________________
૨૨૬
પ્રેમ-પંક “જીવનભર મારી સેવામાં રહેલા મારા વિશ્વાસુ નોકર તોબી મારફતે.”
“ઠીક, ઠીક; ઉપરાંત આ દાવમાં આપણી હોડ કંઈ ભારે પણ
નથી.”
કેમ? એ છોકરી જો રાજા તેમ જ મૅડમ બંને પ્રત્યે ભાવવાળી હોય, તો રાજા તેને માગે તેટલાં નાણાં આપશે જ.”
રાજા પાસે નાણાં છે ખરાં?” “હોવાં જ જોઈએ; નહીં તો મારી પાસે તે વધુ માગ્યા વિના
ન રહે
એ બાબતની ધરપત રાખજો, કારણકે, થોડા વખતમાં જ તે વધુ નાણાં માગશે.”
ના, ના, હું તો માનતો હતો કે તે વૉ મુકામે ઉત્સવ-સમારંભ ગોઠવવાની મારી પાસે માગણી કરશે; પણ હજુ તેવું કંઈ બન્યું નથી.”
પરંતુ તે નહિ જ માગણી કરે, એવું માની ન લેશો; તે સ્વભાવે કૂર નથી; પણ તેની લાગણીઓ ઉદંડ છે; અને કોલબેર એની પ્રકૃતિ સમજી ગયો છે એટલે તેને બરાબર રમાડી જાણે છે.”
“તો તો મારું આવી બન્યું; કારણકે, રાજા ઉપર મારો પ્રભાવ કેવળ મારી પાસેનાં નાણાંનો જ હતો. પરંતુ હું ખાલી થઈ ગયો છું.”
“ના, ના; એવું કાંઈ નથી.” “મારી સ્થિતિ મારા કરતાં તમે વધુ જાણો?” “એમ પણ હોય.”
“પણ ધારો કે રાજા વૉ મુકામે ઉત્સવ-સમારંભની માગણી કરે, તો હું તે માટે નાણાં ક્યાંથી લાવું? છેલ્લાં નાણાં જ મેં શા ભોગે ઊભાં કર્યા હતાં તે તમે જાણો છો?”
“હવે જે નાણાં ઊભાં કરવાં પડશે, તે માટે તમારે કશો ભોગ આપવી નહિ પડે.”
પણ ત્યારે મને કોણ પૈસા આપી દેવાનું છે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org