્યારે મેડમની બારીનો પડદો ધીમેથી ખસ્યો. અને તરત જ મૅડમ લા વાલિયેરના કમરા તરફ દોડી. લા વાલિયેર પોતાના ઓરડામાં ઈશુની ક્રૂસમૂર્તિ આગળ જમીન ઉપર ઘૂંટણિયે પડી હૃદયાફાટ રુદન કરતી હતી. મેડમે તરત જ તેને સંબોધીને કહ્યું, “હમણાં થોડા જ વખત પહેલાં તને એક તાકીદભરી સૂચના આપવામાં આવી હતી, ખરુંને?” લા વાલિયર બેબાકળી આંખે મૅડમ સામે માત્ર મુંગી મૂંગી જોઈ જ રહી. ચૂપ કેમ રહી છે?” મૅડમ તાડૂકી; “રાણી-માતાએ તને એવી રીતે વર્તવા નહોતું ફરમાવ્યું કે, જેથી તારે વિષે અમુક જાતની વાતો બહાર ન ફેલાય?” લા વાલિયેર મૂંગી જ રહી. “અને છતાં, હમણાં જ તે ફરમાનનું તેં ઉલ્લંઘન કર્યું છે; મારા દરબારની કોઈ સ્ત્રીઓ વિશે ભાતભાતની વાતો થાય એ મને પસંદ નથી; માટે બીજું કોઈ સાંભળતું નથી તે દરમ્યાન હું તને કહી દઉં છું કે, તું અત્યારની ઘડીથી મારી તહેનાતમાંથી છૂટી છે! અને તરત જ તું તારી મા પાસે ભુવા ચાલી જા.” Page #363 -------------------------------------------------------------------------- ________________ જાકારો! ૩૩૫ લા વાલિયેર હજુ મૂંગી રહી; માત્ર તેની ફાટેલી આંખમાં કારમી વેદનાનાં થોડાં લક્ષણો ઉમેરાયાં એટલું જ. “હું આશા રાખું છું કે, તે મારો હુકમ સાંભળી લીધો છે, અને તેનો અમલ તરત જ થશે.” એટલું કહી મૅડમ પગ પછાડતી, એ ઓરડીમાંથી ચાલી ગઈ. લા વાલિયેર આખો વખત ઈશુમૂર્તિ સામે જ તરફડતી પડી રહી. રાત પડવા લાગી, તેમ તેમ તેના મનમાં એક આશા ઉદય પામવા લાગી: ફેબ્લોથી આવતાં રાજાએ રસ્તામાં તેની પાસે શપથ લેવડાવ્યા હતા – બંનેએ હાથમાં હાથ રાખી અરસપરસ શપથ લીધા હતા: ‘દિવસ દરમ્યાન કોઈ પણ કારણે આપણને સાચી ખોટી ગમે તેટલી ચિંતા, હતાશા, કે ગેરસમજ થયાં હોય, તો પણ આપણે ફરી મળ્યા વિના, ખુલાસો કર્યા વિના, કે છેવટે આશ્વાસનનો સંદેશ મોકલ્યા વિના તે પછીની રાત પસાર નહિ થવા દેવી. અને એ મુલાકાત-ખુલાસો-કે-સંદેશ મળે એટલે પછી મનની ગમે તેવી ગેરસમજ કે ચિંતા કે ગુસ્સો એકદમ ફગાવી દેવાં.' બિચારી લા વાલિયેર રાજાજી થરફથી ખુલાસાનો કે આશ્વાસનનો સંદેશ મળવાની આશામાં મોડી રાત સુધી બેસી રહી. પણ તે ભૂલી ગઈ કે, પ્રેમની વૃત્તિએ પ્રેમપાત્રના સંરક્ષણ માટે કે શાંતિ માટે જે ઉપાયો યોજ્યા હોય છે, તે બધા, ક્રોધ કે ઈર્ષાવૃત્તિ વ્યાપી રહે ત્યારે, યાદ નથી રહેતા; કારણ કે ક્રોધ-ઈર્ષ્યા તો પ્રેમ પાત્રને ઘા અને કારમો ઘા કેમ કરીને કરાય તેની જ પેરવી વિચારતાં હોય છે! પણ મધરાતના ટકોરા પડયા, એટલે રાજાજીના સંદેશની આશા લુપ્ત થતી ચાલી. લા વાલિયેર હવે સમજી ગઈ કે, આ પૃથ્વી ઉપર તેને કોઈની તરફ મોં ફેરવવા જેવું રહ્યું નથી. બ્રાજલૉનને તો તે પોતે જ તજી બેઠી હતી; રાજાજીને જ પોતાના પ્રથમ પ્રેમી તરીકે તેણે ડરતાં ડરતાં કબૂલ્યા હતા અને છેવટે સ્વીકારી લીધા હતા. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ પ્રેમ-પંક પણ- પણ, ભલે પૃથ્વી ઉપર તેનું કોઈ ન રહ્યું, પરંતુ સ્વર્ગમાં પરમ પિતા તો તેના હજુ બાકી છે જ! લુઝાના વિચારે હવે પરમાત્મા તરફ જ વળવા લાગ્યા. અને એના ટકોરા પડ્યા ત્યારે તેણે લગભગ નિશ્ચય કરી લીધો કે, સ નદી ઉપર શૈલોત મુકામે આવેલા કાર્મેલિત મઠમાં સાધ્વી બનીને જોડાઈ જવું, અને પરમાત્માની પ્રાર્થનામાં જ જીવન વ્યતીત કરવું. અને તે મુજબ તે ગુપચુપ રાજમહેલમાંથી નીકળી ગઈ. દરબાર-ગઢના પહેરાવાળાઓની નજર ચૂકવીને તે શી રીતે બહાર આવી, તે કોણ જાણે! અથવા જે ભગવાનની સેવામાં તે પોતાનું જીવન અર્પણ કરવા જતી હતી, તેમણે જ તેને સહીસલામત બહાર લાવીને મૂકી – એમ માનવું જોઈએ. તેને રસ્તાની કશી ખબર ન હતી. એટલે સીં નદીનો આધાર લઈ તેને કાંઠે તે ચાલવા માંડી. છેક છેવટે પ્લાસ લા ગ્રેવે સુધી તે આવી, ત્યારે બે ત્રણ દારૂડિયાઓએ તેને આંતરી તથા સતાવવા માંડી. લા વાલિયેરે એ લોકોના પંજામાંથી છટકવા ઘણો પ્રયત્ન કર્યો, પણ પેલાઓ તેની અસહાય સ્થિતિ સમજી ગયા હોવાથી કે વધારે પડતા પાગલ બન્યા હોવાથી – વધુ આક્રમક બન્યા અને લા વાલિયેર એક કારમી ચીસ પાડીને જમીન ઉપર તૂટી પડી. તે જ વખતે એક દારૂડિયાના ડાબા લમણામાં ફટકો પડ્યો; અને બીજો જમણી બાજુ નદીની કિનાર તરફ ગબડવા લાગ્યો, ત્યારે ત્રીજો પગને બદલે લગભગ માથા ઉપર જ ઊભો થઈ ગયો હતો. બરકંદાજોનો એક અફસર, પરિસ્થિતિ પિછાની લઈ, ત્યાં ધસી આવ્યો હતો અને ગુસ્સાભરી આંખે એ દારૂડિયાઓને પડકારતો ત્યાં ઊભો હતો. પેલા સરકારી વરદા જોતાંની સાથે હવા થઈ ગયા. પેલો અફસર લા વાલિયર સામું થોડી વાર વધુ જોતાં જ બોલી ઊડ્યો, “કુમારી દ લા વાલિયેર તો નહીં?” Page #365 -------------------------------------------------------------------------- ________________ “ઓહો, મેં એમ કહી તેણે તરત તેનો હાથ પકડી લીધો. 66 જરૂર, તમને હું પૂરતું રક્ષણ આપીશ; પણ ભગવાનને ખાતર કહો, તમે આ તરફ એકલાં અત્યારને વખતે કયાંથી?” “મારું શૅલોત જવું છે.” “પણ શૅલોત જવું હોય તો તમે તેના તરફ પીઠ રાખીને જ ચાલો છો!” જાકારો ! ૩૩૭ દાતેનાં! હું જ છું; કૃપા કરીને મને બચાવો!” "" “તો મને સાચી દિશામાં મૂકી આપો.' "" જરૂર.’ “પરંતુ મારી ખરી જરૂરની ઘડીએ તમે આ તરફ કયાંથી આવ્યા, એ તો મને કહો.” “મારું મકાન આ તરફ છે; નોત્ર-દામની નિશાનીવાળી વીશી મારા મકાનમાં જ ભાડે આપેલી છે. હું ભાડું ઉઘરાવવા કાલે રાતે અહીં આવ્યો હતો, તે પછી અહીં જ સૂઈ ગયો હતો. હવે વહેલી સવારે રાજમહેલમાં મારી ડયૂટી સંભાળી લેવા હું જરા વહેલો અહીંથી નીકળ્યો હતો. પણ, શૈલોત અહીંથી ત્રણ-ચાર માઈલ દૂર છે, એ તમને ખબર હોય એમ લાગતું નથી ! ” ‘ભલે રહ્યું; હું તેટલું ચાલી નાંખીશ.” દાતેનાં વધુ બોલ્યા વિના તેની સાથે સાથે ચાલવા લાગ્યો. પછી શૈલોતની ઊંચી જગા દેખાવા લાગી ત્યારે છેવટે તેણે પૂછ્યું, “તમારે કયા મકાનમાં જવું છે?" “ કાર્મેલિત-મઠમાં. ” ‘કાર્મેલિત-મઠમાં ?” દાતેનાંનું માં નવાઈથી પહોળું થઈ ગયું. “ ભગવાને તમને માર્ગમાં મને ટેકો આપવા જ મોકલ્યા હતા; તમારો આભાર માનું છું.” “શું તમે સાધ્વી બનવા જાઓ છો?” પ્રે.-૨૨ Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ પ્રેમ-પંક હા, મેંશ્યોર; મેં હવે ભગવાનની સેવામાં જ જીવન અર્પણ કરવાનો નિર્ણય કર્યો છે. રાજાજીને હું અહીં આવી છું અને શા માટે આવી છે તેની કશી ખબર નથી, અને તેમને ખબર પડે એમ હું ઇરછતી પણ નથી.” “પરંતુ, રાજદરબારનું માણસ રાજાજીને જાણ કર્યા વિના અને તેમની પરવાનગી વિના આમ નીકળી શકે જ નહિ, એ જાણો છો ને?” હવે હું રાજદરબારની નોકરીમાં નથી, એ તમે જાણી રાખો, મોંશ્યોર. અને મારી એક છેવટની વિનંતી તમે સ્વીકારશો, એવી મારી ઇચ્છા છે.” કઈ ?'' “તમે સોગંદપૂર્વક કહો કે, તમે મને અહીં જોઈ હતી કે હું સાધ્વી થઈ છું એ વાત કદી તમે રાજાજીને નહીં કરો.” “હું એવા સોગંદ ખાવાનો નથી.” “કેમ?” “કારણ કે હું રાજાજીને ઓળખું છું, નહિ નહિ, આખી માનવજાતને ઓળખું છું-હું એવા સોગંદ હરગિજ નહીં ખાઉં.” “તો સાંભળી લો, આજથી માંડીને હું મરતાં લગી તમારા મસ્તક ઉપર પરમાત્માના આશીર્વાદ ઊતરે એવી પ્રાર્થના કરવાની હતી; તે હવેથી તમારા માથા ઉપર ભયંકરમાં ભયંકર શાપ ઊતરે તેવી જ પ્રાર્થના કરીશ; કારણ કે, તમે મને અત્યારે જગતમાં કોઈએ નહીં દુ:ખી કરી હોય તેટલી દુ:ખી કરી મૂકી છે.” દાઓંન લા વાલિયરના શબ્દો પાછળનો જુસ્સો જોઈ ચોંકી ઊઠયો. તે બોલ્યો, “ભલે, હું રાજાજીને કશું નહિ કહું.” Page #367 -------------------------------------------------------------------------- ________________ ૫૦ છુટકારો! ૧ રાતના બાર વાગ્યા સુધી ડચ પ્રતિનિધિઓ સાથે રાજાજીની ભારે ધમાલભરી મુલાકાત ચાલી. ડચોએ રાજાનું અપમાન થાય એવા ચિત્રવાળા ચંદ્રકો બહાર પાડયા હતા. અલબત્ત, સૂર્ય ઉપર પસાર થતી વાદળી જ બતાવવામાં આવી હતી. પણ ટ્રાંસના રાજાના પ્રતાપી સૂર્ય ઉપર વળી વાદળી શાની? મંત્રીઓ, લશ્કરીઓ વગેરે સૌની ભારે ભારે દલીલો થઈ. પછી ડચ પ્રતિનિધિઓને શો જવાબ આપવો એ બાબતની ખાનગી મંત્રણાઓ મોડી રાત સુધી ચાલી. સવારના રાજા જ્યારે ઊઠયો, ત્યારે તેને તરત લા વાલિયેર યાદ આવી. તેણે પહેરા ઉપર ઊભેલા દાતે નાંને કહ્યું, સેતેગ્નોને બોલાવો. સેતેગ્નો આવતાં જ રાજા તેને લઈ સીધો લા વાલિયરના કમરા તરફ ઊપડયો. દા નાં બારીએથી ચુપચુપ જોઈ રહ્યો. તે સમજી ગયો કે રાજા કયાં શા માટે જાય છે. લા વાલિયેરના કમરામાં પથારી જેમની તેમ પડી હતી અને કોઈ જ તેના ઉપર રાત દરમ્યાન સૂતું હોય, એમ લાગતું ન હતું. તરત માંતાલેને બોલાવવામાં આવી. તે લા વાલિયર વિષે કશી માહિતી ન આપી શકી. પણ તેણે એટલી કલ્પના દોડાવી કે, તેને વહેલી સવારે શાંતિમાં બહાર બગીચામાં ફરવાની ટેવ છે, એટલે કદાચ તે બહાર ફરતી પણ હોય. ૩૩૯ Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ પ્રેમ-પંક થોડી વારમાં રાજા બગીચામાં બધે ફરી વળ્યો. તેનું મોં હવે ફીકું પડી ગયું હતું અને કોઈ ગૂઢ ચિતા તેના હૃદયને કોરી ખાવા લાગી હતી. આઠ વાગી ગયા; રાજાજીનો નાસ્તો ટેબલ ઉપર હાજર કરવામાં આવ્યો. રાજા બેઠો ખરો, પણ ખાવા તરફ તેનું લક્ષ જ ન હતું. પણ ત્યાર પછી પાછી કેટલીક અગત્યની લશ્કરી મુલાકાતો પતવવાની આવી અને છેવટ તો ડચ પ્રતિનિધિઓને ભર દરબારમાં જ મળવાનું થયું. રાજા એ બધી મુલાકાતો પતવતો હતો, પણ તેના મોં ઉપર લા વાલિયર ન મળ્યાની ચિંતા જેવી ને તેવી જ હતી. તેણે ઘણાઓને માત્ર તેની ભાળ મેળવી લાવવા જ મોકલ્યા હતા, અને તે સુખરૂપ કયાંક બેઠી છે કે ફરે છે, એટલા જ સમાચાર તેને જાણવા હતા. પણ કોઈ આવીને તેને એટલા સમાચાર પણ આપી ગયું નહિ. રાજા ખૂબ જ ઊંચોનીચો થવા લાગ્યો. અચાનક દોંએ પાસે ઊભેલા મેં તેગ્નોને ખભે હાથ મૂક્યો. મેં તેગ્નોએ સહેજે જ પૂછયું, “કેમ શા સમાચાર?” “કોનાલા વાલિયેરના?”દાનોએ રાજા સાંભળે તેમ સામું પૂછ્યું. રાજા તરત ચક્યો. તેણે કાન સરવા કર્યા. “લા વાલિયેરને શું થયું છે? તે આસપાસ આટલામાં કયાંય જણાતી નથી. અમે ક્યારના તેની ખોળ ચલાવી રહ્યા છીએ. દરબારગઢમાંથી એક માણસ જેવા માણસની ભાળ ન મળે, એ નવાઈની વાત છે.” મેં તેગ્નોએ દાઓં નોં આગળ રાવ ખાધી. તમને શી રીતે દરબાર-ગઢમાં તેની ભાળ મળવાની હતી? તે તો શેલોત મુકામે કાર્મેલિત-મઠમાં સાધ્વી બનવા પહોંચી ગઈ છે.” “હું? શું કહો છો? તમને કોણે કહ્યું?” “તેણે પોતે જ હું જ આખે રસ્તે કાર્મેલિત-મઠ સુધી કાલે પાછલી રાતે તેની સાથે ગયો હતો.” પણ તે સાધ્વી થવા જાય શા માટે?” Page #369 -------------------------------------------------------------------------- ________________ છુટકારો! ૩૪૧ “તેને દરબારગઢમાંથી ગઈ કાલે કાઢી મૂકવામાં આવી છે.” રાજા એકદમ ચોંકયો. પરદેશી પ્રતિનિધિઓ, પ્રધાનો, મંત્રીઓ, દરબારીઓ સૌ આસપાસ બેઠેલા હતા અને તેણે સીધું દાનને પૂછયું, “તમે કહો છો તે બધું સાચું છે?” “હા સરકાર.” “તો દરબારમાંથી તેને કોણે કાઢી મૂકી?” દાતે નોંએ જવાબમાં માત્ર ખભો જ ઊંચો કર્યો. એ તપાસવાનું કામ મારું નથી – એવો તે ચેષ્ટાનો અર્થ થતો હતો. રાજા તરત જ બેઠક ઉપરથી ફલંગ મારીને ઊભો થઈ ગયો. રાણીમાતાએ બધું સાંભળ્યું હતું, તે પણ ઊભી થઈ ગઈ. મૅડમ ગુસ્સાથી અને ડરની મારી કંપી ઊઠી. તે રાણી-માતાની પેઠે ઊભી થવા ગઈ પણ પાછી પોતાની બેઠક ઉપર ફસડાઈ પડી. રાજાએ તરત જ દરબારને બરખાસ્ત થયેલો જાહેર કર્યો. સૌ ચેકી ઊડ્યા. પરદેશી પ્રતિનિધિઓને તેણે કહ્યું, ‘હું મારો જવાબ – અથવા મારી મરજી સ્પેન અને હૉલેન્ડને સીધી જણાવીશ.” રાણી માતા એકદમ રાજા પાસે દોડી ગઈ. “સાંસતા થાઓ, દીકરા, સાંસતા થાઓ; તમે અત્યારે જાત ઉપરનો કાબૂ ગુમાવી બેઠા લાગો છો.” મેડમ, હું મારી જાત ઉપરનો કાબૂ ગુમાવી બેઠો છું, તો તે જેમણે મારા ઉપર આ કારી ઘા કર્યો છે તેમની સાન ઠેકાણે લાવવા માટે જ, એટલું યાદ રાખજો.” આટલું કહી, દા નેને સાથે થવાનું કહી, તે તરત બહાર દોડ્યો. માનિકો અને માલિકોને પણ રાજજીની સાથે થયા; તબેલાનો એક માણસ પણ પાછળ દોડયો. મઠની બહારના આવકાર-ગૃહમાં લા વાલિયેર એક પથ્થરની ઈશુમૂર્તિવાળા #સ આગળ જમીન ઉપર એકલી પડી હતી. નીચેની ફરસ જેવી જ તે પણ ઠંડી પડી ગઈ હતી. Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ પ્રેમ-પંક રાજાએ તેને મરેલી જાણી એકદમ ચીસ પાડી. દા નો તે સાંભળી તરત અંદર દોડ્યો. બંને જણાએ મળીને એ બિચારીને ઉપાડી. દાડૅ નંએ તરત ભય-ધંટ જોરથી વગાડવા માંડ્યો; કારણ કે તેને પણ લાગ્યું કે લા વાલિયેર મરી જ ગઈ છે. મઠની અધ્યક્ષા તરત બહાર દોડી આવી; પણ રાજાને ઓળખી જઈ, તરત જ પાછી અંદર દોડી ગઈ, અને બીજી સાધ્વી મારફતે જોઈતી દવાઓ પાણી વગેરે મોકલાવ્યાં. અધ્યક્ષાએ મઠનાં બધાં બારીબારણાં બંધ કરાવી દીધાં; કારણ કે, રાજા ભારે ધમાલ મચાવી રહ્યો હતો અને પોતાના દાક્તરને બોલાવવા હુકમો આપી રહ્યો હતો. પુરુષ વર્ગનો આવો હુમલો સાધ્વીઓના મઠમાં હોય નહિ. પણ તેવામાં જ લા વાલિયેર જરા સળવળી અને ભાનમાં આવી હોય તેમ તેણે ધીમેથી આંખ ઉઘાડી. રાજા તરત જ તેના પગ આગળ ઘૂંટણિયે પડ્યો. રાજાને જોતાં જ લા વાલિયેરે એવો ઊંડો-– ગંભીર નિસાસો નાંખ્યો કે, રાજાનો શ્વાસ છાતીમાં જ ઊંડો ઊતરી જવા લાગ્યો. લા વાલિયેરે રાજાને બરાબર ઓળખ્યો એટલે તે તરત તેના હાથમાંથી પડીને છૂટી થવા ગઈ. “ભલા ભગવાન! હજુ દીક્ષાવિધિ પૂરો નથી થયો?” “ના, ના, અને હવે તે થશે પણ નહિ, હું સોગંદપૂર્વક કહું છું.” પોતાની શક્તિ અને કારમી હતાશા છતાં, તરત લા વાલિયર ઊભી થઈ ગઈ અને બોલી, “એ અર્પણવિધિ થશે જ; મને કોઈ અટકાવી શકશે નહિ.” “હું કદી તને મઠમાં અર્પિત થવા દઈશ નહિ, એ હું સોગંદપૂર્વક કહું છું.” દાન વખત વિચારી, તરત બહાર ચાલ્યો ગયો. સરકાર,”લા વાલિયર હવે મક્કમતાથી બોલી, “એક શબ્દ પણ વધુ ન બોલશો; મારે માટે બાકી રહેલું એકમાત્ર ભવિષ્ય –મુક્તિ, તેને Page #371 -------------------------------------------------------------------------- ________________ છુટકારો! ૩૪૩ બરબાદ કરશો નહિ; તેમ જ આપની પણ ઉજજવળ કારકિર્દીને એક ક્ષણિક ઘેલા ખાતર ડાઘ લગાડશો નહિ.” “ક્ષણિક ઘેલું?” “આપને માથે એવી જવાબદારીઓ અને બંધનો છે, જે બધાં મારા જેવી એક કંગાળ છોકરી પ્રત્યેની લાગણી ખાતર હુકરાવી દઈ શકાય નહિ, માટે આપ મને ભૂલી જાઓ.” “તને ભૂલી જાઉં?” “આપ ક્યારના ભૂલી જ ગયા છો.” “અરે, તને ભૂલું તે પહેલાં તો હું મરવાનું વધુ પસંદ કરું.” “સરકાર, આપને મારા મનની શાંતિની સહેજ પણ દરકાર હોત, તો ગઈ રાતે આપે મને મરવા માટે આમ વીલી મૂકી ન હોત. આપે મને ફેબ્લોથી આવતાં રસ્તામાં શપથપૂર્વક નહોતું જણાવ્યું કે, કાંઈ ગેરસમજ થાય તો પણ એક રાત ખુલાસા વિના કે તડજોડ કર્યા વિના નહીં વીતવા દેવી? અને છતાં આપે કાલે રાતે જ શું કર્યું?” “લુઇઝા, મને માફ કર, હું ઈર્ષાથી આંધળો બની ગયો હતો.” પણ ફરીથી પણ એ ઈર્ષા આપના હૃદયમાં સ્થાન પામી જ શકે, એના કરતાં મને હવે છૂટી કરો, એ વધુ સારું છે.” . “જો લુઇઝા, આવો શબ્દ નું ફરીથી એક વાર બોલીશ, તો તું નક્કી જાણજો કે અહીં તારા પગ આગળ જ મારું શબ પડ્યું હશે.” “સરકાર, પણ જેને સૌ કોઈ ધિક્કારે છે, તેવીને માટે આપે એવું આત્મબલિદાન આપવાનું ન હોય.” જે લોકોએ તેને ધિક્કારી છે અને અપમાની છે, તેમનાં નામ મને દયા કરીને આપી દે; તું ગઈ કાલથી એ વાત કરતી નથી, તેથી તો આ બધું વધતું જાય છે.” “સરકાર, મારે કોઈની સામે ફરિયાદ કરવાની નથી; હું જ પોતે બધા પ્રકારે દોષિત છું.” Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ પ્રેમ-પંક “લુઇઝા, તારે મને હતાશાની ખાઈને તળિયે જ ફેંકાયેલો જેવો છે, એમ?” “સરકાર, મને પરમાત્માનું શરણ જ લેવા દો.” “પરમાત્મા પણ તને મારી પાસેથી કાઢી જઈ નહીં શકે.” “તો પછી મારા ક્રૂર અને દૃઢનિશ્ચયી દુશમનોના હાથમાંથી મારું રક્ષણ કર ! તેઓ મારું જીવન તેમ જ મારી ઇજજત બરબાદ કરવા માગે છે. જો આપ મારા ઉપર પ્રેમ કરવા જેટલી હિંમત દાખવી શકતા હો, તો મારું રક્ષણ કરવા જેટલી આપની તાકાત છે, એટલું તો મને બતાવો. જેને આપ ચાહો છો, તેને તો બીજાંઓ ધુત્કારી અપમાનીને, શરમભરેલી રીતે હાંકી કાઢે છે.” “તને હાંકી કાઢી છે? આ બીજી વાર તેં એ વાત કહી.” મને હીણપતભરેલી રીતે હાંકી કાઢવામાં આવી છે, અને હવે પરમાત્મા સિવાય બીજું કોઈ મને રક્ષણ આપી શકે તેમ નથી.” “મારો આખો મહેલ, મારો આખો દરબાર તારો જ બની રહેશે. અને જેઓએ ગઈ કાલે તને હાંકી કાઢી છે, તે સૌ આવતી કાલે તારા પગ આગળ કંપતાં આળોટતાં હશે. લાઇઝા, તારા અપમાનનું હું આકરું વેર લઈશ. તારી આંખના પ્રત્યેક અશ્રુબિંદુ દીઠ હું લોહીનાં ટીપાં રેલાવીશ. મને તારા દુશ્મનોનાં નામ આપી દે.” “કદી નહિ.” “તો પછી હું તેઓને સજા શી રીતે કરી શકું?” “સરકાર એ લોકો એવાં બળવાન છે કે, તેઓ આપનો ઉગામેલો હાથ પણ પકડીને પાછો વાળી શકે.” તો તું મને ઓળખતી નથી!” રાજા હવે ત્રાડી ઊઠ્યો; “મારો હાથ પાછો પડે તે પહેલાં તો મેં મારું રાજ્ય ફનાફાતિયા થવા દીધું હશે અને મારા આખા કુટુંબને બરબાદ કરી મૂકયું હશે. હા, હા, જ્યાં સુધી આ પૃથ્વી ઉપરના મધુરમાં મધુર અને નિર્દોષમાં નિર્દોષ પ્રાણીને સતાવનારા દુશ્મનો નામશેષ નહીં થઈ જાય, ત્યાં સુધી મારો હાથ પાછો Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ છુટકારો! નહીં પડે.”– આમ કહી રાજાએ ત્યાંના ઓકના મજબૂત ટેબલ ઉપર એટલા જોરથી મુક્કી મારી છે, એ ટેબલ તથા આખો ઓરડો ધણધણી ઊડ્યાં. લાઇઝા પણ રાજાનો એ પ્રચંડ કોપ જોઈને કંપી ઊઠી. તે ધીમેથી બોલી, “સરકાર, હવે તો હું કદી એ નામ મારી જીભે બોલવાની નથી. આપ હવે મને અહીં મૂકીને ચાલ્યા જાઓ.” રાજાએ આંખો વિકરાળ કરીને કહ્યું, “તો હવે કબૂલ કરી દે છે, તેં મને કદી ચાલ્યો જ નથી; મારી આ હીણપત અને મારો આ પસ્તાવો જોઈને ગર્વ અનુભવવામાં જ તું રાજી છે.” લાઇઝા હવે પોતાના બે પંજા જોરથી આમળતી બોલી, “સરકાર, પણ મેં આપને કહ્યું તે સાંભળ્યું નહીં, કે મને અપમાનિત લાંછિત કરીને કાઢી મૂકવામાં આવી છે?” “હું તને પાછી એ લોકોને હાથે જ પૂજાતી, સત્કારાતી કરીને જંપીશ.” સરકાર, આપ મને હજુ પ્રેમ કરો છો એની એક સાબિતી આપો.” “કઈ?” મને અહીં તજીને ચાલ્યા જાઓ.” “હું તને કદી ન તજીને મારા પ્રેમની સાબિતી આપીશ.” “તો શું આપ એમ માનો છો કે, હું આપનો આપના કુટુંબનાં નિકટમાં નિકટ સગાં સાથે વિછેદ થવા દઈશ? – આપનાં માતા સાથે! આપની પત્ની સાથે! આપનાં ભાભી-બહેન સાથે !” છેવટે તેં એ લોકોનાં નામ આપ્યાં ખરાં; હવે ભગવાન મારા સાક્ષી રહેશે કે, મારો ગુસ્સો તે ત્રણેને ખતમ કરીને જ જંપશે !” “સરકાર, મને એ કપરા ભવિષ્યની જ બીક લાગે છે; મેં પૂરતાં આંસુ વહાવ્યાં છે; હવે બીજું કોઈ નવાં આંસુ ન વહાવે એમ જ હું કરવાની છું.” Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ પ્રેમ-પંક “અને મારાં આંસુ–મારી વેદનાની તને કશી પડી જ નથી?” “સરકાર, આપ એવા શબ્દો ન વાપરતા, આપ જાણો છો કે, મારાથી આપના મુખના એ શબ્દો સાંભળ્યા જતા નથી; મને ચાહો છો તેથી જ આપને ફરી ફરી વિનંતી કરું છું કે, મને હવે પડતી મૂકો.” “લુઇઝા, હું હવે તને પગે પડીને વિનંતી કરું છું કે, તું જેમ કહીશ તેમ હું કરીશ – માફી આપવાનું કહીશ તો માફી આપીશ અને સજા કરવાનું કહીશ તો સજા કરીશ –- પણ મને તું પડતો ન મૂકીશ.” સરકાર, હું આપને હુકમ આપનાર કોણ?” “તું મારી જિંદગી છે – મારું સર્વસ્વ છે; તને શી રીતે સાબિત કરી બતાવું?” “તો મને આપ હજુ ચાહો છો, સરકાર?” “હું પરમાત્મા સમક્ષ – તારી સમક્ષ ઘૂંટણિયે પડીને કહું છું કે, હું તને ચાહું છું તને ચાહું છું – બીજા કોઈને નહિ – મારી જાતને પણ નહિ.” તો સરકાર એક વખત મારો હાથ આપના હાથમાં પકડો; મારા જીવનનું એ પરમ સુખ હશે. એ પરમ સુખ મને બક્ષીને, પછી એ સુખને આંચ ન આવે તેવી રીતે જીવવા આ મઠમાં આપને હાથે જ મને સોંપી દેજો.” “કદી નહિ, કદી નહિ; હું તારે માટે જ જીવવા ઇચ્છું છું, અને તારી સાથે જ મરવા પણ ઇચ્છું છું. તારા વિના મારે જીવવું મંજૂર નથી. જો તું મને સુખી થયેલો જોવા ઇચ્છતી હો, તો તારે મારો હંમેશને માટે સ્વીકાર કરવો જ રહ્યો.” પણ સરકાર, રાજદરબારમાંથી મને લાંછિત કરીને કાઢી મૂકવામાં આવી છે. એવી સ્ત્રી આપને માટે લાયક ન કહેવાય.” “વાહ, જેને હું સ્વીકારું તે નાલાયક શી રીતે કહેવાય?” “સરકાર, આપ સ્વીકારો તો પણ આપની રખાત તરીકે સ્વીકારી શકો; અને રખાત કદી તેના પ્રેમીને કશું ગૌરવ ન અર્પી શકે, – રાજદરબારમાં તેનું કશું સ્થાન ન હોય તો.” Page #375 -------------------------------------------------------------------------- ________________ છુટકારો! ૩૪૭ “પણ હું તને રાજદરબારમાં પાછી લેવરાવીશ; પછી તો તને કશી હીણપત નહીં રહે ને?” પણ મૅડમ કદી એ વાત કબૂલ નહીં રાખે; કારણ કે, રાણી માતા તેમ જ રાણીજી બંનેનો તેમને ટેકો છે.” “એ વાત મારે જોવાની છે; હું મૅડમ પાસે તને થયેલી સજા પાછી ખેંચી લેવરાવીશ. હું તેને ગમે તેમ કરીને નમાવીશ.” “સરકાર, ઇંગ્લંડની રાજકુંવરી સામે આપનાથી બળપ્રયોગ ન થઈ શકે.” તો હું તેને મનાવીશ.” “મારે ખાતર આપ સરકાર તેમની આગળ નીચા નમો, એ કરતાં તો હું હજાર વાર કરવાનું વધુ પસંદ કરું.” રાજા એકદમ કાળો કણક પડી ગયો. તે જેટલું સહન કર્યું છે, તેટલું જ હું પણ સહન કરવા માગું છું. તારાથી સહેજ પણ વધુ ઊંચો હું દેખાવા માગતો નથી – રહેવા માગતો નથી. આ બધા વિચારો હવે છોડી દે. આપણી વેદનાઓ જેટલાં જ આપણે મોટાં થઈશું અને આપણા એકમેકના પ્રેમ જેટલાં જ આપણે દૃઢ બનીશું. મારું એ બલિદાન જ હું તને સામું ધરું છું. ચાલ, મારી જીવનસંગિની, મારી પાછળ પાછળ ચાલી આવ!” લુઇઝાથી રાજાનું આ આત્મસમર્પણ ઠુકરાવી શકાય તેમ ન હતું. તેની આંખો ભરાઈ આવી. રાજા કહેવાતો આ ઉર્ડ પુરુષ, કેવળ તેના પ્રેમનો યાચક બનીને તેની આગળ ઊભો હતો. ડુસકાંથી તેની છાતી ભરાઈ આવી. તેણે રાજાજી સાથે જવા એક બે પગલાં ભર્યાં પણ ખરાં, પરંતુ પોતાની નાસભાગ જ્યાં ચોગરદમ લોકજીભે ચડી ગઈ હશે, તે તરફ પાછી જતાં તેના પગ પાછા ખચકાઈને ઊભા રહ્યા. રાજા તેની આનાકાની સમજી ગયો. તેણે કહ્યું “ત્યાં માત્ર દા નોં સિવાય, બીજું કોઈ જ તારી વાત જાણતું નથી. એટલે તારે કશો સંકોચ કરવાની જરૂર નથી.” Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ પ્રેમ-પંક “તો તેમણે જ મને દગો દીધો ખરું? તેમણે તમને કશું ન કહેવાના શપથ લીધા હતા.” દાઓં ને તે જ ઘડીએ અર્ધા ઉઘાડા બારણામાંથી અંદર ધસી આવ્યો અને બોલ્યો, “મેં રાજાજીને કશું જ કહ્યું નથી; હું તો ઑ0 દ મેં તેગ્નોને વાત કરતો હતો, તે રાજાજી સાંભળી ગયા હશે. ખરું ને સરકાર ?” લાઇઝાએ હસતાં હસતાં પોતાનો નાનો શ્વેત હાથ દાન તરફ ધર્યો. રાજાએ દાનને હવે એક બંધ ગાડી ઝટપટ લઈ આવવા કહ્યું. દાઓંનોએ તરત જ નમન કરીને કહ્યું, “સરકાર, ગાડી બારણે તૈયાર ઊભી છે.” શાબાશ! કૅપ્ટન, તમે બધું જ આગળથી વિચારી લેનારા માણસ છો.” પ૧ મૅડમ રાજાએ જે રીતે દરબાર બરખાસ્ત કર્યો હતો, તથા ડચ પ્રતિનિધિ ઓને વિદાય કર્યા હતા, તે બધા ઉપરથી સૌ કોઈ ચોંકી ઊઠયું હતું. ખાસ કરીને બંને રાણીઓ અને મૅડમ તો રાજાના એ ઉશ્કેરાટનું ખરું કારણ જાણતાં હોવાથી ભારે વિમાસણમાં પડયાં હતાં. રાણી-માં વારેઘડીએ ખબર કઢાવવા લાગી કે, રાજાજી પાછા ફર્યા છે કે નહિ. રાજાજી પાછા ફરતાં ભારે ધડાકો થશે એની સૌને ખાતરી હતી. મૅડમ તો તાલ સાથે મળીને આ બધામાંથી શી રીતે પાર પડવું તેની વાતચીત કરી રહી હતી, તેવામાં માલિકૉને અંદર આવી ખબર આપ્યા કે, રાજાજી આપને મળવા માગે છે. રાજાજી આટલા જલદી પાછા ફરશે અને આવીને તરત જ સીધા પોતાની મુલાકાતની માગણી કરશે, એવી મેડમને કલ્પના ન હતી. Page #377 -------------------------------------------------------------------------- ________________ મૅડમ ૩૪૯ સ્ત્રીઓ સામાન્ય રીતે આડકતરા ઉપાયોથી જ લડાઈ ચલાવતી હોય છે; તેમની સામે સીધો મોરચો આવીને ઊભો રહે, ત્યારે તેઓ એટલી બધી હોંશિયારી કે દૃઢતા દાખવી શકતી નથી. પરંતુ, રણમેદાનમાંથી ડરી જઈને પાછા ભાગવું એ પણ મૅડમના સ્વભાવમાં ન હતું. રાજા સીધો ઘોડા ઉપરથી ઊતરીને આવ્યો હોવાથી તેના મોં ઉપરનો રંગ હજુ વધારે લાલ હતો, તથા ધૂળ અને મુસાફરીથી તેનાં કપડાંના પણ હાલહવાલ હતા. તે પાસે આવીને બેઠો એટલે માંતાલે ત્યાંથી વિદાય થઈ ગઈ. રાજાએ સીધું જ કહ્યું, “માદમુઝોલ દ લા વાલિયેર આજે સવારે પોતાના કમરામાંથી નાસી ગઈ છે તે તો તમે જાણતા જ હશો; તે દુ:ખ અને હતાશાની મારી મઠમાં સાધ્વી થવા ગઈ હતી.” “આપ નામદાર જ મને પહેલી વખત એ વાતની જાણ કરાવે છે.” “પણ, તમે તેને શા માટે કાઢી મૂકી છે, તે મને કહેશો?” “મને તેના વર્તન બાબત અસંતુષ્ટ થવાનાં કારણો મળ્યાં હતાં.” “પરંતુ એ જુવાન છોકરી તેમ જ તેનાં સગાંવહાલાંને આવી નામોશીમાં ઉતારવા માટે તમારા જેવી ભલી અને માયાળુ બા પાસે કંઈક વિશેષ કારણો હોવાનું લોકો સહેજે માની લે. રાજદરબારની બાજુઓ તરફ આખા શહેરની નજર અને જીભ મંડાયેલાં રહે છે. તો કુમારી દ લા વાલિયરે કયો ગુનો કરેલો છે?” આપ જ હવે માદ"આઝોલ દ લા વાલિયેરના વતી બોલવા આવ્યા છો, તો હું આપને એ ખુલાસાઓ આપીશ; બાકી, એ ખુલાસા કોઈને ન આપવાનો મને અધિકાર છે.” રાજાને પણ એ ખુલાસા ન આપો?” આપ મને ભાભી-બહેન કહો છો, અને હું મારા કમરામાં બેઠી છું, એ ભૂલી ન જતા, સરકાર.” Page #378 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પાંક “પરંતુ તમે કે આ રાજ્યનું કોઈ પણ માણસ મારી આગળ ખુલાસો રજૂ ન કરવાનો અધિકાર ભોગવી ન શકે. "" “જો આપ સરકાર એ રીતે જ વાત આગળ ચલાવવા માગતા હો, તો હું આપને વંદન કરીને, ચૂપ થઈ જાઉં છું. "" “એટલે ? ફ઼્રાંસ દેશના ખાનદાન-ઉમરાવોના અગ્રણી તરીકે દરેક ઉમરાવ કુટુંબની ઇજ્જત બાબત હું જવાબદાર ગણાઉં. તમે માદમુઆઝોલ દ લા વાલિયેરને દરબારમાંથી હાંકી કાઢી છે, અને એ રીતે તેના ઉપર કલંકનું આરોપણ થાય તેવું કર્યું છે; હું તેનો ખુલાસો માગું છું જેથી તેની સજા હું કાયમ રાખી શકું કે રદબાતલ કરી શકું.” “મે કરેલી સજા રદબાતલ કરી શકો? હું મારી નોકરડીને કાઢી મૂકું, અને આપ રાજા હોઈ તેને મારી પાસે જ પાછી રખાવો એમ ? બલિહારી એ રાજસત્તાની!” ૩૫૦ “મૅડમ !” રાજા તાડૂકો. “એક સ્ત્રી તરીકે આપની રાજસત્તાના આવા અપમાનજનક દુરુપયોગ સામે હું જરૂર માથું ઊંચકવાની. હું આપના રાજકુટુંબની એક રાજકુંવરી કયાં રહી? હું તો મેં જે હલકટ દાસીને કાઢી મૂકી છે, તેના કરતાં પણ વધુ હલકટ બની ગઈ કહેવાઉં. ’ "" 66 તમારી છાતી હેઠળ હૃદય નામની ચીજ નથી, પણ કેવળ પથરો જ રહેલો હોય એમ લાગે છે. તમે જો મારી સાથે પણ આવી રીતે વર્તવાનાં હો, તો પછી મારે પણ સામો એવો જ કડક વર્તાવ રાખવો પડશે.' "" મૅડમ રાજાના આ છેલ્લા વાકયથી ચોંકી. તેણે તરત કહ્યું, “પણ આપને શું જોઈએ છે, તે તો સમજાવીને કહો.” “હું એમ પૂછું છું કે, માદમુઆઝોલ દ લા વાલિયરે એવું શું કર્યું હતું, કે જેથી તમારે તેની સાથે આમ કડક થવું પડયું?” “એ અતિ-ચાલાક, દગાખોર બાઈ છે; દેખીતી તો એ સસલી જેવી નિર્દોષ લાગે છે, પણ એની લુચ્ચાઈનો પાર નથી. તેણે નિર્દોષ Page #379 -------------------------------------------------------------------------- ________________ મેડમ ૩૫૧ પણાનો ઢોંગ અખત્યાર કરી બે નિટકનાં સગાં – બે અંતરંગ મિત્ર—આપ અને હું, તેમની વચ્ચે જીવલેણ બખેડો ઊભો કરાવ્યો છે – અરે અત્યારે જ જુઓ કે, મારી સામે કેવા ભયંકર ઉશ્કેરી મૂકીને જ તેણે આપને મારી પાસે મોકલ્યા છે? અને એ દગાખોર બાઈનો સીતમ તો જુઓ કે, આપ મને સોગંદ ઉપર એમ જ કહેવાના છો કે, તેણે આપને કશું જ સમજાવ્યું નથી – ઊલટું મને ક્ષમા કરવાનો પગે પડીને આગ્રહ કર્યો હતો!” મેડમ, મૅડમ, તે બિચારી તમારી સાચી મિત્ર છે – દુશ્મન નથી, એમ હું કેમ કરીને તમને સમજાવી શકું?” મારી મિત્ર! એ દગાબાજ, તુચ્છ, હલકટ નોકરડી!” “જુઓ મૅડમ, એક વાત ન ભૂલશો કે, લા વાલિયેર ગઈ કાલે ગમે તે હતી, પણ હવે તો હું જે ઇચ્છું તે એ બનવાની છે. હું આવતી કાલે તેને રાજગાદી ઉપર પણ ધારું તો બેસાડી શકે એમ છું.” હા, હા, પણ તેથી તે રાજગાદી ઉપર જન્મેલી તો નહીં જ બની શકે!” “ઓ મૅડમ, મેં તમને રાજી રાખવા અને તમારું સંમાન જાળવવા થાય તેટલો પ્રયત્ન કર્યો છે, હવે મહેરબાની કરીને મને ફરી યાદ ન દેવડાવતાં કે હું અહીં રાજા છું.” “હા સરકાર, આપે આ બીજી વખત મને યાદ દેવરાવ્યું કે, આપ અહીં માલિક છો, અને મારે આપને તાબે થવાનું છે. હું આપની જે તે તાબેદારી ઉઠાવવા તૈયાર છું.” તો માદમઆઝોલ દ લા વાલિયેરને તેને મૂળ સ્થાને પાછી લઈ લો.” વાહ સરકાર, આપ તો તેને રાજગાદી આપવાના છો; એવી મહારાણીને હું શી રીતે નોકરડી તરીકે રાખી શકું?” “આ બધા વાણીના આટાપાટા ખેલવાની રમત હવે પડતી મૂકો, એને મારી વિનંતીથી માફ કરો.” Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ** “કદી નહિ!” પ્રેમ-પંક “તો શું મારે મારાં કુટુંબીજનો સામે જ યુદ્ધે ચડવું પડશે?” (( સરકાર, મારે પણ મારું કુટુંબ છે, હું ત્યાં ચાલી જઈશ.” ‘તમે તમારી જીદ એટલી હદે લઈ જવા માગો છો? તમારું કુટુંબ તમને એટલી હદે સાથ આપશે?’’ “મને આશા છે, સરકાર, કે આપ જ મારા હોદ્દાને ન છાજે એવું કશું પગલું લેવા મને ફરજ નહિ પાડો.’ "" “હું એવી આશા સાથે આવ્યો હતો કે, તમે આપણા વચ્ચેની મિત્રતા યાદ રાખશો અને નિકટના સગા તરીકે મારી સાથે વર્તશો. "" “પણ આપ નામદાર રાજા તરીકે કશો અન્યાય કરતા હો, તેને તાબે ન થવામાં હું આપણી સગાઈને અવમાનું છું એમ શી રીતે કહી શકાય?” “અન્યાય ?’ “સરકાર, હું જો લા વાલિયેરની વર્તણૂકની ખબર બીજાંઓને આપું અરે રાણીજીને જ આપું, તો શું થાય, તે સમજો છો?” “જુઓ, જુઓ, પ્રિય, હું તમારા હૃદયને હવે અપીલ કરું છું; આપણે બંનેએ એકબીજાને હૃદયથી ચાહ્યાં છે; એ હૃદયની આણ દઈને હું તમને કહું છું કે, તમે લા લિયેરને માફ કરો. હું અત્યારે તમારી પાસે એક પ્રેમી તરીકે આ માગણી કરું છું. મારું હૃદય તમે જ સમજી શકો તેમ છો, બીજું કોઈ નહિ. તો મને એ હૃદયની જ ઓથ આપો. મને મારી ગુસ્સાભરી પ્રકૃતિના હાથમાં જાતે કરીને તમે ન સોંપશો. બોલા, મારા હૃદયને તો તમે પ્રમાણશો ને?” “સરકાર, આપ તો રુદન કરવા લાગ્યા!” “ગુસ્સાનો માર્યા, હીણપતનો માર્યા! હું રાજા હોવા છતાં, મારે આવી રીતે વિનંતી કરવી પડે છે. આ હતભાગી ક્ષણને આખી જિંદગીભર હું ધિક્કારીશ. મારા જીવનના કારમી કટોકટીના કાળમાં પણ જે વેદના Page #381 -------------------------------------------------------------------------- ________________ મેડમ ૩૫૩ મને વેઠવાની ન થાય, તે વેદના તમે આ એક ક્ષણમાં મને ભોગવાવી છે.” આટલું કહી રાજાએ ઊભા થઈ, પોતાની આંખમાં ઊભરાઈ આવેલાં સુ બાજુએ ફરીને ખંખેરી નાંખ્યાં. મૅડમના અભિમાન ઉપર ઘા થયો હતો એટલે આવાં આંસુઓથી તે પીગળે તેમ ન હતી, પરંતુ તે બુદ્ધિશાળી બાઈ સમજી ગઈ કે, આંસુ ઘણી વાર હૃદયના બધા કુમળા ભાવોને વહાવી દે છે – એટલે તરત તે સાબદી થઈ ગઈ. તે બોલી : “આપ સરકારને જે હુકમ કરવો હોય તે કરો; હું તે માથે ચડાવીશ. આપની હીણપત બહાર દેખાય તે કરતાં મારી હીણપત દેખાય, એ આપને વધુ પસંદ છે; – જો કે મારી હીણપત તો જાહેરમાં થશે, જ્યારે આપની આ હીણપતની તો હું એકલી જ સાક્ષી છું. તો ભલે, આપ ફરમાવો, મારે શું કરવાનું છે?” “ના, ના, એમ કરવામાં તમે કશી હીણપત ઉઠાવી નહિ હોય, માત્ર તમારા મિત્રની ઇચ્છાઓને જ નમતું આવ્યું હશે.” “ના, ના, મારે કોઈ મિત્ર હવે નથી; કારણકે, મારે તો હુકમ જ માનવાનો છે. અને હું આપના કહ્યા મુજબ કરીશ, બસ?” “બોલો તમને બદલામાં મારું રાજ્ય આપી દઉં?” “સરકાર, જ્યારે તમે પ્રેમ કરો છો, ત્યારે કેટલો ઉત્કટતાથી પ્રેમ કરો છો? અને તમારે એ પ્રેમ ગુમાવનારને કશું જ દુ:ખ ન થાય?” રાજાએ બોલ્યા વિના માત્ર મૅડમનો હાથ પકડી લીધો અને તેના ઉપર ચુંબન કર્યું. “તો તમે એ બિચારી છોકરીને પાછી સ્વીકારશો, અને તેને માફ કરશો, ખરુને? તે બહ નમ તથા નિર્મળ અંતરની છોકરી છે.” “હું તેને મારા ઘરમાં પહેલાંની જેમ નોકરીએ રાખીશ.” “પણ તમે તેને તમારી મિત્રતા નહીં આપો?” “મને તે છોકરી કદી ગમી નથી.” “પણ મારે ખાતર, તમે તેના પ્રત્યે માયાળુતાથી નહિ વહેં?” પ્રે–૨૩ Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ પ્રેમ-પંક “તમારી રખાત તરીકે તેને પાળીશ; બસ?” રાજા એ શબ્દો સાંભળી એકદમ ઊભો થઈ ગયો; તે સમજી ગયો કે મેડમને આથી વધુ નમાવવી શક્ય નથી. તે એનો આભાર માની ચાલતો થયો. દાનએ રડીને લાલ થયેલી રાજાની આંખો જોતાં જ બાજુએ ફરીને કહ્યું, “જેને માટે રાજાજીએ આંસુ રેડ્યાં છે, તેને રડાવવાની હિંમત કરનારાં હવે સાવધાન!” પર સંજોગ-વિજોગ લા વાલિયર મૅડમની તહેનાતમાં પાછી ગોઠવાઈ ગઈ; પરંતુ રાજાને હવે પોતાની અને તેની મર્યાદા સાચવવામાં આકાશ-પાતાળ એક કરવાનાં થયાં. મા આગળ, રાણી આગળ, મૅડમ આગળ – સૌ આગળ છોભીલા ન પડાય તેવી રીતે જ તેણે વર્તવાનું હતું. માલિકૉર્ન જેવો ચાલાક માણસ પોતાની બધી કુશળતા સાથે રાજાઅને આ પ્રેમ-પ્રકરણમાં કામે લાગી ગયો. તે સમજી ગયો હતો કે, મૅડમના કમરામાં રહેતી માંતાલની મદદથી, પોતે બહારથી અલિપ્ત રહીને, રાજાજીની લા વાલિયેર સાથેની મુલાકાતો ગોઠવવામાં બહુ સારો ભાગ ભજવી શકે તેમ છે, અને રાજાજી તેની આ સેવાની ભારે કદર કર્યા વિના નહિ રહે! મેડમે પ્રથમ તો લા વાલિયેરને પોતાના કમરાની તદ્દન નજીકના કમરામાં રહેવાનું ગોઠવ્યું, જેથી પોતાની જાણ બહાર કોઈ તેની મુલાકાતે આવી જ ન શકે. માલિકોને થોડા જ વખતમાં બગીચામાંથી એક નિસરણી મૂકને લા વાલિયેરના કમરામાં પેસવાનો માર્ગ વિચારી કાઢયો. Page #383 -------------------------------------------------------------------------- ________________ રોગ-વિજોગ ૩૫૫ પણ એ યોજના અધવચ જ પકડાઈ ગઈ. અને માલિકૉર્નની મેંશ્યોરના ઘરમાંથી નોકરી ગઈ એ નફામાં! અલબત્ત, રાજાજીએ તેને નુકસાની પેટે પચાસ હજાર ફ્રાંક બક્ષિસ આપ્યા, અને પોતાના જ ઘર-કારભારમાં તેને નોકરી ગોઠવી આપી. અર્થાત્ મોંશ્યોર કરતાં રાજાજીના ઘર-કારભારમાં નોકરી મળવાથી માલિકૉર્નનો દરજજો વધ્યો. માલિકૉર્ન હવે મન દઈને મૅડમની ભૂહરચના તોડવા પ્રયત્ન કરવા માંડયો. પ્રથમ તો તેણે માંતાલને સૂચવ્યું કે, તેણે રાતભર નિસાસા નાખ્યા કરવા, ડૂસકાં ભર્યા કરવાં, અને દશ દશ વખત મોટેથી નાક સાફ કરવું. મૅડમ કારણ પૂછે તો એ બતાવવું કે, માલિકૉનને કાઢી મૂકવામાં આવ્યો, તેથી તેના વિયોગ-દુ:ખની મારી પોતે ગાંડી થઈ જવા બેઠી છે. મૅડમથી રાતને વખતે જરા પણ ડખલ સહન થઈ શકતી નહિ. એટલે તેમણે મતાલને દૂર રહેવા કાઢી. પછી તો લા વાલિયેર એકલી પડી એટલે તેણે પણ શીખવ્યા મુજબ રાતે ડૂસકાં ભરવા માંડ્યાં. એટલે છેવટે તેને પણ દૂર કાઢવી પડી. પરંતુ મેડમે યુક્તિ એવી કરી કે, રાજાજીના માણસોને રહેવાનો જે હિસ્સો હતો, તેના છેક ઉપરના માળ ઉપર તેને કમર નક્કી કરી આપ્યો. અને તે માળ ઉપર જવાના નાના દાદરા આગળ જ પોતાની બીજી વિશ્વાસુ બાઈને રહેવાનું ગોઠવી આપ્યું, જેથી ઉપરને માળ છૂપી રીતે કોઈ જઈ શકે નહિ. માલિકૉને લા વાલિયરના ઓરડાની નીચેના દ ગીશ માટે ખાલી રહેલા ઓરડામાં સેંતેશ્નોને રહેવા મોકલી દીધો. પછી થોડા દિવસ બાદ, સૌને રાજાજી સાથે એક રાત બહાર ફરવા જવાનું ગોઠવી, આંખે પાટા બાંધેલા સુતારો અને કારીગરો સેંતેશ્નોની ઓરડીમાં દાખલ કરી લીધા. પેલાઓએ રાતોરાત ઉપરની લાકડાની છતમાં એક દાદરના બારણા જેવું બાકું વહેરી નાખ્યું. એ બાકા ઉપર, એકદમ ખબર પણ ન પડે તેવું બારણું ગોઠવી દીધું તથા એટલા ભાગની આગળ એક પડદો લટકાવવાની વ્યવસ્થા પણ કરી દીધી; જેથી એ ઓરડીમાં બહારથી આવનારને નીચે Page #384 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પંક ૩૫૬ જવાનું બારણું ઉઘાડું હોય તોપણ એકદમ ખબર ન પડે. પછી માપસરની એક પાતળી નિસરણી સેતેગ્નોની ઓરડીમાં આવી ગઈ. ૨ માંતાલે મૅડમના કમરામાંથી થતી બધી કારવાઈથી જાણકાર રહેતી, અને તે પ્રમાણે લા વાલિયેર કે રાજાજીને ચેતવી દેતી. એક વખત લા વાલિયેર રાજાજી સાથે નીચે સેતેગ્નોના કમરામાં ઊતરી આવેલી હતી, તેવામાં મેતાલેએ ઉપર લા વાલિયેરના કમરામાં આવીને નિશાનીના ટકોરા મારવા માંડયા, લા વાલિયેર તરત ઉપર આવી એટલે માંતાલેએ તેને કહ્યું, “બહેન, મૅડમ હવે હાડ આવી ગઈ છે; અને ડ્રાંસમાં કોઈ ઉપાય હાથ આવે એમ ન લાગવાથી તેણે ઇંગ્લેંડ તરફ નજર દોડાવી છે: વાઇકાઉંટ દ બ્રાજૉનનો તારા હાથ ઉપર હક છે એમ માની, તેમને તાબડતોબ ઈંગ્લેંડથી પાછા તેડાવ્યા છે, જેથી અહીં આવીને તે તારો કબજો લઈ લે.” લા વાલિયેર એકદમ મરણતોલ ઘાયલ થઈ ગઈ હોય તેમ ભાગી પડી. રાઓલનો આકરો સ્વભાવ તે જાણતી હતી. “આજે રાતે જ મૅડમે એક દૂતને અગત્યનો-તાકીદનો કાગળ લઈ ઈંગ્લેંડ પોતાના ભાઈ પાસે મોકલ્યો છે. હવે તારે એક વાત ખરેખર નક્કી કરી લેવાની થાય છે: તું બ્રાલૉનને ચાહે છે?” “તેમને હંમેશ મારા ભાઈ તરીકે ચાહ્યા છે.” “પણ રાઓલ તને એ ભાવથી ચાહે છે?” 64 "" ના; તે તો મને પ્રેમી તરીકે જ ચાહે છે. “તે તેમના એ ભાવને ઉત્તેજન મળે એવું કશું નથી કર્યું, એમ તું કહેવા માગે છે? હું તમારા લોકોના પ્રેમની સાક્ષી છું.” ‘અલબત્ત, મને તેમના તે જાતના ભાવની સમજ પડે તે પહેલાં ઘણો વખત વીતી ગયો; અને ત્યાર પછી મારે તેમને શી રીતે ના પાડવી, એ હું સમજી શકી નહિ.” . Page #385 -------------------------------------------------------------------------- ________________ સંજોગ-વિજોગ ૩૫૭ “તો ઠીક, પણ રાજાજીને તું કયા ભાવથી ચાહે છે?” “રાજાજીને હું સર્વતોભાવે ચાહું છું તે મારા સર્વસ્વ છે,” લા વાલિયેરે ખેદ અને શરમથી માં નીચું કરી દઈને જવાબ આપ્યો; “પણ બહેન, હવે તું જ મને આ બાબતમાં શું કરવું તેની સલાહ આપ.” “રાઓલ મારા મિત્ર છે; અને રાજાજી તો માલિક છે; હું એ બેમાંથી કોને દગો દેવાની સલાહ આપું, તે મને પણ સમજાતું નથી.” દગો?” હાસ્તો; રાઓલના હૃદયને તારી બેવફાઈથી કેવો કારી ઘા થશે, તે મારા કરતાં કદાચ તું વધારે સમજી શકશે.” બેવફાઈ?” “એવા પ્રશ્નો મારી આગળ પૂછયા કરવાનો કશો અર્થ નથી.” “પણ બહેન, એ બંનેમાંથી કયા સ્થાનેથી હું ઈજજતભેર છૂટી થઈ શકું, અને કેવી રીતે, તેની સલાહ તું મને આપ.” “જો બહેન, આ એક એવી ગૂંચવણ છે કે જેમાંથી સીધો કે સહીસલામત રસ્તો કોઈ બતાવી શકે તેમ નથી. કારણકે આમાં કેટલાયનાં જીવન ઊભાં થવાનો કે રગદોળાઈ જવાનો સવાલ છે. રાજાજીનો સ્વભાવ તું જાણે છે, અને રાઓલનો સ્વભાવ નું એથી પણ વિશેષ જાણે છે. આ મુશ્કેલીમાં હું કેવળ તારી મદદમાં રહી શકે.” તો તું મારી મમાં જ રહેશેને?” “તે માટે તો હું જાતે ચાલીને કહેવા આવી છું પણ બદલામાં તારે મારી મદદમાં પણ રહેવું પડશે.” “બહેન, શું તું મને ઓળખતી નથી?” “ઓળખું તો શું પણ ત્યાર પછી સ નદીમાં ઘણું પાણી વહી ગયું છે!” “એટલે?” “એટલે, બ્લવામાં હતી ત્યારે તું અત્યારની પેઠે ફ્રાંસની બીજી રાજરાણી હતી? કહે જોઉં!” Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ પ્રેમ-પંક લા વાલિયેર માં નીચું કરી રડવા લાગી. મતાલે જાણતી હતી કે, આ ભલી છોકરી લૂઈને પ્રેમ કરતી હતી, તે કંઈ એ રાજા હતો તે કારણે નહિ; ઉપરાંત એ પ્રેમમાં કેવળ હીણપત, નામોશી અને તિરસ્કાર સિવાય બીજું કાંઈ છેવટે તેને ભોગવવા મળે તેમ નહોતું. તે તેના કપાળ ઉપર એક ભાવભર્યું ચુંબન કરીને ચાલતી થઈ. ૫૩ પ્રેમ– પંક રાજા ચાર્લ્સ-રને લંડનથી બારેક માઈલ દૂર આવેલ હેપ્ટન કોર્ટનો વસવાટ વધુ પસંદ હતો. અને સગવડ હોય ત્યારે તે ત્યાં જ પોતાનો દરબાર લઈ જતો. ઇંગ્લેંડના રાજદરબારની બે અદ્ભુત સ્વરૂપવતી રમણીઓ અત્યારે હેપ્ટન કોર્ટના બગીચામાં આમતેમ ટહેલતી હતી. એકનું નામ ઘૂસી ટુઅર્ટ હતું અને બીજીનું નામ મૅરી ગ્રાટન. “આપણે કયાં જઈએ છીએ?” ગ્રાફટને પૂછ્યું. “જ્યાં પેલા ફેંચ જુવાન નિસાસા નાખતા અને વિલાપ કરતા બેઠા છે ત્યાં.” મારે ત્યાં નથી જવું, ટુઅર્ટ.” “પણ મારે ત્યાં જ જવું છે; અને ખુલાસો મેળવવો છે કે, વાઈકાઉટ દ બ્રાજલૉન હંમેશાં ફરતી વખતે અચૂક તારી સાથે જ શા માટે હોય છે, તથા તું પણ અચૂક તેમની સાથે કેમ હોય છે!” અને એટલા ઉપરથી તું એ નિર્ણય તારવવા માગે છે કે, કાં તો તે મને ચાહે છે, અથવા હું તેમને ચાહું છું, ખરું?” કેમ નહીં? એમના જેવા દેખાવડા અને માયાળુ સાથી બીજા ભાગ્ય મળે. પણ આપણી વાતો કોઈ સાંભળતું તો નથી ને?” Page #387 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પંક ૩૫૯ “ના, ના, રાજાજી તો ડયૂક ઑફ બકિંગહામ સાથે વાતોએ વળગ્યા છે.” “ઠીક, ઠીક, પણ મૅરી, ડયૂકે ફ્રાંસથી આવ્યા પછી તારા ઉપર વિશેષ લક્ષ બતાવવા માંડ્યું છે, કંઈ?” જવાબમાં ગ્રાફટને માત્ર ખભા મચકોડ્યા. પણ જલદી જલદી ઉમેર્યું, “ઘૂસી, તને રાજ્યનાં ઘણાં ગુપ્ત રહસ્યોની ખબર હોય છે, તો તું મને કહી દે ને કે મોં૦ દ બાજલૉન અહીં ઇંગ્લેંડમાં શાથી છે?” કેમ વળી? એક રાજા બીજા રાજાને ત્યાં પોતાનો પ્રતિનિધિ ન મોકલે?” “પણ મૌ૦ દ બ્રાજલૉનને અહીં તેમના રાજા તરફનું કોઈ અગત્યનું કામ સંભાળવાનું હોય એમ પણ લાગતું તો નથી.” તો જો સાંભળ – ભલે હું રાજકારણની કોઈ ગુપ્ત વાત બહાર પાડી દેતી હોઉં. રાજા લૂઈ-૧૪નો રાજા ચાર્લ્સ-૨ ઉપર જે કાગળ હતો, તે મને યાદ છે. તેમણે લખ્યું હતું – મારા પ્રિય ભાઈ, આ પત્ર લાવનાર સદ્ગૃહસ્થ મારા દરબારના માણસ છે. તમે તેમના પિતાને તો બરાબર ઓળખો છો. તેમના પ્રત્યે માયાળુતાથી વર્તો અને તેમને ઇંગ્લેંડ ગમે તેવું કરજો.” “વાહ, આવું લખ્યું હતું?” બરાબર એ અર્થનું, એ તો નક્કી જ.” “પણ એ ઉપરથી શો નતીજો નીકળે છે? અથવા રાજાજીએ તે ઉપરથી શો નતીજો કાઢયો છે?” એ જ કે, મેં૦ દ બ્રાજલૉનને ફ્રાંસમાંથી દૂર રાખવાનાં ફ્રાંસના રાજાને પોતાનાં ખાસ કારણ છે. ઉપરાંત, તે ફ્રાંસ બહાર પરણી જાય એમ પણ તે ઈચ્છે.” “અને તેથી ” અને તેથી રાજાજી બ્રાજલૉનને બહુ ભારે આદર-સત્કારથી રાખે છે; વ્હાઈટ-હોલ મહેલના સુંદરમાં સુંદર ઓરડા તેમને માટે ઉઘાડી આપ Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ પ્રેમ-પંક વામાં આવ્યા છે, અને ઇંગ્લેંડનું જે મોંઘામાં મોં રત્ન – તું, તેને એમના તરફ વાળવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અલબત્ત, રાજાજી જ તને તો ઇચ્છતા હતા, પણ તે તેમના પ્રેમનો અસ્વીકાર કર્યો છે, એ હું જાણું છું–જેમ ડયૂકના પ્રેમનો પણ તે અસ્વીકાર કર્યો છે, એમ હવે લાગે છે.” મૅરી ગ્રાફટન શરમથી લાલચોળ થઈ ગઈ. “હવે હું સમજી હશે કે, વર્ષે ત્રણ લાખ પાઉંડની આવકની વારસદાર, તથા ભવિષ્યની ડચેસ એવી જે તું, તેને બ્રાજલૉનના રસ્તામાં શા માટે મૂકવામાં આવી છે. ખરી રીતે એ એક પ્રેમ-કાવતરું જ છે!” મેરી ગ્રાફટને હસતાં હસતાં એટલું જ કહ્યું, “રાજાજીનો આભાર માનું છું, ઘૂસી !” “પણ ડયૂક ઑફ બકિંગહામ ઈર્ષાથી દાઝવા લાગ્યા છે, એ યાદ રાખજે!” પણ એટલામાં ડયૂક પોતે જ તે તરફ આવી પહોંચ્યો અને બોલ્યો, “ખોટી વાત છે, મિસ ઘૂસી! મને ઈર્ષા નથી આવતી. મિસ મેરી, મારે તમારાં સખી મિસ ઘૂસી ટુઅર્ટ સાથે થોડી વાત કરી લેવાની છે, તો તેમને મારી સાથે આવવા દેશો? અને મિસ ભૂસી, તમે મારો હાથ પકડી મારી સાથે આવશો? રાજાજી ત્યાં ગ્રીષ્મ-ઘરમાં તમારી સાથે વાત કરવા માગે છે.” મૅરી ગ્રાફટન એકલી પડી એટલે થોડી વાર વિચારમાં પડી હોય એવી મનોહર અદાથી બ્રાજલૉન તરફ જોઈ રહી; પણ પછી મનમાં કંઈક નિશ્ચય કરી લઈ, સ્થિર પગલે તેના તરફ તે આગળ વધી. રાઓલ તેનાં પગલાં સાંભળી, એકદમ ઊભો થઈ ગયો અને તેનો સત્કાર કરવા હાથ લાંબો કરી, સામો આવ્યો. Page #389 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પંક ૩૬૧ “મને તમારી પાસે મોકલવામાં આવી છે, શ્યોર, તમે મારો સ્વીકાર કરશો?” “આ મોટા સર્ભાગ્ય બદલ મારે કોનો આભાર માનવાનો છે?” ડયૂક ઑફ બકિંગહામનો!” મૅરીએ જરા મજાકનો ભાવ ધારણ કરી, રાજી થતાં થતાં કહ્યું. વાહ, ડભૂકનો પોતાનો? ખરી રીતે તો તે પોતે જ તમારી સોબત પ્રાણપણે ઇચ્છતા હોય છે! તે તમને મારી પાસે મોકલે, એ નવાઈની વાત!” “વાત એમ છે કે, મશ્યોર, આ દેશમાં બધાં જ હવે તમને અને મને ભેગાં કરવાનું જ કાવતરું ચલાવી રહ્યાં છે. ગઈ કાલે રાજાજીએ મને ભોજન વખતે તમારી પાસે બેસાડી હતી, અને આજે ડયૂકે તમારી સાથે આ આસન ઉપર બેસવા મને મોકલી આપી છે!” “અને આપણને એકાંત આપવા માટે જ અત્યારે ડયૂક મિસ ટુઅર્ટને લઈને પેલી તરફ ચાલ્યા ગયા, ખરું?” “મેંશ્યોર લ કાઉંટ, તમારા ફ્રાંસમાં આવી મીઠી પરોણાગત દાખવવામાં આવે છે ખરી?” માદમઆઝોલ, હું ફ્રાંસમાં એટલું ઓછું રહ્યો છું કે, મને ફ્રેંચ ન ગણો તો પણ ચાલે; હું જીવનનો મોટો ભાગ રણભૂમિ ઉપરની છાવણીઓમાં જ રહેલો છું અને મને તમે એક અસંસ્કારી જંગલી માણસ પણ ગણી કાઢી શકો છો” તમારું દિલ ઇંગ્લેંડમાં ગોઠતું નથી, ખરું?” મને ભાગ્યે ખબર હોય.” “શું તમને પોતાને ખબર નથી?” “માફ કરજો, મેં તમારો પ્રશ્ન બરાબર સાંભળ્યો નહોતો.” રાઓલ જરા જાગ્રત જેવો થઈને બોલ્યો. • “અરેરે,” એ રમણીએ નિસાસો નાખી કહ્યું, “મને ડયૂકે અહીં મોકલવામાં કેવી ભૂલ કરી છે?” Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ . પ્રેમ-પંક હું એવો અસંસ્કારી નાલાયક સોબતી છું કે, મારી સોબતનો તમને અણગમો જ થાય. ડયૂકે તમને મારી પાસે મોકલવામાં ખરેખર ભૂલ કરી છે.” પણ, તમારી સોબતનો મને અણગમો થતો નથી, એટલે ડયૂકે મને અહીં મોકલીને મારા ઉપર ઉપકાર કર્યો છે. “મેરીએ ભાવભરી આંખે બાજલૉન સામે જોઈને કહ્યું. તો પણ તમે ડયૂકને ચાહો છો, અને ડયૂક તમને ચાહે છે, એ દૃષ્ટિએ જોતાં તેમણે તમને મારી પાસે મોકલવાં જોઈતાં ન હતાં.” ના, ના,” મેરી ગંભીરતાથી બોલી ઊઠી; “ચૂક મને ચાહતા નથી; કારણ કે તે તમારા રાજાના ભાઈની પત્ની પ્રિન્સેસને ચાહે છે; અને મેં ડયૂકને કદી ચાહ્યા નથી.” રાઓલ નવાઈ પામી તે સુંદરી તરફ જોઈ રહ્યો. “તો શું તમે ડયૂકના પરમ મિત્ર છો?” મૅરીએ પૂછ્યું. ફ્રાંસમાં લૂક જ્યારથી મને ભેગા થયા, ત્યારથી મને પોતાનો મિત્ર ગણે છે; ઉપરાંત હું જેને મારા ભાઈ ગણું છે, તેમના તે અંતરંગ મિત્ર “ડયૂક દ ગીશના ને?” “હા.” જે દ ગીશ પ્રિન્સેસ હેનિટાને ચાહે છે!” “અરે તમે શું બોલી રહ્યાં છો?” “હા, હા, અને પ્રિન્સેસ જેમને પ્રાણપણે ચાહે છે!” રાઓલે પોતાનું માથું નીચું નમાવી દીધું. મૅરીએ ઊંડો નિસાસો નાખી આગળ ઉમેર્યું, “પરંતુ તેઓ બધાં ઘણાં સુખી છે. જ્યારે હું દુ:ખી છું, કારણ કે, હું તમારી સોબતણ થવા અહીં આવી છું, પણ તમારું હૃદય બીજે અપિત થયેલું છે. ખરી વાત ને? સાચા સદગૃહસ્થની રીતે મારી આગળ તે વાત કબૂલ કરી દો જોઉં.” ખરેખર, હું કબૂલ કરી દઉં છું.” Page #391 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પક ૩૬૩ ડયૂક તમારી આ વાત જાણે છે?” “કોઈ નથી જાણતું.” “તો પછી તમે મને કેમ કહ્યું? મને જવાબ આપો.” “હું જવાબ નહીં આપી શકું.” “પણ હું કલ્પી શકું છું- તમે હવે જાણ્યું કે, હું ડયૂકને ચાહતી નથી; અને કદાચ તમને ચાહું છું. માત્ર થોડા દિવસની મજા ખાતર પણ મારો પ્રેમ સ્વીકારવાની નાલાયકી તમે બતાવી શકો એમ નથી; તમે એટલા ખાનદાન હૃદયના છો. એટલે તમે મને તરત કહી દીધું કે, મારું હૃદય મેં ફ્રાંસમાં રાખ્યું છે.’ તમારો આભાર માનું છું, મેં૦ દ બ્રાજલૉન; બીજા જેને અનુપમ સુંદરી ગણે છે, તેવી સ્ત્રીનો પ્રેમ તમને સામેથી મળતો હોવા છતાં, તમે સાચી ખાનદાની દાખવી છે. તમારા પ્રત્યેનો મારો ભાવ તેથી ઊલટો વધી ગયો છે. પણ તમે મને તમારી અંતરંગ મિત્ર ગણીને હવે કહો કે, તમે છેલ્લા ચારેક દિવસથી ખિન્ન શા માટે થઈ ગયા છો?” રાઓલ આ અદ્ભુત યુવતીનો પોતા માટેનો આ ભાવ જોઈને ગદ્ગદિત થઈ ગયો. પણ કંઈ બોલ્યો નહિ. મેરીએ જ હવે ઉમેર્યું: “મેંશ્યોર, મારી ઉપર દયા લાવો; મારી મા ફ્રાંસમાં જન્મી હતી, અને મારી નસોમાં ફ્રેંચ લોહી વહે છે. અને તેથી મારી ભાવનાઓ પણ ફેંચ લોકો જેવી જ છે. તમારા પ્રત્યે જે નિકટ સખ્યભાવ મેં દાખવ્યો છે, તેનું કારણ એ જ છે કે, મારું લોહી જ તમારી વેદના જોઈને તપી આવે છે. માટે તમારો હાથ મને મારા હાથમાં લેવા દો, અને મને તમારી પ્રિય મિત્ર ગણીને તમારા અંતરનું દુ:ખ જણાવો.” “તો શું તમે મનથી-અંતરથી ફ્રેંચ છો, ખરું?” હા, હા, મારી માતા ફ્રેંચ જ હતી, પણ મારા પિતાય રાજા ચાર્લ્સ-૧ના મિત્ર તરીકે ફ્રાંસમાં જ દેશનિકાલ થઈને રહ્યા હતા. રાજા ચાર્લ્સ-૨ના પુન: રાજ્યારોહણ પછી તે ઇંગ્લેંડ પાછા ફર્યા, પણ તરત Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ પ્રેમ-પંક જ ગુજરી ગયા. રાજાએ પછી મને ડચેસ બનાવી છે, અને એ રીતે જાગીર બાંધી આપી છે.” “ફ્રાંસમાં તમારું કોઈ સગું છે?” “હા, મારી બહેન જ ત્યાં છે. મારાથી સાત-આઠ વર્ષ મોટી હશે. તે ફ્રાંસમાં જ પરણી હતી, પણ તરત જ વિધવા થઈ છે. તેનું નામ મૅડમ દ બેલિયેર છે, તમે તેને ઓળખો છો?” “મને નામથી તેમની ખબર છે.” “તે પણ પોતાના સમગ્ર અંતરથી પ્રેમ કરી જાણે છે, તેના છેલ્લા કાગળોથી મને ખબર પડી છે કે, તેને તેના પ્રેમનો જવાબ મળ્યો છે, અને તે હવે સુખી છે. પણ હવે તમારી વાત ઉપર આવો. ફ્રાંસમાં તમે કોને ચાહો છો?” કમલિની જેવી એક પવિત્ર યુવતીને.” “પણ તે જો તમને ચાહતી હોય, તો પછી તમે ખિન્ન શાથી છો ? મને એવા ખબર મળ્યા છે કે, તે હવે મને ચાહતી બંધ થઈ છે.” પણ તમને એ વાત સાચી લાગતી નથી, ખરું?” જેણે મને કાગળ લખ્યો છે, તેણે નનામો જ લખ્યો છે.” “નનામો કાગળ એ તો કાવતરું પણ હોઈ શકે, અને તે તમારી પાસે હોય તો બતાવો જોઉં.” રાઓલે ખીસામાંથી કાઢી એક કાગળ તેને બતાવ્યો. તેણે વાંરયો તો તેમાં નીચે પ્રમાણે લખાણ હતું – વાઇકાઉંટ, - તમે ચાર્લ્સ-રના દરબારનાં સુંદર મુખો સાથે આનંદ કરો છો, એ યોગ્ય જ કરો છો. કારણ કે લૂઈ-૧૪ના દરબારમાં તમે જે કિલ્લામાં તમારા અંતરનો પ્રેમ સુરક્ષિત સ્થાપ્યો હતો, તે કિલ્લો હવે ઘેરાઈ ગયો છે. માટે લંડનમાં જ કાંતો કાયમનો વસવાટ કરી લેજો, અથવા તો પેરીસ તરત જ પાછા વળજો.” Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ પ્રેમ-પંક આ કાગળ નીચે સહી નથી, એટલે તેને સાચો માનવાની જરૂર નથી.” મૅરીએ જણાવ્યું. પણ મારા મિત્ર દ ગીશનો પત્ર આવ્યો છે, તેમાં તે કહે છે કે, “હું ગંભીરપણે ઘાયલ થયો છું તથા પથારીવશ છું, માટે એકદમ ચાલ્યા આવો.” “તમારો ઇરાદો શો છે?” “હું તો એ પત્ર મળતાં જ રાજાજીની રજા લેવા ગયો હતો; પરંતુ રાજાજીએ જવાબ આપ્યો કે, તમારા રાજાજીએ તમને મોકલ્યા છે, એટલે તેમનો હુકમ ન આવે ત્યાં સુધી તમારાથી પાછા ન ફરી શકાય.” “તો તમે અહીં જ રહેવાના ખરું?” એવું જ લાગે છે.” “તમે જેના ઉપર પ્રેમ કરો છો, તેના કાગળો તમારા ઉપર આવે છે ખરા?” “કદી નહિ.” “તો પછી તમે તેને શી રીતે ચાહો છો?” આમ મૅરી આગળ બોલવા જતી જ હતી, એટલામાં બકિંગહામ ત્યાં આવી પહોંચ્યો. તેણે તરત જ બંનેને સંબોધીને કહ્યું, “તો પછી તમે લોકો કંઈ સમજૂતી ઉપર આવ્યો કે નહિ?” “શાની સમજૂતી?” જેથી તમે મિસ મૅરી ગ્રાફટન ખુશ થાઓ, અને રાઓલ ઓછા દુ:ખી બને.” તમારું કહેવું મને સમજાયું નહિ, લૉર્ડ,” રાઓલે કહ્યું. મૅરીએ તરત જ વચ્ચે કહ્યું, “મેં૦ દ બ્રજલોન ખુશ જ છે; કારણકે તે કોઈને પ્રેમ કરે છે, અને તે વ્યક્તિ તેમને પ્રેમ કરે છે. એટલે ખુશ થવા માટે તેમને મારી કંઈ જ જરૂર નથી.” Page #394 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પંક ના, ના, મોં૦ દ બ્રાજલૉનને અબઘડી જ એવા માઠા સમાચાર મળવાના છે, જેથી તમારા મધુર હાથોના ઉપચારની –કદાચ તમારા આખા હૃદયની હૂંફની – તેમને અત્યંત આવશ્યકતા પડે.” “લૉર્ડ, મને સમજાય તેવું મહેરબાની કરીને કંઈક કહો,” રાઓલ વધુ ચિંતાતુર બનીને બોલ્યો. તમે એવી સ્ત્રીને પ્રેમ કરી રહ્યા છો જે તમારા વિશુદ્ધ પ્રેમને માટે બિલકુલ લાયક નથી.” લૉર્ડ ! તમે આ શું કહો છો? તો મારે હવે એ વાતનો ખુલાસો જલદી પૅરીસ જઈને મેળવવો રહ્યો.” “ પણ તમને પેરીસ જવા દેવામાં નહિ આવે. તમે ફ્રાંસના રાજાજીની નોકરીમાં છો, અને તેમના હુકમ વિના તમે અહીંથી ખસી શકો નહિ.” તો તમે પોતે મને બધી વાત ખુલાસાવાર કરો.” એક શરતે કે, તે સાંભળ્યા પછી પણ તમે ઇંગ્લેંડથી ફ્રાંસ જવાની ધમાલ નહીં કરો.” “જો તમે બધું ખુલાસાવાર મને કહેશો, તો પછી મારે પૅરીસ જઈને તપાસ કરવાની શી રહે?” પણ બકિંગહામ બધી વાત માંડીને કહે, તેટલામાં તો રાજાજીનો દૂત પોતાની પાછળ ધૂળથી છવાયેલા એક ઘોડેસવારને લઈને સામેથી આવ્યો તથા રાજાજી અને ભૂસી ટુઅર્ટ સાથે વાત કરતાં બેઠાં હતાં તે ગ્રીષ્મ-ઘર તરફ જવા વળ્યો. રાઓલ પેલા ઘોડેસવારના પોશાક ઉપરથી જાણી ગયો કે તે ફ્રાંસથી આવ્યો છે! અને તેની વરદી ઉપરથી તે વિશેષમાં એ સમજી ગયો કે, તે મૅડમનો સંદેશવાહક છે. રાજા અને ભૂસી તે વખતે બ્રાજલૉન વિશે જ વાત કરતાં હતાં. બાજલૉન જે સ્ત્રીને ચાહતો હતો, તે સ્ત્રીને રાજા લૂઈ જ પડાવી જવા Page #395 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પાંક ૩૬૭ માગે છે, અને તેથી જ બ્રાજૉન ઈંગ્લેંડમાં રહે તેવું રાજા ઈચ્છે છે, તે વાત છેવટે ચાર્લ્સ લ્યૂસીને જણાવી. “સરકાર, તમે તેથી કરીને મૅરી ગ્રાફ્ટનને બ્રાજલૉનને પ્રેમ કરવા પરવાનગી આપી છે?” 56 ‘હા, હા; હું ઇચ્છું છું કે, બ્રાજ્હૉન મારા દરબારની એ ગુણવી, સ્વરૂપવતી રમણીને પોતાનું હ્રદય અર્પે.” “મેરી જે રીતની ભાવુક વ્યક્તિ છે, તે જોતાં બ્રાજલૉનને જરૂર તેનો પ્રેમ સ્વીકારવો જ પડશે.' “ના, ના, મને તેવી ખાતરી નથી; હજુ પરમ દિવસે જ બ્રાલૉને ફ્રાન્સ પાછા જવા પરવાનગી માગી હતી.” “પણ રાજાજીના હુકમ વિના ન જવાય એમ કહી, તમે ના પાડી ખરું?” લ્યૂસીએ પૂછયું. એટલામાં જ પહેરાવાળો ડ્રાંસથી આવેલા દૂતને લઈને અંદર દાખલ થયો. રાજાએ તેની ચિઠ્ઠી વાંચી તરત જ બકિંગ્સામને બોલાવ્યો, અને પેલા દૂતને યોગ્ય સરભરા માટે વિદાય કર્યો. બકિંગ્ઝામ આવતાં જ રાજાએ તેને પૂછ્યું : તમારા મિત્ર બ્રાજલૉનની શી ખબર છે?” “મને તેના વિષે ભારે નિરાશા થાય છે, સરકાર. “કેમ,કેમ ?” “મિસ ગ્રાફ્ટન તેના ઉપર હૃદયભરીને પ્રેમ કરવા લાગી છેજેણે મારા કે આપના પ્રેમને નકાર્યો હતો – પરંતુ, પેલો બિલકુલ નામરજી બતાવે છે, અને મેં તેને સમજણ પાડીને કહ્યું કે, તેની પ્રેમિકા લા વાલિયર તેને છેતરી રહી છે, તેમ છતાં. પરંતુ હવે તેનાથી ઇંગ્લેંડ છોડી શકાય એમ નથી, એવું મે તેને જણાવી દીધું, એટલે કદાચ તે મિસ મૅરી ગ્રાફ્સન તરફ વળે તો વળે. ’ << ,, Page #396 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-ાંક "C રાજા તરત હસી પડયો: પણ એ તમારો મિત્ર ખરેખર કમનસીબ માણસ છે. જ્યારે તમે તેને મિસ ગ્રાફ્ટનના હાથમાં બાંધીને સોંપી દીધો, ત્યારે જ હવે તેને પૅરીસ જલદી પાછા ફરવાનું થયું છે! અરે, એક કલાકમાં તો તે અહીંથી નીકળી ગયો હશે.' "" ૩૬૮ “શું કહો છો, સરકાર ? ’ 66 'હા, હા, જુઓ, મારાં બહેનનો તાકીદભર્યો પત્ર આવ્યો છે.” એમ કહી રાજાએ તે પત્ર બકિંગ્સામ સામે ધર્યા. તેણે લઈને તે વાંચ્યો તમારા પોતાના હિતમાં, મારા પોતાના હિતમાં, દરેકની ઈજજત અને સહીસલામતીના હિતમાં, Ö દ બ્રાલૉનને એકદમ ફ઼્રાંસ રવાના કરી દો. તમારી વહાલી બહેન, —હેન્દ્રિયેટા” રાજાએ હવે બકિંગ્સામને પૂછ્યું, આ કાગળ વિષે શું ધારો છો? પણ તેની નીચે લખેલા તાજાકલમ વાંચ્યા?” બકિંગ્ઝામે નીચેના વળેલા ખૂણા તરફ ઉમેરેલા તાજાકલમ વાંચ્યા— તા. ક. મને પ્રેમ કરનાર સૌને મારી હજાર હજાર ભાવભરી યાદ. "" ૮. 66 ડબૂકનું માથું છાતી ઉપર ઝૂકી ગયું. તેની આંગળીઓ ધ્રૂજી ઊઠી. રાજા બોલ્યો, “દરેક જણને પોતાનું ભાવી વળગેલું જ હોય છે; અને તેને તે ભાવી જ વેઠવું પડે છે. બીજા તૈયાર કરી આપે તે ભાવી નહિ ! તમારા મિત્રને બોલાવો જોઉં, વિલિયર્સ. વિલિયર્સ ડયૂક ઑફ બકિંગ્સામે બારીમાંથી અવાજ દઈ રાઓલ અને મૅરીને તાબડતોબ ત્યાં બોલાવ્યાં. "" તે બંને હાથમાં હાથ રાખી તે તરફ આવવા લાગ્યાં, એટલે ચૂકે રાજાજીને કહ્યું, ‘“મિસગ્રાફ્ટન માટે આ સમાચાર કેવા કારમા થઈ પડશે?” રાઓલ આવતાં જ રાજાએ તેને કહ્યું, “તમે મોંશ્યોર દ બ્રાજૉન, પૅરીસ પાછા જવા પરમ દિવસે મારી પાસે પરવાનગી માગી હતી, નહિ ?” “હા, સરકાર.” “અને મેં ના પાડી હતી, તેથી તમે ગુસ્સે થયા હતા, ખરું?" Page #397 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પંક << "" આપ નામદારને તે માટે કારણો હશે, સરકાર.’ “હા, હા, તમારા રાજાએ તમને પાછા નહોતા બોલાવ્યા, એ જ મુખ્ય કારણ હતું. પરંતુ હવે હું તમને સંતોષ આપી શકું તેવી સ્થિતિમાં છું. તમે અબઘડી જ ડોવર જવા ઊપડી જઈ શકો છો; રાતે બે વાગ્યે ભરતી આવતાં વહાણ ઊપડશે.” બારણા આગળ ઊભેલી મૅરી ગ્રાફટનના કંઠમાંથી એ સાંભળી એક કારમી ચીસ નીકળી પડી. ૩૬૯ રાજાએ તે તરફ લક્ષ આપ્યા વિના રાઓલને જ કહ્યું, “જતાં પહેલાં, મારી યાદગીરી ખાતર આ હીરો હું તમને આપું છું, તે સ્વીકારો. તમારા લગ્નની ભેટ તરીકે આપવા મેં તે તૈયાર રાખ્યો હતો.' રાજાજી આટલું કહી ત્યાંથી ખસી ગયા. બકિંગ્સામ ગૅરી ગ્રાફ્ટનને સમજાવતો હતો, ‘‘ૉરી, મૅરી, તમે તેને ઇંગ્લૅન્ડ રહેવા જ સમજાવો.’ “ના, ના, તે ભલે જાય; જેને તે ચાહે છે, તે ટ્રાંસમાં છે, તો તે ફ઼ાંસ જઈને ભલે સુખી થાય; અને જો તે તેમને ભૂલી ગઈ હોય, તો પછી ભલે તે ઇંગ્લૅન્ડ પાછા આવે.” આટલું કહી તે હ્રદયાફાટ રડી પડી. >> બકિંગ્ઝામ બ્રાજલૉન તરફ વળીને બોલ્યો, “દોસ્ત, તમે અહીં પાછળ જે કીમતી વસ્તુ મૂકીને જાઓ છો, તેનો હજારમો ભાગ પણ તમને ત્યાં મળવાનો નથી. "" “જેને હું ચાહું છું તે જો મારા પ્રેમને પાત્ર નહીં હોય, તો, ડચૂક હું તેની મૂર્તિ મારા હ્રદયમાંથી ઉખાડી કાઢીશ; ભલે, તેમ કરવા જતાં મારું હૃદય પોતે જ ચિરાઈ જવાનું હોય.” મૅરી ગ્રાફ્ટને રાઓલ તરફ કરણાભરી નજરે જોયું અને રાઓલે તેના જવાબમાં તેને કહ્યું, “કુમારી, રાજાજીએ આપેલો આ હીરો તમારે માટે રાજાજીએ નિરધારી રાખ્યો હતો — તે હું તમને આપી રાખું છું. જો હું ફ઼્રાંસમાં પરણું, તો તે તમે મને પાછો મોકલજો; પરંતુ જો ન પરશું, તો તમારી પાસે રાખો.” પ્રે.-૨૪ Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ પ્રેમ-પંક આટલું કહી, તે તેને નમન કરી ચાલતો થયો. બકિંગ્ડામે મૅરીને પૂછયું, “એ તમને આ વટી શાની આપી ગયો?” “ડયૂક, એ લગ્નની વીંટી નથી; એના જેવા માણસો મારા જેવી સ્ત્રીને નિષ્ફળતાના આશ્વાસન તરીકે કદી ન સ્વીકારે, એ જાણી રાખજો.” તો શું તે કદી પાછો નહિ આવે; એમ તમે માનો છો?” કદી પાછા નહિ આવે.” એમ કહી મેરીનો શ્વાસ રૂંધાઈ જતાં તે ચૂપ થઈ ગઈ. ૫૪ કારમી ચીસ સેંતેશ્નોના ઓરડામાં હવે એક ચિત્રકારને નિયમિત લાવવામાં આવતો, અને લા વાલિયેરની એક સુંદર છબી ચિતરાવી શરૂ થઈ હતી. માલિકૉને હોશિયારીથી રાજાને અને લા વાલિયરને એકાંતના લાંબા ગાળા મળે, એવી પેરવી કરવા માંડી. આજે એવા ગાળા દરમ્યાન રાજાએ હિંમત કરીને લા વાલિયેરને પ્રથમ ચુંબન કર્યું. તે જ ઘડીએ ઉપરના માળ તરફ ભારે ખળભળાટ જેવું સંભળાયું. લાઇઝા તરત જ “કોઈ ઉપર આવ્યું છે,” એમ કહેતી રાજાના હાથમાંથી છૂટી થઈને ઉપર નાસવા ગઈ. પણ હું અહીં આવ્યો જ છું ને? ઉપર આવેલું ભલે રાહ જુએ,” રાજાએ મીઠો આગ્રહ કરતાં કહ્યું. તે જ ઘડીએ ઉપર વધુ જોરથી અવાજ આવ્યો. મતાનો અવાજ સંભળાય છે,” એમ કહેતી લુઇઝા ઉતાવળે સીડી ચડવા લાગી; “કાંઈક અગત્યનું બન્યું હશે, ત્યારે જ તે મને આમ ઉપર તાકીદે બોલાવતી હશે.” Page #399 -------------------------------------------------------------------------- ________________ Page #400 -------------------------------------------------------------------------- ________________ it/IP = 'Reillitil : F) | II]httitijICIOUTUBE [ulphillw ll! , I]))\ t તાલે ઢાંકણ બંધ કરવા તે તરફ વળી, તે પહે , = પૃ૦ ૩૭૧. જ રજા ઉપર આવી Page #401 -------------------------------------------------------------------------- ________________ કારમી ચીસ ૩૭૧ રાજાએ સાથે જ નિસરણીએ ચડતાં ચડતાં તેના હાથને હોઠ ઉપર દબાવી રાખ્યો. છેવટે તે બોલ્યો, “વહાલી, જા; પણ જલદી પાછી આવજે.” 66 ‘ના, ના, આજે હવે નહિ” કહીને તે રાજાજીના આલિંગનમાં સમાવા જરા થોભી તેટલામાં ઉપરથી માંતાલે બોલી ઊઠી, “જલદી, જલદી, તે આવે છે!” “કોણ આવે છે?” “રાઓલ,” માંતાલે ગણગણી. “હું આવ્યો છું—” એમ રાઓલ બહારના મુખ્ય દાદરના છેલ્લા પગથિયા ઉપરથી બોલ્યો. ઉપર પહોંચેલી લા વાલિયેર બારણા પાસેથી એક ચીસ પાડીને પાછી ખસી ગઈ. રાઓલ તરત જ તેના તરફ આગળ ધસી આવ્યો અને બોલ્યો, વહાલી લુઇઝા, જો હું આવી પહોંચ્યો છું. મને ખાતરી જ હતી કે, તું મને કદી પ્રેમ કરતી બંધ પડવાની જ નથી. "" લા વાલિયેર ભયંકર ત્રાસની કે ભયંકર શાપની ચેષ્ટા કરતી હાથ << ઊંચો કરીને બોલી, ના, ના! મને અડશો નહિ; મારી પાસે આવશો નહિ !” એટલું બોલતાંમાં તો તે માંતાલેના હાથમાં ગબડી પડી. .. મેતાલેની નજર તે જ ઘડીએ પડદા ઉપર પડી. તે ગણગણી, “મૂરખ છોકરી, પડદો પણ ખેંચ્યો નથી અને દાદરનું ઢાંકણું પણ ઉઘાડું રાખ્યું છે.” "6 અને લુઇઝાને હાથમાંથી છોડી, તે જેવી પડદો ખસેડવા તથા ઢાંકણ બંધ કરવા તે તરફ વળી, તેવો જ લુઇઝાની ચીસ સાંભળી પાછો નિસરણી ઉપર ચડેલો રાજા ઉપર આવી પહેાંચ્યો. તે તરત લુઇઝા પાસે ઘૂંટણિયે પડી તેને પ્રશ્નો પૂછવા લાગ્યો. તે જ ઘડીએ કોઈ પાછા ફરતા માણસનાં પગલાં સાથે એક એવી કારમી ચીસ સંભળાઈ, કે જે આખી ઓસરીમાં ગાજી રહી. Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ પ્રેમ-પંક રાજા તે ચીસ કોણે પાડી તે જેવા લુઇઝાને હાથમાંથી છોડી બારણા પાસે દોડ્યો. પણ તે મોડો પડ્યો હતો. રાઓલ દૂર નીકળી ગયો હતો, અને ઓસરીના ખૂણા આગળથી રાજાએ એક છાયાને જ વળી જતી જોઈ. –૦ સમાપ્ત ૦– આ વાર્તાનું છેવટનું અનુસંધાન ધ મૅન ઇન ધ આયર્ન માસ્ક “શ્રી મસ્કેટિર્સ–પ” નવલકથા વાંચો. Page #403 -------------------------------------------------------------------------- ________________ પરિવાર પ્રકાશને લે મિરાલ્ફ ઉર્ફે દરિદ્રનારાયણ અનુ. ગોપાળદાસ પટેલ ૧૨૦૦ (વિકટર હ્યુગે કૃત પ્રખ્યાત વિશ્વકથાનો સંક્ષેપ, સચિત્ર.) મોતીની માયા અનુ. ગોપાળદાસ પટેલ ૧૫૦ (નોબેલ પ્રાઈઝ-વિજેતા જોન સ્ટાઈનબેકની લખેલી લકથા “પર્લને સંક્ષિપ્ત અનુવાદ, સચિત્ર) કાતિ કે ઉત્ક્રાંતિ? અનુ. ગોપાળદાસ પટેલ પ૦૦ (હ્ય કૃત નવલકથા “નાઈન્ટી શ્રી ને વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર.) “કાઉન્ટ ઑફ મેન્ટેકિ’ અનુ. ગોપાળદાસ પટેલ ૪૦૦ (તર વાચન માટે સરળ સંક્ષેપ, સચિત્ર) થ્રી મસ્કેટિયર્સ-૧ યાને પ્રેમશૌર્યના રાહે ! અનુગોપાળદાસ પટેલ ૮૦૦ (એલેકઝાન્ડર ડૂમા કૃત નવલકથાને સચિત્ર સંક્ષેપ) શ્રી મરકેટિયર્સ-૨ ચાને વીસ વર્ષ બાદ ! અનુ. નેપાળદાસ પટેલ ૮૦૦ (ડૂમા કૃત વેન્ટી ઇયર્સ આફટર” ને સચિત્ર સંક્ષેપ.) શ્રી મટિયર્સ– ૩ યાને કામિની અને કાંચન અનુ. ગોપાળદાસ પટેલ ૧૦૦૦ (ડૂમા કૃત “વાઇકાઉન્ટ દ બ્રાજલનને સચિત્ર સંક્ષેપ) શ્રી મસ્કેટિયર્સ-૪ યાને પ્રેમપંક અનુ. ગોપાળદાસ પટેલ (પ્રેસમાં) [ મા કૃત “લુઝા દ લ વાલિયેરને સચિત્ર સંક્ષેપ.] શ્રી મસ્કેટિયર્સ-૫ યાને દગા સિીકા સગા નહિ! (પ્રેસમાં) અનુ. ગોપાળદાસ પટેલ [çમા કૃત “મૅન ઇન ધ આયર્ન મારક ને સચિત્ર સંક્ષેપ.] Page #404 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મૅન’ યાને ઉમરાવશાહીનું પતિ અને પ્રતિભા અનુ. ગોપાળદાસ પટેલ ૮૦૦૦ વિકટર હ્યુગોની વિખ્યાત કથાને વિસ્તૃત સચિત્ર સંક્ષેપ.] હોન વિકસેટ સંપા. ગોપાળદાસ પટેલ ૮૦૦ સિત કૃત પ્રેમશૌર્ચની એક અનોખી નર્મ-કથા, સચિત્ર.] લિવર ટિવટ યાને “એક અનાથ બાળકની કહાણી” અનુ. નેપાળદાસ પટેલ ૫૫૦ [ડિકન્સ કૃત જાણતી નવલથાને છાયાનુવાદ, સચિત્ર.] નિકોલસ નિકલેબી યાને ‘કરણી તેવી ભરણુ” અનુ. ગોપાળદાસ પટેલ ૧૦-૦૦ [ડિકન્સકૃત નવલકથાને વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર.] પિકવિક કલબ યાને “સૌ સારું, જેનું છેવટ સારું” (પ્રેસમાં) અનુ. ગોપાળદાસ પટેલ [[ડિકન્સકૃત વિખ્યાત નવલકથાને વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર.] ડી એન્ડ સન યાને “તવંગરનું સંતાન' અનુ. નેપાળદાસ પટેલ [ડિકન્સ કૃત નવલક્થાને વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર.] વેર અને તિ અનુબિપિનચંદ્ર ઝવેરી ૩૦૦ (ચાર્લ્સ ડિકન્સ કૃત વિખ્યાત નવલકથા “એ ટેલ ઑફ ટૂ સિટીઝને સચિત્ર સંક્ષેપ) સરસ્વતીચંદ્ર સંપા. કમુબહેન પુત્ર છે. પટેલ ૧૦૦૦ [સાક્ષરશ્રી ગેવર્ધનરામ માધવરામ ત્રિપાઠી કુત, ચાર મોટા ભાગોમાં પ્રસિદ્ધ થયેલી, પ્રસિદ્ધ ગુજરાતી નવલકથાને સરળ, વિસ્તૃત, સચિત્ર સંક્ષેપ.]. ચિંતામણિમાળ સંપા, કમુબહેન પુત્ર છોપટેલ ૧૦૦૦ [‘નવજીવન’માસિકનાં વિચાર-પુષ્પની ફૂલગૂંથણી, સચિત્ર.] કુટુંબપરિવાર અનુ. કમુબહેન પુત્ર છે. પટેલ ૧૧૦૦૦ [શ્રી. ગુરુદત્ત ત નવલકથા “ગુપ્ટન’ને અનુવાદ.] Page #405 -------------------------------------------------------------------------- ________________ મનનિકા સંપા. વિજયશંકર મંત્ર ભટ્ટ ૩૦૦ [સંપાદકે વાંચેલાં અનેક પુસ્તકના સારરૂપ મૂળ ફકરા] મારી જીવનદષ્ટિ સંપા. વિજયશંકર મંત્ર ભટ્ટ ૨૦૦ [કેટલાક વિશ્વવિખ્યાત વિદ્વાન, વિજ્ઞાનીઓ તથા સંશોધકોની પ્રેરક જીવનદૃષ્ટિ આલેખતું પુસ્તક, ફેટાઓ સહિત.]. સત્યાગ્રહી બાપુ સંપા. રમેશ ડી. દેસાઈ ૦૬૦ [ગાંધીજીના સત્યાગ્રહના પ્રસંગેની રસિક વાર્તાઓ, સચિત્ર.] સરદારશ્રીને વિનેદ સંપામુકુલભાઈ કલાથી કલ્યાણ વિ. મહેતા ૨૦૦ [બારડેલીની લડતના ૬૫ પ્રસંગે સહિત.] ભારત પર ચડાઈ મગનભાઈ દેસાઈ ૦૭૫ [ચીની આક્રમણનો ખ્યાલ આપતી પુસ્તિકા, નકશા સાથે.] ગીતાનું પ્રસ્થાન મગનભાઈ દેસાઈ ૫૦૦ [[મહાભારતના યુદ્ધના મંડાણ પહેલાંની રસિક કથા.] ગીતાનો પ્રબંધ મગનભાઈ દેસાઈ ૨૦૦ [અષ્ટાદશાધ્યાયિની ગીતાના વિષચની ગોઠવણું અને રજાઆત કેવી રીતે થઈ છે તેનું સળંગ નિરૂપણ ૩૦મી જાનેવારી મગનભાઈ દેસાઈ ૧૯૫૦ [રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ-અગિયાર ફે-ચિત્રો સહિત.]. નવી યુનિવર્સિટીઓ મગનભાઈ દેસાઈ ૧૨૫ [યુનિ.ના શિક્ષણ-વહીવટ અંગે માહિતી આપતી પુસ્તિકા; ગાંધીજીને ઉચ્ચ શિક્ષણને લગતા લેખે સહિત.. ગાંધીજીને જીવનમાર્ગ મગનભાઈ દેસાઈ ૨૦૦ [ગાંધીજીએ જીવન-સાધનામાં આવશ્યક માનેલાં વ્રત-સાધનની ઝીણવટભરી પ્રમાણભૂત રજૂઆત.] મિડલ સ્કૂલ : “અદકેરું અંગ” મગનભાઈ દેસાઈ ૧૦૦૦ [અંગ્રેજી રાજ્ય હેઠળ પ્રાથમિક કેળવણીમાં અંગ્રેજોએ શા હેતુથી મિડલ સ્કૂલની ફાચર મારી હતી, તેની ચર્ચા.) Page #406 -------------------------------------------------------------------------- ________________ ખોરાક અને સ્વાશ્ય ઝવેરભાઈ પટેલ ૨૦૦ [આરોગ્ય અને રાક અંગે સમજ આપતી પુસ્તિકા.] નીલગંગાનાં નીર પુરુષોત્તમ ભેજાણું ૫.૦૦ યુગાન્ડા જઈ વસેલા ગુજરાતી ભાવુક હૃદયમાં કુરેલાં કાને સંગ્રહ, સચિત્ર.] સંત ક્રાન્સિસનું જીવનગાન અનુ. ધનજીભાઈ ફકીરભાઈ (પ્રેસમાં) [સંત કાન્સિસના જીવન અને કાર્ય અંગે સમજ આપતું પુસ્તક.] તપસ્યા અને નિગ્રહ અનુ. ગોપાળદાસ પટેલ (પ્રેસમાં) ( વિખ્યાત ફ્રેન્ચ લેખક આનાતોલ ક્રાંસની નવલકથા “થાઈ ને સંક્ષિપ્ત અનુવાદ.] મિલિદાન અનુ. નેપાળદાસ પટેલ (પ્રેસમાં) [વિકટર હ્યુગે કૃત નવલકથા “ટોઈલસે ફ ધ સી ને વિસ્તૃત સંક્ષેપ સચિત્ર.] હંચબૅક અફ નેત્રદામ” યાને વિષયવાસનાનું તાંડવ અનુ. ગોપાળદાસ પટેલ (પ્રેસમાં) [વિકટર હ્યુગો કૃત વિખ્યાત નવલકથાને વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર.] અહુદયપલટા અનુ. ગોપાળદાસ પટેલ (તૈયાર થાય છે) * [ ટોલ્સ્ટોય કૃત નવલકથા “રિઝરેકશન’ને વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર.] “કાઈમ એન્ડ પનિશમેન્ટ” અનુ. ગોપાળદાસ પટેલ (તૈયાર થાય છે) [દસ્તસ્કી કૃત વિખ્યાત નવલકથાને વિસ્તૃત સંક્ષેપ.] આત્મધનમાળા સંપાકમુબહેન પુત્ર છોપટેલ (પ્રેસમાં) [પ્રાચીન-અર્વાચીન મહાપુરુષોના સુવાક્યોને સંગ્રહ.] અમરવેલ સંપા, કમુબહેન પુત્ર છે. પટેલ ૨૦૦ [દેશવિદેશના વિચારનાં સુભાષિતોને સંગ્રહ.] વિચાર-મણિમાળા સંપા. કમુબહેન પુત્ર છોપટેલ (પ્રેસમાં) [ “સત્યાગ્રહ’ સાપ્તાહિકના બીજા વર્ષમાં રજૂ થયેલાં સુવાક્યો અને ફકરાઓને સંગ્રહ.] Page #407 -------------------------------------------------------------------------- ________________ અલકઝાન્ડર ડૂમા પ્રેમશૌર્યની તથા અનેક અદભુત કથાઓ લખનાર અલેકઝાન્ડર ડૂમાનો જન્મ ક્રાન્સના એક ગામડામાં ૨૪–૭–૧૮૦૨ના રોજ થયેલો. તેના પિતા, નેપોલિયનના લશ્કરમાં સેનાપતિપદે હતા. ડૂમા ચાર વર્ષનો હતો ત્યારે પિતાનું મૃત્યુ થયેલું. બાપે કુટુંબની આજીવિકા માટે કંઈ જોગવાઈ કરેલી નહિ. એટલે ડૂમાનું બચપણ ગરીબાઈમાં વીતેલું. ડૂમાએ લગભગ વીસ નાટકો લખ્યાં છે. પરંતુ તેની અક્ષચ્ચ કીતિના આધારસ્તંભ તે તેની નવલકથાઓ છે. ૧૮૪૪માં તેની ઐતિહાસિક નવલકથા ૬ શ્રી મસ્કેટિયર્સ બહાર પડી. આ અદભુત અને રોમાંચક નવલકથામાંથી ડૂમાની કીર્તિ ક્રાંસની સરહદે ઓળંગી દૂર યુરોપ અને ખાસ કરીને ઈંગ્લેન્ડમાં પ્રસરી. જગતની શ્રેષ્ઠ કૃતિઓમાં આની ગણના થાય છે. ડૂમાએ લગભગ ચાલીસ વર્ષ સુધી સતત લખ્યાકર્યું છે. માનવી માટે લગભગ અશક્ય ગણાય તેટલું બધું તેણે લખ્યું છે. કાઉન્ટ ઑફ મેન્ટેક્રિસ્ટ” પણ તેની મશહુર નવલકથા છે. Jain E Private Page #408 -------------------------------------------------------------------------- ________________ અલેકઝાન્ડર 3મા ફત = = 880 09 સંપાદક ||પાળદાસી પટેલ anલંકઝાંડર ડૂમા lain Educationale cun H61916o Private Personaruse On Heidle