SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ-ાંક “તમે જુઓ છો કે, મને એ વાતની ખબર છે; હવે તમે એ નાણાં એકઠાં કર્યાં કે નહિ, એટલું જ કહો ને.” << વાહ, ફ઼ાંસ દેશના નાણાંપ્રધાનની તિજોરીમાં ચાલીસ લાખ જેવી તુચ્છ રકમ ન હોય, એમ કેમ કરીને બને?” ૪ "" “ઠીક, ઠીક; તમારી પાસે હશે અથવા તમને તે રકમ મળશે.' ‘મને મળશે’એટલે ?” "f ‘ થોડા વખત પહેલાં જ તમારે વીસ લાખ આપવા પડયા હતા ને ? ‘પણ પ્રિય, તમે આજે મારી સાથે આ જ વાતો કરવાનાં છો? નગદ નાણાંની વાતો અને ખણખણાટથી મારા કાન આખો દિવસ ભરેલા જ રહે છે.” << ના, ના, એ વાતો કરવા જ હું આજે અહીં આવી છું.” tr મને તમારા કહેવાનો અર્થ સમજાયો નહીં.'’ 66 તો મને કહો કે, તમારું નાણાંપ્રધાનનું પદ કાયમનું કહેવાય કે, રદ થઈ શકે તેવું?” 66 તમારા આ પ્રશ્નથી મને અતિ આશ્ચર્ય થાય છે; જાણે એ પ્રશ્ન પૂછવા પાછળ તમારો કોઈ ખાસ હેતુ હોય.” .. “મારો હેતુ સીધોસાદો છે; હું તમારા હાથમાં થોડાક પૈસા મૂકવા માગું છું, અને તેથી મારે જાણવું છે કે, તમારું પદ કાયમી છે કે નહિ.” હજુ મને ખાસ કશું સમજાયું નહિ.” 66 “શું ન સમજાયું, વહાલા મોં૦ કુકે? મારી પાસે થોડાક પૈસા છે; તેમનું શું કરવું એની મને મૂંઝવણ છે. મારે જમીનમાં તેમનું રોકાણ કરવું નથી, તો તેમનો સારો ઉપયોગ કરી શકે તેવા કોઈ મિત્રને ત્યાં મારે થાપણ તરીકે તે મૂકવા છે.” k “એની કંઈ ખાસ ઉતાવળ છે? એ વાત પાછીથી કરીશું.” “ના, ના, ઉતાવળ છે; કારણ કે એ નાણાં પેલી પેટીમાં જ છે.” એમ કહી મૅડમે તે પેટીનું ઢાંકણું ખોલ્યું, તો અંદરથી સોનામહોરોનો ઢગલો અને નોટોના થોકડા નજરે પડયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy