SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ ત્રણ કોકડાં “અરે જોજો તો ખરા માલિક, કે મજા છે કે નહિ.” આમ કહી હસતો હસતો પ્લાંશત દુકાન તરફ ચાલ્યો ગયો. પછી તરત દાનોએ પોતાના વિચારનો તાંતણો પાછો જડ્યો – “બસ બસ, ત્રણ બાબતોમાં બધું આવી ગયું. એક તો બાલિના ગવર્નર બેઇઝમ સાથે એમીસ પૈસાની લેવડદેવડ શા માટે રાખે છે, તે નક્કી કરવું. બીજું એ કે, ઍરેમીસ કેમ મને કાગળ લખતો નથી, તે નક્કી કરવું. અને ત્રીજું એ નક્કી કરવું કે, પૉર્જેસ કયાં છે? આ ત્રણ કોકડાં ઉકેલીએ એટલે બધું જ રહસ્ય પ્રગટ થઈ જશે. એરેમીસ એ બધું મારાથી છુપાવે છે, તો આપણે આપણી અક્કલ લડાવવી જ રહી; અને ‘માલાગા’ની સોગંદ! ઍરેમીસનું કોકડું ઉકેલવામાં પ્લાંશેતની જાગીરના મસાણિયા ઘર કરતાં ઓછી મજા નહિ હોય!” બીજે દિવસે સવારે દાડૅનાં અમુક વિચાર કરી સીધો મેં દ બેઇઝમેની મુલાકાત લેવા બાતિલ તરફ ચાલ્યો. તે દિવસ જેલની સાફસૂફીનો હતો, એટલે ભારે ધમાલ મચી રહી હતી. બેઇઝમૉએ દાનોને પૂરેપૂરા ભાવથી આવકાર્યો, પણ વાત કરતાં તે કંઈક ખચકાતો હોય એમ દાતેનોને લાગ્યા વિના ન રહ્યું. અરે, બેઇઝમેને જાણે દાન સાથે વાતચીત કરવાની કોઈએ મનાઈ કરી હોય, એમ જ આખો વખત લાગ્યા કરતું હતું. પહેલાંના બેઇઝમાં અને આજના બેઇઝમાં જોવા મળેલા આ ફેરફારે તેને જરા વિચારમાં નાખી દીધો. અને દાતેનાં “વિચાર”માં પડે, એટલે તે માણસ મટી બિલાડી જ બની જાય. દાતેનએ છેવટે બેઇઝમને સીધું જ પૂછયું, “તમે ઍરેમીસ સાથે પછી ભેગા થયા હતા કે નહિ, તથા એરેમીસે તમને બાકીના ૫૦,૦૦૦ ફ્રાંકનો હપતો ભરી આપ્યો હતો કે નહિ?” ત્યારે કશો સીધો જવાબ આપવાને બદલે, ‘મારે જરા કામ છે, જઈને હમણાં આવું છું કહીને બેઇઝમાં ચાલ્યો જ ગયો, તે પછી આવ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy