SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ પ્રેમ-પંક નજર તેના ઉપર પડતાં તે બોલી ઊઠયો, “સદ્ભાગ્યે મળ લ કાઉંટ આપ મળી ગયા; નામદાર મૅડમ આપને મળવા ઇચ્છે છે. આપને અત્યારે જરા કુરસદ છે?” દગીશે હવે પેલી ચિઠ્ઠી હાથમાં ચોળી નાંખી; અને તરત તે પેલા નોકર સાથે મૅડમના કમરા તરફ પહોંચી ગયો. તેને આવેલો જોતાં જ મૅડમે માંતાલેને બહાર જવા ફરમાવ્યું. દ ગીશ પોતાની પ્રિયતમા સાથે પ્રેમની બે વાતો જ કરવા આવ્યો હતો. પણ મૅડમ કંઈક જુદી જ ચિંતામાં હતી. "C મૅડમે તરત જ દગીશને પૂછ્યું, તો શું તમારે મને કંઈ જ વાત કરવાની નથી? આ બ્રેસલેટની બાબત વિષે?” “હા, મૅડમ; એ બ્રેસલેટની બાબત વિચિત્ર બની ગઈ ખરી.” 66 “તમે એમ માનો છો કે રાજા પેલીના પ્રેમમાં છે?” ' “મને એમ લાગે છે કે, રાજાજી એ દેખાવ કોઈને ચિડવવા કરી રહ્યા છે; નહિ તો એ બિચારી લા વાલિયેરને આમ લોકજીભે ચડાવવા જેવું ખામુખા તે ન કરે. ઉપરાંત રાજાજી જાણે છે કે, એ છોકરીના વિવાહ મારા મિત્ર વાઈકાઉંટ દ બ્રાજૉન સાથે થઈ ગયેલા છે. અને બ્રાજલૉને રાજાજીની એવી સેવાઓ બજાવેલી છે કે, તેને આવો કારી ઘા કરવાનું તે ઇચ્છે નહિ.” “બ્રાજલૉન તમારો મિત્ર છે તેની રાજાને શી પરવા?” એમ કહી મૅડમ તુચ્છકારભર્યું હસી પડી. “હું એમ નથી માનતો કે, રાજાજી લા વાલિયેર સાથે પ્રેમમાં હોય; ખરી રીતે પોતાની કોઈ પ્રેમપાત્રને ચીડવવા જ તેમણે એ કર્યું લાગે છે; આખા રાજદરબારની વાર્તાથી સુપરિચિત એવાં આપ જ મને આ બધા અંગે કંઈ વિશેષ સમજ આપી શકો, એમ હું માનું છું. હું એટલા માટે જ આપની મુલાકાત પણ માગવાની તૈયારીમાં હતો.” “તમે મને મળવા માગતા હતા? તમને તો મેં બોલાવ્યા છે!” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy