SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ-પંક (( ‘તમે નથી જાણતા એમ હું માનવા તૈયાર નથી; ડડ્યૂક ઑફ કિવ્હામની વાત હું કરું છું. મેં તેની સાથે આખરી ફેંસલો કરી નાંખવાનું નક્કી કર્યું છે, અને તેને ચિઠ્ઠી પણ લખી મોકલી છે.” << ‘તો શું, તમે ડણૂકને એ કાગળ લખ્યો છે?” એમ કહી, રાઓલે દ ગીશને બકિંગ્લામના નોકરે આપેલી ચિઠ્ઠી ખીસામાંથી કાઢીને બતાવી. દ ગીશે તે ચિઠ્ઠી વાંચી અને સંતોષ સાથે કહ્યું, “વાહ, એ ખરેખર બહાદુર માણસ છે. તમે તેમને મળવા જાઓ ત્યારે સાથે એટલું કહી દેજો કે, આજે, કાલે, પરમ દિવસે કે ચોથે દિવસે, તે નક્કી કરે ત્યારે હું તેમને વિંસની આગળ મળવા તૈયાર છું.” “ પણ ચૂક અત્યારે રાજાજી સાથે પત્તાં રમે છે, એમ તેમનો નોકર કહેતો હતો; તો આપણે બંને ત્યાં જઈએ; હું તેમને ગૅલરીમાં બાજુએ બોલાવીશ અને તમારો સંદેશો કહીશ. તે માણસને બે શબ્દો જ બસ થશે.” ૧૪ "C “એ તો બહુ સારું; મને ધારણ રહે માટે હું સાથે દ વાર્દને લઈ લઉં છું.” “માનિકોં શું ખોટો છે? ૬ વાર્દને અહીં જ રહેવા દો ને!” ‘તો શું તમારે હજુ તેની સાથે અણબનાવ જ ચાલ્યા કરે છે?” “મને એ માણસ ગમતો નથી; મને કદી એ માણસ ગમ્યો નથી. એટલે ગઈ કાલે જેટલો નહોતો ગમતો, તેટલો આજે પણ નથી ગમતો. એમાં ‘હજુ ’ની કંઈ વાત જ નથી. "5 “તો ચાલો બધા જ સાથે જઈએ,” દ ગીશે કહ્યું. તેઓ પૅલે રૉયાલ પહોંચ્યા ત્યારે ભપકાબંધ પોશાકવાળી બાનુઓ અને ઉમરાવજાદીઓ આમથી તેમ ફરતી હતી, અને રાજાની આસપાસ પણ સુંદર પોશાકોનું એક કુંડાળું થઈ રહ્યું હતું. બકિંગ્સામ કુકે સાથે વાતો કરતો હતો. રાઓલને તે વખતે તેની પાસે જવું ઠીક ન લાગ્યું. પણ એટલામાં દાતે નાં બરકંદાજોના કપ્તાનની નવી વર્દી પહેરી ઠસ્સાભેર ત્યાં આવતો દેખાયો, એટલે રાઓલે તેની પાસે જઈને કહ્યું, “કાકા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy