SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ-પાંક ‘ઉપરાંત રાજાજી પણ ત્યાં છે, એટલે હું જ તમને રાજાજી સમક્ષ રજૂ કરી દઈશ.’’ 66 ૨૬૦ 66 વાહ ભાઈ દાનાં, તમારા જેવો સાચી – ઉપયોગી સલાહ આપે . એવો મિત્ર મે બીજા કોઈ જોયો જ નથી.” “તો પછી એ કાગળ મોડો ન પહોંચે તે માટે ચાલો ને આપણે તરત જ અહીંથી નીકળીએ.” “પણ માં ફુંકને મેં કહ્યું છે કે, હું તેમને ખબર આપ્યા વિના સે-માંદે છોડી નહિ જાઉં, તેનું શું?” “વાહ, તમેય મારા ભાઈ કેવા બાલિશ છો? તમે ફાંતેબ્લો જ જાઓ છો, ત્યાં મોં ફુંકેને મળીને સીધા કહી દેવાનું કે, ‘મેં સે-માંદે હમણાં જ છોડયું છે અને તે વાત હું તમને જણાવું છું!’” “ખરી વાત! તે અહીં ન હોય એટલે તે હોય ત્યાં જઈને જ એ ખબર આપવી પડે ને! વાહ, ભાઈ, તમારી તરત-બુદ્ધિ ઉપર તો હું આફરીન છું.” << બસ તો રાજાજી બેલ-ઈલનો કુશળ ઇજનેર કોણ છે, તે જાણવા માગે છે; તમને પોતાને આગળ આવવાની કે બડાઈ મારવાની ટેવ જ નથી; એટલે લુચ્ચો ઍરેમીસ તમને ઢાંકી રાખી, રાજાજી આગળ પોતે જ બેલ-ઇલનો ઇજનેર છે એમ કહી રજૂ થવા ઇચ્છે છે. પણ હું તમારી યોગ્ય કદર થાય એવો જ પ્રયત્ન કરવાનો.” દાર્લેનાં હવે પૉસને લઈ પગપાળો જ ત્યાંથી ચાલી નીકળ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy