SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ પ્રેમ-પંક જંગલી સુવ્વર સાથેના દ્વંદ્વયુદ્ધને એ મનાઈ શી રીતે “ પણ લાગુ પડે, મૅડમ ? ” .. “જુઓ મૅશ્યોર દ માનિકોં, બધા જ એ ગપ મારી રહ્યા છેકોને છેતરવા માટે એ તો તે જાણે – પણ એ ગપથી મને છેતરી શકાશે એવી દુરાશા રાખશો નહિ. રાજાજીએ જ તમારી એ ગપને જરાય સાચી માની, વારુ?” 66 તદ્દન સાચી માની છે, મૅડમ.' “ઠીક, તેમણે શાથી સાચી માની તે વાત પછી; પણ અહીં તો સૌ કોઈ કહે છે કે, મોં૦ દ ગીશે પોતાના મિત્ર મ દ બ્રાજલૉન વતીની તકાર માથે વહોરી લીધી હતી.” “માં ૬ બ્રાજૉન વતીની તકરાર? આપની વાત સાંભળીને મને નવાઈ થાય છે.” “અને કોઈ બાનુની ઇજજત-આબરૂ અંગે એ તકરાર થઈ હતી, તે વાત હું કહીશ તો તે વાતની પણ તમને વિશેષ નવાઈ થશે, નહિ વારુ? " “મૅડમ, મૅડમ! આ બધું આપ શું બોલી રહ્યાં છો, તે બાબત જરા વિચાર કરો !” “વાડુ, વાહ, હું જો પુરુષ હોત, તો તો તમે મારી વાત ઉપર તરવાર ખેંચી લડવા જ તૈયાર થાત, ખરું? રાજાજીનો મનાઈહુકમ હોય છતાં, હેં? જેમ દ ગીશ, કુમારી દ લા વાલિયેરની વાત ઉપર મરવા તૈયાર થયા તેમ!' “હું હવે કશું કહેવા નથી માગતો, મૅડમ; કારણકે, આપ જ બધું કહેવા માગો છો.' “હા, હા; પણ તમારા મિત્રની તમારે દયા ખાવી જોઈએ; રાજાજીનો મિજાજ ખરાબ છે; જે કુમારીની ઇજ્જત-આબરૂ બચાવવા તમારા મિત્ર કૂદી પડયા, તે કુમારી રાજાજીની નજરમાં વસેલાં છે, અને તે કુમારીની ઇજજત-આબરૂ ઉપર હાથ નાખનારની ખબર લઈ નાખવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy