SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ જ પ્રેમ-પંક ભલા બેઇઝમૉ તમે અહીં અંધારામાં કોને પકડવા આવ્યા છો? અને જેને પકડવાનો હોય તેને પકડવા તમારા અફસરને મોકલવાને બદલે તમે જાતે શા માટે પધાર્યા છો?” “મારે તમને જ મળવું હતું, એટલે.” ઍથોસે હવે જવાની રજા માગી. દાઓંનોએ તરત ઍથોસને બાસ્તિલના ગવર્નર તરીકે બેઇઝમૉ દ માંતરુંની ઓળખ કરાવી. બંનેએ અરસપરસ સલામ કરી; પછી ઍથોસ વિદાય થયો. ઠીક, તો ભલા બેઇઝ હવે તમારે જે વાત કરવાની હોય તે શરૂ કરો; જોકે, રાજાજીએ કોઈને પકડવાના હુકમો કાઢ્યા હોય એમ મારી જાણમાં નથી.” એ તો કમનસીબીની વાત કહેવાય.” “વાહ, “કમનસીબીની વાત” એટલે?” દાતેનએ હસતાં હસતાં પૂછ્યું. કેમ, મારા કેદીઓ એ જ મારી જાગીર છે ને?” વાહ, તમારી જાગીર વધારવા લોકોએ મોટી સંખ્યામાં બાતિલમાં પુરાવું કેમ?” “તો વસ્તુસ્થિતિ કહી બતાવું છું, મેંશ્યોર; બરકંદાજોના કૅપ્ટનના પદ જેવી રોકડ પગારની તો મારી નોકરી ન જ કહેવાય ને?” પણ, તમે ફ્રાંસના પ્રથમ કોટીના કિલ્લાના – એટલે કે બાતિલના ગવાર તો કહેવાઓ ને!” “મૂઓ છે જ ને!” “કેમ, કેમ, એ ગવર્નર-પદ મળવા બદલ મરવા પડ્યા હો એમ નિરાશ થઈને કેમ વાત કરો છો?” આસપાસ કોઈ સાંભળે તેમ તો નથી ને? મારે જરા ખાનગી વાત કરવી છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy