SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ દ વાર્દ ૨૯૩ વાતચીતમાં મૅડમની વાત ક્યાં આવે છે? તમે હમણાં બાજલૉનને અમુક વાત ન કહી એવું કહેતા હતા, તે વાત ઉપર જ આવો ને!” “પણ એ તો તમે પણ જાણતા હશો.” “હું કશું જ જાણતો નથી.” “બોન્સન્સ!” પણ તમે કઈ વાત મનમાં રાખીને બોલો છો, તે કહો, પછી હું કહી શકું કે, હું તે જાણે છે કે નહિ. રાઓલ અત્યારે અહીં નથી, એટલે તેને વિશે કે તેની અંગત બાબત વિષે કઈ વાતો ફેલાવાય છે, તે જાણવાની મારે જરૂર છે.” પણ તે પાછો આવશે ને? જો કે, તે જલદી પાછો નહિ આવી શકે, એની મને ખાતરી છે; કારણ કે, તેને ત્યાં રહેવા માટે જ મોકલવામાં આવ્યો છે.” ગીશ હવે દ વાર્ધનો હાથ જોરથી પકડીને બોલ્યો, “આ બધું બ્રાજલૉનની બાબતમાં ઘણું શંકાભર્યું તમે બોલતા જાઓ છો; અને તેણે બુલેથી જે લખ્યું હતું તેની સાબિતી મને મળતી જાય છે.” “તેણે તમને શું લખ્યું હતું?” તેણે એમ લખ્યું હતું કે, તમે લા વાલિયેર બાબત આડકતરી રીતે ગલીચ આક્ષેપો કર્યા હતા અને રાઓલના તે જુવાન છોકરી ઉપરના વિશ્વાસની ઠેકડી ઉડાવી હતી.” “હા, હા, મેં બરાબર એ પ્રમાણે કહ્યું હતું, અને બહાદુર માણસની પાસેથી જે જવાબની અપેક્ષા રખાય, તે અપેક્ષા પણ હું રાખી રહ્યો હતો. જેમ, મારે તમારી સાથે તકરાર માંડવી હોય, તો તમને પણ હું એવું સંભળાવું જ કે, મેડમે ડયૂક ઑફ બકિંગહામને ખૂબ ખૂબ પ્રેમ બતાવ્યા પછી, તમને અપનાવવા એ ફૂટડા ડકને હાંકી કાઢયો છે.” દ ગીશ સમજી ગયો કે, દ વાર્દ મેડમની બાબત ઉપર જ પોતાની સાથે તકરાર માગે છે. પણ તેણે હવે ગુલાંટ મારીને હસતાં હસતાં કહ્યું, “વાહ ભાઈ, એવું જો ખરેખર બન્યું હોય તો તો ધન્ય ભાગ્ય!” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy