SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ પ્રેમ-પંક “તો શું તમે લડાઈ ફાટી નીકળશે એમ માનો છો?” “સરકાર, રાજગરુડને પરમાત્માએ ચાંચ અને નહોર બક્યાં છે, તો તે પોતાની રાજશાહી પ્રકૃતિ પ્રગટ કરી શકે તે માટે જ ને?” રાજા ઘણો જ પ્રસન્ન થયો. “પણ અમે લોકોએ અહીં પુષ્કળ પૈસા વાપરી નાંખ્યા છે, ૦ કુકે તમે મને તે માટે વઢવાના નથી ને?” “સરકાર, આપ નામદારને હજ જવાનીનાં વીસ વર્ષ માણવા માટે છે; તે વીસ વર્ષ દરમ્યાન આપને સોએક કરોડ ફ્રાંક વાપરવા તો જોઈશે જ.” એ તો ઘણી મોટી રકમ કહેવાય.” હું બીજી બાબતોમાં કરકસર કરીશ, સરકાર; અને આપની પાસે કોલબેર અને હું એમ બન્ને જણ છીએ જ ને? તેમાંનો એક આપને આપની તિજોરીનાં નાણાં છૂટે હાથે વાપરવા પ્રેરણા આપ્યા કરશે – અને તે માણસ હું હોઈશ; અને બીજો આપને માટે નાણાં કરકસરપૂર્વક બચાવવા પેરવી કર્યા કરશે – અને તે માણસ કોલબેર હશે.” “માઁકોલબેર?” રાજાએ નવાઈ પામી પૂછ્યું. હા, સરકાર; મૌ0 કોલબેર બહુ સારા હિસાબનીસ છે.” કુકેએ આ વાત એવી સાહજિક રીતે કહી હતી કે, રાજાને જરા પણ વહેમ ન ગયો. તેણે તરત જ પૂછયું, “તમે તો મોં૦ કોલબેરની સ્તુતિ કરો છો !” હા, સરકાર; મારે સ્તુતિ કરવી જોઈએ; કારણ કે, તે ગુણવાન માણસ છે એટલું જ નહિ, પણ તે આપ નામદારની સેવા નિષ્ઠાપૂર્વક બજાવનાર માણસ છે, તે હું બરાબર જાણું છું.” તો તમારી સાથે તેમને તકરાર જેવું કેમ ચાલે છે?” “બહુ સાદું સીધું કારણ છે, સરકાર; હું પૈસા તિજોરીમાં કેમ આવે એ જોઉં છું; ત્યારે તે એ પૈસા તિજોરીમાંથી પાછા બહાર કેમ ન નીકળે તેની પેરવીમાં રહે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy