SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ પ્રેમ-પાંક “હું કદી એવી અજુગતી વાત કબૂલ કરવાનો નથી.” હા, હા, મારા પ્રત્યે આદરભાવ દાખવવા તારાથી એ વાત કબૂલ ન થાય, એ ખરું છે. પણ હું તને મારા પ્રત્યેના આદરભાવમાંથી મુક્તિ બાં છે, અને જેમ માદમુઆકોલ દ શાલે કે આદમુઆકોલ દ લા વાલિયેરની વાત કરતો હોય તેવી રીતે વાત કર. અલબત્ત, પહેલી તારી વિવાહિતા છે અને બીજી રાજાજીની ભવિષ્યની પ્રેમિકા છે!” “વાહ, મૌસિન્યોર, આજે આ૫ ખૂબ રંગમાં છો, કહેવું પડશે.” “વાત એમ છે કે, આજે બહુ દિવસે તને મળી હું ખરે જ બહુ રાજી થયો છું. પણ હું મારા ઉપર ગુસ્સે થઈ ગયો હતો નહિ?” હું ગુસ્સે થાઉં? આપના ઉપર?” “અરે પણ મેં રાજાજીને કહીને તને દેશનિકાલ નહોતો કરાવ્યો; મૅડમ કરાવ્યો હતો. તેં મેડમને શું કહ્યું હતું કે કર્યું હતું, જેથી તેમણે તને આવી સજા કરાવી, બોલ જોઉં?” “ખરે જ સિન્યોર –” હા, હા, સ્ત્રીઓને ગમે તે કારણે ખોટું લાગી જાય છે; પણ મને પોતાને તારા પ્રત્યે કશું ખોટું નથી લાગ્યું, હે.” “તો તો હું છેક જ કમનસીબ પ્રાણી નથી.” પણ જો, હું જ મૅડમ સાથે તારો મેળ કરાવી આપવા માગું છું. આજે સાંજે મૅડમના કમરામાં પત્તાં રમવા તારે આવવાનું છે; તું જેમજે મારી સાથે, અને હું તને મૅડમ પાસે લઈ જઈશ.” “તો તો આપ નામદાર મને ના પાડવાની પરવાનગી આપશો?” “શું? મારું કહ્યું તારે નથી માનવું એમ? તું બળવો કરવા માગે છે?” “નામદાર, ગઈ કાલે મેડમે આખા દરબારની રૂબરૂમાં મારા સામું પણ ન જોયું, ઉપરાંત મેં તેમને વંદન કર્યા ત્યારે તેમણે જવાબ સરખો ન આપ્યો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy