SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ રાજવી માનસ ૨૧૩ સરકાર, આપ નાહક એ વાતને આટલી બધી મન ઉપર ન લાવશો; સ્ત્રીઓ તો પુરુષજાતના કમનસીબ માટે જ આવી હૃદયહીન, પ્રેમહીન, અક્કલહીન સરજાઈ છે. તેમની પાસેથી કશા સારાની આશા રાખવી, એ જ અશક્યની ઇચ્છા રાખવા સમી વિડંબના માત્ર છે.” સેતેશ્નો, હું ગુસ્સે નથી થયો; પણ બે ટચૂકડી છોકરીઓ આપણી આમ મજાક કરી ગઈ, એ વાતનું મને વધારે પડતું લાગી આવ્યું છે. આપણે બંને કશો વધુ વિચાર કર્યા વિના આપણા આંધળા હૃદયના દોરવાયા દોરવાઈ ગયા એ કેવું?” સરકાર, એ હૃદયને ધમણની પેઠે દમ ભર્યા કરવાનું જ કામ સોંપવું જોઈએ, અને એને આપણી લાગણીઓ કે ભાવનાઓનો ભાર સંભાળવાનું તજાવી દેવું જોઈએ. છતાં મારી પોતાની વાત કહું તો, આપ નામદારને પેલી છોકરી ઉપર “એકદમ વળી ગયેલા – ” “હું વળી ગયો? હશે, પણ મારે એ છોકરીનો વાંક ન કાઢવો જોઈએ; કારણકે મને પોતાને તો પહેલેથી ખબર હતી જ કે તેનું હૃદય બીજા કોઈને અર્પિત થઈ ગયેલું હતું.” હા જી; વાઇકાઉંટ દ બ્રાજલૉન માટે તેની માગણી જ આપ નામદાર પાસે કરવામાં આવી હતી.” “અને હવે, એ બે જણ અરસપરસ આટલાં બધાં ચાહે છે, તો ઇંગ્લેંડથી વાઈકાઉંટ પાછો આવે એટલે તરત એ છોકરીને તેની સાથે પરણાવી જ દઈશું. મેં નાહક તે વખતે એ લગ્ન મુલતવી રખાવીને ઉપાધિ વહોરી! પણ હવે આપણે બંનેએ આ વાત મન ઉપરથી છેક કાઢી જ નાખવી, અને ” તે જ ઘડીએ બહારથી હજૂરિયો એક ચિઠ્ઠી લઈને રાજાજીને આપવા માટે અંદર આવવા પરવાનગી માગવા લાગ્યો. રાજાજીએ તેને અંદર આવવા દઈ એ ચિઠ્ઠી હાથમાં લઈને પૂછયું, “કોની છે?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy