SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ પ્રેમ-પંક હવે આપ નામદાર સમજી શકશો કે, મારો મિત્ર કોઈ પણ સંજોગોમાં શાથી આ તકરાર માથે વહોર્યા વિના રહી ન શક્યો. તેણે પોતાનું લોહી રેડ્યું છે, પરંતુ પોતાના જીવનથી જેને વધુ કીમતી ગણે છે તેનું માન-ધન તેણે સુરક્ષિત રાખ્યું છે – ભલે પછી તે પોતે હવે મૃત્યુના પંજામાં – ” “અરે, અરે, તો એ યુદ્ધ માટે કારણે કાઉંટે વહોર્યું હતું શું? અને તે મૃત્યુના પંજામાં એટલે?” મેડમ હવે રઘવાઈ જઈને ભાન ભૂલીને બોલી ઊઠી. હા, હા; તેમનો એક હાથ તૂટી ગયો છે અને તેમની છાતીમાં ગોળી પેસી ગઈ છે.” અને આટલું બોલતાંમાં માનિક પોતે જ હવે અત્યાર સુધી ધારણ કરી રાખેલા દેખાવને પડતો મૂકી ડૂસકે ચડ્યો અને શિષ્ટાચારનો વિચાર છોડી મેડમ સામે જ ખુરશી ઉપર ઊંધું મોં રાખી બેસી પડયો. મેડમે તરત માનિકનો હાથ પકડી લીધો અને કહ્યું, “મને ચોખ્ખી વાત કરો; શું મૉ૦ દ ગીશના જાન ઉપર જોખમ છે?” બેવડું જોખમ છે, મેડમ, હાથની ધોરી નસ કપાઈ જવાનું અને છાતીમાં કોઈ મર્મસ્થાનને નુકસાન થયાનું.” તો શું તે મરણ જ પામશે, એમ?” “હા જી; અને જેને માટે તે મરણ પામે છે, તેને એ વાતની કશી ખબર પડી છે, એવા આશ્વાસન વિના!” તમે કહી દેજો કે, ખબર પડી છે.” હું?” કેમ, તમે તેમના મિત્ર નથી? પણ ઠીક; તે કયાં છે, અને તેમની સારવાર કોણ કરે છે?” “રાજાજીના દાક્તર તેમની સારવાર કરે છે, અને તે દાક્તરના ધંધાદારી મિત્રને ત્યાં જ તેમને રાખવામાં આવ્યા છે.” “તો શું અહીં દરબાર-ગઢમાં તે નથી?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy