SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ખુશખુશાલ ૧૯૭ અને મેડમે તરત બીજો કાગળ પોતાના ભાઈને લખ્યો, જેના તાજા કલમ તરીકે બાજલૉનને એકદમ ફ્રાંસ પાછા ફરવાનો હુકમ ઉમેર્યો. માનિકોના કહ્યાથી દ ગીશ હવે ઘોડા ઉપર બેસી નદી તરફ જ્યાં મેંશ્યોર નાહવા ગયા હતા તે તરફ જ ઊપડ્યો. માનિક પણ સાથે જ થયો. મચ્યોર નાહતી વખતે પોતાના શરીરનું ગોરાપણું અને સુકુમારતા બીજાઓની સાથે સરખાવી ખાસ પ્રસન્ન થયા હતા, અને તેથી પાછા ફરતાં તડકો તેમના શરીરને ઝાંખપ ન લગાડી દે, તે માટે ઝાડોની છાયા નીચે થઈને જ, માં ઉપર બુરખા જેવી જાળી રાખી, ધીમે ધીમે ઘોડો ચલાવતા આવતા હતા. દ ગીશે તેમને સ્વાથ્ય, આનંદ અને સુખવૈભવ વાંછતાં અભિનંદન આપ્યું એટલે તરત તેઓશ્રી ખુશ થઈ બોલી ઊઠ્યા, “આવા ભાઈ, આમ મારે જમણે હાથે તારો ઘોડો લાવ, અને જોજે બહુ ધીમો ચલાવજે-ધૂળ અને તડકો મારા મોં ઉપર ન પડે તે રીતે ધીમી ગતિએ જવાનું છે.” દ ગીશ તેમની બાજુએ ગોઠવાયો એટલે તરત પ્રિન્સ મજાકના ભાવમાં આવી જઈ બોલી ઊઠયા, “પ્રિય મિત્ર, હવે મને કહે કે, પેલા દ ગીશની શી ખબર છે, જેને હું પહેલાં ઓળખતો હતો પણ પછી જે મારી પત્ની ઉપર મીઠી નજર નાંખતો થયો હતો?” દ ગશિ આવી સીધી મજાકથી આભો બની ગયો; પણ માં ઠાવકું રાખી બોલ્યો, “મેંશ્યોર, મારા ઉપર જરા દયા દાખવો; આપ તો મિત્રભાવે ગમે તેમ બોલો, પણ પેલો શવાલિયેર દ લૉરેઇન તો મારી વલે બેસાડી નાંખશે.” પણ દ ગીશ, કબૂલ કરી દે કે, હું મૅડમ તરફ જરા ખેંચાયો હતો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy