SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રેમ-પંક આ ચિઠ્ઠી આપને આપવાની છે, મારા માલિકે આપને જલદી પહોંચાડવા ફરમાવ્યું છે. પણ છેલ્લા કલાકથી હું આપને બધું જ શોધી રહ્યો છું.” રાઓલે ઑથોસના માં સામું જોઈ, તેની સંમતિથી એ ચિઠ્ઠી ત્યાં - જ ઉઘાડીને વાંચી– “પ્રિય રાઓલ, મારે તમારું કામ પડયું છે. જેમ બને તેમ આવીને જલદી મને મળો. કાઉટ દ ગીશ.” પરંતુ રાઓલ આ ચિઠ્ઠી વાંચી રહે તેટલામાં તો ડયૂક ઑફ બર્કિહામની વર્દી પહેરેલો બીજો નોકર આસપાસ શોધતો ફરતો હતો, તે રાઓલને જોઈ, તરત રાજી થતો ત્યાં દોડી આવ્યો અને “નામદાર ડયૂકે મોકલાવી છે,” એમ કહી તેણે એક ચિઠ્ઠી તેના હાથમાં પકડાવી દીધી. ઍથોસે તરત જ રાઓલને કહ્યું, “ભાઈ, તું અત્યારે ધમાલમાં છે, તો હું જ હવે મેં૦ દા નેને એકલો જ મળી લઈશ. રાજાજી તને સવારના દરબાર વખતે મળવાના છે, એટલું યાદ રાખજે; અને હું કાલે બપોર પછી _વા જવા ઊપડી જઈશ, તે પહેલાં મને મળવું હોય તો મારે ઉતારે તું આવી પહોંચજે.” હું કાલે સવારે તમારે ઉતારે આવી જઈશ, મશ્યોર,” રાઓલ કહ્યું. ઑથોસ જતાં જ રાઓલે બકિંગ્ડામની ચિઠ્ઠી ઉઘાડી– “મશ્યોર દ બાજલૉન, મારા ઓળખીતા સૌ ચ સગૃહસ્થોમાં મને તમારા તરફ વધુ ભાવ છે. હું તમારી મિત્રતાને કસોટીએ ચડાવવા ઇચ્છું છું. મને સારી ફ્રેંચ ભાષામાં લખેલો એક કાગળ મળ્યો છે, તેની નીચે કોઈ સારું નામ લખેલું છે. એ કાગળમાં શું લખ્યું છે, તે કદાચ મારાથી બરાબર સમજાયું ન હોય; માટે તમે આવીને તરત મને મળી જાઓ. મને કહેવામાં આવ્યું છે કે, તમે બ્લવાથી પાછા આવી ગયા છો. તમારો, વિલિયર્સ ડયૂક ઑફ બકિંગહામ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy