SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ધનુષ્યને બે પણછ રાખવાના ફાયદા ૩૧૫ રાજાજી પોતે સમર્થ છે; એટલે દ ગીશને પોતાની બાબતમાં હસ્તક્ષેપ કરવા ગયેલા જાણી તે લાંબે ગાળે તેમને સજા કર્યા વિના નહીં રહે.” “પણ આપ મૅડમ, રાજાજીના એ ગુસ્સાને મારા મિત્ર તરફ વળતો બુઝાવી આપશો, એની મને ખાતરી છે.” “હું બુઝાવી આપીશ, એની તમને ખાતરી છે? એટલે તમે શું કહેવા માગો છો?” “એટલું જ કે, કોઈને અન્યાય થાય તે સામે આપ નામદારને ભારે ચીડ છે; અને મારા મિત્ર ભલે આપની નજરમાં ગમે તેવા તુચ્છ હોય, પણ તેમની સામેના અન્યાયને તો આપ નહીં જ સાંખી લો.” “તમે ગાંડા થયા છો શું, મોં માનિકોં? મારે એ વાતમાં શી લેવાદેવા છે?” “બાપને ઘણી લેવાદેવા છે; મૅડમ લા વાલિયેરનું નામ કેવળ બહાના તરીકે જ વાપરવામાં આવ્યું છે, તે આપ નામદાર નથી સમજી શકયાં, એની જ મને નવાઈ લાગે છે.” “એટલે ?” “તો એ તકરારનું કારણ કોણ હતું, એ મારે માંએ જ આપને સાંભળવું છે?” “કોણ કારણ હતું?” મૅડમ હવે કંઈક ગૂંચવાઈને બોલી. “નેને માટે મારો મિત્ર આટલો ગુસ્સે થઈ ગયો, તે કોણ હતું? હું તો એ વ્યક્તિના નામ પ્રત્યે મારા મિત્ર દ ગીશ જે ભક્તિભાવ દર્શાવે છે, તે જ ધરાવતો હોવાથી મારે માંએ એમનું નામ નહીં દઉં; પરંતુ દ વાદેં જ્યારે એ વ્યક્તિનું નામ દઈ દઈને અપમાનજનક ઉલ્લેખ કરીને મારા મિત્રને મરણિયો બનાવી મૂકર્યા, ત્યારે જ તેણે પોતાની તરવાર ખેંચી હતી.” મૅડમ પોતાનું માં બંને હાથમાં છુપાવી દઈ, ગળચકાં ખાતી ખાતી બોલી, “તમે આ બધું શું બોલો છો, માંશ્યોર?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy