SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રીઓની દાઝ ૩૨૭ “અરે એ તો ટૂંકયુદ્ધનું પરિણામ હતું, અને તે દ્વંદ્વયુદ્ધ પણ એવું કે મેંશ્યોરને બે સારા મિત્રો ગુમાવવા પડત, અને રાજાજીને પોતાના બે વીરો.” પણ તો પછી એ યુદ્ધનું કારણ શું? અને તંદ્વયુદ્ધની મનાઈ છે તેનું શું?” અરે તે બંને જણા રાજદરબારની એક બાજુના ચારિત્ર્ય વિષે વાત કરતા હશે. એક જણે એમ કહ્યું કે, એ તો ડાહીડમરી શાણી બાઈ છે, ત્યારે બીજાએ કહ્યું કે, એ તો ભલભલા દેવાધિદેવને લોભાવનારી – ફસાવનારી અપ્સરા છે.” “દેવાધિદેવને? અને તેય રાજદરબારની બાજુ?” મારિયા થેરેસા રાજા પ્રત્યેનો ઉલ્લેખ સમજી જઈને ગભરાઈને બોલી ઊઠી. “એ બાજુનું નામ શું?” રાણી માતાએ કડક થઈને પૂછયું; તમારી તહેનાત-બા કુમારી દ લા વાલિયેર જ ને?” “હા, હા, એ જ ભલી ભોળી લાગતી દુત્તી!” મેડમે દાંત કચકચાવી જવાબ આપ્યો. “અને દ ગીશે એને નિર્દોષ કહી, પણ દ વાર્દ એ વાતનો વિરોધ કર્યો, એમ જ ને?” રાણી માતાએ પૂછ્યું. હા, હા, એમ જ, અને તેમાંથી બંને જણ લડી પડ્યા.” “ઠીક, ઠીક, પણ એ છોકરીને ઝટપટ રાજદરબારમાંથી દૂર કરવી જોઈએ, એ નક્કી; નહિ તો આવી તો ઘણીય લડાઈઓ મંડાશે અને–” “હા, હા, અને બીજી બાજુ પણ શું થઈને રહે, તે શું કહી શકાય?” મેડમે રાણી-માતાનો ભાવ સમજી લઈને કહ્યું. ઠીક, ઠીક, પણ એ વાત હવે મને સેંપી દો; દરબારની કોઈ બા વિશે કંઈ ચર્ચા થાય કે પગલાં લેવાય એ રાજાજી પસંદ કરતા નથી. એટલે હું જ એ બાબતમાં ઘટતું પતવી લઈશ. તમે જઈને લા વાલિયરને મારી પાસે મોકલી આપો જોઉં.” રાણી-માતાએ ગંભીર વિચારમાં પડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy