SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ પ્રેમ-પંક જઈને કહ્યું. મારિયા ઘેરેસાએ પણ રાજાજી બાબત હમણાં જ ચિતા વ્યક્ત કરી હતી. લા વાલિયેર આવતાં જ રાણી માતાએ તેને પોતાની નજીક આવીને બેસવા જણાવ્યું તથા કહ્યું, “અમે હમણાં તારી જ વાત કરતાં હતાં.” “મારી?” લા વાલિયરે ફીકી પડી જઈને કહ્યું. “હા, મૅ૦ દ ગીશ અને મ0 દ વાર્દ વચ્ચે ઠંયુદ્ધ ખેલાયું તેની ખબર તો તને પડી જ હશે.” “હા, મૅડમ, ગઈ કાલે જ મને એ વાતની ખબર પડી.” લા વાલિયેર પોતાના બે હાથ ભેગા મળતી બોલી. “અને આ કેંદ્વયુદ્ધ થવાનું છે એની તને ખબર નહોતી?” “મને શી રીતે ખબર હોય, મેડમ?” બે મરદો લડી પડે તો તેની પાછળ કાંઈ કારણ હોય જ; અને એ બે વચ્ચેની લડાઈનું કારણ તું જાણે છે જ.” “મને જરા પણ ખબર નથી, તથા કલ્પના પણ નથી મૅડમ.” લા વાલિયેર મૂંઝાઈ જઈને બોલી ઊઠી. એક જ વાતનો સતત નન્નો ભણ્યા કરવો, એ ગુનેગારોની ચાલ રીત જ હોય છે; પણ મારી આગળ એ બધી ઠાવકાઈ નહીં ચાલે, સમજી?” ગુનેગાર? ઠાવકાઈ? માતાજી, આપ શું કહો છો?” લા વાલિયેર હવે તો છળી જ ઊઠી. તો મારે મોઢે જ તારે કહેવરાવવું છે કેમ? મને કંઈ બીક નથી લાગતી. તો સાંભળ, મૅ૦ દ ગીશને તારા બચાવ ખાતર એ તંદ્રયુદ્ધમાં કૂદી પડવું પડયું.” મારા બચાવમાં?” “હા, હા; નમણી સાપણ જેવી સુંદર સ્ત્રીઓને પોતાના બચાવમાં બહાદુર વીરો તરવારો ખખડાવે એ ગમતું હોય છે; પણ હું તને મોંએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy