SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ-પંક “ પણ નામદાર, તો પછી આપને મારી એક અરજ બદલામાં રજૂ કરવાની પરવાનગી અબઘડી જ આપશો.” “અરજ શી છે?” “હું મારા એક મિત્રના મિત્રને – માલિકૉર્નને આપના ગૃહ-તંત્રમાં કંઈક ઠેકાણે પાડવા માગું છું.” “કઈ નોકરીમાં ?” ૨૦૦ “ગમે તે; કોઈ પણ બાબતની દેખરેખ રાખવાના કામમાં.’ “જો, તે તારી અરજ કેવા સારા દિવસે રજૂ કરી છે! કાલે જ મેં મારા એક કર્મચારીને રૂખસદ આપી દીધી છે. તે કામ ઉપર હું તેને લઈ લઉં છું.” “તેને કામકાજ શું કરવાનું રહેશે?” “મારા આખા ઘરમાં દેખરેખ રાખવાનું અને મને રોજ-બ-રોજ અહેવાલ આપતા રહેવાનું.” “વાહ, તો તો આપના ગૃહ-તંત્રનો વડો પોલીસ અમલદાર જ કહોને! એ કામ તો તે આપને સંતોષકારક રીતે બજાવી આપશે. “પણ તેનો દેખાવ કેવો છે? મને મારી આસપાસ ભદ્દા દેખાવના માણસો ગમતા નથી. ” "" માનિકોંએ હવે વચ્ચે આવીને કહ્યું, “નામદાર, કાઉંટનો મિત્ર તે હું, અને તે માણસ મારો મિત્ર છે. હું આપ નામદારને ખાતરી આપું છું કે, એ આપને બધી રીતે સંતોષ આપી શકશે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy