SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ છુપાઈને સાંભળનાર સાંભળી શકે ૧૪૧ રહી? પણ, હું મારી જાતને છેતરતો નથી; હું એટલું ચોક્સ જાણું છું કે, એ પ્રેમની પાછળ મારે મરવાપણું જ રહેલું છે.” પણ ભાઈ, આ બધામાં મૅડમનો કશો વાંક કાઢવાપણું નથી; વાંક હોય તો તમારો જ છે. તમે જાણો છો કે, મૅડમ સ્વભાવે જ ઉદંડ, નવીનતાનાં જ ભૂખ્યાં, અને નર્યા ખુશામતપ્રિય છે. અને છતાં એવી સ્ત્રી માટેના પ્રેમને માટે તમે તમારું જીવન બરબાદ કરવા બેઠા છો. ભલે તમે તેમની સામે જુઓ– પ્રેમ કરવો હોય તો પ્રેમ પણ કરો-કારણ, જેનું મન બીજે ક્યાંય રોકાયું ન હોય તેવો કોઈ પુરુષ એ મહાસુંદરીને પ્રેમ કર્યા વિના ન રહી શકે – છતાં, તેમને પ્રેમ કરો ત્યારે પણ તેમના પતિનો, તેમના પતિના હોદ્દાનો અને તમારી પોતાની સહીસલામતીનો ખ્યાલ તમારે રાખવો જોઈએ.” આભાર, રાઓલ.” શી બાબતનો?” કારણ કે, એ સ્ત્રી ખાતર હું કેટલું વેઠી રહ્યો છું તે જોયા પછી પણ તું મને આશ્વાસન આપવા પ્રયત્ન કરે છે, અને તેને માટે જે કંઈ સારું કહી શકાય કે ન કહી શકાય એવું હું માને છે, તે મને કહી સંભળાવે છે!” તમારી ભૂલ થાય છે, ભાઈ, હું જે માનતો હોઉં છું તે બધું જ બોલી નાંખતો નથી; અર્થાત્ તેવું કશું જ હું બોલતો નથી. પરંતુ જયારે હું બોલું છું, ત્યારે હું મારા દિલમાં હોય તેવું જ બોલું છું; દેખાવ કરવા ખાતર જૂઠું કદી બોલતો નથી, અને જે કોઈ મારી આ વાત સાંભળે છે, તે મારા ઉપર એ બાબતનો વિશ્વાસ રાખે.” મૅડમ આ બધો સમય તૃષાતુર થઈને તેમની વાતચીતના શબ્દોનું પાન કરી રહી હતી. “ભાઈ, તારા કરતાં હું તેને વધારે ઓળખું છું. હું જાણું છું કે તે માત્ર ઉદ્દેડ નથી, પણ છીછરી છે; તે નવીનતા પાછળ દોડનારી નથી, પણ તેને કોઈ ઉપર વિશ્વાસ જ નથી; તે ખુશામતથી વશ થાય તેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy