SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ પ્રેમ-પંક પણ તમે બુલ તરફ આપણી કોઈ દોસ્ત-મિત્રને મળ્યા હશો ને?” “હા, હા, બ્રાજલૉનને ! તે રાજા ચાર્લ્સ-૨ પાસે રાજાજીનો કંઈ સંદેશ લઈને જતો હતો.” “તમારે તેની સામે કંઈ વાતચીત થઈ હશે!” “ના, ના, મારે ને તેને શી વાતચીત થઈ તે તે મને યાદ નથી; પણ એટલું યાદ છે કે, અમુક વાત મેં તેને જાણી જોઈને કહી ન હતી.” “કઈ વાત –– ?” “લા વાલિયેરવાળી વાત.” લા વાલિયેરવાળી વાત? તો બ્રાજલૉન પોતે અહીં હતો ત્યારે જે વાત નહોતો જાણી શક્યો, એવી તે કઈ વિચિત્ર વાત તમે ત્યાં રહ્યા રહ્યા જાણી, એ તો કહો વારુ!” “તમે ખરેખર ગંભીરતાથી મને એ વાત પૂછો છો?” પૂરી ગંભીરતાથી.” “વાહ, તમે અહીં દરબારના સભ્ય છો, મોડમના ઘર-કુટુંબની નજીક જ રહો છો, મેંશ્યોરના મિત્ર છો, અરે, મનોહર પ્રિન્સેસના માનીતા છો, અને મને પૂછો છો?” ગીશ ક્રોધથી લાલ લાલ થઈ ગયો. “કઈ પ્રિન્સેસની વાત તમે કરો છો?” , “હું મેડમની જ વાત કરું છું, વળી; તમે બીજી કોઈ પ્રિન્સેસને પણ ઓળખો છો કે શું?” ખલાસ, આ ઘડીએ દ ગીશ તરવાર ખેંચી જ ચૂકયો હોત; દ વાર્દ પણ મૅડમના નામ ઉપર જ તકરાર થાય એમ ઇચ્છતો હતો, જેથી મેડમની ફજેતી કરી શકાય. પરંતુ દ ગીશને લા વાલિયર – પોતાના મિત્રની વિવાહિતાના નામ ઉપર જ તેની સાથે તકરાર માંડવી હતી. એટલે તરત તે શાંત પડી જઈને બોલ્યો, “પણ આપણી અત્યારની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy