SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ હિસાબી કારકુન 66 ના, ના, મોં૦ સુરિન્ટેન્ડન્ટ; તમે હમણાં જ તેમને વિષેના તમારા સારા અભિપ્રાયની વિરુદ્ધનું કંઈક ઉમેરવાના છો!” “ના, સરકાર; આખા ફ઼્રાંસમાં એમના જેવો બીજો સારો કારકુન મળવો મુશ્કેલ છે.” ઈ. સ. ૧૬૬૧માં આ ‘કારકુન” શબ્દ આજે તેની આસપાસ જે ઊતરતો ભાવ ગૂંથાયો છે, તેવો હીણપતભર્યા ભાવ નહોતો ધરાવતો. પરંતુ રાજાજીએ માઁ ફુંકે માટે સુરિન્ટેન્ડન્ટ શબ્દ વાપર્યા પછી એ શબ્દ સરખામણીમાં આપોઆપ કંઈક ઊતરતી કક્ષાએ ગોઠવાઈ ગયો. 66 ‘તમે એમના કરકસરિયા સ્વભાવ વિષે ગમે તે કહો, તો પણ આ ફાંતેબ્લો મુકામે અઢળક નાણાં ખરચીને તેમણે જ ઉત્સવનું આ આયોજન કર્યું છે. અને ખર્ચની બાબતમાં તેમણે જરાય હાથ ખેંચી પકડયો નથી.” કુએ માથું નમાવ્યું, પણ જવાબ ન આપ્યો. “તો શું તમારો અભિપ્રાય પણ એવો જ નથી?’ 66 ના, સરકાર; માઁ∞ કોલબેરે બધું બરાબર ગણતરીભેર કર્યું છે, અને તે માટે આપ નામદારના ધન્યવાદને પાત્ર બન્યા છે.” આ ‘ગણતરીભેર’ શબ્દે રાજાને ચોંકાવી મૂકયો. કુકે જેવા દિલેર માણસને માંએ એ શબ્દ સાંભળી, રાજાને તરત ખાતરી થઈ ગઈ કે, અહીંનું બધું આયોજન ‘મન મૂકીને ’ નથી જ થયું — કયાંક ‘ગણતરી ’ જેવી વસ્તુ આનંદ-ઉત્સવમાં પણ આડે આવી છે : પોતે હજી પૂરેપૂરો રાજેશ્રી નથી! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy