SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ પ્રેમક કોની સાથે હરીફાઈમાં ટકી શકાય એવું ન લાગ્યું? દ ગીશ સાથે?” “હું કોઈનું નામ પાડતો નથી.” “પણ તું કેમ ચાલ્યો ગયો તે મારે જાણવું જ છે.” તો પછી મેસિનોર ખોટું ન લગાડશો. મને લાગ્યું કે મારી હાજરી અમુક જણને ગમતી નથી.” “કોને?” “મેડમને.” “તું શું કહેવા માગે છે?” “સીધી સમજાય તેવી બાબત છે; તમે મારા ઉપર જે અંગત સંબંધ દાખવો છો, તેની મૅડમને ઈર્ષ્યા આવતી લાગે છે.” “એવું માનવાને તને કશું કારણ મળ્યું છે?” “મૅડમ કદી મારી સાથે બોલતાં જ નથી; ખાસ કરીને અમુક સમયથી.” કયા સમયથી?” “જ્યારથી દ ગીશ તેમનો વધારે માનીતો થયો ત્યારથી તેને દરરોજ ગમે તે વખતે મુલાકાત મળે છે.” “અમે તે વખતે એટલે? એનો શો અર્થ?” જુઓ નામદાર, તમે ગુસ્સે થઈ ગયા; મને ખાતરી જ હતી.” “પણ મૅડમ દ ગીશને વધુ પસંદ કરે છે, એટલાથી તું ચાલ્યો ગયો એમ તું કહે, તેનો અર્થ એ જ થાય કે, તને દ ગીશની અદેખાઈ આવે છે.” “નામદાર હું કશું જ કહેવા માગતો નથી; મારા કહેવાનો અવળો જ અર્થ થાય છે.” “પણ સવળો અર્થ સમજાવને!” “પ્રેમ હોય ત્યાં અદેખાઈ હોય જ; અને મિત્રો પણ એક પ્રકારે પ્રેમીઓ જ છે. નામદાર. એટલે આપ પણ જેમ મૅડમ સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy