________________
૬ ગીશ
૨૦૦૯
જતાં જતાં તે દાતે નાંને ખૂબ વહાલથી ભેટતો હોય તેમ ભેંટો. દાઢે નાં મનમાં ગણગણ્યો: “રાજગાદી સામે જ કંઈક કારસ્તાન ચાલતું લાગે છે!”
ઑરેમીસ પણ જતો જતો ગણગણ્યો, “હવે દાતેંનાં સામો છે, એટલે આપણે આપણો ધડાકો જરા જલદી પતવવો પડશે.”
૩૯
૬
રાણી-માતાના ઓરડામાંથી લૉટરી પૂરી થયે, અને રાજાજીએ લા વાલિયેરને પેલાં બ્રેસલેટ આપી દીધા બાદ, દ ગીશ તે ઓરડો છોડી ભારે ચિંતામાં પડેલી સ્થિતિમાં મહેલ બહાર આંટા મારવા માંડયો. છેવટે તેણે ભારે આનાકાની સાથે નીચેની ચિઠ્ઠી લખી
ગીશ
“મેડમ, મને એક ક્ષણ વાર વાતચીત કરી લેવા માટે મુલાકાત આપશો. આપના પ્રત્યે જે સંમાન-બુદ્ધિ હું ધરાવું છે, તેને ઝાંખપ લાગે તેવું કશું મારી આ માગણીમાં મહેરબાની કરીને ન જોશો ઇ, ઇ.”
આટલું લખી, પોતાની સહી કરી, તે કાગળની ગડી કરીને ઊભો; તેટલામાં દૂરથી તેણે બધી બાનુઓને રાણીમાતાનો કમરો છોડીને ચાલી જતી જોઈ. છેક છેલ્લી મૅડમ નીકળી. તેની આગળ બેએક નોકરો મશાલ લઈ ચાલતા હતા. પોતાના દરવાજા પાસે પહોંચતાં જ મૅડમે કહ્યું —
“જુઓ જોઉં, જઈને કોઈ દ ગીશને શોધી કાઢો. મે તેમને એક કામ સોંપ્યું હતું તે તેમણે કર્યું કે નહિ તેનો જવાબ મારે જોઈએ છે. જો તે કશા કામકાજમાં ન હોય, તો તો તેમને મારા કમરા તરફ આવી જવા જ વિનંતી કરો.”
Jain Education International
દ ગીશે તે બધું દૂરથી છુપાઈને સાંભળ્યું હતું. એટલે મૅડમ અંદર ગયા પછી તે બેફિકરાઈથી આમ તેમ ટહેલવા લાગ્યો. એકાદ નોકરની
For Private & Personal Use Only
www.jainelibrary.org