SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩ લૉટરી “તમારા જેવાં ક્રૂર અને ઘાતકી સુંદરી મેં જોયાં નથી...” “ચૂપ ચૂપ; કદાચ મારો નંબર લૉટરીમાં આવ્યો હશે અને બોલશે તો પણ તમારા લવારામાં મને સંભળાશે નહિ.” અને તરત જ જે જવાન છોકરીને પેલી થેલીમાંથી નંબરવાળો એક લખોટો ઉપાડવાનો હતો, તે તેણે ઉપાડયો અને નંબર મોટેથી બોલી બતાવ્યો–નંવર !” રાજાજી! રાજાજી!” રાણીમાતા, રાણી તથા મેડમ આનંદપૂર્વક બોલી ઊઠયાં. મેડમે તો રાણી-માતાને કાનમાં હસતાં હસતાં કહી પણ દીધું – “તમારું સ્વપ્ન સારવું પડયું ” રાજએ પછી કાશ્કેટમાંથી એ બ્રેસલેટો હાથમાં લીધાં અને પછી એમની કારીગરી અને સુંદરતાથી રાજી થઈ, તેમનાં વખાણ કરી, સૌને જોવા માટે ફેરવવા માંડ્યાં. પહેલાં એ બ્રેસલેટો પુરુષોમાં જ ફરવા લાગ્યાં, સ્ત્રીઓ બહુ ઉત્સુક થઈ ગઈ. છેવટે રાજાજીએ જ કહ્યું, “હવે સ્ત્રીઓને એ જોવા દો. આપણ પુરુષો કરતાં આવી બધી જરઝવેરાતની ચીજોની કદર એ લોકો જ વધુ સારી રીતે કરી શકે!” એટલે હવે એ બ્રેસલેટો રાણી, મૅડમ, વગેરેના હાથમાં થતાં થતાં તહેનાતબાનુઓ સુધી પહોંચ્યાં. છેવટે મતાલે અને લા વાલિયેર એ બેના જ હાથમાં જવાના બાકી રહ્યાં, ત્યારે પુરુષોએ એમની સામે જોવાનું જ છોડી દીધું. નહિ તો અત્યાર સુધી બધા પુરુષોની નજર, જે સ્ત્રીના હાથમાં એ બ્રેસલેટ જતાં તેના હાથ અને તેના મોં ઉપર થતા ફેરફારો જોવા માટે, તે તરફ જ ચોંટી રહેતી! : મેતાલે એ બ્રેસલેટો હાથમાં આવતાં જ આભી બની ગઈ. લા વાલિયેરે તો ઉપેક્ષાભરી નજર તે તરફ નાખી. મેતાલે બોલી ઊઠી, “તું તો જાણે સાચી સ્ત્રી જ નથી; આવાં બ્રેસલેટ હાથમાં લેવાનું પણ તને મન નથી થતું!” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy