SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ છુપાઈને સાંભળનાર સાંભળી શકે તોને શારૉતને રવાના કરી, મૅડમ દ ગીશ શું કહે છે તે સાંભળવા વાડ પાછળ ગુપચુપ આવીને ઊભી રહી. રાઓલ દ ગીશને દુખપૂર્વક કહેતો હતો, “ભાઈ, ભારે કમનસીબીની વાત છે કે, તમે તમારી લાગણીઓ છુપાવી જાણતા નથી. અહીં પાછા આવ્યા પછી, તમે તમારા બોલવા-ચાલવાથી, અરે, હલન-ચલનમાત્રથી સૌને જાહેર કર્યા કર્યું છે કે, તમે મૅડમને ચાહો છો. તમે કશું બોલ્યા ના હોત તો પણ તમે માત્ર પાછા ફર્યા એટલાથી જ સમજનારા તો સમજી જાય કે, તમે લગભગ મૅડમની પાછળ ગાંડા થઈ ગયા છો. પણ આમ કરવું એ કેટલું જોખમકારક છે, તે સમજવા જેવી પણ તમારી સ્થિતિ રહી નથી. અને એ ભયંકર ભડાકો જયારે થશે, ત્યારે તમને કોણ બચાવી લેશે? મેડમને કોણ બચાવી શકશે? કારણ કે, મૅડમ તમારા પ્રેમથી ગમે તેટલાં અણજાણ હશે, તો પણ તમારું ગાંડપણ જ તેમની સામે પુરાવારૂપ થઈને ઊભું રહેશે.” “મારા ઉપર ઘણી ઘણી વીતી ગઈ છે, ભાઈ, હું હવે વિવેક-વિચાર કે સાન-સમજ ગુમાવી બેઠેલો માણસ બની રહ્યો છું. અત્યારે મારામાં કશા જ પ્રકારનું બળ રહેલું હોય એમ મને લાગતું નથી. એટલે, મને સમજાવવો તે, કે હું સમજું તે, બધું જ નકામું છે; કારણ કે, હું વિચારપૂર્વક કે અવિચારપૂર્વક કાંઈ જ કરી શકે એવી સ્થિતિમાં નથી. પહેલાં મારે મારી જાતનો જ વિરોધ કરવો પડયો હતો; પછી બકિંગહામનો, અને હવે રાજાજી મેદાનમાં આવ્યા છે, એટલે તો મેં વિરોધ કરવાનું જ માંડી વાળ્યું છે; પછી મૅડમના સ્વભાવનો સામનો કરવાની તો વાત જ ક્યાં ૧૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy