SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ પ્રેમ-પંક “ઈંગ્લેંડમાં,” મૅડમે જ વચ્ચે જવાબ આપી દીધો; “અને આ યુવતીએ અહીં મેળવેલી બીજી સફળતાના સમાચાર તેમને ત્યાં પહોંચ્યા વિના નહીં જ રહે.” “ભગવાન, ભગવાન!” લા વાલિયર હતાશામાં બોલી ઊઠી. “તો ઠીક, સાંભળી લે; અમે જલદી જલદી વાઇકાઉંટ ફ્રાંસ પાછો ફરે તેની પેરવી કરીશું, અને તે આવે એટલે તેને દરબારથી દૂર વિદાય કરી દઈશું. પણ તારો વિચાર જુદો જ હોય, તો એટલું સાંભળી રાખ કે, તારા કરતાં ભલી ભલી ગઠિયણોને મેં સીધી કરી નાખી છે.” “મેડમ, મારા ઉપર દયા કરો! આ બધું તમે શું કહો છો?” “ચૂપ રહે; કશું નાટક કરવાની જરૂર નથી. અબઘડી અહીંથી ચાલતી થા, અને તારા કમરામાં જઈ, મેં કહેલી વાતો ઉપર બરાબર વિચાર કરવા માંડ, સમજી!” લા વાલિયર ચાલી જતાં જ રાણી-માતાએ જરા રાજી થતાં થતાં મેડમને કહ્યું, “હવે એ દુરી ફરી હિંમત કરશે ખરી?” “આવાં ભલી-ભોળાં લાગતાં માણસો બહુ ચવડ પ્રકૃતિનાં હોય છે-તૂટે પણ છૂટે નહિ,” મેડમ ગણગણી. રાણીમાતા હવે મારિયા થેરેસાને બધી વાત કહેવા ચાલ્યાં ગયાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy