SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ પૉસનું બળ ઓછું થયું નથી! ૨૫૯ મૂકશે. પણ હવે તો મને જ મન થઈ જાય છે કે, જાણે હું જ રાજાજી આગળ તમને બેલ-ઇલના કુશળ ઇજનેર તરીકે રજૂ કરી દઉં! તો એ ઑરેમીસભાઈને બરાબર ખબર પડે ખરી, કે મિત્રોને ભોગે આગળ કેમ અવાય છે!” “ખરી વાત, ભાઈ; ઑરેમીસ તો મને વાયદા જ કર્યા કરે છે; તો પછી તમે જ મને રાજાજી આગળ રજૂ કરી દો ને! — ના, ના, પણ ઍરેમીસ ગુસ્સે થાય ,, 66 શા માટે? તે પણ તમને રાજાજી આગળ રજૂ કરવાનું કહ્યા તો કરે છે ને?” ' ના, પણ મેં અહીંથી તેમને કહ્યા વિના ન નીકળવાનું વચન આપ્યું છે. "" “ોર્ભા, એનો વિચાર પછીથી કરીશું; પણ અહીં તમારે ઍરેમીસના વર્તીનું કશું કામકાજ સંભાળવાનું છે?” ' “હા, હા, અહીં જે પત્રો આવે તે માટે તેને ફાંતેબ્લો પહોંચાડવાના હોય છે ખરા. 33 “પણ આજકાલમાં કોઈ કાગળ આવ્યો છે?” “હા, હમણાં જ.” “પણ એ કાગળો તમને વાંચવાની પરવાનગી હોય છે?” “ના, એ બધા કાગળો બહુ અગત્યના હોય છે; એટલે મારે વિશ્વાસુમાં વિશ્વાસુ માણસો દ્વારા તેને તરત મોકલવાના હોય છે. "" “તો આજે આવેલો અગત્યનો કાગળ તમે જાતે જ ફાંતેબ્લો જઈને પહોંચાડી આવો તો શું? ઊલટો ઍરેમીસ ખુશ થશે; તથા તમે હવે ઘોડેસવારી કરી શકો તેવા સાજા થયા છો એમ પણ નજરે જોઈ શકશે. પછી તે શાનું બહાનું કાઢશે? અને માથાના ઢેકા તો ટોપા નીચે જ છુપાઈ રહેને?” “ખરી વાત!” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy