SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ પ્રેમ-પંક પેલાં સૌ ચાલ્યાં જતાં જ એરેમીસે ફુકેનો હાથ પકડી જોરથી કહ્યું, “ગમે તેમ કરીને તમે લા વાલિયેરને મોકલેલો પ્રેમપત્ર પાછો હાથ કરી લો! રાજા પોતે આ છોકરી ઉપર ગળાબૂડ પ્રેમમાં પડેલા છે, અને તે છોકરી ઉપર પ્રેમપત્ર લખવાની હિંમત કરનારનું આવી જ બને ! વધારે ખરાબી તો એ છે કે, આ છોકરડી પાછી રાજાના પ્રેમમાં ડૂબી મરેલી છે. અને તમારા વિશ્વાસુ નોકરે એ પ્રેમપત્ર લા વાલિયેરને આપી દીધો હોય એવું તમે માનતા હો, તો ગમે તેમ કરીને તમે લા વાલિયેરની મુલાકાત લઈને, એ પત્રનો અર્થ છેક જ સામાન્ય ગણાય તેવી રીતે તેની સાથે વાત કરી આવો.” કહેવાની જરૂર નથી કે, બે કલાક બાદ ફુકેએ લા વાલિયેરની શિષ્ટતાભરી મુલાકાત તેના કમરામાં લીધી, ત્યારે તેને ખાતરી થયા વિના ન રહી કે, પોતાનો પત્ર તેના હાથમાં પહોંચ્યો જ નથી. ઍરેમીસ એ વાત જાણતાં જ વેંક્યો. તે બોલી ઊઠ્યો, ઑ૦ ફુકે, તમારો વિશ્વાસુ માણસ તમારા તે પ્રેમપત્ર દ્વારા જ તમને વેચી ખાવા કે તમને દબાવવાની પેરવીમાં પડયો છે. એકદમ ગમે તેમ કરીને તેને પકડો કે મારી નાખો!” થોડી વાર પછી ભારે શોધખોળ અને દોડધામને અંતે બંનેને ખાતરી થઈ કે, એ પત્ર જેની મારફતે મોકલ્યો હતો તે તૉબી ભાગી છૂટયો ફુકે દાંત કચકચાવીને બોલ્યો, “પણ તે આ દુનિયામાં તો કયાંક હશેને?” “સાચી વાત છે; મારે તેનો પત્તો મેળવવો જ પડશે.” ઍરેમીસ મુકકો ઉગામીને બોલ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy