SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ લુઇઝા રાઓલને યોગ્ય નથી! બની રહેવાનું છે, એ હું જોઈ શકું છું; પરંતુ બાજલૉન તે જ લગ્ન પસંદ કરે છે, અને ભલે તે ખુશી થાય.” અને છતાં, પોતાનાં છોકરાંના ગુલામ બની રહેતા લાડ-ઘેલા પિતાઓ જેવા નબળા મનના તમે દેખાતા તો નથી જ, એટલું મને કહી લેવા દો,” રાજાએ કહ્યું. સરકાર, દુરાચારી અને સ્વચ્છંદી સંતાન પ્રત્યે તો હુંય એવો જ કઠોર થઈ રહું તેવો છું. પરંતુ રાઓલ બીજી રીતે બહુ સીધો જુવાનિયો છે, અને તેનું દુ:ખ અને હતાશા મારાથી જોયાં જતાં નથી; કારણ કે, તેને ખિન્ન કરી મૂકવો એટલે આપ નામદારનો એક વફાદાર અને શક્તિશાળી સેવક ઓછો કરવો, એમ હું તો માનું છું.” “હું તમારી વાત સમજું છું; અને તમારા અંતરને પણ બરાબર સમજી શક્યો છું. હું મૉ૦ દ બ્રાજલૉન સુખી થાય એ માટે તમારા જેટલો જ ઇંતેજાર છું, એમ માનો.” તો પછી, નામદાર આ૫ દસ્તખત કરી આપો; જેથી રાઓલ પોતે હાજર થઈ આપ નામદારની સંમતિ આપને શ્રીમુખે સાંભળવા ભાગ્યશાળી બને.” કાઉંટ, તમે ભૂલો છો; મેં હમણાં જ કહ્યું કે, હું મૈ૦ દ બ્રાજલૉન સુખી થાય તેમ ઇચ્છું છું; એટલે અત્યારની ઘડીથી હું આ લગ્નનો વિરોધ કરું છું.” “પરંતુ સરકાર, આપે વચન આપ્યું છે; દ બાજલૉન માટે એ ફટકો અસહ્ય બનશે.” એ ફટકો મારે હાથે પડશે; હું પોતે જ વાઇકાઉટ સાથે વાત કરી લઈશ.” “સરકાર, પ્રેમનું ઘમસાણ બહુ કારમું હોય છે.” “અરે ગમે તેવો પ્રેમ હોય તો પણ તેના ઘમસાણમાંથી બચી નીકળાય છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy