SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ-ાંક “મોંશ્યોર, માંસિન્યોર, આપ આપના અંતિમ કબૂલાત-વિધિની તૈયારી કરવા માંડો; કારણકે, બે કલાકમાં તો આપ બેહોશ બની ગયા હશો, અને તે આપની છેક છેલ્લી બેહોશી હશે.” ૧૮૦ + “તો મારે બે કલાક જ જીવવાનું છે કે?” “તે પણ હું મોકલું તે કાઢો પીઓ તો જ, ,, 6c ‘પણ મારે આ બે કલાકમાં આપણા પંથ માટે અગત્યનાં કામો પતવવાનાં છે; એટલે તમે તમારો કાઢો જલદી મોકલી આપો.” ૨ વૈદ ગયો તેની સાથે જ કબૂલાત-વિધિ કરાવનારો આવ્યો. પણ પેલા સાધુએ તેને ફરમાવ્યું, “આ હૉટેલમાં આઠ જણ આવ્યા છે; તેમાંથી હું કહું તેઓને એક પછી એક બોલાવો.” “પરંતુ, મને તો કબૂલાત-વિધિ સાંભળવા બોલાવવામાં આવ્યો છે; તો શું આ બધું તમે જે કહો, તે કબૂલાત-વિધિનો ભાગ ગણી મારે ગુપ્ત રાખવાનું છે?” દ “હા, તદ્દન ગુપ્ત. જાઓ પ્રથમ વિયેનાથી આવેલા જર્મન મુસાફર બૅરન દ વૉપરને મોકલો.” કહ્યું. પેલો આભો બની ગુપચુપ જ ઊભો રહ્યો. te "" “હુકમનું પાલન કરો, સાધુએ અનુલ્લંઘનીય આજ્ઞાના અવાજે પેલો જઈને તે વ્યક્તિને બોલાવી લાવ્યો. સાધુએ પેલા કબૂલાત-વિધિવાળાને જરા બહાર જઈને ઊભા રહેવાનું, તથા આ વ્યક્તિ જાય પછી તરત અંદર આવવાનું ફરમાવ્યું. સાધુએ હવે પેલાને પૂછ્યું, “તમે બાદશાહોના બાહશાહ, અને પોપના સમક્ષ એવા જેસ્યુઈટ-પંથના જનરલ બનવાની હરીફાઈમાં ઊતરવા આવ્યા છો કેમ?” “પણ મને પૂછનાર કોણ છે, તે પહેલાં મારે જાણવું ઘટે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy